share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૨૦૧ થી ૨૧૦

આણી કોર દ્વારકાનાથ ને ઓણી કોર વડનગર ને વીસનગર ને આણી કોર સાબરમતી ને નર્મદા એ બધેય ભગવાન ફર્યા છે, કાંઈ બાકી રહ્યું નથી ને આ સાધુ પણ બધે ફર્યા છે. માટે એ સંભારવું.

(૬/૨૦૧)

Dwārikā on this side; and Vadnagar and Visnagar on the other side; Sābarmati and Narmadā on this side - Maharaj traveled to all of these places. He did not leave any place out. And this Sadhu also traveled everywhere. Therefore, one should recall this.

(6/201)

Āṇī kor Dvārkānāth ne oṇī kor Vaḍnagar ne Vīsnagar ne āṇī kor Sābarmatī ne Narmadā e badhey Bhagwān faryā chhe, kāī bākī rahyu nathī ne ā Sādhu paṇ badhe faryā chhe. Māṭe e sambhārvu.

(6/201)

આ જીવ આમ સંકલ્પ કરે છે. જેમ ઓલ્યા સૂતરનો તાણો કરીને લૂગડું કરે છે એમ એકરસ આકાશની ઘોડ્યે કર્યા કરે છે, પણ આંહીં રહેવું નથી એ ખબર નથી, એવો જીવનો સ્વભાવ છે.

(૬/૨૦૨)

This jiva forms desires like this: just as one weaves clothes from thread using a loom, in the same way (the jiva forms desires) in the vastness of space.1 However, it does not know it cannot remain here. That is the nature of the jiva.

(6/202)

1. Swami’s analogy here is that the jiva continuously forms desires like the thread is weaved into clothes with a loom continuously. And just as there is no end to space, there is no end to the jiva forming desires. These desires are of this world; hence, Swami says the jiva does not know that it cannot remain here permanently, despite all its desires are of this world.

Ā jīv ām sankalp kare chhe. Jem olyā sūtarno tāṇo karīne lūgaḍu kare chhe em ekras ākāshnī ghoḍye karyā kare chhe, paṇ āhī rahevu nathī e khabar nathī, evo jīvno swabhāv chhe.

(6/202)

પંગત્યમાં બેસીને મેળાવીને લાડુ જમે તે નિઃસ્વાદી કહેવાય ને એકલો નોખો જો કાચો બાજરો ચાવે તોય પણ તે સ્વાદિયો કહેવાય; તે માટે જુદું પડ્યે જ બગડે છે અને નિઃસ્વાદી કેને કહીએ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, પંગત્યમાં જે મળે તે મેળાવીને ખાઈ લે, બીજું કાંઈયે ઉપાર્જન ન કરે ને ચાળા ચૂંથતો ન ફરે એ નિઃસ્વાદી કહેવાય ને ત્યારે જ ભગવાન એની ઉપર રાજી થાય છે. તે રાજી કરવાના ઉપાય, સાધુનો સમાગમ ને નિયમ એ બે છે. ‘ગર્ભવાસમાં શું કહીને તું આવ્યો રે’ એ કીર્તન બોલાવીને કહે જે, તરવાર તો ખરી પણ ક્ષત્રીના હાથમાં હોય ને વાણિયાના હાથમાં હોય; એમ આવાં વચન પણ બ્રહ્મવેત્તાનાં લાગે પણ બીજાનાં લાગે નહીં.

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.32) / (૬/૨૦૩)

If one sits in the common dinner line with others and eats even rich food, one is still described as being free from taste. Whereas one who eats on his own, even if it is only uncooked millet, is still described as being deeply attached to tasty foods. So, by eating separately progress is spoilt. And who can be described as above taste? Swami answered the question, “If whatever is available for everyone in the line at meal times is mixed and eaten, and if no other special arrangements are made for food and one is not fussy, that is described as being above taste. Only then is God pleased with him. The two means to please God are company of the Sadhu and observance of codes.” Then he had the devotional song, ‘Garbhvāsmā shu kahine tu āvyo re’1 recited and said, “A sword is a sword, but there are different results when it is in the hands of a warrior and a businessman. Similarly, the words of the enlightened have great impact but those of others do not.”

Resolute Observance of Dharma and Codes of Conduct (15.32) / (6/203)

1. What did you say (to God) in the womb before your birth?

Pangatyamā besīne meḷāvīne lāḍu jame te nihsvādī kahevāy ne ekalo nokho jo kācho bājro chāve toy paṇ te svādiyo kahevāy; te māṭe judu paḍye ja bagaḍe chhe ane nihsvādī kene kahīe? E prashnano uttar karyo je, pangatyamā je maḷe te meḷāvīne khāī le, bīju kāī ye upārjan na kare ne chāḷā chūnthato na fare e nihsvādī kahevāy ne tyāre ja Bhagwān enī upar rājī thāy chhe. Te rājī karavānā upāy, Sādhuno samāgam ne niyam e be chhe. ‘Garbhavāsmā shu kahīne tu āvyo re’ e kīrtan bolāvīne kahe je, taravār to kharī paṇ kṣhatrīnā hāthmā hoy ne vāṇiyānā hāthmā hoy; em āvā vachan paṇ brahmavettānā lāge paṇ bījānā lāge nahī.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.32) / (6/203)

ચોવીસ વરસ થયાં આવરદા નથી ને આ દેહ વાતું સારુ જ રહ્યો છે, પણ ત્રીસ વરસ થયાં, ક્રિયા ઉપરાઉપર આવી છે, તે પૂરી વાતું થાતી નથી. આમ જો આગ્રહ રાખીએ તો ધ્યાન થઈ જાય ને સમાધિ થઈ જાય પણ પૂરી સોદરી વળે એવી વાતું કરાતી નથી; મનમાં હામ રહી જાય છે.

ગુણાતીતાનંદ સ્વામીની વાતોની વિષેશતા (51.11) / (૬/૨૦૪)

૧. સંતોષ, તૃપ્તિ.

For 24 years, I have had no lifespan and this body has remained only for giving spiritual talks. But 30 years have passed, responsibilities of various types have come one after another so it has not been possible to talk fully about moksha. If I insist, I can go into meditation and samādhi but I have not been able to talk with full satisfaction, yet in the mind the wish remains.

Special Nature of Gunatitanand Swami's Discourses (51.11) / (6/204)

Chovīs varas thayā āvardā nathī ne ā deh vātu sāru ja rahyo chhe, paṇ trīs varas thayā, kriyā uparā-upar āvī chhe, te pūrī vātu thātī nathī. Ām jo āgrah rākhīe to dhyān thaī jāy ne samādhi thaī jāy paṇ pūrī sodarī1 vaḷe evī vātu karātī nathī; manmā hām rahī jāy chhe.

Special Nature of Gunatitanand Swami's Discourses (51.11) / (6/204)

1. Santoṣh, tṛupti.

સાધુ થયા ને ભેખ ન સુધર્યો ત્યારે શું થયું? જે કરવા આવ્યા તે તો ન થયું. માટે ધીરે ધીરે સાધુનાં લક્ષણ કહ્યાં છે તેમ વર્તતા જાવું, તે વિના છૂટકો નથી.

(૬/૨૦૫)

૧. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, ૫. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત, ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્‍ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭]

When one becomes a sadhu but their renunciation does not improve, then what has one done? What one came to accomplish was not accomplished. Therefore, one should gradually behave according to the characteristics of the sadhus that have been mentioned.1 There is no other option.

(6/205)

1. Swami is speaking of the 64 characteristics of sadhus mentioned in the Satsangijivan (Harigita 1/25-37).

The 64 qualities of a sadhu are, one who:

1. Is compassionate,

2. Is forgiving,

3. Wishes the betterment of all jivas,

4. Tolerates cold, heat, etc.,

5. Does not look at the flaws in others’ virtues,

6. Is tranquil,

7. Does not have an enemy,

8. Is devoid of jealousy and animosity,

9. Is free of ego and envy,

10. Honors others,

Expand all qualities

Sādhu thayā ne bhekh na sudharyo tyāre shu thayu? Je karavā āvyā te to na thayu. Māṭe dhīre dhīre sādhunā lakṣhaṇ kahyā chhe tem vartatā jāvu, te vinā chhūṭako nathī.

(6/205)

1. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit, 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37]

વૈશાખ વદિ એકાદશીએ શંકરપ્રસાદ આ ગામમાં આવતાં માર્ગમાં અધર ટૂંટિયું આવ્યું તે મરી ગયો, એ વાત એક હરિજન પાસે કે’વરાવીને કહ્યું જે, “એમ મુમુક્ષુને તો સદાય કડકડાટી જ દેખાય જે, આ તો હમણાં ચાલ્યું જવાશે ને મહારાજે પણ કહ્યું છે જે, ‘અમને તો એમ જ વર્તે છે જે, આ પળમાં ને આ ક્ષણમાં દેહ પડી જાશે.’ માટે ભગવાન ભજી લેવા.”

સાંખ્યજ્ઞાન (27.38) / (૬/૨૦૬)

On Vaishakh vad 11, on the way to this village, Shankarprasad contracted the plague and died. After having this story narrated by a devotee, Swami said, “Similarly, a spiritual aspirant always harbors the fear that the body will die anytime now. And Maharaj has also said, ‘I always feel that at this very moment and this very second the body will die.’ Therefore worship God.”

The Knowledge of Sankhya (27.38) / (6/206)

Vaishākh Vadi Ekādashīe Shankarprasād ā gāmmā āvatā mārgmā adhar ṭūnṭiyu āvyu te marī gayo, e vāt ek harijan pāse ke’varāvīne kahyu je, “Em mumukṣhune to sadāy kaḍkaḍāṭī ja dekhāy je, ā to hamaṇā chālyu javāshe ne Mahārāje paṇ kahyu chhe je, ‘Amane to em ja varte chhe je, ā paḷmā ne ā kṣhaṇmā deh paḍī jāshe.’ Māṭe Bhagwān bhajī levā.”

The Knowledge of Sankhya (27.38) / (6/206)

ઉપશમ કરે તે મુને ગમે ને હું રાજી થાઉં. ને જે જે ક્રિયા અચાલાની હોય તે કરવી પણ પછી ધબ પડી મેલવી; સંકલ્પ કર્યા ન કરવા. આ તો મર્કટની ઘોડ્યે છે. તે એક બુઢિયો વાનરો તેને બીજાએ વાંદરી પાસેથી કાઢી મૂક્યો પછી બોકાસા નાખે; એમ આપણને પણ વિષયમાંથી દુઃખ ઊપજે છે ને બોકાસા નાખીએ છીએ. માટે વિષયથી છેટે રહેવું.

પંચવિષય-વાસના-વ્યસન (8.47) / (૬/૨૦૭)

૧. અગત્યની, જરૂરિયાતની.

૨. વાંદરાની.

૩. ચિચિયારીઓ.

I like it when one attains profound tranquility and so I become pleased. Whatever activities are essential should be done, but then after completion, immediately give them up. Do not entertain wishes concerning activities. They are like a monkey. An old monkey was driven away by another from a female monkey. So he screamed repeatedly. Similarly, we, too, encounter misery from material pleasures and scream. Therefore, stay clear of them.

Material Pleasures-Desires-Addictions (8.47) / (6/207)

Upasham kare te mune game ne hu rājī thāu. Ne je je kriyā achālānī1 hoy te karavī paṇ pachhī dhab paḍī melavī; sankalp karyā na karavā. Ā to markaṭnī2 ghoḍye chhe. Te ek buḍhiyo vānaro tene bījāe vāndarī pāsethī kāḍhī mūkyo pachhī bokāsā3 nākhe; em āpaṇne paṇ viṣhaymāthī dukh ūpaje chhe ne bokāsā nākhīe chhīe. Māṭe viṣhaythī chheṭe rahevu.

Material Pleasures-Desires-Addictions (8.47) / (6/207)

1. Agatyanī, jarūriyātnī.

2. Vāndarānī.

3. Chichiyārīo.

એક ભક્તે પૂછ્યું જે, “આત્મા કેમ દેખાતો નથી?” પછી સ્વામી કહે, “દેખાય તો છે પણ મનાતો નથી. જ્ઞાન થાશે ત્યારે મનાશે. આ છે એ બ્રહ્મ ને ગયા એ પરબ્રહ્મ.” એમ મર્મમાં વાત કરી.

(૬/૨૦૮)

One devotee asked, “Why cannot the ātmā be seen?” Swami answered, “One is able to see it but one does not believe it. When one gains gnān, then one will believe it. This here (Gunatitanand Swami) is Brahman and the one that left (Shriji Maharaj) is Parabrahman.” Swami said this in an indirect way.

(6/208)

Ek bhakte pūchhyu je, “Ātmā kem dekhāto nathī?” Pachhī Swāmī kahe, “Dekhāy to chhe paṇ manāto nathī. Gnān thāshe tyāre manāshe. Ā chhe e Brahma ne gayā e Parabrahma.” Em marmamā vāt karī.

(6/208)

“આ દેહ છે તે શ્રવણરૂપી કુહાડે કરીને ઘસાઈ જાશે, માટે કથા-કીર્તનાદિક શ્રવણ કર્યાં જ કરવાં. શ્રવણ સારુ તો પૃથુરાજાએ દસ હજાર કાન માગ્યા.” ને પ્રથમનું ચોપનમું વચનામૃત વંચાવીને બોલ્યા જે, “ઓહો! આ વચનામૃત તો દિવસ બધો જાણે સાંભળ્યા કરીએ તો પણ તૃપ્ત ન થાઈએ. જુઓને! માંહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે.” એમ કહીને ત્રણ વાર વંચાવ્યું ને કહ્યું જે, “જેનાં કર્મ ફૂટ્યાં હોય તેને આ વાત ન સમજાય, તેને તો મૂળ મોટાપુરુષ એ જ શત્રુ જેવા જણાય છે. એ વિપરીત જ્ઞાન કે’વાય. માટે હવે તો સાધુને જ વળગી જાવું. અને આવો સમો આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતો સાંભળે નહીં એવી જીવની અવળાઈ છે. ને આ ઘડી જો હજાર રૂપિયા ખરચવાનું કહે તો ખરચે પણ ઓલ્યું ન થાય; ને સ્ત્રી, છોકરો, હવેલી ને વેપાર એ બધાં તેમાં આડ્ય કરે. ને મહારાજ પાસે પણ એક જણે કહ્યું હતું જે, ‘રૂપિયા ખરચું પણ રહેવાય નહીં.’ એક હરજી ઠક્કર તે એને ગામથી આવીને ગઢડે ભગવાન સારુ મહારાજ ભેળા રહ્યા, પણ આજ પણ આ સાધુ પાસે કોઈ રહેતું નથી.” પછી એમ બોલ્યા જે,

“જા ઘેર હરિકથા કીર્તન નહીં, સંત નહીં મિજમાના;

તા ઘેર જમરા ડેરા દેવે સાંજ પડ્યે મસાણા.

“એમ છે, પછી પસ્તાવો થાશે માટે ભગવાન ભજી લેવા.”

સાધુનો મહિમા (30.79) / (૬/૨૦૯)

૧. ભાવાર્થ: જે ઘરમાં ભગવાનની કથા-કીર્તન નથી, સંતોની પધરામણી નથી તેવા ઘરમાં જમ નિવાસ કરીને રહે છે અને સાંજ પડતાં તો તે ઘર સ્મશાન જેવું લાગે છે.

આ વાત કબીરજીના ‘જે ઘેર કથા નહિ, હરિ કીર્તન’ પદમાં આવે છે.

કીર્તન

જે ઘેર કથા નહિ, હરિ કીર્તન,

સંત નહીં મીજમાના;

તે ઘેર જમરા ડેરા દિને,

સાંજ પડે સ્મશાના... ટેક

મારું મારું કરતાં મૂરખ મર જાઈગો,

મિટે ન માન ગુમાના;

હરિ ગુરુ સંતની સેવા ન કીધી,

કિસબિધ હોયે કલ્યાણ... ૧

ફાલ્યો ફૂલ્યો ફિરત હૈ,

કહાઁ દેખડાવે અંગ;

એક પલકમેં ફંદ હો જાયેગા,

જેસા રંગ પતંગા... ૨

નાભી કમલ બીચ દાવ ચલત હૈ;

દ્વાદશ નેન ઠરાનાં;

અર્ધ તખ્ત પર નૂરત નિસાના;

સો સત્ગુરુકા સ્થાના.. ૩

જ્ઞાન ગરીબી પ્રેમ બંદગી,

સત્ નામ નિસાના;

વ્રેહ વૈરાગ્યે ગુરુગમ જાગે,

તે ઘેર કોટિ કલ્યાણ... ૪

કાલ દાવમેં લઈ રહ્યો રે,

કહાઁ બુઢ્ઢો કહાઁ જુવાન;

કહે કબીર સુનો ભાઈ સાધુ,

છોડી દો અભિમાન... ૫

[નાદબ્રહ્મ: ૩૨/૫૨, કબીરસાહેબનાં ભજનો: પૃ. ૬૮]

“This body-consciousness will be worn away slowly by the axe in the form of listening to discourses. Therefore, continuously listen to spiritual discourses, devotional songs, etc. Indeed, for listening to spiritual discourses, King Pruthu asked for ten thousand ears.” After having Vachanamrut Gadhada I-54 read, Swami said, “Oh! I feel like listening to this Vachanamrut all day long and still do not feel it is enough, since it describes the gateway to moksha.” Saying this, he had it read three times and said, “Those whose karmas are barren will not understand this talk. For them, fundamentally, they see the great Sadhu as an enemy. That is described as destructive spiritual knowledge. So now, attach only with this Sadhu. That such a time has come and still one does not stay with God or with this great Sadhu but listens to worldly talks is the jiva’s perversity. And if at this moment one is told to spend a thousand rupees, one will, but satsang is not done. Moreover, wife, children, home and business all interfere in this satsang. One person even said to Maharaj, ‘I’ll spend money but I cannot stay with you.’ Only Harji Thakkar came from his village to Gadhada to worship God and stay with Maharaj. But, today, nobody stays with this Sadhu.” Then he said:

“Jā gher harikathā kirtan nahi, sant nahi mijmānā;

Tā gher jamrā derā deve sānj padye masānā.”1

“It is like that. And later one will repent, so regularly worship God.”

Glory of the Sadhu (30.79) / (6/209)

1. Houses where no discourses or devotional singing of God take place and which are never visited by sadhus are like the camps of Yama and at twilight they are like graveyards.

“Ā deh chhe te shravaṇrūpī kuhāḍe karīne ghasāī jāshe, māṭe kathā-kīrtanādik shravaṇ karyā ja karavā. Shravaṇ sāru to Pṛuthurājāe das hajār kān māgyā.” Ne Prathamnu Chopanmu Vachanāmṛut vanchāvīne bolyā je, “Oho! Ā vachanāmṛut to divas badho jāṇe sāmbhaḷyā karīe to paṇ tṛupt na thāīe. Juone! Māhī mokṣhanu dvār ja batāvī dīdhu ne gnān paṇ batāvī dīdhu chhe.” Em kahīne traṇ vār vanchāvyu ne kahyu je, “Jenā karma fūṭyā hoy tene ā vāt na samajāy, tene to mūḷ Moṭā Puruṣh e ja shatru jevā jaṇāy chhe. E viparīt gnān ke’vāy. Māṭe have to Sādhune ja vaḷagī jāvu. Ane āvo samo āvyo chhe to paṇ Bhagwān pāse ke Moṭā Sādhu pāse rahīne vāto sāmbhaḷe nahī evī jīvnī avaḷāī chhe. Ne ā ghaḍī jo hajār rūpiyā kharachvānu kahe to kharache paṇ olyu na thāy; ne strī, chhokaro, havelī ne vepār e badhā temā āḍya kare. Ne Mahārāj pāse paṇ ek jaṇe kahyu hatu je, ‘Rūpiyā kharachu paṇ rahevāy nahī.’ Ek Harjī Ṭhakkar te ene gāmthī āvīne Gaḍhaḍe Bhagwān sāru Mahārāj bheḷā rahyā, paṇ āj paṇ ā Sādhu pāse koī rahetu nathī.” Pachhī em bolyā je,
“Jā gher Harikathā kīrtan nahī, sant nahī mijamānā;
Tā gher Jamarā ḍerā deve sānj paḍye masāṇā.
1
“Em chhe, pachhī pastāvo thāshe māṭe Bhagwān bhajī levā.”

Glory of the Sadhu (30.79) / (6/209)

1. Bhāvārth: Je gharmā Bhagwānnī kathā-kīrtan nathī, santonī padharāmaṇī nathī tevā gharmā jam nivās karīne rahe chhe ane sānj paḍatā to te ghar smashān jevu lāge chhe.

Ā vāt Kabīrjīnā ‘Je gher kathā nahi, Hari kīrtan’ padmā āve chhe.

Kīrtan

Je gher kathā nahi, Hari kīrtan,

Sant nahī mīj-mānā;

Te gher jamarā ḍerā dine,

Sānj paḍe smashānā... ṭek

Māru māru karatā mūrakh mar jāīgo,

Miṭe na mān gumānā;

Hari guru santnī sevā na kīdhī,

Kisabidh hoye kalyāṇ... 1

Fālyo fūlyo firat hai,

Kahā dekhḍāve ang;

Ek palakme fand ho jāyegā,

Jesā rang patangā... 2

Nābhī kamal bīch dāv chalat hai;

Dvādash nen ṭharānā;

Ardha takhta par nūrat nisānā;

So satgurukā sthānā.. 3

Gyān garībī prem bandagī,

Sat nām nisānā;

Vreh vairāgye gurugam jāge,

Te gher koṭi kalyāṇ... 4

Kāl dāvme laī rahyo re,

Kahā buḍhḍho kahā juvān;

Kahe kabīr suno bhāī sādhu,

Chhoḍī do abhimān... 5

[Nādbrahma: 32/52, Kabīr-Sāhebnā Bhajano: Page: 68]

માવો ભગત કહેતા જે, કાંઈ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય. એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું. એ જ ઊગર્યાનો ઉપાય છે. તે વિના ચારેકોરે કાળ ખાઈ જાય છે. ‘બ્રહ્માનંદ હરિચરન બિના, સબે ચવિના કાળકા’ એમ કહ્યું છે.

ભગવાનનો આશરો (24.21) / (૬/૨૧૦)

Mava Bhagat used to say, “If something frightening happens, a child will cling to its mother’s neck. Similarly, we, too, should grab hold of God and his Sadhu. They are the only ones who can save us. Without them, everywhere, kāl destroys. It is said, ‘Brahmānand Haricharan binā sabe chavinā kālkā.’1

Refuge in God (24.21) / (6/210)

1. Brahmanand says that apart from service to God, everything else is engulfed by time.

Māvo Bhagat kahetā je, kāī khaḍkhaḍe ke chhokaru hoy te potānā māvatarne gaḷe vaḷagī jāy. Em āpaṇe paṇ Bhagwānmā ne Sādhumā vaḷagī jāvu. E ja ūgaryāno upāy chhe. Te vinā chārekore kāḷ khāī jāy chhe. ‘Brahmānand Haricharan binā, sabe chavinā kāḷakā’ em kahyu chhe.

Refuge in God (24.21) / (6/210)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading