share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૨૧૧ થી ૨૨૦

આ જીવ કોઈ દી પ્રભુ ભજવા નવરો થયો નથી. ને સર્વે ધૂડ્યનું છે, પણ માંહી ચોંટી રહે છે ને જ્યારે શબ્દ સંભળાય ત્યારે ઝડપ કાન દે, રસ આવે ત્યાં તરત દોડી પૂગે, રૂપ આવે તો ઝડપ જોઈ લે, સ્પર્શ આવે કે ઝડપ ત્વચા સ્પર્શ કરી લે, ને ગંધ આવે કે ઝડપ નાસિકાએ સૂંઘી લે, એમ પંચવિષયમાં ઝડપું નાખે છે. અને એ બધાય વિષય છે તો વિષ્ટાના, ઇન્દ્રાણી ચંદન લગાય અંગ એ સવૈયો બોલ્યા, એવા વિષય છે. માટે નિજાત્માનં બ્રહ્મરૂપમ્ એવું થાવું. તે વિના છૂટકો નથી.

વારંવાર માનવ દેહ નથી પામ્યો તો ચેતે ધરથી;

જરાયે જર્જર થાશે અંગ, ઇન્દ્રિય મૂકી દેશે સંગ;

ત્યારે અખા જપમાલા ગ્રહે, ફૂટે ઘડે પાણી કેમ રહે?

પંચવિષય-વાસના-વ્યસન (8.48) / (૬/૨૧૧)

This jiva has never become free to worship God. Everything is made of dust, yet one is attached to it. And when pleasant, mundane words are heard, then quickly the ears prick up; when tasty food comes, one immediately runs there; when someone beautiful comes, then one quickly takes a look; when there is an opportunity to touch something pleasant, the skin quickly touches it; and when there is a fragrant smell, one quickly smells it. Thus, one quickly indulges oneself in the sense pleasures. But all these pleasures are waste. Then he recited the verse, 'Indrāni chandan lagāy ang,’1 the sense pleasures are like this. So, without attaining the state of Brahman as described in ‘Nijātmānam brahmarupam’ there is no release.

Material Pleasures-Desires-Addictions (8.48) / (6/211)

1. Indra’s wife applied sandalwood paste to the body.

Ā jīv koī dī Prabhu bhajavā navaro thayo nathī. Ne sarve dhūḍyanu chhe, paṇ māhī chonṭī rahe chhe ne jyāre shabda sambhaḷāy tyāre zaḍap kān de, ras āve tyā tarat doḍī pūge, rūp āve to zaḍap joī le, sparsh āve ke zaḍap tvachā sparsh karī le, ne gandh āve ke zaḍap nāsikāe sūnghī le, em panch-viṣhaymā zaḍpu nākhe chhe. Ane e badhāy viṣhay chhe to viṣhṭānā, Indrāṇī chandan lagāy ang e savaiyo bolyā, evā viṣhay chhe. Māṭe Nijātmānam brahmarūpam evu thāvu. Te vinā chhūṭako nathī.
Vāramvār mānav deh nathī pāmyo to chete dharathī;
Jarāye jarjar thāshe ang, indriya mūkī deshe sang;
Tyāre akhā japmālā grahe, fūṭe ghaḍe pāṇī kem rahe?

Material Pleasures-Desires-Addictions (8.48) / (6/211)

પુરુષોત્તમપણું કે’વાનો કજિયો પણ ઘણાં વરસથી ચાલ્યો છે, તે પુરુષોત્તમ કહેવામાં કેટલી માણસને શંકા! ને બીજા પુરુષોત્તમના રૂંવાડા જેવા પણ હોય નહીં, તેને પુરુષોત્તમ કહે છે, એમ સમજણ આવવી તો ઘણી દુર્લભ છે. તેમ સાધુ પણ ન ઓળખાય. ને આવી વાતું વિના મોક્ષ ન થાય ને આવી વાતું કરનારા પણ ક્યાં મળે? આ તો ‘ઘરમાં દેવ ને પાદર તીર્થ’ એનું માહાત્મ્ય જણાય નહીં, તેમ આ લોક પણ કહે છે.

(૬/૨૧૨)

Addressing Shriji Maharaj as ‘Purushottam’ has been disputed for many years now. O how people hesitate to call Maharaj Purushottam; on the other hand, people refer to others - who are not even like a pore of Purushottam - as Purushottam. But to understand this way is rare. Similarly, one cannot recognize this Sadhu either. And without listening to talks regarding this matter, one cannot be liberated. Where can one find someone who will speak about this? One does not understand the greatness [of the manifest] as according to the saying: “The deity is in one’s home and the holy place of pilgrimage is on the outskirts of one’s village.”1

(6/212)

1. When a deity lives in one’s house or there is a holy place within one’s village, then people will not appreciate it. When they are farther away, then people appreciate them. Similarly, when God and the Sant are manifest, no one understands their greatness. When they are farther away (non-manifest), they understand their greatness.

Puruṣhottampaṇu ke’vāno kajiyo paṇ ghaṇā varasthī chālyo chhe, te Puruṣhottam kahevāmā keṭalī māṇasne shankā! Ne bījā Puruṣhottamnā rūvāḍā jevā paṇ hoy nahī, tene Puruṣhottam kahe chhe, em samajaṇ āvavī to ghaṇī durlabh chhe. Tem Sādhu paṇ na oḷakhāy. Ne āvī vātu vinā mokṣha na thāy ne āvī vātu karanārā paṇ kyā maḷe? Ā to ‘gharmā dev ne pādar tīrth’ enu māhātmya jaṇāy nahī, tem ā lok paṇ kahe chhe.

(6/212)

કાલ્ય રાતે મુદ્દાની વાત કીધી, તે ભગવાન મળ્યા એ મુદ્દો હાથ આવ્યો. આ પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું? તેના મળેલા સાધુ પણ મળ્યા એ મુદ્દો હાથ આવ્યો છે; હવે ચિંતા નથી.

મિલનો મોંહા મોંહકો નિકો;

આછો નીકો લાલ હમારો, ઓર સબે રસ ફીકો;

ખાટી છાશ કહા રસ માણે? સૂર ખવૈયો ઘીકો.

તે જે આત્મદર્શી છે તે ખાટી છાશના ભોગી છે ને જે મૂર્તિ છે તે ઘી છે. તે આપણે તો મૂર્તિ વડે જ રહેવું; ખાટી છાશમાં શો માલ છે?

પ્રાપ્તિનો મહિમા (32.35) / (૬/૨૧૩)

૧. સારો.

૨. સુંદર.

Last night, the main principle was described: “It is that God has been attained. This Purushottam (Bhagwan Swaminarayan) has been attained, so then what is left? Even the Sadhu who has realized him fully has been attained. That is the main principle, which we possess. Now there is no worry.

Milno mohā mohako niko,

Āchho niko lāl hamāro, aur sabe ras fiko;

Khāti chhāsh kahā ras māne? Sur khavaiyo gheeko.”1

One who has seen the ātmā is like one who drinks sour buttermilk and the murti is like ghee. We should live only by the murti. What is the value in sour buttermilk?

Glory of Attainment (32.35) / (6/213)

1. The manifest human form of God has been attained; God is good and handsome, everything else is uninteresting and dry. For one who has tasted ghee, will he find joy in sour buttermilk? Surdas is an enjoyer of ghee.

Kālya rāte muddānī vāt kīdhī, te Bhagwān maḷyā e muddo hāth āvyo. Ā Puruṣhottam maḷyā pachhī shu bākī rahyu? Tenā maḷelā Sādhu paṇ maḷyā e muddo hāth āvyo chhe; have chintā nathī.
Milano mohā mohako niko;
Āchho1 nīko2 lāl hamāro, or sabe ras fīko;
Khāṭī chhāsh kahā ras māṇe? Sūr khavaiyo ghīko.

Te je ātmadarshī chhe te khāṭī chhāshnā bhogī chhe ne je mūrti chhe te ghī chhe. Te āpaṇe to mūrti vaḍe ja rahevu; khāṭī chhāshmā sho māl chhe?

Glory of Attainment (32.35) / (6/213)

1. Sāro.

2. Sundar.

પંચ જ્ઞાન-ઇન્દ્રિયો વશ રાખી હોય તો એની વાંસે ઓલી પાંચ છે. માટે ઝાઝો પંચવિષયનો જોગ થાવા દેવો નહીં ને જોગ થયે સમું રહે તેવું નથી. માટે જેટલું અવશ્ય હોય તે કરવું; બાકી પડ્યું મૂકવું ને તેમાં દોષ જોવા એને જ્ઞાની કહ્યો છે. ને કેટલાક તો કાનમાં પૂમડાં ઘાલી મૂકે છે તે સાંભળવું ઘટે તે ટાણે કાઢી લે ને જોવું ઘટે તે જુએ, પણ પાંચ હાથથી છેટે દૃષ્ટિ જાય જ નહીં, એમ જ સૂંઘે નહીં, તેમ જ ત્વચાને એક ઓછું પાથરી દેવું પણ વધુ નહીં. તે વિના ન ચાલે તો એકલશૃંગીની પેઠે થાશે, માટે બીતા રહેવું ને પાપ મૂકવાં ને પ્રભુ ભજવા એ સિદ્ધાંત રાખવું.

પંચવિષય-વાસના-વ્યસન (8.49) / (૬/૨૧૪)

If the five cognitive senses are controlled, then with them the other five conative senses are also controlled. So, do not allow contact with the sense pleasures. And if contact is made, control is unlikely to remain. So, do what is essential otherwise let the rest go. One who sees faults in the sense pleasures is spiritually wise. Many put wool in their ears and when it is appropriate to hear, they take it out. When appropriate, they look but their sight does not go further than five handspans. Similarly, they do not aspire for fragrant smell. Also, for the skin (body), one less mattress is spread out, but more are not used. If one cannot do without, a fate like that of Ekalshrungi1 will arise. Therefore, be fearful, leave all sins and worship God. Keep this principle.

Material Pleasures-Desires-Addictions (8.49) / (6/214)

1. Ekalshrungi was the son of Vibhandak Rishi. The rishi was betrayed by his wife and so developed a dislike for females. Therefore, he shielded Ekalshrungi from all contact with women, such that Ekalshrungi did not even know that women existed! Once, however, when Vibhandak rishi was away from the āshram, a woman entered and the fragrance of her flowers attracted Ekalshrungi. In time, relationship developed between the two and Ekalshrungi’s purity was tainted.

Panch gnān-indriyo vash rākhī hoy to enī vāse olī pāch chhe. Māṭe zāzo panch-viṣhayno jog thāvā devo nahī ne jog thaye samu rahe tevu nathī. Māṭe jeṭalu avashya hoy te karavu; bākī paḍyu mūkavu ne temā doṣh jovā ene gnānī kahyo chhe. Ne keṭlāk to kānmā pūmaḍā ghālī mūke chhe te sāmbhaḷavu ghaṭe te ṭāṇe kāḍhī le ne jovu ghaṭe te jue, paṇ pāch hāththī chheṭe draṣhṭi jāy ja nahī, em ja sūnghe nahī, tem ja tvachāne ek ochhu pātharī devu paṇ vadhu nahī. Te vinā na chāle to Ekalshṛungīnī peṭhe thāshe, māṭe bītā rahevu ne pāp mūkavā ne Prabhu bhajavā e siddhānt rākhavu.

Material Pleasures-Desires-Addictions (8.49) / (6/214)

છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું. તેમાં વાત આવી જે, તપ, ત્યાગ, યોગ ને યજ્ઞે જેવો વશ નથી થાતો તેવો સત્સંગે કરીને થાઉં છું, એમ શ્રીકૃષ્ણે ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે. એ વાત આવી ત્યારે સ્વામી કહે, “આ વાત સાંભળો, હવે જેટલું છે તેટલું આટલી વાતમાં આવે છે.” એ વંચાવીને કહ્યું કે, “તપ, ત્યાગ, યોગ, યજ્ઞે વશ નથી થતા તે સત્સંગે કરીને થાય છે. એ સત્સંગ આપણને મળ્યો છે પણ જણાતો નથી, સાધુ મળવા તો દુર્લભ છે ને આ સૌ સભા બેઠી છે તેમાં એ વાત તો જે જાણે તે જાણે છે. સૌને સમજાય નહીં. આવો જોગ મળ્યો છે ને પછી બીજાને વળગે છે તે કાંઈ સમજતા નથી. તે રઘુવીરજી મહારાજ આદિ મોટા મોટા સાધુ કોવૈયાને પાદર બેઠા હતા તેને મૂકીને ત્રણસેં માણસ દરિયો જોવા ધ્રોડ્યું. ત્યારે તો દરિયા જેવાયે રઘુવીરજી મહારાજ આદિ નહીં ને? પણ જ્ઞાન ક્યાં? આને મૂકીને બીજાને વળગે તેમાં શું પાકશે? સાધુ મળે એમ ક્યાં છે? તે કહ્યું છે જે,

“પથ્થરકી જાતિ હીરા ચિંતામણિ પારસહુ;

મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિએ;

કામધેનુ કલ્પતરુ આદિ દે અનેક નિધિ;

સકલ વિનાશવંત અંતર વિચારીએ;

સબહિ જહાનમેંહિ દૂસરો ઉપાય નાંહીં;

ચરનુંમે શીશ મેલી દીનતા ઉચ્ચારિયે;

કહત હે બ્રહ્માનંદ કાય મન બાનિ કરી;

કુન એસી ભેટ ગુરુરાજ આગે ધારિયે;

હે તો સો અનંત સબ કહત હે સંત પુનિ;

ભોમિ રજકન હુંકો હોત નિરધાર હે;

વનવૃક્ષ હુકે પાત કાહુસેતિ ના લિખાત;

સો પુનિ કહાત જુગ ભાર જ્યું અઢાર હે;

ઉદધિ અસંખ્ય નિર તાકું કહે જ્યું ધીર;

મેઘ બુંદ અગનિત કોઉ ગનિત કરિ ડાર હે;

કહત હે બ્રહ્માનંદ હમ ઉરમેં વિચાર દેખ્યો;

ઓર સબ હિ કો પાર ગુરુગુન અપાર હે.

એ તો મભમ સાધુ કહ્યા, પણ કેવા હોય કે -

તીન તાપકી ઝાળ જર્યો પ્રાની કોઈ આવે,

તાકું શીતલ કરત તુરત દિલદાહ મિટાવે,

કહિ કહિ સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે,

પ્રગટ હોત પહિચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાસે,

વૈરાગ ત્યાગ રાજત વિમળ ભવ દુઃખ કાટત જંત કો,

કહે બ્રહ્મમુનિ આ જગતમેં સંગ અનોપમ સંત કો.

“એવા છે, અહો! જીવને સાધુ ક્યાં ઓળખતાં આવડે છે? ભેળા રહે ને ઓળખે નહીં ને આ જો ખરેખરા ઓળખાય તો ગાંડા થઈ જાઓ; પણ એમ નથી ઓળખાતા એટલી જ કસર છે. જેમ જ્યાં વરસાદના ઢગલા થાય ત્યાં કાળનું ક્યાં દુઃખ છે? એમ જૂનાગઢમાં સાધુના ઢગલા તે વરસ્યા જ વરસ્યા પણ વરસાદ નહીં હોય ત્યારે બહુ દુઃખ થાશે ને આંહીં તો છોંતેરાનો મેહ છે ને વરસાદ વરસ્યા વિના બીજે તો કાળ જેવું છે, તે માટે આંહીં માણસ હજાર ગાઉથી તણાઈને આ દર્શન સારુ આવે છે ને આંહીં જૂનાગઢના હરિભક્ત જાણે જે, મોડા મોડાથી જાશું, નહીં તો જાણે જે, નોકરી છૂટી જાશે તો શું કરશું! પણ ચાકરો તો પડ્યો રહેશે ને ચાલ્યું જવાશે અને કાંઈ આ સાધુ સદા રહેશે? આ દર્શન તો બહુ દુર્લભ છે, પછી આંસુની ધારા પડશે. આ દર્શન ફરી મળે તેવું નથી.” પછી ‘ગુરુગુન અપાર હે’ એ બોલીને કહે, “આ આપણા ગુરુમાં અપાર ગુણ છે.

“સાધુ ચંદન બાવના, શીતળ છાંય વિશાલ;

મુક્ત કહે તેહિ પરસસેં, નિરવિષ હોત વિષવ્યાલ.

“એવા છે.” ‘રાજ મિલ્યો કહા કાજ સર્યો’ એ સવૈયો બોલીને કહે, “એ સંગ તમને મળ્યો છે, તે કરવો હોય તે કરજો.

“સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી સીખવે રામકી રીતકું જી;

પરાપાર સોઈ પરબ્રહ્મ હે, તામેં ઠહરાવે જીવકે ચિત્તકું જી.

“એવા છે, તે કેટલુંક કહીએ! આવા સાધુના સમાગમ વિના મોક્ષ નહીં થાય અને મધ્યના ૨૧ના વચનામૃતમાં કહ્યું છે એટલી વાત કરવાની છે ને જાણવાની છે. ને આવા સાધુ મળ્યા એ તો એક મુદ્દો આવ્યો છે ને જેને પૂર્વે સંસ્કાર થયા છે તે પણ આવા સાધુને જોગે, ને હમણાં પણ જેને થાય છે તે આ સાધુના જોગે; માટે જોગ કરી લેવો. બ્રહ્માંડમાં આવા સાધુ ખોળી લાવો, ક્યાં મળશે? ને આમ બેસારી બેસારીને વાતું કોણ કરશે! સાધુ વિના કોઈ કહે નહીં.”

સાધુનો મહિમા (30.80) / (૬/૨૧૫)

૧. માણેક.

૨. ઊંચી જાતની ભરેલી કિનારવાળું, ઊન-સૂતર-રેશમ વગેરેનું ઓઢવાનું એક કીમતી વસ્ત્ર.

૩. સકળ દુનિયામાં.

૪. ઉપલક, અસ્પષ્ટ.

૫. ઝેર વગરનો.

૬. ઝેરી સાપ.

Vachanamrut Gadhada III-2 was read and in it the subject described was satsang, “I am not as pleased by austerities, renunciation, yoga and sacrifices as I am by satsang.” This is what Shri Krishna said to Uddhav. When this topic came up Swami said, “Listen to this talk. Now, whatever essence there is comes in this talk.” It was read again and then he said, “God is not pleased as much by austerities, renunciation, yoga and sacrifices as he is by satsang. That satsang we have attained but we are unaware of its value. To attain the Sadhu is rare and in this assembly seated here, there are those who know this talk. But not all understand it. Such association has been attained, yet one attaches to someone else – they do not understand the Satpurush. Raghuvirji Maharaj and some senior sadhus were seated on the outskirts of Kovaiya. But leaving them, three hundred people ran off to look at the sea. So, the sea is placed above even the likes of Raghuvirji Maharaj and others, is it not? Where is the spiritual knowledge? What will one gain by leaving them and attaching to someone else? Where is the Sadhu likely to be attained? So, it has been said:

Pattharki jāti hirā chintāmani pārsahu;

Moti pukhrāj lāl shāl fer dārie.

Kāmdhenu Kalpataru ādi de anek nidhi;

Sakal vināshvant antar vichārie.

Sabahi jahānmehi dusaro upāy nāhi;

Charanume shish meli dintā uchchāriye.

Kahat he Brahmānand kāy man bāni kari;

Kun esi bhet gururāj āge dhārie.

He to so anant sab kahat he sant puni;

Bhomi rajkan huko hot nirdhār he.

Vanvruksh huke pāt kāhuse ti nā likhāt;

So puni kahāt jug bhār jyu adhār he.

Udadhi asankhya nir tāku kahe jyu dhir;

Megh bund aganit kou ganit kari dār he.

Kahat he Brahmānand ham urme vichār dekhyo;

Aur sab hi ko pār gurugun apār he.1

This describes a sadhu, in general. But what is a true Sadhu like:

Tin tāpki jhāl jaryo prāni koi āve;

Tāku shital karat turat dildāha bujhāve.

Kahi kahi sundar ben ren agnān nikāse;

Pragat hot pahichān gnān ur bhānu prakāshe.

Vairāg tyāg rājat vimal bhav dukh kātat jant ko;

Kahe Brahmamuni ā jagatme sang anopam sant ko.2

He (the Sadhu) is like that. But the jiva does not even know how to recognize the Sadhu. They stay together and yet do not recognize him. And see, if he is truly recognized, one becomes mad (with joy). But he is not truly recognized, so deficiencies remain. Just as, where there is ample rain is there the misery of famine? Similarly, in Junagadh there are lots of sadhus. They rain and rain (in the form of showering spiritual discourses), but when there is no rain, then there will be much misery. Here, there is the torrential rain of V.S. 1876 (1820 CE), but elsewhere, without rain, it is like a famine. So, people are drawn here from hundreds of miles away and come for this darshan. But the devotees of Junagadh here think that they will go later, and they think about what will they do if they lose their job (by going for darshan)! Jobs will remain but one will pass away, and will this Sadhu remain forever? This darshan is rare and then tears will flow. This darshan is not likely to be attained again. Then he said, “There are countless virtues in our guru.”

Sadhu chandan bāvnā, shital chhāy vishāl;

Mukta kahe tehi parasse, nirvish hot vishvyāl.3

He (the Sadhu) is like that. ‘Rāj milyo kahā kāj saryo’4 after reciting this verse, he said, “You have attained this company, so if you want to, keep it.”

Sāche sant mile kami kāhu rahi, sāchi shikhve Rāmki ritkuji;

Parāpār soi Paribrahma he, tāme thaharāve jivke chittkuji.5

He is like that. How much more should I say! Without the association of such a Sadhu, moksha will not be attained. So the talks narrated in Vachanamrut Gadhada II-21 have to be practiced and understood. That we have attained such a Sadhu means that a rare thing has been attained, and those who have accumulated previous merits did so by the company of such a Sadhu. And those who are attaining merits at present do so due to the association of such a Sadhu. So, associate with him. Search the whole universe, but where will you find such a Sadhu? And who will make you sit like this and talk! Apart from the Sadhu nobody will tell you.”

Glory of the Sadhu (30.80) / (6/215)

1. Diamonds, chintāmani, pārasmani, pearls, topaz, rubies and rich clothes may all be thrown away or put aside; Kamdhenu (the wish-fulfilling cow), Kalpataru (the wish-fulfilling tree) all give countless treasures. But think within and realize that everything in this world ultimately perishes. There is no other way throughout all worlds, except to bow one’s head at the feet of God and become humble. Says Brahmanand Swami, gift your body, mind and speech to the guru for what else is there that we can give to the guru.
One may be able to count the sand grains on this earth, count the leaves of all the trees in the forests, know the volume of water on the earth; count the number of raindrops that fall; says Brahmanand, after thinking deeply, there is a limit to all these, but the virtues of the guru are limitless.

2. If one who is suffering from the three miseries comes to the Sadhu, one feels peace and one’s heartaches are removed. The Sadhu gives great spiritual guidance and removes the darkness of ignorance; one recognizes the manifest form of God and the sun of knowledge shines in one’s heart. Such a Sadhu, who is pure and radiates with detachment, removes the worldly miseries of people; Brahmamuni says that the best company in the world is that of the Sadhu. [See footnote 1, Vat 30.62 - English version; Vat 5-112 - Gujarati version]

3. The Sadhu is like the best type of (bāvnā) sandalwood that gives abundant coolness and shade; Muktanand Swami says that by its close contact even a venomous snake becomes non-poisonous.

4. Even by obtaining a kingdom, what purpose has been really served?

5. When the true Sadhu is attained, no deficiencies will remain since he will teach one the true path to God; beyond all is Parabrahman and the Sadhu makes one’s mind focus on him.

Chhellā Prakaraṇnu Bīju Vachanāmṛut vanchāvyu. Temān vāt āvī je, tap, tyāg, yog ne yagne jevo vash nathī thāto tevo satsange karīne thāu chhu, em Shrī Kṛuṣhṇe Uddhav pratye kahyu chhe. E vāt āvī tyāre Swāmī kahe, “Ā vāt sāmbhaḷo, have jeṭalu chhe teṭalu āṭalī vātmā āve chhe.” E vanchāvīne kahyu ke, “Tap, tyāg, yog, yagne vash nathī thatā te satsange karīne thāy chhe. E satsang āpaṇne maḷyo chhe paṇ jaṇāto nathī, Sādhu maḷavā to durlabh chhe ne ā sau sabhā beṭhī chhe temā e vāt to je jāṇe te jāṇe chhe. Saune samajāy nahī. Āvo jog maḷyo chhe ne pachhī bījāne vaḷage chhe te kāī samajatā nathī. Te Raghuvīrjī Mahārāj ādi moṭā moṭā sādhu kovaiyāne pādar beṭhā hatā tene mūkīne traṇse māṇas dariyo jovā dhroḍyu. Tyāre to dariyā jevāye Raghuvīrjī Mahārāj ādi nahī ne? Paṇ gnān kyā? Āne mūkīne bījāne vaḷage temā shu pākashe? Sādhu maḷe em kyā chhe? Te kahyu chhe je,
“Paththarkī jāti hīrā chintāmaṇi pārasahu;
Motī pukhrāj lāl1 shāl2 fer ḍārie;
Kāmdhenu kalpataru ādi de anek nidhi;
Sakal vināshvant antar vichārīe;
Sabahi jahānmehi3 dūsaro upāy nāhī;
Charanume shīsh melī dīnatā uchchāriye;
Kahat he Brahmānand kāy man bāni karī;
Kun esī bheṭ gururāj āge dhāriye;
He to so anant sab kahat he sant puni;
Bhomi rajkan huko hot niradhār he;
Vanvṛukṣha huke pāt kāhuseti nā likhāt;
So puni kahāt jug bhār jyu aḍhār he;
Udadhi asankhya nir tāku kahe jyu dhīr;
Megh bund aganit kou ganit kari ḍār he;
Kahat he Brahmānand ham urme vichār dekhyo;
Or sab hi ko pār gurugun apār he.

E to mabham4 sādhu kahyā, paṇ kevā hoy ke -
Tīn tāpkī zāḷ jaryo prānī koī āve,
Tāku shītal karat turat dildāh miṭāve,
Kahi kahi sundar ben ren agnān nikāse,
Pragaṭ hot pahichān gnān ur bhānu prakāse,
Vairāg tyāg rājat vimaḷ bhav dukh kāṭat jant ko,
Kahe Brahmamuni ā jagatme sang anopam sant ko.

“Evā chhe, aho! Jīvane Sādhu kyā oḷakhatā āvaḍe chhe? Bheḷā rahe ne oḷakhe nahī ne ā jo kharekharā oḷakhāy to gānḍā thaī jāo; paṇ em nathī oḷakhātā eṭalī ja kasar chhe. Jem jyā varsādnā ḍhagalā thāy tyā kāḷnu kyā dukh chhe? Em Jūnāgaḍhmā sādhunā ḍhagalā te varasyā ja varasyā paṇ varsād nahī hoy tyāre bahu dukh thāshe ne āhī to chhonterāno meh chhe ne varsād varasyā vinā bīje to kāḷ jevu chhe, te māṭe āhī māṇas hajār gāuthī taṇāīne ā darshan sāru āve chhe ne āhī Jūnāgaḍhnā haribhakta jāṇe je, moḍā moḍāthī jāshu, nahī to jāṇe je, nokarī chhūṭī jāshe to shu karashu! Paṇ chākaro to paḍyo raheshe ne chālyu javāshe ane kāī ā Sādhu sadā raheshe? Ā darshan to bahu durlabh chhe, pachhī āsunī dhārā paḍashe. Ā darshan farī maḷe tevu nathī.” Pachhī ‘Gurugun apār he’ e bolīne kahe, “Ā āpaṇā gurumā apār guṇ chhe.
“Sādhu chandan bāvanā, shītaḷ chhāy vishāl;
Mukta kahe tehi parasse, niraviṣh5 hot viṣhavyāl.6

“Evā chhe.” ‘Rāj milyo kahā kāj saryo’ e savaiyo bolīne kahe, “E sang tamane maḷyo chhe, te karavo hoy te karajo.
“Sāche sant mile kamī kāhu rahī, sāchī sīkhave Rāmkī rītku jī;
Parāpār soī Parabrahma he, tāme ṭhaharāve jīvke chittaku jī.

“Evā chhe, te keṭluk kahīe! Āvā Sādhunā samāgam vinā mokṣha nahī thāy ane Madhyanā 21nā Vachanāmṛutmā kahyu chhe eṭalī vāt karavānī chhe ne jāṇavānī chhe. Ne āvā Sādhu maḷyā e to ek muddo āvyo chhe ne jene pūrve sanskār thayā chhe te paṇ āvā Sādhune joge, ne hamaṇā paṇ jene thāy chhe te ā Sādhunā joge; māṭe jog karī levo. Brahmānḍmā āvā Sādhu khoḷī lāvo, kyā maḷashe? Ne ām besārī besārīne vātu koṇ karashe! Sādhu vinā koī kahe nahī.”

Glory of the Sadhu (30.80) / (6/215)

1. Māṇek.

2. Ūchī jātnī bharelī kinārvāḷu, ūn-sūtar-resham vagerenu oḍhavānu ek kīmatī vastra.

3. Sakaḷ duniyāmā.

4. Uplak, aspaṣhṭ.

5. Zer vagarno.

6. Zerī sāp.

ચૈતન્યાનંદ સ્વામીની વિસ્તારે વાત કરીને કહ્યું જે, “એવો રજોગુણ હતો તે બાળમુકુંદાનંદ સ્વામીએ ધીરે ધીરે પુરુષોત્તમપણાની વાતું કરીને, સાધુનું માહાત્મ્ય કહીને બધુંય કઢાવી નાખ્યું. તે એક આસન ઉપર સૂવું ને ઠાકોરજી આગળ ઊભા રહીને સ્તુતિ કરે જે, ‘તમારા સાધુ ઓળખાતા નથી તે ઓળખાવો.’ એવા કરી દીધા; તે સાધુથી થાય.”

(૬/૨૧૬)

Swami talked about Chaitanyanand Swami at length and said, “That is the degree of rajogun he possessed. But Balmukund Swami talked to him about Maharaj’s supremacy and the greatness of the Sant and removed all his deficiencies. After this, he slept on one āsan and would stand in front of Thakorji and pray, ‘I cannot recognize your sadhus so help me to recognize them.’ That was how (humble) he became. This can be achieved by a Sadhu.”

(6/216)

Chaitanyānand Swāmīnī vistāre vāt karīne kahyu je, “Evo rajoguṇ hato te Bāḷamukundānand Swāmīe dhīre dhīre Puruṣhottampaṇānī vātu karīne, sādhunu māhātmya kahīne badhuy kaḍhāvī nākhyu. Te ek āsan upar sūvu ne Ṭhākorjī āgaḷ ūbhā rahīne stuti kare je, ‘Tamārā sādhu oḷakhātā nathī te oḷakhāvo.’ Evā karī dīdhā; te sādhuthī thāy.”

(6/216)

એક જણે પ્રશ્ન પૂછ્યો જે, “જીવમાં કાચ્યપ તો ઘણી છે તેથી આત્યંતિક મોક્ષ તો નહીં થાય, જ્યારે કસર ટળશે ત્યારે થાશે. તે કસર ટાળવા ક્યાં રાખશે? ને જો કો’ક લોકાંતરમાં ભગવાન મેલે તો તો આંહીનાથી ત્યાં વધુ વિષયભોગ છે, ત્યાં રહીને કેમ નિર્બાધ રહેવાય? એ તો રહેવાય એવું જણાતું નથી. તે હમણાં આવા સાધુનો જોગ મળ્યો છે ત્યાં જ કસર મંદ શ્રદ્ધાથી નથી ટળતી, પણ દેહ મૂક્યા પછી આવા સાધુનો જોગ મળે તો તો કસર ટળે. માટે એવાનો જોગ મેળવશે કે નહીં? કેમ કરશે?” પછી સ્વામીએ ઉત્તર કર્યો જે, “જ્યાં આવા સાધુ હશે ત્યાં જ રાખીને કસર ટાળશે, હમણાં જણાતું નથી પણ આ દેહ મૂકીને જીવ બહુ બળિયો થાશે, તેના ભગવાન ફળપ્રદાતા છે. તે એવો જોગ મેળવી દેશે, આપણે કાંઈ કરવું રહ્યું નથી. આ ઓળખાણે થઈ રહ્યું.”

સાધુનો મહિમા (30.81) / (૬/૨૧૭)

One person asked a question, “There are many deficiencies in the jiva, so ultimate moksha will not be attained. When the deficiencies are overcome it will be attained. Where will it (the jiva) be kept to remove the deficiencies? If God places it in another abode, then there are more material pleasures there than here, so how can it stay there and remain detached? It does not seem that it can. And at present we have the company of this Sadhu, but due to inadequate faith deficiencies are not overcome. And after leaving this body, if the company of such a Sadhu is attained then deficiencies are overcome. So, will such company be attained or not? What will happen?” Then Swami replied, “It (the jiva) will be kept where there is such a Sadhu and the remaining deficiencies will be removed. It is not apparent at present, but, after leaving the body, the jiva will become very powerful. God is the giver of its fruits, so he will arrange for such company. We have nothing more left to do. Recognizing him means we have done everything.”

Glory of the Sadhu (30.81) / (6/217)

Ek jaṇe prashna pūchhyo je, “Jīvmā kāchyap to ghaṇī chhe tethī ātyantik mokṣha to nahī thāy, jyāre kasar ṭaḷashe tyāre thāshe. Te kasar ṭāḷavā kyā rākhashe? Ne jo ko’k lokāntarmā Bhagwān mele to to āhīnāthī tyā vadhu viṣhaybhog chhe, tyā rahīne kem nirbādh rahevāy? E to rahevāy evu jaṇātu nathī. Te hamaṇā āvā Sādhuno jog maḷyo chhe tyā ja kasar mand shraddhāthī nathī ṭaḷatī, paṇ deh mūkyā pachhī āvā Sādhuno jog maḷe to to kasar ṭaḷe. Māṭe evāno jog meḷavashe ke nahī? Kem karashe?” Pachhī Swāmīe uttar karyo je, “Jyā āvā Sādhu hashe tyā ja rākhīne kasar ṭāḷashe, hamaṇā jaṇātu nathī paṇ ā deh mūkīne jīv bahu baḷiyo thāshe, tenā Bhagwān faḷpradātā chhe. Te evo jog meḷavī deshe, āpaṇe kāī karavu rahyu nathī. Ā oḷakhāṇe thaī rahyu.”

Glory of the Sadhu (30.81) / (6/217)

આ તે કાંઈ વાતું છે? આ તો અમૃત છે! તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે પણ આંહીં પીવા નવરો નહીં. આ તો પ્રાપ્તિનોય પાર નહીં, ને જીવમાં ખોટનોય પાર નહીં. ઓહો! આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં, ને એ પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધુંયે આવી ગયું.

ગુણાતીતાનંદ સ્વામીની વાતોની વિષેશતા (51.12) / (૬/૨૧૮)

Is this a mere talk? No. This is nectar. The jiva goes to the abode of the deities to drink nectar, but does not spare time to drink it here. There is no limit to the attainment if it drinks it here. And for the jiva there is no limit to the loss (if it does not drink, i.e. listen to the spiritual talks here). This Maharaj, who is Purushottam, and this Sadhu have never come here on this earth and will not come again. And the powers given by this Purushottam have been received by countless avatārs, etc. Everything is included in this statement if it is properly understood.

Special Nature of Gunatitanand Swami's Discourses (51.12) / (6/218)

Ā te kāī vātu chhe? Ā to amṛut chhe! Te devlokmā amṛut pīvā jīv jāy chhe paṇ āhī pīvā navaro nahī. Ā to prāptinoy pār nahī, ne jīvmā khoṭanoy pār nahī. Oho! Ā Mahārāj Puruṣhottam ne ā Sādhu e koī dī āvyā nathī ne āvashe paṇ nahī, ne e Puruṣhottamnu dīdhu aishvarya bījā anant avatārādik pāmyā chhe, emā badhuye āvī gayu.

Special Nature of Gunatitanand Swami's Discourses (51.12) / (6/218)

“સંવત ૧૯૨૨ના કારતક સુદ પૂનમથી આ સંતમાં જીવ તણાય છે, તે તો ‘શાબ્દે પરે’ એવા ગુરુ છે એટલે તણાય છે નીકર ન તણાય,” એમ કહીને ગુરુના અંગના સવૈયા બોલાવ્યા જે,

“માન મદ મારવેકિ કર્મનકું જારવેકિ;

અધમ ઉધારવેકિ ટેક જીને ઠાને હે;

ગહન અગાધ ગતિ પુરન પ્રતાપ અતિ;

મતિ બળ કાહુ સેંતિ જાત ન પિછાને હે,

શરણાગત બંધ છેદ જગકો કિયો નિષેધ;

વેદ રુ વેદાંતહું કે ભેદ સબ જાને હે,

કહત હે બ્રહ્માનંદ કાય મન બાની કરી;

એસે ગુરુરાજ હમેં ઈશ કરી માને હે.”

એ બોલાવીને કહ્યું જે, “એવા ગુરુ છે ત્યારે જ જીવ તણાય છે.” એમ વાતમાં મર્મ કહ્યો.

(૬/૨૧૯)

૧. તસ્માદ્ ગુરું પ્રપદ્યેત જિજ્ઞાસુંઃ શ્રેય ઉત્તમમ્। શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્॥ [ભાગવત: ૧૧/૩/૨૧]. અર્થ: તેથી ઉત્તમ શ્રેયને જાણવા ઇચ્છાનાર મુમુક્ષુએ એવા ગુરુનું શરણ લેવું જોઈએ કે જે શબ્દબ્રહ્મ એવા વેદ અને પરબ્રહ્મમાં નિષ્ણાત હોય તથા પરબ્રહ્મ પરમાત્મામાં જ જેણે શાંતિનો આશ્રય લીધો હોય.

૨. માન, મદ આદિ દોષો નાશ કરવા માટે, કર્મને બાળવા માટે ને અધમના ઉદ્ધાર માટે જેણે ટેક લીધી છે.

“Since Samvat 1922, Kartik sud 15, the jivas have been attracted to this Sadhu, because this guru exhibits the qualities according to the shloka ‘Shābde pare;’1 otherwise, they would not be drawn to this Sadhu.” Then, Swami sang the verses of ‘Guru’s Ang’:

“Mān mad māraveki karmanku jāraveki;

Adham udhāraveki ṭek jīne ṭhāne he;

Gahan agādh gati puran pratāp ati;

Mati baḷ kāhu senti jāt na pichhāne he,

Sharaṇāgat bandh chhed jagko kiyo niṣhedh;

Ved ru Vedānthu ke bhed sab jāne he,

Kahat he Brahmānand kāy man bānī karī;

Ese gururāj hame īsh karī māne he.2

Then, Swami said, “This guru is like that (as mentioned in the verses), therefore the jivas are drawn to this Sadhu.” Thus, Swami expressed his point implicitely.

(6/219)

1. Tasmād gurum prapadyet jignāsuhu shreya uttamam | Shābde pare cha niṣhṇātam brahmaṇyu-pashamāshrayam || [Bhāgavat: 11/3/21]. Meaning: An aspirant who wishes the highest level of spiritual bliss should seek the refuge of a guru who is proficient in interpreting the Vedas (which describe the glory of Aksharbrahman and Parabrahman) and who seeks the refuge of only Parabrahman for peace.

2. This verse by Sadguru Brahmanand Swami describes the qualities of a genuine guru: One who has a firm determination to eradicate others’ ego, arrogance, the sinful karmas; one who is determined to uplift the sinners; one who is powerful; one who cannot be recognized using one’s own intellect; one who removes the world from their heart and destroys the bondage to this world; who understands the meaning of the Vedas and Vedant.

“Samvat 1922nā Kāratak Sud Pūnamthī ā Santmā jīv taṇāy chhe, te to ‘Shābde pare’1 evā guru chhe eṭale taṇāy chhe nīkar na taṇāy,” em kahīne gurunā angnā savaiyā bolāvyā je,
“Mān mad māraveki karmanku jāraveki;
Adham udhāraveki ṭek jīne ṭhāne he;2
Gahan agādh gati puran pratāp ati;
Mati baḷ kāhu senti jāt na pichhāne he,
Sharaṇāgat bandh chhed jagko kiyo niṣhedh;
Ved ru Vedānthu ke bhed sab jāne he,
Kahat he Brahmānand kāy man bānī karī;
Ese gururāj hame īsh karī māne he.”

E bolāvīne kahyu je, “Evā guru chhe tyāre ja jīv taṇāy chhe.” Em vātmā marma kahyo.

(6/219)

1. Tasmād gurum prapadyet jignāsuhu shreya uttamam; Shābde pare cha niṣhṇātam brahmaṇyu-pashamāshrayam. [Bhāgavat: 11/3/21]. Arth: Tethī uttam shreyane jāṇavā ichchhānār mumukṣhue evā gurunu sharaṇ levu joīe ke je shabda-brahma evā Ved ane Parabrahmamā niṣhṇāt hoy tathā Parabrahma Paramātmāmā ja jeṇe shāntino āshray līdho hoy.

2. Mān, mad ādi doṣho nāsh karavā māṭe, karmane bāḷavā māṭe ne adhamnā uddhār māṭe jeṇe ṭek līdhī chhe.

પછી વળી સ્વામી કહે, “મારે ને મહારાજને ચાર વરસનું છેટું છે. તે મહારાજનો જન્મ સંવત ૧૮૩૭માં ને મારો જન્મ સંવત ૧૮૪૧માં શરદ પૂનમ, તે આસો સુદિ ૧૫. તે આ હમણાં ગઈ શરદ પૂનમ ત્યારે ૮૨ વરસ પૂરાં થયાં ને ત્રાસીમું બેઠું.” એમ બોલ્યા. તે સ્મૃતિ સારુ લખ્યું છે.

(૬/૨૨૦)

And then Swami said, “Maharaj and I are 4 years apart. Maharaj was born in Samvat 1837 and I was born on Sharad Punam of Samvat 1841, which is Aso Sudi 15. I completed 82 years on the last Sharad Punam that passed and now I’m on my 83rd year. He said thusly and has been written for remembrance.

(6/220)

Pachhī vaḷī Swāmī kahe, “Māre ne Mahārājne chār varasnu chheṭu chhe. Te Mahārājno janma Samvat 1837mā ne māro janma Samvat 1841mā Sharad Pūnam, te Āso Sudi 15. Te ā hamaṇā gaī Sharad Pūnam tyāre 82 varas pūrā thayā ne trāsīmu beṭhu.” Em bolyā. Te smṛuti sāru lakhyu chhe.

(6/220)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading