share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૧૫૧ થી ૧૬૦

“બ્રહ્મચર્ય રાખવાના તો છ ઉપાય છે. તેમાં આંખ્ય, કાન, નાક ને મન એ ચાર ચોરી કરી જાય છે, તેની સૂરત રાખીને સાચવવાં; તેમાં આંખ્યને તો બીડી લેવી તેથી ઊપજે જ નહીં, એ મૂળ છે; ને ખાવું ઝાઝું નહીં, ને ઊંઘવું ઝાઝું નહીં, એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યા છે. તે માટે અસંકલ્પાત્ જયેત્કામં, ધીરે ધીરે સંકલ્પ બંધ કરવા માંડીને ભજન કરવું. ને મનનો વિશ્વાસ ન કરવો.” તે ઉપર –

ન કુર્યાત્કર્હિચિત્સખ્યં મનસિ હ્યનવસ્થિતે।

યદ્વિશ્રમ્ભાચ્ચિરાચ્ચીર્ણં ચસ્કંદ તપ ઐશ્વરમ્॥

નિત્યં દદાતિ કામસ્ય છિદ્રં તમનુ યેરયઃ।

યોગિનઃ કૃતમૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્ચલી॥

એ શ્લોક બોલીને કહે, “આ સર્વે વાત ખપવાળાને કામની છે, જેને કલ્યાણ જો’તું હોય તેને આંહીં બીજું શું છે! બાકી તો અમે બેઠા છીએ ત્યાં જ ધર્મામૃત લોપાય છે પછી વાંસેથી તો શું થાશે? વહેવાર કર્યા વિના તો ચાલે નહીં; પણ પાછું વળવું એમ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે.”

(૬/૧૫૧)

૧. મન ચંચળ છે માટે તેની મિત્રતા કદી કરવી નહીં; કારણ કે મનનો વિશ્વાસ કરવાથી મહાસમર્થ પુરુષોનાં લાંબા કાળનાં તપ પણ નાશ પામ્યાં છે, જેમ વ્યભિચારિણી સ્ત્રી પોતાના પર વિશ્વાસ કરનાર પતિનો જાર પુરુષોને અવકાશ આપી તેઓ દ્વારા નાશ કરે છે, તેમ જે યોગી મનનો વિશ્વાસ કરે છે, તેનું એ મન કામ તથા તેની પાછળ રહેનારા ક્રોધાદિક શત્રુઓને અવકાશ આપે છે; (અને તે દ્વારા યોગીને ભ્રષ્ટ કરે છે.) (ભાગવત: ૫/૬/૩-૪)

“There are six methods of maintaining celibacy. In that, the eyes, ears, nose, and the mind are the thieves (i.e. they cause one to fail in maintaining celibacy). One should vigilantly be aware of this and keep them controlled. The eyes should be closed, so there is no chance (of seeing a women). This is the root cause. And one should not eat excessively and sleep excessively. These are also the root causes. All of the vishays are in eating and sleeping. Therefore, Asankalpāt jayetkāmam: one should gradually bar their desires and worship God. And one should not trust their mind.” Regarding this, Swami said the following shlokas:

Na kuryātkarhichitsakhyam manasi hyanavasthite;

Yadvishrambhāchchirāchchīrṇam chaskanda tap aishvaram.

Nityam dadāti kāmasya chhidram tamanu yerayah;

Yoginah kṛutamaitrasya patyurjāyev punshchalī.1

Then, Swami said, “These talks are useful for one who has an interest in their liberation. For one who wants to be liberated, what else is there here? Otherwise, the Dharmamrut is being transgressed right here where I sit. And who knows what will happen in the future. We have to engage in social duties; but one should withdraw from them - that is the principle of Maharaj and the great Sadhu.”

(6/151)

1. The mind is very active (it cannot be controlled); therefore, one should not befriend it. Why? Because by trusting the mind, even the austerities of powerful men were destroyed. Just as an adulterous woman who keeps the company of wicked men is the cause of her trusting husband’s death at the hands of the wicked men; similarly, a yogi who trusts his mind is defiled by his own mind when he allows lust and other vices to pollute it.

Brahmacharya rākhavānā to chha upāy chhe. Temā ānkhya, kān, nāk ne man e chār chorī karī jāy chhe, tenī sūrat rākhīne sāchavavā; temā ānkhyane to bīḍī levī tethī ūpaje ja nahī, e mūḷ chhe; ne khāvu zāzu nahī, ne ūnghavu zāzu nahī, e paṇ mūḷ chhe. Temā khāvu ne ūnghavu temā to viṣhay ja rahyā chhe. Te māṭe Asankalpāt jayetkāmam, dhīre dhīre sankalp bandh karavā mānḍīne bhajan karavu. Ne manno vishvās na karavo. Te upar –
Na kuryātkarhichitsakhyam manasi hyanavasthite;
Yadvishrambhāchchirāchchīrṇam chaskanda tap aishvaram.
Nityam dadāti kāmasya chhidram tamanu yerayah;
Yoginah kṛutamaitrasya patyurjāyev punshchalī.1

E shlok bolīne kahe, ā sarve vāt khapvāḷāne kāmnī chhe, jene kalyāṇ jo’tu hoy tene āhī bīju shu chhe! Bākī to ame beṭhā chhīe tyā ja Dharmāmṛut lopāy chhe pachhī vāsethī to shu thāshe? Vahevār karyā vinā to chāle nahī; paṇ pāchhu vaḷavu em Mahārājno ne Moṭā Sādhuno siddhānt chhe.

(6/151)

1. Man chanchaḷ chhe māṭe tenī mitratā kadī karavī nahī; kāraṇ ke manno vishvās karavāthī mahāsamarth puruṣhonā lāmbā kāḷnā tap paṇ nāsh pāmyā chhe, jem vyabhichāriṇī strī potānā par vishvās karanār patino jār puruṣhone avakāsh āpī teo dvārā nāsh kare chhe, tem je yogī manno vishvās kare chhe, tenu e man kām tathā tenī pāchhaḷ rahenārā krodhādik shatruone avakāsh āpe chhe; (ane te dvārā yogīne bhraṣhṭ kare chhe.) (Bhāgwat: 5/6/3-4)

મહારાજની વાંસે કચેરી એકાંતિકની હતી તે તો ઊઠી ગઈ છે ને જાય છે; ને આ તો જ્યાં સુધી આવા સંત ને દસ-વીસ હજાર સારા હરિજન છે ત્યાં સુધી ‘વચનામૃત’નાં વચન, ‘ધર્મામૃત’નાં વચન એ બે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ એ ચાર એકાંતિક ધર્મ રહેશે ને પછી તો ‘શિક્ષાપત્રી’ પળશે. માટે આપણે તો હમણાં જ સાધી લેવું, ને બ્રાહ્મણને લોટ માગીને બાટી શેકીને પણ આ સમાગમ કરવા વાંસે ફરવું ને ક્ષત્રીને પાકું માગીને પણ આ કરી લેવાનું છે.

(૬/૧૫૨)

The assembly of ekāntik devotees that followed Maharaj is now gone. But now, as long this Sadhu and 10 or 20 thousand good devotees are present, the words of the Vachanamrut and the Dharmamrut will be followed, and the four tenets of ekāntik dharma - dharma, gnān, vairāgya, and bhakti coupled with knowledge of God’s greatness - will remain. And then, the Shikshapatri will be followed. Therefore, we should achieve this right now. And one should follow behind (this Sadhu) for his company, even if brāhmins have to beg for raw flour and make rotis or kshatriyas have to beg for cooked food. This is what needs to be done.

(6/152)

Mahārājnī vāse kacherī ekāntiknī hatī te to ūṭhī gaī chhe ne jāy chhe; ne ā to jyā sudhī āvā sant ne das-vīs hajār sārā harijan chhe tyā sudhī ‘Vachanāmṛut’nā vachan, ‘Dharmāmṛut’nā vachan e be tathā dharma, gnān, vairāgya ne māhātmye sahit bhakti e chār ekāntik dharma raheshe ne pachhī to ‘Shikṣhāpatrī’ paḷashe. Māṭe āpaṇe to hamaṇā ja sādhī levu, ne brāhmaṇne loṭ māgīne bāṭī shekīne paṇ ā samāgam karavā vānse faravu ne kṣhatrīne pāku māgīne paṇ ā karī levānu chhe.

(6/152)

હવે નવરા થયા તે ભૂતના વાંસડાની પેઠે મનને સેવામાં જોડી દેવું ને વિષયમાં સંકોચ કરવો, પણ જો એમ નહીં થાય તો નિયમ નહીં રહે, ને શેર એક ખાવું કાં દોઢ શેર ખાવું; પણ બશેર લગી તો ન જ પૂગવું ને ઝાઝું સૂવું નહીં; કેમ જે, સૂતે સૂતે અન્ન પચીને પછી ઇન્દ્રિયું બળવાન થાય તે માટે સંકોચ રાખવો.

પંચવિષય-વાસના-વ્યસન (8.44) / (૬/૧૫૩)

Now we are free. So, like the bamboo stick for the ghost (to climb up and down continuously),1 join the mind in the service of God and withdraw from material pleasures. If that is not done, then the observance of moral codes will not remain. Eat only one pound or one-and-a-half pounds of food, but do not go up to two pounds. And do not sleep excessively, as sleep helps in digesting the food and invigorates the senses. Therefore, control your food and sleep.

Material Pleasures-Desires-Addictions (8.44) / (6/153)

1. A man acquired control over a ghost. It would do whatever the man instructed. After a while, the man ran out of jobs to assign to the ghost. So, the ghost threatened, “Give me some work to do or I will harass you.” Worried, the man came up with a solution. He instructed the ghost to plant a long pole vertically in the ground. Then he told it to continue climbing up and down the pole until called to do some work. Then, on completing the work, the ghost was instructed to continue climbing up and down the pole. In this way, it was kept busy all the time so that it did not harass its master.

Have navarā thayā te bhūtnā vānsaḍānī peṭhe manne sevāmā joḍī devu ne viṣhaymā sankoch karavo, paṇ jo em nahī thāy to niyam nahī rahe, ne sher ek khāvu kā doḍh sher khāvu; paṇ basher lagī to na ja pūgavu ne zāzu sūvu nahī; kem je, sūte sūte anna pachīne pachhī indriyu baḷavān thāy te māṭe sankoch rākhavo.

Material Pleasures-Desires-Addictions (8.44) / (6/153)

એક દિવસ મહારાજે મને કહ્યું હતું જે, “ધર્મકુળમાં રઘુવીરજી જેવો કોઈ નથી,” તે વાત સાચી. કેમ જે, એની રહેણી કે સ્થિતિ તે ક્યાંઈ ન મળે, ને ત્યાગની છટા પણ મહારાજના જેવી જ હતી, એવા હવે નહીં થાય; કદી મહારાજ મોકલે તેની વાત નહીં.

(૬/૧૫૪)

One day, Maharaj said to me, “There is no one like Raghuvirji in the family of Dharmadev.” This is true, because, his conduct and achieved state cannot be found in anyone else. And his level of renunciation was like Maharaj’s. There will not be one like him now. If Maharaj sends (one like him), that is different.

(6/154)

Ek divas Mahārāje mane kahyu hatu je, “Dharmakuḷmā Raghuvīrjī jevo koī nathī,” te vāt sāchī. Kem je, enī raheṇī ke sthiti te kyāī na maḷe, ne tyāgnī chhaṭā paṇ Mahārājnā jevī ja hatī, evā have nahī thāy; kadī Mahārāj mokale tenī vāt nahī.

(6/154)

આ જે સ્વામિનારાયણ તેને જે કોઈ કચવાવશે કે રુખમાં નહીં રહે તેનું તો બહુ ભૂંડું થાશે ને કાંઈનું કાંઈ નરસું થઈ જાશે; માટે કચવાવવા નહીં.

(૬/૧૫૫)

૧. મર્યાદામાં, આજ્ઞામાં, કૃપાદૃષ્ટિમાં, મરજી-અનુવૃત્તિમાં.

A great detriment will befall anyone who makes Bhagwan Swaminarayan unhappy or who does not obey his commands; and who knows what harm will come to them. Therefore, one should not displease Maharaj.

(6/155)

Ā je Swāminārāyaṇ tene je koī kachavāvashe ke rukhmā1 nahī rahe tenu to bahu bhunḍu thāshe ne kāīnu kāī narsu thaī jāshe; māṭe kachavāvavā nahī.

(6/155)

1. Maryādāmā, āgnāmā, kṛupādraṣhṭimā, marjī-anuvṛuttimā.

એક વાર મહારાજે ઊભા થઈને કહ્યું હતું જે, “કોઈ નિયમ ભંગ કરશો મા, ને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશો મા, ને આ જે સૂરજ સરખી ગોદડિયું તેમાં ભલા થઈને ડાઘ લાગવા દેશો મા. ને મુને ભગવાન જાણશે ને કુસંગમાં હશે તો પણ કલ્યાણ થાશે, ને સત્સંગમાં રહીને નિયમ ભંગ થાશે તેનું તો ભૂંડું જ થાશે.” એમ મહારાજે કહ્યું હતું, ને એના સાધુ પણ રોજ કહે છે. તે માટે ન રહેવાય તો માગ દેજો. ને ઉંદર ને મીંદડી વાણમાં બેઠાં. તે મીંદડી કહે, “ધૂડ્ય ઉડાડ મા.” ત્યારે ઉંદર કહે, “મારનારી થઈ હો તો આમ જ મારને.” એમ જે જાનારા થયા હો તે જાજો, પણ મીંદડીની પેઠે કરશો મા.

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.30) / (૬/૧૫૬)

Once, Maharaj stood up and said, “Nobody should break the rules and those who want to, do not remain in the Satsang. Be good and do not stain this clean, pure and spotless blanket of character. If one knows me as God and is at present in bad company, still one will attain moksha. But if one remains in Satsang and yet breaks the rules, then one will encounter misery.” This is what Maharaj has said and is even said by his sadhus daily. Therefore, if you cannot observe the rules, then leave. A mouse and cat were seated in a boat. The cat said, “Do not throw dust.” Then the mouse said, “If you are going to kill me, then just kill me. But do not make excuses.”1 Similarly, those who are certain to go, leave; but do not make excuses like the cat.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.30) / (6/156)

1. A cat and mouse were seated in a boat. The cat wanted to kill and eat the mouse. So it started throwing dust at it to incite it and create an argument, thus giving it a reason to kill the mouse. But the mouse realized the intention of the cat.

Ek vār Mahārāje ūbhā thaīne kahyu hatu je, “Koī niyam bhang karasho mā, ne jene karavo hoy te satsangmā rahesho mā, ne ā je sūraj sarakhī godaḍiyu temā bhalā thaīne ḍāgh lāgavā desho mā. Ne mune Bhagwān jāṇashe ne kusangmā hashe to paṇ kalyāṇ thāshe, ne satsangmā rahīne niyam bhang thāshe tenu to bhūnḍu ja thāshe.” Em Mahārāje kahyu hatu, ne enā sādhu paṇ roj kahe chhe. Te māṭe na rahevāy to māg dejo. Ne undar ne mīndaḍī vāṇmā beṭhā. Te mīndaḍī kahe, “Dhūḍya uḍāḍ mā.” Tyāre undar kahe, “Mārnārī thaī ho to ām ja mārne.” Em je jānārā thayā ho te jājo, paṇ mīndaḍīnī peṭhe karasho mā.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.30) / (6/156)

ઓહો! જુઓને, પરદેશથી વાતું સાંભળવા આવે છે ને આ આંહીંના મેડે ને બીજે બેઠા રહે છે તે શું સમજ્યા? ખરેખરો થઈને સાધુમાં વળગે તો કામાદિક શત્રુ બળી જાય ને ભગવાનમાં જોડાય. ને જેને ખાવા મળતું હોય ને ભગવાનને ન ભજે એ જેવો કોઈ પાપી નહીં, અધર્મી નહીં, મૂર્ખ નહીં ને અણસમજુ નહીં. ઓહો! આવા મહારાજ મળ્યા ને એવી ખોટ રહી જાય છે એ જેવું શું છે?

શ્રદ્ધા (10.6) / (૬/૧૫૭)

See, people come from other regions to listen to these discourses, while those who are from here sit on the first floor balcony and elsewhere. So what do they understand? Nothing. If one becomes sincere and attaches oneself to the Sadhu, then the enemies in the form of lust, etc. are destroyed and one becomes united with God. Further, there is nobody as sinful, unrighteous, foolish and ignorant as those who get food to eat and yet do not worship God. Oh! We have attained this Maharaj and yet such deficiencies remain. What other greater misfortune is there than this?

Faith (10.6) / (6/157)

Oho! Juone, pardeshthī vātu sāmbhaḷvā āve chhe ne ā āhīnā meḍe ne bīje beṭhā rahe chhe te shu samajyā? Kharekharo thaīne Sādhumā vaḷage to kāmādik shatru baḷī jāy ne Bhagwānmā joḍāy. Ne jene khāvā maḷatu hoy ne Bhagwānne na bhaje e jevo koī pāpī nahī, adharmī nahī, mūrkha nahī ne aṇasamaju nahī. Oho! Āvā Mahārāj maḷyā ne evī khoṭ rahī jāy chhe e jevu shu chhe?

Faith (10.6) / (6/157)

આ જીવ તો ઘરમાં, કુટુંબમાં, લોકમાં, ભોગમાં ને દેહમાં ગીરના આંધળાની પેઠે વળગ્યો છે; પણ અંતે રહેવું નથી, એ મૂકીને ચાલ્યું જવાશે.

સાંખ્યજ્ઞાન (27.33) / (૬/૧૫૮)

૧. આંધળી ચાકડ, સાપના આકારનું એક જાતનું પ્રાણી, તે ખોરાકને ભીંસમાં જકડે છે.

This jiva is engrossed in the home, family, society, material pleasures and the body like the blind chākad (a type of reptile in the Gir jungle). But in the end, we will not remain here and will have to leave everything behind and go.

The Knowledge of Sankhya (27.33) / (6/158)

Ā jīv to gharmā, kuṭumbmā, lokmā, bhogmā ne dehmā gīrnā āndhaḷānī1 peṭhe vaḷagyo chhe; paṇ ante rahevu nathī, e mūkīne chālyu javāshe.

The Knowledge of Sankhya (27.33) / (6/158)

1. Āndhaḷī chākaḍ, sāpnā ākārnu ek jātnu prāṇī, te khorākne bhīsmā jakaḍe chhe.

આ દેહ જેવું તો કોઈ વહાલું જ નથી, તે ખૂણે જઈને સુવાડી મૂકે, પછી કોઈક દ્રવ્ય લઈ જાય, લૂગડાં આદિ પદાર્થ લઈ જાય, અરે! માથું પણ કાપી જાય તો પણ ખબર પડતી નથી, એમ દેહ સારુ થાય છે. તે દેહનું જે પોષણ કરે તેમાં ને જે દેહની શુશ્રૂષા કરે, તેમાં હેત થયા વગર રહે જ કેમ? ને દેહ તો કાલ પડી જાશે. માટે એથી નોખું પડવું. પછી,

જેનું રે મન વન વાંછતું, અતિ રહેતા ઉદાસજી;

તે રે તાક્યા વસ્તીએ વસવા, બાંધી સઉ સંગે આશજી.

જેને રે ગમતી જીરણ કંથા, જેવું તેવું જળ ઠામજી;

તેણે રે રંગ્યાં રૂડાં તુંબડાં, ગમતાં માગે વસ્ત્ર ગામોગામજી.

એ બોલ્યા. ને બીજું શિષ્યનું પણ એવું છે -

પોતાનો પરિવાર પરહરિ, ચાલ્યો એકીલો આપજી;

તેણે રે કર્યો સ્નેહ શિષ્યશું, લીધો પરનો સંતાપજી.

તે શિષ્ય સારુ વાંસે જાય છે, તે શિષ્ય જાય તો એવું થાય છે. માટે જ્ઞાન શીખવું.

સાંખ્યજ્ઞાન (27.34) / (૬/૧૫૯)

૧. જૂની ગોદડી.

Nothing is as beloved as this body. It is taken to a corner and allowed to enter deep sleep, then someone may take money, clothes and other objects; in fact, they may even cut the head and go away and still it is not noticed. This is what is done for the body. Then how is it possible to prevent attachment towards those who nourish the body and serve the body? Realize that the body will die tomorrow, so separate from it. Then:

Jenu re man vānchhtu, ati rahetā udāsji.

Te re tākyā vastiye vasvā, bāndhi sau sange āshji.

Jene re gamti jiran kanthā, jevu tenu jal thāmji.

Tene rangya rudā tambolā, gamtā māne vastra gāmogāmji.1

Swami recited this (devotional song). For the disciple it is also similar:

Potāno parivār parhari, chālyo eklo āpji;

Tene re karyo sneh shishya shu, lidho parno santāpji.2

That a guru hankers after a disciple and when the disciple leaves he experiences misery. Therefore, acquire spiritual knowledge.

The Knowledge of Sankhya (27.34) / (6/159)

1. One whose mind craved for the forests and remained aloof from the world, such a renunciant today lives with the people and is bound to them with strings of hope. One who used to wear old plain clothes and made do with a simple vessel to drink water now has colourful wooden tumbadis (drinking vessels) and roams the villages asking for clothes.

2. Having renounced his own family, he moved alone, but now he is attached to his disciple, and carries others’ miseries on his head.

Ā deh jevu to koī vahālu ja nathī, te khūṇe jaīne suvāḍī mūke, pachhī koīk dravya laī jāy, lūgaḍā ādi padārth laī jāy, are! Māthu paṇ kāpī jāy to paṇ khabar paḍatī nathī, em deh sāru thāy chhe. Te dehnu je poṣhaṇ kare temā ne je dehnī shushrūṣhā kare, temā het thayā vagar rahe ja kem? Ne deh to kāl paḍī jāshe. Māṭe ethī nokhu paḍavu. Pachhī,
Jenu re man van vānchhatu, ati rahetā udāsjī;
Te re tākyā vastīe vasavā, bāndhī sau sange āshjī.
Jene re gamatī jīraṇ kanthā,1 jevu tevu jaḷ ṭhāmjī;
Teṇe re rangyā rūḍā tumbaḍā, gamatā māge vastra gāmo gāmjī.

E bolyā. Ne bīju shiṣhyanu paṇ evu chhe -
Potāno parivār parhari, chālyo ekīlo āpjī;
Teṇe re karyo sneh shiṣhyashu, līdho parno santāpajī.

Te shiṣhya sāru vāse jāy chhe, te shiṣhya jāy to evu thāy chhe. Māṭe gnān shīkhavu.

The Knowledge of Sankhya (27.34) / (6/159)

1. Jūnī godaḍī.

નાગર ગવૈયા પાસે ‘બતિયાં તેરી શામ સોહાવનિયાં વે’ એ કીર્તન બોલાવીને વાતું કરી. ને કહે જે, આ કલાક લેખે લાગી. બાકી બધી ખાલી ગઈ. તે ઉપર દૃષ્ટાંત દીધું જે, એક ગામને પાદર પાવળિયામાં આયુષ્ય લખેલ કે કે’નુંક મહિનો, કે’નુંક બે મહિના, કે’નુંક છ મહિના ને કો’કનું વરસ. તે એ ગામમાં એક બ્રાહ્મણ રહેવા જતો હતો, તે એ વાંચીને પાછો વળ્યો. ત્યારે માણસે કહ્યું જે, “એમ નથી. આ તો જેણે આ ગામમાં જેટલી ઘડી ભગવાન ભજેલ, ને ભગવાનની કથાવાર્તા સાંભળેલ, તે બધી ઘડી ભેળી કરીને જેટલી થઈ તેટલી જ આવરદા પાવળિયામાં માંડી છે. કેમ જે, બાકીની તો એળે ગઈ છે.” એમ આપણે પણ એવું છે જે, જેટલી ઘડી ભગવાન સંબંધી થયું એટલી જ ઘડી સાચું છે. ને કામમાં, ક્રોધમાં, લોભાદિકમાં જેમાં જેટલી કસર આંહીં રહેશે તેટલી ક્યાંક ટાળ્યા પછી ધામમાં જવાશે.

સ્વભાવ-વાસના-દૂરગુણો-પાપ (5.29) / (૬/૧૬૦)

૧. ભાવાર્થ: હે ભગવાન! તમારી વાતો ખૂબ સોહામણી છે, કર્ણપ્રિય છે. આ વાત પ્રેમાનંદ સ્વામીના ‘બતિયાં તેરી શ્યામ સોહાવનિયાં વે’ પદમાં આવે છે.

કીર્તન

બતિયાં તેરી શ્યામ સોહાવનિયાં વે;

સુની બતિયાં છતિયાં ભઈ શિતલ,

ત્રિવિધ તાપ નસાવનિયાં વે... ૧

સુનત સકલ દુઃખ બીસરત છીનમેં,

મુનિ મન આનંદ બઢાવનિયાં વે... ૨

જો કોઉ સુને પ્રીતિ કરી છીન ભરી,

ફીરી ન હોવહીં ભવ આવનિયાં વે... ૩

પતિતપાવન ભવ બીસરાવની,

પ્રેમાનંદ મન ભાવનિયાં વે... ૪

[પ્રેમાનંદ કાવ્ય, ભાગ-૨: વિરહવિલાસ ૮૫]

૨. પાળિયો, સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર.

The devotional song, ‘Batiyā teri shām sohavaniya re’1 was sung by the Nagar singers. Then Swami said, “This hour can be counted as time well spent; the rest of the time has been wasted.” To illustrate, he gave an example, “The lifespans of deceased villagers were written on the memorial stones on the outskirts of a village. Some lived for a month, some two months, some six months and some a year. A Brahmin entered, planning to live in the village. But on reading the memorial stones with brief lifespans, he turned back. Then, a resident said, “It (the lifespan) is not like that. This is the time these people had spent in worshipping God and listening to the spiritual discourses of God in the village. All such time has been added together, and whatever the total is, that is written as the lifespan on the memorial stone. Since, the rest has gone to waste.” Similarly, it is like that for us. Only the time spent for God is of value. And whatever deficiencies in lust, anger, greed, etc. remain here will have to be overcome somewhere and then one will be able to go to Akshardham.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.29) / (6/160)

1. O Lord, Your talks are pleasing.

This line is found in Premanand Swami’s kirtan ‘Batiyā terī shyām sohāvaniyā ve’.

Kīrtan

Batiyā terī shyām sohāvaniyā ve;

Sunī batiyā chhatiyā bhaī shital,

Trividh tāp nasāvaniyā ve... 1

Sunat sakal dukh bīsarat chhīnme,

Muni man ānand baḍhāvaniyā ve... 2

Jo kou sune prīti karī chhīn bharī,

Fīrī na hovahī bhav āvaniyā ve... 3

Patita-pāvan bhav bīsarāvanī,

Premānand man bhāvaniyā ve... 4

[Premānand Kāvya, Part-2: Virah-Vilās 85]

Nāgar gavaiyā pāse ‘Batiyā terī shām sohāvaniyā ve’1 e kīrtan bolāvīne vātu karī. Ne kahe je, ā kalāk lekhe lāgī. Bākī badhī khālī gaī. Te upar draṣhṭānt dīdhu je, ek gāmne pādar pāvaḷiyāmā2 āyuṣhya lakhel ke ke’nuk mahino, ke’nuk be mahinā, ke’nuk chha mahinā ne ko’knu varas. Te e gāmmā ek brāhmaṇ rahevā jato hato, te e vānchīne pāchho vaḷyo. Tyāre māṇase kahyu je, “Em nathī. Ā to jeṇe ā gāmmā jeṭalī ghaḍī Bhagwān bhajel, ne Bhagwānnī kathā-vārtā sāmbhaḷel, te badhī ghaḍī bheḷī karīne jeṭalī thaī teṭalī ja āvardā pāvaḷiyāmā mānḍī chhe. Kem je, bākīnī to eḷe gaī chhe.” Em āpaṇe paṇ evu chhe je, jeṭalī ghaḍī Bhagwān sambandhī thayu eṭalī ja ghaḍī sāchu chhe. Ne kāmmā, krodhamā, lobhādikmā jemā jeṭalī kasar āhī raheshe teṭalī kyāk ṭāḷyā pachhī dhāmmā javāshe.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.29) / (6/160)

1. Bhāvārth: He Bhagwān! Tamārī vāto khūb sohāmaṇī chhe, karṇapriya chhe. Ā vāt Premānand Swāmīnā ‘Batiyā terī shyām sohāvaniyā ve’ padmā āve chhe.

Kīrtan

Batiyā terī shyām sohāvaniyā ve;

Sunī batiyā chhatiyā bhaī shital,

Trividh tāp nasāvaniyā ve... 1

Sunat sakal dukh bīsarat chhīnme,

Muni man ānand baḍhāvaniyā ve... 2

Jo kou sune prīti karī chhīn bharī,

Fīrī na hovahī bhav āvaniyā ve... 3

Patita-pāvan bhav bīsarāvanī,

Premānand man bhāvaniyā ve... 4

[Premānand Kāvya, Bhāg-2: Virah-Vilās 85]

2. Pāḷiyo, smārak tarīke ūbho karelo paththar.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading