TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૧૧૧ થી ૧૨૦
એક ભગવાનની મૂર્તિમાં જ સુખ છે ને ક્યાંઈ મોક્ષ નથી, પણ આવા સાધુના સમાગમમાં મોક્ષ છે. બે સાધન તો થઈ રહ્યાં જે, પુરુષોત્તમ જાણ્યા ને સાધુ ઓળખાણા ને એક ઓલ્યા ચારનો ગુણ લેવો ને દ્રોહ ન થાય એ કરવું રહ્યું.
There is happiness only in the murti of God and moksha is not attained elsewhere. But, there is moksha in the association of such a Sadhu. Two tasks have been successfully completed – Purushottam has been known and the Sadhu recognized. But, one task – to see the virtues of those four1 and ensure that they are not insulted – remains to be done.
1. God, a devotee of God, Brahmins, the meek (Vachanamrut Vartal-11). According to Swamini Vat 6/102 and other vats, the four are: mandir, āchārya, the sadhus, and satsangis.
Ek Bhagwānnī mūrtimā ja sukh chhe ne kyāī mokṣha nathī, paṇ āvā Sādhunā samāgammā mokṣha chhe. Be sādhan to thaī rahyā je, Puruṣhottam jāṇyā ne Sādhu oḷakhāṇā ne ek olyā chārno guṇ levo ne droh na thāy e karavu rahyu.
“આજ્ઞા પળે એટલી વાસના બળે, ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઈએ. તે કૃપાનંદ સ્વામીનો એમ ઠરાવ જે, કોશ ઊની કરીને ગળામાં ઘાલે એ કેટલું દુઃખ થાય? તો પણ આજ્ઞાભંગ ન કરવી. ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી ઝાઝી કરતા હશે, તે ઓલ્યા સ્વામિનારાયણ નથી જાણતા?
“હરિ કે આગે કહાં દુરાઈ, મન અપનેકી ઘાત;
હરિ તો સબ જાનત હે, રોમ રોમકી બાત.
“બધુંય જાણે છે. આ રાજ કાંઈ ભોળું નથી, તે લોપશે તેનું જાણજો જે મોત આડું આવશે. આપણે કાંઈ છોકરો છે તે મરે? આ તો દેહ એ જ છોકરો છે ને ગૃહસ્થને છોકરો હોય, માટે દેહને તો એવો રોગ થાશે તે શિયાળિયાના ચૂસ્યામાં રસ હોય જ નહીં, લાકડી જેવા કરશે. ફકર રાખશો મા ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભારજો.” એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું.
The extent of commands observed is the extent of desires for worldly pleasures burnt. And commands and upāsanā both are essential. Krupanand Swami resolved, “How much pain is there when a crowbar is heated and plunged into the neck? Even if there is such pain, do not disobey commands.” And some may be eating secretly, keeping objects, sleeping more, but are these things hidden from Swaminarayan? Does he not know?
Hari ke āge kahā durāi, man apne ki ghāt;
Hari to sab jānat he, rom romki bāt.1
He knows everything. This reign is not gullible. Those who transgress it should know that spiritual death will come. Do we sadhus have children that they will die? No, but this body itself is the son. Therefore, such a disease will befall that just like a fox’s food has no substance,2 it will make one become like a stick. Do not worry, but if there is any difference between what I say and what actually happens then remember this place.” In this way he spoke in the old guesthouse, sitting on his seat.
1. How can you hide the thoughts of your mind from God? God knows everything. He knows even the minutest thought of everyone.
2. Foxes eat the leftovers of food eaten by other animals and so get little nutrition from it.
"Āgnā paḷe eṭalī vāsanā baḷe, ne āgnā ne upāsanā be mukhya joīe. Te Kṛupānand Swāmīno em ṭharāv je, kosh ūnī karīne gaḷāmā ghāle e keṭalu dukh thāy? To paṇ āgnābhang na karavī. Ne chhānu khātā hashe, padārth rākhatā hashe, pathārī zāzī karatā hashe, te olyā Swāminārāyaṇ nathī jāṇatā?
"Hari ke āge kahā durāī, man apanekī ghāt;
Hari to sab jānat he, rom romkī bāt.
"Badhuy jāṇe chhe. Ā rāj kāī bhoḷu nathī, te lopashe tenu jāṇajo je mot āḍu āvashe. Āpaṇe kāī chhokaro chhe te mare? Ā to deh e ja chhokaro chhe ne gṛuhasthne chhokaro hoy, māṭe dehne to evo rog thāshe te shiyāḷiyānā chūsyāmā ras hoy ja nahī, lākaḍī jevā karashe. Fakar rākhasho mā ne jo emā fer hoy to ā ṭhekāṇu sambhārjo." Em jūnī dharmashāḷāmā potāne āsane besīne kahyu.
પંચવિષય સારુ તો ચાળા ચૂંથતા ફરે છે. માટે એમાં શું? એ તો પશુને પણ છે. માનનું ડીંડું થઈને ફેરા ખાય છે તે હવે તો પારખાં જોવા પંચવિષય વચ્ચે નાખ્યા છે, તે જે કરીએ તે થાય એમ છે, પણ ભૂંડું થાશે એની ખબર છે? પછી છોકરાનો સ્પર્શ કરે છે ને વાનરા જેવા થાય છે. માટે આજ્ઞા મુખ્ય રાખવી, એમાં પાછો પગ ભરવો નહીં. જેને ખપ હોય તેને સારુ આ વાત છે.
કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચરૂપ;
દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ.
એમ છે. બીજાને શું! એ તો પશુ જેવા છે. ખરેખરો ગરાસિયો હોય તો પાછો ન ફરે. તે ‘ખાડા ખસે પણ હાડા૧ ન હઠે, ભાગતાં ભલકું૨ વાગશે રે’ એમાં શો માલ! સામા ઘા લે તે ખરો; એવી ઘણીક વાતું કહી.
૧. ક્ષત્રિયોની એક પ્રસિદ્ધ શુરવીર જાતિ.
૨. ભાલો. ક્ષત્રિય રણમેદાનમાંથી પાછો પગ ભરે તો બીજો ક્ષત્રિય તેને ભાલે વીંધી નાખે; કેમ કે ક્ષત્રિયપણું લજવ્યું!
People continually roam and scheme to enjoy the five types of sense pleasures. But what is the merit in that? Even animals have desires for physical enjoyment. They are a bundle of ego and keep wandering around. So now, to test them they have been thrown into the midst of material pleasures. And whatever one wants to do can be done, but does one know that it will result in disaster? Since, if sadhus touch children they become like monkeys.1 Therefore, make observing the commands the priority. Do not retreat in that. This talk is for those who have determination.
Kathan vachan kahu chhu re, kadvā kānkachrup;
Dardine goli dau chhu re, sukh thāvā anup.2
It is like this for those who want to progress. What can be said of others, for they are like animals. If one is a true warrior, one will not turn back. And, ‘Khādā khase pan hādā na hathe, bhāgtā bhalku vāgshe re.’ (Pits may move but a warrior of the Hādās community does not retreat; if one runs away, another true warrior will hit the absconder with a spear.) What is the worth in that? One who takes blows on the chest is a true warrior.
1. That is, their minds will flit from one thought to another, just like a monkey is constantly on the move.
2. I give you stern orders, bitter like kākach (a bitter ayurvedic preparation); I give this pill to the patient, to give him incomparable spiritual bliss. - Nishkulanand Swami
Panch-viṣhay sāru to chāḷā chūnthatā fare chhe. Māṭe emā shu? E to pashune paṇ chhe. Mānanu ḍīnḍu thaīne ferā khāy chhe te have to pārakhā jovā panch-viṣhay vachche nākhyā chhe, te je karīe te thāy em chhe, paṇ bhūnḍu thāshe enī khabar chhe? Pachhī chhokarāno sparsh kare chhe ne vānarā jevā thāy chhe. Māṭe āgnā mukhya rākhavī, emā pāchho pag bharavo nahī. Jene khap hoy tene sāru ā vāt chhe.
Kaṭhaṇ vachan kahu chhu re, kaḍavā kākachrūp;
Daradīne goḷī dau chhu re, sukh thāvā anup.
Em chhe. Bījāne shu! E to pashu jevā chhe. Kharekharo garāsiyo hoy to pāchho na fare. Te 'Khāḍā khase paṇ hāḍā1 na haṭhe, bhāgatā bhalaku2 vāgashe re' emā sho māl! Sāmā ghā le te kharo; evī ghaṇīk vātu kahī.
1. Kṣhatriyonī ek prasiddha shurvīr jāti.
2. Bhālo. Kṣhatriya raṇmedānmāthī pāchho pag bhare to bījo kṣhatriya tene bhāle vīndhī nākhe; kem ke kṣhatriyapaṇu lajavyu!
ભજન કરવું તે રાતમાં ઊઠી ઊઠીને મંડે ત્યારે સાચું. આ સાહેબ તારો પણ મન રાખ્યો, એમ મન રાખ્યે કાંઈ થાય નહીં. એ તો ઠીક, વાહવાહ! અરે, કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ્ય પણ ઉઘાડે નહીં, જાણે રખે ઊંઘ ઊડી જાશે ને માલ વહી જાશે. ને આખી રાત્ય ચસચસાવે ને દીએ તો ગપોડામાંથી નવરા જ શેના થાય? તેણે શું કાંઈ ભગવાન રાજી થાય છે? ને જાણે મોટા થઈ ગયા પણ અંબરીષ જેવુંયે ક્યાં થવાણું છે? ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું. આ તો ફરવા જઈને સૂઈ રહે. એમ કહીને ‘કરજો સત્સંગની સહાય રે, વા’લા,’૧ એ કીર્તન બોલ્યા.
૧. ભાવાર્થ: હે ભગવાન! સત્સંગ(સત્સંગી)ની સહાય કરજો. જાણપણું ન રાખે તો નિયમ-ધર્મની દૃઢતા ન રહે. માટે ભગવાન પળે પળે જાણપણું રખાવે તેવી પ્રાર્થનાના ભાવમાં આ કડી ઉચ્ચારવામાં આવી છે.
આ વાત નિષ્કુળાનંદ સ્વામીના ‘કરજો સતસંગીની સાયે’ પદમાં ઉલ્લેખાયેલી છે. કીર્તનના શબ્દો જોતાં એવું લાગે છે કે ગૃહસ્થ ભક્તો પાસે વિવેક વિના પદાર્થોની માગણી કરતા ત્યાગી પર અહીં વ્યંગ કરવામાં આવ્યો છે.
કીર્તન
કરજો સતસંગીની સાયે, સતસંગીની સાયે રે;
વાલા ધરમ સંકટની માંયે રે,
કરજો સતસંગીની સાયે. ટેક.
વિદ્યાર્થીને વિપ્ર વરણીયે, ભલી બાંધી છે ભેઠ;
સતસંગીની સરધા સ્વામિ, નૈ રેવા દીયે નેઠ રે વાલા. ૧
સાંખ્યજોગીને શસ્ત્ર ધારી સંન્યાસીને સંત,
લાવો લાવો લાવો કરે, ફરે લેવા અંત રે વાલા. ૨
અસન વસન વાસન વળી જે જે જોયે સમાજ;
અવશ્ય એ તો આપવું પડશે, ન આપે તો ન રહે લાજ રે. વાલા. ૩
ઘરનું હોય તો ઘોળું પરું, કાઢી અપાયે કેમ;
સુખ જૂનાનું જોઈને નવા, ધારતાં નથી નેમ રે. વાલા. ૪
નિત્યે ઊઠીને નવલા આવે, ગાવે માતમ મુખ;
કોટિ ઉપાયે કેડ ન મૂકે, એ વાતનું દુઃખ રે. વાલા. ૫
એ તો સૌ સરખું ક્યું વળી કેવાનું એક;
રસ્તાના રેનારની, કેદી ટકશે નહીં ટેક રે. વાલા. ૬
જેમ છે તેમ જણાવતો નથી, અંતરજામી અલબેલ;
વાલમ વેલા વારે ચડજો, વળી મા કરજો વેલ રે. વાલા. ૭
આવું સાંભળીને સમજુ હોય તે, કરજો હૈયામાંયે તોલ;
કર વજાડીને એ તો કહે, નિષ્કુળાનંદ બોલ રે. વાલા. ૮
[શ્રી નિષ્કુળાનંદ કાવ્ય કીર્તન-ભુજ: ૧/૯૨, નિષ્કુળાનંદ કાવ્ય: પૃ. ૯૨]
True worship is when one repeatedly wakes up at night to pray. ‘And yes sir, the mind has been appeased’ - by appeasing the mind like that, nothing is gained. Still some, when they go to urinate (at night), do not even fully open their eyes, as if they will lose sleep and valuables will be lost. Thus, they pass the whole night sleeping, and during the day, they do not stop gossiping. Does God become happy with him? No. And one feels one has grown up spiritually, but have you become like Ambrish? Still, one eats, sleeps and feels fulfilled. After saying this, Swami recited the kirtan, ‘Karjo satsangni sahāy re, Vā’lā.’1
1. ‘Oh, do help the Satsang.’ (Swami is warning about keeping awareness; otherwise, one may fall from observing niyams and dharma. This is a prayer by Nishkulanand Swami asking Maharaj to ensure we maintain our awareness.
Examining the words of this kirtan, it appears Nishkulanand Swami is divulging on the renunciants who ask gruhastha devotees for material objects without using discretion.
Kīrtan
Karajo satasangīnī sāye satasangīnī sāye re;
Vālā dharam sankaṭnī māye re,
Karajo satasangīnī sāye. ṭek.
Vidyārthīne vipra varaṇīye, bhalī bāndhī chhe bheṭh;
Satasangīnī saradhā Swāmi, nai revā dīye neṭh re vālā. 1
Sānkhya-jogīne shastra dhārī sannyāsīne sant,
Lāvo lāvo lāvo kare, fare levā ant re vālā. 2
Asan vasan vāsan vaḷī je je joye samāj;
Avashya e to āpavu paḍashe, na āpe to na rahe lāj re. Vālā. 3
Gharnu hoy to ghoḷu paru, kāḍhī apāye kem;
Sukh jūnānu joīne navā, dhāratā nathī nem re. Vālā. 4
Nitye ūṭhīne navalā āve, gāve mātam mukh;
Koṭi upāye keḍ na mūke, e vātnu dukh re. Vālā. 5
E to sau sarakhu kyu vaḷī kevānu ek;
Rastānā renārnī, kedī ṭakashe nahī ṭek re. Vālā. 6
Jem chhe tem jaṇāvato nathī, antarajāmī alabel;
Vālam velā vāre chaḍajo, vaḷī mā karajo vel re. Vālā. 7
Āvu sāmbhaḷīne samaju hoy te, karajo haiyāmāye tol;
Kar vajāḍīne e to kahe, Niṣhkuḷānand bol re. Vālā. 8
[Shrī Niṣhkuḷānand Kāvya Kīrtan-Bhuj: 1/92, Niṣhkuḷānand Kāvya: Pṛu. 92]
Bhajan karavu te rātmā ūṭhī ūṭhīne manḍe tyāre sāchu. Ā sāheb tāro paṇ man rākhyo, em man rākhye kāī thāy nahī. E to ṭhīk, vāhvāh! Are, keṭlāk to laghu karavā jāy te pūrī ānkhya paṇ ughāḍe nahī, jāṇe rakhe ūngh ūḍī jāshe ne māl vahī jāshe. Ne ākhī rātya chaschasāve ne dīe to gapoḍāmāthī navarā ja shenā thāy? Teṇe shu kāī Bhagwān rājī thāy chhe? Ne jāṇe moṭā thaī gayā paṇ Ambarīṣh jevuye kyā thavāṇu chhe? Ne khāī khāīne ūnghī rahyā tyāre jāṇe thaī rahyu. Ā to faravā jaīne sūī rahe. Em kahīne 'Karajo satsangnī sahāy re, Vā'lā,'1 e kīrtan bolyā.
1. Bhāvārth: He Bhagwān! Satsang(satsangī)nī sahāy karajo. Jāṇpaṇu na rākhe to niyam-dharmanī dṛuḍhatā na rahe. Māṭe Bhagwān paḷe paḷe jāṇpaṇu rakhāve tevī prārthanānā bhāvmā ā kaḍī uchchārvāmā āvī chhe.
Ā vāt Niṣhkuḷānand Swāmīnā ‘Karajo satasangīnī sāye’ padmā ullekhāyelī chhe. Kīrtannā shabdo jotā evu lāge chhe ke gṛuhastha bhakto pāse vivek vinā padārthonī māgaṇī karatā tyāgī par ahī vyang karavāmā āvyo chhe.
Kīrtan
Karajo satasangīnī sāye satasangīnī sāye re;
Vālā dharam sankaṭnī māye re,
Karajo satasangīnī sāye. ṭek.
Vidyārthīne vipra varaṇīye, bhalī bāndhī chhe bheṭh;
Satasangīnī saradhā Swāmi, nai revā dīye neṭh re vālā. 1
Sānkhya-jogīne shastra dhārī sannyāsīne sant,
Lāvo lāvo lāvo kare, fare levā ant re vālā. 2
Asan vasan vāsan vaḷī je je joye samāj;
Avashya e to āpavu paḍashe, na āpe to na rahe lāj re. Vālā. 3
Gharnu hoy to ghoḷu paru, kāḍhī apāye kem;
Sukh jūnānu joīne navā, dhāratā nathī nem re. Vālā. 4
Nitye ūṭhīne navalā āve, gāve mātam mukh;
Koṭi upāye keḍ na mūke, e vātnu dukh re. Vālā. 5
E to sau sarakhu kyu vaḷī kevānu ek;
Rastānā renārnī, kedī ṭakashe nahī ṭek re. Vālā. 6
Jem chhe tem jaṇāvato nathī, antarajāmī alabel;
Vālam velā vāre chaḍajo, vaḷī mā karajo vel re. Vālā. 7
Āvu sāmbhaḷīne samaju hoy te, karajo haiyāmāye tol;
Kar vajāḍīne e to kahe, Niṣhkuḷānand bol re. Vālā. 8
[Shrī Niṣhkuḷānand Kāvya Kīrtan-Bhuj: 1/92, Niṣhkuḷānand Kāvya: Pṛu. 92]
આવા પ્રગટ સાધુ છે તેની મને, વચને ને દેહે કરીને સેવા કરવી કે વિનય કરવો; એ તો નહીં પણ ચાર ભેળા થઈને કહે જે, “આ આવો છે, ને આ આવો છે,” એમાં શું પાક્યું! પણ વ્યર્થઃ કાલો ન નેતવ્યો ભક્તિં ભગવતો વિના૧ એ ક્યાં પળે છે?
૧. શિક્ષાપત્રી: શ્લોક ૧૯૩.
One should serve and respect such a manifest Sadhu by mind, speech and body. This is not done and instead some gather and say, “He is like this and he is like that.” What is achieved by this? But, does one practice ‘Vyartha kālo na netavyo bhaktim bhagvato vinā’?1
1. Do not waste time being idle, without engaging in devotion to God.
Āvā pragaṭ Sādhu chhe tenī mane, vachane ne dehe karīne sevā karavī ke vinay karavo; e to nahī paṇ chār bheḷā thaīne kahe je, "Ā āvo chhe, ne ā āvo chhe," emā shu pākyu! Paṇ Vyarthah kālo na netavyo bhaktim bhagavato vinā1 e kyā paḷe chhe?
1. Shikṣhāpatrī: Shlok 193.
તે પછી નારી-નિંદાના શ્લોક-કીર્તન બોલ્યા ને કહે, “ઓલ્યો વાણિયો નાત્ય સાથે ઘેલો થયો છે પણ મૂળ હાથ રાખ્યું છે, તે ગુજરાતમાં કહે છે જે, “છોડીનું નામ વખોત, કાં જે, એનો ધણી ભૂવો ને વળી ભગોત” એવું છે, એવા ભગત છે.”
Swami sang some kirtans and shlokas denouncing the opposite sex and said, “One merchant held satsang firmly despite others calling him mad for becoming a satsangi. In Gujarat, there is a saying about a woman’s husband who engages in devotion being ridiculed. There are devotees like that.”
Te pachhī nārī-nindānā shlok-kīrtan bolyā ne kahe, "Olyo vāṇiyo nātya sāthe ghelo thayo chhe paṇ mūḷ hāth rākhyu chhe, te Gujarātmā kahe chhe je, chhoḍīnu nām vakhot, kā je, eno dhaṇī bhūvo ne vaḷī bhagot evu chhe, evā bhagat chhe."
પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય. તે જેમ સૂર્ય આગળ વાલખિલ્ય ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે,૧ એમ મુને ભગવાન અખંડ દેખાતા પણ એક પ્રતિપક્ષીને પાછા પાડવા સારુ વાત કરી તે બાર્ય મૂર્તિ ભૂલી ગયા, પછી પાછી માંહી દેખાણી. એમ સંગ ઓળખાવીને મૂર્તિ અખંડ દેખાણાનો મર્મ કહ્યો.
૧. વાલખિલ્ય નામનો ઋષિ-સમુદાય ફક્ત એક અંગૂઠા જેવડો આકાર ધરાવે છે. આ સાઠ હજાર ઋષિઓ પ્રજાપતિના વાળમાંથી ઉત્પન્ન થયા હતા. તેઓ સૂર્યના અનન્ય ભક્ત છે, તેથી સૂર્યલોકમાં રહે છે ને સૂર્યકિરણોનું પાન કરે છે.
“By keeping the company of sinners, one will forget God. Just as Vālkhilya Rishi walks backward in front of Surya,1 I saw God constantly. I spoke against one dissident to hold him back, so I forgot the external murti.2 Later, I saw it again.” In this way, Swami told the secret of seeing God’s murti constantly by showing the nature of bad company.
1. Vālkhilya Rishi always walks in front of Surya and sings beautiful verses. These verses are added at the end of the Vedas. There are ten ‘Mandals’ in Rigveda Samhitā. Within those, there are 1,028 verses including ones by Vālkhilya.
2. Swami is merely exhibiting a human trait here. He actually sees Maharaj’s murti constantly. However, to caution an aspirant seeking God, he explains one must recognize their company.
Pāpīnī sobatmā to Bhagwān bhūlī javāy. Te jem sūrya āgaḷ Vālakhilya Hruṣhi pāchhe page chālyā jāy chhe,1 em mune Bhagwān akhanḍ dekhātā paṇ ek pratipakṣhīne pāchhā pāḍavā sāru vāt karī te bārya mūrti bhūlī gayā, pachhī pāchhī māhī dekhāṇī. Em sang oḷakhāvīne mūrti akhanḍ dekhāṇāno marma kahyo.
1. Vālkhilya nāmno hruṣhi-samudāy fakta ek angūṭhā jevaḍo ākār dharāve chhe. Ā sāṭh hajār hruṣhio Prajāpatinā vāḷmāthī utpanna thayā hatā. Teo sūryanā ananya bhakta chhe, tethī sūryalokmā rahe chhe ne sūryakiraṇonu pān kare chhe.
હું પ્રતિલોમ કરું કે આમ ભગવાન દેખાય છે. ને લોકમાં ભગવાન તથા મોટા સાધુ મનુષ્ય જેવા જણાય તે જેને સમજતાં આવડે તેને ઓળખાય. તે મહારાજ કહે, “અમને બુદ્ધિવાળો ગમે,” કેમ જે, ઓલ્યો બુદ્ધિવાળો જાણે વધુ, પણ બીજો ન જાણે.
I can introspect and state that God is like this. And in this world, God and the great Sadhu appear like humans. Therefore, whoever learns to understand this will recognize the true, divine form of God and his Sadhu. And Maharaj says, “I like those with wisdom, since those with wisdom know more; but others do not know.”
Hu pratilom karu ke ām Bhagwān dekhāy chhe. Ne lokmā Bhagwān tathā Moṭā Sādhu manuṣhya jevā jaṇāy te jene samajtā āvaḍe tene oḷakhāy. Te Mahārāj kahe, "Amane buddhivāḷo game," kem je, olyo buddhivāḷo jāṇe vadhu, paṇ bījo na jāṇe.
મોરે ઝાઝા માણસ મંદિરમાં નહીં, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારુ આપવા ગયો. ત્યારે એક જણે કહ્યું જે, “સાધુને લોભ તો જો! પોતાને હાથે બાજરો દે છે પણ કોઈને આપવા દેતા નથી.” ત્યારે જો એને કંઈ ખબર છે? એમ ગમ પડતી નથી.
In the past, there were few people in the mandir. So, I gave as much grains for the horses as they asked. One person said, “Look at the sadhu’s greed. He gives grains with his own hands but will not let others give.” Does he know the reason? One just does not understand.1
1. Swami is explaining that one should not be quick to make claims or judge others, because one may perceive human traits in the actions of the Mota-Purush because of this nature.
More zāzā māṇas mandirmā nahī, eṭale hu bājro jeṭalo kahe teṭalo ghoḍā sāru āpavā gayo. Tyāre ek jaṇe kahyu je, "Sādhune lobh to jo! Potāne hāthe bājro de chhe paṇ koīne āpavā detā nathī." Tyāre jo ene kaī khabar chhe? Em gam paḍatī nathī.
એકથી પચાસ માળા સુધી જો એકાગ્ર દૃષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય નીકર સંકલ્પ થયા કરે.
If one maintains total concentration while saying the first to the fiftieth rosary, then meditation can be done happily, otherwise desires continually arise during meditation.
Ekthī pachās māḷā sudhī jo ekāgra draṣhṭi rākhe to sukhe dhyān thāy nīkar sankalp thayā kare.