share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૩૬૧ થી ૩૭૦

આ જીવ દેહનો ગોલો છે તે દેહની સેવા કરે છે ને ભગવાન પાસે પણ દેહની રક્ષા કરાવે છે ને ભગવાનને દેહની સેવામાં રાખે છે ને પ્રહ્‌લાદે જોને દેહની રક્ષા ન માની ને ન માગી.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.28) / (૫/૩૬૧)

This jiva is a bonded servant and serves the body. It even makes God protect it and keeps God in the service of the body. However, Prahlad did not consider the protection of the body as the most important goal and so did not ask for it.

Qualities and Glory of a Devotee (21.28) / (5/361)

Ā jīv dehno golo chhe te dehnī sevā kare chhe ne Bhagwān pāse paṇ dehnī rakṣhā karāve chhe ne Bhagwānne dehnī sevāmā rākhe chhe ne Prahlāde jone dehnī rakṣhā na mānī ne na māgī.

Qualities and Glory of a Devotee (21.28) / (5/361)

નિરંતર આ દેહમાં ને આ લોકમાં સુખ રહે તો આ જીવ કયે દહાડે ઉદાસ થાય એવો છે? માટે કોઈક પ્રકારનો કઠણ દેશકાળ આવે તે પણ ઠીક છે.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.45) / (૫/૩૬૨)

If there was continuous happiness in this (human) body and in this world, then is there any day the jiva would feel miserable and withdraw from worldly pleasures? So, that some difficult circumstances arise is alright.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.45) / (5/362)

Nirantar ā dehmā ne ā lokmā sukh rahe to ā jīv kaye dahāḍe udās thāy evo chhe? Māṭe koīk prakārno kaṭhaṇ desh-kāḷ āve te paṇ ṭhīk chhe.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.45) / (5/362)

હાથી ઉપર અંબાડી હોય પણ ગધેડા ઉપર અંબાડી ન હોય. તેમ જીવ છે તે હાથીને ઠેકાણે છે ને દેહ તો ગધેડાને ઠેકાણે છે, માટે તેમાં માલ ન માનવો.

સાંખ્યજ્ઞાન (27.24) / (૫/૩૬૩)

A specially decorated seat is put only on an elephant, but not on a donkey. Similarly, the jiva is like the elephant (in which a seat for God can be arranged) and the body is like the donkey, therefore do not believe that it has any worth.

The Knowledge of Sankhya (27.24) / (5/363)

Hāthī upar ambāḍī hoy paṇ gadheḍā upar ambāḍī na hoy. Tem jīv chhe te hāthīne ṭhekāṇe chhe ne deh to gadheḍāne ṭhekāṇe chhe, māṭe temā māl na mānavo.

The Knowledge of Sankhya (27.24) / (5/363)

ભાદરવા વદિ પ્રતિપદાને દિવસે સંધ્યા આરતી થયા પછી સંતના નામનું પ્રકરણ ચાલ્યું. તેમાં મોટા મોટા પણ એક એક નામના બે-ચાર-પાંચ ખરા. તે પોતે કહેતા જાય ને બીજા પૂછતા જાય તેમાં ગુણાતીતાનંદ નામ તો એક જ. પછી કથામાં સંતનાં નામ આવ્યાં ત્યારે કોઈકે પૂછ્યું જે, “તમારે નામે બીજા કોઈ હતા?” ત્યારે પોતે બોલ્યા જે, “એ તો એક જ, બાકી બીજા બધા નામના સાધુ ને સંન્યાસી ઘણા.” પછી સંગ કરવાનું પૂછ્યું, તેમાં જાગા ભક્તનું કહ્યું ને બીજાં નામ લીધાં.

સંગ (50.28) / (૫/૩૬૪)

On Bhadarva sud 1, after the evening ārti, a discussion on the names of sadhus took place. There are two-four-five sadhus with identical names even among the seniors. Swami himself would say the name and others would ask. In this the name of Gunatitanand came only once.

During the spiritual discourse when sadhus with the same names were recalled, someone asked, “Was there anybody else with your name?” Then Swami said, “No, there was only one (myself), but for the other names there were many sadhus and sannyāsis (with the same name).” Then someone asked about keeping company (of enlightened souls). For this, (Swami) talked about keeping the company of Jaga Bhakta and also mentioned other names.

Company (50.28) / (5/364)

Bhādarvā Vadi Pratipadāne divase sandhyā āratī thayā pachhī santnā nāmnu prakaraṇ chālyu. Temā moṭā moṭā paṇ ek ek nāmnā be-chār-pāch kharā. Te pote kahetā jāy ne bījā pūchhatā jāy temā Guṇātītānand nām to ek ja. Pachhī kathāmā santnā nām āvyā tyāre koīke pūchhyu je, “Tamāre nāme bījā koī hatā?” Tyāre pote bolyā je, “E to ek ja, bākī bījā badhā nāmnā sādhu ne sanyāsī ghaṇā.” Pachhī sang karavānu pūchhyu, temā Jāgā Bhaktanu kahyu ne bījā nām līdhā.

Company (50.28) / (5/364)

એક વખત સ્વામી મહાપૂજામાં બેઠા ત્યાં અંતર્વૃત્તિ કરીને ઊતરી ગયા, તે બે-ત્રણ દિવસ સુધી ઊઠ્યા નહીં ને પછી પોતાની મેળે બેઠા થઈને ગોઠણે ફાળિયું બાંધીને બેઠા. પછી સૌને ખબર પડી જે, સ્વામી સમાધિમાંથી જાગ્યા. ત્યાં તો સૌ મંદિરના માણસની સભા ભરાઈ ગઈ ને સ્વામી સામું એક નજરે જોઈ રહ્યા. પછી સ્વામી બોલ્યા જે, “આમ જોઈ રહ્યા છો એમ ને એમ જો વૃત્તિ રહે તો કર્મગ્રંથિ, સંશયગ્રંથિ, મમત્વગ્રંથિ, ઇચ્છાગ્રંથિ, અહંગ્રંથિ આદિ સર્વે ગ્રંથિયું ગળી જાય.”

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.29) / (૫/૩૬૫)

Once, Swami sat in the mahāpujā and while introspecting entered into samādhi. For several days he did not wake up. Then he awoke of his own accord, tied a cloth strap to his knees and sat. When everyone came to know that Swami had awoken from the samādhi, an assembly of all the people in the mandir gathered and everyone looked at Swami intently. Then Swami said, “If your concentration on me remains as steadfast as it is now, all your difficulties regarding actions, doubts, attachments, desires and ego and all other difficulties will be dissolved.”

Gunatitanand Swami's Impressive Personality (50.29) / (5/365)

Ek vakhat Swāmī mahāpūjāmā beṭhā tyā antarvṛutti karīne ūtarī gayā, te be-traṇ divas sudhī ūṭhyā nahī ne pachhī potānī meḷe beṭhā thaīne goṭhaṇe fāḷiyu bāndhīne beṭhā. Pachhī saune khabar paḍī je, Swāmī samādhimāthī jāgyā. Tyā to sau mandirnā māṇasnī sabhā bharāī gaī ne Swāmī sāmu ek najare joī rahyā. Pachhī Swāmī bolyā je, “Ām joī rahyā chho em ne em jo vṛutti rahe to karmagranthi, sanshaygranthi, mamatvagranthi, ichchhāgranthi, ahaMgranthi ādi sarve granthiyu gaḷī jāy.”

Gunatitanand Swami's Impressive Personality (50.29) / (5/365)

એક વખત મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા. ત્યાં હું મહારાજને દર્શને ગયો. ત્યારે શુક સ્વામી મારા સારુ આસન ગોતવા લાગ્યા. ત્યારે મહારાજ કહે, “એમની આસને કરીને મોટપ નથી, એ તો અનાદિના મોટા છે. ને બીજાની તો આસનથી નાનપ-મોટપ છે એમ આ સાધુને નથી.” એમ કહ્યું.

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.30) / (૫/૩૬૬)

Once, Maharaj was seated in his residence, Akshar Ordi. I went there for darshan and Shuk Swami began to look for a seat for me. Then Maharaj said, “His greatness is not due to any seat (i.e. external honour). He is eternally great. Others are great or small due to their seat but that is not the case with this Sadhu.”

Gunatitanand Swami's Impressive Personality (50.30) / (5/366)

Ek vakhat Mahārāj Akṣhar Orḍīmā birājmān hatā. Tyā hu Mahārājne darshane gayo. Tyāre Shuk Swāmī mārā sāru āsan gotavā lāgyā. Tyāre Mahārāj kahe, “Emanī āsane karīne moṭap nathī, e to anādinā moṭā chhe. Ne bījānī to āsanthī nānap-moṭap chhe em ā sādhune nathī.” Em kahyu.

Gunatitanand Swami's Impressive Personality (50.30) / (5/366)

વહેવારની વાતમાં કેટલાક કહે છે જે, “સ્વામી સમજતા નથી,” ને હું પણ ન માને એવો હોય તો કહું જે, “અમે કાંઈ જાણીએ નહીં;” પણ વહેવાર તો સ્વામીએ ચલાવ્યો એવો કેનેય આવડ્યો નહીં, એમ બોલ્યા.

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.31) / (૫/૩૬૭)

Regarding worldly matters, some say that Swami does not understand. And even I say to one who has no idea of the extent of my knowledge of worldly matters that I do not know anything. But then he said that nobody has been able to carry out worldly duties like this Swami has.

Gunatitanand Swami's Impressive Personality (50.31) / (5/367)

Vahevārnī vātmā keṭlāk kahe chhe je, “Swāmī samajtā nathī,” ne hu paṇ na māne evo hoy to kahu je, “Ame kāī jāṇīe nahī;” paṇ vahevār to Swāmīe chalāvyo evo keney āvaḍyo nahī, em bolyā.

Gunatitanand Swami's Impressive Personality (50.31) / (5/367)

ભગવાન જાણે એમ મોટા સાધુ પણ જાણે ને આ તો ભગવાન જેવા છે, તે સર્વ વાત જાણે છે. માટે એને વિષે મનુષ્યભાવ મૂકીને પ્રાર્થના કરવી. કેમ જે, એ તો સર્વજ્ઞ છે.

ભગવાનના સ્વરૂપમાં દિવ્યભાવ અને મનુષ્યભાવ (44.22) / (૫/૩૬૮)

Just like God, the great Sadhu also knows everything. And he is like God. Therefore, shed all perceptions of human traits in the Sadhu and pray, since he is omniscient.

Perceiving Divine and Human Traits (44.22) / (5/368)

Bhagwān jāṇe em Moṭā Sādhu paṇ jāṇe ne ā to Bhagwān jevā chhe, te sarva vāt jāṇe chhe. Māṭe ene viṣhe manuṣhyabhāv mūkīne prārthanā karavī. Kem je, e to sarvagna chhe.

Perceiving Divine and Human Traits (44.22) / (5/368)

અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો; ત્યારે ઐશ્વર્યમાં માલ ન માનવો એમાં શું કહેવું? ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં એમ સમજે તે ઉપાસના કહેવાય.

ઉપાસના (40.20) / (૫/૩૬૯)

Even if the divine light of Akshar is seen, do not believe it to be of any worth. Also, do not place any worth in miracles. The divine light of Akshar is a source of happiness, but it is not like that of the murti of Purushottam. Such understanding is called upāsanā.

Upasana (40.20) / (5/369)

Akṣharnu tej dekhāy temā paṇ māl na mānavo; tyāre aishvaryamā māl na mānavo emā shu kahevu? Ne Akṣharnu tej to sukhrūp chhe paṇ te Puruṣhottamnī mūrti jevu nahī em samaje te upāsanā kahevāy.

Upasana (40.20) / (5/369)

કેશવજીવનદાસજીએ સ્વામીને કહ્યું કે, “પ્રાગજી વગેરે તમને ‘મૂળ અક્ષર’ કહે છે તે મને સમજાતું નથી ને હું વિશ્વાસી છું તે જેમ હોય તેમ કહો.” ત્યારે સ્વામી કહે, “હું અક્ષર છું એમ તું જાણ ને બીજો અક્ષર હશે તો મારે ને તેને પંચાત્ય છે. તું મારો વિશ્વાસ રાખ્ય.” એમ બે-ત્રણ વખત કહ્યું.

અક્ષરબ્રહ્મ (35.5) / (૫/૩૭૦)

Keshavjivandasji asked Swami, “Pragji and others describe you as Aksharbrahman, but I do not understand this. And I am trusting, so tell me as it is.” Then Swami said, “You believe me as Akshar, and if someone else is Akshar, it is for me and him to resolve. But, you keep trust in me.” He said this several times.

Aksharbrahman (35.5) / (5/370)

Keshavjīvandāsjīe Swāmīne kahyu ke, “Prāgjī vagere tamane ‘Mūḷ Akṣhar’ kahe chhe te mane samajātu nathī ne hu vishvāsī chhu te jem hoy tem kaho.” Tyāre Swāmī kahe, “Hu Akṣhar chhu em tu jāṇ ne bījo Akṣhar hashe to māre ne tene panchātya chhe. Tu māro vishvās rākhya.” Em be-traṇ vakhat kahyu.

Aksharbrahman (35.5) / (5/370)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading