TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૮૧ થી ૯૦
દેશકાળ જોઈને વિચારીને વાત કરવી, પ્રેમને રસ્તે ચાલવું નહિ. તે ઉપર પોતાની વાત કરી જે, મારામાં બહુ પ્રેમ હતો તેથી પ્રાગજીની પેઠે વાત કર્યા વિના રહેવાય નહિ. તે ઉપરથી કૃપાનંદ સ્વામી કહેતા જે, “તમને તો ગુરુ કરશું.” ત્યારે મેં કહ્યુ જે, “મારો શો વાંક છે?” ત્યારે કૃપાનંદ સ્વામીએ કહ્યું જે, “તમારાં લક્ષણ ગુરુ થાઓ તેવાં છે, આટલી વાતું કરે, આટલી સેવા કરે, આટલું ભજન કરે તે ગુરુ થયા વિના કેમ રહે?” પછી કેટલેક દિવસે મહારાજે મુને બોલાવીને સર્વેની આગળ મુક્તાનંદ સ્વામીના ખોળામાં બેસારીને કહ્યું જે, “આપણે જીવુંના કલ્યાણ અર્થે આવ્યા છીએ, માટે મંડળ બાંધી વાતું કરો ને સાધુ તો પાંચ રાખીએ.” પછી મેં કહ્યું જે, “મહારાજ, મારાથી મંડળ કેમ ચાલે?” ત્યારે મહારાજ કહે જે, “સાધુ તો દસ રાખીએ, પચ્ચીસ રાખીએ,” એમ કહ્યું; ત્યારે હું તો બોલતો રહી ગયો પણ મહારાજે ગણતાં ગણતાં છેવટે ત્રણસેં સાધુ સુધી રાખવાની વાત કરી; ને મને જે આજ્ઞા કરે તેમાં વિચારું ને આત્માનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તત્કાળ માની લે ને તેમને વચનના અધ્ધર ઝીલનારા કહ્યા છે. એ વગેરે ઘણીક વાત કરી ને તે ઉપર મધ્ય પ્રકરણનું અડતાળીશમું વચનામૃત વંચાવીને કહ્યું જે, દેહ ધરીને સાધુના ભેળું રહેવું.
First think about the place and time and then talk. Do not walk the path of affection. Then Swami talked about himself, “I had a lot of affection, so I could not stay without talking just like Pragji.” On hearing this, Krupanand Swami used to say, “We will make you a guru.” So, I said, “What is my fault?” Then Krupanand Swami said, “Your qualities are such that you will become a guru. How can one who gives so many discourses, does so much service, and offers so much devotion remain without becoming a guru?” Then after a few days, Maharaj called me, made me sit in Muktanand Swami’s lap and said, “We have come to redeem the jivas, so form a group of five sadhus and deliver discourses.” Then I said, “Maharaj, how can I run a group.” Then Maharaj said, “Keep ten sadhus, keep twenty-five.” At that time I did not say anything but Maharaj continued counting and eventually talked about keeping three hundred sadhus. And whatever commands I was given, I thought about them and then did, but, Atmanand Swami, Krupanand Swami, Gopalanand Swami would instantly obey his commands.” So they are known for their instantaneous obedience. This and many other talks were delivered. Based on this, Vachanamrut Gadhada II-48 was read and then Swami said, “After taking birth it is better to live among sadhus.”
Desh-kāḷ joīne vichārīne vāt karavī, premne raste chālavu nahi. Te upar potānī vāt karī je, mārāmā bahu prem hato tethī Prāgjīnī peṭhe vāt karyā vinā rahevāy nahi. Te uparthī Kṛupānand Swāmī kahetā je, “Tamane to guru karashu.” Tyāre me kahyu je, “Māro sho vānk chhe?” Tyāre Kṛupānand Swāmīe kahyu je, “Tamārā lakṣhaṇ guru thāo tevā chhe, āṭalī vātu kare, āṭalī sevā kare, āṭalu bhajan kare te guru thayā vinā kem rahe?” Pachhī keṭlek divase Mahārāje mune bolāvīne sarvenī āgaḷ Muktānand Swāmīnā khoḷāmā besārīne kahyu je, “Āpaṇe jīvunā kalyāṇ arthe āvyā chhīe, māṭe manḍaḷ bāndhī vātu karo ne sādhu to pānch rākhīe.” Pachhī me kahyu je, “Mahārāj, mārāthī manḍaḷ kem chāle?” Tyāre Mahārāj kahe je, “Sādhu to das rākhīe, pachchīs rākhīe,” em kahyu; tyāre hu to bolato rahī gayo paṇ Mahārāje gaṇatā gaṇatā chhevaṭe traṇase sādhu sudhī rākhavānī vāt karī; ne mane je āgnā kare temā vichāru ne Ātmānand Swāmī, Kṛupānand Swāmī, Gopāḷānand Swāmī tatkāḷ mānī le ne temane vachannā adhdhar zīlnārā kahyā chhe. E vagere ghaṇīk vāt karī ne te upar Madhya Prakaraṇnu Aḍatāḷīshmu Vachanāmṛut vanchāvīne kahyu je, deh dharīne sādhunā bheḷu rahevu.
હરિશંકરભાઈએ પૂછ્યું જે, “વચન પાળવું તેમાં સર્વે સરખાં વચન સમજવાં કે તારત્મ્યપણું૧ સમજવું?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “તારત્મ્યપણું છે. વિચાર કરીને આજ્ઞા પાળવી.” તે ઉપર દૃષ્ટાંત દીધાં જે, “પ્રથમ મહારાજે એમ આજ્ઞા કરી હતી જે ગૌગ્રાસ,૨ શ્વાનભાગ૩ વગેરે કાઢ્યા વિના જમવું નહિ, તે ઉપરથી કેટલાક સાધુ બબે, ચાર-ચાર લાડવા હરિભક્તના બગાડવા માંડ્યા ને કેટલાકે એ પ્રમાણે ન કર્યું તેથી રામદાસજીભાઈ વગેરે રાજી થયા.” બીજું દૃષ્ટાંત, “પ્રથમ મહારાજે એવી આજ્ઞા કરેલી જે, લઘુશંકા કરીને કોઈ આવે તો સર્વેને ઊભા થાવું. તે જેતલપુરમાં અમે હતા ત્યાં એક સાધુ લઘુશંકા કરીને આવ્યા ને અમારાથી ઊભા ન થવાણું તેથી અમારો તિરસ્કાર કર્યો, તેમાંથી તે સાધુ ગાંડા થઈને જાતા રહ્યા.” ત્રીજું દૃષ્ટાંત, “મહારાજે ઘોડીને પાવાનું મિષ૪ લઈને સર્વે સાધુનું ચરણામૃત કરી મંગાવ્યું પણ નિત્યાનંદ સ્વામીએ ચરણામૃત ન કરી આપ્યું ને બીજાએ કરી આપ્યું, તે મહારાજ પી ગયા તેથી બધાયને આજ્ઞા વિચાર વિના પાળવાથી પસ્તાવો થયો ને નિત્યાનંદ સ્વામીને ન થયો, એમ આજ્ઞામાં તારત્મ્યપણું છે.”
૧. ન્યૂન-અધિકપણું, વિવેક.
૨. જમવામાંથી ગાય માટે અમુક ભાગ રાખવો.
૩. કૂતરા માટેનો ભાગ.
૪. નિમિત્ત.
Harishankarbhai asked, “In following the commands of God, should all commands be equally followed or should there be judgement of distinction among the commands?” Swami answered, “There is some distinction. One should use judgement when following commands.” On that, Swami explained, “In the beginning, Maharaj gave a command to save a portion of meals for cows and dogs before eating. Some sadhus wasted two to four lāddus made by devotees to follow that command. Some wise sadhus did not follow this command strictly; therefore, Ramdasjibhai and other devotees were pleased.” Swami gave another example, “Maharaj had also commanded that, if someone came back after discharging their bowels, one should stand up. We were in Jetalpur once, where a sadhu came after discharging his bowels and we did not get up. That sadhu developed an aversion toward us and became mad as a result and left.” Swami gave a third example, “Maharaj asked the sadhus to wash their feet and save the charanāmrut (water drained after washing the feet) and give it to him on the pretext of giving it to his horse to drink. Everyone gave the charanāmrut except Nityanand Swami. Maharaj himself drank the charanāmrut of the sadhus instead of giving it to his horse; therefore, the sadhus regretted giving it to Maharaj, whereas Nityanand Swami had no regret. Thus, one should use judgement in following commands.”
Harishankarbhāīe pūchhyu je, “Vachan pāḷavu temā sarve sarakhā vachan samajavā ke tāratmyapaṇu1 samajavu?” Tyāre Swāmīe kahyu je, “Tāratmyapaṇu chhe. Vichār karīne āgnā pāḷavī.” Te upar draṣhṭānt dīdhā je, “Pratham Mahārāje em āgnā karī hatī je gaugrās,2 shvānbhāg3 vagere kāḍhyā vinā jamavu nahi, te uparthī keṭlāk sādhu babe, chār-chār lāḍavā haribhaktanā bagāḍvā mānḍyā ne keṭlāke e pramāṇe na karyu tethī Rāmdāsjībhāī vagere rājī thayā.” Bīju draṣhṭānt, “Pratham Mahārāje evī āgnā karelī je, laghushankā karīne koī āve to sarvene ūbhā thāvu. Te Jetalpurmā ame hatā tyā ek sādhu laghushankā karīne āvyā ne amārāthī ūbhā na thavāṇu tethī amāro tiraskār karyo, temāthī te sādhu gānḍā thaīne jātā rahyā.” Trīju draṣhṭānt, “Mahārāje ghoḍīne pāvānu miṣh4 laīne sarve sādhunu charaṇāmṛut karī mangāvyu paṇ Nityānand Swāmīe charaṇāmṛut na karī āpyu ne bījāe karī āpyu, te Mahārāj pī gayā tethī badhāyne āgnā vichār vinā pāḷavāthī pastāvo thayo ne Nityānand Swāmīne na thayo, em āgnāmā tāratmyapaṇu chhe.”
1. Nyūn-adhikpaṇu, vivek.
2. Jamavāmāthī gāy māṭe amuk bhāg rākhavo.
3. Kūtarā māṭeno bhāg.
4. Nimitta.
સત્સંગ, એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ ત્રણ વાનાં દુર્લભ છે, તે આપણને મળ્યાં છે, માટે ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખવાં.
Satsang, the God-realized state and the murti of God – all three are rare. But we have attained them. Therefore, be humble, honour others and preserve them.
Satsang, ekāntikpaṇu ne Bhagwānnī mūrti e traṇ vānā durlabh chhe, te āpaṇne maḷyā chhe, māṭe garīb thaīne bījāne mān āpīne sāchavī rākhavā.
ગરીબ થવાની રીત બતાવી જે, એક ગામમાં બે વાણિયા બે ભાઈ હતા. તે બન્નેની પાસે ચિંતામણિયું બે હતી. તે રાજાને ખબર પડવાથી રાજાએ લશ્કર મોકલી વાણિયાને જીતીને ચિંતામણિ એક ભાઈ પાસેથી લઈ લીધી, પછી બીજો ભાઈ હતો તે ગરીબ થઈ ફાટેલાં ચીંથરાં પહેરી ભેટમાં ચિંતામણિ રાખી માગી ખાતો, ગરીબ થઈને નીકળી ગયો તો ચિંતામણિ રહી. તેમ આપણે ગરીબ થઈને ચિંતામણિ સાચવી રાખવી.
We should become humble to preserve what we have. In a village, there lived two Vania brothers. Both of them had a chintāmani each. When the king found out he sent his army, which defeated one of the brothers and took away his chintāmani. The other brother was clever. He wore torn clothes like a pauper, begged for his food and hid the chintāmani. Thus, he pretended to be poor and left the kingdom, keeping the chintāmani. Similarly, we should become meek and preserve the chintāmani in the form of God and his holy Sadhu.
Garīb thavānī rīt batāvī je, ek gāmmā be vāṇiyā be bhāī hatā. Te bannenī pāse chintāmaṇiyu be hatī. Te rājāne khabar paḍavāthī rājāe lashkar mokalī vāṇiyāne jītīne chintāmaṇi ek bhāī pāsethī laī līdhī, pachhī bījo bhāī hato te garīb thaī fāṭelā chīntharā paherī bheṭmā chintāmaṇi rākhī māgī khāto, garīb thaīne nīkaḷī gayo to chintāmaṇi rahī. Tem āpaṇe garīb thaīne chintāmaṇi sāchavī rākhavī.
સત્સંગથી ભગવાન વશ થાય છે તેવા કોઈ સાધનથી થતા નથી. તે સત્સંગ શું જે, પ્રગટ ભગવાન ને પ્રગટ આ સાધુનો આશરો કર્યાથી કલ્યાણ થાય છે. ને પરોક્ષ કથા-કીર્તન, વાર્તા ને અર્ચાથી કલ્યાણ થાય એમ લખ્યું છે તે તો જીવને આલંબન દીધું છે.
The way God is won over by satsang, he is not won by any other means. What is that satsang? It is the refuge of the manifest form of God and this manifest Sadhu - from that one is liberated. And it is written that one is liberated by listening to discourses, singing kirtans, annointing God, and other means that are related to the non-manifest form of God, but that is to give consolation to the jiva.
Satsangthī Bhagwān vash thāy chhe tevā koī sādhanthī thatā nathī. Te satsang shu je, pragaṭ Bhagwān ne pragaṭ ā Sādhuno āsharo karyāthī kalyāṇ thāy chhe. Ne parokṣh kathā-kīrtan, vārtā ne archāthī kalyāṇ thāy em lakhyu chhe te to jīvne ālamban dīdhu chhe.
“એકને અંતરનો કજિયો થાય છે ને એકને નથી થતો તેનું કેમ સમજવું?” ત્યારે સ્વામી કહે, “ઘરમાં સાપ હોય તે ઉંદર ખાવા મળતા હોય ત્યાં સુધી ખીજે નહિ; ને ઉંદરને કાઢી મૂકીએ તો ઘરનાં બીજાં સર્વેને કરડી ખાય. તેમ મન તથા ઇન્દ્રિયુંના કહ્યા પ્રમાણે ચાલે તો કજિયો ન થાય ને તેને મરડીને ચાલે તો કજિયો થાય છે.”
One is troubled by internal agitation and another is not – how should this be understood? Then Swami answered, “If there is a snake in the house, then as long as it gets mice to eat, it does not harm others. But if the mice are driven away, then it will bite everyone else in the house. Similarly, if one allows oneself to be dictated by the mind and senses i.e. one indulges in sense pleasures, then there is no problem, but if they are denied their wishes, then there is agitation since the mind and senses are denied worldly pleasures.”
“Ekane antarno kajiyo thāy chhe ne ekane nathī thato tenu kem samajavu?” Tyāre Swāmī kahe, “Gharmā sāp hoy te undar khāvā maḷatā hoy tyā sudhī khīje nahi; ne undarne kāḍhī mūkīe to gharnā bījā sarvene karaḍī khāy. Tem man tathā indriyunā kahyā pramāṇe chāle to kajiyo na thāy ne tene maraḍīne chāle to kajiyo thāy chhe.”
મહુવાના હરિભક્તે પૂછ્યું જે, “પૂરો સત્સંગ થયો કેમ સમજવો?” ત્યારે સ્વામી કહે, “અક્ષરરૂપ થવાય ત્યારે પૂરો સત્સંગ થયો સમજવો.” વળી, ફરી પૂછ્યું જે, “અક્ષરરૂપ થયું કેમ જણાય?” ત્યારે સ્વામી કહે, “ગૃહસ્થને અગિયાર નિયમ ને ત્યાગીને ત્રણ ગ્રંથ એટલું પાળે તે અક્ષરરૂપ થયા જાણવા.”
“How can one know that qualities like those of Akshar have been attained?” Then Swami replied, “If householders observe the eleven codes of conduct1 and renunciants observe the three scriptures,2 then one is known as having qualities like that of Akshar.”
1. Eleven codes of conduct for householders:
(1) Non-violence
(2) Not to commit adultery
(3) Not to eat meat
(4) Not to drink alcohol
(5) Not to touch widows
(6) Not to commit suicide
(7) Not to steal
(8) Not to level false charges
(9) Not to speak ill of or abuse any deities
(10) Not to eat onions, garlic and other inedibles
(11) Not to listen to even religious discourses from people who oppose God and God-realized Sadhus
2. Shikshapatri, Nishkam Shuddhi, and Dharmamrut
Mahuvānā haribhakte pūchhyu je, “Pūro satsang thayo kem samajavo?” Tyāre Swāmī kahe, “Akṣharrūp thavāy tyāre pūro satsang thayo samajavo.” Vaḷī, farī pūchhyu je, “Akṣharrūp thayu kem jaṇāy?” Tyāre Swāmī kahe, “Gṛuhasthne agiyār niyam ne tyāgīne traṇ granth eṭalu pāḷe te Akṣharrūp thayā jāṇavā.”
હરિશંકરભાઈએ પૂછ્યું જે, “પ્રવૃત્તિ માર્ગમાં દેહ ધર્યો છે ને પ્રવૃત્તિથી અકળામણ આવે છે તે કેમ પાર પડશે?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “હવે શું પાર પડવું બાકી રહ્યું છે? પાર પડી ચૂક્યું છે ને પ્રવૃત્તિ ટળી ગઈ છે ને અરધું તો પાર પડ્યું છે ને પ્રવૃત્તિ છે તે સારી છે, નીકર ક્યાંઈનું ક્યાંઈ જાતું રહેવાત ને પૂર્વનો સંસ્કાર ભારે છે ને પ્રવૃત્તિમાં કેટલુંક ઠીક છે.” વળી ફરી પૂછ્યું જે, “પૂર્વનો સંસ્કાર છે ત્યારે હમણાં કેમ સત્સંગ થયો?” ત્યારે સ્વામી બોલ્યા જે, “જોગ થાય ત્યારે બીજ ઊગે ને પાણીનો જોગ થયા વિના બીજ સરસ હોય પણ ઊગે નહિ.”
Harishankarbhai asked, “We have taken birth on the path of pravrutti, yet pravrutti causes perplexity. How can we make it through?” Swami answered, “Now what do we have to make it through? We have already made it through and there is no pravrutti for us. We have made it through half way and the pravrutti that remains is good. Otherwise, we would leave and go elsewhere. Since we have great sanskār from previous births, we are stable in our pravrutti.” Swami was asked in turn, “If we have great sanskārs from previous birth, why did we gain satsang now?” Swami answered, “When there is association (of water), the seed sprouts. Without water, even if the seed is great, it will not grow.”
Harishankarbhāīe pūchhyu je, “Pravṛutti mārgmā deh dharyo chhe ne pravṛuttithī akaḷāmaṇ āve chhe te kem pār paḍashe?” Tyāre Swāmīe kahyu je, “Have shu pār paḍavu bākī rahyu chhe? Pār paḍī chūkyu chhe ne pravṛutti ṭaḷī gaī chhe ne aradhu to pār paḍyu chhe ne pravṛutti chhe te sārī chhe, nīkar kyāīnu kyāī jātu rahevāt ne pūrvano sanskār bhāre chhe ne pravṛuttimā keṭluk ṭhīk chhe.” Vaḷī farī pūchhyu je, “Pūrvano sanskār chhe tyāre hamaṇā kem satsang thayo?” Tyāre Swāmī bolyā je, “Jog thāy tyāre bīj ūge ne pāṇīno jog thayā vinā bīj saras hoy paṇ ūge nahi.”
વરતાલનું પહેલું વચનામૃત ને મધ્યનું ચૌદમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “આ પ્રમાણે સમજે તો ગૃહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે, તે ત્યાગીનું બહુ શોભે ને પરવતભાઈ જેવા ગૃહસ્થને સાત છોકરાં હોય તેનું શોભે નહિ, પણ તે તો મહારાજને શિખામણ દેતા એવા હતા.”
After reading Vachanamrut Vartal-1 and Vachanamrut Gadhada II-14, Swami said, “If one understands like this, then a householder and a renunciant attain the same (Akshardham). And a renunciant may stand out while a householder, like Parvatbhai, may not stand out. But he was such that he could advise Maharaj.”
Vartālnu Pahelu Vachanāmṛut ne Madhyanu Chaudmu Vachanāmṛut vanchāvīne vāt karī je, “Ā pramāṇe samaje to gṛuhasth tathā tyāgīne barobar gati chhe, te tyāgīnu bahu shobhe ne Parvatbhāī jevā gṛuhasthne sāt chhokarā hoy tenu shobhe nahi, paṇ te to Mahārājne shikhāmaṇ detā evā hatā.”
કારિયાણીનું આઠમું વચનામૃત ને મધ્યનું સત્તરમું વચનામૃત વંચાવી વાત કરી જે, “આ પ્રમાણે સમજવાનું છે તે રહી ગયું ને ઈંટો, પથરા, લાકડાં, રૂપિયા ને માણસ તેને ભામે૧ ચડી જવાણું છે. ને અમે તો આ હવેલી ઊખેળી તેમાં બહુ અકળાતા કે ક્યારે પૂરી થાશે ને વાતું કરશું? ને દેહ પડી જાશે તો વાતું કરવી રહી જાશે. ને મારે તો એમ થાય છે જે, કૂબામાં૨ બેસીને દાણા ભેગા કરીને બધી પૃથ્વીના માણસને વાતું કરું, ને ત્રિકમદાસ છત્ય જડાવે છે ને રંગ ચડાવે છે ને બદરિકાશ્રમવાળા તથા શ્વેતદ્વીપવાળા તથા અક્ષરધામવાળા તથા ગોવર્ધનભાઈ કાંઈ ગાંડા છે તે વીસ હજાર કોરી બગાડી નાખી! ને મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, ‘ગોવર્ધનભાઈનું બહુ ભૂંડું થયું.’ ત્યારે મહારાજ કહે જે, ‘સમલોષ્ટાશ્મકાંચનઃ૩ થયું તે બહુ ભૂંડું થયું?’ ત્યારે મુક્તાનંદ સ્વામી સમજ્યા.” એમ વાત કરીને કહ્યું જે, “આ બે વચનામૃત પ્રમાણે સમજે તો પણ આંહીં બેઠાં અક્ષરધામ દેખે નહિ, પણ અક્ષરધામના પતિ દેખાણા એટલે અક્ષરધામ તો ભેગું જ આવી ગયું ને! આ મૂર્તિ મળી છે તેના સામું જોઈ રહેવું ને ધ્રોડી ધ્રોડીને ઘેર જવાય છે તે તો અભ્યાસ પડી ગયો છે, જેમ અફીણનું બંધાણ પડે તેમ.” એમ વાત કરીને ‘રાજે ગઢપુર મહારાજ’ કીર્તન ગવરાવ્યું ને ઉદ્ધવજી તથા ગોપિયુંની વાત કરી ને પ્રગટ સ્વરૂપના જ્ઞાનીને અધિક કહ્યો ને પ્રથમના એકોતરના વચનામૃતની વાત કરી જે, “પ્રગટ વાત કર્યા વિના એમ સમજાય છે જે, બદરિકાશ્રમમાં, શ્વેતદ્વીપમાં તથા ગોલોકમાં ભગવાન છે ને થોડાક આંહીં છે પણ સર્વોપરી ભગવાન આંહીં સમજાતા નથી. માટે પ્રગટ વાત કરીએ છીએ ને આવો સમાગમ મળ્યો ને અહો અહો થાતું નથી તથા ગાંડા થવાતું નથી તે તો ભગવાને જીવના કલ્યાણને અર્થે એમ રાખ્યું છે. નીકર ગાંડા થઈ જવાય.
“મત્ય દીધે માને નહિ, કુમત્યે મન કોળાય;
આવેલ અવળે અક્ષરે, તે સવળે કેમ સોહાય.”
૧. ભગવાનના સંબંધ વગરની અન્ય પ્રવૃત્તિના ચકરાવે.
૨. ઘુમટવાળા ઘાસના ઝૂંપડામાં.
૩. અર્થ: સુખદુઃખને સમાન સમજે છે, માટી, પથ્થર તથા સોનું જેને સમાન છે તથા પ્રિય અને અપ્રિયમાં, નિંદા અને સ્તુતિમાં, માન અને અપમાનમાં જે સમચિત્તસ્થિર રહે છે તે ગુણાતીત કહેવાય છે. (ગીતા: ૧૪/૨૪)
After asking someone to read Vachanamruts Kariyani-8 and Gadhada II-17, Swami said, “That one has to understand like this has been forgotten. We have become trapped in the cycle of bricks, stones, wood, money and men (i.e. building activities, etc.). I was disappointed when the building of this mansion was started and thought about when it will finish and when I will be able to deliver talks? Since, if this body perishes, the talks will remain undelivered. I feel that I should sit in a hut, collect some grains and talk to all the people of the world. But Trikamdas is having a ceiling built and painted; and are those liberated souls of Badrikashram, Shvetdwip and Akshardham, and Govardhanbhai so foolish as to waste twenty thousand koris? Muktanand Swami said to Maharaj, “It’s bad about what happened to Govardhanbhai.” Then Maharaj said, “He has attained the state of Sama-loshtāshma-kānchanah.1 Is that very bad?” Then Muktanand Swami understood. After narrating this, he said, “Even if one understands as per these two Vachanamruts, then still one cannot see Akshardham while seated here. But that is not a deficiency, since, seeing the Lord of Akshardham means that Akshardham has certainly been included (in that vision). So, keep looking at this murti that has been attained. But one repeatedly goes back home because it has become a habit, just as one becomes addicted to opium.” After talking in this way, Swami had the kirtan ‘Rāje Gadhpur Mahārāj’ sung.
Swami talked about Uddhavji and the Gopis, and that one knowledgeable about the present manifest form is described as the best of all. Maharaj has said in Vachanamrut Gadhada I-71 that without talking about the manifest form, people think that God exists only in Badrikashram, Shvetdwip and Golok and not here. But the supreme God manifest here is not understood. Therefore, we talk about manifest God. That such association has been attained (with the supreme God in human form) and yet one does not feel intense joy and does not go mad has been kept that way by God for the redemption of the jiva. Otherwise one would go mad.
Matya didhe māne nahi, kumatye man kolāy;
Āvel avle akshare, te savle kem sohāy.2
1. Gordhanbhai, a resident of Mangrol (district: Junagadh, Saurashtra), was a spiritually enlightened devotee of Bhagwan Swaminarayan. He was a businessman, and when someone took anything from his shop on credit, he noted it by writing, for example, “10 kg sugar – On the account of Swaminarayan.” In this way, he incurred a loss of 20,000 koris (18th century currency). When Muktanand Swami found out about this carefree approach, he told Maharaj. Then, Maharaj quoted this shlok to describe Gordhanbhai’s elevated spiritual state. “Sama loshtāshma-kānchanah...” – He who regards a lump of earth, a stone and (a piece of) gold as equal is said to be gunātit. - Bhagwad Gita 14/24
2. There are many wretched people who do not accept helpful advice, since their mind is clouded with evil. Such people are born with perverted thoughts, so how can they have good thoughts?
Kāriyāṇīnu Āṭhmu Vachanāmṛut ne Madhyanu Sattarmu Vachanāmṛut vanchāvī vāt karī je, “Ā pramāṇe samajavānu chhe te rahī gayu ne īṭo, patharā, lākaḍā, rūpiyā ne māṇas tene bhāme1 chaḍī javāṇu chhe. Ne ame to ā havelī ūkheḷī temā bahu akaḷātā ke kyāre pūrī thāshe ne vātu karashu? Ne deh paḍī jāshe to vātu karavī rahī jāshe. Ne māre to em thāy chhe je, kūbāmā2 besīne dāṇā bhegā karīne badhī pṛuthvīnā māṇasne vātu karu, ne Trikamdās chhatya jaḍāve chhe ne rang chaḍāve chhe ne Badrikāshramvāḷā tathā Shvetdvīpvāḷā tathā Akṣhardhāmvāḷā tathā Govardhanbhāī kāī gānḍā chhe te vīs hajār korī bagāḍī nākhī! Ne Muktānand Swāmīe Mahārājne kahyu je, ‘Govardhanbhāīnu bahu bhūnḍu thayu.’ Tyāre Mahārāj kahe je, ‘Samaloṣhṭāshmakānchanah3 thayu te bahu bhūnḍu thayu?’ Tyāre Muktānand Swāmī samajyā.” Em vāt karīne kahyu je, “Ā be Vachanāmṛut pramāṇe samaje to paṇ āhī beṭhā Akṣhardhām dekhe nahi, paṇ Akṣhardhāmnā pati dekhāṇā eṭale Akṣhardhām to bhegu ja āvī gayu ne! Ā mūrti maḷī chhe tenā sāmu joī rahevu ne dhroḍī dhroḍīne gher javāy chhe te to abhyās paḍī gayo chhe, jem afīṇnu bandhāṇ paḍe tem.” Em vāt karīne ‘Rāje Gaḍhapur Mahārāj’ kīrtan gavarāvyu ne Uddhavjī tathā Gopiyunī vāt karī ne pragaṭ swarūpnā gnānīne adhik kahyo ne Prathamnā Ekotarnā Vachanāmṛutnī vāt karī je, “Pragaṭ vāt karyā vinā em samajāy chhe je, Badrikāshrammā, Shvetdvīpmā tathā Golokmā Bhagwān chhe ne thoḍāk āhī chhe paṇ sarvoparī Bhagwān āhī samajātā nathī. Māṭe pragaṭ vāt karīe chhīe ne āvo samāgam maḷyo ne aho aho thātu nathī tathā gānḍā thavātu nathī te to Bhagwāne jīvnā kalyāṇne arthe em rākhyu chhe. Nīkar gānḍā thaī javāy.
“Matya dīdhe māne nahi, kumatye man koḷāya;
Āvel avaḷe akṣhare, te savaḷe kem sohāya.”
1. Bhagwānnā sambandh vagarnī anya pravṛuttinā chakarāve.
2. Ghumaṭvāḷā ghāsnā zūpaḍāmā.
3. Artha: sukh-dukhne samān samaje chhe, māṭī, paththar tathā sonu jene samān chhe tathā priya ane apriyamā, nindā ane stutimā, mān ane apamānmā je samchittasthir rahe chhe te Guṇātīt kahevāy chhe. (Gītā: 14/24)