share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૫૧ થી ૬૦

મન, ઇન્દ્રિયુંને વગર પ્રયોજને ચાળા ચૂંથવાનો સ્વભાવ છે, માટે તેને જાણીને જુદા પડવું.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.26) / (૫/૫૧)

The mind and senses have a habit of provoking (desires) without any reason, so know this and remain separate from them.

Atmanishtha-Brahmarup (29.26) / (5/51)

Man, indriyune vagar prayojane chāḷā chūnthavāno swabhāv chhe, māṭe tene jāṇīne judā paḍavu.

Atmanishtha-Brahmarup (29.26) / (5/51)

સ્પર્શમાં ને જિહ્‌વામાં તો જીવ ચોંટેલા જ છે, માટે તેને જાણવું કે કોઈ નહિ ચોંટતા હોય તેને પૂર્વેનો સંસ્કાર છે ને આ માર્ગ તો નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવો છે.

પંચવિષય-વાસના-વ્યસન (8.27) / (૫/૫૨)

૧. અશક્ય કાર્યને શક્ય કરવું. આ કહેવત છે. મકાનને ઢાંકવા ઢળતાં બે છાપરાં કરી બંને બાજુ ઢળતાં નળિયાં મૂકે છે. વરસાદનું પાણી ઢાળમાં નીચે દદૂડે છે. એ પાણીને મોભારે - ઊંચે બે છાપરાં ભેગાં થાય છે ત્યાં ચઢાવવું કઠણ છે.

The jiva is certainly attached to touch and taste. Therefore, for someone who is not attached to them, it is because of favourable past impressions. And this path is as difficult as raising water draining from the roof back to the ridge of the roof.

Material Pleasures-Desires-Addictions (8.27) / (5/52)

Sparshamā ne jihvāmā to jīv chonṭelā ja chhe, māṭe tene jāṇavu ke koī nahi chonṭatā hoy tene pūrveno sanskār chhe ne ā mārg to nevānu pāṇī mobhe chaḍāvyā1 jevo chhe.

Material Pleasures-Desires-Addictions (8.27) / (5/52)

1. Ashakya kāryane shakya karavu. Ā kahevat chhe. Makānne ḍhānkavā ḍhaḷatā be chhāparā karī banne bāju ḍhaḷatā naḷiyā mūke chhe. Varsādnu pāṇī ḍhāḷmā nīche dadūḍe chhe. E pāṇīne mobhāre - ūnche be chhāparā bhegā thāy chhe tyā chaḍhāvavu kaṭhaṇ chhe.

રાજાને આશરે જાય તેના ગુના માફ કરે તેમ ભગવાન જીવના ગુના માફ કરે છે, પણ જીવની રીત અવળી છે તે પોતાને સરસ માનીને ભગવાનને આશરે જાય નહિ ને દોઢ પહોર દિવસ ચઢતાં સુધી ભગવાન જીવના ગુના માફ કર્યા કરે છે.

ભગવાનનો આશરો (24.10) / (૫/૫૩)

૧. પ્રહર (ત્રણ કલાક).

One who seeks refuge of the king is forgiven for his crimes. Similarly, God forgives the jiva for its mistakes. But the way of the jiva is improper since it believes itself to be good and does not seek refuge in God. But, God continues to forgive the jiva for its mistakes up to a certain limit when it takes refuge in him.

Refuge in God (24.10) / (5/53)

Rājāne āshare jāy tenā gunā māf kare tem Bhagwān jīvnā gunā māf kare chhe, paṇ jīvnī rīt avaḷī chhe te potāne saras mānīne Bhagwānne āshare jāy nahi ne doḍh pahor1 divas chaḍhatā sudhī Bhagwān jīvnā gunā māf karyā kare chhe.

Refuge in God (24.10) / (5/53)

1. Prahar (traṇ kalāk).

આઠે પહોર એવું ભજન કરવું જે, 'આ દેહ હું નહિ.' ને સાંખ્યે સહિત યોગ થાશે અથવા જ્ઞાનપ્રલય થાશે ત્યારે કારણ દેહનો નાશ થાશે ને પૂરો મુક્ત થાશે; માટે જ્ઞાનપ્રલયનો અભ્યાસ કરવો.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.27) / (૫/૫૪)

All day long believe that ‘I am not this body.’ And when Sānkhya and Yoga are attained or gnān-pralay is attained then the causal body is destroyed and one will become a complete mukta. Therefore, study the ultimate spiritual wisdom.

Atmanishtha-Brahmarup (29.27) / (5/54)

Āṭhe pahor evu bhajan karavu je, ‘Ā deh hu nahi.’ Ne sānkhye sahit yog thāshe athavā gnānpralay thāshe tyāre kāraṇ dehno nāsh thāshe ne pūro mukta thāshe; māṭe gnānpralayno abhyās karavo.

Atmanishtha-Brahmarup (29.27) / (5/54)

નિજાત્માનં બ્રહ્મરૂપં એ શ્લોક લખ્યો છે તે પ્રમાણે મહારાજ આપણને કરાવશે. ને પુષ્પના હાર છે તે સર્પ છે ને સ્ત્રી છે તે રાક્ષસી છે, એ રસ્તે હવે ચાલ્યા છીએ તે મહારાજ કરાવશે.

(૫/૫૫)

Maharaj will make us understand according to the shloka ‘Nijātmānam brahmarupam’. A flower garland is like a serpent and a woman is like a demoness1 - Maharaj will make us understand this way since we have walked on this path.

(5/55)

1. This is based on a Satsangijivan verses 1/36/70 and 1/36/74. Gunatitanand Swami is not denouncing women in this talk. He is rather denouncing the nature of lust. In the same way, a man is like a demon for a woman.

Nijātmānam brahmarūpam e shlok lakhyo chhe te pramāṇe Mahārāj āpaṇne karāvashe. Ne puṣhpnā hār chhe te sarp chhe ne strī chhe te rākṣhasī chhe, e raste have chālyā chhīe te Mahārāj karāvashe.

(5/55)

“ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ જુદું માનવું, મહારાજને ભગવાન જાણવા, પુરુષોત્તમ જાણવા, સર્વેના નિયંતા જાણવા, પરબ્રહ્મ જાણવા, કર્તુમકર્તું ને અન્યથાકર્તું જાણવા. ને એવી ઉપમા બીજાને દેવાય નહિ, એ તો મહારાજ એકને જ દેવાય, ને બીજા સર્વે પુરુષ છે ને મહારાજ પુરુષોત્તમ છે. ને અનેક કોટિ પુરુષ છે ને અનેક કોટિ ઈશ્વર ને અનેક કોટિ અક્ષર છે.” ત્યારે વાઘે ખાચરે પૂછ્યું જે, “અક્ષર એક કહેવાય છે ને અનેક કોટિ કેમ કહો છો?” ત્યારે સ્વામી બોલ્યા જે, “ધામરૂપ અક્ષર એક જ છે ને બીજા અનંત કોટિ અક્ષર છે.” પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે, “ધામરૂપ અક્ષર મૂર્તિમાન છે તે શી રીતે છે?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “મૂર્તિમાન આપણા જેવા જ છે ને ભગવાન જેવા જ કહેવાય ને ભગવાનથી કામ થાય તેટલું તેમનાથી થાય છે. પુરુષ, પ્રકૃતિ, અક્ષર સર્વેના એ ભગવાન છે ને એક પુરુષોત્તમના જ દાસ છે.” ફરી પૂછ્યું જે, “પુરુષોત્તમ આંહીં અવતાર ધરીને આવ્યા છે તે ભેળા ધામરૂપ અક્ષર આંહીં આવ્યા છે કે નહિ?” ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, “પુરુષોત્તમ ભેળા આંહીં આવ્યા છે ને પુરુષોત્તમની આજ્ઞાએ કરીને અનેક જીવના કલ્યાણને અર્થે આંહીં જ રહ્યા છે.” ફરી પૂછ્યું જે, “ધામરૂપ અક્ષર બીજા અક્ષરકોટિને લીન કરે તે શી રીત છે?” તેનો ઉત્તર કર્યો જે, “લીન કરવાને એ સમર્થ છે, તે લીન કરવા હોય તો કરે.”

સર્વોપરી ભગવાન (42.14) / (૫/૫૬)

૧. અક્ષરના સાધર્મ્યને પામેલા અનંત કોટિ અક્ષરમુક્તો છે.

“Believe one’s true form to be separate from the three bodies. Know Maharaj as God, Purushottam, the controller of all, Parabrahman, the doer, the non-doer and the doer of even that which is not destined to happen. Such powers cannot be attributed to anyone else, but only to Maharaj himself. Everyone else is a Purush, while Maharaj is Purushottam. And there are countless millions of Purushes and countless millions of ishwars and countless millions of akshars.”1 Then Vāghā Khāchar asked, “Akshar is said to be one and why do you say countless millions?” Then Swami said, “Akshar, in the form of God’s abode is only one, while there are countless millions of akshar muktas.” Then Harishankarbhai asked, “How does Akshar, the abode of God, have a manifest form?” Then Swami explained, “He has a form just like us and it can also be said to be like God. And the work that can be done by God can be done by him. He is the master of Purush, Prakruti and all akshar muktas and is subservient only to Purushottam.” Again, Harishankarbhai asked, “Purushottam has incarnated here, so, has Akshar, the abode, come here with him or not?” Then Swami replied, “He has come here with Purushottam and by the wish of Purushottam has stayed here to liberate countless jivas.” Again, Harishankarbhai asked, “How does Akshar, the abode, absorb the other akshar muktas?” To this, Swami replied, “He is capable of absorbing them and can absorb them if he wills.”

Supreme God (42.14) / (5/56)

1. Refers to akshar muktas, who have attained the state of aksharrup (brahmarup).

“Traṇ dehthī potānu swarūp judu mānavu, Mahārājne Bhagwān jāṇavā, Puruṣhottam jāṇavā, sarvenā niyantā jāṇavā, Parabrahma jāṇavā, kartum-akartum ne anyathā-kartum jāṇavā. Ne evī upamā bījāne devāy nahi, e to Mahārāj ekane ja devāy, ne bījā sarve puruṣh chhe ne Mahārāj Puruṣhottam chhe. Ne anek koṭi puruṣh chhe ne anek koṭi īshvar ne anek koṭi Akṣhar1 chhe.” Tyāre Vāghe Khāchare pūchhyu je, “Akṣhar ek kahevāy chhe ne anek koṭi kem kaho chho?” Tyāre Swāmī bolyā je, “Dhāmrūp Akṣhar ek ja chhe ne bījā anant koṭi Akṣhar chhe.” Pachhī Harishankarbhāīe pūchhyu je, “Dhāmrūp Akṣhar mūrtimān chhe te shī rīte chhe?” Tyāre Swāmīe kahyu je, “Mūrtimān āpaṇā jevā ja chhe ne Bhagwān jevā ja kahevāy ne Bhagwānthī kām thāy teṭalu temanāthī thāy chhe. Puruṣh, Prakṛuti, Akṣhar sarvenā e Bhagwān chhe ne ek Puruṣhottamnā ja dās chhe.” Farī pūchhyu je, “Puruṣhottam āhī avatār dharīne āvyā chhe te bheḷā Dhāmrūp Akṣhar āhī āvyā chhe ke nahi?” Tyāre Swāmīe uttar karyo je, “Puruṣhottam bheḷā āhī āvyā chhe ne Puruṣhottamnī āgnāe karīne anek jīvnā kalyāṇne arthe āhī ja rahyā chhe.” Farī pūchhyu je, “Dhāmrūp Akṣhar bījā Akṣharkoṭine līn kare te shī rīt chhe?” Teno uttar karyo je, “Līn karavāne e samarth chhe, te līn karavā hoy to kare.”

Supreme God (42.14) / (5/56)

1. Akṣharnā sādharmyane pāmelā anant koṭi Akṣharmukto chhe.

શિવજીના ગળામાં રહીને સાપે ગરુડની સામે ફુંફાડા મારવા માંડ્યા, ત્યારે ગરુડે કહ્યું જે, “એ તારું બળ નથી પણ શિવજીનું બળ છે, તેથી મારું જોર ચાલતું નથી.” તેમ આપણે દુઃખ આવે ત્યારે ભગવાન તથા સાધુને બાઝી પડવું એટલે કાળ, કર્મ ને માયા કોઈનું બળ ચાલે નહિ.

ભગવાનનો આશરો (24.11) / (૫/૫૭)

From its position around the neck of Shivji, the cobra hissed at the eagle. Then the eagle said, “This is not your strength, but that of Shivji. That is why my strength does not work.” Similarly, when one faces difficulties, cling to God and his Sadhu so that the influence of kāl, karma and māyā does not prevail.

Refuge in God (24.11) / (5/57)

Shivjīnā gaḷāmā rahīne sāpe Garuḍnī sāme fufāḍā māravā mānḍyā, tyāre Garuḍe kahyu je, “E tāru baḷ nathī paṇ Shivjīnu baḷ chhe, tethī māru jor chālatu nathī.” Tem āpaṇe dukh āve tyāre Bhagwān tathā Sādhune bāzī paḍavu eṭale kāḷ, karma ne māyā koīnu baḷ chāle nahi.

Refuge in God (24.11) / (5/57)

“ઇન્દ્રિયાદિક ક્ષેત્ર થકી કોઈ ઊગરે એમ નથી. માટે વચનામૃતમાં કહ્યું છે તેમ નિયમરૂપી બેડીમાં રહે તો ઊગરે. ને બ્રહ્માદિક કાંઈ અણસમજુ કે અજ્ઞાની નહોતા પણ એને મોટા સાધુ વિના બીજા કોઈ જિતાવી શકે જ નહિ. ને મોટા સાધુ છે તે કળ બતાવે, છળ બતાવે અને જુક્તિ બતાવીને ઇન્દ્રિયુંને જિતાડે ને મોક્ષ પણ કરે. માટે પોતાનું બળ મૂકીને મોટા સાધુને બાઝી પડવું ને અંતઃકરણ, ઇન્દ્રિયુંનું તો માનવું જ નહિ. ને પોતાને બળે જીતવા જાય તો સામું બંધન થાય.” ત્યાં રાજાની રાણીએ છ દીકરાને વૈરાગ ચઢાવીને ત્યાગી કર્યા તેની વાત કરી. ને બીજું દૃષ્ટાંત દીધું જે, “ઉપાધ્યાયને સો વાર ઊને પાણીએ ધૂએ ને ચંદન ચોપડે ને ધૂપ દે તો પણ વાછૂટ થાય ત્યારે એવી ને એવી જ ગંધાઈ આવે; તેમ સર્વ ઇન્દ્રિયો, અંતઃકરણ એવાં મલિન છે તે શુદ્ધ થાય તેવાં નથી. માટે એનું માનવું જ નહિ ને પોતાને નિજાત્માનં બ્રહ્મરૂપં માનવું એટલે સર્વે જીતી જ ચૂક્યો.”

(૫/૫૮)

૧. વિશ્વાવસુ ગંધર્વની કુંવરી ને ઋતુધ્વજ રાજાની રાણી મદાલસાએ દીકરા - વિક્રાન્ત, સુબાહુ અને શત્રુમર્દનને બાળપણમાં હાલરડાં ગાતી વેળા આત્મજ્ઞાન કરાવેલું. મોટા થઈ ત્રણેએ સંન્યાસ લીધો. ચોથો પુત્ર અલર્ક તેના પિતા પાસે રહેવાથી માનો સમાગમ કરી ન શક્યો. છેવટે મોટા પુત્ર વિક્રાન્તને રાણીએ બોલાવ્યો ને કહ્યું, “તારો એક ભાઈ બાકી રહી જાય છે. તું તારા પિતાને કહે કે રાજગાદીનો વારસ હું છું. એટલે અલર્કને છૂટો કરશે.” આમ કરવાથી અલર્કને રાજાએ એની મા પાસે જવા દીધો. મદાલસાએ તેને વૈરાગ્ય ચઢાવ્યો ને વનમાં મોકલી દીધો. તેના ગયા પછી મોટો પણ ચાલ્યો ગયો... (આમ, પુરાણમાં છ નહીં પણ ચાર દીકરાની વાતા આવે છે.)

૨. ગુદા, મળદ્વારને.

“No one can save themselves from the indriyas. So, as mentioned in the Vachanamrut, if one remains bound by their respective niyams, they can be saved. Brahmā and others were not ignorant. But no one other than the Great Sadhu can help them be victorious. The Great Sadhu can show tricks and schemes to defeat the indriyas and liberate people. Therefore, one should forsake their own strength and cling to the Great Sadhu. Moreover, one should not abide by their own antahkaran and indriyas.” Then, Swami gave the example of a queen that inspired her six sons to renounce.1 He gave another example, “If one washes their anus with hot water and applies chandan, it still smells the same. Similarly, the indriyas and antahkaran are impure and will never become pure. Therefore, one should not believe them. If one believes ‘Nijātmānam brahmarupam’ (identifies one’s ātmā with Aksharbrahman), then one has conquered everything.”

(5/58)

1. The daughter of Vishwāvasu and the wife of Ritudhwaj, queen Madālshā inspired vairāgya and ātma-nishthā while singing lullabies to her newborn sons. Her older three sons - Vikrānt, Subāhu, and Shatrumardan - were deeply ingrained by these words and immediately renounced the comforts of their kingdom. Ritudhwaj did not like this. He asked Madālshā not to impart any gnān to their fourth son, Alark. Therefore, Madālshā preached dharma of varna and āshram to Alark and handed over the kingdom to him. Madālshā and Ritudhwaj left for the forest. When they were leaving, Madālshā gave Alark a ring with small writing: “Whenever you are troubled, read this and follow it.” Alark became a great king and started indulging in the comforts of the kingdom. When his brother Subāhu found out, he got help from the king of Kāshi to subdue Alark. Alark was now troubled. He was surrounded by the king of Kāshi and his wealth was depleted. He remembered the message on his ring. He handed over his kingdom to the king of Kāshi and left to find a sadhu who would secure his liberation. He gained knowledge from Dattātreya, developed vairāgya and renounced.

In this recollection, Gunatitanand Swami mentions six sons as heard by mouth from generations; but Madālshā had four sons according to the scriptures.

Indriyādik kṣhetra thakī koī ūgare em nathī. Māṭe Vachanāmṛutmā kahyu chhe tem niyamrūpī beḍīmā rahe to ūgare. Ne Brahmādik kāī aṇsamaju ke agnānī nahotā paṇ ene Moṭā Sādhu vinā bījā koī jitāvī shake ja nahi. Ne Moṭā Sādhu chhe te kaḷ batāve, chhaḷ batāve ane jukti batāvīne indriyune jitāḍe ne mokṣha paṇ kare. Māṭe potānu baḷ mūkīne Moṭā Sādhune bāzī paḍavu ne antahkaraṇ, indriyunu to mānavu ja nahi. Ne potāne baḷe jītavā jāy to sāmu bandhan thāy. Tyā rājānī rāṇīe chha dīkarāne vairāg chaḍhāvīne tyāgī karyā tenī vāt1 karī. Ne bīju draṣhṭānt dīdhu je, upādhyāyne2 so vār ūne pāṇīe dhūe ne chandan chopaḍe ne dhūp de to paṇ vāchhūṭ thāy tyāre evī ne evī ja gandhāī āve; tem sarva indriyo, antahkaraṇ evā malin chhe te shuddha thāy tevā nathī. Māṭe enu mānavu ja nahi ne potāne Nijātmānam brahmarūpam mānavu eṭale sarve jītī ja chūkyo.

(5/58)

1. Vishvāvasu Gandharvanī kuvarī ne Hrutudhvaj Rājānī rāṇī Madālasāe dīkarā - Vikrānt, Subāhu ane Shatrumardanne bāḷpaṇmā hālarḍā gātī veḷā ātmagnān karāvelu. Moṭā thaī traṇee sanyās līdho. Chotho putra Alark tenā pitā pāse rahevāthī māno samāgam karī na shakyo. Chhevaṭe moṭā putra Vikrāntne rāṇīe bolāvyo ne kahyu, “Tāro ek bhāī bākī rahī jāy chhe. Tu tārā pitāne kahe ke rājgādīno vāras hu chhu. Eṭale Alarkne chhūṭo karashe.” Ām karavāthī Alarkne rājāe enī mā pāse javā dīdho. Madālasāe tene vairāgya chaḍhāvyo ne vanmā mokalī dīdho. Tenā gayā pachhī moṭo paṇ chālyo gayo... (Ām, Purāṇmā chha nahī paṇ chār dīkarānī vātā āve chhe.)

2. Gudā, maḷdvārne.

જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાયની મરજી રાખી શકાય નહીં, તેનાથી તો ભગવાનની મરજી સચવાય.

સાધન (16.21) / (૫/૫૯)

One who wants to worship God cannot please everybody. He can only fulfill the wishes of God.

Spiritual Endeavours (16.21) / (5/59)

Jene Bhagwān bhajavā hoy tenāthī badhāynī marajī rākhī shakāy nahī, tenāthī to Bhagwānnī marajī sachavāy.

Spiritual Endeavours (16.21) / (5/59)

“ભગવાનના એકાંતિક સાધુ જેને ઘેર ભિક્ષા માગવા જઈને ઊભા રહે તેનું ઘર તીર્થરૂપ થઈ રહ્યું ને સર્વે તીર્થ ગયાનું એને ફળ થાય છે ને તેવા સમામાં તેનો દેહ પડે તો ભગવાનના ધામને પામે એવું માહાત્મ્ય છે. તે ભગવાનને આપણે પામ્યા તેથી આપણે પંડે જ તીર્થરૂપ થયા છીએ. ને હાલમાં જેટલું હરિભક્તમાં તથા સાધુમાં સામર્થ્ય છે તેટલું બીજા અવતાર થયા તેમાં સામર્થ્ય નથી.” તે ઉપર ગામ ઘાણલાની ડોશીની વાત કરી જે, “ડોશીએ એના ધણીને કહ્યું જે, મેં ભગવાનના પગ ચાંપ્યા છે એટલે મારા હાથ પરસાદીના થયા છે, તેથી મારા ગોળાનું પાણી જેણે પીધું તથા મારા હાથના રોટલા જેણે ખાધા તેનું કલ્યાણ થાશે, તો તારા કલ્યાણમાં શો સંદેહ છે?”

સાધુનો મહિમા (30.61) / (૫/૬૦)

“Whosoever’s house the enlightened Sadhu of God goes to for begging alms, that house becomes a place of pilgrimage. Also, the giver of alms earns the merits of having been to every pilgrim place. And if in that time he were to die, he would attain the abode of God. Such is the glory of the God-realized Sadhu. That God we have attained, so we ourselves have become places of pilgrimage. And, the power which the devotees and sadhus have today is not found in the other past avatārs.” On this, Swami narrated the story of the old woman of Ghānlā: “The old woman told her husband, ‘I have massaged the legs of God, so my hands have been sanctified. So, anyone who has drank water from my pot or has eaten food made by me will be liberated. So, is there any doubt about your liberation?’”

Glory of the Sadhu (30.61) / (5/60)

Bhagwānnā Ekāntik Sādhu jene gher bhikṣhā māgavā jaīne ūbhā rahe tenu ghar tīrthrūp thaī rahyu ne sarve tīrth gayānu ene faḷ thāy chhe ne tevā samāmā teno deh paḍe to Bhagwānnā dhāmne pāme evu māhātmya chhe. Te Bhagwānne āpaṇe pāmyā tethī āpaṇe panḍe ja tīrthrūp thayā chhīe. Ne hālmā jeṭalu haribhaktamā tathā sādhumā sāmarthya chhe teṭalu bījā avatār thayā temā sāmarthya nathī. Te upar gām Ghāṇlānī ḍoshīnī vāt karī je, ḍoshīe enā dhaṇīne kahyu je, men Bhagwānnā pag chāmpyā chhe eṭale mārā hāth parsādīnā thayā chhe, tethī mārā goḷānu pāṇī jeṇe pīdhu tathā mārā hāthnā roṭalā jeṇe khādhā tenu kalyāṇ thāshe, to tārā kalyāṇmā sho sandeh chhe?

Glory of the Sadhu (30.61) / (5/60)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading