TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૧૨૧ થી ૧૩૦
આવા સાધુનો ગુણ લે તે બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે ને અવગુણ લે તે ઘટી જાય ને જડ થઈ જાય. ને મહારાજ કહે, “ચોસઠ લક્ષણે જુક્ત એવા સાધુ૧ તેનાં દર્શન અમે પણ કરવા ઇચ્છીએ છઈએ.” ત્યારે જો ભગવાન પણ તેનાં દર્શન કરવા ઇચ્છે તો બીજાની શી વાત કહેવી! તેવા સાધુ આપણને મળ્યા, તેનું આપણને અહોહો નથી થાતું.
‘સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી સીખવે રામકી રીતકું જી’
એવા, ને -
તીન તાપકી ઝાળ જર્યો પ્રાની કોઈ આવે;
તાકું શીતલ કરત તુરત દિલદાહ મિટાવે.
એવા, ને સાધવો હૃદયં મમ એમ કહ્યું છે, એવા સાધુનો સમાગમ કરવો. હવે એવા સાધુ ને મહારાજ એ તો ઓળખાણા, પણ વિષયમાં રાગ રહી જાય છે, એ વાતની ખોટ્ય છે. માટે હમણાં જ ચોખું કરવું. જેમ હજાર કૂતરાં, મિંદડાં, ઊંટિયાં એ સડી ગયેલ પડ્યાં હોય તે જેવાં ભૂંડાં લાગે તેવા વિષય લાગે ત્યારે થાય; તે સારુ આત્મનિષ્ઠા શીખવી.
૧. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, પ. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત. ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭] (સ્વામીની વાત: ૧/૧૭૧ની પાદટીપ)
One who sees virtues in this Sadhu progresses like the waxing moon of the second day of the bright half of the month. And if one sees faults, one declines and becomes lifeless like the waning moon.
Maharaj says, “Even I desire to have darshan of the Sadhu who possesses the 64 virtues.”1 So, if even God wishes to have his darshan, then what is to be said of others? We have attained such a Sadhu, but we do not feel truly elated.
“Sāche sant mile kami kāhu rahi,
sāchi shikhve Ramki ritkuji.”2
Tin tāpki jhāl jaryo prāni koi āve;
Tāku shital karat turat dil dah bujhāve.3
And ‘Sādhavo hrudayam mama.’4 Associate with such a Sadhu. Now, such a Sadhu and Maharaj have been recognized but deep desires for enjoyment of material pleasures remain and there is deficiency in this aspect. Therefore, purify everything (mind, body, etc.) now. This happens when the material pleasures are believed to be like a thousand rotting dogs, cats and camels lying around. For this, one should learn ātmā-realization.
1. The 64 qualities of a sadhu (as mentioned in the Satsangijivan/Harigita: 1/25-37) are, one who:
1. Is compassionate,
2. Is forgiving,
3. Wishes the betterment of all jivas,
4. Tolerates cold, heat, etc.,
5. Does not look at the flaws in others’ virtues,
6. Is tranquil,
7. Does not have an enemy,
8. Is devoid of jealousy and animosity,
9. Is free of ego and envy,
10. Honors others,
2. One who surrenders to the true Sadhu has no deficiencies, since he shows the true path to God.
3. If one who is suffering from the three miseries comes to the Sadhu, one feels peace and one’s heartaches are removed.
4. A sadhu is my heart.
Āvā Sādhuno guṇ le te bījnā chandranī peṭhe vṛuddhi pāme ne avaguṇ le te ghaṭī jāy ne jaḍ thaī jāy. Ne Mahārāj kahe, "Chosaṭh lakṣhaṇe jukta evā sādhu1 tenā darshan ame paṇ karavā ichchhīe chhaīe." Tyāre jo Bhagwān paṇ tenā darshan karavā ichchhe to bījānī shī vāt kahevī! Tevā sādhu āpaṇne maḷyā, tenu āpaṇne ahoho nathī thātu.
'Sāche sant mile kamī kāhu rahī, sāchī sīkhave Rāmkī rītku jī'
Evā, ne -
Tīn tāpkī zāḷ jaryo prānī koī āve;
Tāku shītal karat turat dildāh miṭāve.
Evā, ne Sādhavo hṛudayam mama em kahyu chhe, evā Sādhuno samāgam karavo. Have evā Sādhu ne Mahārāj e to oḷakhāṇā, paṇ viṣhaymā rāg rahī jāy chhe, e vātnī khoṭya chhe. Māṭe hamaṇā ja chokhu karavu. Jem hajār kūtarā, mindaḍā, ūnṭiyā e saḍī gayel paḍyā hoy te jevā bhūnḍā lāge tevā viṣhay lāge tyāre thāy; te sāru ātmaniṣhṭhā shīkhavī.
1. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit. 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37] (Swāmīnī vāt: 1/171nī pādaṭīpa)
મહારાજ કહે, “વહાણનાં લાકડાં કેટલાંક તો લીધાં છે, ને કેટલાંક ઘડાય છે, ને કેટલાંક વહાણ તૈયાર થયાં છે, ને કેટલાંકમાં માલ ભરાણો છે, ને કેટલાંક અધવચાળે પૂગ્યાં છે, ને કેટલાંક તો પાર ઊતર્યાં છે.” એમ આપણા સત્સંગમાં માણસનું છે.
Maharaj says, “Wood for some ships has been taken; some is being carved; some ships are ready; in some the cargo has been loaded; some have reached halfway; and some have reached the other side.” Similarly, people are at various stages of liberation, like the ships in making.
Mahārāj kahe, "Vahāṇnā lākaḍā keṭlāk to līdhā chhe, ne keṭlāk ghaḍāy chhe, ne keṭlāk vahāṇ taiyār thayā chhe, ne keṭlākmā māl bharāṇo chhe, ne keṭlāk adhvachāḷe pūgyā chhe, ne keṭlāk to pār ūtaryā chhe." Em āpaṇā satsangmā māṇasnu chhe.
અહોહો! ભગવાન સંગાથે આમ કરવું તે અમારો તો એવો ઠરાવ જે,
નેણ કુરંગા નાગરિ,૧ વરું તો વ્રજરાજ, નીકર રહું કુંવારી,
સો માથાં જાતાં રે સોંઘા છોગાળા,૨
એક શિરકે વાસ્તે ક્યું ડરત હે ગમાર?
ડોલરિયા ઘોળ્યો રે કે તમ ઉપર દેહડો!
એવા ઠરાવ કરવા ત્યારે ભગવાન રાજી થાય, અર્થં સાધયામિ વા દેહં પાતયામિ ત્યારે એ કામ સિદ્ધ થાય છે.
૧. હરણી જેવી આંખોવાળી રુક્મિણી.
૨. ભાવાર્થ: આ ભગવાન એટલા દુર્લભ છે કે તેમના માટે તો સો માથા જતાં કરવા પડે તો પણ ઓછું છે. આ વાત બ્રહ્માનંદ સ્વામીના ‘મારે મંદિર ના’વો રે’ પદમાં ઉલ્લેખાયેલી.
કીર્તન
મારે મંદિર ના’વો રે, કે મોહન શા માટે;
શિર સાટે ઘોળ્યું રે, કે વાલમ તમ માટે. ૧
શું કરશે ધોળ્યા રે, કે જૂઠા સંસારી;
ધરશો મા શંકા રે, કે મનમાં ગિરધારી. ૨
જગજીવન તમને રે, કે સાચા જાણીને;
કોણ માને જગની રે, કે ખોટી વાણીને. ૩
મારે મનડે ભાવ્યા રે, કે મોહન મરમાળા;
સો માથાં જાતાં રે, કે સોંઘા છોગાળા. ૪
તમ સાથે જોડી રે, કે સૌથી તોડીને;
દુરિજન શું કરશે રે, કે મુખડા મોડીને. ૫
શિરસાટે સમજી રે, કે બાંધ્યું છે બેલું;
બ્રહ્માનંદના વ્હાલા રે, કે તમને કેમ મેલું. ૬
One should do this for God and this is my (referring to himself) resolve:
Neṇ kurangā nāgari, varu to Vrajrāj, nīkar rahu kuvārī,1
So māthā jātā re songhā chhogāḷā,2
Ek shirke vāste kyu ḍarat he gamār?3
Ḍolariyā ghoḷyo re ke tam upar dehaḍo!4
When one resolves like that, then God is pleased. Artham sādhayāmi vā deham pātayāmi5 - one succeeds with such preparedness.
1. Rukmini, who has beautiful eyes like a deer, vows to marry only Krishna, otherwise remain unmarried.
2. If one has to die a hundred deaths to attain God, it is still a cheap deal. This line is from Brahmanand Swami’s kirtan: Māre mandir nā’vo re
3. O fool! Why be afraid of giving only one life (for God)?
4. O God! I surrender this body to you.
5. I will achieve my goal or die trying to achieve it.
Ahoho! Bhagwān sangāthe ām karavu te amāro to evo ṭharāv je, Neṇ kurangā nāgari,1 varu to Vrajrāj, nīkar rahu kuvārī, So māthā jātā re songhā chhogāḷā, Ek shirke vāste kyu ḍarat he gamār? Ḍolariyā ghoḷyo re ke tam upar dehaḍo! Evā ṭharāv karavā tyāre Bhagwān rājī thāy, Artham sādhayāmi vā deham pātayāmi tyāre e kām siddha thāy chhe.
1. Haraṇī jevī ānkhovāḷī Rukmiṇī.
2. Bhāvārth: Ā Bhagwān eṭalā durlabh chhe ke temanā māṭe to so māthā jatā karavā paḍe to paṇ ochhu chhe. Ā vāt Brahmānand Swāmīnā ‘Māre mandir nā’vo re’ padmā ullekhāyelī.
Māre mandir nā’vo re, ke Mohan shā māṭe;
Shir sāṭe ghoḷyu re, ke vālam tam māṭe. 1
Shu karashe dhoḷyā re, ke jūṭhā sansārī;
Dharasho mā shankā re, ke manmā Girdhārī. 2
Jagjīvan tamane re, ke sāchā jāṇīne;
Koṇ māne jagnī re, ke khoṭī vāṇīne. 3
Māre manaḍe bhāvyā re, ke Mohan marmāḷā;
So māthā jātā re, ke songhā chhogāḷā. 4
Tam sāthe joḍī re, ke sauthī toḍīne;
Durijan shu karashe re, ke mukhaḍā moḍīne. 5
Shir-sāṭe samajī re, ke bāndhyu chhe belu;
Brahmānandnā vhālā re, ke tamane kem melu. 6
“આવા સાધુને કાંઈ મનુષ્ય કે દેવ જેવા ન જાણવા. આ તો મહામોટા છે, માટે સમાગમ કરવો, એ વાત રહી જાશે તો પછી શું કામ આવશે? ઘોળ્યું મંદિરના રોટલા ખાઈને પણ આનો જોગ કરી લેવો, ઘણોય બાજરો છે તે આવો તો હું આપીશ.” એમ દયા કરીને કેવળ જ્ઞાન દેવું એ જ આગ્રહ, ને વળી બોલ્યા જે, “તમે સાકરની રસોઈ દેશો તેમાં શું? આગળ એક મણની હજાર મણ દેશું, પણ તેણે કાંઈ કામાદિક શત્રુ ઓછા થાય નહીં, મૂળગા વધે તો ખરા, તે માટે સમાગમ કરી લેવો, એ જ સિદ્ધાંત છે.”
"Do not consider such a Sadhu to be merely like a human or a deity. He is extremely great. Therefore, associate with him. If this matter is not thought about, what is the use? Eat food from the mandir all your life, but associate with the Sadhu. There are a lot of grains, so come and I will give.” In this way, to mercifully give spiritual wisdom is the Sadhu’s only insistence. Then he said, “So what if you sponsor a meal of sweets? In the future we’ll give you a thousand kilos for each kilo you donate. But, that will not reduce the inner enemies of lust, etc. On the contrary, they will increase. Therefore, keep this association with the God-realized Sadhu – that is the only principle.”
"Āvā sādhune kāī manuṣhya ke dev jevā na jāṇavā. Ā to mahāmoṭā chhe, māṭe samāgam karavo, e vāt rahī jāshe to pachhī shu kām āvashe? Ghoḷyu mandirnā roṭalā khāīne paṇ āno jog karī levo, ghaṇoy bājro chhe te āvo to hu āpīsh." Em dayā karīne kevaḷ gnān devu e ja āgrah, ne vaḷī bolyā je, "Tame sākarnī rasoī desho temā shu? Āgaḷ ek maṇnī hajār maṇ deshu, paṇ teṇe kāī kāmādik shatru ochhā thāy nahī, mūḷagā vadhe to kharā, te māṭe samāgam karī levo, e ja siddhānt chhe."
આ તો તમને ઘડી ઘડી પોરો૧ દઉં છું, નીકર રાત્ય ને દી એમ ને એમ કથાવાર્તા કર્યા કરું પણ બીજાને મૂંઝવણ પડે, તે સારુ ઘડીક ભક્તિ, ઘડીક કીર્તન, કથાવાર્તા, ધ્યાન એ બધું ફરતું ફરતું કરવું, તેથી મૂંઝવણ થાય નહીં.
૧. આરામ.
Actually, I am giving you frequent breaks, otherwise I would continue with the spiritual discourses day and night. But others would find it difficult. So, offer devotion for a while, sing devotional songs for a while, listen to spiritual discourses, perform meditation, etc. – do all this in turn, so that difficulties do not arise.
Ā to tamane ghaḍī ghaḍī poro1 dau chhu, nīkar rātya ne dī em ne em kathā-vārtā karyā karu paṇ bījāne mūnzavaṇ paḍe, te sāru ghaḍīk bhakti, ghaḍīk kīrtan, kathā-vārtā, dhyān e badhu faratu faratu karavu, tethī mūnzavaṇ thāy nahī.
1. Ārām.
સ્તુતિ-નિંદાના વચનામૃતમાં૧ કહ્યું છે જે, “જેને ભગવાનનું માહાત્મ્ય સમજાણું હોય તેને સારા વિષય મળે તો તેમાં મૂંઝાઈ જાય.” ત્યારે એક સાધુએ પૂછ્યું જે, “સારામાં મૂળગો કેમ મૂંઝાઈ જાય?” એટલે સ્વામી કહે, “ઓલ્યા બીજા જેમ નરસામાં મૂંઝાય તેમ એ સાધુ સારામાં મૂંઝાય, કેમ જે, એણે આગળથી જ રાખ જેવું કરી મૂક્યું હોય પછી શું કઠણ પડે! ને અમારે આટલું આસન નો’તું રાખવું પણ સાધુએ કહ્યું એટલે રાખ્યું, પણ ગમે નહીં ને સૌ આસન જેટલું નાખે છે એટલું નાખ્યું, તે ઘડપણ સારુ, તે વગર પણ ચાલે, ધરતી જેવું તો સુખ જ નહીં. ને વાહને પણ ઝાઝું ન ચલાય, તે સારુ, જેવું તેવું હોય તે ઉપર બેસીએ, પણ તેમાં વળી તાલ શા? ને આ મહોલાત, ધર્મશાળા પણ ન ગમે ને આ તો આજ્ઞા એટલે શું કરવું? નીકર આમાં શું માલ છે? સેવા થાય એટલો માલ, નીકર તો વન બહુ ગમે.”
In the ‘Reverence and Condemnation’ Vachanamrut (Loya-17), it is said that those who have understood God’s glory become worried when they get good material objects. Then a sadhu asked, “Why does he become depressed on getting good material pleasures?” Swami said, “Like the others become depressed with inferior objects of pleasure, similarly, this Sadhu becomes worried with good material pleasures because he has considered all of the pleasures as ashes. Therefore, it is not hard [for the Sadhu to reject pleasures]! I did not want to keep even a seat, but I kept it because the sadhus insisted. However, I do not like it. And I spread as much as others do for their seats; and that, too, because of old age. But I can do it without also. There is no enjoyment like sitting on bare ground. And it is good if transport is not used too much; I sit on whatever I get, but what is the necessity of better facilities? Also I do not like luxury or this guesthouse, but I have been commanded, so what can I do? Otherwise what worth is there in all this? Whatever service can be done is of value, otherwise I really like the forest.”
Stuti-Nindānā Vachanāmṛutmā1 kahyu chhe je, "Jene Bhagwānnu māhātmya samajāṇu hoy tene sārā viṣhay maḷe to temā mūnzāī jāy." Tyāre ek sādhue pūchhyu je, "Sārāmā mūḷago kem mūnzāī jāy?" Eṭale Swāmī kahe, "Olyā bījā jem narasāmā mūnzāy tem e sādhu sārāmā mūnzāy, kem je, eṇe āgaḷthī ja rākh jevu karī mūkyu hoy pachhī shu kaṭhaṇ paḍe! Ne amāre āṭalu āsan no'tu rākhavu paṇ sādhue kahyu eṭale rākhyu, paṇ game nahī ne sau āsan jeṭalu nākhe chhe eṭalu nākhyu, te ghaḍpaṇ sāru, te vagar paṇ chāle, dharatī jevu to sukh ja nahī. Ne vāhane paṇ zāzu na chalāy, te sāru, jevu tevu hoy te upar besīe, paṇ temā vaḷī tāl shā? Ne ā maholāt, dharmashāḷā paṇ na game ne ā to āgnā eṭale shu karavu? Nīkar āmā shu māl chhe? Sevā thāy eṭalo māl, nīkar to van bahu game."
કો’ક મોટો માણસ ઘોડા લઈને આવે તે ન ગમે, તે જાણું જે, ક્યારે જાય? તે મરને મોતિયા લાવ્યા હોય, તેમાં શું? કૂતરાનું નામ પણ મોતિયો હોય છે. આવા ગરીબ હરિજન ગમે અને વનમાં પણ પચીસ-પચાસ સાધુ તો જોઈએ, ને માંદો થાઉં ત્યારે પણ ઘીવાળી લાપસી ન ભાવે, માટે,
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે॥૧
મોટેરો હોય તે ચાલે તે માર્ગે ચાલવું, જેમ મોટેરો હોય તે કરે તેમ થાય, ઘીની હાંડલી હું રાખું તો સૌ રાખે ને હું જેમ ચડાવી દઉં તેમ ચડી જાય, પણ મારે તો કેવળ પ્રભુ સાંભરે એટલું જ કરવું છે. એમ પોતાનું વર્તન તથા રીત તે કહી દેખાડી.
૧. શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે. (ગીતા: ૩/૨૧)
“I do not like it when an eminent person comes here on horseback, and I wonder when he would leave. So what if he brings ‘motiyā’ (laddus). Even a dog has the name ‘Motiyo’. I prefer meek devotees like these. Even if one were in a forest, we would need [the company of] 25-50 sadhus. When I am ill, I do not like lāpsi with ghee. Therefore,
Yadyadācharati shreṣhṭhastattadevetaro janah;
Sa yatpramāṇam kurute lokastadanuvartate.1
“We should walk the path that the great walk. What the great do is followed by others. If I keep a pot of ghee, then others would also do the same. And whatever I do, others would follow suit. However, I only want to ensure that one will remember God.” In this way, Swami revealed his behavior and his ways.
1. The general people follow the behavior of the great people. Moreover, the people who are made an example by the great are also followed by people or looked up to as an example.
Ko'k moṭo māṇas ghoḍā laīne āve te na game, te jāṇu je, kyāre jāy? Te marane motiyā lāvyā hoy, temā shu ? Kūtarānu nām paṇ motiyo hoy chhe. Āvā garīb harijan game ane vanmā paṇ pachīs-pachās sādhu to joīe, ne māndo thāu tyāre paṇ ghīvāḷī lāpasī na bhāve, māṭe,
Yadyadācharati shreṣhṭhastattadevetaro janah;
Sa yatpramāṇam kurute lokastadanuvartate.1
Moṭero hoy te chāle te mārge chālavu, jem moṭero hoy te kare tem thāy, ghīnī hānḍalī hu rākhu to sau rākhe ne hu jem chaḍāvī dau tem chaḍī jāy, paṇ māre to kevaḷ Prabhu sāmbhare eṭalu ja karavu chhe. Em potānu vartan tathā rīt te kahī dekhāḍī.
1. Shreṣhṭh manuṣhya je je ācharaṇ kare chhe tenu anukaraṇ bījā loko kare chhe, te jene pramāṇ banāve chhe te anusār loko varte chhe. (Gītā: 3/21)
મહારાજ કહે, “જડભરત ને શુકજીના જેવો વૈરાગ્ય, ગોપિયુંના જેવો પ્રેમ, ને ઉદ્ધવ ને હનુમાનના જેવું દાસત્વપણું એવો થાય ત્યારે ખરો ભક્ત,૧ નીકર કાચ્યપ કહેવાય; તે વિચારીને જોવું જે, એમાં કેટલી કસર છે?”
૧. આ વચનો વચનામૃત ગઢડા મધ્ય ૬૨ ઉપર છે. શ્રીજીમહારાજે ત્રણ અંગ - આત્મનિષ્ઠા, પ્રીતિ, અને દાસત્વપણું - દૃઢ કરવાની વાત કરી છે. અહીં જડભરત અને શુકજીના વૈરાગ્યને વૈરગ્યેયુક્ત આત્મનિષ્ઠા સમજવી.
Maharaj says, “When one develops detachment like Jadbharat and Shukji, love for God like the Gopis, and servitude like Uddhav and Hanuman then one becomes a true devotee.1 Otherwise deficiencies are said to remain. So think and see how much deficiency still remains?”
1. These words are a reference to Vachanamrut Gadhada II-62, in which Shriji Maharaj mentions to cultivate one of the three inclinations: ātmā-realisation, fidelity and servitude. By Jadbharat’s and Shukji’s vairāgya, it should be understood as ātmā-realization characterized with vairāgya.
Mahārāj kahe, "Jaḍbharat ne Shukjīnā jevo vairāgya, Gopiyunā jevo prem, ne Uddhav ne Hanumānnā jevu dāsatvapaṇu evo thāy tyāre kharo bhakta, nīkar kāchyap kahevāy; te vichārīne jovu je, emā keṭalī kasar chhe?"
1. ā vachano vachanāmṛut gaḍhaḍā madhya 62 upar chhe. Shrījīmahārāje traṇ anga - ātmaniṣhṭhā, prīti, ane dāsatvapaṇun - dṛuḍh karavānī vāt karī chhe. Ahīn jaḍabharat ane shukajīnā vairāgyane vairagyeyukta ātmaniṣhṭhā samajavī.
સાધુ થઈને ભજન કરવું, સાધુ જેવી કોઈ વાત નથી ને મહારાજ પણ સાધુના સમ ખાય છે. તે જુઓને! અંબરીષ સાધુ થયા’તા તો કાંઈ દુઃખ ન આવ્યું. સાધવો દીનવત્સલાઃ। માટે એ થયે છૂટકો છે, ને ભગવાનનું કામ સાધુ વતે થાય, પછી એ સાધુ ભેળા જ ભગવાનનાં દર્શન થાય છે, એવા મળે પછી શું બાકી રહ્યું? એવા મળ્યા ને કસર રહી જાય છે એ તો ‘વુઠે મેયે કાળ.’૧ આવા ભગવાન ને સાધુ મળ્યા છે ને કસર ટાળતા નથી.
પથરકી જાતિ હીરા ચિંતામણિ પારસહુ;
મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે.૨
એ સાખી બોલીને કહ્યું જે, એવા સાધુને પગે લાગીને, અનુવૃત્તિમાં રહીને, ખોટ ટાળી નાખવી.
૧. વરસાદ થવા છતાં દુકાળ થાય તેના જેવું.
૨. ભાવાર્થ: હીરા, ચિંતામણિ, પારસમણિ, મોતી, પુખરાજ, માણેક બધાં કીમતી રત્નો છે, પણ છે તો પથ્થરની જાત. તેને પણ સંત આગળ વારી ફેરી નાંખીએ. આ વાત બ્રહ્માનંદ સ્વામીના ‘ગુરુદેવ કો અંગ’ મનહર છંદમાં ઉલ્લેખાયેલી છે.
છંદ
પથ્થરકી જાતિ હીરા ચિંતામણિ પારસહું,
મોતી પુખરાજ લાલ શાલ ફેરા ડારિયે;
કામધેનુ કલ્પતરુ આદિ દે અનેક નિધિ,
સકલ વિનાશવંત અંતર વિચારિયે;
સબહિ જહાનમેં હિ દૂસરો ઉપાય નાહીં,
ચરનું મેં શીશ મેલી દીનતા ઉચ્ચારિયે;
કહત હે બ્રહ્માનંદ કાય મના બાની કરી,
કૌન એસી ભેટ ગુરુરાજ આગે ધારિયે.
[બ્રહ્મ વિલાસ: ૯, કી. મુ.: ૧/૫૭૬]
First, become a sadhu and then offer worship. There is no one like a true Sadhu, and even Maharaj pledges on the names of sadhus. So see! Ambrish behaved like a sadhu and so he had no misery. “Sādhavo dinvatsalāhā.”1 Therefore, there is no choice but to become one. And God’s work is done by the Sadhu, and then with (the darshan of) that Sadhu, darshan of God is attained. If such a (Sadhu) is attained, then what remains? If such a Sadhu is attained and deficiencies remain, then it is like facing famine despite rains – that is, God and such a Sadhu have been attained and (yet the jiva’s) deficiencies are not overcome.
1. The Sadhu is the saviour of the meek.
Sādhu thaīne bhajan karavu, sādhu jevī koī vāt nathī ne Mahārāj paṇ sādhunā sam khāy chhe. Te juone! Ambarīṣh sādhu thayā'tā to kāī dukh na āvyu. Sādhavo dīnavatsalāhā... māṭe e thaye chhūṭako chhe, ne Bhagwānnu kām sādhu vate thāy, pachhī e sādhu bheḷā ja Bhagwānnā darshan thāy chhe, evā maḷe pachhī shu bākī rahyu ? Evā maḷyā ne kasar rahī jāy chhe e to 'Vuṭhe meye kāḷ.'1 Āvā Bhagwān ne Sādhu maḷyā chhe ne kasar ṭāḷatā nathī.
Patharakī jāti hīrā chintāmaṇi pārashu;
Motī pukhrāj lāl shāl fer ḍāriye.2
E sākhī bolīne kahyu je, evā sādhune page lāgīne, anuvṛuttimā rahīne, khoṭ ṭāḷī nākhavī.
1. Varsād thavā chhatā dukāḷ thāy tenā jevu.
2. Bhāvārth: Hīrā, chintāmaṇi, pārasamaṇi, motī, pukharāj, māṇek badhā kīmatī ratno chhe, paṇ chhe to paththarnī jāt. Tene paṇ Sant āgaḷ vārī ferī nānkhīe. Ā vāt Brahmānand Swāmīnā ‘Gurudev ko ang’ manahar chhandmā ullekhāyelī chhe.
Chhand
Paththarakī jāti hīrā chintāmaṇi pārasahu,
Motī pukharāj lāl shāl ferā ḍāriye;
Kāmadhenu kalpataru ādi de anek nidhi,
Sakal vināshavant antar vichāriye;
Sabahi jahānme hi dūsaro upāy nāhī,
Charanu me shīsh melī dīnatā uchchāriye;
Kahat he Brahmānand kāy manā bānī karī,
Kaun esī bheṭ gururāj āge dhāriye.
[Brahma Vilās: 9, K. M.: 1/576]
જે સમે જેવી ભગવાનની મરજી હોય તે સમો વિચારવો, ને તે પ્રમાણે ચાલવું; ને આ સમે જીવ ઉપર દયા કરી તે હવેલિયું, ગાડાં ને બળદ એવી રીત છે, તે ભગવાનને બહુ જીવનું કલ્યાણ કરવું છે તે સારુ કરીએ છીએ, નીકર વગડામાં પચીસ વરસ રહ્યા, એમ એક ગોદડીભર રહેવું ને માગી ખાવું એમ રહીએ, જે તે પ્રકારે રાજી કરવા છે, માટે સમો વિચારવો, જેમ કહે તેમ કરવું.
At any particular point in time, whatever is God’s wish at that time, think properly and act accordingly. At this time, much grace has been granted by God to the jiva, providing big mansions, carts and bullocks. All this is narrated because God wants to liberate many jivas, otherwise we have stayed outside the city for 25 years. And we would stay with only one blanket and beg for food to eat. In any way, we want to please him, so think of the circumstances and do as told by him.
Je same jevī Bhagwānnī marajī hoy te samo vichārvo, ne te pramāṇe chālavu; ne ā same jīv upar dayā karī te haveliyu, gāḍā ne baḷad evī rīt chhe, te Bhagwānne bahu jīvnu kalyāṇ karavu chhe te sāru karīe chhīe, nīkar vagaḍāmā pachīs varas rahyā, em ek godaḍībhar rahevu ne māgī khāvu em rahīe, je te prakāre rājī karavā chhe, māṭe samo vichārvo, jem kahe tem karavu.