TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૭૧ થી ૮૦
રાત્રે વાત કરી જે, “ગોપાળ સ્વામી બહુ વાતું કરતા, તેથી મારે હેત હતું.”
At night, Swami said, “Gopal Swami discoursed quite a lot, therefore, I had affection for him.”
Rātre vāt karī je, “Gopāḷ Swāmī bahu vātu karatā, tethī māre het hatu.”
“વાસના છે તે જઠરાગ્નિથી બળતી નથી, બાહ્ય અગ્નિથી બળતી નથી, પ્રલયકાળના અગ્નિથી બળતી નથી, જેમ પૃથ્વીમાં બીજ છે તે અગ્નિ લાગે છે તો પણ બળતાં નથી, પાછાં ઊગે છે. ને તે બીજને તાવડીમાં શેકીએ તો ઊગે નહિ. તેમ વાસના બીજા અગ્નિથી બળતી નથી, પણ જ્ઞાનરૂપ અગ્નિથી બળે છે, તે જ્ઞાનરૂપ અગ્નિ તે શું જે, ભગવાનની ઉપાસના ને ભગવાનની આજ્ઞા તેથી વાસનાલિંગ કારણ દેહનો નાશ થાય છે, બીજા કોઈ સાધનથી નાશ થતો નથી.” ને કેટલી વાસના બળી છે ને કેટલી બાકી છે તે ઉપરથી શુકમુનિની કહેલી વાત કરી જે, “આજ્ઞા પળે છે એટલી વાસના બળે છે. ને આજ્ઞામાં તો નિયમ આવ્યા પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે પાળ્યાથી વાસના બળે, તે આજ્ઞા કઈ? તો નિજાત્માનં બ્રહ્મરૂપં એ આજ્ઞા પળે તો કારણ દેહનો નાશ થાય છે; પણ ‘શિક્ષાપત્રી’ બરાબર પળતી નથી તેટલી ખોટ્ય છે ને તેટલું દુઃખ છે.”
“The digestive fire does not burn desires. They are neither burnt by external fire nor by the fire at the time of dissolution. Seeds in the earth are not affected by fire and so sprout again, but if these seeds are roasted in a pan, then they will not grow; similarly, desires are not burnt by any type of fire but are burnt by fire in the form of spiritual knowledge. And what is this fire in the form of spiritual knowledge? It is that, by the upāsanā of God and by obeying his commands, the desire-dependent causal body is destroyed, but it is not destroyed by any other endeavour.” On the topic of how many desires have been destroyed and how many remain, Swami narrated what Shukmuni had said, “The extent to which commands are followed is the extent to which desires are destroyed. And commands include codes of conduct, but by following the instruction in the Shikshapatri, desires are destroyed. Which instruction? That of ‘Nijātmānam brahmarupam’1 – if this instruction is followed, the causal body is destroyed. But the Shikshapatri is not observed properly – that is the extent of deficiency and misery.”
1. Shikshapatri 116: Identifying one’s self with Brahman, separate from the three bodies (gross, subtle and causal), one should offer devotion to God. (chp 29, vat 17, footnote 3, p. 182.)
“Vāsanā chhe te jaṭharāgnithī baḷatī nathī, bāhya agnithī baḷatī nathī, pralaykāḷnā agnithī baḷatī nathī, jem pṛuthvīmā bīj chhe te agni lāge chhe to paṇ baḷatā nathī, pāchhā ūge chhe. Ne te bījne tāvaḍīmā shekīe to ūge nahi. Tem vāsanā bījā agnithī baḷatī nathī, paṇ gnānrūp agnithī baḷe chhe, te gnānrūp agni te shu je, Bhagwānnī upāsanā ne Bhagwānnī āgnā tethī vāsanāling kāraṇ dehno nāsh thāy chhe, bījā koī sādhanthī nāsh thato nathī.” Ne keṭalī vāsanā baḷī chhe ne keṭalī bākī chhe te uparthī Shukmuninī kahelī vāt karī je, “Āgnā paḷe chhe eṭalī vāsanā baḷe chhe. Ne āgnāmā to niyam āvyā paṇ Shikṣhāpatrīmā āgnā karī chhe te pramāṇe pāḷyāthī vāsanā baḷe, te āgnā kaī? To Nijātmānam brahmarūpam e āgnā paḷe to kāraṇ dehno nāsh thāy chhe; paṇ ‘Shikṣhāpatrī’ barābar paḷatī nathī teṭalī khoṭya chhe ne teṭalu dukh chhe.”
“ધર્મનિયમમાં ફેર પડે તો તેનો દંડ થાય ને ઉપાસનામાં ફેર પડે તો પ્રાપ્તિમાં ફેર પડે. જેમ કોઈને ધર્મમાં ફેર પડે છે તો પ્રાયશ્ચિત્ત કરાવે છે ને વટલી જાય છે તો નાત્યબાર્ય કાઢે છે, તેમ ઉપાસનાનું છે. ઉપાસનામાં કસર હોય તો બીજા સુખની તો પ્રાપ્તિ થાય પણ ગર્ભવાસનું દુઃખ ટળે નહિ, ને ઉપાસનાથી ને આત્મનિષ્ઠાથી ગર્ભવાસ ટળી જાય છે. માટે ઉપાસના, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ ને સંગ સર્વે અંગે ભક્તિ કરવી.” પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે, “આ સર્વમાંથી અધિક કયું સાધન છે?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “સંગ સર્વથી અધિક છે, ને સંગ તો બધાયનો કહેવાય પણ જેમ લોઢું, ભેગવાળું૧ સોનું ને શોધેલું૨ શુદ્ધ સોનું એ સર્વે ધાતુ કહેવાય પણ ફેર ઘણો છે, તેમ સંગમાં ફેર ઘણો છે.”
૧. ભેળસેળવાળું.
૨. શુદ્ધ કરેલું.
“If there is a lapse in observing the spiritual and moral codes of conduct, one is punished. If there is a lapse in upāsanā, one’s final moksha is affected. Just as, if one lapses in dharma, atonement is enforced; and if someone falters in observing the rules of his community, he is made an outcast – the same is true of upāsanā. If there is deficiency in upāsanā, then other worldly pleasures are attained but the misery of rebirth is not overcome. By upāsanā and ātmā-realization, rebirth is banished. Therefore, offer devotion along with upāsanā, ātmā-realization, detachment, dharma and close association with a true guru.” Then Harishankarbhai asked, “Which of all these endeavours is the greatest?” Then Swami replied, “Close association with the God-realized Sadhu is the best of all. And true association can be said to be of importance for everyone. But just as there is a difference between metal, impure gold and pure gold, even though all are metals, similarly, there is much difference in association with different sadhus.”
“Dharmaniyammā fer paḍe to teno danḍ thāy ne upāsanāmā fer paḍe to prāptimā fer paḍe. Jem koīne dharmamā fer paḍe chhe to prāyashchitta karāve chhe ne vaṭalī jāy chhe to nātyabārya kāḍhe chhe, tem upāsanānu chhe. Upāsanāmā kasar hoy to bījā sukhnī to prāpti thāy paṇ garbhavāsnu dukh ṭaḷe nahi, ne upāsanāthī ne ātmaniṣhṭhāthī garbhavās ṭaḷī jāy chhe. Māṭe upāsanā, ātmaniṣhṭhā, vairāgya, dharma ne sang sarve ange bhakti karavī.” Pachhī Harishankarbhāīe pūchhyu je, “Ā sarvamāthī adhik kayu sādhan chhe?” Tyāre Swāmīe kahyu je, “Sang sarvathī adhik chhe, ne sang to badhāyno kahevāy paṇ jem loḍhu, bhegvāḷu1 sonu ne shodhelu2 shuddha sonu e sarve dhātu kahevāy paṇ fer ghaṇo chhe, tem sangmā fer ghaṇo chhe.”
1. Bheḷseḷvāḷu.
2. Shuddha karelu.
ભોગાવાને કાંઠે તડકે બેસીને ઢૂંઢિયો તપ કરતો હોય તે નર્કે જાય ને હરિભક્ત ગૃહસ્થાશ્રમમાં હોય તેનો મોક્ષ થાય.
A naked ascetic who performs penance on the banks of Bhogāvā river will go to narak; whereas, a haribhakta, who may be a householder, will be liberated (because he has the refuge of God).
Bhogāvāne kāṭhe taḍake besīne ḍhūnḍhiyo tap karato hoy te narke jāy ne haribhakta gṛuhasthāshrammā hoy teno mokṣha thāy.
ગાંધારી૧ આંખ્યે પાટા બાંધી રાખતી તો પણ તે સતી ન કહેવાણી ને કુંતાજીને કુંવારા પુત્ર થયો હતો ને દ્રૌપદીને પાંચ પુરુષ હતા તો પણ સતિયું કહેવાણિયું.
૧. ધૃતરાષ્ટ્રની પત્ની, સો કૌરવોની માતા. ધૃતરાષ્ટ્ર અંધ હોઈ તે પણ આંખે પાટા બાંધી રાખતી.
Gāndhārī kept her eyes blindfolded; yet she was not identified as a sati (chaste wife). On the other hand, Kuntāji had a son while she was not married and Draupadi had five husbands and they were still identified as satis (because they had the refuge and faith in Krishna).
Gāndhārī1 ānkhye pāṭā bāndhī rākhatī to paṇ te satī na kahevāṇī ne Kuntājīne kuvārā putra thayo hato ne Draupadīne pānch puruṣh hatā to paṇ satiyu kahevāṇiyu.
1. Dhṛutrāṣhṭranī patnī, so Kauravonī mātā. Dhṛutrāṣhṭra andh hoī te paṇ ākhe pāṭā bāndhī rākhatī.
વાલીને ભાઈની સ્ત્રી રાખ્યા બાબત માર્યો ને વળી ભક્ત કહેવાણો તેથી તેનો મોક્ષ કર્યો.
Vāli kept his brother’s wife; therefore he was killed (by Ram). However, he was still a devotee, so God liberated him.
Vālīne bhāīnī strī rākhyā bābat māryo ne vaḷī bhakta kahevāṇo tethī teno mokṣh karyo.
વ્યાવહારિક માણસની ને સત્સંગીની ક્રિયા સરખી છે, પણ સત્સંગી ભગવાનના કહેવાણા તેથી મોક્ષ થાય છે.
The activities of a worldly man and a satsangi are the same. But satsangis are said to belong to God, so they attain moksha.
Vyāvahārik māṇasnī ne satsangīnī kriyā sarakhī chhe, paṇ satsangī Bhagwānnā kahevāṇā tethī mokṣha thāy chhe.
પચાસ હજાર રૂપિયા મળે તો ભગવાન ભજવાનો સ્વપ્નમાં પણ ઘાટ થાય નહિ, ને રૂપિયા મળે તો તે મડદું ફૂલ્યા૧ જેવું છે.
૧. મિથ્યા ઘમંડમાં રાચવું, ફોગટનું.
If one gets fifty thousand rupees, one would not, even in one’s dreams, think of worshipping God. The acquisition of money is like an inflated corpse (it implies deceptive growth).1
1. To become bloated with false ego.
Pachās hajār rūpiyā maḷe to Bhagwān bhajavāno swapnamā paṇ ghāṭ thāy nahi, ne rūpiyā maḷe to te maḍadu fūlyā1 jevu chhe.
1. Mithyā ghamanḍmā rāchavu, fogaṭnu.
આપણા સત્સંગની રીત સમજવી જે, સત્સંગમાં રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ કેટલાક સાધુ ને કેટલાક હરિભક્ત મોટેરા થઈ ગયા, તેમને લઈને અમારી મોટાઈ કહેવી, ને તે વિના કહેશો તો અમારી અપકીર્તિ કરાવશો, ને એ સર્વે મોટા હતા, મનુષ્ય જેવા ન કહેવાય ને એ ન હોત તો આપણને સત્સંગ પણ ક્યાંથી થાત? એ સર્વે મોટા છે, માટે એમને લઈને અમારી મોટાઈ કહેવી તથા ભગવાન જેવા કહેવા.
We should understand the ways of our satsang. In our satsang, Ramanand Swami, Muktanand Swami, Nityanand Swami, Brahmanand Swami, Gopalanand Swami, and many others were great. When speaking of our (my) greatness, do so based on the support of their greatness. If you only speak of my greatness, then that will lead to disrepute. They were all great and cannot be called ordinary men. If they were not present, how would we have come into satsang? So, my greatness should be spoken based on the support of their greatness and they should be spoken of as having qualities similar to God.
Āpaṇā satsangnī rīt samajavī je, satsangmā Rāmānand Swāmī, Muktānand Swāmī, Nityānand Swāmī, Brahmānand Swāmī, Gopāḷānand Swāmī ādi keṭlāk sādhu ne keṭlāk haribhakta moṭerā thaī gayā, temane laīne amārī moṭāī kahevī, ne te vinā kahesho to amārī apkīrti karāvasho, ne e sarve moṭā hatā, manuṣhya jevā na kahevāy ne e na hot to āpaṇne satsang paṇ kyāthī thāt? E sarve moṭā chhe, māṭe emane laīne amārī moṭāī kahevī tathā Bhagwān jevā kahevā.
ધ્યાની, પ્રેમી એ સર્વથી જ્ઞાની શ્રેષ્ઠ, પ્રેમી કેટલાક જાતા રહ્યા, ત્યાગી જાતા રહ્યા, ધ્યાની જાતા રહ્યા, એવા કેટલાંક અંગવાળા જાતા રહ્યા ને જેણે મોટા સાધુ સાથે જીવ બાંધેલા તે ટક્યા.
Among one who meditates and one who has immense affection, the best is one who has gnān. Many with affection left. Many with firm renunciation left. Many who meditated left. Such devotees possessing various types of inclinations left, but those who attached their jiva to a Mota Sadhu remained.
Dhyānī, premī e sarvathī gnānī shreṣhṭh, premī keṭlāk jātā rahyā, tyāgī jātā rahyā, dhyānī jātā rahyā, evā keṭlāk angvāḷā jātā rahyā ne jeṇe Moṭā sādhu sāthe jīv bāndhelā te ṭakyā.