share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૧ થી ૧૦

જ્યારે હું પૂર્વાશ્રમમાં હતો, ત્યારે મુને ખંભે એક મોટું ગૂમડું થયું હતું તેની પીડા ઘણી થઈ. તે વખતે જાગ્રતમાં અર્ધરાત્રિને સમે મહારાજ પધાર્યા ને મુને દર્શન દીધાં. તે પીળું પીતાંબર પે’ર્યું હતું ને બીજું રાતું પીતાંબર ઓઢ્યું હતું ને મસ્તકને ઉપર દક્ષિણી પાઘ ધારી હતી ને લલાટને વિષે કેસર-ચંદનની અરચા સહિત કંકુનો ચાંદલો શોભી રહ્યો હતો ને ચાખડિયું ઉપર ચડ્યા હતા. એવી શોભાને જોઈને મારી વૃત્તિ તો તે મૂર્તિમાં પ્રોવાઈ ગઈ ને પછી ગૂમડું ફૂટી ગયું ને પીડા પણ ટળી ગઈ. પછી મહારાજ પણ હસીને અદ્રશ્ય થઈ ગયા. પછી તે દહાડેથી તે મૂર્તિ અખંડ દેખાતી. પછી જ્યારે અલૈયે મોડે મહારાજનાં અમે પ્રથમ દર્શન કર્યાં ત્યારે હૃદયમાં દેખાતી જે મૂર્તિ ને આ મૂર્તિ બેય એક થઈ ગઈ. એવું જોઈને મહારાજને સર્વ કારણના કારણ ને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ સમજીને મેં મહારાજનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય કર્યો.

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.33) / (૬/૧)

When I was at home in my pre-initiation days, I had a big boil on my shoulder and it caused a lot of pain. At that time, while I was awake in the middle of the night, Maharaj came and gave me darshan. He had worn a yellow dhoti and a red upper garment; on his head he had worn a southern-style headgear; his forehead was adorned with marks of sandalwood paste and a chāndlo of red vermilion powder; and he had worn wooden slippers. Seeing such beauty, my mind merged with the murti and then the boil burst open and the pain also ceased. Then, Maharaj smiled and disappeared. From that day onwards I have continuously seen that murti. Then, when I had the first darshan of Maharaj at Alaiyā Mod, the murti seen in my heart and this murti (in Alaiyā Mod) both became one. Observing this, I developed the supreme conviction that Maharaj is the cause of all causes, the source of all avatārs and is Purushottam with understanding.

Gunatitanand Swami's Impressive Personality (50.33) / (6/1)

Jyāre hu pūrvāshrammā hato, tyāre mune khabhe ek moṭu gūmaḍu thayu hatu tenī pīḍā ghaṇī thaī. Te vakhate jāgratmā ardharātrine same Mahārāj padhāryā ne mune darshan dīdhā. Te pīḷu pītāmbar pe’ryu hatu ne bīju rātu pītāmbar oḍhyu hatu ne mastakne upar dakṣhiṇī pāgh dhārī hatī ne lalāṭne viṣhe kesar-chandannī archā sahit kankuno chāndalo shobhī rahyo hato ne chākhaḍiyu upar chaḍyā hatā. Evī shobhāne joīne mārī vṛutti to te mūrtimā provāī gaī ne pachhī gūmaḍu fūṭī gayu ne pīḍā paṇ ṭaḷī gaī. Pachhī Mahārāj paṇ hasīne adrashya thaī gayā. Pachhī te dahāḍethī te mūrti akhanḍ dekhātī. Pachhī jyāre Alaiye moḍe Mahārājnā ame pratham darshan karyā tyāre hṛudaymā dekhātī je mūrti ne ā mūrti bey ek thaī gaī. Evu joīne Mahārājne sarva kāraṇnā kāraṇ ne sarva avatārnā avatārī Puruṣhottam samajīne me Mahārājno sarvotkṛuṣhṭ nishchay karyo.

Gunatitanand Swami's Impressive Personality (50.33) / (6/1)

પછી વળી સ્વામીએ વાત કરી જે, “અમે નાના હતા ત્યારે એક માર્ગી સાધુનો મહંત સભા કરીને બેઠેલ. ત્યાં જઈને પાધરી ડોશિયુંને ખેસવીને તે મહંતને પ્રશ્ન પૂછ્યો જે, ‘કાર્ય શું ને કારણ શું?’ ત્યારે તે કહે જે, ‘અમને એવું આવડે નહીં ને મુને તો કોઈએ શીખવેલ નહીં.’ પછી અમને કહે જે, ‘તમે ઉત્તર કરો.’ ત્યારે મેં કહ્યું જે, ‘ભગવાન કારણ ને આ સર્વે સૃષ્ટિ તે કાર્ય.’ ત્યાં તો સૌ ભોંઠા પડી ગયા, એમ સભા જીતી.”

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.34) / (૬/૨)

Then again Swami said, “When I was young, a mahant of some Mārgi sadhus was seated in an assembly. I went there and moved straight past the women and asked a question, “What is the effect and what is the cause?” Then he said, “I do not know this sort of thing since nobody has taught me.” Then he said to me, “You answer the question.” So I said, “God is the cause and the whole of creation is the effect. There, everyone became abashed and thus I triumphed in the assembly.”

Gunatitanand Swami's Impressive Personality (50.34) / (6/2)

Pachhī vaḷī Swāmīe vāt karī je, “Ame nānā hatā tyāre ek mārgī sādhuno mahant sabhā karīne beṭhel. Tyā jaīne pādharī ḍoshiyune khesavīne te mahantne prashna pūchhyo je, ‘Kārya shu ne kāraṇ shu?’ Tyāre te kahe je, ‘Amane evu āvaḍe nahī ne mune to koīe shīkhvel nahī.’ Pachhī amane kahe je, ‘Tame uttar karo.’ Tyāre me kahyu je, ‘Bhagwān kāraṇ ne ā sarve sṛuṣhṭi te kārya.’ Tyā to sau bhoṭhā paḍī gayā, em sabhā jītī.”

Gunatitanand Swami's Impressive Personality (50.34) / (6/2)

બાજરો ભેળો કરીને ભગવાન ભજવા, બીજું કાંઈ ડોળ કર્યે પાર નહીં પડે અને રૂપિયા હશે તે મરી જાશું ત્યારે પડ્યા રહેશે, એ કાંઈ ઝાઝા કામના નહીં, જેટલા અવશ્ય જોઈએ તેટલા ભેળા કરીને ભજન કરવું ને ઝાઝા હશે તો ક્યાંઈના ક્યાંઈ ઊડી જશે ને મૂળગી વાસના રહેશે.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.24) / (૬/૩)

Collect grains and then worship God. By pretending your final aim will not be reached. One may have money, but at death it will be left behind and will not be of any use. Earn as much as you really need and worship God. If one has a lot, then it will be spent without discrimination, and still desires for material pleasures will remain unfulfilled.

Worship and Meditation of God (25.24) / (6/3)

Bājro bheḷo karīne Bhagwān bhajavā, bīju kāī ḍoḷ karye pār nahī paḍe ane rūpiyā hashe te marī jāshu tyāre paḍyā raheshe, e kāī zāzā kāmnā nahī, jeṭalā avashya joīe teṭalā bheḷā karīne bhajan karavu ne zāzā hashe to kyāī nā kyānī ūḍī jashe ne mūḷagī vāsanā raheshe.

Worship and Meditation of God (25.24) / (6/3)

આ નિયમ છે એ બહુ મોટી વાત છે, ને જે દિવસ ધર્મમાં ફેર પડશે તે દી તો કોઈ વાત ઊભી નહીં રહે, માટે નિયમ ખબરદાર થઈને પાળવા. એ વિષે ઘણીક વાત કરી.

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.21) / (૬/૪)

These codes are very important. The day there is a lapse in observance of dharma, nothing will remain stable. Therefore, the codes must be observed with utmost care. Swami talked much on this.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.21) / (6/4)

Ā niyam chhe e bahu moṭī vāt chhe, ne je divas dharmmā fer paḍashe te dī to koī vāt ūbhī nahī rahe, māṭe niyam khabardār thaīne pāḷavā. E viṣhe ghaṇīk vāt karī.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.21) / (6/4)

એક હરિજન પાસે ‘સંતજન સોઈ સદા’ એ કીર્તન બોલાવીને કહ્યું જે, “આજના કીર્તનમાં તો ચાર વેદ, ખટશાસ્ત્ર ને અઢાર પુરાણ આવી જાય છે એવાં ચમત્કારી છે.”

સાધુનો મહિમા (30.71) / (૬/૫)

After instructing a devotee to sing the devotional song ‘Santjan soi sada’, Swami said, “In these devotional songs, the four Vedas, the six systems of philosophy and eighteen Purans are all included, that is how miraculous they are.”

Glory of the Sadhu (30.71) / (6/5)

Ek harijan pāse ‘Santjan soī sadā’ e kīrtan bolāvīne kahyu je, “Ājanā kīrtanmā to Chār Ved, Khaṭshāstra ne Aḍhār Purāṇ āvī jāy chhe evā chamatkārī chhe.”

Glory of the Sadhu (30.71) / (6/5)

ધોળેરામાં એક બાવે તેલ કડકડાવીને માંહી શાલિગ્રામને નાખ્યા, તે વાત અમે સાંભળી તે ઘડી રૂંવાડાં ઊભાં થયાં ને જીવમાં બળવા લાગ્યું. તે જુઓને, જગતમાં એવા ભેખ છે.

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.35) / (૬/૬)

In Dholera, an ascetic boiled some oil and threw a Shaligram into it. On hearing this story, my hair stood on end and my jiva started burning. Just see, in this world there are such renunciants.

Gunatitanand Swami's Impressive Personality (50.35) / (6/6)

Dhoḷerāmā ek bāve tel kaḍkaḍāvīne māhī Shāligrāmne nākhyā, te vāt ame sāmbhaḷī te ghaḍī rūvāḍā ūbhā thayā ne jīvmā baḷavā lāgyu. Te juone, jagatmā evā bhekh chhe.

Gunatitanand Swami's Impressive Personality (50.35) / (6/6)

શુદ્ધ સ્વરૂપનિષ્ઠા રાખવી, નીકર વાંધો ભાંગશે નહીં, એમ મહારાજે પણ કહ્યું છે. તે માટે આ પ્રગટ પુરુષોત્તમ શ્રીજીમહારાજ સહજાનંદ સ્વામી તે સર્વે શ્રીકૃષ્ણાદિક જે અવતાર તેમના અવતારી ને સર્વેના કારણ ને સર્વેના નિયંતા છે એમાં લેશમાત્ર ફેર નથી એમ જાણીને પતિવ્રતાની રીત રાખવી, તો ઠેઠ અક્ષરધામમાં પુગાશે.

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.26) / (૬/૭)

Have a pure and resolute faith in God’s manifest form, otherwise obstacles will not be overcome – even Maharaj has said this. Therefore, this manifest Purushottam, Shriji Maharaj, Sahajanand Swami, is the source of Shri Krishna and other incarnations, and is the cause and the controller of all – of this there is no doubt. Knowing this, remain absolutely faithful and one will go straight to Akshardham.

Firm Faith in the Divine Form of God (43.26) / (6/7)

Shuddha swarūpniṣhṭhā rākhavī, nīkar vāndho bhāngashe nahī, em Mahārāje paṇ kahyu chhe. Te māṭe ā pragaṭ Puruṣhottam Shrījī Mahārāj Sahajānand Swāmī te sarve Shrī Kṛuṣhṇādik je avatār temanā avatārī ne sarvenā kāraṇ ne sarvenā niyantā chhe emā leshmātra fer nathī em jāṇīne pativratānī rīt rākhavī, to ṭheṭh Akṣhardhāmmā pugāshe.

Firm Faith in the Divine Form of God (43.26) / (6/7)

“આ સત્સંગનો મહિમા તો અપાર છે. કેમ જે, અનંત અવતાર થયા ને આપણને તો મહારાજ પુરુષોત્તમ મળ્યા છે ને બીજા અવતાર જેવા તો આ સત્સંગમાં ઘણાક છે. એવો સત્સંગનો મહિમા સમજીને દૃઢ ઉપાસના કરવી. અને એવા જે પુરુષોત્તમ તે તો આ એક જ છે. તેણે શુદ્ધ રીત પ્રવર્તાવી. ને બીજાએ તો ભેળું ને ભેળું બાઈ-ભાઈનું રાખેલ, પણ જુદારો ન પાડેલ.” એવી રીતે પુરુષોત્તમપણાની ઘણીક વાત કરી.

(૬/૮)

“The greatness of Satsang is limitless. Why? Because there have been many avatārs, but we have attained Maharaj who is Purushottam. And there are many in Satsang today who are like the other avatārs. One should understand the greatness of Satsang this way and make our upāsanā firm. There is only one Purushottam, who propagated the pure ways (of satsang). The others allowed mingling of men and women and never separated them.” In this way, Swami spoke about the supremacy of Maharaj.

(6/8)

Ā satsangno mahimā to apār chhe. Kem je, anant avatār thayā ne āpaṇne to Mahārāj Puruṣhottam maḷyā chhe ne bījā avatār jevā to ā satsangmā ghaṇāk chhe. Evo satsangno mahimā samajīne draḍh upāsanā karavī. Ane evā je Puruṣhottam te to ā ek ja chhe. Teṇe shuddha rīt pravartāvī. Ne bījāe to bheḷu ne bheḷu bāī-bhāīnu rākhel, paṇ judāro na pāḍel. Evī rīte Puruṣhottampaṇānī ghaṇīk vāt karī.

(6/8)

“પદાર્થ ઝાઝા ભેળા ન કરવા, નીકર મૂંઝવણ થાવાની ને વાસના રહે. ને દેહ સારુ પદાર્થ છે અને દેહને તો વેરી જ કહ્યો છે, તે ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો છે. ને દેહાભિમાન મૂક્યે સર્વે દોષ જાય છે,” એમ વાત કરી. તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે, “મુક્તાનંદ સ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોગ થયે ઊતરતા જેવા રહે કે ન રહે.” બીજું સોળ સાધનનું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “તેણે કરીને અક્ષરધામ પમાય છે.”

પંચવિષય-વાસના-વ્યસન (8.33) / (૬/૯)

Do not hoard too many material objects, otherwise depression will arise and strong desires will remain. Objects are for the body, but the body is described as the enemy of the jiva, since it does not allow the jiva to offer worship to God or to read scriptures. So, by overcoming body-consciousness, all faults are overcome.

Material Pleasures-Desires-Addictions (8.33) / (6/9)

“Padārth zāzā bheḷā na karavā, nīkar mūnzavaṇ thāvānī ne vāsanā rahe. Ne deh sāru padārth chhe ane dehne to verī ja kahyo chhe, te bhajan karavā na de, vānchavā na de tevo chhe. Ne dehābhimān mūkye sarve doṣh jāy chhe,” em vāt karī. Te upar Vachanāmṛut vanchāvīne kahyu je, “Muktānand Swāmī jevā hoy te paṇ padārthno jog thaye ūtartā jevā rahe ke na rahe.” Bīju Soḷ Sādhannu Vachanāmṛut vanchāvyu ne kahyu je, “Teṇe karīne Akṣhardhām pamāy chhe.”

Material Pleasures-Desires-Addictions (8.33) / (6/9)

વળી કહ્યું જે, “અમારો વાંક કાઢશો મા, અમે કહી છૂટીએ છીએ. કેમ જે, વૃદ્ધ થયા તે હવે નહીં રહેવાય. માટે કહીએ છીએ જે, સમજીને શુદ્ધ વરતજો, નીકર ઝાઝો ફેર પડશે. આ ઘડી જો હાથધોણું, આંકડી કે વાળો એવો રોગ થયો હોત તો રાત બધી જાગે, પણ અમથું એક ઘડી પણ ધ્યાનમાં ન બેસાય, ને રાત બધી ઊંઘી રહેવાય.” એમ અષાઢ વદિ છઠને દિવસ વાત કરી. “ને દેહ જ વેરી છે તે પોતાનું કરાવે, તે વિષ્ટા પરજંત ધોવરાવે છે પણ ધ્યાન કરવા ન દેવો એવો છે.”

સાંખ્યજ્ઞાન (51.7) / (૬/૧૦)

૧. પર્યંત.

“Please do not blame me. I just inform and leave it to you. Since, now I am old and will not live much longer, I am expressing my views. Understand and live a pure life, otherwise there will be a big difference in your final liberation.

“If at this time one contracted an illness like diarrhoea, colic or worms then one would have to stay awake all night. But one does not sit even for a short time in meditation and sleeps the whole night.” On the night of Ashadh vad 6, he talked in this way. “Anyway, the body is an enemy and will make one do as per its wishes. It will make one clean everything, including faeces, but will not allow one to meditate.”

The Knowledge of Sankhya (51.7) / (6/10)

Vaḷī kahyu je, “Amāro vāk kāḍhasho mā, ame kahī chhūṭīe chhīe. Kem je, vṛuddha thayā te have nahī rahevāy. Māṭe kahīe chhīe je, samajīne shuddha varatjo, nīkar zāzo fer paḍashe. Ā ghaḍī jo hāthdhoṇu, ānkaḍī ke vāḷo evo rog thayo hot to rāt badhī jāge, paṇ amathu ek ghaḍī paṇ dhyānmā na besāy, ne rāt badhī ūnghī rahevāy.” Em Aṣhāḍh Vadi Chhaṭhne divas vāt karī. “Ne deh ja verī chhe te potānu karāve, te viṣhṭā parjant1 dhovarāve chhe paṇ dhyān karavā na devo evo chhe.”

The Knowledge of Sankhya (51.7) / (6/10)

1. Paryant.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading