TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૧૪૧ થી ૧૫૦
સ્વામી કહે, “બેઠકે ઓળખાય છે. તે મહારાજ પણ પૂછતા કે, ‘આ સાધુ કોની પાસે બેસે છે ને આ કોની પાસે બેસે છે?’ એમ નામ લઈને પૂછે. પછી જે જેની પાસે બેસતા હોય તેનાં નામ લઈ દેખાડે, ત્યારે તેવો કો’કનો સંગ ન કરવા જોગ હોય ને સારો સાધુ એની પાસે બેસે છે એમ જાણે, ત્યારે કહેશે જે, ‘પંડે તો સારા છે, પણ સાધુ ઓળખતાં આવડતું નથી,’ એમ કહેતા. માટે આ સંગમાં ભેદ દેખાડ્યો અને ઉત્તમ સંગ કરવો ને નરસાની તો સોબત જ ન કરવી.”
Swami said, “A person is known by the company he keeps. And Maharaj also asked, ‘Who does this sadhu sit with and who does that sadhu sit with?’ In this way, he asked the names. Then, whoever they sat with were shown, giving their name. Then, when Maharaj found out that there was someone whose company was not worth keeping and yet a good sadhu sat with him, he would say, ‘He himself is good, but he does not know how to recognize a good sadhu.’” Therefore, differences in this company were clearly shown. Keep the best company but do not keep bad company.
Swāmī kahe, "Beṭhake oḷakhāy chhe. Te Mahārāj paṇ pūchhatā ke, 'Ā sādhu konī pāse bese chhe ne ā konī pāse bese chhe?' Em nām laīne pūchhe. Pachhī je jenī pāse besatā hoy tenā nām laī dekhāḍe, tyāre tevo ko'kno sang na karavā jog hoy ne sāro sādhu enī pāse bese chhe em jāṇe, tyāre kaheshe je, 'Panḍe to sārā chhe, paṇ sādhu oḷakhatā āvaḍatu nathī,' em kahetā. Māṭe ā sangmā bhed dekhāḍyo ane uttam sang karavo ne narsānī to sobat ja na karavī."
જો રોટલા મળતા હોય તો આઘોપાછો પગ જ ન ભરવો; ને જો ભરે તો દુઃખી થાય; ને રોટલા તો સૂતા રહે તો પણ મહારાજ સોડમાં દઈ જાય ને નીકર દીધા હોય તે લઈ જાય; માટે દાળ-રોટલા ખાઈને ભજન કરી લેવું. લોકના ફિતુરમાં ને વ્યસન જેટલામાં તો આપણા રોટલા છે, એમ જાણવું ને ડોળ ન કરવો.
If one gets food then do not roam around. And if one does roam, then miseries arise. Even if one remains asleep, still Maharaj comes and gives food in bed, otherwise, even that which has been given is taken away. So, eat simple food and offer devotion. The amount spent in enjoyments and addictions by others (non-devotees), is sufficient to cater for a devotee’s subsistence. Know this and do not be pompous.
Jo roṭalā maḷatā hoy to āghopāchho pag ja na bharavo; ne jo bhare to dukhī thāy; ne roṭalā to sūtā rahe to paṇ Mahārāj soḍmā daī jāy ne nīkar dīdhā hoy te laī jāy; māṭe dāḷ-roṭalā khāīne bhajan karī levu. Loknā fiturmā ne vyasan jeṭalāmā to āpaṇā roṭalā chhe, em jāṇavu ne ḍoḷ na karavo.
નૃસિહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા, તે પંચસંધિ૧ મહિના એકમાં કંઠે કરી, પણ મૂર્તિ દેખાતી તે ન દેખાણી. પછી રોયા, તે મહારાજ કહે, “ભણવું મૂકી દિયો.” પછી મૂર્તિ અખંડ રાખ્યામાં દાખડો બહુ પડશે, કેમ જે, આ જીવે પાપ ઘણાં કર્યાં છે. તે પાપના કરોડ કોઠાર ભર્યા છે. તેમાંથી ભગવાને એક કોઠાર ફાડીને અરધાનાં ઇન્દ્રિયું, દેહ આદિ સમસ્ત કર્યું ને અરધામાંથી તેના ભોગનાં સ્થાનક કર્યાં. માટે એ બધુંય પાપ છે. કોઈ ઇન્દ્રિય, અંતઃકરણ ભગવાન ભજવા દે એવાં નથી ને જીવ તો એકલો છે, તે જો બળિયો થાય તો ભગવાન ભજાય. નીકર ભજવા દે એવાં નથી; પણ જે દી તે દી કર્યે છૂટકો છે, એ સિદ્ધાંત છે. ને અંતર્દૃષ્ટિ કરવી, તે ધીરે ધીરે કરવા માંડે તો થાય. તે એમ કર્યા વિના છૂટકો નથી.
૧. સંસ્કૃત વ્યાકરણનો એક ભાગ.
This jiva has committed many sins. Those sins fill tens of millions of storerooms. From them, God has opened one storeroom. And from one half, he has given the senses, body, etc.; and from the other half, he has made the physical organs for enjoyment of material pleasures. Therefore, all organs and objects of pleasure constitute sin. Senses or inner faculties will not allow one to worship God. So, the jiva stands alone, and only if it becomes strong can it worship God. Otherwise, they do not allow one to worship God. But one day it will have to be done; there is no alternative to it. That is a fact. So introspect, and slowly, the worship of God becomes possible. Without doing this there is no release.
Nṛusihānand Swāmīne Mahārāje bhaṇāvavā mānḍyā, te Panchsandhi1 mahinā ekamā kanṭhe karī, paṇ mūrti dekhātī te na dekhāṇī. Pachhī royā, te Mahārāj kahe, "Bhaṇavu mūkī diyo." Pachhī mūrti akhanḍ rākhyāmā dākhaḍo bahu paḍashe, kem je, ā jīve pāp ghaṇā karyā chhe. Te pāpnā karoḍ koṭhār bharyā chhe. Temāthī Bhagwāne ek koṭhār fāḍīne aradhānā indriyu, deh ādi samasta karyu ne aradhāmāthī tenā bhoganā sthānak karyā. Māṭe e badhuy pāp chhe. Koī indriya, antahkaraṇ Bhagwān bhajavā de evā nathī ne jīv to ekalo chhe, te jo baḷiyo thāy to Bhagwān bhajāy. Nīkar bhajavā de evā nathī; paṇ je dī te dī karye chhūṭako chhe, e siddhānt chhe. Ne antardraṣhṭi karavī, te dhīre dhīre karavā mānḍe to thāy. Te em karyā vinā chhūṭako nathī.
1. Sanskṛut vyākaraṇno ek bhāg.
એક કડિયે મહારાજની મૂર્તિ કરી, તે સૌ કહે, “ભારે કલમ છે.” ત્યારે સ્વામી કહે, “હા, એ તો બહુ સારું, પણ મેં તો બધુંયે જોયું તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી. તે કોઈથી ન રહે, માટે એ રાખવી.”
One sculptor sculpted a murti of Maharaj, and everyone said that he had a very good hand. Then Swami said, “Yes, his art is very good; but I have seen everything, and in that, I have found that to become lust-free is the most difficult. Nobody can observe it, so observe that.”
Ek kaḍiye Mahārājnī mūrti karī, te sau kahe, "Bhāre kalam chhe." Tyāre Swāmī kahe, "Hā, e to bahu sāru, paṇ me to badhuye joyu temā niṣhkāmīpaṇānī kalam sauthī bhāre jaṇāṇī. Te koīthī na rahe, māṭe e rākhavī."
આ નેત્રને આ સાધુનાં દર્શન થાય, ત્વચાને સ્પર્શ થાય, નાસિકાએ તેને ચડ્યાં હોય એ પુષ્પનો ગંધ લેવાય ને રસનાએ તેનો વિનય થાય એટલો જ લાભ છે.
The eyes of devotees have the darshan of this Sadhu, the skin gets to touch his feet, the nose is able to smell flowers offered to him and the tongue sings prayers to him. These are the only benefits of the senses.
Ā netrane ā Sādhunā darshan thāy, tvachāne sparsha thāy, nāsikāe tene chaḍyā hoy e puṣhpano gandh levāy ne rasnāe teno vinay thāy eṭalo ja lābh chhe.
મરવું એક દિવસ જરૂર છે પણ ભૂલી બેઠા છીએ એ પૂરું અજ્ઞાન છે, આત્મા દેખાણે ન વળવું,૧ ધ્યાન પરાયણે ન થયું,૨ આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ એ પ્રમાણે રહે ત્યારે સાધુ થાય, તે પૂરો સાધુ કહેવાય. કોટિકલ્પશતૈરપિ। ત્યારે અંત આવે છે.
૧. આત્મા દેખાણે ન વળવું એટલે આત્માના સાક્ષાત્કાર માટે પાછી વૃત્તિ વાળીને પુરુષાર્થ ન કરવો. બીજો અર્થ: આત્માનું દર્શન થયે સાધનાનો અંત આવી ગયો એમ ન માનવું, કારણ કે સાધુતાના ગુણ આત્મસાત કરવા રહી જાય.
૨. ધ્યાન પરાયણે ન થયું એટલે ભગવાનનું ધ્યાન-ચિંતવન કરવામાં લગની ન લાગી.
It is certain that we will die one day, but that we have forgotten this is total ignorance. It is not enough merely to visualise the ātmā and be engrossed in meditation. ‘Ākuti chiti chāpalyarahitā nishpari-grahāhā’1 – when one lives like this, one becomes a sadhu. And he is called a complete sadhu. Even after hundreds of millions of years this is what has to be done. Only then is the end attained.
1. Akutichitichāpalyarahitā nishparigrahā;
Bodhane nipurnā ātmanishthā sarvopakārena. - Satsangijivan 5/22/29
Free from innate desires to enjoy worldly objects, free from the desire to possess worldly wealth; expert in communicating spiritual knowledge, self-realized, naturally helpful to all people.
Maravu ek divas jarūr chhe paṇ bhūlī beṭhā chhīe e pūru agnān chhe, ātmā dekhāṇe na vaḷavu,1 dhyān parāyaṇe na thayu,2 Ākuti-chiti-chāpalyarahitā niṣhparigrahāh e pramāṇe rahe tyāre sādhu thāy, te pūro sādhu kahevāy. Koṭikalpashatairapi... tyāre ant āve chhe.
1. Ātmā dekhāṇe na vaḷavu eṭale ātmānā sākṣhātkār māṭe pāchhī vṛutti vāḷīne puruṣhārth na karavo. Bījo arth: ātmānu darshan thaye sādhanāno ant āvī gayo em na mānavu, kāraṇ ke sādhutānā guṇ ātmasāt karavā rahī jāy.
2. Dhyān parāyaṇe na thayu eṭale Bhagwānnu dhyān-chintavan karavāmā laganī na lāgī.
અમે વાડી કરી છે તે ત્યાં જાવું બહુ ગમે છે, કેમ જે, વન, પર્વત, ઝાડી ગમે એ રુચિ, ને આ આટલું બ્રહ્માંડનું કામ કરીએ તે તો આજ્ઞાએ, પણ અનુસંધાન ઓલ્યું; ને આ તો મોટું રાજ છે તે કોટિક તો સંકલ્પ કરવા પડે, પણ અંતરમાં કાંઈ નહીં એવો મારો સ્વભાવ છે. માટે સૌને એમ કરવાની રુચિ રાખવી. કરવા માંડે તો થાય; જેમ ભણવા મંડ્યે ભણાય છે, એ આદિક સર્વે ક્રિયા કરે તો થાય. આ ગિરનાર જેવડા તરંગ હૈયામાં ઊઠે તેથી મોટા ડુંગર જેવડા ઊઠે. તે માટે જરા જરા બંધ રાખીને ભગવાનને સંભારવા.
I have set up a farm and like to go there very much, since I like forests, mountains, grass and trees – it is my preference. That I do the work of this universe is due to the instructions of God, but the focus remains on him. As this mandir administration is like a big kingdom, so many projects have to be done, but there is no desire within me – that is my nature. Therefore, everyone should keep a wish to do like that. If one starts to do, it happens, just as if one starts to study, one can really study. This and other tasks can be done if attempted. Waves of desires as high as and higher than Girnar arise within one’s heart. For this reason, reduce desires little by little and remember God.
Ame vāḍī karī chhe te tyā jāvu bahu game chhe, kem je, van, parvat, zāḍī game e ruchi, ne ā āṭalu brahmānḍnu kām karīe te to āgnāe, paṇ anusandhān olyu; ne ā to moṭu rāj chhe te koṭik to sankalp karavā paḍe, paṇ antarmā kāī nahī evo māro swabhāv chhe. Māṭe saune em karavānī ruchi rākhavī. Karavā mānḍe to thāy; jem bhaṇavā manḍye bhaṇāy chhe, e ādik sarve kriyā kare to thāy. Ā Girnār jevaḍā tarang haiyāmā ūṭhe tethī moṭā ḍungar jevaḍā ūṭhe. Te māṭe jarā jarā bandh rākhīne Bhagwānne sambhārvā.
એક જણ તો કોઠારીને મારવાનું ધારતો હતો. તે ભગવાનનો કોપ થયો તેથી દોઢ વરસ સુધી માંદો રહ્યો. પછી મારી આગળ રોયો ને દીન થયો, ત્યારે મને દયા આવી એટલે મટ્યું. માટે એવા સ્વભાવ ન રાખવા.
There was one who thought about harming the kothāri of the mandir. This angered God and he fell ill for a year and a half. Then, he cried in front of me and became humble. I felt pity, and so his illness went away. Therefore, one should not keep such petty natures.
Ek jaṇ to koṭhārīne māravānu dhārato hato. Te Bhagwānno kop thayo tethī doḍh varas sudhī māndo rahyo. Pachhī mārī āgaḷ royo ne dīn thayo, tyāre mane dayā āvī eṭale maṭyu. Māṭe evā swabhāv na rākhavā.
મેડે મંડળી ભેળી થઈને મલકની નિંદા કરે છે. તે જો કરશે તો કાઢી મૂકશું. ને જે ધર્મામૃત આપણી ઉપર જ કર્યું છે તે લોપીને ચોરિયું કરે છે ને લૂગડાં વધુ રાખે છે તે ઠીક નહીં પડે; ટિટોડી ઊંચા પગ કરે તેણે કરીને આકાશ નહીં ઝિલાય, તે સારુ કાંઈ અટક્યું નહીં રહે, કાઢી જ મૂકશું.
કાંઉં ઝાઝાં કગોરડાં ને કાંઉં ઝાઝા કપૂત,
હકડિ તો મહીડી ભલી ને હકડો ભલો સપૂત.૧
માટે જે રાખતા હોય તે આ ઘડી ચાલવા માંડો, અમારે તો ધર્મ રાખતાં જે થાશે તે કરવું છે એવો ઠરાવ છે.
૧. દાદા મેકરણ રચિત મૂળ દોહો આ રીતે છે:
કાંઉ ઝાઝા કાગોલિયા, કાંઉ ઝાઝા કપૂત.
હંસો તો હેક જ ભલો, હકડો ભલો સપૂત.
ઝાઝા કાગડા કે ઝાઝા કુપુત્રો શું કામના? એક જ રૂડો હંસ અને એક જ સપુત્ર હોય તો તે બસ થઈ પડે.
A group gathers on the first floor balcony and criticizes the whole town. And those who do such things will be thrown out. The Dharmamrut has been written for us; and despite that, if one transgresses it, steals and keeps extra clothes, then it is not proper. And if a lapwing raises its legs, it will not be able to support the sky.1 The transgressors will be thrown out.
Kaou jhājhā kagordā ne kaou jhājhā kaput,
Hakdi to mahidi bhali ne hakdo bhalo saput.2
Therefore, those who keep extra clothes, etc. should leave immediately. For us, we will do whatever is necessary to preserve dharma. That is our resolve.
1. When rain falls a lapwing raises its leg thinking it can prevent the rain from falling. It does not realize the futility of its actions, since the rain will continue to fall. Similarly, those who break the codes will not be able to prevent their removal from Satsang.
2. Written by Dada Mekaran, a saint-poet of Kutch, the original words are:
Kāou jhājhā kāgoliyā, kāou jhājhā kaput.
Hanso to hek ja bhalo, hakado bhalo saput.
What is the point of having many crows and many worthless sons? It is enough to have just one swan and one virtuous son.
Meḍe manḍaḷī bheḷī thaīne malaknī nindā kare chhe. Te jo karashe to kāḍhī mūkashu. Ne je Dharmāmṛut āpaṇī upar ja karyu chhe te lopīne choriyu kare chhe ne lūgaḍā vadhu rākhe chhe te ṭhīk nahī paḍe; ṭiṭoḍī ūnchā pag kare teṇe karīne ākāsh nahī zilāy, te sāru kāī aṭakyu nahī rahe, kāḍhī ja mūkashu.
Kāu zāzā kagoraḍā ne kāu zāzā kapūt,
Hakaḍi to mahīḍī bhalī ne hakaḍo bhalo sapūt.1
Māṭe je rākhatā hoy te ā ghaḍī chālavā mānḍo, amāre to dharma rākhatā je thāshe te karavu chhe evo ṭharāv chhe.
1. Dādā Mekaraṇ rachit mūḷ doho ā rīte chhe:
Kāu zāzā kāgoliyā, kāu zāzā kapūt.
Hanso to hek ja bhalo, hakaḍo bhalo sapūt.
Zāzā kāgaḍā ke zāzā kuputro shu kāmanā? Ek ja rūḍo hansa ane ek ja saputra hoy to te bas thaī paḍe.
અમારે તો કાંઈ વસ્ત્ર જ ન જોઈએ, એક ધાબળી પણ નથી ને આ ખાધાનું તો કો’કના સારાને અર્થે છે; બાકી દાળ-રોટલા જોઈએ ને બીજામાં મહારાજને પ્રતાપે સહેજે અરુચિ રહે છે, તે માટે ભૂંડા સ્વભાવનો ત્યાગ કરીને ભગવાન ભજવા.
I do not need any clothes – I do not have even a simple blanket, and this eating is for the good of others. Otherwise, I prefer only simple food. And by Maharaj’s grace, I naturally have no interest in other objects. For this, renounce bad innate instincts and worship God.
Amāre to kāī vastra ja na joīe, ek dhābaḷī paṇ nathī ne ā khādhānu to ko'knā sārāne arthe chhe; bākī dāḷ-roṭalā joīe ne bījāmā Mahārājne pratāpe saheje aruchi rahe chhe, te māṭe bhūnḍā swabhāvno tyāg karīne Bhagwān bhajavā.