TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૨૨૧ થી ૨૩૦
માગશર માસમાં સ્વામીએ વાત કરી જે, “અમે મહારાજની આજ્ઞા કોઈ દિવસ લોપી નથી ને લોપાવીયે નથી; ને આ જૂનેગઢ પાંચસેં સાધુમાંથી કોઈ આવતું નહોતું, પછી મુને કહ્યું, ત્યારે હું આવ્યો તે મુને શું થઈ ગયું? કાંઈ કોઈ દુઃખ આવ્યું નહીં, ને આ જૂનાગઢના તો મહારાજ જમાન થયા છે. તે જુઓને, આવી વાતુંચીતુંનો જોગ ક્યાંઈ છે? પૂછો આ પરદેશી હરિજનને.” ત્યારે તેણે કહ્યું જે, “ના, મહારાજ! આવો જોગ તો આંહીં જ છે.” પછી સ્વામી બોલ્યા જે, “આંહીં તો સંત ભેગા પ્રગટ સહજાનંદ સ્વામી પોતે વિરાજે છે તેણે એમ છે. નીકર આમ કેમ રહે?”
In the month of Magshar, Swami said, “I have never transgressed Maharaj’s commands and never enabled others to violate them either. None of the 500 sadhus were prepared to come to Junagadh. Then [Maharaj] told me, so I came; and has anything happened to me? I have had no troubles. Maharaj is the surety for Junagadh (i.e. he took personal responsibility to grant moksha to the people of Junagadh), so see, are there opportunities for such discourses elsewhere? Ask these devotees who have come from other regions.” Then they said, “No, Maharaj. Such divine company exists only here.” Then Swami said, “Here, together with this Sadhu, Sahajanand Swami himself is manifest. That is why it is like this. He feels that. Otherwise, how can this bliss and peace remain like this?”
Māgshar māsmā Swāmīe vāt karī je, “Ame Mahārājnī āgnā koī divas lopī nathī ne lopāvīye nathī; ne ā Jūnegaḍh pāchse sādhumāthī koī āvatu nahotu, pachhī mune kahyu, tyāre hu āvyo te mune shu thaī gayu? Kāī koī dukh āvyu nahī, ne ā Jūnāgaḍhnā to Mahārāj jamān thayā chhe. Te juone, āvī vātu-chītuno jog kyāī chhe? Pūchho ā pardeshī harijanne.” Tyāre teṇe kahyu je, “Nā, Mahārāj! Āvo jog to āhī ja chhe.” Pachhī Swāmī bolyā je, “Āhī to Sant bhegā pragaṭ Sahajānand Swāmī pote virāje chhe teṇe em chhe. Nīkar ām kem rahe?”
“મહારાજ કહે, ‘વિષયનો સ્પર્શ કરવો જ નહીં, એટલે મન પણ ઇન્દ્રિયું લગણ આવે જ નહીં, માટે વિષયથી છેટે રહેવું.’ ને ભગવાન પણ મળવા હતા એવા મળ્યા છે; હવે આવા જોગમાં જો વિષયની આસક્તિ રહી તો બહુ ખોટ જાશે. ને મોટા મોટાનો પણ વિષયથી છેટે રહેવાનો જ મત છે.” ત્યારે કો’કે કહ્યું જે, “વિષય જણાતા નથી.” ત્યારે સ્વામી બોલ્યા જે, “ગળ્યું, ખાટું, ખારું, સારું જણાય છે કે નહીં? એ તો જણાય, પણ જીવને મૂકવું નથી. અરે, ગરજ જ ક્યાં છે? જોને ગરજે તો ગધેડાને પણ બાપ કહે છે. તે આ જીવે હાડકાં, માંસ ને નરક તેમાં જ માલ માન્યો છે; તે રહેશે નહીં.”
“Maharaj says, ‘One should not touch (be drawn toward) the vishays, so that the mind does not follow the indriyas. Therefore, remain far from the vishays.’ And we attained God that we were destined to attain. If one still has a weakness for enjoying the vishays in this company, then one will suffer a great loss. And the principle of many great is to remain far away from the vishays.” Then, someone said, “The vishays are not perceived.” Swami responded, “Does one perceive sweet, sour, salty, and good? Yes, that is perceived, but the jiva does not want to give it up. Where is the self-interest? If one has self-interest, one will address a donkey as his father. The jiva believes there is worth in bones, flesh, and discharge; but [the body] will not remain.”
Mahārāj kahe, “Viṣhayno sparsh karavo ja nahī, eṭale man paṇ indriyu lagaṇ āve ja nahī, māṭe viṣhaythī chheṭe rahevu. Ne Bhagwān paṇ maḷavā hatā evā maḷyā chhe; have āvā jogmā jo viṣhaynī āsakti rahī to bahu khoṭ jāshe. Ne moṭā moṭāno paṇ viṣhaythī chheṭe rahevāno ja mat chhe.” Tyāre ko’ke kahyu je, “Viṣhay jaṇātā nathī.” Tyāre Swāmī bolyā je, “Gaḷyu, khāṭu, khāru, sāru jaṇāy chhe ke nahī? E to jaṇāy, paṇ jīvne mūkavu nathī. Are, garaj ja kyā chhe? Jone garaje to gadheḍāne paṇ bāp kahe chhe. Te ā jīve hāḍakā, mās ne narak temā ja māl mānyo chhe; te raheshe nahī.”
આ લોક તો દુઃખરૂપ છે, ને જ્યાં કોઈ દુઃખ છે જ નહીં ત્યાં આવતાંક દુઃખ ભરાય છે, માટે કેટલીક જાત્યનાં દુઃખ આવી પડે છે તે કે’વાય નહીં. પણ શું કરીએ, આ લોક જ એવો છે ને વિષયમાં તો કેવળ દુઃખ જ છે.
This world is a form of misery. And where there is no trace of misery, there, one is filled with misery, just upon encountering.1 Therefore, one cannot mention all the types of miseries that befalls one. What can we say? This world is like that and there is only misery in the vishays.
1. Swami is explaining that God and the Sant are a treasure of bliss, yet even when someone has attained them, one remains miserable because of agnān. This agnān is due to weakness for enjoying vishays or affection for one’s relationships of the body.
Ā lok to dukhrūp chhe, ne jyā koī dukh chhe ja nahī tyā āvatāk dukh bharāy chhe, māṭe keṭlīk jātyanā dukh āvī paḍe chhe te ke’vāy nahī. Paṇ shu karīe, ā lok ja evo chhe ne viṣhaymā to kevaḷ dukh ja chhe.
પાંચાળ દેશમાં એક ગામ છે, તેમાં એક ચારણ હતો; તે માનને લીધે તેલનો ડગલો પે’રીને હોકો પીતે પીતે ઊભો ઊભો બળી મૂઓ. તે સૌ કહે, “પગે ડામણી૧ દ્યો ભાગી જાય નહીં.” એટલે એ કહે, “અરે ભાગે શું? હાંઉ?” એમ ને એમ બળી મૂઓ. કહો હવે, એમાં થોડું દુઃખ થયું હશે? એવું જેને દેખાય તેને તો વિષયમાં દુઃખ છે; તે જો વિષય આજ મૂકીએ તો મુકાય એમ છે ને મહિને-બે મહિને-વરસે-સો વરસે ને સો જન્મે પણ જે દી મૂકીએ તે દી મુકાય એમ છે, ને મૂક્યા વિના અંત્યે છૂટકો નથી; માટે કલમ મૂકી જે, વિષયાન્ વિષવત્ ત્યજેત્૨ તે માટે ખબરદાર થઈ જાવું.
૧. બેડી.
૨. વિષયોનો ત્યાગ ઝેરની જેમ કરવો.
In a village of the Panchal region, there lived a Charan. Due to ego, he donned a coat covered with oil and while standing, smoking a hookah, he burnt to death. Then all said, “Tie his feet so that he does not escape.” Proudly, he said, “Oh, what’s there to run?” In this way, he burnt himself to death. Now, would he have suffered only a little pain in this? For those who realize, the same pain resides in the material pleasures. But, if we desire to give up the material pleasures today, they can be given up. Even after a month, two months, a year, a hundred years or a hundred births, they can be given up. So in the end, without giving them up, there is no release. Therefore, the clause has been placed: “Vishayān vishavat tyajet.”1 Therefore, be alert.
1. One should renounce the sense pleasures like one renounces poison.
Pānchāḷ deshmā ek gām chhe, temā ek chāraṇ hato; te mānne līdhe telno ḍagalo pe’rīne hoko pīte pīte ūbho ūbho baḷī mūo. Te sau kahe, “Page ḍāmaṇī1 dyo bhāgī jāy nahī.” Eṭale e kahe, “Are bhāge shu? Hāu?” Em ne em baḷī mūo. Kaho have, emā thoḍu dukh thayu hashe? Evu jene dekhāy tene to viṣhaymā dukh chhe; te jo viṣhay āj mūkīe to mukāy em chhe ne mahine-be mahine-varase-so varase ne so janme paṇ je dī mūkīe te dī mukāy em chhe, ne mūkyā vinā antye chhūṭako nathī; māṭe kalam mūkī je, Viṣhayān viṣhavat tyajet2 te māṭe khabardār thaī jāvu.
1. Beḍī.
2. Viṣhayono tyāg zernī jem karavo.
પોષ વદિ એકમે વાત કરી જે, “આંહીં તો સંત ભેગા સહજાનંદ સ્વામી પોતે બિરાજે છે, પણ કોઈને ખપ નથી.”
સદ્ગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હે,
જાકે શરણે જાય, અવિદ્યા નાશ હે,
દેહ ગેહ મન દામ, ઉસિકું દીજિયે,
હર હાં શ્રીરંગ સબ મત સબ જગ,
જોય સોય ગુરુ કીજિયે.
એ આદિક સાખિયું બોલીને કહ્યું જે, “એવા સદ્ગુરુને સેવે ત્યારે જીવ ચોખો થાય, તે મળ્યા તો છે પણ જીવ કોઈ સોંપતું નથી ને જીવ સોંપ્યા વિના એકાંતિક ભાવને પણ ક્યાંથી પમાય? જીવ સોંપ્યો છે તેટલું થયું છે ને નથી સોંપ્યું તેટલું નથી થયું ને જ્યારે સોંપાશે ત્યારે થાશે ને જેણે જેટલો જીવ સોંપ્યો છે તેટલો જણાય છે જે, આટલો આણે સોંપ્યો છે ને આટલો આણે નથી સોંપ્યો.”
On Posh vad 1, Swami said, “Here, together with the Sadhu, Sahajanand Swami himself is present. But nobody is interested.”
Sadguru shabdātit param prakāsh he;
Jāke sharane jāy, avidyā nāsh he,
Deh geh man dām, usiku dijiye,
Har hā Shrirang sab mat sab jag,
Joy soy guru kijiye.1
After reciting this and other verses, he said, “When such a sadguru is served, the jiva becomes pure. He has been attained, but nobody hands over the jiva to him. Without handing over the jiva how can the enlightened state be attained? The extent to which the jiva is handed over (to the sadguru) is the extent of fulfillment attained; and the extent to which it is not handed over, that much is not attained. So, when it is handed over, then it will happen. And the extent to which people have handed over (the jiva) is apparent – i.e. this much has been handed over and this much has not been handed over.”
1. The Sadguru is beyond description and radiates divine light, By taking refuge in him, one’s ignorance is destroyed. Dedicate your body, mind, home, and wealth to him. Thus, says Shrirang (Brahmanand Swami), examine all different beliefs and views of the world and then choose a guru.
Poṣh Vadi Ekame vāt karī je, “Āhī to Sant bhegā Sahajānand Swāmī pote birāje chhe, paṇ koīne khap nathī.”
Sadguru shabdātīt param prakāsh he,
Jāke sharaṇe jāy, avidyā nāsh he,
Deh geh man dām, usiku dījiye,
Har hā Shrīrang sab mat sab jag,
Joy soy guru kījiye.
E ādik sākhiyu bolīne kahyu je, “Evā sadgurune seve tyāre jīv chokho thāy, te maḷyā to chhe paṇ jīv koī sopatu nathī ne jīv sopyā vinā ekāntik bhāvne paṇ kyāthī pamāy? Jīv sopyo chhe teṭalu thayu chhe ne nathī sopyu teṭalu nathī thayu ne jyāre sopāshe tyāre thāshe ne jeṇe jeṭalo jīv sopyo chhe teṭalo jaṇāy chhe je, āṭalo āṇe sopyo chhe ne āṭalo āṇe nathī sopyo.”
એક જણાના મનમાં જે ધાર્યું હતું તે મેં જોઈને કહ્યું. ત્યારે સૌએ કહ્યું જે, “તમે તો અંતરજામી છો.” તેનું નામ લીધું જે, ઘનશ્યામદાસજી. તેમ સૌનાં અંતરનું જણાય છે, એમ મર્મે બોલ્યા.
I read one person’s mind and told him exactly what he was thinking. So, everyone said, “You are truly omniscient.” His name was Ghanshyamdasji.1 Swami implicitly revealed that he can read others’ thoughts.
1. Ghanshyamdasji was Naja Jogiya, one of Shriji Maharaj’s pārshads who traveled with him. In his later life, after Maharaj reverted to Akshardham, he became a sadhu and stayed in Junagadh. Once, while meditating, his mind went to Gadhada to stroke the forehead of a cow. Swami revealed his state of mind and Ghanshyamdasji realized Swami’s greatness. After this, he told everyone that Gunatitanand Swami was Aksharbrahman.
Ek jaṇānā manmā je dhāryu hatu te me joīne kahyu. Tyāre saue kahyu je, “Tame to antarjāmī chho.” Tenu nām līdhu je, Ghanshyāmdāsjī. Tem saunā antarnu jaṇāy chhe, em marme bolyā.
આ વાતું સારુ તો પછી રોશો. ઓહો! આવા ક્યાંથી મળે? વિષયમાં જોડે એવા તો મળે પણ તોડે એવા ક્યાંથી મળે? ને હુંમાં સૌને હેત થાય છે. તે શેણે? તો કે, હું તો જે જેમ કહે તેમ કરું. આ આમ કહે તો હું કહું, “હા એમ,” આ કહે, “આમ,” તો, “હા એમ.” કોઈનું મરડું જ નહીં ત્યારે હેત રહે છે, પણ જીવનું ધાર્યું ફેરવે ને હેત રહે ત્યારે ઠીક. ને બીજું તો મરડું નહીં, પણ હા! એક ધર્મની કોરનું મરડું, એમાં તો શુદ્ધ વરતાવું. એક હરિભક્તનું નામ લઈને કહ્યું જે, એ બહુ સારો હતો પણ બેક કુસંગનો પાશ લાગી ગયો હતો, તે મેં આંહીં લાવી, રાખીને બ્રહ્મરૂપ કરીને ધામમાં મોકલી દીધો.
Later, you will cry to listen to these talks! Oh! Where can we get a God-realized Sadhu like this? Those who attach people to worldly pleasures can be found, but where can one find one who detaches people from worldly pleasures. And everyone has affection for me. Why? Since I do as I am told. If someone says, “It is like this,” then I say, “Yes, it is like this.” If he says, “It is like that,” then I say, “Yes, it is like that.” I do not change anyone’s wish, so affection for me remains. But when I change what the jiva has decided and affection still remains, then it is proper. I will not change anything else, but yes, I change what is related to observance of dharma. In that, I make them act purely. Giving the name of a devotee, he said, “He was very good but he was affected by bad company. So I brought him and kept him here, made him brahmarup and sent him to Akshardham.”
Ā vātu sāru to pachhī rosho. Oho! Āvā kyāthī maḷe? Viṣhaymā joḍe evā to maḷe paṇ toḍe evā kyāthī maḷe? Ne humā saune het thāy chhe. Te sheṇe? To ke, hu to je jem kahe tem karu. Ā ām kahe to hu kahu, “Hā em,” ā kahe, “Ām,” to “Hā em.” Koīnu maraḍu ja nahī tyāre het rahe chhe, paṇ jīvnu dhāryu ferave ne het rahe tyāre ṭhīk. Ne bīju to maraḍu nahī, paṇ hā! Ek dharmanī kornu maraḍu, emā to shuddha varatāvu. Ek haribhaktanu nām laīne kahyu je, e bahu sāro hato paṇ bek kusangno pāsh lāgī gayo hato, te me āhī lāvī, rākhīne brahmarūp karīne dhāmmā mokalī dīdho.
ઓહો! અમે નાના હતા ત્યારે કૂવામાં મોટા પાણા નાખતા હતા, પછી ઓલી લીલ જે હોય તે ખસીને પાણી ચોખું થઈ જાય પણ પાછી લીલ ભેળી થઈ જાય. તેમ આ વાતું કરીએ છીએ ત્યારે માયારૂપ લીલ ખસી જાય છે ને જીવ ક્રિયા કરવામાં ઊઠે કે તરત પાછો લીલની પેઠે ભળી જવાય એવો જીવનો સ્વભાવ છે.
When I was small, I used to throw big stones in the well. The moss on the surface would disperse and the water would become clear. But then the moss would come back together again. Similarly, when I deliver these talks, the moss in the form of māyā is dispersed, and when the jiva rises to act, immediately, like the moss, the jiva merges (with māyā i.e. in activities). That is the nature of the jiva.
Oho! Ame nānā hatā tyāre kūvāmā moṭā pāṇā nākhatā hatā, pachhī olī līl je hoy te khasīne pāṇī chokhu thaī jāy paṇ pāchhī līl bheḷī thaī jāy. Tem ā vātu karīe chhīe tyāre māyārūp līl khasī jāy chhe ne jīv kriyā karavāmā ūṭhe ke tarat pāchho līlnī peṭhe bhaḷī javāy evo jīvno swabhāv chhe.
જેવા ભગવાન અક્ષરધામમાં છે તેવા જ આંહીં આવીને બેઠા હોય ને પછી તે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે ભાવ ફરી જાય, પણ તે ભાવ ફરવા દેવો નહીં. જુઓને, સુંદરજી સુથારની દીકરી મોટી થઈ એટલે એના ભાઈને કહે, “આને મહારાજને પરણાવશું?” ત્યારે કહે, “અરે! બોલ્ય મા, બોલ્ય મા.” ત્યારે ઓલ્યો કહે, “કાં સુથારથી તો આ ભગવાન છે ના?” એમ ભક્તમાં ભેદ છે. નીકર ભગવાન તો બેઉ જાણતા હતા. અરે! આપણે પણ જો કો’કની બેન-દીકરીને ભગવાન લઈ જાય તો નિશ્ચય ન રહે, એવી હજારું વાતું છે. કેટલીક કહીએ. એવે સમે ધીરજ રહે ને જાણે જે, “અહો બહુ લીલા કરી!” તે ખરો. એ તો બ્રહ્માને પણ મોહ થઈ ગયો કે, “નોય નોય પરબ્રહ્મ, ગોવાળિયો” એમ કહ્યું ને શ્રીકૃષ્ણ અવતર્યા ટાણે સ્તુતિ પણ પોતે જ કરી ગયા હતા, પણ ચરિત્ર જોઈને એવું ન રહ્યું.
The same God who is seated resplendently in Akshardham comes here and sits in the same way. But if he displays human traits, then one’s perception changes. However, do not allow one’s perceptions to change. See, when Sundarji Suthar’s daughter grew up, he said to his brother, “Shall we marry her to Maharaj?” Then (the brother) said, “Do not say that, do not say that.” Then Sundarji said, “Why, is he not God compared to a carpenter?” Thus, there is a difference in the understanding of devotees. Otherwise, both Sundarji and his brother knew him as God. Even for us, if God marries someone’s sister or daughter, our firm faith that he is God does not remain. There are thousands of talks like this. How many shall I say? So if, when God displays human traits, equipoise remains and one feels, “Oh! Great divinity has been displayed,” then one is truly convinced about God’s divine form. Even Brahmā became deluded when he saw Shri Krishna’s actions and said, “He is not Parabrahman, but a cowherd.” And when Shri Krishna incarnated, Brahmā himself sang his praises, but seeing his actions, his resolute faith did not remain that way.
Jevā Bhagwān Akṣhardhāmmā chhe tevā ja āhī āvīne beṭhā hoy ne pachhī te manuṣhya charitra kare tyāre bhāv farī jāy, paṇ te bhāv faravā devo nahī. Juone, Sundarjī Suthārnī dīkarī moṭī thaī eṭale enā bhāīne kahe, “Āne Mahārājne paraṇāvashu?” Tyāre kahe, “Are! Bolya mā, bolya mā.” Tyāre olyo kahe, “Kā Suthārthī to ā Bhagwān chhe nā?” Em bhaktamā bhed chhe. Nīkar Bhagwān to beu jāṇatā hatā. Are! Āpaṇe paṇ jo ko’knī ben-dīkarīne Bhagwān laī jāy to nishchay na rahe, evī hajāru vātu chhe. Keṭlīk kahīe. Eve same dhīraj rahe ne jāṇe je, “Aho bahu līlā karī!” Te kharo. E to Brahmāne paṇ moh thaī gayo ke, “Noy noy Parabrahma, Govāḷiyo” em kahyu ne Shrī Kṛuṣhṇa avataryā ṭāṇe stuti paṇ pote ja karī gayā hatā, paṇ charitra joīne evu na rahyu.
વળી, બીજી વાત જુઓ. ઓલ્યો કજિયો થયો ત્યારે મહારાજ ડોશીનાં લૂગડાં પહેરીને દરબારમાંથી ભાગ્યા ને બીજે ઠેકાણે કહ્યું જે, “મુને ભારામાં બાંધીને કાઢો” એમ કહ્યું ત્યારે શું થયું? શ્રીકૃષ્ણ જરાસંધ આગળ ભાગ્યા’તા ને! એ તો શૂરતા-કાયરતા, હારવું-જીતવું, પારકું-પોતાનું, ભૂખ-તરસ, પક્ષપાત, એવાં ચરિત્ર એને વિષે રહ્યાં છે.૧
૧. જે સંદર્ભોના આધારે સ્વામી વાત કરે છે તે વચનામૃત ગઢડા પ્રથમ ૭૨ અને પંચાળા ૪માં મળે છે.
And another example: When that dispute occurred, Maharaj wore women’s clothes and fled from the darbār. At another place, he said, “Hide me in a bundle of grass and take me away.” What does this indicate? Did Shri Krishna not flee from Jarāsandh! God exhibits bravery and cowardice; victory and loss; mine and yours; hunger and thirst; favoritism; and other such sentiments.1
1. This statement is based on references to the Vachanamruts Gadhada I-72 and Panchala 4.
Vaḷī, bījī vāt juo. Olyo kajiyo thayo tyāre Mahārāj ḍoshīnā lūgaḍā paherīne darabārmāthī bhāgyā ne bīje ṭhekāṇe kahyu je, “Mune bhārāmā bāndhīne kāḍho” em kahyu tyāre shu thayu? Shrī Kṛuṣhṇa Jarāsandh āgaḷ bhāgyā'tā ne! E to shūrtā-kāyartā, hāravu-jītvu, pāraku-potānu, bhūkh-taras, pakṣhapāt, evā charitra ene viṣhe rahyā chhe.