share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૪૦૧ થી ૪૦૭

નિવૃત્તિ માર્ગમાં ત્યાગી ખાટ્યા ને ભગવાન રાખવામાં ગૃહસ્થ ખાટ્યા. તે શું જે, ત્યાગીને બેઠાં બેઠાં જમવાનું મળે, પદાર્થ મળે ને કાંઈ કરવું ન પડે; ને ગૃહસ્થને પ્રગટ ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ સમજાણું તેથી ગૃહસ્થ ભગવાન રાખવામાં ખાટ્યા છે.

(૫/૪૦૧)

૧. ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે જો કોઈ ત્યાગી જાણપણું ચૂકી જાય તો નિવૃત્તિમાર્ગમાં બંધાઈ રહે છે, પરંતુ પ્રગટ ભગવાનનો આનંદ ભોગવી શકે નહીં. અને જે ગૃહસ્થ ભક્તો ભગવાનનો યથાર્થ મહિમા સમજે છે તેઓ પ્રગટ ભગવાનના આનંદમાં અલમસ્ત રહી શકે છે.

In the path of nivrutti, the renunciants benefited, and in keeping God, the gruhasthas benefited. How so? The renunciants get food and items without effort and they do not have to endeavor. On the other hand, the gruhasthas have understood the form of God thoroughly, so they benefited in keeping God.1

(5/401)

1. Swami is explaining that if renunciants lose their awareness (forget the goal of their renunciation), they will become attached to food and materialistic objects on the path of nivrutti and will not be able to experience the bliss of God. On the other hand, if the gruhasthas understand the greatness of God thoroughly, then they can remain in ecstasy of God’s bliss.

Nivṛutti mārgmā tyāgī khāṭyā ne Bhagwān rākhavāmā gṛuhasth khāṭyā. Te shu je, tyāgīne beṭhā beṭhā jamavānu maḷe, padārth maḷe ne kāī karavu na paḍe; ne gṛuhasthne pragaṭ Bhagwānnu swarūp jem chhe tem samajāṇu tethī gṛuhasth Bhagwān rākhavāmā khāṭyā chhe.

(5/401)

1. Guṇātītānanda svāmī samajāve chhe ke jo koī tyāgī jāṇapaṇun chūkī jāya to nivṛuttimārgamān bandhāī rahe chhe, parantu pragaṭ bhagavānano ānanda bhogavī shake nahīn. Ane je gṛuhastha bhakto bhagavānano yathārtha mahimā samaje chhe teo pragaṭ bhagavānanā ānandamān alamasta rahī shake chhe.

ગોપાળાનંદ સ્વામીને ધોળાં પહેરાવવા માટે ઓલ્યા દેશના બધા ને આ દેશના ત્રીજા ભાગના વરતાલમાં ભેળા થયા તે વાતની અમને ખબર પડી. પછી અમને થયું જે, “ગોપાળાનંદ સ્વામી કોચવાશે ને મહારાજ તેમને તેડી જશે તો રાંકનાં હાંડલાં ફૂટી જશે.” પછી અમે વરતાલ ગયા ને ઉતારો કર્યા મોર એમ ને એમ પાધરા રઘુવીરજી મહારાજ પાસે ગયા ને કહ્યું જે, “આ વાતનું કેમ છે?” ત્યારે રઘુવીરજી મહારાજ કહે જે, “એમાં મારું કાંઈ ચાલે એમ નથી. નિત્યાનંદ સ્વામીને પૂછો.” પછી અમે નિત્યાનંદ સ્વામી પાસે ગયા ને કહ્યું જે, “મોટા સાધુનું અપમાન થાય તે ઠીક નહીં, અને ઠપકો દેવો હોય તો આપણે દઈએ.” પછી નિત્યાનંદ સ્વામીએ પવિત્રાનંદ સ્વામીને પૂછ્યું જે, “પવિત્રાનંદ! આ ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે?” ત્યારે પવિત્રાનંદ સ્વામી બોલ્યા જે, “ઠીક કહે છે, કારણ કે ઓલ્યા દેશના સમોવડિયા તે આપણા દેશમાં આવીને આપણી મારફત ગોપાળ સ્વામીનું અપમાન કરાવીને ચાલ્યા જાય તે તો આપણું હીણું કહેવાય.” ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “હું તો કાંઈ નહીં બોલું ને હું સભામાં આવીને હાથમાં માળા લઈને બેસીશ એટલે કોઈ બોલાવશે નહીં; કેમ જે, માળા ફેરવતાં હું બોલતો નથી એમ સૌ જાણે છે. પણ ભગવદાનંદ બહુ ફડફડ્યો છે તેને સમજાવો.” પછી અમે ભગવદાનંદ સ્વામી પાસે ગયા. ત્યારે તેણે આસન નાખી આપ્યું તે અમે ફગાવી દીધું. ત્યારે કહે, “સ્વામી! આવડો કોપ શું?” ત્યારે કહ્યું જે, “મોટાનું અપમાન કરવા આ ઠાઠ રચીને બેઠો છું, તે આંહીં તું મોટો છું પણ અક્ષરધામમાં હું મોટો છું. માટે જો આંહીં કાંઈ ઉન્મત્તાઈ કરીશ તો અક્ષરધામમાં તડકે ઊભો રાખીશ.” ત્યારે ભગવદાનંદ સ્વામી કહે, “સ્વામી! અક્ષરધામમાં તડકો નથી તે?” ત્યારે અમે કહ્યું જે, “ભગવાન અન્યથાકર્તું છે, તે તારા સારુ નવીન કરીશ.” પછી તો તે કહે જે, “હું નહીં બોલું.” પછી અમે ઉતારે ગયા ને બીજે દિવસે સવારમાં સભા ભરાણી ને નિત્યાનંદ સ્વામી માળા લઈને ફેરવવા મંડ્યા ત્યારે સર્વેએ જાણ્યું જે, હવે નિત્યાનંદ સ્વામી કાંઈ નહીં બોલે. એટલે મંજુકેશાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો જે, “ધર્મદેવને પુત્ર કેટલા?” ત્યાં તો હું પણ ગયો ને પૂછ્યું જે, “શું પ્રસંગ ચાલે છે?” ત્યારે કહે જે, “ધર્મદેવના પુત્ર કેટલા?” ત્યારે અમે કહ્યું જે, “ધર્મદેવના ત્રણ પુત્ર છે એ કોણ નથી જાણતું?” પછી તો અમે વાતું કરવા માંડી જે, “ધર્મામૃતના કરનારા બેઠા છે ત્યાં જ ધર્મામૃત લોપાય છે ને મંડળ દીઠ પટારા થઈ ગયા છે, માટે આજ બેય આચાર્ય ભેળા થયા છો તે ધર્મામૃત પળે તેમ કરો અને કાલે સવારે સૌના પટારા જોવા છે અને જેને ધર્મામૃત પાળવાં હોય તે રહેજો ને બીજા ચાલવા માંડજો.” પછી તો રાત્ય બધી આઘુંપાછું કરવામાં કોઈ ઊંઘ્યા નહીં ને સવારમાં ભજનાનંદ સ્વામીનો પટારો તપાસ્યો તો તેમાં કાંઈ નીકળ્યું નહીં. ત્યારે એક સાધુએ કહ્યું જે, “સ્વામી! આ ભજનાનંદ સ્વામીના પટારામાંથી તો કાંઈ નીકળ્યું નહીં.” ત્યારે અમે કહ્યું જે, “શું નીકળે તારું કપાળ? જ્યારે કાંઈ ન હોય ત્યારે બે પટારાનું શું કામ હોય! અને સત્સંગમાંથી વૈદું કરીને અધમણ સોનું ભેળું કર્યું હતું, તે સત્સંગના કામમાં આવ્યું નથી ને કુસંગીના ઘરમાં રહ્યું.” પછી સભા થઈ ત્યારે ઓલ્યા દેશના સર્વેને અમે કહ્યું જે, “આપણે મળ્યા નથી તે લ્યો મળીએ.” પછી સૌ મળ્યા ને ચાલી નીકળ્યા. એમ સદ્‍ગુરુનો ટંટો ટાળ્યો.

(૫/૪૦૨)

૧. મુમુક્ષુઓનું કલ્યાણ અટકી જશે.

I heard that people from the other diocese (Amdavad) and a third from this diocese (Vartal) gathered in Vartal to make Gopalanand Swami wear white robes. Then, I thought, “Gopalanand Swami will be hurt so Maharaj will take him to Akshardham, and the poor people’s clay pots will break.”1 Then, I went to Vartal. Before settling in my accommodations, I went straight to Raghuvirji Maharaj and asked, “What is behind this talk?” Raghuvirji Maharaj replied, “Nothing of what I say goes. Ask Nityanand Swami.”

Then, I went to Nityanand Swami and said, “It is not proper for a senior sadhu to be being insulted. If he needs to be scolded, we will do it.” Nityanand Swami asked Pavitranand Swami, “Pavitranand! What is Gunatitanand Swami saying?” So, Pavitranand Swami said, “He is correct. It would make us look bad if those from the other diocese (Amdavad) come here to our diocese and insult Gopalanand Swami and leave.” Nityanand Swami said, “I will not say anything. I will come to the assembly and start doing the mālā so no one will ask me anything, because everyone knows I do not speak when doing the mālā. However, Bhagwadanand is incited so ask him.”

Then, I went to Bhagwadanand Swami and he placed an āsan for me to sit. I flung the āsan away. He said, “Why such rage?” I said, “You have plotted to insult a senior sadhu. You may be great here, but in Akshardham, I am great. So, if you do anything wrong here, I will make you stand in the scorching heat.” Bhagwadanand Swami said, “Swami, there is no scorching heat in Akshardham.” I said, “God has the powers of anyathākartum, so I will create it for you.” Then, he said, “I will not say a word.”

Then, I went to my accommodation and the assembly took place the next day. Nityanand Swami sat while turning the mālā and everyone knew he would not speak. So, Manjukeshanand Swami asked, “How many sons does Dharmadev have?” I arrived at the assembly and asked what is happening. The question was raised again, “How many sons does Dharmadev have?” I said, “Who does not know that Dharmadev has three sons?” Then, I started to speak, “The one who wrote the Dharmamrut (Nityanand Swami) is sitting here and yet it is being transgressed in his presence. And each group of sadhus now possesses one chest. Therefore, since both the āchāryas are together, do what is necessary so that everyone follows the Dharmamrut. Tomorrow, we want to examine everyone’s chests. Whoever wants to follow the Dharmamrut should stay and others should leave.”

Then, the whole night passed in trying to hide the contents of their chests and no one slept. In the morning, Bhajananand Swami’s chest was examined but nothing was found inside. One sadhu said, “Swami, nothing was found in Bhajananand Swami’s chest.” I said, “What would be found? If he really did not have anything, what is the point of keeping a chest? He practiced medicine in Satsang and collected 10 kilograms of gold. That gold did not come into use for satsang, and now it is hidden in a kusangi’s house.” Then, the assembly took place and I said to the people of Amdavad, “We have not embraced, so let us embrace.” I embraced them all and left. In this way, I ended the dispute of the sadgurus.

(5/402)

1. The liberation of many aspirants will cease.

Gopāḷānand Swāmīne dhoḷā paherāvavā māṭe olyā deshnā badhā ne ā deshnā trījā bhāgnā Vartālmā bheḷā thayā te vātnī amane khabar paḍī. Pachhī amane thayu je, “Gopāḷānand Swāmī kochavāshe ne Mahārāj temane teḍī jashe to rānknā hānḍalā fūṭī jashe.”1 Pachhī ame Vartāl gayā ne utāro karyā mor em ne em pādharā Raghuvīrjī Mahārāj pāse gayā ne kahyu je, “Ā vātnu kem chhe?” Tyāre Raghuvīrjī Mahārāj kahe je, “Emā māru kāī chāle em nathī. Nityānand Swāmīne pūchho.” Pachhī ame Nityānand Swāmī pāse gayā ne kahyu je, “Moṭā sādhunu apmān thāy te ṭhīk nahī, ane ṭhapako devo hoy to āpaṇe daīe.” Pachhī Nityānand Swāmīe Pavitrānand Swāmīne pūchhyu je, “Pavitrānand! Ā Guṇātītānand Swāmī shu kahe chhe?” Tyāre Pavitrānand Swāmī bolyā je, “Ṭhīk kahe chhe, kāraṇ ke olyā deshnā samovaḍiyā te āpaṇā deshmā āvīne āpaṇī mārfat Gopāḷ Swāmīnu apmān karāvīne chālyā jāy te to āpaṇu hīṇu kahevāy.” Tyāre Nityānand Swāmī bolyā je, “Hu to kāī nahī bolu ne hu sabhāmā āvīne hāthmā māḷā laīne besīsh eṭale koī bolāvshe nahī; kem je, māḷā feravtā hu bolato nathī em sau jāṇe chhe. Paṇ Bhagwadānand bahu faḍfaḍyo chhe tene samajāvo.” Pachhī ame Bhagwadānand Swāmī pāse gayā. Tyāre teṇe āsan nākhī āpyu te ame fagāvī dīdhu. Tyāre kahe, “Swāmī! Āvaḍo kop shu?” Tyāre kahyu je, “Moṭānu apmān karavā ā ṭhāṭh rachīne beṭho chhu, te āhī tu moṭo chhu paṇ Akṣhardhāmmā hu moṭo chhu. Māṭe jo āhī kāī unmattāī karīsh to Akṣhardhāmmā taḍake ūbho rākhīsh.” Tyāre Bhagwadānand Swāmī kahe, “Swāmī! Akṣhardhāmmā taḍako nathī te?” Tyāre ame kahyu je, “Bhagwān anyathākartum chhe, te tārā sāru navīn karīsh.” Pachhī to te kahe je, “Hu nahī bolu.” Pachhī ame utāre gayā ne bīje divase savārmā sabhā bharāṇī ne Nityānand Swāmī māḷā laīne feravavā manḍyā tyāre sarvee jāṇyu je, have Nityānand Swāmī kāī nahī bole. Eṭale Manjukeshānand Swāmīe prashna karyo je, “Dharmadevne putra keṭalā?” Tyā to hu paṇ gayo ne pūchhyu je, “Shu prasang chāle chhe?” Tyāre kahe je, “Dharmadevnā putra keṭalā?” Tyāre ame kahyu je, “Dharmadevnā traṇ putra chhe e koṇ nathī jāṇatu?” Pachhī to ame vātu karavā mānḍī je, “Dharmāmṛutnā karanārā beṭhā chhe tyā ja Dharmāmṛut lopāy chhe ne manḍaḷ dīṭh paṭārā thaī gayā chhe, māṭe āj bey āchārya bheḷā thayā chho te Dharmāmṛut paḷe tem karo ane kāle savāre saunā paṭārā jovā chhe ane jene Dharmāmṛut pāḷavā hoy te rahejo ne bījā chālavā mānḍajo.” Pachhī to rātya badhī āghu-pāchhu karavāmā koī ūnghyā nahī ne savārmā Bhajanānand Swāmīno paṭāro tapāsyo to temā kāī nīkaḷyu nahī. Tyāre ek sādhue kahyu je, “Swāmī! Ā Bhajanānand Swāmīnā paṭārāmāthī to kāī nīkaḷyu nahī.” Tyāre ame kahyu je, “Shu nīkaḷe tāru kapāḷ? Jyāre kāī na hoy tyāre be paṭārānu shu kām hoy! Ane satsangmāthī vaidu karīne adhmaṇ sonu bheḷu karyu hatu, te satsangnā kāmmā āvyu nathī ne kusangīnā gharmā rahyu.” Pachhī sabhā thaī tyāre olyā deshnā sarvene ame kahyu je, “Āpaṇe maḷyā nathī te lyo maḷīe.” Pachhī sau maḷyā ne chālī nīkaḷyā. Em sadguruno ṭanṭo ṭāḷyo.

(5/402)

1. Mumukṣhuonu kalyāṇ aṭakī jashe.

શ્રીજી પધાર્યા સ્વધામમાં રે મેલી પોતાના મળેલ;

તે પણ તનને ત્યાગશે રે ત્યારે રખે પડતી જો ભેળ.

આ કીર્તન આખું બોલીને કહે જે, “હવે તો બહુધા દા’ડે દા’ડે આમ થવાનું છે, હવે તો દેશકાળ ઊતરતા આવશે.”

(૫/૪૦૩)

૧. ભાવાર્થ: શ્રીજીમહારાજ પોતાના આશ્રિતોને છોડી પોતાના ધામમાં પધાર્યા, પછી તેમણે જેને પોતાના સ્વરૂપ તરીકે ઓળખાવ્યા તે પણ દેહ છોડીને તો જશે જ. તો પછી (સાચા સંત) કદાચ ઓળખાય કે ન ઓળખાય એ ભય છે.

આ વાત નિષ્કુળાનંદ સ્વામીના ‘શ્રીજી પધાર્યા સ્વધામમાં રે’ પદમાં ઉલ્લેખાયેલી છે.

કીર્તન

શ્રીજી પધાર્યા સ્વધામમાં રે, મેલી પોતાના મળેલ;

તે પણ તન ત્યાગશે રે, ત્યારે રખે પડતી જો ભેળ. શ્રીજી

ત્યારે ભક્તિ મને કેમ ભાવશે રે, ધર્મ પર્ય રે’શે જો દ્વેષ;

વાત વૈરાગ્યની નહીં ગમે રે, જ્ઞાનનો નહીં રહે લેશ. શ્રીજી

ક્ષમા દયાને આદિનતા રે, સ્યા સારુ રેશે સંતોષ;

ત્યાગ તે પણ ટકશે નહીં રે, તે તો જોઈ મૂક્યો છો જોષ. શ્રીજી

મન માને તેમ મા’લશે રે, ચાલશે ચિત્ત અનુસાર;

માથેથી બીક મટી ગઈ રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

પિસોરી જોડા તે પે’રશે રે, ભીંજ્યા તૈયાર;

ચટકંતી ચાલ્યશું ચાલશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

પનાલા પોતિયા પે’રશે રે, લાલ કોરે લીટી લગાર;

પેચે પાટલીયું પાડશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

અવળ પછેડિયું ઓઢશે રે, તેમાં મર હોય જો તાર;

બણી ઠણીને બેસશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

મન માન્યું માથે બાંધશે રે, રુડું હિંગલે રંગદાર;

બરોબર ગમતું ગોઠવશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

ગાદી તકિયા ને ગાદલાં રે, અવલ ઓશિસાં સાર;

સજ્યા સુંદર સમારશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

ભાવતાં ભોજન જમશે રે, જેવો હસે પોતાને પ્યાર;

સારાં સ્વાદુ શોધશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

ગરમ નરમ ગળ્યાં ચિકણાં રે, સુંદર વળી સુખ દેનાર;

ખટરસ ખોળીને ખાવશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

સારાં શાક વઘારશે રે, મેલી ઘણા ઘીનો વઘાર;

જુક્તે જુજવું જમશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

પગેપાળા શીદ ચાલશે રે, આવે જેણે અંગે અજાર;

ઘોડાગાડીયું રાખશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

મોટાંની મોટપ ઢાંકશે રે, નાખશે પોતાનો ભાર;

વાતુના વાયદા કરશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

નારી ધન્યને નંદશે રે, વાતમાં વારંવાર;

અંતરે અભાવ તો નહીં કરે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

ફાવતા દેશમાં ફરશે રે, તતપર થઈ તૈયાર;

ગામ ગમતાં તે ગોતશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

સારાં શહેરને શોધશે રે, જીયાં દુઃખ નોયે લગાર;

મીઠી રસોયુંને માનશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

છોટા છોટા શિષ્ય રાખશે રે, ચાકરી કરવા બેચાર;

મોટાની મોબત્ય મૂકશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

ત્યાગ હોય ન હોય જો તનમાં રે, તેનો અતિ કરશે ઉચ્ચાર;

દંભે કરી દન કાઢશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

વૃત્તિ અંતરે વાળશે નહીં રે, બઉબઉ વરતશે બાર;

લોકમાં લાજ વધારશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

સર્વે દગાના સ્થળ દેખાડીયાં રે, એવાં બીજાં છે જો અપાર;

તન અભિમાની તે નહીં તજે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

આ તો ભાખ્યું છે ભવિષ્યનું રે, સૌ સમજી ગ્રેજો સાર;

નિષ્કુળાનંદ કે એ નહીં ફરે રે, કયું છે મેં કરી વિચાર. શ્રીજી

શ્રી નિષ્કુળાનંદ કાવ્ય કીર્તન-ભુજ: ૧/૯૦

Shrījī padhāryā swadhāmmā re melī potānā maḷel;

Te paṇ tanne tyāgshe re tyāre rakhe paḍatī jo bheḷ.1

Singing this kirtan fully, Swami said, “From henceforth, this is what will happen day by day, and unfavorable circumstances will arrive.”

(5/403)

1. Essence: Shriji Maharaj left for his dhām, leaving behind his devotees. Those who helped others realize the form of Maharaj will also leave their physical body one day. Therefore, the fear that one may be able to realize a genuine Sant or not remains.

This has been noted by Nishkulanand Swami in the kirtan ‘Shrījī padhāryā swadhāmmā re...’

Shrījī padhāryā swadhāmmā re melī potānā maḷel;
Te paṇ tanne tyāgshe re tyāre rakhe paḍatī jo bheḷ.
1
Ā kīrtan ākhu bolīne kahe je, “Have to bahudhā dā’ḍe dā’ḍe ām thavānu chhe, have to desh-kāḷ ūtartā āvashe.”

(5/403)

1. Bhāvārth: Shrījī Mahārāj potānā āshritone chhoḍī potānā dhāmmā padhāryā, pachhī temaṇe jene potānā swarūp tarīke oḷakhāvyā te paṇ deh chhoḍīne to jashe ja. To pachhī (sāchā Sant) kadāch oḷakhāy ke na oḷakhāy e bhay chhe.

Ā vāt Niṣhkuḷānand Swāmīnā ‘Shrījī padhāryā swadhāmmā re’ padmā ullekhāyelī chhe.

Kirtan

Shrījī padhāryā swadhāmamā re, melī potānā maḷel;

Te paṇ tan tyāgshe re, tyāre rakhe paḍatī jo bheḷ. Shrījī

Tyāre bhakti mane kem bhāvashe re, dharma parya re’she jo dveṣh;

Vāt vairāgyanī nahī game re, gnānno nahī rahe lesh. Shrījī

Kṣhamā dayāne ādintā re, syā sāru reshe santoṣh;

Tyāg te paṇ ṭakashe nahī re, te to joī mūkyo chho joṣh. Shrījī

Man māne tem mā’lashe re, chālashe chitta anusār;

Māthethī bīk maṭī gaī re, jene keno na rayo bhār. Shrījī

Pisorī joḍā te pe’rashe re, bhīnjyā taiyār;

Chaṭakantī chālyashu chālashe re, jene keno na rayo bhār. Shrījī

Panālā potiyā pe’rashe re, lāl kore līṭī lagār;

Peche pāṭalīyu pāḍashe re, jene keno na rayo bhār. Shrījī

Avaḷ pachheḍiyu oḍhashe re, temā mar hoy jo tār;

Baṇī ṭhaṇīne besashe re, jene keno na rayo bhār. Shrījī

Man mānyu māthe bāndhashe re, ruḍu hingale rangdār;

Barobar gamatu goṭhavashe re, jene keno na rayo bhār. Shrījī

Gādī takiyā ne gādalā re, aval oshisā sār;

Sajyā sundar samārashe re, jene keno na rayo bhār. Shrījī

Bhāvatān bhojan jamashe re, jevo hase potāne pyār;

Sārā svādu shodhashe re, jene keno na rayo bhār. Shrījī

Garam naram gaḷyā chikaṇā re, sundar vaḷī sukh denār;

Khaṭras khoḷīne khāvashe re, jene keno na rayo bhār. Shrījī

Sārā shāk vaghārshe re, melī ghaṇā ghīno vaghār;

Jukte jujavu jamashe re, jene keno na rayo bhār. Shrījī

Pagepāḷā shīd chālashe re, āve jeṇe ange ajār;

Ghoḍā-gāḍīyu rākhashe re, jene keno na rayo bhār. Shrījī

Moṭānī moṭap ḍhānkashe re, nākhashe potāno bhār;

Vātunā vāyadā karashe re, jene keno na rayo bhār. Shrījī

Nārī dhanyane nandashe re, vātmā vāramvār;

Antare abhāv to nahī kare re, jene keno na rayo bhār. Shrījī

Fāvatā deshmā farashe re, tatpar thaī taiyār;

Gām gamatā te gotashe re, jene keno na rayo bhār. Shrījī

Sārā shaherne shodhashe re, jīyā dukh noye lagār;

Mīṭhī rasoyune mānashe re, jene keno na rayo bhār. Shrījī

Chhoṭā chhoṭā shiṣhya rākhashe re, chākarī karavā bechār;

Moṭānī mobatya mūkashe re, jene keno na rayo bhār. Shrījī

Tyāg hoy na hoy jo tanmā re, teno ati karashe uchchār;

Dambhe karī dan kāḍhashe re, jene keno na rayo bhār. Shrījī

Vṛutti antare vāḷashe nahī re, bau bau varatashe bār;

Lokmā lāj vadhārashe re, jene keno na rayo bhār. Shrījī

Sarve dagānā sthaḷ dekhāḍīyā re, evā bījā chhe jo apār;

Tan abhimānī te nahī taje re, jene keno na rayo bhār. Shrījī

Ā to bhākhyu chhe bhaviṣhyanu re, sau samajī grejo sār;

Niṣhkuḷānand ke e nahī fare re, kayu chhe me karī vichār. Shrījī

shrī niṣhkuḷānanda kāvya kīrtana-bhuja: 1/90

રાત્રિએ વાત કરી જે, “વહેવાર બહુ વધી ગયો તેણે અંતર ઉઝરડાઈ જાય છે. જેમ ટોપરું ખમણીએ કરીને ઉઝરડાય છે તેમાં ટોપરાનો આકાર રહેતો નથી, તેમ ઉઝરડાઈ જાય છે. વળી, વહેવાર છે તો નિર્ગુણ એમ પણ થઈ જાય છે, ને જ્ઞાન તો એક આનો થાય છે ને પંદર આના વહેવાર થાય છે; પણ નિરંતર વાતું થાય તો આંહીં રહ્યા અક્ષરધામ મૂર્તિમાન દેખાય ને સુખ આવે. પણ આ વાત બોલાય એવી નથી, આ તો રાત છે તે બોલી ગયા. માટે કરવાનું તો સારા મોટા એકાંતિક સાધુનો સંગ જ છે.”

(૫/૪૦૪)

૧. આ કથનમાં મંદિર સંબંધી પ્રવૃત્તિ કરવામાં કે સંસાર સંબંધી ક્રિયાઓ કરવામાં પ્રવૃત્તિના ફેરને લીધે આંતરિક સાધના, આહ્નિક, કથાવાર્તા, અંતર્દૃષ્ટિ વગેરે ગૌણ ન થઈ જાય એ માટે ગુણાતીતાનંદ સ્વામી પ્રવૃત્તિ કરવાની રીત શીખવે છે. અહીં મંદિર સંબંધી વિવિધ પ્રકારની પ્રવૃત્તિનો નિષેધ નથી, કારણ કે સત્પુરુષની આજ્ઞાથી પ્રવૃત્તિમાં જોડાવું એ આપણી ભક્તિ છે. પરંતુ જ્યારે કોઈ મુમુક્ષુના અતિશય ઇશક અને ઉત્સાહને કારણે પ્રવૃત્તિનો ફેર ચડી જાય તો આંતરિક સાધના, આહ્નિક, વગેરે ગૌણ થઈ જાય અને મોક્ષમાર્ગમાં વિઘ્નો આવી શકે છે.

At night, Swami spoke, “The heart of one whose social duties increases significantly becomes shredded. Just as a coconut is shredded with a grate, similarly, one’s heart becomes shredded. At times, it may appear as though social duties are nirgun. And only a sixteenth portion of time is spent on acquiring gnān while fifteen portions of sixteen is spent on social duties. But only when one listens to talks continuously will one see Akshardham from here and experience bliss. But we cannot speak in this way openly. Because it is nighttime, I have spoken. So, what needs to be done is the association of a great Ekantik Sadhu.”1

(5/404)

1. In this narrative, Gunatitanand Swami is explaining that when one gets involved in the activities of the mandir or the duties of worldly life, the involvement may cause one’s spiritual endeavors - such as āhnik, listening to kathā-vārtā, introspection, etc. - to become less of a priority. Therefore, Swami is cautioning us on this. Here, Swami is not speaking against the involvement in mandir activities, because this is a form of devotion when done as according to the commands of a Satpurush. However, when one exceedingly gets involved in mandir activities which stretch beyond the commands of the Satpurush, the result can be detrimental.

Rātrie vāt karī je, “Vahevār bahu vadhī gayo teṇe antar uzarḍāī jāy chhe. Jem ṭoparu khamaṇīe karīne uzarḍāy chhe temā ṭoparāno ākār raheto nathī, tem uzarḍāī jāy chhe. Vaḷī, vahevār chhe to nirguṇ em paṇ thaī jāy chhe, ne gnān to ek āno thāy chhe ne pandar ānā vahevār thāy chhe; paṇ nirantar vātu thāy to āhī rahyā Akṣhardhām mūrtimān dekhāy ne sukh āve. Paṇ ā vāt bolāy evī nathī, ā to rāt chhe te bolī gayā. Māṭe karavānu to sārā Moṭā Ekāntik Sādhuno sang ja chhe.”

(5/404)

આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે, એ આદિક અનેક વાતું ખૂટે તેમ નથી. માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા.

અંતર્દૃષ્ટિ (11.10) / (૫/૪૦૫)

I purchased this and I want to purchased that. I gave this and I want to give that; I did this and I want to do that; I saw this and I want to see that – all these and other talks are not likely to be exhausted. So, turn back from them and worship Parameshwar (God).

Introspection (11.10) / (5/405)

Ā līdhu ne ā levu chhe, ā dīdhu ne ā devu chhe, ā karyu ne ā karavu chhe, ā khādhu ne ā khāvu chhe, ā joyu ne ā jovu chhe, e ādik anek vātu khūṭe tem nathī. Māṭe emāthī nivṛutti pāmīne Parmeshvarne bhajī levā.

Introspection (11.10) / (5/405)

“ઉત્તમ પુરુષ સેવ્યા હોય પછી તેને બીજાની વાતે એવું સુખ ન આવે, તેને કેમ કરવું?” ત્યારે સ્વામી કહે, “એવાની વાત સાંભળી હોય તેને ધારે, વિચારે ને બાકી બીજાથી પણ ઘટે એટલું ગ્રહણ કરે એમ કરીને ગુજરાન કરે. બાકી મોટા તેનું પોષણ કરે.”

કથા-વાર્તા (17.32) / (૫/૪૦૬)

One who has served the great Sadhu does not experience the same happiness when he listens to the talks of others. What should he do? Then Swami said, “One who has heard talks from such a Sadhu should remember them and think deeply about them and also accept whatever is appropriate from others, too. In this way, pass life. Additionally, the great will nourish him.”

Spiritual Discourses and Discussions (17.32) / (5/406)

“Uttam puruṣh sevyā hoy pachhī tene bījānī vāte evu sukh na āve, tene kem karavu?” Tyāre Swāmī kahe, “Evānī vāt sāmbhaḷī hoy tene dhāre, vichāre ne bākī bījāthī paṇ ghaṭe eṭalu grahaṇ kare em karīne gujarān kare. Bākī Moṭā tenu poṣhaṇ kare.”

Spiritual Discourses and Discussions (17.32) / (5/406)

બીજે સર્વ ઠેકાણે માયાનો કજિયો છે, પણ અક્ષરધામ ને આંહીં મોટા એકાંતિકમાં માયા નથી, બાકી સર્વે ઠેકાણે માયા છે.

ઇતિ શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં ભગવાનનો મહિમા અને કૃતાર્થપણું મુખ્યપણે કહ્યું એ નામે પાંચમું પ્રકરણ સમાપ્ત.

માયા (6.14) / (૫/૪૦૭)

૧. આ વાતો તથા ‘રસ્તાની વાતો’ ધોળકાના રહીશ વિપ્ર હરિશંકર આશારામે ઉતારેલ છે.

There is the nuisance of māyā everywhere except in Akshardham. And here (on earth), there is no māyā in the great God-realized Sadhu. Otherwise, there is māyā everywhere.

Maya (6.14) / (5/407)

Bīje sarva ṭhekāṇe māyāno kajiyo chhe, paṇ Akṣhardhām ne āhī Moṭā Ekāntikmā māyā nathī, bākī sarve ṭhekāṇe māyā chhe.1

Iti Shrī Sahajānand Swāmīnā shiṣhya Shrī Guṇātītānand Swāmīnī vātomā Bhagwānno mahimā ane kṛutārthpaṇu mukhyapaṇe kahyu e nāme Pāchmu Prakaraṇ samāpt.

Maya (6.14) / (5/407)

1. Ā vāto tathā ‘Rastānī Vāto’ Dhoḷakānā Rahīsh Vipra Harishankar Āshārāme utārel chhe.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading