share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૧૯૧ થી ૨૦૦

આ દેહ હાડકાંનો, સ્ત્રીનો દેહ પણ હાડકાંનો ને છોકરાંનો પણ હાડકાંનો, એમાં કાંઈયે માલ નથી. ને ચૂનો એ ધોળી ધૂડ્ય ને આ બીજી અમથી ધૂડ. દેહ ધૂડનો, રૂપિયા ધૂડના, કુટુંબી ધૂડનાં, ખાવું ધૂડનું, ખોરડાં ધૂડનાં એમ છે. ને એમાં જીવ માલ માનીને ચોંટ્યો છે. પણ કાળ ખાઈ જાશે. માટે ભગવાન ભજી લેવા, બાકી બધું ધૂડનું છે.

સાંખ્યજ્ઞાન (27.36) / (૬/૧૯૧)

This body is made of bones, the wife’s body is of bones and even the children’s bodies are made of bones. There is no worth at all in any of them. And lime is white dust, while this other is ordinary dust. Also, the body is of dust, money is of dust, family is of dust, food is of dust and homes are of dust. Yet the jiva is still attached to them believing them to be of great value, but kāl will consume them. Therefore, worship God, otherwise everything else is of dust.

The Knowledge of Sankhya (27.36) / (6/191)

Ā deh hāḍakāno, strīno deh paṇ hāḍakāno ne chhokarāno paṇ hāḍakāno, emā kāīye māl nathī. Ne chūno e dhoḷī dhūḍya ne ā bījī amathī dhūḍ. Deh dhūḍno, rūpiyā dhūḍnā, kuṭumbī dhūḍnā, khāvu dhūḍnu, khoraḍā dhūḍnā em chhe. Ne emā jīv māl mānīne chonṭyo chhe. Paṇ kāḷ khāī jāshe. Māṭe Bhagwān bhajī levā, bākī badhu dhūḍnu chhe.

The Knowledge of Sankhya (27.36) / (6/191)

ઓહો! માણસ બધાં આ થાંભલાનાં દર્શન કરે છે; પણ કોઈ સાધુનાં નથી કરતાં. ને કોટિ વાતની એક વાત જે, જે દિવસ ભગવાનને ને આ સાધુને નમશે તે દી જ છૂટકો થવાનો. ને જે દી અખંડ ભજન કરશે ને જે દી દોષ મૂકશે તે દી જ ભગવાનના ધામમાં રે’વાશે. કરોડ વાતની એ જ એક વાત છે.

સાધુનો મહિમા (30.77) / (૬/૧૯૨)

Everyone keenly observes these pillars of the pilgrims’ resthouse, but nobody does darshan of the Sadhu. And out of the tens of millions of talks, the one main talk is that the day one bows to God and this Sadhu is the day one will become liberated. And the day one offers continual worship and overcomes one’s faults, that day one will be able to stay in God’s abode.

Glory of the Sadhu (30.77) / (6/192)

Oho! Māṇas badhā ā thāmbhalānā darshan kare chhe; paṇ koī Sādhunā nathī karatā. Ne koṭi vātnī ek vāt je, je divas Bhagwānne ne ā Sādhune namashe te dī ja chhūṭako thavāno. Ne je dī akhanḍ bhajan karashe ne je dī doṣh mūkashe te dī ja Bhagwānnā dhāmmā re’vāshe. Karoḍ vātnī e ja ek vāt chhe.

Glory of the Sadhu (30.77) / (6/192)

મન પણ નવરું રે’તું નથી. લાખ ઘાટ કરે છે, પણ ઝાઝા રૂપિયા હોય તો કેટલું સુખ આવે?

(૬/૧૯૩)

The mind does not remain free. It forms a hundred thousand thoughts. However, if one had abundant wealth, how much happiness will one gain?1

(6/193)

1. The purport is: no matter how much wealth one may accumulate, one can only sleep for eight hours and eat only as much as needed. Having more money does not mean one can sleep longer and eat more. Therefore, one should withdraw from thoughts of acquiring more, be content, and happily worship God.

Man paṇ navaru re’tu nathī. Lākh ghāṭ kare chhe, paṇ zāzā rūpiyā hoy to keṭalu sukh āve?

(6/193)

આ ચાલ્યા, આ દેહમાં કાંઈ રે’વાશે? આ દેહમાં તો નરક ભર્યું છે જેને સારું ખવરાવો છો, ને જો સંબંધીને આલો તો સારું બોલે, બેનને પણ જો હમણાં એક રૂપિયો પણ ન આપ્યો હોય ત્યારે હેતની ખબર પડે, બધું સ્વારથિયું છે. એ આદિક ઘણીક વાતું કહી.

સાંખ્યજ્ઞાન (27.37) / (૬/૧૯૪)

Here we go. Will we be able to stay permanently in this body? This body contains hell. This body is full of unclean matter and it is fed good food. If you give to relatives, they will speak good of you. Otherwise, even the true love of a sister is revealed when she is not given even a single rupee. Everything is self-centred.

The Knowledge of Sankhya (27.37) / (6/194)

Ā chālyā, ā dehmā kāī re’vāshe? Ā dehmā to narak bharyu chhe jene sāru khavarāvo chho, ne jo sambandhīne ālo to sāru bole, benne paṇ jo hamaṇā ek rūpiyo paṇ na āpyo hoy tyāre hetnī khabar paḍe, badhu svārathiyu chhe. E ādik ghaṇīk vātu kahī.

The Knowledge of Sankhya (27.37) / (6/194)

વળી, કહ્યું જે, “જો તમે આવ્યા તો દર્શન થયાં. કરોડ જન્મ તપ કરીએ તો પણ આટલી વાતુંના જેટલો સમાસ ન થાય, જો વિચાર હોય તો. માટે ભગવાન કે ભગવાનના જન પાસે ગયા વિના છૂટકો થાય નહીં ને જ્ઞાન પણ આવે નહીં. ને સો વરસ ભગવાન ભેળા રહીએ તો પણ સાધુ પાસે રહ્યા વિના સમજણ ન આવે. ને કોઈક મહારાજ પાસે આવીને થોડુંક બેસે ત્યાં મહારાજ કે’શે જે, ‘મુક્તાનંદ સ્વામી પાસે જાઓ.’ એમ મોકલતા. પછી સ્વામી વાતું કરતા. તે માટે મોટા સાધુ સેવવા.” પછી “ભગવાનની પેઠે સેવવા જોગ સાધુનાં લક્ષણ છેલ્લા પ્રકરણના છવ્વીસના વચનામૃતમાં છે તે વાંચો,” એમ આજ્ઞા કરીને વંચાવ્યું.

ગુણાતીતાનંદ સ્વામીની વાતોની વિષેશતા (51.10) / (૬/૧૯૫)

Swami also said, “Because you came, you got darshan. If one performs austerities for ten million births, still one would not get the benefits that arise from these spiritual talks, if one thinks like this. Therefore, there is no alternative but to go to God or his Sadhu. And spiritual knowledge is also not attained without them. Even if one stays a hundred years with God, without close association with the Sadhu, understanding of God’s glory does not develop. If someone came to sit a little with Maharaj, then Maharaj would say, ‘Go to Muktanand Swami.’ In this way he used to send everyone to the sadhus. Then Muktanand Swami would talk about the glory of Shriji Maharaj. So one should serve a senior sadhu. Read the qualities of the genuine Sadhu worthy of worship on par with God in Vachanamrut Gadhada III-26.” In this way he instructed and had it read.

Special Nature of Gunatitanand Swami's Discourses (51.10) / (6/195)

Vaḷī, kahyu je, “Jo tame āvyā to darshan thayā. Karoḍ janma tap karīe to paṇ āṭalī vātunā jeṭalo samās na thāy, jo vichār hoy to. Māṭe Bhagwān ke Bhagwānnā jan pāse gayā vinā chhūṭako thāy nahī ne gnān paṇ āve nahī. Ne so varas Bhagwān bheḷā rahīe to paṇ Sādhu pāse rahyā vinā samajaṇ na āve. Ne koīk Mahārāj pāse āvīne thoḍuk bese tyā Mahārāj ke’she je, Muktānand Swāmī pāse jāo. Em mokaltā. Pachhī Swāmī vātu karatā. Te māṭe Moṭā Sādhu sevavā.” Pachhī “Bhagwānnī peṭhe sevavā jog Sādhunā lakṣhaṇ Chhellā Prakaraṇnā Chhavvīsnā Vachanāmṛutmā chhe te vāncho,” em āgnā karīne vanchāvyu.

Special Nature of Gunatitanand Swami's Discourses (51.10) / (6/195)

સંવત ૧૯૨૧ના પોષ સુદિ પૂનમે પ્રાતઃકાળમાં નવી ધર્મશાળામાં નિવાસ કર્યો. તે દી વાત કરી જે, “જેતલપુરના મહારુદ્રમાં કુસંગીએ ભંગ કરવાનું (ધાર્યું) હતું, તે મહારાજે આગળથી એક હાર સાધુની, એક હાર પાળાની અને એક હાર હરિભક્તની, એક હાર કાઠીની, એમ કોટની પેઠે કરીને પેસવા ન દીધા. તેમાં કે’વાનું શું છે જે, જેમ કાઠિયુંયે કડકડાટી કરીને પેસવા દીધા નહીં, એમ આપણે ભજનની કડકડાટી કરીને બીજું કાંઈયે પેસવા દેવું નહીં, ને ભગવાનનું રટણ કરવું તે ભેળું આ સાધુનું પણ રટણ કરવું. તે એમ ને એમ કર્યા કરવું.”

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.37) / (૬/૧૯૬)

On Posh sud Punam, Samvat 1921, in the morning, we went to live in the new pilgrim’s guesthouse. On that day Swami said, “In the Jetalpur yagna, the non-believers had decided to cause trouble. So, in advance, Maharaj set up a defensive line of sadhus, pārshads, devotees and Kathis. In this way, a wall was formed and they were not allowed to enter. Just as fiercely as the Kathis did not allow the troublemakers to enter, similarly, we should offer relentless devotion and not allow any bad company to enter. Continuously recite the name of God and with it the name of this Sadhu also. One should carry on doing like this.”

Worship and Meditation of God (25.37) / (6/196)

Samvat 1921nā Poṣh Sudi Pūname prātahkāḷmā navī dharmashāḷāmā nivās karyo. Te dī vāt karī je, “Jetalpurnā Mahārudramā kusangīe bhang karavānu (dhāryu) hatu, te Mahārāje āgaḷthī ek hār sādhunī, ek hār pāḷānī ane ek hār haribhaktanī, ek hār kāṭhīnī, em koṭnī peṭhe karīne pesavā na dīdhā. Temā ke’vānu shu chhe je, jem kāṭhiyuye kaḍkaḍāṭī karīne pesavā dīdhā nahī, em āpaṇe bhajannī kaḍkaḍāṭī karīne bīju kāī ye pesavā devu nahī, ne Bhagwānnu raṭaṇ karavu te bheḷu ā Sādhunu paṇ raṭaṇ karavu. Te em ne em karyā karavu.”

Worship and Meditation of God (25.37) / (6/196)

કેટલેક ઠેકાણે ધર્મ કરે છે તેમાં કરોડ મણ દાણા વાવરે છે. પણ એક અધશેર બરોબર ન આવે, ને એક અધશેર પણ એવું છે. જેમ ઋષિએ વનમાં સાથવાની ચાર પત્રાવળી પોતાને સારુ પૂરી હતી, પણ જો ઓલ્યા ઋષિ માગવા આવ્યા તેને દીધી તો તે ટાણે ચારે ખાઈ ગયા ને જ્યારે હાથ ધોયા ત્યારે તેમાં નોળિયો આળોટ્યો, ત્યાં સોનાનો થઈ ગયો ને પાંડવે યજ્ઞ કર્યો તેમાં ન થયો. કાં જે, એનું દ્રવ્ય એવું હતું. એ ધન તે મરુત રાજાનું લૂંટીને લાવ્યા હતા ને ઓલ્યો થોડો જ સાથવો હતો પણ મહેનત કરીને ભેળો કરેલ અને વળી શ્રદ્ધા સોતું દીધું, તેમ આગળ પાત્ર પણ એવું હતું. માટે પાત્ર જોઈને દાન કરવું.

પ્રકીર્ણ (52.21) / (૬/૧૯૭)

In some places where works of dharma are performed, ten million kilos of grains are used. But merits gained are not even equal to 250g. And even the 250g are like that. Just as the rishi in the forest had four servings of porridge for himself, but when the other rishi came to ask for food he gave them. At that time, another rishi ate all four servings, and when he washed his hands, the mongoose began to roll over (in the spilt grains) and it turned golden. And that did not happen even when the Pandavs had performed their big sacrifice. Since, their wealth was not undefiled,1 as they had acquired that money by looting King Marut. And that rishi’s little porridge had been collected with effort and was given with faith. Also the recipient was a holy person. Therefore, look at the recipient and then donate.

Miscellaneous (52.21) / (6/197)

1. During the Mahabharat era, Mudgal rishi was a pure, devout rishi who possessed the shilonchh vrutti – the ability to pick up individual grains from the storage area in the farm and eat them. He fasted for six months without eating anything. When the crops ripened, he would collect grains from the fields and feed any guests. Once, he fed Durvasa. A mongoose rolled in the grains spilt by Durvasa while eating. Since they had been affectionately served by Mudgal Rishi, the mongoose turned half golden. Then, many years later, the Pandavs performed a Rajsuya Yagna and fed 21,000 Brahmins. This mongoose rolled in the grains spilt by these Brahmins, but its remaining half did not become golden. So, the mongoose commented, “Your Rajsuya Yagna does not even carry the merit equal to Mudgal rishi’s few grams of food.” Arjun narrated this to Shri Krishna. He said, “A Chāndāl devotee of mine is meditating on me and is offering worship. He has remained hungry.” So, the Pandavs found him and sitting him at a distance, fed him. But still the conch of victory (success) did not sound. Shri Krishna said, “Feed him with the same feelings you feed me.” When this was done, the conch sounded and by rolling in his spilt grains, the other half of the mongoose turned golden. [From footnote 1, Vat 9.2 - English version; Vat 5-313 - Gujarati version]

Keṭlek ṭhekāṇe dharma kare chhe temā karoḍ maṇ dāṇā vāvare chhe. Paṇ ek adhsher barobar na āve, ne ek adhsher paṇ evu chhe. Jem ṛuṣhie vanmā sāthavānī chār patrāvaḷī potāne sāru pūrī hatī, paṇ jo olyā ṛuṣhi māgavā āvyā tene dīdhī to te ṭāṇe chāre khāī gayā ne jyāre hāth dhoyā tyāre temā noḷiyo āḷoṭyo, tyā sonāno thaī gayo ne Pānḍave yagna karyo temā na thayo. Kā je, enu dravya evu hatu. E dhan te Marut Rājānu lūṭīne lāvyā hatā ne olyo thoḍo ja sāthavo hato paṇ mahenat karīne bheḷo karel ane vaḷī shraddhā sotu dīdhu, tem āgaḷ pātra paṇ evu hatu. Māṭe pātra joīne dān karavu.

Miscellaneous (52.21) / (6/197)

“બીજા તો સૂરા ભક્તના આપાના જેવાં પુણ્ય કરે છે. તે આપો કાશીએ રૂપિયા પાંચસેં વાણિયાના વ્યાજે કાઢીને ગયા. તે ધોળકામાં સારાં કેળાં ને કેરી આદિક સારું દીઠું એટલે ત્યાં રહ્યા. પછી બધું ખાઈને વરસ એક થયું ત્યારે વાંસ લઈને કાવડ કરી ને વચ્ચે સાબરમતીથી પાણી ભરીને આવ્યા. ત્યાં તો સૌ સામા ગયા ને ગામમાં આવ્યા. પછી ઓલ્યે વાણિયે ઉઘરાણી કરી, ત્યારે કહે જે, ‘દેશું.’ પછી ઝાઝા દિવસ થયા એટલે અકળાઈને કહ્યું જે, ‘કાં તો રૂપિયા દ્યો ને કાં તો ગંગાજીનું પુણ્ય દ્યો.’ પછી તો આપાના છોકરાં સૌ કહે જે, ‘ના પુણ્ય તો નહીં.’ ત્યારે આપો કહે, ‘દે રે દે, પુણ્ય તો દીધા જીમો છે.’ એમ કહીને કાનમાં ધોળકાનું કહ્યું. પછી તો પુણ્ય દીધું, ત્યાં તો મર વાણિયાનો છોકરો, પછી બાયડી ને પછી પોતે; આ જો! પુણ્ય જગતમાં એવાં થાય છે.” એમ કહીને હસ્યા ને પછી કહે, “મહારાજ એવી વાતું કરાવતા.”

(૬/૧૯૮)

૧. પુણ્ય દેવા જેવું છે.

“People in this world collect merits like Sura Bhakta’s father. His father borrowed 500 rupees on interest from a merchant to go to Kashi (travel to a holy place of pilgrimage). On the way in Dholakā, he saw delicious bananas and mangoes, so he stayed there and ate for one year. Afterward, he made a kāvad from a bamboo lath, filled water from the Sābarmati River, and headed back to his village. The merchant came to collect his money. He said, ‘I’ll give.’ After many days passed, the merchant became furious and said, ‘Either repay the money I loaned or give me the merits you collected from the Ganga River.’ The old man’s children said, ‘No. Do not give him the merits.’ Their father said, ‘Give. Give. It is worth giving him the merits.’ Then, he whispered in his children’s ear about how he spent his time in Dholakā. Then, he gave the merchant the merits (water from the Sābarmati River). Then, the merchant’s son died. Then his wife died. Then he himself died. Look how people in this world collect merits.”1 Swami laughed after saying this much. Then, Swami said, “Maharaj used to share stories like this.”

(6/198)

1. In his folk tales, Brahmaswarup Yogiji Maharaj explains the moral of this story: People in this world collect fake merits like this. Therefore, one should think carefully before asking for others’ merits. (Yogiji Maharajni Bodh Kathao: Katha 17)

Bījā to Sūrā Bhaktanā Āpānā jevā puṇya kare chhe. Te Āpo Kāshīe rūpiyā pāchse vāṇiyānā vyāje kāḍhīne gayā. Te Dhoḷkāmā sārā keḷā ne kerī ādik sāru dīṭhu eṭale tyā rahyā. Pachhī badhu khāīne varas ek thayu tyāre vās laīne kāvaḍ karī ne vachche Sābarmatīthī pāṇī bharīne āvyā. Tyā to sau sāmā gayā ne gāmmā āvyā. Pachhī olye vāṇiye ugharāṇī karī, tyāre kahe je, “Deshu.” Pachhī zāzā divas thayā eṭale akaḷāīne kahyu je, “Kā to rūpiyā dyo ne kā to Gangājīnu puṇya dyo.” Pachhī to Āpānā chhokarā sau kahe je, “Nā puṇya to nahī.” Tyāre Āpo kahe, “De re de, puṇya to dīdhā jīmo chhe.”1 em kahīne kānmā Dhoḷakānu kahyu. Pachhī to puṇya dīdhu, tyā to mar vāṇiyāno chhokaro, pachhī bāyaḍī ne pachhī pote; ā jo! Puṇya jagatmā evā thāy chhe. Em kahīne hasyā ne pachhī kahe, Mahārāj evī vātu karāvtā.

(6/198)

1. Puṇya devā jevu chhe.

આપણે કાંઈએ કરવું નથી, કાં જે, સત્સંગમાં માલ છે તેણે કરીને ઉઘાડી આંખ્ય છે. તે જોશું ત્યાં તો આ સાધુ ને ભગવાનનાં દર્શન થાય છે ને વિંચાશે ત્યારે પણ આ સાધુ ને ભગવાન દેખાશે. માટે ‘જીવતે લાખના ને મુએ સવા લાખના.’ હવે કોઈ વાતે ફિકર નથી. ને ‘દાસના દુશ્મન હરિ કે’દી હોય નહીં, એ જેમ કરશે તે ઠીક જ કરશે.’

સાધુનો મહિમા (30.78) / (૬/૧૯૯)

૧. જીવતાય જીવનમુક્તિ ને દેહ મૂકીને ભગવાનની હજૂરમાં - બેય વાતે લાભ.

There is nothing left for us to do as our eyes have been opened due to satsang. Thus, while they are open, we get the darshan of this Sadhu and God and when they close (at death), then also this Sadhu and God will be seen. Therefore, ‘Alive we’re worth a lot and dead we’re worth even more.’ So there is nothing to worry about. And ‘God is never the enemy of his devotees, whatever he does will be for the best.’

Glory of the Sadhu (30.78) / (6/199)

Āpaṇe kāī e karavu nathī, kā je, satsangmā māl chhe teṇe karīne ughāḍī ānkhya chhe. Te joshu tyā to ā Sādhu ne Bhagwānnā darshan thāy chhe ne vinchāshe tyāre paṇ ā Sādhu ne Bhagwān dekhāshe. Māṭe “jīvate lākhnā ne mue savā lākhnā.”1 Have koī vāte fikar nathī. Ne “Dāsnā dushman hari ke’dī hoy nahī, e jem karashe te ṭhīk ja karashe.”

Glory of the Sadhu (30.78) / (6/199)

1. Jīvatāy jīvanmukti ne deh mūkīne Bhagwānnī hajūrmā - bey vāte lābh.

આ સાધુ પાસે ભગવાન છે. તે જે એનો સંગ કરે તેને દિયે છે. માટે આ સાધુના સમાગમમાં માલ છે; માટે એની આગળ દીન આધીન થાવું, એને નમવું ને એનો અભિપ્રાય જાણવો જે, શું એનો સિદ્ધાંત છે? એમ જાણીને તે પ્રમાણે વર્તવું.

સત્સંગ (18.60) / (૬/૨૦૦)

This Sadhu has God and to whoever associates with him spiritually, he gives them God. Therefore, there is benefit in the company of this Sadhu. So, become meek and subservient before him. Bow to him and know his opinion and his principle. Know all this and act in that way.

Satsang (18.60) / (6/200)

Ā Sādhu pāse Bhagwān chhe. Te je eno sang kare tene diye chhe. Māṭe ā Sādhunā samāgammā māl chhe; māṭe enī āgaḷ dīn ādhīn thāvu, ene namavu ne eno abhiprāy jāṇavo je, shu eno siddhānt chhe? Em jāṇīne te pramāṇe vartavu.

Satsang (18.60) / (6/200)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading