share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૨૧ થી ૩૦

વળી કહ્યું જે, “મધ્યના વચનામૃત નવમામાં કહ્યું છે જે, ‘બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય.’ ને બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ એ તો રાત્રિપ્રલયમાં નાશ થઈ જાય છે, ને ત્યાંના મુક્ત વૈકુંઠમાં જાય છે. તે બીજા પણ નાશ થાય છે. તે મહારાજે બીજા અવતારના જેટલાં તો હરિભક્ત તથા સાધુ દ્વારે કામ કરાવ્યાં છે ને હજી કરાવે છે. તે સમાધિ તથા કલ્યાણ ઇત્યાદિક મોટાં મોટાં કાર્ય ભક્તદ્વારે કર્યાં છે, તે માટે ભગવાન જેવા તો એ છે. અને બીજાએ તો રાસ કરાવ્યા ને આ તોડાવે છે, ને સ્ત્રીનો ને ધનનો ઘાટ પણ નથી થાતો એવાય કેટલાક છે.” તે ઉપર પાળાનાં તથા સાધુનાં નામ કહી દેખાડ્યાં. ત્યારે, ઓલ્યાથી એ સરસ થયા, ને બીજા ભગવાન તો કેવા છે તો તેનું દૃષ્ટાંત દીધું જે, “દિલ્હીના પાદશાહનું નામ શેરખાં તે બીજેથી નામ ન પડે. તે એક ગામનો સિપાઈ શેરખાં દિલ્હી ગયો. તેને પાદશાહે પૂછ્યું જે, ‘કેમ તમારું નામ શેરખાં છે?’ ત્યારે કહે જે, ‘હું તો શેરખાં કેવો? તો નામમાત્રે કરીને શેરખાં છું, તે જેવાં પગરખાં, ચબરખાં ને લબરખાં એવો છું.’ એમ ભેદ છે; એવી રીતે સમજવું તે સમજણ ઠીક. એવી સમજણ જો ન હોય તો બહુ કાચ્યપ રહે. તે માટે આ મહારાજ સર્વે અવતારના અવતારી છે. તેને જ સર્વોપરી ભગવાન જાણવા.” એમ સભામાં બોલ્યા. પછી શણગાર આરતી થઈ તે દર્શને પધાર્યા.

(૬/૨૧)

૧. આ વાતમાં ગુણાતીતાનંદ સ્વામીના કહેવાનું તાત્પર્ય એ છે કે રાત્રિપ્રલયમાં શ્વેતદ્વીપ અને બદરિકાશ્રમનો નાશ થાય છે અને પ્રાકૃત કે આત્યંતિક પ્રલયમાં તો અક્ષરધામ સિવાય બધાં જ ધામો નાશ પામે છે.

શ્વેતદ્વીપ અને બદરિકાશ્રમ પૃથ્વી પર રહ્યા હોવાથી જ્યારે બ્રહ્માના દિવસને અંતે નિમિત્ત પ્રલય (રાત્રિપ્રલય) થાય છે, ત્યારે પૃથ્વી સહિત દસ લોક નાશ પામે છે. તેથી આ બંને ધામોનો નાશ થાય છે, જ્યારે ગોલોક અને વૈકુંઠનું અસ્તિત્વ રહે છે. તેથી શ્વેતદ્વીપ અને બદરિકાશ્રમનો નાશ થતાં ત્યાંના મુક્તો વૈકુંઠમાં જાય છે એમ સ્વામી અહીં કહે છે, પરંતુ પ્રાકૃત અને આત્યંતિક પ્રલયમાં તો અક્ષરધામ સિવાય બધાં જ ધામોનો નાશ થઈ જાય છે.

સર્વે ધામો પ્રત્યેક બ્રહ્માંડમાં આવેલાં છે. પ્રાકૃત પ્રલય વખતે પ્રધાનપુરુષનું કાર્ય જે પ્રત્યેક બ્રહ્માંડ તે નાશ પામે છે, અને આત્યંતિક પ્રલય વખતે પ્રકૃતિપુરુષનું કાર્ય જે અનંત કોટિ બ્રહ્માંડો તે નાશ પામે છે. તે ભેળાં સર્વે ધામો પણ નાશ પામે છે, જ્યારે અક્ષરધામ તો પ્રકૃતિપુરુષથી પર હોવાથી આત્યંતિક પ્રલય વખતે તે નાશ પામતું નથી.

Swami said, “In Vachanamrut Gadhada II-9, Maharaj has said, ‘... if one realises God to be like the other avatārs, then that is regarded as committing blasphemy against God.’ And Badrikāshram and Shvetdvip are destroyed during the rātri-pralay (nimitta-pralay)1 and the muktas of those abodes migrate to Vaikunth.2 Similarly, other abodes are also destroyed.

“Furthermore, Maharaj has completed great tasks through his devotees and sadhus that avatārs are capable of achieving, and he still completes tasks through them. This includes granting samādhi, granting liberation, etc. Therefore, they have powers similar to God... And there are many today who have no desires for women and wealth.”

On that, Swami mentioned many pārshads and sadhus and showed that Maharaj’s devotees were greater than the devotees of previous avatārs. Then, he gave an analogy of the other avatārs, “The name of the emperor of Dehli is Sherakhā. No one else can be called Sherakhā. One soldier whose name was Sherakhā went to Delhi. The emperor asked him, ‘Why is your name Sherakhā?’ The soldier said, ‘I am Sherakhā just by name, like pagarkhā (shoes), chabarkhā (scraps of paper), and labarkhā.’ This is the difference (between the avatārs and Maharaj).3 And this understanding is proper. If one does not have this type of understanding, then one’s unerstanding is incomplete. Therefore, Maharaj is the cause of all avatārs and only understand him to be supreme.” Swami thus spoke in the assembly. Then, he went for the shangār ārti darshan.

(6/21)

1. Rātri-pralay, also known as the nimitta-pralay when Brahmā’s day ends and night begins. During this time, the three loks are destroyed. Brahmā’s one day is equal to 4,320,000,000 human years.

2. The purport of Gunatitanand Swami’s words here is that during the rātri-pralay, Shwetdvip and Badrikashram are destroyed, but during prākrut pralay or ātyantik pralay all abodes except Akshardham are destroyed.

Explanation: Shwetdvip and Badrikashram are located on the earth. Therefore, at the end of Brahmā’s day (known as rātri-pralay or nimitta pralay), the earth along with the 10 realms are destroyed. Therefore, these two abodes are also destroyed. However, Golok and Vaikunth remain intact. The liberated souls of Shwetdvip and Badrikashram migrate to Vaikunth from there.

However, during prākrut pralay or ātyantik pralay, all of the abodes except Akshardham are destroyed. Of the infinite brahmāmds, each brahmānd is comprised of each abode. During prākrut pralay, the creation of Pradhan-Purush - which is the brahmānd - is destroyed. During ātyantik pralay, the creation of Prakruti-Purush - which are the inifinte brahmānds - are all destroyed simultaneously. Along with this destruction, all abodes are destroyed except Akshardham, because Akshardham transcends Prakruti-Purush.

3. By the example of the emperor and soldier having a similar name, Swami is explaining that even if someone has a name similar to a great emperor, it does not make that person an emperor. Similarly, despite that previous avatārs have been mentioned as Purushottam or Bhagwan in the scriptures, only Maharaj is Purushottam.

Vaḷī kahyu je, “Madhyanā Vachanāmṛut Navmāmā kahyu chhe je, ‘Bījā avatār jevā jāṇe to droh karyo kahevāy.’ Ne Badrikāshram, Shvetdvīp e to rātripralaymā nāsh thaī jāy chhe, ne tyānā mukta Vaikunṭhmā jāy chhe.1 Te bījā paṇ nāsh thāy chhe. Te Mahārāje bījā avatārnā jeṭalā to haribhakta tathā sādhu dvāre kām karāvyā chhe ne hajī karāve chhe. Te samādhi tathā kalyāṇ ityādik moṭā moṭā kārya bhakta dvāre karyā chhe, te māṭe Bhagwān jevā to e chhe. Ane bījāe to rās karāvyā ne ā toḍāve chhe, ne strīno ne dhanno ghāṭ paṇ nathī thāto evāy keṭlāk chhe.” Te upar pāḷānā tathā sādhunā nām kahī dekhāḍyā. Tyāre, olyāthī e saras thayā, ne bījā Bhagwān to kevā chhe to tenu draṣhṭānt dīdhu je, “Dilhīnā pādshāhnu nām Sherkhā te bījethī nām na paḍe. Te ek gāmno sipāī Sherkhā Dilhī gayo. Tene pādshāhe pūchhyu je, ‘Kem tamāru nām Sherkhā chhe?’ Tyāre kahe je, ‘Hu to Sherkhā kevo? To nāmmātre karīne Sherkhā chhu, te jevā pagarkhā, chabarkhā ne labarkhā evo chhu.’ Em bhed chhe; evī rīte samajavu te samajaṇ ṭhīk. Evī samajaṇ jo na hoy to bahu kāchyap rahe. Te māṭe ā Mahārāj sarve avatārnā avatārī chhe. Tene ja sarvoparī Bhagwān jāṇavā.” Em sabhāmā bolyā. Pachhī shaṇagār āratī thaī te darshane padhāryā.

(6/21)

1. Ā vātmā Guṇātītānand Swāmīnā kahevānu tātparya e chhe ke rātri-pralaymā Shwetdvīp ane Badrikāshramno nāsh thāy chhe ane prākṛut ke ātyantik pralaymā to Akṣhardhām sivāy badhā ja dhāmo nāsh pāme chhe.

Shwetdvīp ane Badrikāshram pṛuthvī par rahyā hovāthī jyāre Brahmānā divasne ante nimitta pralay (rātri0pralay) thāy chhe, tyāre pṛuthvī sahit das lok nāsh pāme chhe. Tethī ā banne dhāmono nāsh thāy chhe, jyāre Golok ane Vaikunṭhnu astitva rahe chhe. Tethī Shwetdvīp ane Badrikāshramno nāsh thatā tyānā mukto Vaikunṭhmā jāy chhe em Swāmī ahī kahe chhe, parantu prākṛut ane ātyantik pralaymā to Akṣhardhām sivāy badhā ja dhāmono nāsh thaī jāy chhe.

Sarve dhāmo pratyek brahmānḍmā āvelā chhe. Prākṛut pralay vakhate Pradhān-Puruṣhnu kārya je pratyek brahmānḍ te nāsh pāme chhe, ane ātyantik pralay vakhate Prakṛuti-Puruṣhnu kārya je anant koṭi brahmānḍo te nāsh pāme chhe. Te bheḷā sarve dhāmo paṇ nāsh pāme chhe, jyāre Akṣhardhām to Prakṛuti-Puruṣhthī par hovāthī ātyantik pralay vakhate te nāsh pāmatu nathī.

આત્મા છે તે મહાતેજોમય છે ને આ જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ થકી જુદો માનીને એમ ધારવું જે, ‘હું અક્ષર છું ને મારે વિષે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે સદાય વિરાજમાન છે.’ તે વિશલ્યકરણીના વચનામૃતમાં સર્વે વાત છે ને થોડી થોડી વાત તો સર્વે વચનામૃતમાં છે ને કો’ક બાકી હશે, એ આત્માનો મનન દ્વારાયે સંગ કર્યા કરવો જે, ‘હું આત્મા છું, અક્ષર છું.’ એમ જો નિરંતર કર્યા કરે તો એ અક્ષરભાવને પામી જાય છે. તે ઉપર દૃષ્ટાંત દીધું જે, મહારાજે એક ઢેઢનો છોકરો હતો તેને કહ્યું જે, “તું કોણ છો?” ત્યારે કહે જે, “હું ઢેઢ છું.” તો કહે, “તું દસ વાર એમ કહે જે, ‘હું આત્મા છું.’” પછી તેણે દસ વાર એમ કહ્યું. ત્યારે પૂછ્યું જે, “તું કોણ છો?” તો કહે જે, “ઢેઢ છું.” વળી કહે જે, “તું સો વાર કહે જે, ‘હું આત્મા છું.’” ત્યારે તેણે સો વાર એમ કહ્યું, એટલે પૂછ્યું જે, “તું કોણ છો?” તો કહે જે, “ઢેઢ છું.” ત્યારે મહારાજ કહે, “જુઓને દેહ સાથે કેવો જડાઈ ગયો છે?” એમ કહીને કહે જે, જો આત્માનો મનન દ્વારે સંગ કર્યા કરે તો અક્ષરરૂપ થઈ જાય છે. તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે જે, નિજાત્માનં બ્રહ્મરૂપં, એ શ્લોક બોલ્યા ને પુરુષોત્તમપત્રીમાં પણ કહ્યું જે, આત્માને અક્ષરરૂપ માને તે જ સત્સંગી છે. માટે એ વાત કર્યે છૂટકો છે. એમ અર્ધી રાતને સમે વાત કરી.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.39) / (૬/૨૨)

The ātmā is extremely luminous. Believe it to be separate from the gross, subtle and causal bodies, and contemplate that ‘I am ātmā and this manifest Purushottam Bhagwan is ever present within me.’ And all these talks are stated in the ‘Vishalyakarni Herbal Medicine’ Vachanamrut (Gadhada III-39). Such talks are, to some extent, in all the Vachanamruts and they may be absent only in some. The contemplation of the ātmā in the mind should continue, ‘I am ātmā, akshar.’ And if this is continually done, one attains the state of akshar. An example was given on this, Maharaj asked a dhedh boy, “Who are you?” Then he said, “I am a dhedh.” So Maharaj said, “You say ‘I am ātmā’ ten times.” So he repeated it ten times. Then Maharaj asked, “Who are you?” He once again replied, “I am a dhedh.” Then Maharaj said, “Say ‘I am ātmā’ a hundred times.” So he said this a hundred times. Then Maharaj asked, “Who are you?” Again he said, “I am a dhedh.” Then Maharaj said, “See how firmly he identifies himself with the body.” Saying this, Maharaj said, “If one continually contemplates in the mind on the ātmā, one becomes aksharrup.” And in the Shikshapatri, this is written in the shlok ‘Nijātmānam brahmarupam’. And also it is said in the Purushottampatri, “Only one who believes the ātmā as aksharrup is a (true) satsangi.” Therefore, there is no alternative but to emphasize this view. In this way, Swami talked in the middle of the night.

Atmanishtha-Brahmarup (29.39) / (6/22)

Ātmā chhe te mahātejomay chhe ne ā je sthūḷ, sūkṣhma ne kāraṇ e traṇ deh thakī judo mānīne em dhāravu je, ‘Hu Akṣhar chhu ne māre viṣhe ā pratyakṣha Puruṣhottam Bhagwān te sadāy virājmā chhe.’ Te Vishalyakaraṇīnā Vachanāmṛutmā1 sarve vāt chhe ne thoḍī thoḍī vāt to sarve Vachanāmṛutmā chhe ne ko’k bākī hashe, e ātmāno manan dvārāye sang karyā karavo je, ‘Hu ātmā chhu, Akṣhar chhu.’ Em jo nirantar karyā kare to e “Akṣharbhāvne pāmī jāy chhe. Te upar draṣhṭānt dīdhu je, Mahārāje ek ḍheḍhno chhokaro hato tene kahyu je, “Tu koṇ chho?” Tyāre kahe je, “Hu ḍheḍh chhu.” To kahe, “Tu das vār em kahe je, ‘Hu ātmā chhu.’” Pachhī teṇe das vār em kahyu. Tyāre pūchhyu je, “Tu koṇ chho?” To kahe je, “Ḍheḍh chhu.” Vaḷī kahe je, “Tu so vār kahe je, ‘Hu ātmā chhu.’” Tyāre teṇe so vār em kahyu, eṭale pūchhyu je, “Tu koṇ chho?” To kahe je, “Ḍheḍh chhu.” Tyāre Mahārāj kahe, “Juone deh sāthe kevo jaḍāī gayo chhe?” Em kahīne kahe je, jo ātmāno manan dvāre sang karyā kare to Akṣharrūp thaī jāy chhe. Te Shikṣhāpatrīmā paṇ kahyu chhe je, Nijātmānam brahmarūpam, e shlok bolyā ne Puruṣhottampatrīmā paṇ kahyu je, ātmāne Akṣharrūp māne te ja satsangī chhe. Māṭe e vāt karye chhūṭako chhe. Em ardhī rātne same vāt karī.

Atmanishtha-Brahmarup (29.39) / (6/22)

એક જણે પ્રશ્ન પૂછ્યો જે, “મોટા સાધુને તો જીવને ભગવાનમાં અખંડ જોડવા છે, પણ કો’કને અધિક આગ્રહ કરીને જોડે છે ને કો’કને તો સાધારણ વાતચીત કરે છે, તે એ જીવને શ્રદ્ધા મંદ છે કે કેમ છે?” ત્યારે સ્વામી કહે, “ઓલ્યાનો પૂર્વનો સંસ્કાર ભારે છે તેથી એમને અતિ આગ્રહ કરે છે. તે મોટા સંતમાં ભગવાન પ્રેરક થઈને એને કરાવે છે. ને ઓલ્યાને સંસ્કાર પણ થોડો ને શ્રદ્ધા પણ થોડી.” ત્યારે કહ્યું જે, “શ્રદ્ધા કેમ વધુ થાય?” એટલે સ્વામી કહે, “એને એમ જણાય જે, મોટા સંત બોલે છે તે કાંઈ માણસ નથી બોલતા. એ તો એમ જાણે છે જે, ઈશ્વર બોલે છે. ને એને વિષે એને દેવબુદ્ધિ હોય, ને તેની પાછી સેવા-ભક્તિ કરે ને વિનય કરે, તેણે કરીને શ્રદ્ધા થાય છે. પછી ભગવાનમાં જોડાય છે.”

શ્રદ્ધા (10.5) / (૬/૨૩)

One person asked a question, “The great Sadhu wants to unite the jiva eternally with God. But, for some aspirants he insists more and unites them, while with others he just engages in ordinary talks. Why is this? Is it because of laxity in faith?” Then Swami said, “The former’s impressions from the past are strong, hence God inspires the great Sadhu to insist strongly for him. And the latter devotee’s past impressions are less and his faith is also less.” Then someone asked, “How can faith be increased?” So Swami said, “When one realizes that the great Sadhu who is speaking to him is not an ordinary man speaking. He realizes that it is God who is speaking through him and considers him to be God. Also, he performs his service, offers worship to him and respects him. In this way, faith develops. Then he attaches the aspirant with God.”

Faith (10.5) / (6/23)

Ek jaṇe prashna pūchhyo je, “Moṭā Sādhune to jīvne Bhagwānmā akhanḍ joḍavā chhe, paṇ ko’kne adhik āgrah karīne joḍe chhe ne ko’kne to sādhāraṇ vāt-chīt kare chhe, te e jīvne shraddhā mand chhe ke kem chhe?” Tyāre Swāmī kahe, “Olyāno pūrvano sanskār bhāre chhe tethī emane ati āgrah kare chhe. Te Moṭā Santmā Bhagwān prerak thaīne ene karāve chhe. Ne olyāne sanskār paṇ thoḍo ne shraddhā paṇ thoḍī.” Tyāre kahyu je, “Shraddhā kem vadhu thāy?” Eṭale Swāmī kahe, “Ene em jaṇāy je, Moṭā Sant bole chhe te kāī māṇas nathī bolatā. E to em jāṇe chhe je, īshvar bole chhe. Ne ene viṣhe ene devbuddhi hoy, ne tenī pāchhī sevā-bhakti kare ne vinay kare, teṇe karīne shraddhā thāy chhe. Pachhī Bhagwānmā joḍāy chhe.”

Faith (10.5) / (6/23)

જીવને ચાર ઘાંટી મેં વિચારી રાખી છે. તેમાં એક તો પુરુષોત્તમ જાણવા, બીજી સાધુ ઓળખવા, ત્રીજી પંચવિષયમાંથી પ્રીતિ ઊખેડવી ને ચોથી આ જીવ ને દેહ એક થઈ ગયો છે તેથી આત્મા નોખો સમજવો. તે એ ચાર ઘાંટી જબરી છે. તેમાં બેનું કામ ભારે છે. એક તો પંચવિષયમાંથી પ્રીતિ ઊખેડવી ને બીજી દેહથી જીવ નોખો જાણવો એ.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.40) / (૬/૨૪)

There are four barriers for the jiva to overcome that I have thought of. The first is to know Purushottam; second is to recognize the Sadhu; third is to remove one’s attachment for the five types of sense objects; and fourth, this body and jiva have become one, so the ātmā must be understood as separate. These four obstacles are tough. Two of them are particularly so. One is to remove one’s affection for the five types of sense objects and second, to know the jiva as separate from the body.

Atmanishtha-Brahmarup (29.40) / (6/24)

Jīvne chār ghānṭī me vichārī rākhī chhe. Temā ek to Puruṣhottam jāṇavā, bījī Sādhu oḷakhavā, trījī panch-viṣhaymāthī prīti ūkheḍvī ne chothī ā jīv ne deh ek thaī gayo chhe tethī ātmā nokho samajvo. Te e chār ghānṭī jabarī chhe. Temā benu kām bhāre chhe. Ek to panch-viṣhaymāthī prīti ūkheḍavī ne bījī dehthī jīv nokho jāṇavo e.

Atmanishtha-Brahmarup (29.40) / (6/24)

જડભરતને વખાણ્યા કે, “અહો! જડભરતને તરવાર કાઢીને મારવા માંડ્યા પણ બીના નહીં ને કહ્યું જે, ‘પાપ જાશે મારશે તો.’” ને અંબરીષને એથી વધુ વખાણ્યા, “એવી જ્યારે આત્મનિષ્ઠા થાય ત્યારે જાણે ઠીક, ને આ તો વખત આવે ત્યારે સમજણ ચૂંથાઈ જાય છે તે ચૂંથાવા ન દેવી, ને પદાર્થ સારુ ને પુસ્તક સારુ કજિયા કરે છે પણ એ ઠીક નહીં.”

(૬/૨૫)

Swami praised Jadbharat and said, “O! They raised a sword to kill Jadbharat but he did not get scared and said, ‘Sins will be destroyed if they kill me.’” Then, Swami praised Ambarish even more and said, “When one develops ātma-nishthā like that, then that is good. On the contrary, our understanding dries up (it is lost) at critical moments; but we should not let that happen. And it is not proper to quarrel for books or other items.”

(6/25)

Jaḍbharatne vakhāṇyā ke, aho! Jaḍbharatne tarvār kāḍhīne māravā mānḍyā paṇ bīnā nahī ne kahyu je, “Pāp jāshe mārashe to.” Ne Ambarīṣhne ethī vadhu vakhāṇyā; evī jyāre ātmaniṣhṭhā thāy tyāre jāṇe ṭhīk, ne ā to vakhat āve tyāre samajaṇ chūnthāī jāy chhe te chūnthāvā na devī, ne padārth sāru ne pustak sāru kajiyā kare chhe paṇ e ṭhīk nahī.

(6/25)

ભગવાનના અવતાર તો અસંખ્ય છે. પણ આ સમે મહારાજ પ્રગટ થયા તે ભેળા હજાર ભગવાનના અવતાર થયા ને પોતે એક માંહી અવતારી થયા, એમ ચોખ્ખું સમજવું.

(૬/૨૬)

God’s avatārs are infinite. Today, with Maharaj’s manifestation, a thousand avatārs of God have also manifested with him. But among all of them, Maharaj is the source of the avatārs. We should clearly understand that.

(6/26)

Bhagwānnā avatār to asankhya chhe. Paṇ ā same Mahārāj pragaṭ thayā te bheḷā hajār Bhagwānnā avatār thayā ne pote ek māhī avatārī thayā, em chokhkhu samajavu.

(6/26)

એક જણે પ્રશ્ન પૂછ્યો જે, “ઠેઠ મહારાજ પાસે ને તમારી પાસે કેમ અવાય?” ત્યારે સ્વામી કહે, “મહારાજને પુરુષોત્તમ જાણે ને ભગવાનની આજ્ઞા પાળે તો અવાય.”

સર્વોપરી ભગવાન (42.20) / (૬/૨૭)

One person asked a question, “How can one reach all the way to Maharaj and you?” Then Swami said, “By knowing Maharaj as Purushottam and by following the commands of God, one can reach [us].”

Supreme God (42.20) / (6/27)

Ek jaṇe prashna pūchhyo je, “Ṭheṭh Mahārāj pāse ne tamārī pāse kem avāy?” Tyāre Swāmī kahe, “Mahārājne Puruṣhottam jāṇe ne Bhagwānnī āgnā pāḷe to avāy.”

Supreme God (42.20) / (6/27)

કોઈ ઐશ્વર્યને ભલા થઈને ઇચ્છશો મા ને જો આવે તો આપણે કાંઈક કરી નાખીએ એમ છે, માટે એમાં કાંઈ માલ નથી. દેશકાળે સ્થિતિ રાખવી, તે શું? તો દ્રવ્ય ગયું કે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે. તે એક વાણિયે પરદેશમાં જઈને કરોડ્ય સોનાનાં રાળ ભેળાં કર્યાં ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઊતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બૂડ્યું. ત્યારે વાણિયો કહે, “અહો! થયું ને માથે.” પણ પછી કહે, “જન્મ્યા ત્યારે એ ક્યાં હતાં?” તેમ જ એક ફકીરને રસ્તામાં ચાલતાં દોરડું મળ્યું. તે તેણે ખંભે નાખ્યું હતું પણ તે પાછું પડી ગયું. પછી થોડોક ચાલ્યો ત્યારે ખબર પડી. ત્યારે કહે જે, “કાંઈ નહીં, મુજ કુ રસ્સા પાયા જ નો’તા,” એમ વિચારીને આનંદમાં રહેવું. વળી, કાકાભાઈના વચનામૃતમાં પણ કહ્યું છે જે, “ઘરમાં દસ માણસ હોઈએ ને તે સર્વે મરવાનાં હોય, તેમાંથી એક બચે તો શું થોડો છે?” માટે એમ સમજવું.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.46) / (૬/૨૮)

૧. અગાઉના વખતમાં સોનામહોર જેવું ચલણી નાણું; એક સિક્કો. દીવના પોર્ટુગીઝોના આ સિક્કાની પ્રતિષ્ઠા ઊંચી હતી.

૨. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૭૦.

Please be sensible and do not wish for powers, and if they are attained, then one is likely to do anything. So, there is no value in this. What is meant by remaining poised in times of adverse circumstances? Swami said, “When wealth is lost, one’s son dies or one cannot find food to eat, then at such times understanding helps. Once, a businessman went abroad and returned with a ship full of ten million gold coins. When he placed his foot on the plank leading to the shore to disembark, the ship sank. Then the businessman said, ‘Oh! What a misfortune.’ But then he reasoned, ‘When I was born, did I have any gold?’ Similarly, a mendicant found a rope while walking on the road. He kept it on his shoulder, but it slipped off. Then, after he had walked a little distance, he realized it fell. Then he said, ‘Never mind. Mujku rassā pāyā ja no’tā – I never had the rope in the first place.’ Thus, think in this way and remain happy. Also, in the Kakabhai’s Vachanamrut (Gadhada I-70) it is said that if there are ten people in the house and all of them are destined to die, but then if one of them is saved, is that too little? Thus, understand in this way.”

Spiritual Wisdom-Understanding-Ignorance (26.46) / (6/28)

Koī aishvaryne bhalā thaīne ichchhasho mā ne jo āve to āpaṇe kāīk karī nākhīe em chhe, māṭe emā kāī māl nathī. Desh-kāḷe sthiti rākhavī, te shu? To dravya gayu ke dīkaro deh mūkī gayo ke khāvā anna na maḷyu to temā samajaṇ kām āve chhe. Te ek vāṇiye pardeshmā jaīne karoḍya sonānā rāḷ1 bheḷā karyā ne vahāṇ bharīne āvyo. Teṇe kānṭhe ūtarvā pāṭiyā upar pag dīdho ke vahāṇ būḍyu. Tyāre vāṇiyo kahe, “Aho! Thayu ne māthe.” Paṇ pachhī kahe, “Janmyā tyāre e kyā hatā?” Tem ja ek fakīrne rastāmā chālatā doraḍu maḷyu. Te teṇe khabhe nākhyu hatu paṇ te pāchhu paḍī gayu. Pachhī thoḍok chālyo tyāre khabar paḍī. Tyāre kahe je, “Kāī nahī, muj ku rassā pāyā ja no’tā,” em vichārīne ānandmā rahevu. Vaḷī, Kākābhāīnā Vachanāmṛutmā2 paṇ kahyu chhe je, “Gharmā das māṇas hoīe ne te sarve maravānā hoy, temāthī ek bache to shu thoḍo chhe?” Māṭe em samajavu.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.46) / (6/28)

1. Agāunā vakhatmā sonāmahor jevu chalaṇī nāṇu; ek sikko. Dīvanā Porṭugīzonā ā sikkānī pratiṣhṭhā ūnchī hatī.

2. Vachanāmṛut Gaḍhaḍā Pratham Prakaraṇ 70.

વરતાલથી પધાર્યા તે દિવસ વાત કરી જે,

“આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ।

“એવાં ચોસઠ લક્ષણ સાધુનાં હોય ત્યારે સાધુ થવાય. તે મહાપ્રલય સુધી ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો અહોરાત્રિ નિરંતર સમાગમ કરે ત્યારે પૂરો સાધુ થવાય. ને સાધુતા વગર સુખ આવે નહીં ને આત્યંતિક મોક્ષ પણ થાય નહીં. તે જેટલી કસર રહેશે તેટલી કસર ટાળવી પડશે.”

સત્સંગ (18.52) / (૬/૨૯)

૧. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, પ. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત. ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્‍ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭] (સ્વામીની વાત: ૧/૧૭૧ની પાદટીપ)

The day Swami came from Vartal, he said, ‘Ākuti-chitichāpalyarahitā nishparigrahāhā.’1 When someone has these 64 attributes,2 then one becomes a sadhu. If one continuously associates, day and night, until the final dissolution of the universe, with sadhus such as Gopalanand Swami, Krupanand Swami, Swarupanand Swami and Muktanand Swami, then one can become a complete sadhu. And without saintliness, happiness is not experienced and ultimate moksha is also not attained. So whatever deficiencies remain will have to be overcome.”

Satsang (18.52) / (6/29)

1. Akutichitichāpalyarahitā nishparigrahā;
Bodhane nipurnā ātmanishthā sarvopakārena. - Satsangijivan 5/22/29
Free from innate desires to enjoy worldly objects, free from the desire to possess worldly wealth; expert in communicating spiritual knowledge, self-realized, naturally helpful to all people. (See footnote 9 for 26.47 - English version; Vat 6-146 - Gujarati version)

2. The 64 qualities of a sadhu (as mentioned in the Satsangijivan/Harigita: 1/25-37) are, one who:

1. Is compassionate,

2. Is forgiving,

3. Wishes the betterment of all jivas,

4. Tolerates cold, heat, etc.,

5. Does not look at the flaws in others’ virtues,

6. Is tranquil,

7. Does not have an enemy,

8. Is devoid of jealousy and animosity,

9. Is free of ego and envy,

10. Honors others,

Expand all qualities

Vartālthī padhāryā te divas vāt karī je,
“Ākuti-chiti-chāpalyarahitā niṣhparigrahāhā.
“Evā chosaṭh lakṣhaṇ1 sādhunā hoy tyāre sādhu thavāy. Te mahāpralay sudhī Gopāḷānand Swāmī, Kṛupānand Swāmī, Swarūpānand Swāmī ne Muktānand Swāmī jevā sādhuno ahorātri nirantar samāgam kare tyāre pūro sādhu thavāy. Ne sādhutā vagar sukh āve nahī ne ātyantik mokṣha paṇ thāy nahī. Te jeṭalī kasar raheshe teṭalī kasar ṭāḷavī paḍashe.”

Satsang (18.52) / (6/29)

1. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit. 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37] (Swāmīnī vāt: 1/171nī pādṭīp)

સભામાં વિધાત્રાનંદ સ્વામી વાળી પત્રી વંચાવીને બોલ્યા જે, “આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઈ કરવું બાકી રહે નહીં. આ પત્રી ઉપર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે. તેમાં સંપૂર્ણ વાત આવી ગઈ છે. અહો! હમણાં ઘણી પ્રાપ્તિ છે. આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય. પોતાનાં વખાણ પોતાને ન કરવાં એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે, પણ કહ્યા વિના સમજાય નહીં. પછી બહુ ખોટ જાશે.”

(૬/૩૦)

૧. શ્રીહરિલીલાકલ્પતરુ. આ ગ્રંથ બાર સ્કંધમાં વહેંચાયેલો છે. તેમાં માહાત્મ્યના શ્લોકો સહિત કુલ ૨૯,૯૦૫ શ્લોકો છે. આ ગ્રંથમાં શ્રીજીમહારાજનાં તમામ ચરિત્રોનું ખૂબ ભક્તિભાવપૂર્વક વર્ણન કર્યું છે. ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી અચિંત્યાનંદ બ્રહ્મચારીએ આ ગ્રંથમાં શ્રીજીમહારાજનું સર્વોપરીપણું ઉત્કૃષ્ટ રીત સ્પષ્ટ કર્યું છે.

૨. ગુરુદેવનૃપેક્ષાર્થં ન ગમ્યં રિક્તપાણિભિઃ। વિશ્વાસઘાતો નો કાર્યઃ સ્વશ્લાઘા સ્વમુખેન ચ॥ (શિક્ષાપત્રી: ૩૭) અર્થ: ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્‍યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં.

Swami had the patri by Vidhātrānand Swāmi read in the assembly and said, “If one has understood this thoroughly, then one has nothing else to accomplish. We have had a whole scripture1 written by Achintyānand Brahmachāri based on this patri. The complete understanding is in this scripture. O! We have the greatest attainment today. This Sadhu is like Bhagwan. Maharaj said in the Shikshāpatri not to exalt your own self;2 however, others will not understand without it being said. Otherwise, one will lose greatly.”

(6/30)

1. Harililākalpataru. This scripture is divided into 12 skandhs with 29,905 shloks. This scripture describes the divine incidents of Shriji Maharaj. With inspiration from Gunatitanand Swami, Achintyanand Brahmachari included the supremacy of Shriji Maharaj in this scripture. Therefore, Gunatitiand Swami praises this scriptures and instructs others to understand Shriji Maharaj’s supremacy as written here.

2. Guru-deva-nṛupekṣhārtham na gamyam riktapāṇibhihi | Vishvāsaghāto no kāryah swashlāghā swamukhen cha || (Shikshapatri: Shlok 37) In the second line, Shriji Maharaj writes that one should not exalt oneself.

Sabhāmā Vidhātrānand Swāmī vāḷī Patrī vanchāvīne bolyā je, “Ā vāt yathārth jāṇyā pachhī kāī karavu bākī rahe nahī. Ā Patrī upar Achintyānand Brahmachārī pāse granth1 ākho karāvyo chhe. Temā sampūrṇa vāt āvī gaī chhe. Aho! Hamaṇā ghaṇī prāpti chhe. Āvā Sādhu to Bhagwān jevā kahevāy. Potānā vakhāṇ potāne na karavā em Shikṣhāpatrīmā kahyu chhe, paṇ kahyā vinā samajāy nahī. Pachhī bahu khoṭ jāshe.”

(6/30)

1. Shrī Harilīlākalpataru. Ā granth bār skandhamā vahechāyelo chhe. Temā māhātmyanā shloko sahit kul 29,905 shloko chhe. Ā granthmā Shrījī Mahārājnā tamām charitronu khūb bhakti-bhāv-pūrvak varṇan karyu chhe. Guṇātītānand Swāmīnī preraṇāthī Achintyānand Brahmachārīe ā granthmā Shrījī Mahārājanu sarvoparīpaṇu utkṛuṣhṭa rīt spaṣhṭa karyu chhe.

2. Gurudevanṛupekṣhārtham na gamyam riktapāṇibhihi; Vishvāsaghāto no kāryah swashlāghā swamukhen cha. (Shikṣhāpatrī: 37) Arth: Guru, dev ane rājā e traṇnā darshanne arthe jyāre javu t‍yāre ṭhāle hāthe na javu ane koīno vishvāsaghāt na karavo ane potāne mukhe karīne potānā vakhāṇ na karavā.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading