share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૧૭૧ થી ૧૮૦

સાધુને કોઈકે પૂછ્યું જે, “કેમ સ્વામિનારાયણ પ્રગટ્યા તેનો શું અભિપ્રાય છે?” તે તો મહારાજે કહ્યું છે જે, “જીવુંને મૂળ અજ્ઞાન છે તેનો નાશ કરીને અક્ષરધામમાં લઈ જવા, એ અભિપ્રાય છે.” તે ઉપર દૃષ્ટાંત છે જે, “એક ઉંદરિયું વરસ થયું, તે ઉંદર ખેતર ખાઈને બળિયા થયા. પછી તેણે વિચાર કર્યો જે, આપણા શત્રુ મીંદડા છે તેને મારી નાંખીએ. પછી તો થોડાક કહે, અમે પેટ ખાશું, થોડાક કહે, અમે પગ, થોડાક કહે, અમે પૂછડું, પણ કોઈએ મોઢાનું ન કહ્યું. એમ છે પણ કોઈ મોઢે ચડીને પૂછતું નથી.”

“મૂવેલ કાંઉ મારશે દલદાર દાવલ પીર;

દાવલથી દેદા ભલા, જેણે પઢીને કીધા પીર.

“એ મૂએલ શું પૂછે?”

મોક્ષ-પ્રદાતા (47.7) / (૬/૧૭૧)

૧. દળદર.

૨. ફોગટ, નિરર્થક (દાવલની જાત્રા એટલે ફોગટ ફેરો).

૩. લાઠી ગામના ગામધણી દેદમલ નામે હતા. તે સમયે તેજપુર (કાઠી)થી યુદ્ધે ચડેલું ધાડું તે બાજુ આવીને આજુબાજુનાં ગામોમાં રંજાડ કરતું અને બહેન-દીકરીઓને હેરાન કરતું. ત્યારે દેદમલ ધાડાની સામે થયેલા. પરંતુ ધાડામાં સંખ્યા વધારે હતી. તેમણે દેદમલનું માથું કાપી નાખ્યું પણ ધડ પાછું લાઠી આવ્યું. હુમલાખોરો તેની પાછળ આવ્યા અને લાઠીના ચોકમાં દેદાને માર્યો. ત્યારથી ‘અમારા રક્ષણ માટે દેદો મરાયો’ એમ દેદાના યાદગીરીમાં દીકરીઓ દેદો કૂટે છે.

Someone asked a sadhu, “What is the reason that Swaminarayan has manifested?” Maharaj has said, “We want to destroy the root of ignorance in the jivas and take them to Akshardham.” That is the reason for God’s manifestation. An analogy was given: “One year was marked with infestation of rats. The rats ate the crop in a farm and grew strong. Then, they thought that the cats are their enemies and decided to kill them. Some said we will eat their stomachs. Some said hands. Some said tails. But no one said anything about the mouth. It is like that. No one asks [Maharaj] to his face (i.e. directly).”

“Mūvel kāu mārashe daldār dāval pīr;

Dāvalthī Dedā bhalā, jeṇe paḍhīne kīdhā pīr.

“What will the dead ask?”

Granting Moksha (47.7) / (6/171)

Sādhune koīke pūchhyu je, “Kem Swāminārāyaṇ pragaṭyā teno shu abhiprāy chhe?” Te to Mahārāje kahyu chhe je, “Jīvune mūḷ agnān chhe teno nāsh karīne Akṣhardhāmmā laī javā, e abhiprāy chhe.” Te upar draṣhṭānt chhe je, “Ek undariyu varas thayu, te undar khetar khāīne baḷiyā thayā. Pachhī teṇe vichār karyo je, āpaṇā shatru mīndaḍā chhe tene mārī nākhīe. Pachhī to thoḍāk kahe, ame peṭ khāshu, thoḍāk kahe, ame pag, thoḍāk kahe, ame pūchhaḍu, paṇ koīe moḍhānu na kahyu. Em chhe paṇ koī moḍhe chaḍīne pūchhatu nathī.
“Mūvel kāu mārashe daldār1 dāval2 pīr;
Dāvalthī Dedā3 bhalā, jeṇe paḍhīne kīdhā pīr.

“E mūel shu pūchhe?”

Granting Moksha (47.7) / (6/171)

1. Daḷdar.

2. Fogaṭ, nirarthak (dāvalnī jātrā eṭale fogaṭ fero).

3. Lāṭhī gāmnā gāmdhaṇī Dedamal nāme hatā. Te samaye Tejpur (Kāṭhī)thī yuddhe chaḍelu dhāḍu te bāju āvīne ājubājunā gāmomā ranjāḍ karatu ane bahen-dīkarīone herā karatu. Tyāre Dedamal dhāḍānī sāme thayelā. Parantu dhāḍāmā sankhyā vadhāre hatī. Temaṇe Dedamalnu māthu kāpī nākhyu paṇ dhaḍ pāchhu lāṭhī āvyu. Humalākhoro tenī pāchhaḷ āvyā ane lāṭhīnā chokmā Dedāne māryo. Tyārthī ‘Amārā rakṣhaṇ māṭe Dedo marāyo’ em Dedānā yādgīrīmā dīkarīo Dedo kūṭe chhe.

એક હરિભક્ત ખંભાતથી સમાગમ કરવા આવતા હતા, તેને વચમાં એક જણે વાર્યા. તે વાત સ્વામી આગળ આંહીં આવીને કહી. પણ સ્વામી કહે, “તમે કહીએ નહીં જે, જૂનેગઢ તો ‘કામીલ કાબીલ મુરશિદ સબ હુન્નર તેરે હાથ વે’ એવા છે એમ કહેવું’તું ને! સુંવાળા લૂગડાં રાખીને બેસે તે મોટા મોટાને તો કે’વાશે નહીં, પટારામાં તો હશે ખરાં! માટે સાવચેત રહેજો. હવે તો પટારા, દેહ ને જીવ બધુંયે શોધવું છે, તે વિના પાર કેમ આવે?”

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.43) / (૬/૧૭૨)

૧. યોગી, ગુરુ, ધર્મોપદેશક.

One devotee used to come from Khambhat to meet Swami and listen to his discourses, but on the way, someone stopped him from meeting Swami. He narrated this episode to Swami after reaching Junagadh. But Swami said, “Did you not say that in Junagadh there is a person who is ‘Kāmil kābil murshid sab hunnar tere hāth ve.’1 You should have described that he is like that.

Gunatitanand Swami's Impressive Personality (50.43) / (6/172)

1. In Junagadh, there is a sadhu who is a Yogi, a true teacher of worldly knowledge and of spiritual knowledge. Indeed he is a master of everything. He has everything in his hands. He is so powerful that he can do anything.

Ek haribhakta Khanbhātthī samāgam karavā āvatā hatā, tene vachamā ek jaṇe vāryā. Te vāt Swāmī āgaḷ āhī āvīne kahī. Paṇ Swāmī kahe, “Tame kahīe nahī je, Jūnegaḍh to ‘Kāmīl kābīl murashid1 sab hunnar tere hāth ve’ evā chhe em kahevu’tu ne! Suvāḷā lūgaḍā rākhīne bese te moṭā moṭāne to ke'vāshe nahī, paṭārāmā to hashe kharā! Māṭe sāvachet rahejo. Have to paṭārā, deh ne jīv badhuye shodhavu chhe, te vinā pār kem āve?”

Gunatitanand Swami's Impressive Personality (50.43) / (6/172)

1. Yogī, guru, dharmopdeshak.

એક જણે પૂછ્યું જે, “સૌ કરતાં વા’લું શું હશે?” ત્યારે ઉત્તર કર્યો જે, “અમને તો દેહ જણાય છે, ને મહારાજે પણ એક સાધુ આગળ કહ્યું કે, ‘જીવને કરોડો પાપના કોઠાર ભર્યા છે.’” એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે, “તે માટે એ પણ પાપનાં છે. તે ભેળે દેહની એકતા આવી. તેમાં જીવ જુદો રહ્યો, તેને બળિયો કરીને ઓની ભેળું રહેવું પણ ભળવું નહીં; ને કોઈ પદાર્થ કે વિષય રાખવા નહીં; પછી ત્યાં જઈને ભોં ખોતરવી પડે એ કરતાં આંહીં જ છૂટકો કરીએ નહીં?”

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.48) / (૬/૧૭૩)

One person asked, “What is loved the most, above all?” Swami answered, “I think it is the body. And Maharaj also said to a sadhu, ‘The jiva has filled tens of millions of storehouses with sin.’” This talk was narrated in detail and then he said, “Therefore, the jiva is also full of sin and has become one with the body. But, actually, the jiva is separate from the body. Strengthen the jiva and live with the body, but do not become one with it. And do not keep any objects or material pleasures. So, instead of having to do this again in the next birth, why not attain freedom in this birth?”

Atmanishtha-Brahmarup (29.48) / (6/173)

Ek jaṇe pūchhyu je, “Sau karatā vā’lu shu hashe?” Tyāre uttar karyo je, “Amane to deh jaṇāy chhe, ne Mahārāje paṇ ek sādhu āgaḷ kahyu ke, ‘Jīvne karoḍo pāpnā koṭhār bharyā chhe.’” E vāt vistāre karīne bolyā je, “Te māṭe e paṇ pāpnā chhe. Te bheḷe dehnī ekatā āvī. Temā jīv judo rahyo, tene baḷiyo karīne onī bheḷu rahevu paṇ bhaḷavu nahī; ne koī padārth ke viṣhay rākhavā nahī; pachhī tyā jaīne bho khotarvī paḍe e karatā āhī ja chhūṭako karīe nahī?”

Atmanishtha-Brahmarup (29.48) / (6/173)

અનંત ક્રિયા થાય પણ ઇન્દ્રિયું ને મનને રોકાય નહીં, ને નેત્રે કરીને ગધેડું, કૂતરું, મીંદડું આદિ જુએ, એમાં શો માલ છે? પણ રહેવાય નહીં. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં સર્વે ક્રિયાને વિષે ભગવાન જ સંભારવા.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.36) / (૬/૧૭૪)

Countless tasks may be performed, but the senses and mind cannot be stopped. And what is the use of utilizing eyes for seeing donkeys, dogs, cats, etc.? But we cannot resist. So, while walking, eating, drinking, in all activities, remember God.

Worship and Meditation of God (25.36) / (6/174)

anant kriyā thāy paṇ indriyu ne manne rokāy nahī, ne netre karīne gadheḍu, kūtaru, mīndaḍu ādi jue, emā sho māl chhe? Paṇ rahevāy nahī. Hālatā-chālatā, khātā-pītā sarve kriyāne viṣhe Bhagwān ja sambhārvā.

Worship and Meditation of God (25.36) / (6/174)

“આ દેહને તો જેમ કોઈ પદાર્થ ઉપર તુલસી મૂકે છે ને કૃષ્ણાર્પણ થાય છે એમ કરી મૂકવો, તે વિના મોક્ષ થાય નહીં, ને શાંતિ પણ થાય નહીં.” એટલે એક જણે કહ્યું, “હા, શાંતિ થાતી નથી.” ત્યારે સ્વામી કહે, “ક્યાંથી થાય? શાંતિ તો આવા સાધુમાં છે; તેને સેવે ત્યારે આવે. જે ભગવાન છે તેણે પોતે આ સાધુને શાંતિ આપી છે. તે માટે આ સાધુનો તો સમાગમ જે કરે તેને શાંતિ આવે.”

સાધુનો મહિમા (30.75) / (૬/૧૭૫)

This body should be sacrificed for God, just as some tulsi is placed on an object and presented to God. Without this, moksha is not attained and peace is also not attained. So, one person said, “Yes, peace is not attained.” Then Swami said, “How can it be attained? Peace is in a Sadhu like this – when he is served, it is attained. And God himself has given peace to this Sadhu, so whoever keeps the company of this Sadhu will attain peace.”

Glory of the Sadhu (30.75) / (6/175)

“Ā dehne to jem koī padārth upar Tulsī mūke chhe ne kṛuṣhṇārpaṇ thāy chhe em karī mūkavo, te vinā mokṣha thāy nahī, ne shānti paṇ thāy nahī.” Eṭale ek jaṇe kahyu, “Hā, shānti thātī nathī.” Tyāre Swāmī kahe, “Kyāthī thāy? Shānti to āvā Sādhumā chhe; tene seve tyāre āve. Je Bhagwān chhe teṇe pote ā Sādhune shānti āpī chhe. Te māṭe ā Sādhuno to samāgam je kare tene shānti āve.”

Glory of the Sadhu (30.75) / (6/175)

માન, કામ, ક્રોધમાં જીવ ભરાઈ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે? ને ગ્રામ્યવાર્તાનું કહ્યું જે, ગ્રામ્યવાર્તા ત્રણ જણ હતા તે કરતા, તેને મહારાજ કહે જે, “આને અમ પાસે આવવા દેશો મા, એ ગ્રામ્યવાર્તા કરે છે.” માટે પ્રયોજનમાત્ર વાત કરવી, પણ બીજી, રાજાની ને શાહુકારની તે શા સારુ કરવી જોઈએ? ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિના ખાવું એ ધૂળ જેવું છે. માટે સાધુનો સમાગમ કરીને કામ, દેહાભિમાન ને ક્રોધ એ ટાળવા.

સત્સંગ (18.59) / (૬/૧૭૬)

The jiva is caught up in ego, lust, anger, etc. so how can it worship God? Speaking of worldly gossip, he said that three people used to engage in worldly talks. Maharaj said to them, “Do not let them come to me, since they engage in worldly talks.” Therefore, only talk as needed for some specific purpose, but why is there a need to talk of politics and business? To talk about anything except God and to eat without remembering God is as useless as dust. Therefore, by keeping the company of the great Sadhu, lust, egotism and anger should be overcome.”

Satsang (18.59) / (6/176)

Mān, kām, krodhamā jīv bharāī rahyo chhe, teṇe shu Bhagwān bhajāy chhe? Ne grāmyavārtānu kahyu je, grāmyavārtā traṇ jaṇ hatā te karatā, tene Mahārāj kahe je, “Āne am pāse āvavā desho mā, e grāmyavārtā kare chhe.” Māṭe prayojanmātra vāt karavī, paṇ bījī, rājānī ne shāhukārnī te shā sāru karavī joīe? Bhagwān vinā vāt karavī ne Bhagwānnī smṛuti vinā khāvu e dhūḷ jevu chhe. Māṭe Sādhuno samāgam karīne kām, dehābhimān ne krodh e ṭāḷavā.

Satsang (18.59) / (6/176)

દેહને તો શું કરવું છે? આમ ને આમ પરપોલા જેવું કરી રાખે છે, એવું ન રાખવું. ખાસડા જેવું કરી નાખવું. આ જોને અમારા પગ વજ્ર જેવા છે, તે કાંટો વાગે નહીં ને ધગે પણ નહીં; ને એક વાર મહારાજ પાસે જાતા હતા, તે રસ્તામાં શૂળ હતી તે કરડ કરડ બોલતી ગઈ ને અમે ચાલ્યા ગયા. કાંઈયે થયું નહીં; માટે દેહ જો પરપોલા જેવું રાખ્યું હોય તો જરાક વા ન આવે કે જીવમાંથી આકળો થઈ જાય. તે માટે એવું દેહ ન રાખવું.

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.44) / (૬/૧૭૭)

What does one want to do with the physical body? People pamper it and protect it like a bubble. Do not keep it like that. Make it like a shoe. See this, my feet are like metal such that even thorns do not hurt; and they do not burn either. Once, I was going to Maharaj, and on the way, the sharp thorns cracked under my feet and I continued walking. Nothing happened. Therefore, if the body is kept very delicately, then even if a slight breeze does not blow, the jiva feels discomfort from within. Therefore, do not keep the body like this.

Gunatitanand Swami's Impressive Personality (50.44) / (6/177)

Dehne to shu karavu chhe? Ām ne ām parpolā jevu karī rākhe chhe, evu na rākhavu. Khāsaḍā jevu karī nākhavu. Ā jone amārā pag vajra jevā chhe, te kānṭo vāge nahī ne dhage paṇ nahī; ne ek vār Mahārāj pāse jātā hatā, te rastāmā shūḷ hatī te karaḍ karaḍ bolatī gaī ne ame chālyā gayā. Kāīye thayu nahī; māṭe deh jo parpolā jevu rākhyu hoy to jarāk vā na āve ke jīvmāthī ākaḷo thaī jāy. Te māṭe evu deh na rākhavu.

Gunatitanand Swami's Impressive Personality (50.44) / (6/177)

સંવત ૧૯૨૦ના ભાદરવા સુદિ બીજને દિવસે જૂની ધર્મશાળા ઉખેળીને વાત કરી જે, “જે ક્રિયા કરવી તેમાં માન, ક્રોધ ને ઈર્ષા એ ત્રણ તો આવવા દેવાં જ નહીં. અને ક્રિયામાં તો માણસ જડાઈ જાય છે; તે મોરે એક સાધુ ઉપરથી બેલુ નાખતા હતા તે જાણ્યું જે, કો’કના ઉપર પડે છે, એમ થાતું હતું, ત્યાં તરત પાધરા બેલા સોતા જાતે પડ્યા. પછી ભગવાને રક્ષા કરી, પણ ક્રિયામાં એમ જડાઈ જવાય છે. માટે મોટું કામ તો ધીરે ધીરે કરવું. ને બીજું તો બધુંયે થાય પણ આ જે આજ્ઞા ને વર્તમાન જે પાળે, તે ઉપર મહારાજની નિરંતર દૃષ્ટિ રહે છે. તે આજ્ઞા ને નિયમ તે શું જે, ત્રણ ગ્રંથમાં બધું આવી ગયું.”

વ્યવહાર અને પ્રવૃત્તિ (12.21) / (૬/૧૭૮)

૧. પથ્થરનું ચોસલું.

On Bhadarva sud 2 Samvat 1920, after demolishing the old guesthouse, Swami said, “In doing activities, do not let ego, anger and jealousy enter. People engaged in activities become engrossed in what they are doing and forget God. Once, a sadhu passing stones from above realized that they were falling on someone and immediately, as he was so engrossed in his work, he fell along with the stone. God rescued him. But in this way, one becomes engrossed in actions.

Everything else can be done, but Maharaj’s eternal blessings are conferred on those who observe the general and specific codes of conduct. What are these general and specific codes? Everything is included in the three scriptures.1

Social Dealings and Activities (12.21) / (6/178)

1. Shikshapatri, Nishkam Suddhi, and Dharmamrut.

Samvat 1920nā Bhādarvā Sudi Bījne divase jūnī dharmashāḷā ukheḷīne vāt karī je, “Je kriyā karavī temā mān, krodh ne īrṣhā e traṇ to āvavā devā ja nahī. Ane kriyāmā to māṇas jaḍāī jāy chhe; te more ek sādhu uparthī belu1 nākhatā hatā te jāṇyu je, ko’knā upar paḍe chhe, em thātu hatu, tyā tarat pādharā belā sotā jāte paḍyā. Pachhī Bhagwāne rakṣhā karī, paṇ kriyāmā em jaḍāī javāy chhe. Māṭe moṭu kām to dhīre dhīre karavu. Ne bīju to badhuye thāy paṇ ā je āgnā ne vartamān je pāḷe, te upar Mahārājnī nirantar draṣhṭi rahe chhe. Te āgnā ne niyam te shu je, traṇ granthamā badhu āvī gayu.”

Social Dealings and Activities (12.21) / (6/178)

1. Paththarnu chosalu.

આ સાધુનું તો દર્શન કર્યે પંચમહાપાપ બળી જાય; પણ પૂરું માહાત્મ્ય ક્યાં જાણ્યામાં આવ્યું છે?

સાધુનો મહિમા (30.76) / (૬/૧૭૯)

By the mere darshan of this Sadhu, the five grave sins are washed away; but has his true glory been understood?

Glory of the Sadhu (30.76) / (6/179)

Ā sādhunu to darshan karye panch-mahāpāp baḷī jāy; paṇ pūru māhātmya kyā jāṇyāmā āvyu chhe?

Glory of the Sadhu (30.76) / (6/179)

હે પરમહંસો! સ્ત્રીરૂપી તરવારે કરીને કોણ હણાણો નથી? ને હે પરમહંસો! દુઃખ દેવાને અર્થે જોબન અવસ્થા તે ચડતું પગથિયું છે; તેમાંયે તપે, વ્રતે, જોગે ને છેલ્લી વાર આવા સાધુને સંગે કરીને આ જોબન અવસ્થા તરવી ને ભગવાનમાં જીવ જોડવો.

(૬/૧૮૦)

O! Paramhansas. Who has not be slain by the sword in the form of a woman? And O! Paramhansas. The period of youth is an ascending step that brings misery.1 In this period, one should safely cross this period and join their jiva with God by performing austerities, vrats, and by associating with a Sadhu like this (referring to himself).

(6/180)

1. Swami is pointing out that lustful desires are stronger during the period of youth because, during this period, one has a tendency to eat more and the influences in this period causes lust to increase. When these desires increase, one becomes miserable when the desires go unfulfilled in attempting to fulfill them.

He paramhanso! Strīrūpī taravāre karīne koṇ haṇāṇo nathī? Ne he paramhanso! Dukh devāne arthe joban avasthā te chaḍatu pagathiyu chhe; temāye tape, vrate, joge ne chhellī vār āvā Sādhune sange karīne ā joban avasthā taravī ne Bhagwānmā jīv joḍavo.

(6/180)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading