share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૧૦૧ થી ૧૧૦

સંકલ્પ થાય છે તે માંહી રાગ છે તે થાય છે; ને જોયા છે તે આગળ આવીને નડે છે; ને કલકત્તું નથી જોયું તો સ્વપ્નમાં પણ નથી આવતું, ઝેર ખાધાના કે અફીણ પીધાના સંકલ્પ થાય છે? ભટ્ટજીને કહે, હવેલી બાળ્યાના સંકલ્પ થાય છે? માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટા સાધુને વિનય કરીને કહેવું, તો ધીરે ધીરે ટળશે.

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.26) / (૬/૧૦૧)

Desires arise because there is attachment within. When desires come to the fore they obstruct spiritual progress. If Kolkata has not been seen, then it does not come in one’s dreams also. Does one get desires to consume poison or opium? To Bhattji,1 Swami said, “Do you get a desire to burn the big mansion?” Therefore, stay within the rules and eat, see and talk to the great Sadhu respectfully, then the desires will be slowly overcome.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.26) / (6/101)

1. Sadashiv Bhatt.

Sankalp thāy chhe te māhī rāg chhe te thāy chhe; ne joyā chhe te āgaḷ āvīne naḍe chhe; ne Kalkattu nathī joyu to swapnamā paṇ nathī āvatu, zer khādhānā ke afīṇ pīdhānā sankalp thāy chhe? Bhaṭṭajīne kahe, havelī bāḷyānā sankalp thāy chhe? Māṭe niyammā rahīne khāvu, jovu ne Moṭā Sādhune vinay karīne kahevu, to dhīre dhīre ṭaḷashe.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.26) / (6/101)

“આ સત્સંગમાંથી પડવાનો ઉપાય - મંદિરનો, આચાર્યનો, સાધુનો ને સત્સંગીનો – એ ચારનો જેને દ્રોહ તેનાં મૂળ કપાણાં જાણવાં.” તે ઉપર ઘણી વાતો કરી.

(૬/૧૦૨)

“The reason for falling from satsang is maligning any of the four: mandir, āchārya, the sadhus, and satsangis. Whoever maligns them have had their roots cut.” Swami spoke on that at length.

(6/102)

Ā satsangmāthī paḍavāno upāy - mandirno, āchāryano, sādhuno ne satsangīno – e chārno jene droh tenā mūḷ kapāṇā jāṇavā. Te upar ghaṇī vāto karī.

(6/102)

જેમ સુતારનું મન બાવળિયે ને જેમ દૂબળા વાણિયાને અજમે હાથ, એમ ભગવાનને રાજી કરવા કરવું, ને હવે તો ક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા. ને કથાને ને ક્રિયાને વેર છે, માટે બેય ભેળું તો થાય જ નહીં; ને કરે તો વૃત્તિ સ્થિર રહે જ નહીં.

કથા-વાર્તા (17.33) / (૬/૧૦૩)

૧. સુથારના મનની વૃત્તિ બાવળ અર્થાત્ જેમાંથી લાકડું મળી શકે એવા કોઈ પણ વૃક્ષમાં હોય છે. તે કોઈ પણ વૃક્ષને જુએ ત્યારે એમાંથી કેટલું લાકડું મળી શકે અને લાકડામાંથી શું શું બની શકે તેવો જ વિચાર કર્યા કરે. એક ગરીબ વાણિયાની દુકાનમાં કેવળ અજમો જ હતો. તેથી જે કોઈ ગ્રાહક ગમે તે વસ્તુ લેવા આવે તો તેને અજમો જ આપે. દુકાનમાં અજમા સિવાય કશું હતું જ નહીં, તેથી તે જ્યાં હાથ નાખે, ત્યાં અજમો જ હાથમાં આવે.

‘Jem suthārnu man bāvaliyo’ and ‘Jem dublā Vāniyāne ajme hāth.’1 Similarly, have a single aim to please God. And now keep worldly activities as secondary and God at the forefront. There is rivalry between spiritual discourses and worldly activities, so both cannot be done together. And if one tries to do both, then one’s attention does not remain stable.

Spiritual Discourses and Discussions (17.33) / (6/103)

1. We should focus only on God, just as a carpenter has his attention riveted only on the wood of baval trees and a poor merchant who does not have anything else in his shop always offers only ajmo as medicine for the treatment of all diseases.

Jem sutārnu man bāvaḷiye ne jem dūbaḷā vāṇiyāne ajame hāth, em Bhagwānne rājī karavā karavu, ne have to kriyāne gauṇ rākhavī ne Bhagwānne pradhān rākhavā. Ne kathāne ne kriyāne ver chhe, māṭe bey bheḷu to thāy ja nahī; ne kare to vṛutti sthir rahe ja nahī.

Spiritual Discourses and Discussions (17.33) / (6/103)

1. Suthāranā mananī vṛutti bāvaḷ arthāt jemānthī lākaḍun maḷī shake evā koī paṇ vṛukṣhamān hoya chhe. Te koī paṇ vṛukṣhane jue tyāre emānthī keṭalun lākaḍun maḷī shake ane lākaḍāmānthī shun shun banī shake tevo j vichār karyā kare. Ek garīb vāṇiyānī dukānamān kevaḷ ajamo j hato. Tethī je koī grāhak game te vastu levā āve to tene ajamo j āpe. Dukānamān ajamā sivāya kashun hatun j nahīn, tethī te jyān hāth nākhe, tyān ajamo j hāthamān āve.

સંવત ૧૯૧૯ના આસો માસમાં સાંખડાવદરને પાદર વાત કરી જે, “લોક, ભોગ, દેહ ને પક્ષ એ ચાર તો જીવનું ભૂંડું કરે ને મહારાજ, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ચારનો તો ગુણ જ લેવો, એ તર્યાનો ઉપાય છે. ને જો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય છે.”

ભગવાન અને ભક્તનો દ્રોહ (23.6) / (૬/૧૦૪)

In Samvat 1919, on the outskirts of Sankhdavadar, Swami said, “Society, material pleasures, the body and bias adversely affect the jiva. And see only the virtues in these four: Maharaj, āchāryas, sadhus and satsangis – that is the method to successfully swim across the ocean of life. And if one bears malice towards them, then the jiva is destroyed.”

Maligning God and His Devotees (23.6) / (6/104)

Samvat 1919nā Āso māsmā Sānkhaḍāvadarne pādar vāt karī je, "Lok, bhog, deh ne pakṣha e chār to jīvnu bhūnḍu kare ne Mahārāj, āchārya, sādhu ne satsangī e chārno to guṇ ja levo, e taryāno upāy chhe. Ne jo droh kare to jīvno nāsh thaī jāy chhe."

Maligning God and His Devotees (23.6) / (6/104)

“આ દેહમાંથી તો નવદ્વારે ગંધ ઊઠે છે, તે દેહ સારુ કેટલીક વાતું થાય છે ને બખેડો થાય છે, તે સારુ મહારાજના સિદ્ધાંત પ્રમાણે ચાલવું.” તે ઉપર શ્લોક બોલ્યા જે, નિજાત્માનં બ્રહ્મરૂપમ્ તથા બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા તથા પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે તથા આત્મારામાશ્ચ મુનયો એ આદિક ઘણા શ્લોક બોલ્યા ને પછી કહ્યું જે, “તે માટે લોચો મૂકીને કેવળ આત્મારૂપ થાવું.”

(૬/૧૦૫)

“This body gives off foul odor from nine openings. And so much talk is about the body and so many quarrels are because of the body. Therefore, we should walk according to Maharaj’s principle.” Swami said some shlokas on that: Nijātmānam brahmarūpam... and Brahmabhūtah prasannātmā... and Pariniṣhṭhitopi nairguṇye... and Ātmārāmāshcha munayo.... Swami said many such shlokas and then said, “Therefore, one should forsake their misunderstanding (that one is the body) and behave as the ātmā.”

(6/105)

"Ā dehamāthī to navdvāre gandh ūṭhe chhe, te deh sāru keṭlīk vātu thāy chhe ne bakheḍo thāy chhe, te sāru Mahārājnā siddhānt pramāṇe chālavu." Te upar shlok bolyā je, Nijātmānam brahmarūpam tathā Brahmabhūtah prasannātmā tathā Pariniṣhṭhitopi nairguṇye tathā Ātmārāmāshcha munayo e ādik ghaṇā shlok bolyā ne pachhī kahyu je, "Te māṭe locho mūkīne kevaḷ ātmārūp thāvu."

(6/105)

જુઓને! કેટલાક છે તે એકે ક્રિયાનું નામ લેવું નહીં ને પાણી પણ ભરવું નહીં, ત્યારે એ શું? શાળગ્રામને કારસો આવે એ તે શું જાણતા હશે ? મને તો એને જોઈને દાંત આવે છે જે, દૈવની માયા તો જુઓ! શું ઘરે સૂઈ રહેતા હશે? પણ તે અજ્ઞાન, ત્યારે શું ધ્યાન કરે છે? ઊંઘ લે છે. આ અમને તો આમ જોઈએ ત્યાં ભગવાન દેખાય છે, એ પણ મૂકીને આવા સાધુની સેવા કરાવીએ છીએ. તે બેય કરવું છે પણ મૂરખને શું સમજાય!

(૬/૧૦૬)

૧. શાલિગ્રામ એટલે ગંડકી નદીમાં ઘસાઈ લીસા થયેલા લંબગોળ પથ્થર. આ વિષ્ણુનું સ્વરૂપ કહેવાય છે. તેને પૂજાય પણ દુઃખ ન દેવાય. તેમ પોતાના દેહને શાલિગ્રામ માનનાર વ્યક્તિ તેને કારસો - દુઃખ પડે તેવું ન કરે.

Look how some do not even engage in any activity. They will not even fetch water. Why so? Because their body would be burdened. What do they understand? I laugh when I see them. Look at the strength of God’s māyā. Do they sleep at home all day? That is ignorance. Are they meditating? They are actually sleeping. When I look this way, I see God. Yet, I leave that and have sadhus like these attended to. I want to do both, but what do fools understand?

(6/106)

Juone ! Keṭlāk chhe te eke kriyānu nām levu nahī ne pāṇī paṇ bharavu nahī, tyāre e shu? Shāḷgrāmne kāraso āve1 e te shu jāṇatā hashe? Mane to ene joīne dānt āve chhe je, daivnī māyā to juo! Shu ghare sūī rahetā hashe? Paṇ te agnān, tyāre shu dhyān kare chhe? Ūngh le chhe. Ā amane to ām joīe tyā Bhagwān dekhāy chhe, e paṇ mūkīne āvā Sādhunī sevā karāvīe chhīe. Te bey karavu chhe paṇ mūrakhne shu samajāy!

(6/106)

1. Shāligrām eṭale Ganḍakī Nadīmā ghasāī līsā thayelā lambagoḷ paththar. Ā Viṣhṇunu swarūp kahevāy chhe. Tene pūjāy paṇ dukh na devāy. Tem potānā dehne Shāligrām mānnār vyakti tene kāraso - dukh paḍe tevu na kare.

ઝાઝી આવરદા એ પણ બહુ ભૂંડું છે. તે મોરે તો હજાર વરસનો ખાટલો ને સો વરસનાં ડચકાં, આ તો ભગવાને અનુગ્રહ કર્યો છે તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું ને ભગવાનના ધામમાં પુગાય તેમ કરવું, જ્યાં અખાત્રીજના વા જોવા નહીં, પાંચમની વીજળી જોવી નહીં, એક ભગવાનનું જ સુખ છે.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.38) / (૬/૧૦૭)

૧. ખેડૂત વૈશાખ સુદ ત્રીજના વા જોઈને વરસ કેવું થશે તેનો નિરધાર કરે છે અને અષાઢ સુદ પાંચમની વીજળી જોઈ વરસાદ કેવો થશે તેનો નિરધાર કરે છે. સ્વામી કહે છે ભગવાનના ધામમાં પહોંચ્યા પછી આ જોવાનું રહ્યું નહીં.

A long lifespan is also troublesome. Previously (in Satya-yug), people were bedridden for a thousand years and impending death loomed for a hundred years. Now, God has granted us such mercy that in a short time we can achieve a big task and live such a life that God’s abode can be attained. Then there is no need to look for any omens like the winds of Akhatrij and the lightning of the fifth day of the month of Ashadh.1 There is only one thing – the bliss of God.

Mercy-Compassion-Grace of God (39.38) / (6/107)

1. Farmers observe the wind on Akhatrij (Vaishakh sud 3) and predict what the monsoon rains will be like. They also predict by observing the lightning on Ashadh sud 5. Gunatitanand Swami says that after reaching the abode of God, all these things will not matter.

Zāzī āvardā e paṇ bahu bhūnḍu chhe. Te more to hajār varasno khāṭalo ne so varasnā ḍachakā, ā to Bhagwāne anugrah karyo chhe te thoḍā kāḷmā moṭu kām sādhī levu ne Bhagwānnā dhāmmā pugāy tem karavu, jyā Akhātrījnā vā jovā nahī, Pānchamnī vījaḷī jovī nahī,1 ek Bhagwānnu ja sukh chhe.

Mercy-Compassion-Grace of God (39.38) / (6/107)

1. Kheḍūt Vaishākh Sud Trījnā vā joīne varas kevu thashe teno niradhār kare chhe ane Aṣhāḍh Sud Pānchamnī vījaḷī joī varsād kevo thashe teno niradhār kare chhe. Swāmī kahe chhe Bhagwānnā dhāmmā pahochyā pachhī ā jovānu rahyu nahī.

સંવત ૧૯૧૯ના આસો વદિ દશમે વાત કરી જે, “સૌ સાંભળો વાત કરું. રઘુવીરજી મહારાજે છાવણી કરી એમ મેં તમને અઢી મહિના સુધી વાતું કરી, ને વરતાલ આવે છે એને તો મારો સાડા ત્રણ મહિના જોગ થાય. માટે હમણાં પણ અતિશે વાતું કરી છે. તે કોઈ મંદિરમાં રાખીને વાતું ન કરે, આ તો મેં કરી. મન શત્રુ છે, ઇન્દ્રિયું શત્રુ છે ને દેહ શત્રુ છે, જો ભગવાન ન ભજાય તો. તે માટે આ જે વાત કરી તે અંતરમાં રાખજો ને તે પ્રમાણે રહેજો. જુઓને! આવો જોગ ક્યાંથી થાય! હવે જોગ નહીં રહે. સાધુ મળવા કઠણ છે. માટે જોગ કરી લેજો, એ સિદ્ધાંત છે.”

ગુણાતીતાનંદ સ્વામીની વાતોની વિષેશતા (51.8) / (૬/૧૦૮)

On Aso vad 10 Samvat 1919 (1863 CE), Swami spoke, “Everyone listen, I will speak. Raghuvirji Maharaj arranged a similar spiritual camp and here I have spoken for two-and-a-half months. And those who come with me to Vartal get my company for three-and-a-half months. So, even now I have talked extensively. Nobody would keep others in the mandir and talk, yet this is what I have done. If God is not worshipped the mind, the senses and the body are enemies on the path of moksha. Therefore, keep this talk which I have given in your mind and live according to it. How can such spiritual association be attained? Now this company will not remain. It is difficult to meet a true Sadhu. Therefore, keep this company – that is the principle.”

Special Nature of Gunatitanand Swami's Discourses (51.8) / (6/108)

Samvat 1919nā Āso Vadi Dashame vāt karī je, "Sau sāmbhaḷo vāt karu. Raghuvīrjī Mahārāje chhāvaṇī karī em me tamane aḍhī mahinā sudhī vātu karī, ne Vartāl āve chhe ene to māro sāḍā traṇ mahinā jog thāy. Māṭe hamaṇā paṇ atishe vātu karī chhe. Te koī mandirmā rākhīne vātu na kare, ā to me karī. Man shatru chhe, indriyu shatru chhe ne deh shatru chhe, jo Bhagwān na bhajāy to. Te māṭe ā je vāt karī te antarmā rākhajo ne te pramāṇe rahejo. Juone! Āvo jog kyāthī thāy! Have jog nahī rahe. Sādhu maḷavā kaṭhaṇ chhe. Māṭe jog karī lejo, e siddhānt chhe."

Special Nature of Gunatitanand Swami's Discourses (51.8) / (6/108)

“આ સૌને પર સ્થિતિ થઈ જાય એમ કરી દઉં, પણ ઘેલું થઈ જવાય એવું કામ છે, ઓલ્યા લુવાણાને થઈ ગયું તેમ. કેમ જે, પાત્ર નહીં તેણે કરીને એમ થયું.” એમ આશરે સાડા ત્રણસેં માણસની સભા હતી તેમાં કહ્યું.

(૬/૧૦૯)

૧. આ. સં. ૧૯૧૨, જુનાગઢ. રેંથળના લુહાણા ભક્ત ગોવિંદભાઈ ગુણાતીતાનંદ સ્વામીનાં દર્શન અને સમાગમ કરવા જૂનાગઢ આવ્યા હતા. સ્વામીશ્રીની વાતો સાંભળતાં તેમને અતિ અપાર દિવ્યભાવ થઈ ગયો ને અંતરમાં નિશ્ચય દૃઢ થયો કે શ્રીજીમહારાજ આજે સાક્ષાત્ સ્વામીશ્રી દ્વારા દર્શન-સમાગમનું સુખ આપી રહ્યા છે. ધીરે ધીરે સ્વામીની વાતો સાંભળતાં તેમની નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ.

એક દિવસ સ્વામીશ્રી ઠાકોરજીનાં સિંહાસન સામે બેઠા હતા. મહાપૂજામાં આરતી થતી હતી એ વખતે ગોવિંદભક્ત સ્વામીશ્રીને જોઈને કહે, “આ સાક્ષાત્ મહારાજ છે.” સ્વામીશ્રીએ તેમને બોલવાનું બંધ રાખવા કહ્યું, તોય બોલતા જ રહ્યા એટલે સ્વામીશ્રીએ જાગાભક્ત તથા બીજા હરિભક્તોને કહ્યું, “આ ભક્ત ગાંડાની પેઠે બોલે છે. માટે તેને ભંડકમાં પૂરી દ્યો.” તાળું વાસીને પૂરી દીધાં, તો ત્યાંથી પાછા બહાર આવી ગયા.

બીજે દિવસે જેતપુરના હરિભક્તો પોતાના ઘરે જતા હતા ત્યારે સ્વામીએ તેમની સાથે ગોવિંદભક્તને લઈ જવા કહ્યું. ત્યારે તે ભક્તો કહે, “અમે એ ગાંડાને કેમ સાચવીએ? અમારે હાથ તે રહે નહીં.” સ્વામીશ્રીએ કહ્યું, “દરવાજા બહાર તે નીકળશે કે તરત જ તેનું ગાંડપણ મટી જશે.” સ્વામીશ્રીનાં વચનાનુસાર દરવાજા બહાર નીકળ્યા કે તરત જ તેમની નિરાવરણ દૃષ્ટિ સ્વામીએ ખેંચી લીધી.

લોકોને ગાંડા દેખાતા આ ભક્તા સ્વામીમાં શ્રીજીને દેખવાની જ્ઞાનદૃષ્ટિ પામ્યા હતા, પરંતુ લોકમાં મળતું રખાવવા માટે, અનેક જીવોને તેની ક્રિયાથી અભાવ ન આવે તે માટે સ્વામીએ તેમને સાધારણ ભક્ત જેવા બનાવી દીધા.

[ગુણાતીતાનંદ સ્વામી: ૧/૩૮૯]

“I will do what it takes so everyone attains the highest state. But doing this will make one mad, just like how one Luvānā devotee became mad;1 because, he was not worthy, so he became mad.” Swami spoke this in an assembly of approximately 350 people.

(6/109)

1. In Samvat 1912, Govindbhai (a devotee of the Luhana caste) came to Junagadh for Gunatitanand Swami’s darshan. He heard Swami’s talks, experienced the divinity of his talks, and realized Maharaj is present through him. He attained the nirāvaran state in which no barriers could hinder him. Once, Swami was performing the ārti during mahāpujā. Govindbhai started repeating, “Look! Maharaj is present himself,” while looking at Gunatitanand Swami. Swami told him to stop speaking but he continued. So, Swami told Jagabhakta and others to lock him up because he is speaking like a mad person. Because of his nirāvaran state, he crossed the wall and came out of the locked room. Swami then withdrew his nirāvaran state because others did not have the same understanding.

[Gunatitanand Swami: Part 1]

"Ā saune par sthiti thaī jāy em karī dau, paṇ ghelu thaī javāy evu kām chhe, olyā luvāṇāne thaī gayu tem. Kem je, pātra nahī teṇe karīne em thayu." Em āshare sāḍā traṇse māṇasnī sabhā hatī temā kahyu.

(6/109)

આચાર્ય આદિક ચારનો અવગુણ આવે એ મોટું પાપ છે. બીજા તો અનેક સ્વભાવ હોય પણ એ પાપનું મૂળ છે. તે પાપને વિષે પુણ્યની બુદ્ધિ થાય ને સાધુને વિષે અસાધુની બુદ્ધિ થાય. પછી દ્રોહ થાય, પછી તેનો જીવ નાશ થાય, એવું એ છે. માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે? તો એ વાત હૈયામાં રાખીને કોઈ દિવસ એ મારગે ચડવું નહીં ને એની સેવા થાય તો કરવી નીકર હાથ જોડવા પણ અવગુણ તો ન જ લેવો, એ અમારો સિદ્ધાંત હતો તે કહ્યો:

પીપા પાપ ન કીજિયે, તો ધર્મ કિયા સો વાર;

જો કિસિકા લિયા નહીં, તો દિયા વાર હજાર.

સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું? તો ભક્ત્યાનુવૃત્ત્યા, અનુવૃત્તિ એ જ સેવા છે, માટે તે પ્રમાણે રહેવું.

ભગવાન અને ભક્તનો દ્રોહ (23.7) / (૬/૧૧૦)

The habit of finding flaws is a big sin. There may be many types of vicious nature but finding flaws is the root of sin. As a result, one sees virtues in sins and sees the God-realized Sadhu as not being a Sadhu. Then one bears malice towards him and one’s jiva is destroyed. This is what it is like. And what is the reason for repeatedly saying this? So that by keeping this point in one’s heart, one should never tread that path. If one can serve them, then do so, otherwise just fold your hands to them but certainly do not perceive any flaws in them. This is my principle which I have told you:

Pipā pāp na kijiye, to dharma kiyā so vār;

Jo kisikā liyā nahi, to diyā vār hajār.1

By serving sadhus, the mandir, ācharyas and satsangis one can progress, but if they are maligned, then the jiva is destroyed. What is that service? ‘Bhaktyānuvrutya’ – instinctively following their wishes is real service; so live like that.

Maligning God and His Devotees (23.7) / (6/110)

1. The saint-poet Pipa says that not sinning is like have observed dharma, many times over. Just as, if one does not take away anything, it is like having given.

Āchārya ādik chārno avaguṇ āve e moṭu pāp chhe. Bījā to anek swabhāv hoy paṇ e pāpnu mūḷ chhe. Te pāpne viṣhe puṇyanī buddhi thāy ne Sādhune viṣhe asādhunī buddhi thāy. Pachhī droh thāy, pachhī teno jīv nāsh thāy, evu e chhe. Māṭe vāramvār kahevānu tātparya shu chhe? To e vāt haiyāmā rākhīne koī divas e mārge chaḍavu nahī ne enī sevā thāy to karavī nīkar hāth joḍavā paṇ avaguṇ to na ja levo, e amāro siddhānt hato te kahyo:
Pīpā pāp na kījiye, to dharma kiyā so vār;
Jo kisikā liyā nahī, to diyā vār hajār.

Sādhunī, mandirnī, āchāryanī ne satsangīnī sevā karavī to vṛuddhi pamāy ne droh thāy to jīvno nāsh thāy. Te sevā te shu? To Bhaktyānuvṛuttyā, anuvṛutti e ja sevā chhe, māṭe te pramāṇe rahevu.

Maligning God and His Devotees (23.7) / (6/110)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading