TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૧૬૧ થી ૧૭૦
“આ જીવને આજીવિકા હોય તે તૂટે એ કેવું લાગે! એમ આ દેહને વિષે પંચવિષયની આજીવિકા સત્સંગ કર્યા પછી તૂટી જાય છે. તે નેત્રને રૂપની, રસનાને રસની, નાસિકાને ગંધની, ત્વચાને સ્પર્શની એ બધાયની આજીવિકા તૂટી જાય છે, પછી કેમ સુખે રહે?” એમ ચાર-પાંચ વાર કહીને બોલ્યા જે, “આવી વાત કોઈ દિવસ કરી નથી.”
“”If this jiva loses its regular income, how does it feel! Similarly, the income of the body in the form of the sense pleasures is stopped when one practices satsang. Then the eyes are not allowed beauty; the tongue is not allowed tasty food; the nose is not allowed to smell fragrances; the skin is not permitted pleasing touch – the income of all is thus ended, so what pleasure remains?” Swami repeated this four-five times and then said, “I have never talked like this before.”
Ā jīvne ājīvikā hoy te tūṭe e kevu lāge! Em ā dehne viṣhe panch-viṣhaynī ājīvikā satsang karyā pachhī tūṭī jāy chhe. Te netrane rūpnī, rasanāne rasnī, nāsikāne gandhanī, tvachāne sparshanī e badhāynī ājīvikā tūṭī jāy chhe, pachhī kem sukhe rahe? Em chār-pāch vār kahīne bolyā je, āvī vāt koī divas karī nathī.
આ જીવ તો ઝાડ, પથરા, ધૂળ ને બેલાં એ જુએ છે, તેમાં શો માલ છે? અને મૂળ શાસ્ત્રમાં કહ્યું જે, “નેત્ર આગળ આવે તે જોવું, પણ બહુ લાંબી દૃષ્ટિ ન કરવી.” એમ સાધુનો મારગ છે, પણ વારે વારે વખાણ કરે જે, “આવું હતું ને આમ થાશે,” ને શાસ્ત્રમાં કહ્યું છે જે, નિયમ પ્રમાણે જમે તે સદા ઉપવાસી. ને વસ્ત્ર પણ નિયમ પ્રમાણે રાખે તે ત્યાગી, માટે નિયમમાં રહેવું.
This jiva sees trees, stones, dirt and bricks, but is there any value in them? In fact, the scriptures advise, “See what comes before the eyes but do not look in the distance.” That is the path of the sadhu. But frequently, one praises, “It was like this and this will happen.” So, it is stated in the scriptures that if one eats as per the rules of sadhus then one is eternally fasting and if one keeps clothes only as per the rules, then one is a renunciant. Therefore abide by the codes of conduct.
Ā jīv to zāḍ, patharā, dhūḷ ne belā e jue chhe, temā sho māl chhe? Ane mūḷ shāstramā kahyu je, “Netra āgaḷ āve te jovu, paṇ bahu lāmbī draṣhṭi na karavī.” Em sādhuno mārag chhe, paṇ vāre vāre vakhāṇ kare je, “Āvu hatu ne ām thāshe,” ne shāstramā kahyu chhe je, niyam pramāṇe jame te sadā upavāsī. Ne vastra paṇ niyam pramāṇe rākhe te tyāgī, māṭe niyammā rahevu.
જે દી તે દી સાધુથી જ મોક્ષ થાય છે ને જ્ઞાન આવે છે, ને જે દી કાંઈક થયું હશે તે પણ તેથી જ થયું છે, ને થાશે તે પણ તેથી જ થાશે. માટે મોક્ષનું દ્વાર જ આ સંત છે; તે આ ચૈતન્યાનંદ સ્વામી ઢોલિયો, ખાધાનાં, વસ્ત્ર ને પદાર્થ પાર વગરનાં રાખતા, તેનું કોઈથી કહેવાણું નહીં. મહારાજે એક વાર કહ્યું હતું તે સારુ મરવા તૈયાર થયા હતા, ને શ્રીજીમહારાજ આગળ કોઈને પદાર્થ મૂકવું હોય તો તે આગળથી પોતા પાસે આવે ત્યાર પછી મહારાજ પાસે મૂકવા જવાય એવું હતું. પણ બાળમુકુંદાનંદ સ્વામીએ ને ગોપાળાનંદ સ્વામીએ વાતું કરિયું ત્યારે સર્વેનો ત્યાગ કરીને પંગતમાં રોટલા ખાય ને હાથ જોડીને બોલે, એવું સાધુ વતે થયું. તે સભામાં બોલ્યા જે, “બાર વરસ સદ્ગુરુ ને બાર વરસ ગુરુ રહ્યો, પણ સત્સંગી તો આજ થયો.” ને ઘનશ્યામદાસને તો મેં એવી વાતું કરી જે સ્વભાવમાત્ર કાઢી નાખ્યા, તે મહારાજ ભેળા પણ ઘોડા વગર ન ચાલતા ને લૂગડાં આદિક પદાર્થનું પણ તેમ જ હતું. તે હવે સાધુ થઈ ગયા, એમ થાય છે. માટે સાધુ સાથે જીવ બાંધવો.
Whenever it happens, moksha is attained and spiritual knowledge is gained only through the Sadhu. Anything that has happened has happened because of him. And whatever will happen will also be due to him. Therefore, the gateway to moksha is this Sadhu. If anyone brought something for Maharaj, then it went to Chaitanyanand Swami, and then the devotees could take it to Maharaj – it was like that. But when Balmukund Swami and Gopalanand Swami talked to him, he renounced everything and sat in the common dinner line, ate simple food and talked with folded hands. This happened due to the sadhu. Then he (Chaitanyanand Swami) said in the assembly, “I have been a sadguru for 12 years and a guru for 12 years but only today have I become a true satsangi.” And I spoke to Ghanshyamdas in such a way that all his base instincts were removed. Even with Maharaj, he never walked without a horse and the same applied for clothes and other things. And now he has become a sadhu. That is what happens. Therefore, attach the jiva to a Sadhu.
Je dī te dī sādhuthī ja mokṣha thāy chhe ne gnān āve chhe, ne je dī kāīk thayu hashe te paṇ tethī ja thayu chhe, ne thāshe te paṇ tethī ja thāshe. Māṭe mokṣhanu dvār ja ā Sant chhe; te ā Chaitanyānand Swāmī ḍholiyo, khādhānā, vastra ne padārth pār vagarnā rākhatā, tenu koīthī kahevāṇu nahī. Mahārāje ek vār kahyu hatu te sāru maravā taiyār thayā hatā, ne Shrījī Mahārāj āgaḷ koīne padārth mūkavu hoy to te āgaḷthī potā pāse āve tyār pachhī Mahārāj pāse mūkavā javāy evu hatu. Paṇ Bāḷamukundānand Swāmīe ne Gopāḷānand Swāmīe vātu kariyu tyāre sarveno tyāg karīne pangatmā roṭalā khāy ne hāth joḍīne bole, evu sādhu vate thayu. Te sabhāmā bolyā je, “Bār varas sadguru ne bār varas guru rahyo, paṇ satsangī to āj thayo.” Ne Ghanashyāmdāsne to me evī vātu karī je swabhāv-mātra kāḍhī nākhyā, te Mahārāj bheḷā paṇ ghoḍā vagar na chālatā ne lūgaḍā ādik padārthnu paṇ tem ja hatu. Te have sādhu thaī gayā, em thāy chhe. Māṭe sādhu sāthe jīv bāndhavo.
કેટલાક ઢોર સાથે જીવ જોડે છે ને સંભારે છે તે ઢોર એને વશ થઈ રહે છે ને વાંસે ફરે છે; એમ ભગવાન સામું જોઈ રહે ને જીવ જોડે તે એ વશ થયા વિના કેમ રહે? એ તો પછી એની વાંસે જ ફરે ને સામું જોઈ રહે, કેમ જે, ભક્તવત્સલ છે. તે માટે ભગવાન સામું જોઈ રહેવું ને બીજું ઝાડ આદિક કાંઈ જોવું નહીં; ને દેહને ઘસારો લગાડવો હોય તો રાત્રિમાં બે-બે ઘડી ભજનમાં બેસવા માંડે.
Some attach their jiva to cattle so that when they call, the cattle do as they say and follow them. Similarly, if they focus attentively like that on God and join the jiva to him, how can God remain without being controlled by them? Then, God follows behind him and looks at him because he has affection for his devotees. Therefore, look at God and do not look towards trees and other objects. And if one wants to give the body hardship, then sit in devotion for some time at night.
Keṭlāk ḍhor sāthe jīv joḍe chhe ne sambhāre chhe te ḍhor ene vash thaī rahe chhe ne vāse fare chhe; em Bhagwān sāmu joī rahe ne jīv joḍe te e vash thayā vinā kem rahe? E to pachhī enī vāse ja fare ne sāmu joī rahe, kem je, bhaktavatsal chhe. Te māṭe Bhagwān sāmu joī rahevu ne bīju zāḍ ādik kāī jovu nahī; ne dehne ghasāro lagāḍvo hoy to rātrimā be-be ghaḍī bhajanmā besavā mānḍe.
ઊંઘ ને આહાર તો વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે, ઊંઘ તો બે પહોર કરવી, સુધી કરે તો! ને ખાવું તે દોઢ શેર સુધી ખાવું.
Sleep and food increase only if allowed to increase and decrease if they are decreased. One should sleep for only six hours, if one sleeps that long. And one should eat only 1.5 sher (750 grams).
Ūngh ne āhār to vadhāryā vadhe ne ghaṭāḍyā ghaṭe, ūngh to be pahor karavī, sudhī kare to! Ne khāvu te doḍh sher sudhī khāvu.
“મુંબઈ જાય તો સત્સંગ થોડો ઘાસે૧ ને તેથી મુસંબી૨ જાય તો વધુ ઘાસે ને તેથી કાપ કુરાન૩ જાય તો સાબદો ઘાસી જાય. માટે ઘેર બેઠાં રોટલા મળે તો વધુ સારું. આઘું જાવું નહીં ને શહેર પાટણ સેવવાં નહીં, ને સુખ તો સત્સંગમાં જ છે.” ત્યારે કો’કે કહ્યું જે, “તમારી આજ્ઞામાં રહે તો?” એટલે સ્વામી કહે, “હા, આજ્ઞામાં રહે તો સુખી થાય ને આજ્ઞા બહાર પગ દે તો દુઃખી થાય. આજ્ઞા ને વચન એ બેમાં જ સુખ છે ને તેમાં મોક્ષ પણ રહ્યો છે. જુઓને! જાનકીજીએ આજ્ઞા બહાર પગ દીધો તો હરાણાં. ને એક કડિયો કરાચી ગયો. તે ભારે કમઠાણ ઉઠાવીને રૂપિયા પંદર હજાર ભેળા થયા, પછી મેં આંહીંથી કાગળ લખ્યો જે, ‘ભાગી આવજે, ઝાઝો લોભ કરીશ મા.’ પણ ન આવ્યો, તેમાંથી શુંયે થયું તે બધાય ગયા ને પોતે માંડ બાયડી-છોકરાં લઈને ભાગ્યો, એમ પણ થાય છે.”
૧. ઘસાઈ જાય.
૨. મોઝામ્બિક.
૩. કેપ ઑફ ગુડ હોપ (કેપટાઉન), અથવા કેપ કેમોરિન; દક્ષિણ આફ્રિકા.
If one goes to Mumbai, satsang is slightly eroded and if one goes to Musambi (Mozambique) it is eroded still further and if one goes to Cape Kuran (Cape Town) it is totally eroded. So, it is better if one gets enough food sitting at home. Do not go far and do not go to live in Pātan1 and other cities, since happiness is only in satsang. Then, someone said, “What if we live as per your commands?” So Swami said, “Yes, if one lives as commanded, then one becomes happy and if one steps out of the commands, then misery arises. Only in the commands and the advice of God and his holy Sadhu is there happiness and moksha. Jankiji stepped outside disobeying the instructions and was abducted. A mason went to Karachi, and by doing difficult work, collected 15,000 rupees. Then I wrote a letter from here, ‘Come back. Do not be greedy for more.’ But he did not, and as a result, he lost everything and narrowly escaped with his wife and children. Even this happens.”
1. A prosperous town during the Middle Ages. It was still quite prosperous in Gunatitanand Swami’s lifetime.
“Mumbaī jāy to satsang thoḍo ghāse1 ne tethī Musambī2 jāy to vadhu ghāse ne tethī Kāp Kurān3 jāy to sābado ghāsī jāy. Māṭe gher beṭhā roṭalā maḷe to vadhu sāru. Āghu jāvu nahī ne shaher pāṭaṇ sevavā nahī, ne sukh to satsangmā ja chhe.” Tyāre ko’ke kahyu je, “Tamārī āgnāmā rahe to?” Eṭale Swāmī kahe, “Hā, āgnāmā rahe to sukhī thāy ne āgnā bahār pag de to dukhī thāy. Āgnā ne vachan e bemā ja sukh chhe ne temā mokṣha paṇ rahyo chhe. Juone! Jānakījīe āgnā bahār pag dīdho to harāṇā. Ne ek kaḍiyo karāchī gayo. Te bhāre kamaṭhāṇ uṭhāvīne rūpiyā pandar hajār bheḷā thayā, pachhī me āhīthī kāgaḷ lakhyo je, ‘Bhāgī āvaje, zāzo lobh karīsh mā.’ Paṇ na āvyo, temāthī shuye thayu te badhāy gayā ne pote mānḍ bāyaḍī-chhokarā laīne bhāgyo, em paṇ thāy chhe.”
1. Ghasāī jāy.
2. Mozāmbik.
3. Kep ŏf Guḍ Hop (Kepṭāun), athavā Kep Kemorin; Dakṣhiṇ Āfrikā.
ભગવાનનાં કથા-કીર્તન થાતાં હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે, એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે.
When listening to spiritual discourses and songs in praise of God, meditation should be stopped. Since, when spiritual knowledge is attained from them, meditation is sustained.
Bhagwānnā kathā-kīrtan thātā hoy tyāre dhyān mūkī devu. Kem je, emāthī gnān thāy tyāre dhyān ṭake.
જીવ પંચવિષય સારુ હેરાન થાય છે. તે એક એક વિષય ગિરનાર જેવા છે, તે ઊખડતા નથી. ને આ બધો મલક મંડે તો ગિરનાર પર્વત પણ ઊખેડી નાખીએ, પણ કામ તો કરોડ ઉપાયે પણ ન ઊખડે! બે વાંદરા કામ સારુ લડ્યા, તેમાંથી એક વાંદરો દોડ્યો ને ઝાડનું બચકું લીધું, તે દાંત ખૂંચી ગયા એટલે મરી ગયો. એવું કામ વિષયનું છે. કામથી ક્રોધનું વધુ -
કામં દહન્તિ કૃતિનો નનુ રોષદૃષ્ટ્યા
રોષં દહન્તમુત તેન દહન્ત્યસહ્યમ્।
સોઽયં યદન્તરમલં પ્રવિશન્બિભેતિ
કામઃ કથં નુ પુનરસ્ય મનઃ શ્રયેત॥૧
એ શ્લોક બોલીને કહ્યું જે, “શિવના ગણે તો કામ બાળી નાખ્યો છે પણ ક્રોધે કરીને પોતાના અર્ધા અર્ધા હોઠ કરડી ખાધા છે. તે માટે બધુંયે જાળવવું; ને છઠ્ઠું મન પણ નીલ વાંદરા જેવું છે તે હળી હળીને દોડે છે ને એક ક્ષણ સ્થિર થાતું નથી.”
૧. યોગીઓ કદાચ રોષદૃષ્ટિથી કામને બાળી શકે છે, પણ પોતાને બાળતો જે અસહ્ય ક્રોધ તેને બાળી શકતા નથી. એવો ક્રોધ જેના હૃદયમાં પ્રવેશ કરતાં ભય પામતો હોય, તેના મનને કામ તો ક્યાંથી અડી શકે? (ભાગવત: ૨/૭/૭)
The jiva suffers harassment for material pleasures. Each sense pleasure is like Mt. Girnar. They are not uprooted. If all the people of the whole region get involved, then Girnar can be uprooted, but lust cannot be uprooted even by millions of methods! Two male monkeys fought over a female monkey. Then, one monkey ran and bit a tree out of anger. His teeth became so stuck that he died. Such is lust. But, anger is more difficult to control than lust:
Kāmam dahanti krutino nanu roshadrushtayā,
Rosham dahantamuta tena dahantyasahyam.
Soyam yadantaramalam pravishanbibheti,
Kāmam katham nu punarasya manaha shreyata.1
After reciting this shlok, Swami said, “Shiv burnt Kamdev, the god of love, but due to anger, he has eaten away half of his own lips. Therefore, everything should be balanced. The mind is erratic like the black-faced monkey – it provokes, runs here and there and does not remain still for even a moment.”
1. Great (stalwarts like Shivji) can, by their wrathful glances, burn lust yet they cannot be free from the effect of their own anger. Such anger is afraid of entering inside God, so how can lust take shelter in his mind? - Shrimad Bhagvat 2/7/7
Jīv panch-viṣhay sāru herān thāy chhe. Te ek ek viṣhay Girnār jevā chhe, te ūkhaḍtā nathī. Ne ā badho malak manḍe to Girnār Parvat paṇ ūkheḍī nākhīe, paṇ kām to karoḍ upāye paṇ na ūkhaḍe! Be vāndarā kām sāru laḍyā, temāthī ek vāndaro doḍyo ne zāḍnu bachaku līdhu, te dānt khūnchī gayā eṭale marī gayo. Evu kām viṣhaynu chhe. Kāmthī krodhanu vadhu -
Kāmam dahanti kṛutino nanu roṣhadraṣhṭyā
Roṣham dahantamut ten dahantyasahyam;
Soyam yadantaramalam pravishanbibheti
Kāmah kathan nu punarasya manah shrayet.1
E shlok bolīne kahyu je, “Shivnā Gaṇe to kām bāḷī nākhyo chhe paṇ krodhe karīne potānā ardhā ardhā hoṭh karaḍī khādhā chhe. Te māṭe badhuye jāḷavavu; ne chhaṭhṭhu man paṇ nīl vāndarā jevu chhe te haḷī haḷīne doḍe chhe ne ek kṣhaṇ sthir thātu nathī.”
1. Yogīo kadāch roṣhdraṣhṭithī kāmne bāḷī shake chhe, paṇ potāne bāḷato je asahya krodh tene bāḷī shakatā nathī. Evo krodh jenā hṛudaymā pravesh karatā bhay pāmato hoy, tenā manne kām to kyāthī aḍī shake? (Bhāgwat: 2/7/7)
માંગરોળમાં મહારાજ મૂલચંદભાઈને ત્યાં જમવા ગયા, તે રસ્તામાં એક કબો વાણિયો વેપારમાં ખોટ ગઈ તેથી ઘેલો થઈ ગયેલ, તે હાટમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂડ્ય ને છાણ ને પાણા ભરી ભરીને તોળે, પછી કહે જે, “લિયો સાકર, લિયો એલચી,” એમ કહે. પછી મહારાજ કહે, “આ કોણ છે?” એટલે હરિજને કહ્યું જે, “આ તો કબો ગાંડો છે.” ત્યારે મહારાજ કહે, “હું તો જે જીવ ભગવાનને નથી ભજતા એ બધાય કબા ગાંડા છે એમ જાણું છું.”
In Mangrol, Maharaj went to Mulchandbhai’s house for lunch. On the way, there was one Kabo Vanio, who had gone mad because of a big loss in business. Sitting in his shop he would fill the scales with dirt, dung and stones and weigh them. Then he would say, “Buy sugar, buy cardamom.” Then Maharaj asked, “Who is he?” The devotees replied, “He is Kabo Gando.” Then Maharaj said, “I believe all jivas who do not worship God to be (mad like) Kaba Gando.”
Māngaroḷmā Mahārāj Mūlchandbhāīne tyā jamavā gayā, te rastāmā ek Kabo Vāṇiyo vepārmā khoṭ gaī tethī ghelo thaī gayel, te hāṭmā beṭho beṭho trājavāmā dhūḍya ne chhāṇ ne pāṇā bharī bharīne toḷe, pachhī kahe je, “Liyo sākar, liyo elachī,” em kahe. Pachhī Mahārāj kahe, “Ā koṇ chhe?” Eṭale harijane kahyu je, “Ā to Kabo Gānḍo chhe.” Tyāre Mahārāj kahe, “Hu to je jīv Bhagwānne nathī bhajatā e badhāy kabā gānḍā chhe em jāṇu chhu.”
“ઓહો! ભાદરવે મહિને કાંઈ મેહ મોંઘા છે! તે આમ આવા સંત છે ત્યાં સુધી છે, પણ ત્યાં તો કોઈ સમાગમ કરતું નથી ને પછી ગૃહસ્થ ને ભેખધારી તે સર્વેને પશ્ચાત્તાપ થાશે. માટે સમજણવાળા ને વગર સમજણવાળા એ બેયને જે તે પ્રકારે ઉદ્યમ કરીને રોટલાનું કરતે કરતે આ સાધુ પાસે આવવું ને રોટલાનું કરવું ને વળી આવવું, એમ કરી લેવું. ને જીવ બીજું તો કરે જ છે તેમાં શું! કોટિ કલ્પ સુધી તપ કરે પણ આ જોગ ન મળે, તે જે ઉપવાસ કરતા હશે તેને તપની ખબર પડતી હશે,” એમ કહીને ‘બ્રહ્મવિલાસ’નું૧ અંગ બોલાવ્યું ને કહ્યું જે, “આ જોગ બહુ દુર્લભ છે; જીવને શું ખબર પડે?” એમ કહીને પોતાની ગોદડી દેખાડીને કહ્યું જે, “આ ગોદડી ઓઢીને બેસી રહીએ, તે ચીંથરે વીંટ્યા રતન છીએ.”
૧. ગુરુનું.
Even in the month of Bhadarvo, the rains are scarce! And even though this Sadhu is present, it is like this, since nobody associates with him. But later, householders and sadhus will all repent. Therefore, both those with and without understanding should make arrangements for their livelihood and come to this Sadhu. One may perform austerities for tens of millions of years, but that will not give one this type of spiritual association. And those who observe fasts will know about the difficulties of observing austerities. However, even that is not as fruitful as the association of this Sadhu. After saying this, he had the ‘Guru’s Inclination’ section of the Brahmavilās scripture recited and said, “This opportunity is very rare. What does the jiva know?” Saying this, he showed his own blanket and said, “If I sit covered in this blanket, I am like a jewel wrapped in rags.”
“Oho! Bhādarve mahine kāī meh monghā chhe! Te ām āvā Sant chhe tyā sudhī chhe, paṇ tyā to koī samāgam karatu nathī ne pachhī gṛuhasth ne bhekhdhārī te sarvene pashchāttāp thāshe. Māṭe samajaṇvāḷā ne vagar samajaṇvāḷā e beyne je te prakāre udyam karīne roṭalānu karate karate ā Sādhu pāse āvavu ne roṭalānu karavu ne vaḷī āvavu, em karī levu. Ne jīv bīju to kare ja chhe temā shu! Koṭi kalp sudhī tap kare paṇ ā jog na maḷe, te je upavās karatā hashe tene tapnī khabar paḍatī hashe,” em kahīne ‘Brahmavilās’nu1 ang bolāvyu ne kahyu je, “Ā jog bahu durlabh chhe; jīvne shu khabar paḍe?” Em kahīne potānī godaḍī dekhāḍīne kahyu je, “Ā godaḍī oḍhīne besī rahīe, te chīnthare vīnṭyā ratan chhīe.”
1. Gurunu.