TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૩૯૧ થી ૪૦૦
લાખું માણસને સત્સંગ કરાવે ને પોતે નર્કમાં જાય એમ કહ્યું. કેમ જે, જીવનું કલ્યાણ કર્યું તે તો ભગવાને કર્યું. જેમ શાહુકારનો ગુમાસ્તો હૂંડી લખે તે સ્વીકારાય તેમ.૧
૧. દૃષ્ટાંત: કોઈ શાહુકારનો મુનીમ હૂંડી લખી આપે તો તે સ્વીકારાય છે, પરંતુ એમાં મુનીમનો કોઈ પ્રભાવ નથી, પણ શાહુકારના નામનથી પૈસા મળે છે. સિદ્ધાંત: ઇષ્ટદેવ અને ગુરુના આદેશ અને આદર્શ પ્રમાણેના વર્તન વગર કદાચ ભગવાનનો કોઈ ભક્ત લાખો માણસને સત્સંગ કરાવે, તો એ બધાનું કલ્યાણ તો ભગવાનના પ્રતાપે થાય છે, પણ એમાં ભક્તનો કોઈ પ્રભાવ નથી.
Swami said, “One may inspire satsang to a hundred thousand people, yet he himself goes to narak. The reason is that the liberation of the jiva was granted by God. This is similar to a check written by an agent of a wealthy banker being accepted.”1
1. A wealthy banker’s clerk may write a check, which will be accepted not because of the clerk’s disposition but because of the wealthy banker’s financial backing. Similarly, without following God’s and guru’s command and abiding by their wishes, a devotee many inspire satsang in many people, but the liberation of the people is due to God’s grace, not the strength of the devotee.
Lākhu māṇasne satsang karāve ne pote narkamā jāy em kahyu. Kem je, jīvnu kalyāṇ karyu te to Bhagwāne karyu. Jem shāhukārno gumāsto hūnḍī lakhe te svīkārāy tem.
1. dṛuṣhṭānta: koī shāhukārano munīm hūnḍī lakhī āpe to te svīkārāya chhe, parantu emān munīmano koī prabhāv nathī, paṇ shāhukāranā nāmanathī paisā maḷe chhe. siddhānta: iṣhṭadev ane gurunā ādesh ane ādarsha pramāṇenā vartan vagar kadāch bhagavānano koī bhakta lākho māṇasane satsanga karāve, to e badhānun kalyāṇ to bhagavānanā pratāpe thāya chhe, paṇ emān bhaktano koī prabhāv nathī.
“પંચાળાના વચનામૃતમાં કહ્યું છે જે, ‘જેમ જેમ ભગવાનનો સંબંધ રહે તેમ તેમ સુખ થાય છે; તે ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે?’” પછી ઉત્તર કર્યો જે, “કથા, કીર્તન, વાર્તા, ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય. ને તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત્ ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું સુખ આવે. કેમ જે, તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે. ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય ને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તો પણ શું! ને તેમ જ જે સંતમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તેને જાણે તો આજે પ્રત્યક્ષ છે ને એમ જાણ્યા વિના તો આજે પરોક્ષ છે.” ત્યારે એક સાધુએ કહ્યું જે, “મૂર્તિયું પ્રત્યક્ષ નહીં?” ત્યારે સ્વામી બોલ્યા જે, “પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્યભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે ને દિવ્યભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે. તેમ મૂર્તિયું શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય? માટે બોલતા-ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય ને મોટા સંત હોય તે જ મૂર્તિયુંમાં દૈવત મૂકે છે, પણ મૂર્તિયું, શાસ્ત્ર ને તીર્થ ત્રણ મળીને એક સાધુ ન કરે. ને એવા મોટા સંત હોય તો મૂર્તિયું, શાસ્ત્ર ને તીર્થ ત્રણેને કરે. માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત તે જ પ્રત્યક્ષ ભગવાન૧ છે.”
૧. પ્રત્યક્ષ ભગવાન એટલે ‘ભગવાનનું સ્વરૂપ’ એવો અર્થ સમજવો.
Only the great Sadhu can instil divinity in the murti. But the three – murtis, scriptures and places of pilgrimage – together do not equal a Sadhu. And such a great Sadhu is able to make all three – murtis, scriptures and places of pilgrimage. Therefore, such a Sadhu, in whom God fully resides, is the manifest form of God.
A sadhu asked, “Is God not manifest in the murtis?” Then Swami said, “If one attributes human traits to the actions of God and his holy Sadhu then one’s spiritual progress vanishes like the new moon; and if one attributes divine traits, then one progresses spiritually like the waxing moon of the second day of the bright half of the lunar month. And what actions do the murtis perform that one perceives faults in them and regresses? Therefore, only the talking-walking form of God (i.e. human form) is called manifest.”
“Panchāḷānā Vachanāmṛutmā kahyu chhe je, ‘Jem jem Bhagwānno sambandh rahe tem tem sukh thāy chhe; te Bhagwān parokṣha hoy tyāre kem sambandh rahe?’” Pachhī uttar karyo je, “Kathā, kīrtan, vārtā, bhajan ne dhyān teṇe karīne sambandh kahevāy. Ne te karatā paṇ Moṭā Sādhuno sang e to sākṣhāt Bhagwānno sambandh kahevāy ne Bhagwānnu sukh āve. Kem je, temā Bhagwān sarva prakāre rahyā chhe. Ne pratyakṣha hatā tyāre paṇ jevā chhe tevā na jāṇyā to sambandh na kahevāy ne em jāṇyā vinā to pratyakṣha hoy to paṇ shu! Ne tem ja je Santmā Bhagwān sarva prakāre rahyā chhe tene jāṇe to āje pratyakṣha chhe ne em jāṇyā vinā to āje parokṣha chhe.” Tyāre ek sādhue kahyu je, “Mūrtiyu pratyakṣha nahī?” Tyāre Swāmī bolyā je, “Pratyakṣha Bhagwān tathā Santnā charitramā manuṣhyabhāv āve to Amāvāsyānā chandramānī peṭhe ghaṭī jāy chhe ne divyabhāv jāṇe to Bījnā chandramānī peṭhe vadhe chhe. Tem mūrtiyu shu charitra kare je teno avaguṇ āve ne ghaṭī jāy? Māṭe bolatā-chālatā je Bhagwān te ja pratyakṣha kahevāy ne Moṭā Sant hoy te ja mūrtiyumā daivat mūke chhe, paṇ mūrtiyu, shāstra ne tīrth traṇ maḷīne ek Sādhu na kare. Ne evā Moṭā Sant hoy to mūrtiyu, shāstra ne tīrth traṇene kare. Māṭe jemā Bhagwān sarva prakāre rahyā hoy evā je Sant te ja pratyakṣha Bhagwān1 chhe.”
1. Pratyakṣh Bhagwān eṭale ‘Bhagwānnu swarūp’ evo arth samajavo.
“ક્લેશ કેમ ન આવે?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “રાગ, પક્ષ ને અજ્ઞાન એ ત્રણ ન રહે તો ક્લેશ ન આવે ને એમાંથી એક હોય તો પણ ક્લેશ આવે.”
How can arguments be prevented? The answer to the question was given, “If desires, bias and ignorance are eliminated, then quarrels will not arise and if even one of these (three) is present, clashes will arise.”
“Klesh kem na āve?” E prashnano uttar karyo je, “Rāg, pakṣh ne agnān e traṇ na rahe to klesh na āve ne emāthī ek hoy to paṇ klesh āve.”
સાધુતાના ગુણ હોય તેવો ગૃહસ્થ પણ સાધુ કહેવાય, પણ લૂગડાં રંગેલાં તેણે કરીને સાધુ ન કહેવાય.
Even a householder with saintly qualities is considered as a sadhu. One who merely dons saffron coloured clothes cannot be called a sadhu.
Sādhutānā guṇ hoy tevo gṛuhasth paṇ sādhu kahevāy, paṇ lūgaḍā rangelā teṇe karīne sādhu na kahevāy.
હરેક વાત સાંભળીને તે આકારે૧ થઈ જાવું, એવી તો કોઈ મોટી ખોટ્ય જ નથી. મોટા મુક્તાનંદ સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે, પછી બોલવું ઘટે તો બોલે નીકર ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે.
૧. સર્વ પ્રકારે વાતને સ્વીકારીને તે પ્રમાણે વર્તવા મંડવું આદિ.
There is no greater deficiency than to listen to every talk and act exactly according to it. When somebody talks to Muktanand Swami and other seniors, at first they listen and, then, only if necessary they speak, otherwise they do not even speak. The root of this discipline is introspection.
Harek vāt sāmbhaḷīne te ākāre1 thaī jāvu, evī to koī moṭī khoṭya ja nathī. Moṭā Muktānand Swāmī ādi pāse koī vāt kare te pratham to sāmbhaḷī rahe, pachhī bolavu ghaṭe to bole nīkar na bole. Ānun mūḷ pratilom chhe.
1. Sarva prakāre vātne svīkārīne te pramāṇe vartavā manḍavu ādi.
“બોલવું તો ઘટે તેમ, પણ સમજવું તો ખરું.”૧ પછી બોલ્યા જે, “કોના રાધારમણ ને કોના ગોપીનાથ? આપણે તો એક સ્વામિનારાયણની ઓળખાણ છે ને મહારાજ તેડવા આવે છે તે ભેળા સાધુ કદાપિ આવે છે પણ કોઈ અવતાર તો સાથે આવતા નથી ને અવતારનાં તો ટોળાં છે, તેની આપણે ઓળખાણ નથી ને મહારાજની આજ્ઞા છે તે થાળ ધરવા ને પ્રસાદી જમવી, બાકી રોટલા ખાવા. પણ સમજવાનું તો આટલું જ છે જે, લઘુશંકા જેવાને પુરુષોત્તમ ઠેરાવે છે તો આ તો પુરુષોત્તમ છે જ. ને આમ ન સમજે તો કો’કનો ભાર રહી જાય. ને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે તે જો એમ ન લખે તો પત્રી ફાડી નાખે.”
૧. ગુણાતીતાનંદ સ્વામીના કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુનો મહિમા જેમ છે તેમ સમજવો, પરંતુ કહેવામાં વિવેક રાખવો.
“One should speak only as much as is necessary, but should understand thoroughly.”1 Then, Swami said, “Who does Radha-Raman belong to and who does Gopinath belong to? We know only one - Swaminarayan. And when Maharaj comes to take one away at the end of their life, the Sadhu also comes with him, but no avatār comes with him. And there are multitudes of avatārs that we do not even know. It is Maharaj’s command to offer thāl and eat the prasādi;2 otherwise eat rotlā. But this is all that we need to understand: others believe those who are like urine to be Purushottam, whereas this [Shriji Maharaj] is Purushottam. If one does not understand this way, then one will be impressed by others. And Maharaj wrote in the Shikshapatri tha way because if he did not write it that way, others would tear it up.”
1. Gunatitanand Swami’s purport here is that one should understand the greatness of Parabrahma and Aksharbrahma thoroughly and completely; however, when speaking to others, one should use discretion.
2. Maharaj has commanded to serve the murtis - adorn with clothes, offer thāl, perform ārti, etc. - of the deities that he has installed in the mandirs he constructed.
“Bolavu to ghaṭe tem, paṇ samajvu to kharu.”1 Pachhī bolyā je, “Konā Rādhāramaṇ ne konā Gopīnāth? Āpaṇe to ek Swāminārāyaṇnī oḷakhāṇ chhe ne Mahārāj teḍavā āve chhe te bheḷā Sādhu kadāpi āve chhe paṇ koī avatār to sāthe āvatā nathī ne avatārnā to ṭoḷā chhe, tenī āpaṇe oḷakhāṇ nathī ne Mahārājnī āgnā chhe te thāḷ dharavā ne prasādī jamavī, bākī roṭalā khāvā. Paṇ samajavānu to āṭalu ja chhe je, laghushankā jevāne Puruṣhottam ṭherāve chhe to ā to Puruṣhottam chhe ja. Ne ām na samaje to ko’kno bhār rahī jāy. Ne Mahārāje Shikṣhāpatrīmā lakhyu chhe te jo em na lakhe to Patrī fāḍī nākhe.”
1. Guṇātītānanda svāmīnā kahevānun tātparya e chhe ke parabrahma ane akṣharabrahma satpuruṣh evā guruno mahimā jem chhe tem samajavo, parantu kahevāmān vivek rākhavo.
‘કોટિ કૃષ્ણ ત્યાં જોડે હાથ, સદ્ગુરુ ખેલે વસંત’ એ કીર્તન તો કબીરનું, પણ મહારાજ બહુ બોલે ને બોલાવે. તેમાં ‘કોટિ કૃષ્ણ ત્યાં જોડે હાથ’ એ શબ્દ વારે વારે બોલે ને પોતાનું સ્વરૂપ સમજાવે. સારંગપુરમાં રાઠોડ ધાધલને ઘરે ઊતર્યા હતા ત્યાં હુતાશણી કરીને આ કીર્તન બહુ બોલે ને બોલાવે.
The kirtan ‘Koṭi Kṛuṣhṇa tyā joḍe hāth, Sadguru khele Vasant’ was written by Kabir, but Maharaj would sing it frequently and had others sing it. In this kirtan, he would sing the words ‘Koṭi Kṛuṣhṇa tyā joḍe hāth over and over again and explain his form. When he stayed at Rathod Dhadhal’s house in Sarangpur and celebrated Hutashani (Holi), he sang this kirtan often.
‘Koṭi Kṛuṣhṇa tyā joḍe hāth, Sadguru khele Vasant’ e kīrtan to Kabīrnu, paṇ Mahārāj bahu bole ne bolāve. Temā ‘Koṭi Kṛuṣhṇa tyā joḍe hāth’ e shabda vāre vāre bole ne potānu swarūp samajāve. Sārangpurmā Rāṭhoḍ Dhādhalne ghare ūtaryā hatā tyā Hutāshaṇī karīne ā kīrtan bahu bole ne bolāve.
સત્સંગિજીવનમાં પુરુષોત્તમને ઠેકાણે મોરલી ઘાલે તે અમને ન ગમે ને તેને તો શાસ્ત્ર આડાં ફરે. માટે જેને મોટા સાધુનો વિશ્વાસ હશે તેને જ પાધરું પડશે. મોટેરાને તો હજાર કામ લેવાં તે દ્રવ્યમાં જોડશે ને દ્રવ્યમાં તો સ્ત્રી પણ રહી છે. તે અર્થી દોષાન્ ન પશ્યતિ૧ એ મહારાજ બહુ બોલતા.
૧. ન પશ્યતિ ચ જન્માન્ધઃ કામાન્ધો નૈવ પશ્યતિ। ન પશ્યતિ મદોન્મત્તો હ્યર્થી દોષાન્ ન પશ્યતિ॥ અર્થ: જેમ જન્મથી જ અંધ વ્યક્તિ કંઈ જોઈ શકતો નથી, કામ વાસનામાં ચકચૂર વ્યક્તિ કંઈ જોતો નથી, નશાથી ઉન્મત્ત થયેલ વ્યક્તિ કંઈ જોતો નથી, તેમ સ્વાર્થી-લોભી મનુષ્ય પણ અનર્થ કરવામાં કોઈ દોષ જોતો નથી.
In the Satsangijivan, I do not like that a flute is used in the description of Purushottam;1 and no scripture can fully describe Purushottam. Therefore, one who has trust in the great Sadhu will understand clearly. The [worldly] great want others to join in a thousand of their [worldly] tasks; therefore, they will join others to money. And where there is money, women are sure to follow. Maharaj used to say Arthī doṣhān na pashyati2 often.
1. Gunatitanand Swami is pointing out that, despite Maharaj being Purushottam, in the Satsangijivan, he is described with a flute (i.e., as Krishna) because others would object referring to Maharaj as Purushottam.
2. Just as a person born blind cannot see anything, one who is overcome with lust cannot see right from wrong. Similarly, the selfish and greedy do not see anything wrong in immoral conduct.
Satsangijīvanmā Puruṣhottamne ṭhekāṇe moralī ghāle te amane na game ne tene to shāstra āḍā fare. Māṭe jene Moṭā Sādhuno vishvās hashe tene ja pādharu paḍashe. Moṭerāne to hajār kām levā te dravyamā joḍashe ne dravyamā to strī paṇ rahī chhe. Te Arthī doṣhān na pashyati1 e Mahārāj bahu bolatā.
1. Na pashyati cha janmāndhah kāmāndho naiva pashyati; Na pashyati madonmatto hyarthī doṣhān na pashyati. Arth: jem janmathī ja andha vyakti kaī joī shakato nathī, kām vāsanāmā chakachūr vyakti kaī joto nathī, nashāthī unmatta thayel vyakti kaī joto nathī, tem svārthī-lobhī manuṣhya paṇ anarth karavāmā koī doṣh joto nathī.
જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય? તેમ પુરુષોત્તમ૧ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય?
૧. ભગવાન સ્વામિનારાયણ.
How can there be a marriage of a person before his birth? Similarly, when Purushottam had not incarnated, how could his story be written in the scriptures?
Janma thayā mor shādī kyāthī lakhāy? Tem Puruṣhottam1 āvyā nahotā tenī vāt shāstramā kyāthī lakhāṇī hoy?
1. Bhagwān Swāminārāyaṇ.
મહારાજ કહે, “અમે માંદા થયા ત્યારે ધામ જોવા ગયા હતા; તે દેવતાનાં, ઋષિનાં આદિક સર્વે જોયાં. પછી તો અક્ષરધામ નજરમાં આવ્યું.”૧ એમાં પોતાનું સ્વરૂપ કહ્યું ને ધામના સુખની વિસ્તારે વાત કરી. ને લક્ષ્મીનારાયણ, નરનારાયણ, વાસુદેવ નારાયણ, શ્રીકૃષ્ણ, પ્રધાનપુરુષ ને પ્રકૃતિપુરુષ એ સર્વે કરતાં પણ આ સર્વ પ્રકારે અધિક છે ને એમાં અંતરજામીપણું છે એથી આમાં વિશેષ અંતરજામીપણું છે ને એમાં ઐશ્વર્ય છે એથી આમાં વિશેષ ઐશ્વર્ય છે. ને શ્રીકૃષ્ણ ભગવાન તો એક બ્રહ્માંડની ગોવાળી કરે છે ને એવાં તો અનંત બ્રહ્માંડ છે ને અનંત શ્રીકૃષ્ણ છે.
૧. આ વર્ણન સ્વામીની વાત ૩/૧૧માં વિસ્તારથી આવે છે.
Maharaj said, “When I was ill, I went to look at other abodes. I saw many adobes of deities, rishis, and others. Then, Akshardham came into view.”1 Then, Maharaj explained his form and described the bliss of Akshardham in detail. And compared to Lakshminarayan, Narnarayan, Vasudev Narayan, Shri Krishna, Pradhan Purush, and Prakruti Purush, he [Maharaj] is greater in every way. These others are omniscient but Maharaj’s omniscience is greater. And they have powers, but Maharaj has even greater powers. Krishna herds cattle in only one brahmānd, but there are infinite brahmānds and infinite Krishnas like this one.
1. This narrative is found in Swamini Vat 3/11.
Mahārāj kahe, “Ame māndā thayā tyāre dhām jovā gayā hatā; te devatānā, ṛuṣhinā ādik sarve joyā. Pachhī to Akṣhardhām najarmā āvyu.”1 Emā potānu swarūp kahyu ne dhāmnā sukhnī vistāre vāt karī. Ne Lakṣhmīnārāyaṇ, Narnārāyaṇ, Vāsudev Nārāyaṇ, Shrī Kṛuṣhṇa, Pradhān-Puruṣh ne Prakṛuti-Puruṣh e sarve karatā paṇ ā sarva prakāre adhik chhe ne emā antarjāmīpaṇu chhe ethī āmā visheṣh antarjāmīpaṇu chhe ne emā aishvarya chhe ethī āmā visheṣh aishvarya chhe. Ne Shrī Kṛuṣhṇa Bhagwān to ek brahmānḍnī govāḷī kare chhe ne evā to anant brahmānḍ chhe ne anant Shrī Kṛuṣhṇa chhe.
1. Ā varṇan Swāmīnī Vāt 3/11mā vistārathī āve chhe.