TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૩૮૧ થી ૩૯૦
લાડવા ન ખાવા, ને કહો તો સાચું કહીએ જે, ગૃહસ્થના છોકરાને લાડવા વળાવીને થોડાક દિવસ ખવરાવે છે તેનું દૈવત બાર મહિના સુધી રહે છે. ત્યારે આ તો નિરંતર લાડવા ખાશે તેનો ત્યાગ કેમ પાર પડશે? ને આ તાવડા તો રાત્રિપ્રલય સુધી નહીં ઊતરે.
One should not eat laddus. And if I may speak the truth, the gruhasthas who feed laddus to their sons for a few days have an effect that lasts 12 months. So, how will one succeed in maintaining their renunciation if one eats laddus everyday here? And these cooking pans will not come off the stove1 even till the rātri-pralay (the dissolution of the three worlds when one day of Virat-Purush ends).
1. Swami is saying that food will always have to be made for Thakorji and the devotees (so the cooking pans will always be on the stove). But, for renunciants, they will have to maintain discretion on what they eat and how much they eat, because food is the cause of laziness and lust.
Lāḍavā na khāvā, ne kaho to sāchu kahīe je, gṛuhasthnā chhokarāne lāḍavā vaḷāvīne thoḍāk divas khavarāve chhe tenu daivat bār mahinā sudhī rahe chhe. Tyāre ā to nirantar lāḍavā khāshe teno tyāg kem pār paḍashe? Ne ā tāvaḍā to rātripralay sudhī nahī ūtare.
ઉપરથી ભગવું; પણ જીવ ક્યાં ભગવો છે? એવું હોય તે પણ જોવું.
One dresses the body in saffron. But has the jiva become saffron? If this is the situation (i.e. the renunciation is superficial), that, too, must be considered seriously and corrections made.
Uparthī bhagavu; paṇ jīv kyā bhagavo chhe? Evu hoy te paṇ jovu.
‘વાસુદેવ હરે’નો શબ્દ હર કોઈ બોલે તેથી તરત ઊભું થવાય છે, એમ મોટા કોઈ ક્રિયા સારુ બોલાવે તેમાં ન ઉઠાય એ ખોટ્ય કહેવાય.
How easy is it for one to get up when they hear the words “Vasudev Hare!” Similarly, when the Mota-Purush calls one for some task and one cannot get up, that is a shortcoming.
‘Vāsudev hare’no shabda har koī bole tethī tarat ūbhu thavāy chhe, em Moṭā koī kriyā sāru bolāve temā na uṭhāy e khoṭya kahevāy.
એક સાધુ કહે, “આપણા કરમમાં લાડવા નહોતા ને આ તો ભગવાનના પ્રતાપે એમની ઇચ્છાએ મળે છે માટે ભોગવવું તેનો બાધ નથી.” ત્યારે સ્વામી કહે, “એ સમજણ ખોટી છે, કેમ જે, ખાવા-પીવા તો ઘણા વિમુખને પણ મળે છે.” ત્યારે કો’કે કહ્યું જે, “મહારાજ પણ સંતને લાડવા આદિ જમાડતા.” ત્યારે સ્વામી કહે, “તે તો એમ સમજવું જે, જીવને પોતાની સ્મૃતિ થાય તે સારુ જમાડતા, પણ મહારાજનો એવો મત નહીં જે, વિષય ભોગવાવવા.”
One sadhu said, “We did not have laddus to eat according to our fate, but because of God’s grace and wish, we get such delicious items to eat. So, there is no objection in indulging.” Swami replied, “That understanding is wrong, because, many non-believers also get food and water.” Then, someone said, “Maharaj himself served laddus and other items to sadhus.” Swami replied, “In that, one should understand that he served delicious items so one can maintain his smruti. But Maharaj’s principle was not to enable the indulgence of vishays.”
Ek sādhu kahe, “Āpaṇā karammā lāḍavā nahotā ne ā to Bhagwānnā pratāpe emanī ichchhāe maḷe chhe māṭe bhogavavu teno bādh nathī.” Tyāre Swāmī kahe, “E samajaṇ khoṭī chhe, kem je, khāvā-pīvā to ghaṇā vimukhne paṇ maḷe chhe.” Tyāre ko’ke kahyu je, “Mahārāj paṇ santne lāḍavā ādi jamāḍtā.” Tyāre Swāmī kahe, “Te to em samajvu je, jīvne potānī smṛuti thāy te sāru jamāḍtā, paṇ Mahārājno evo mat nahī je, viṣhay bhogavāvavā.”
ખાઈને દેહ જાડું કરવું ને ઝાઝું ઊંઘવું એ બે મને ગમે નહીં. કેમ જે, એ બે કામના હેતુ છે. ને મન પણ નવરું રહે તો વ્યભિચાર કરે, માટે નવરું ન રાખવું.
Eating and making the body fat, and sleeping a lot – these two I do not like, since these two are a cause of lust. And even the mind, if it is idle, will commit adultery. So do not let it remain idle.
Khāīne deh jāḍu karavu ne zāzu ūnghavu e be mane game nahī. Kem je, e be kāmnā hetu chhe. Ne man paṇ navaru rahe to vyabhichār kare, māṭe navaru na rākhavu.
ભેખમાં આવ્યા પછી દેહાભિમાન વધી જાય છે ને પછી તેને કોઈક કારસામાં૧ લે ત્યારે દુઃખ થાય.
૧. ભીડામાં, કસોટીમાં.
When one joins the sadhu-fold, one’s consciousness of the body increases. Therefore, when he is tested with physical hardships, he experiences misery.
Bhekhmā āvyā pachhī dehābhimān vadhī jāy chhe ne pachhī tene koīk kārasāmā1 le tyāre dukh thāy.
1. Bhīḍāmā, kasoṭīmā.
ગૃહસ્થને રૂપિયાનું ભજન થાય છે ને ત્યાગીને દેહનું ભજન થાય છે.
Gruhasthas worship (constantly remember) money and renunciants worship (constantly remember) their body.
Gṛuhasthne rūpiyānu bhajan thāy chhe ne tyāgīne dehnu bhajan thāy chhe.
ડાહ્યો હોય તેને વઢે ત્યારે રાજી થાય ને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય, એમ મહારાજ કહેતા.
One who is wise is pleased when rebuked by God and his holy Sadhu, while the foolish is pleased when praised.
Ḍāhyo hoy tene vaḍhe tyāre rājī thāy ne mūrkh hoy tene vakhāṇe tyāre rājī thāy, em Mahārāj kahetā.
ભગવાન તથા એકાંતિક એ બેયનો સ્વભાવ એમ જે, આ લોકમાં બોલવામાં તથા ક્રિયામાં તાલમેલ નહીં. બાકી બીજાને તાલમેલ, તે પ્રત્યક્ષ દેખાય છે.
The nature of both God and the God-realized Sadhu in this world is that there is no hypocrisy in their speech and actions. While others are hypocrites, that is actually seen.
Bhagwān tathā Ekāntik e beyno swabhāv em je, ā lokmā bolavāmā tathā kriyāmā tālmel nahī. Bākī bījāne tālmel, te pratyakṣha dekhāy chhe.
મોટા સાથે હેત થયું હોય તો વાસનાવાળાના અંતરમાં પણ સુખ આવે ને તે વિના તો નિર્વાસનિક થયો હોય તો પણ લૂખો શુષ્ક રહે.
If affection for the great is developed, then even one with worldly desires feels joy within and without this affection for the great, even one who is desireless remains miserable.
Moṭā sāthe het thayu hoy to vāsanāvāḷānā antarmā paṇ sukh āve ne te vinā to nirvāsanik thayo hoy to paṇ lūkho shuṣhka rahe.