share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૪૧ થી ૫૦

શુકજીએ પરીક્ષિતને કહ્યું જે, “હું રાજા છું ને મુને બ્રાહ્મણનો શ્રાપ થયો છે ને મને સરપડંસ થાશે, એવી જે પશુબુદ્ધિ તેનો ત્યાગ કરીને તારી ગર્ભમાં રક્ષા કરી છે તે ભગવાનને સંભાર.” સર્વ ભાગવતનો સાર આટલી વાત છે.

(૫/૪૧)

Shukji said to Parikshit, “Believing that ‘I’m a king and have been cursed by a brāhmin and will be bit by a snake,’ is the intellect of an animal. Discard this understanding and remember the God that protected you in the womb.” The essence of the Bhagwat is this one principle.

(5/41)

Shukjīe Parīkṣhitne kahyu je, "Hu rājā chhu ne mune brāhmaṇno shrāp thayo chhe ne mane sarapḍans thāshe, evī je pashubuddhi teno tyāg karīne tārī garbhamā rakṣhā karī chhe te Bhagwānne sambhār." Sarva Bhāgwatno sār āṭalī vāt chhe.

(5/41)

ભગવાનનાં એક વાર દર્શન થાય છે તેનાં પુણ્યનો પાર નથી. ને ભગવાન વિના બીજી વાત સાંભળવી નહિ ને ભગવાનનો જોગ ભારે થયો છે. ભગવાનની મૂર્તિમાં સર્વ જીવ તણાઈ જાય ને જ્ઞાનીને પ્રીતિ રહે ને અજ્ઞાનીને ટળી જાય.

પ્રાપ્તિનો મહિમા (32.26) / (૫/૪૨)

The merits earned by the darshan of God even once are limitless. And do not listen to talks other than those of God. We have this great opportunity to associate with God. All jivas are attracted towards the murti of God. For one who is knowledgeable, affection for God remains, while for the ignorant, it is lost.

Glory of Attainment (32.26) / (5/42)

Bhagwānnā ek vār darshan thāy chhe tenā puṇyano pār nathī. Ne Bhagwān vinā bījī vāt sāmbhaḷvī nahi ne Bhagwānno jog bhāre thayo chhe. Bhagavānnī mūrtimā sarva jīv taṇāī jāy ne gnānīne prīti rahe ne agnānīne ṭaḷī jāy.

Glory of Attainment (32.26) / (5/42)

આ લોક છે તે જોડે છાણ ચોંટ્યા જેવો છે ને કાંકરાની જમીનમાં હીંડવા માંડ્યું છે તો થોડા વખતમાં ઘસાઈ જાશે.

સાધન (16.19) / (૫/૪૩)

This world is like cow-dung stuck to a shoe. So, once one starts walking on pebbly ground, it will be rubbed off in a short time.

Spiritual Endeavours (16.19) / (5/43)

Ā lok chhe te joḍe chhāṇ chonṭyā jevo chhe ne kākarānī jamīnmā hīnḍavā mānḍyu chhe to thoḍā vakhatmā ghasāī jāshe.

Spiritual Endeavours (16.19) / (5/43)

ગુરુ મળ્યા પછી શિષ્યને ગર્ભવાસ વગેરે દુઃખનો ત્રાસ મટ્યો નથી તો તે ગુરુ જ નથી.

સાધુનો મહિમા (30.60) / (૫/૪૪)

After a guru is attained, if the miseries of rebirth, etc. are not removed, then he is not a true guru.

Glory of the Sadhu (30.60) / (5/44)

Guru maḷyā pachhī shiṣhyane garbhavās vagere dukhno trās maṭyo nathī to te guru ja nathī.

Glory of the Sadhu (30.60) / (5/44)

મનને ધાર્યે ભજન-ભક્તિ વગેરે કરે છે તેમાં અંતરે શાંતિ નહિ, પણ ભગવાન ને સાધુના કહ્યા પ્રમાણે કરે તો શાંતિ થાય છે.

ભગવાન અને સંતની આજ્ઞા (14.15) / (૫/૪૫)

Offering devotion, etc. as per the whims of one’s mind does not bring peace within, but if one does as per the guidance of God and his Sadhu, one attains peace.

Commands of God and His Holy Sadhu (14.15) / (5/45)

Manne dhārye bhajan-bhakti vagere kare chhe temā antare shānti nahi, paṇ Bhagwān ne Sādhunā kahyā pramāṇe kare to shānti thāy chhe.

Commands of God and His Holy Sadhu (14.15) / (5/45)

હાલ ભગવાનનો અનુગ્રહ ઘણો છે. તે શું જે, પરાણે ભજન કરાવે છે, વર્તમાન પળાવે છે ને વાતું સંભળાવે છે, એવા સાધુ મળ્યા છે. દેહમાંથી ને લોકમાંથી આમ ને આમ સમાગમ કરતાં ભગવાનમાં હેત થાય કે જ્ઞાન થાય ત્યારે ઊખડાય.

સત્સંગ (18.43) / (૫/૪૬)

At present, God has showered much grace. What is that? That we have met the true Sadhu who compels us to offer devotion, observe our duties and listen to spiritual discourses. By associating with him in this way and overcoming affection for the body and world, one develops affection for God. Then, when spiritual knowledge is attained one becomes detached.

Satsang (18.43) / (5/46)

Hāl Bhagwānno anugrah ghaṇo chhe. Te shu je, parāṇe bhajan karāve chhe, vartamān paḷāve chhe ne vātu sambhaḷāve chhe, evā Sādhu maḷyā chhe. Dehmāthī ne lokmāthī ām ne ām samāgam karatā Bhagwānmā het thāy ke gnān thāy tyāre ūkhaḍāy.

Satsang (18.43) / (5/46)

સ્પર્શાદિક ઉત્તમ વિષય પ્રથમ સારા લાગે છે ને પછી દુઃખ થાય છે. જ્ઞાની સુખી છે કાં બીજાનું કહેલું માને તે સુખી છે. અધર્મનો સર્ગ જીતવા પહોંચાય ત્યાં સુધી દાખડો કરવો ને નહિ પહોંચાય ત્યારે ભગવાન મદદ કરશે.

સાધન (16.20) / (૫/૪૭)

Either the spiritually wise is happy or one who believes what the Sadhu says is happy.

One should persist until the path of immorality is conquered. And when it cannot be defeated, (pray and) God will help.

Spiritual Endeavours (16.20) / (5/47)

Sparshādik uttam viṣhay pratham sārā lāge chhe ne pachhī dukh thāy chhe. Gnānī sukhī chhe kā bījānu kahelu māne te sukhī chhe. Adharmano sarg jītavā pahochāy tyā sudhī dākhaḍo karavo ne nahi pahonchāy tyāre Bhagwān madad karashe.

Spiritual Endeavours (16.20) / (5/47)

ઘણા જીવને મોક્ષને માર્ગે ચઢાવવા છે તેથી નિયમ-ધર્મની વાત ઘણી થાય ને માહાત્મ્યની વાત થાય નહિ. મહારાજે માહાત્મ્યની વાતું ઘણી કરી એટલે કુપાત્ર જીવે ધર્મ મૂકી દીધા. તેથી મહારાજે પોતાને હાથે માહાત્મ્યની વાતું ઉપર લીટા મૂક્યા. માહાત્મ્ય જાણ્યેથી શાંતિ છે પણ જીવ પાત્ર નહિ તેથી માહાત્મ્યની વાત થાતી નથી.

(૫/૪૮)

In order to draw many jivas on the path of liberation, talks of observing niyam-dharma take place, while talks of the mahimā (greatness of God and the Sant) do not take place. Maharaj talked a great deal about mahimā, so the unworthy jivas lapsed in observing dharma. Then, Maharaj crossed off the talks of mahimā with his own hand (i.e. stopped talking about mahimā). Peace is achieved by understanding the mahimā of God, but the jivas are not worthy, therefore, talks of mahimā do not take place.

(5/48)

Ghaṇā jīvne mokṣhane mārge chaḍhāvavā chhe tethī niyam-dharmanī vāt ghaṇī thāy ne māhātmyanī vāt thāy nahi. Mahārāje māhātmyanī vātu ghaṇī karī eṭale kupātra jīve dharma mūkī dīdhā. Tethī Mahārāje potāne hāthe māhātmyanī vātu upar līṭā mūkyā. Māhātmya jāṇyethī shānti chhe paṇ jīv pātra nahi tethī māhātmyanī vāt thātī nathī.

(5/48)

દેહ, ઇન્દ્રિયું માયિક છે ને પદાર્થ પણ માયિક છે, તેથી સજાતિપણું થયું; તે તેમાં ચોંટે, પૂર્વનો સંસ્કાર હોય તે ન ચોંટે.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.23) / (૫/૪૯)

The body and senses are material (i.e. evolved from māyā), like the material objects of this world. As they belong to the same category, they attract each other. One who has good impressions from previous births is not attached to material objects.

Qualities and Glory of a Devotee (21.23) / (5/49)

Deh, indriyu māyik chhe ne padārth paṇ māyik chhe, tethī sajātipaṇu thayu; te temā chonṭe, pūrvano sanskār hoy te na chonṭe.

Qualities and Glory of a Devotee (21.23) / (5/49)

કલૌ કીર્તનાત્ એનો અર્થ કર્યો જે, કળિયુગમાં તમોગુણ-રજોગુણ ઘણો, એટલે કીર્તન ગાવવાં તથા ભજન કરવું એટલે તમોગુણ પેસે નહિ. ને ભજન એમ કરવું જે, જેમ બે હજાર ઘોડાનો વાજ જાતો હોય તે સોંસરો કોઈ નીકળી શકે જ નહિ, તેમ ઉતાવળે ભજન કરવું એટલે સંકલ્પ પેસી શકે નહિ.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.17) / (૫/૫૦)

૧. ઘોડાની વેગવાળી ચાલ.

૨. આરપાર.

‘Kalau kirtanāt.’ The meaning of this is that, in Kali-yug there is a predominance of tamogun and rajogun, therefore, sing devotional songs and offer worship so that tamogun does not enter within. And sing devotional songs in such a way that worldly desires are unable to enter. Just as, when a troop of two thousand horses is marching by, no one can cross through their line; similarly, offer worship rapidly so that (worldly) desires are not able to enter.

Worship and Meditation of God (25.17) / (5/50)

Kalau kīrtanāt eno arth karyo je, Kaḷi Yugmā tamoguṇ-rajoguṇ ghaṇo, eṭale kīrtan gāvavā tathā bhajan karavu eṭale tamoguṇ pese nahi. Ne bhajan em karavu je, jem be hajār ghoḍāno vāj1 jāto hoy te sosaro2 koī nīkaḷī shake ja nahi, tem utāvaḷe bhajan karavu eṭale sankalp pesī shake nahi.

Worship and Meditation of God (25.17) / (5/50)

1. Ghoḍānī vegvāḷī chāl.

2. Ārpār.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading