TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૧૩૧ થી ૧૪૦
“અંતરનો કુસંગ, બહારનો કુસંગ ને સત્સંગમાં કુસંગ એને ઓળખીને તેનો ત્યાગ કરવો. તે અંતરનો કુસંગ જે, મનમાં ભૂંડા ઘાટ થાય; ને સત્સંગમાં કુસંગ જે, લોક, ભોગ ને પક્ષ; તે પક્ષે કરીને આચાર્યનું, મંદિરનું, કોઠારનું ને મોટા સાધુનું ઘસાતું બોલે.” ત્યારે કો’કે પ્રશ્ન પૂછ્યું જે, “એ થઈ ગયું હોય તે કેમ ટળે?” એટલે સ્વામી કહે, “એ તો મોટા સાધુનો વિશ્વાસ હોય જે, ‘એ ભગવાન જેવા છે ને ભગવાનની પેઠે અંતરજામી છે તે જાણે છે પણ કહેતા નથી.’ એમ જાણે તો ટળે.”
Recognize and shun bad company within oneself, bad company external to Satsang and bad company within Satsang. Bad company within oneself are bad thoughts that arise in the mind. Bad company within Satsang is people, the material pleasures and bias. And because of bias, one speaks ill of the āchāryas, mandir and the great Sadhu. Then someone asked, “If that has happened, how can it be overcome?” So Swami said, “It is overcome if one has faith in the great Sadhu, that he is like God and is omniscient like God and so knows that I have spoken ill of him, yet he does not reveal it to others.”
"Antarno kusang, bahārno kusang ne satsangmā kusang ene oḷakhīne teno tyāg karavo. Te antarno kusang je, manmā bhūnḍā ghāṭ thāy; ne satsangmā kusang je, lok, bhog ne pakṣha; te pakṣhe karīne āchāryanu, mandirnu, koṭhārnu ne Moṭā Sādhunu ghasātu bole." Tyāre ko'ke prashna pūchhyu je, "E thaī gayu hoy te kem ṭaḷe?" Eṭale Swāmī kahe, "E to Moṭā Sādhuno vishvās hoy je, 'E Bhagwān jevā chhe ne Bhagwānnī peṭhe antarjāmī chhe te jāṇe chhe paṇ kahetā nathī,' em jāṇe to ṭaḷe."
એક સાધુએ પ્રસાદી ખાધી તે સારુ પંક્તિ બહાર કાઢેલ. પછી એક હરિભક્તે મહારાજ આગળ કહ્યું કે, “કુરાનમાં લખ્યું છે જે, ખુદા સવારના પહોરમાં સાદ પડાવે છે જે, કોઈ ગુનેગાર છે? તો છોડી મૂકીએ,” એમ કહ્યું. ત્યારે મહારાજ કહે, “એ વાત સાચી છે.” પછી હાથ જોડીને ઓલ્યા સાધુ દીન થઈ ગયા, એટલે તે ઉપર રાજી થઈ ગયા, તેમ છે. દીન થાવું; એ તો સારું કરવા જ ઊભા છે. પછી ઓલ્યો કહે, “ત્યારે માફ કરજો ને કહેશો એમ કરવું છે ને તમને રાજી કરવા છે, તે રૂડું થાય તેમ મુને કહેજો.” પછી કહે, “ઠીક, ભજન કરવા માંડો.” જુઓને! મારે ચેલા છે, પગ દાબે એમ છે, ઢોલિયો છે, ગાદલાં ને ખાધાનું છે ને જે હું કહું તે તરત કરી દિયે એમ છે, પણ હું જો તે કરું ને કોઈને ન કરવાનું કહું તો મનાય નહીં ને સૌ કરે. તે લખ્યું છે જે, “ઋષભદેવ ભગવાન શિક્ષાને અર્થે સિદ્ધિયુંને ન ગ્રહણ કરતા હવા.”૧ એમ આપણે રહેવું.
૧. જુઓ ભાગવત: ૫-૫-૩૫. પરમહંસોને ત્યાગના આદર્શની શિક્ષા (બોધ) દેવા માટે ઋષભદેવે આકાશગમન, મનોવેગથી ગમન કરવું, અંતર્ધાન, પરકાયા પ્રવેશ, દૂરદર્શન, દૂરશ્રવણ સિદ્ધિઓ વગર ઇચ્છાએ આવી તો પણ તેનો આદર ન કર્યો કે તેને સ્વીકરી નહીં.
One sadhu ate prasādi,1 therefore, he was expelled from the group. One devotee asked Maharaj, “It is written in the Quran that God cries out in the morning: ‘Is there anyone guilty (of sin)? If so, I will free them.’” Maharaj replied, “That is true.” So, that sadhu humbly folded his hands (admitted his guilt), so Maharaj was pleased with him. It is like that - one should become humble. God is there to do good unto all. Then, he said, “Please forgive me. And I want to do as you say and please you. So tell me what will benefit me.” So Maharaj replied, “Very well. Start worshiping God.” Look! I have attendants who massage my legs, I have a cushioned seat, pillows, and food. And when I ask something to be done, it is done. However, if I do something (behave against Maharaj’s āgnā or disciplines of sadhus), and then I tell others not to follow my behavior, then no one would listen to me. It is written that: “To set an example, Rushabhdev Bhagwan did not accept the siddhis.”2 We should behave accordingly.
1. Shriji Maharaj often issued special prakarans from time to time. It seems that this must have been a prakaran where a sadhu cannot directly take prasādi or a sadhu cannot accept certain types of prasādi items. This sadhu must have transgressed this rule and was temporarily cast out from the group.
2. The eight achievements or yogic powers. To set an example of the level of renunciation for the paramhansas, Rushabhdev Bhagwan did not accept the eight yogic powers: (1) animā - the ability to make oneself subtle or small, whereby the yogi can enter even nonporous rocks; (2) mahimā - the ability to become large, whereby a yogi can become as large as a mountain; (3) garimā - the ability to make oneself heavy, whereby the yogi is not moved by even the strongest of winds; (4) laghimā - the ability to make oneself light giving the yogi the ability to travel with a ray of light to the abode of Surya; (5) ishitva - the ability to create, sustain and destroy living and non-living entities; (6) vashitva - the ability to exert control over living and non-living entities; (7) prāpti - the ability to grasp, whereby a yogi can fetch objects that may be extremely far away; (8) prākāmya - the ability to make one’s wishes come true.
Ek sādhue prasādī khādhī te sāru pankti bahār kāḍhel. Pachhī ek haribhakte Mahārāj āgaḷ kahyu ke, "Kurānmā lakhyu chhe je, Khudā savārnā pahormā sād paḍāve chhe je, koī gunegār chhe? To chhoḍī mūkīe," em kahyu. Tyāre Mahārāj kahe, "E vāt sāchī chhe." Pachhī hāth joḍīne olyā sādhu dīn thaī gayā, eṭale te upar rājī thaī gayā, tem chhe. Dīn thāvu; e to sāru karavā ja ūbhā chhe. Pachhī olyo kahe, "Tyāre māf karajo ne kahesho em karavu chhe ne tamane rājī karavā chhe, te rūḍu thāy tem mune kahejo." Pachhī kahe, "Ṭhīk, bhajan karavā mānḍo." Juone! Māre chelā chhe, pag dābe em chhe, ḍholiyo chhe, gādalā ne khādhānu chhe ne je hu kahu te tarat karī diye em chhe, paṇ hu jo te karu ne koīne na karavānu kahu to manāy nahī ne sau kare. Te lakhyu chhe je, "Hruṣhabhdev Bhagwān shikṣhāne arthe siddhiyune na grahaṇ karatā havā."1 Em āpaṇe rahevu.
1. Juo Bhāgwat: 5-5-35. Paramhansone tyāgnā ādarshnī shikṣhā (bodh) devā māṭe Hruṣhabhdeve ākāshgaman, manovegthī gaman karavu, antardhān, parakāyā pravesh, dūrdarshan, dūrshravaṇ siddhio vagar ichchhāe āvī to paṇ teno ādar na karyo ke tene svīkarī nahī.
પક્ષ ને સ્નેહ તો જનાવર સુધી છે, તે પોતાનાં બચ્ચાંને જ સેવે ને ધવરાવે છે. એક કણબી ભેંસનું પાડું લઈને આગળ ચાલ્યો જાતો હતો તે ભેંસ એક ગાઉ સાવજ આવ્યો ત્યાં સુધી પાછે પગે ચાલી ગઈ; એમ છે. માટે આપણે તો એ ત્યાગ કરીને ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું, એમાં મહારાજનો રાજીપો છે, માટે એમ વર્તવું.
Bias and attachment towards one’s own offspring exist even in animals. They serve and feed only their own young. One farmer was walking ahead with the young of a water-buffalo and when a lion came, the mother buffalo walked backwards for two miles (to keep a watch on the lion). It is like that. Therefore, we should renounce that bias and attachment and live as per the three scriptures.1 Maharaj’s blessings is in that, so act like that.
1. Shikshapatri, Nishkam Suddhi, and Dharmamrut.
Pakṣha ne sneh to janāvar sudhī chhe, te potānā bachchāne ja seve ne dhavarāve chhe. Ek kaṇabī bhesnu pāḍu laīne āgaḷ chālyo jāto hato te bhes ek gāu sāvaj āvyo tyā sudhī pāchhe page chālī gaī; em chhe. Māṭe āpaṇe to e tyāg karīne traṇ granth pramāṇe rahevu, emā Mahārājno rājīpo chhe, māṭe em vartavu.
તમો કહો છો જે, “કે’જો,” તે હું તો કહું જ. તે સભામાં કહું, નીકર છેલ્લી બાકી ઇતિહાસ કથા કહું, પણ જીવમાંથી ડંખ કાઢી નાખું. માટે સાધુને સેવવા ને એનું ઘસાતું ન બોલવું. તે ઉપર મધ્યના અઠ્યાવીસમા વચનામૃતની વાત વિસ્તારીને કરી.
You ask me to speak, so I speak. I say it in the assembly, otherwise, in the end, I narrate a historical story, but I remove the sting from the jiva. Therefore, serve the Sadhu and do not speak ill of him. On this, he narrated the discourse of Vachanamrut Gadhada II-28 in detail.
બહાર ભજન કર્યે બહાર વૃત્તિ ફેલાય, તે જો રજોગુણ, તમોગુણ વર્તતા હોય તો કરવું પણ સત્ત્વમાં તો અંતરમાં જ કરવું, જેણે કરીને ભગવાન સાંભરે છે. ને ઊંડા ઊતરી જાવું ને ભજન કરવું. તે પ્રથમ તો ઘણા હરિભક્તની વાત કહી દેખાડી.
By external worship, the mind’s focus spreads externally. So if rajogun or tamogun prevails, then offer worship out loud; but during sattvagun, offer worship only internally so that God is remembered. So, go deep and offer worship. Then, the stories of many devotees were narrated.
Bahār bhajan karye bahār vṛutti felāy, te jo rajoguṇ, tamoguṇ vartatā hoy to karavu paṇ sattvamā to antarmā ja karavu, jeṇe karīne Bhagwān sāmbhare chhe. Ne ūnḍā ūtarī jāvu ne bhajan karavu. Te pratham to ghaṇā haribhaktanī vāt kahī dekhāḍī.
બીજું જે કહે તે થાય પણ હરિભક્ત ન થવાય, તે કો’ક થાય પણ તેથી સાધુ ભેળું ન રહેવાય ને કો’ક રહે પણ વિષય ત્યાગ ન થાય; તે કો’ક કરે પણ એથી ભગવાનમાં ન જોડાવાય; એ તો બહું જ આકરું છે.
Whatever else is said can be done, but it is difficult to become a true devotee. Some do become, but they are unable to stay with the Sadhu. Some do stay with him, but material pleasures are not renounced. Some do renounce, but, they are not able to attach to God. That is extremely difficult.
Bīju je kahe te thāy paṇ haribhakta na thavāy, te ko'k thāy paṇ tethī Sādhu bheḷu na rahevāy ne ko'k rahe paṇ viṣhay tyāg na thāy; te ko'k kare paṇ ethī Bhagwānmā na joḍāvāy; e to bahu ja ākaru chhe.
બીજું તપ, ધારણાં-પારણાં બે મહિનાનાં કહો તો કરે, પણ ઓલ્યું જે સૂક્ષ્મ તપ૧ એ તો ન જ થાય.
૧. ભૂખ કરતાં બે કોળિયા ઓછું ખાવું, ભાવતું ન ખાવું.
If instructed, dhārnā-pārnā and other austerities are done for two months, but the subtle austerity1 simply cannot be achieved (i.e. difficult to put into practice).
1. Subtle austerity is decreasing one’s intake by one morsel or eating less than one’s requirement. This type of austerity is more difficult than observing dhārnā-pārnā for example, in which one observes a complete fast every other day.
Bīju tap, dhāraṇā-pāraṇā be mahinānā kaho to kare, paṇ olyu je sūkṣhma tap1 e to na ja thāy.
1. Bhūkh karatā be koḷiyā ochhu khāvu, bhāvatu na khāvu.
વળી, એક આ કામ પણ કઠણ છે. તે શું? તો જે, સવારથી બપોર સુધી આંખ્યું મીંચીને ન બેસી રહેવાય. નીકર તો બધો જન્મારો બાહ્ય દૃષ્ટિએ બેસાય. ને બાહ્ય દૃષ્ટિએ જો માળા ફેરવે તો બીજે મન ભમે ને આંખ્યું મીંચીને ફેરવે તો ભગવાન સાંભરે. તે આમ દિવસ આખો ફેરવાય, પણ ભગવાન સંભારીને તો પાંચ પણ ન ફેરવાય. એ પાંચ જુદી રીતની થાય. માટે ધીરે ધીરે નિત્યે ભગવાનમાં જોડાવું. તે ન થાય તો સાધુમાં પ્રથમ જોડાવું, તો પછી ભગવાનમાં સહેજે જોડાવાય.
Even this one task is difficult. What is that? It is not possible to sit in meditation with eyes closed from morning to evening. In fact, a whole lifetime is spent looking outwardly. And if rosaries are turned with outward vision, then the mind roams elsewhere, but if turned with eyes closed, God is remembered. In this way, (rosaries) can be turned all day, but not even five can be turned while remembering God. Those five are done in a different way. So daily, gradually become attached with God. If that does not happen, then connect with the Sadhu, and then naturally one will be able to connect to God.
Vaḷī, ek ā kām paṇ kaṭhaṇ chhe. Te shu? To je, savārthī bapor sudhī ānkhyu mīchīne na besī rahevāy. Nīkar to badho janmāro bāhya draṣhṭie besāy. Ne bāhya draṣhṭie jo māḷā ferave to bīje man bhame ne ānkhyu mīchīne ferave to Bhagwān sāmbhare. Te ām divas ākho feravāy, paṇ Bhagwān sambhārīne to pāch paṇ na feravāy. E pāch judī rītnī thāy. Māṭe dhīre dhīre nitye Bhagwānmā joḍāvu. Te na thāy to Sādhumā pratham joḍāvu, to pachhī Bhagwānmā saheje joḍāvāy.
એક સાધુને રામદાસભાઈની મૂર્તિ ધરાઈ ગઈ, તેથી બળતરા થઈ ને રોયા. પછી અમે તેને કહ્યું જે, “પહેલાં સાધુ દેખાય ને પછી ભગવાન દેખાય.” તે પછી ત્રણ દિવસે ભગવાન દેખાણા, એમ થાય. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં પણ છે જે, ‘સાધુ ભેળા ભગવાન,’ તે માટે એમ કરવું. એટલે એક સાધુએ કહ્યું જે, “એમ તો ભગવાનની કૃપાએ થાય.” ત્યારે સ્વામી કહે જે, “આપણે કયે દિવસે કરવા બેઠા ને ન થયું? એ ભગવાન ને મોટા સાધુ તેને તો એમ જ કરાવવું છે ને આ તો જીવની ખોટ છે, નીકર એની તો કૃપા જ છે. ને નિત્યે ભગવાનમાં જોડાવાનો આગ્રહ રાખવો. નિત્ય બળિયું૧ એમ શાસ્ત્રમાં કહ્યું છે તે થાશે. એ કર્યા વિના છૂટકો નથી.”
૧. થોડું થોડું પણ સતત સત્કર્મ થતું હોય તો સમય જતાં તે ઘણું વધી જાય છે.
In Muktanand Swami’s kirtan it is said, ‘Sadhu bhelā Bhagwan.’1 So become attached to the Sadhu. Then, a sadhu said, “That happens only by God’s grace.” So, Swami said, “On which day have we sat to do that and it has not happened? God and the great Sadhu want to have it done that way only. It is the jiva’s deficiency that it has not tried, otherwise his grace is already there. Insist daily on attaching to God. Daily efforts, as stated in the scriptures, will make it happen. There is no alternative but to attach with the Sadhu.”
1. God is accompanied by his holy Sadhu.
Ek sādhune Rāmdāsbhāīnī mūrti dharāī gaī, tethī baḷatarā thaī ne royā. Pachhī ame tene kahyu je, "Pahelā sādhu dekhāy ne pachhī Bhagwān dekhāy." Te pachhī traṇ divase Bhagwān dekhāṇā, em thāy. Te Muktānand Swāmīnā kīrtanmā paṇ chhe je, 'Sādhu bheḷā Bhagwān,' te māṭe em karavu. Eṭale ek sādhue kahyu je, "Em to Bhagwānnī kṛupāe thāy." Tyāre Swāmī kahe je, "Āpaṇe kaye divase karavā beṭhā ne na thayu? E Bhagwān ne Moṭā Sādhu tene to em ja karāvavu chhe ne ā to jīvnī khoṭ chhe, nīkar enī to kṛupā ja chhe. Ne nitye Bhagwānmā joḍāvāno āgrah rākhavo. Nitya baḷiyu1 em shāstramā kahyu chhe te thāshe. E karyā vinā chhūṭako nathī."
1. Thoḍu thoḍu paṇ satat satkarma thatu hoy to samay jatā te ghaṇu vadhī jāy chhe.
એક કણબી હતો તે બે પહોર જ રળે,૧ કાં જે, થોડા કાળમાં મરી જાવું છે તે શીદ દિવસ બધો કુટિયે? એમ કુસંગીને પણ થયું, ત્યારે આપણે તો સત્સંગી થયા, તે ઢગ૨ દિવસ રળ્યા, ને હવે તો આવા સાધુનો જોગ કરી લેવો, એ દુર્લભ છે, પણ મેમણના ત્રેલાની૩ પેઠે તાણ્યા ન કરવું.
૧. કમાણી કરે, કાર્ય કરે.
૨. ઘણા દિવસ, લાંબો કાળ.
૩. તરેલાં, જેમાં ચાર કે ત્રણ બળદ જૂત્યા હોય છે.
There was one farmer who farmed only for six hours since he thought, “I will die in a short time, so why work all day?” Even non-satsangis think like this. And we have become satsangis and have tilled for many days, so now associate with this Sadhu, whose company is rare. But, do not over-exert like the bullocks of Meman pulling the yoke.
Ek Kaṇabī hato te be pahor ja raḷe,1 kā je, thoḍā kāḷmā marī jāvu chhe te shīd divas badho kuṭiye? Em kusangīne paṇ thayu, tyāre āpaṇe to satsangī thayā, te ḍhag2 divas raḷyā, ne have to āvā Sādhuno jog karī levo, e durlabh chhe, paṇ memaṇnā trelānī3 peṭhe tāṇyā na karavu.
1. Kamāṇī kare, kārya kare.
2. Ghaṇā divas, lāmbo kāḷ.
3. Tarelā, jemā chār ke traṇ baḷad jūtyā hoy chhe.