TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૩૫૧ થી ૩૬૦
આ સમો નહીં આવે, આ સમો તો ચીર બાળીને તાપ્યા જેવો છે.
This time will not return. At this time it is worth burning the costly clothes and warming oneself (i.e. it is time to sacrifice everything to serve God and his Sadhu in manifest human form).
Ā samo nahī āve, ā samo to chīr bāḷīne tāpyā jevo chhe.
કૂવામાં રાઈના દાણા ભરીએ ને એક તીરવા૧ સગ્ય૨ ચઢાવીએ એટલા જીવનું કલ્યાણ કરવું છે.
૧. તીર આકાશમાં જેટલું ઊંચે જાય તેટલો.
૨. ઢગલો.
Fill a well with mustard seeds and make a pile as high as an arrow can be shot in the sky – that is the number of jivas we want to liberate.
Kūvāmā rāīnā dāṇā bharīe ne ek tīrvā1 sagya2 chaḍhāvīe eṭalā jīvnu kalyāṇ karavu chhe.
1. Tīr ākāshmā jeṭalu ūnche jāy teṭalo.
2. Ḍhagalo.
હું મંદિરમાં રહું ત્યારે કોઈ બાર્ય જાય નહીં ને હું બાર્ય જાઉં ત્યારે કોઈ મંદિરમાં રહે નહીં.
When I stay in the mandir, no one leaves the mandir. When I leave the mandir, no one stays in the mandir.
Hu mandirmā rahu tyāre koī bārya jāy nahī ne hu bārya jāu tyāre koī mandirmā rahe nahī.
ગઢડામાં મહારાજ પાસે સાંખ્યયોગી બાઈ-ભાઈ ઘણાંક રહેતાં. તેમાંથી સાંખ્યયોગી બાઇયુંને લઈને કેટલાક જતા રહ્યા, તેમાં એક સોમલો ખાચર તથા બાપુ રતનજી૧ તથા મિયાંજી૧ એટલા સારા રહ્યા, ને અમારા જૂનાગઢમાં કોઈ સાધુ-પાળાને રૂપિયાનું નામું નહીં.
૧. ભગવાન સ્વામિનારાયણે માનરૂપી હાડકાના વચનામૃતમાં (ગઢડા મધ્ય ૪૧માં) બાપુ રતનજીની અને મિયાંજીની પ્રશંસા કરી છે.
Many sānkhya-yogi male and female devotees stayed with Maharaj in Gadhada. Some of these males left with the sānkhya-yogi females. Among those, Somlā Khāchar, Bāpu Ratanji,1 and Miyāji1 remained good. And in Junāgadh, many sadhus and pārshads do not have any money accounts.
1. Shriji Maharaj has praised Bapu Ratanji and Miyaji in Vachanamrut Gadhada II-41.
Gaḍhaḍāmā Mahārāj pāse sānkhya-yogī bāī-bhāī ghaṇāk rahetā. Temāthī sānkhya-yogī bāiyune laīne keṭlāk jatā rahyā, temā ek Somalo Khāchar tathā Bāpu Ratanjī tathā Miyājī eṭalā sārā rahyā, ne amārā Jūnāgaḍhmā koī sādhu-pāḷāne rūpiyānu nāmu nahī.
1. Bhagwān Swāminārāyaṇe Mānarūpī Hāḍakānā Vachanāmṛutmā (Gaḍhaḍā Madhya 41mā) Bāpu Ratanjīnī ane Miyājīnī prashansā karī chhe.
ત્રિકમદાસ કોઠારીએ કહ્યું જે, “અંતરાય રાખશો નહીં, તમારું સ્વરૂપ ઓળખાવજો.” ત્યારે સ્વામી બોલ્યા જે, “ઓળખાવ્યું છે. અંતરાય રાખતા નથી ને ભડકો જોવો છે? પણ ભડકામાં કાંઈ માલ નથી, આમ જ ઠીક છે.”
Trikamdas Kothari said, “Do not keep any barrier. Reveal your true form.” Then Swami said, “It has already been revealed. No barrier is being kept. Do you want to see the divine light? But remember there is no value in the light. This (human form of Akshardham) is the right thing.”
Trikamdās Koṭhārīe kahyu je, “Antarāy rākhasho nahī, tamāru swarūp oḷakhāvjo.” Tyāre Swāmī bolyā je, “Oḷakhāvyu chhe. Antarāy rākhatā nathī ne bhaḍako jovo chhe? Paṇ bhaḍakāmā kāī māl nathī, ām ja ṭhīk chhe.”
સૂઈ રહેતો હોય પણ તે ભારે ભગવદી હોય, તે આપણાથી ઓળખાય નહીં. તે ઉપર ગામ ભાદરાના ડોસાભાઈની૧ વાત કરી જે, એ મંદિરમાં આવીને સૂઈ રહેતા ને બીજા અડધી રાત સુધી બેસતા. પણ તેની બરાબર થાય નહીં.
૧. ડોસાભાઈ મૂળ ભાદરા ગામનાં શ્રીહરિના કૃપાપાત્ર હરિભક્ત હતા. શ્રીજીમહારાજે કહેલું કે, “ભાદરામાં સોળ મુક્તોએ જન્મ લીધો છે.” ડોસા ભક્ત તેમાંના એક હતા. તેઓને મહારાજની કૃપાથી સમાધિ થતી હતી. ભાદરામાં ઊંડ નદી કિનારે વડના ઝાડ નીચે શ્રીજીમહારાજે ડોસાભાઈને સંસ્કૃતના શ્લોકો તથા કીર્તનો બોલતાં શિખવાડેલું. વળી, તેમની સાથે શ્રીજીમહારાજ ઊંડ નદીમાં સ્નાનલીલા પણ કરતા. શ્રીજીમહારાજે જ્યારે મૂળજી ભક્તના ઘરે સાકરબાને તેઓના મૂળ અક્ષરપણાના મહિમાની વાત કરી ત્યારે ડોસા ભક્ત પણ ત્યાં હાજર જ હતા.
એક વાર તેઓ રોટલો ખાતા હતા ત્યારે કોઈએ પૂછ્યું, “ડોસાભાઈ! લૂખું કેમ ખાઓ છો?” ત્યારે ડોસાભાઈએ કહ્યું, “લૂખું ખાય તે હરામ ખાય! લૂખું તો બીજા ખાય છે. અમે તો કોળિયે કોળિયે મહારાજને સંભારીને જમીએ છીએ, તે લૂખું શેનું?” આવી તેમની કેફ સભર આત્મનિવેદી ભક્તિ હતી.
તેઓ ઉત્સવ સમૈયે તથા અવારનવાર સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ આવતા. ડોસાભાઈ જૂનાગઢ આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી તેમને સુદામા અને શ્રીકૃષ્ણ મળ્યા તે રીતે મળેલા, એવા એ ભક્તરાજ હતા. ૧૯૦૫ની સાલમાં ગોપાળાનંદ સ્વામીએ તેમની પાસે, “ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે” તે ભાદરામાં પહેલવહેલી મહારાજે કહેલી વાત સભામાં કરાવેલી.
One who sleeps a lot may be a great devotee, but we are not able to recognize him. On this, he talked about Dosabhai of Bhadra, that he would come to the mandir and sleep, and others would stay up half the night. But they did not compare to him1 in their devotion.
1. Dosabhai was originally from Bhadra. He was one of the recipients of Shriji Maharaj’s grace. Shriji Maharaj once said that 18 muktas have taken birth in Bhadra. Dosa Bhakta was one of them. Because of Maharaj’s grace, he experienced the bliss of samādhi. On the banks of Und river of Bhadra, under a banyan tree, Maharaj taught Dosabhai Sanskrit shloks and kirtans.
When Dosabhai of Bhadra came to Junagadh, Gunatitanand Swami received him with great affection. He was a great devotee. In Vikram Samvat 1905 (1849 CE), Gopalanand Swami first asked him to narrate the incident in which Shriji Maharaj had described Gunatitanand Swami as Mul Akshar in Bhadra. Maharaj often performed divine lilās with him when he bathed in the river. When Maharaj spoke the greatness of Mulji Bhakta to his mother Sakarba, Dosa Bhakta was present.
Once, he was eating a dry rotlo. Some said, “Dosabhai, why are you eating dry food?” Dosabhai replied back, “Others eat dry food. With each morsel, I eat while remembering Maharaj. How can that be dry?” This was the high level of his devotion.
Sūī raheto hoy paṇ te bhāre bhagwadī hoy, te āpaṇāthī oḷakhāy nahī. Te upar gām Bhādrānā Ḍosābhāīnī1 vāt karī je, e mandirmā āvīne sūī rahetā ne bījā aḍadhī rāt sudhī besatā. Paṇ tenī barābar thāy nahī.
1. Ḍosābhāī Jūnāgaḍh āvyā tyāre Guṇātītānand Swāmī temane Sudāmā ane Shrī Kṛuṣhṇa maḷyā te rīte maḷelā; evā e bhaktarāj hatā. 1905nī sālmā Gopāḷānand Swāmīe temanī pāse, “Guṇātītānand Swāmī Mūḷ Akṣhar chhe,” te Bhādrāmā Mahārāje kahelī vāt pahel-vahelī karāvelī.
‘તું પુરુષોત્તમ હુંદો તો ઘરણકી રોટી કિં કરીંદો ને જો તું તિલંગો હુંદો તો તુંય મુઠો ને હુંય મુઠો.’૧
બ્રહ્મ અગ્નિમાં બાળ્યાં જેણે બીજ રે, ઊગ્યાંની તેની આશા ટળી રે.૨
૧. આ કચ્છી ઉક્તિ છે. મહાપ્રભુ વલ્લભાચાર્યનો એક ભક્ત તેમને જમવાનું આમંત્રણ આપવા આવ્યો. મહાપ્રભુએ કહ્યું, “આજ ગ્રહણ છે એટલે ન જમાય.” ત્યારે પેલો ભક્ત કહે, “તમે તો મહાપ્રભુ છો, તમને ગ્રહણની રોટલી શું બાધ કરવાની છે! ને જો તમે મહાપ્રભુ ન હો ને ફક્ત તેલંગ બ્રાહ્મણ જ હો, તો તો પછી મારામાં ને તમારામાં શો ફેર?”
૨. ભાવાર્થ: બ્રહ્મ અગ્નિ એટલે કે સત્પુરુષના સાંનિધ્યરૂપી અગ્નિમાં જેણે વાસનાનાં બીજ હોમી દીધાં છે તેને ફરી વાસના ઉદય થતી નથી.
‘Tu Puruṣhottam hudo to gharaṇkī roṭī kim karīndo ne jo tu tilango hudo to tuy muṭho ne huy muṭho.’1
Brahma agnimā bāḷyā jeṇe bīj re, ūgyānī tenī āshā ṭaḷī re.2
1. This is a proverb in the Kachchhi language. A devotee went to invite Mahaprabhu Vallabhacharya to his home for dinner. Vallabhacharya said, “There is an eclipse so one cannot eat today.” The devotee replied, “You are a Mahaprabhu, so how can the eclipse hinder you? If you are not Mahaprabhu and are just another brāhmin from Tailang, then what is the difference between you and me?”
2. If one who has sacrificed the seeds of desires in the fire of Brahman (i.e. in the presence of the Satpurush), then his desires will not grow again.
‘Tu Puruṣhottam hudo to gharaṇkī roṭī kim karīndo ne jo tu tilango hudo to tuy muṭho ne huy muṭho.’1
Brahma agnimā bāḷyā jeṇe bīj re, ūgyānī tenī āshā ṭaḷī re.2
1. Ā Kachchhī ukti chhe. Mahāprabhu Vallabhāchāryano ek bhakta temane jamavānu āmantraṇ āpavā āvyo. Mahāprabhue kahyu, “Āj grahaṇ chhe eṭale na jamāy.” Tyāre pelo bhakta kahe, “Tame to Mahāprabhu chho, tamane grahaṇnī roṭalī shu bādh karavānī chhe! Ne jo tame Mahāprabhu na ho ne fakta telang brāhmaṇ ja ho, to to pachhī mārāmā ne tamārāmā sho fer?”
2. Bhāvārtha: brahma agni eṭale ke satpuruṣhanā sānnidhyarūpī agnimān jeṇe vāsanānān bīj homī dīdhān chhe tene farī vāsanā udaya thatī nathī.
અમને મહારાજે કહ્યું જે, “ગામમાંથી આવ્યા?” ત્યારે કહ્યું જે, “ના, મહારાજ! નદીમાંથી આવ્યા.” એમ દેશકાળ જોઈને બોલ્યેથી મહારાજ રાજી થયા૧ ને મુક્તાનંદ સ્વામીના પૂછવાથી “કથા સારી છે”૨ એમ કહ્યું, તેથી મહારાજે કહ્યું, “કાલ પણ તેડી લાવજો.” એમ દેશકાળ વિચારી બોલવું.
૧. ઓગણોતેરા કાળમાં મહારાજ કારિયાણીમાં છાના રહેતા હતા. તે વખતે સુરતથી અહીં આવેલા ગુણાતીતાનંદ સ્વામી ગામમાં થઈને આવવાના બદલે પાછળના નદીવાળા રસ્તે કોઈ ન જુએ તે રીતે મહારાજ પાસે પહોંચ્યા. આ વિગત જાણી મહારાજ પ્રસન્ન થયા.
૨. ગઢડામાં બ્રહ્મસૂત્રના ભાષ્યની કથા મહારાજ પાસે રાત્રે વંચાતી. તે સાંભળવા બધા અક્ષર ઓરડીમાં બેસે તે ઓરડી ભરાઈ જાય. આથી મહારાજે રસ્તો કાઢ્યો કે જેને આમાં ખબર પડે તે જ બેસે. ગુણાતીતાનંદ સ્વામીને તો મહારાજનાં દર્શન કરવાં હતાં. એટલે એમણે પૂછતાં જણાવ્યું કે કથા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવી છે. આથી એમને બેસવાની છૂટ મળી.
Maharaj asked me, “Did you come through the village?” Then I said, “No, Maharaj, I came from the back road past the river.” Thus, I spoke considering the prevailing time and place, so Maharaj was pleased.1 And when Muktanand Swami asked me whether I knew the Brahmasutras I said that the discourses on it were uniquely good. So Maharaj said, “Allow him to come tomorrow as well.” Thus, think about the place and time and then speak.2
1. During the V.S. 1879 (1813 CE) famine Maharaj stayed secretly in Kariyani. At that time, Gunatitanand Swami went there from Surat taking the rarely used route past the river, rather than directly through the village to reach Maharaj, so that nobody would spot him. Hearing this, Maharaj was pleased.
2. In Gadhada, the Brahmasutra Bhashya was being read and discussed at night in the presence of Maharaj in the Akshar Ordi. So everyone sat there and there was congestion. So, Maharaj decided that only those who understand the Bhashya be allowed to sit. Gunatitanand Swami merely wanted to have Maharaj’s darshan. So, when asked, he replied in Sanskrit that the discourses were unprecedented. So, he was allowed to sit.
Amane Mahārāje kahyu je, “Gāmmāthī āvyā?” Tyāre kahyu je, “Nā, Mahārāj! Nadīmāthī āvyā.” Em desh-kāḷ joīne bolyethī Mahārāj rājī thayā1 ne Muktānand Swāmīnā pūchhavāthī “Kathā sārī chhe”2 em kahyu, tethī Mahārāje kahyu, “Kāl paṇ teḍī lāvajo.” Em desh-kāḷ vichārī bolavu.
1. Ogaṇoterā Kāḷmā Mahārāj Kāriyāṇīmā chhānā rahetā hatā. Te vakhate Suratthī ahī āvelā Guṇātītānand Swāmī gāmmā thaīne āvavānā badale pāchhaḷnā nadīvāḷā raste koī na jue te rīte Mahārāj pāse pahonchyā. Ā vigat jāṇī Mahārāj prasanna thayā.
2. Gaḍhaḍāmā Brahmasūtranā Bhāṣhyanī kathā Mahārāj pāse rātre vanchātī. Te sāmbhaḷvā badhā Akṣhar Orḍīmā bese te Orḍī bharāī jāy. Āthī Mahārāje rasto kāḍhyo ke jene āmā khabar paḍe te ja bese. Guṇātītānand Swāmīne to Mahārājnā darshan karavā hatā. Eṭale emaṇe pūchhatā jaṇāvyu ke kathā ‘Na bhūto na bhaviṣhyati’ evī chhe. Āthī emane besavānī chhūṭ maḷī.
સંવત ૧૯૧૯ના ભાદરવા સુદિ પૂનમને દિવસે વંડાની વાડીમાં એક હરિભક્તે સ્વામીને કહ્યું જે, “પૂછવું છે.” ત્યારે સ્વામી ઊઠીને ઓરડીમાં આવ્યા. ત્યાં પૂછ્યું જે, “તમને પૂછીએ તેનું સમાધાન કરી આપો છો પણ વળી એમ થાય છે જે, કેમ થાશે? તે દુઃખ રહે છે. માટે જેમ સુખ થાય તેમ ઠરાવ કરી આપો.” ત્યારે સ્વામી કહે, “સુખ તો આંહીં જ થાશે. શત્રુ પીડે તો પણ આંહીં સુખ થાશે, ને ક્રિયા પોતાથી થાય એવી એવી હળવી ક્રિયા કરવી, ને મોટા કામમાં ભરાવું નહીં ને કહેવું જે, ‘એ મારાથી થાય નહીં.’ ને મંદિરમાં તો માણસનો ખપ છે તે સૌને રાખે, ને મોટા કામમાં તો સુખ ન રહે ને દુઃખ આવે. માટે લોઢાં, કોદાળી, પાવડો એ સાચવવાં. તાળું-કૂંચી રાખવાં ને દેવાં ને સંભાળીને લેવાં, એવું કામ કરવું. નીકર મંડળમાં ફરવા જાવું તથા શોધવાનું૧ એવાં કામ કરીએ. ને દેહ પાડવો તે કોના હાથમાં છે?” એમ બોલ્યા. ત્યારે કહ્યું જે, “એ તો તમારા હાથમાં છે.” પોતે કહે, “એ તો ભગવાનના હાથમાં છે.” ફરી પૂછ્યું જે, “આવા રૂડા દેશકાળમાં માંહીથી ને બહારથી ધક્કા લાગે છે ત્યારે પછવાડે સત્સંગ કેમ રહેશે?” સ્વામી કહે, “દેશકાળે કરીને કાંઈ સત્સંગ જાતો નહીં રહે.” વળી પૂછ્યું જે, “કોઈ ઇન્દ્રિય તો નિયમમાં નથી થઈ, એટલે મૂંઝવણ આવે ત્યારે મૂઆ સુધી મનસૂબા થાય છે. તમે બેઠા મૂંઝવણ આવે તે ટાળો છો પણ પછવાડે કોનાથી ટળશે? તે નિરધાર કરી આપો. જેમ શ્રીકૃષ્ણે ઉદ્ધવને કરી આપ્યો હતો, તેમ કરી આપો. મને તો કાંઈ સૂઝતું નથી, પણ પછવાડે એમ ન થાય જે, આ વાત પૂછવી રહી ગઈ, તેવું પણ કહો.” ત્યારે સ્વામી બોલ્યા જે, “ઇન્દ્રિયું, અંતઃકરણનું તો કાળે કરીને સમાધાન થાય, મૂંઝવણ તો એવી જ છે તે ધીરે ધીરે સારું થાશે. પછવાડે મૂંઝવણ ટાળે એવા ઘણા છે, પૂછવાનું બતાવે એવા પણ પછવાડે છે.” ફરી પૂછ્યું જે, “ત્યાગી-ગૃહીમાં જીવ કોની કોની સાથે બાંધવો?” ત્યારે સ્વામી કહે, “જીવ બાંધવામાં બાલમુકુંદદાસજી, પ્રાગજી ભગત, જાગા ભગત, લાલાભાઈ, કલ્યાણભાઈ, અરજણ બાબરિયો ને જુણોભાઈ આદિ છે.” વળી પૂછ્યું જે, “પછવાડે સમાસ થાશે કે અસમાસ થાશે?” ત્યારે સ્વામી કહે, “પછવાડે સમાસ નહીં થાય તો બરાબર તો રહેશે.” પછી કહે, “જીવ સામું જુઓ તો કોટિ કલ્પે છૂટકો થાય તેમ નથી.” ત્યારે સ્વામી કહે, “જીવના સામું તો જોતા જ નથી.” આ રીતે ઉત્તર આપ્યા.
૧. શુદ્ધ (સફાઈ) કરવાનું. (સંપ્રદાયમાં ‘ગ્રંથો મઠારવાનું’ એવો અર્થ થાય છે.)
On Bhadarva sud Punam in Vikram Samvat 1919, at the Vandā community’s place, a devotee said to Swami, “I want to ask something (in private).” Then Swami got up and went into the room. There, the devotee asked, “You resolve whatever we ask about but still the feeling remains that ‘How will it happen?’ So misery remains. Therefore, tell us how happiness can be attained.” Then Swami said, “Happiness will be experienced only here (in satsang). Even if the inner enemies (like anger, ego, lust, etc.) harass, happiness will only be experienced here. So, do whatever simple activities you can do (in satsang).
“Do not get involved in big tasks but say, ‘I cannot do that.’ People are required in the mandir, so they look after everyone. And in big tasks happiness does not remain and misery occurs. Therefore, look after the iron equipment, axes and shovels; keep locks and keys, give and recollect them carefully. Such small work should be done. Otherwise go on religious tours in groups and undertake cleaning work, etc. Whose hands is it in to shed the body?” Swami spoke in this way.
Then someone said, “It is in your hands.” Swami himself said, “It is in the hands of God.” Again someone asked, “If even in such convenient time and place jolts are felt from inside and outside, then how will Satsang remain afterwards?” Swami said, “Satsang will not decline because of place or time.” Again someone asked, “The senses have not been controlled, so worries arise and thoughts of death occur. While you are here you will solve our worries, but who will solve them afterwards? Please finalize it for us. Just as Shri Krishna did for Uddhav, do for us. I cannot think of anything, but so that afterwards I should not feel, ‘This question remained to be asked,’ give me a reply to this.” Then Swami said, “The senses and inner faculties can be controlled slowly over time. Difficulties are like that, but they will slowly resolve. There are many capable of resolving your worries later. There are also many who will remain behind and can teach you what to ask.” Again someone asked, “With what type of renunciants and householders should one attach the jiva?” Then Swami said, “Attach one’s jiva to Balmukunddasji, Pragji Bhakta, Jaga Bhagat, Lalabhai, Kalyanbhai, Arjan Babario, Junobhai and others.” Then someone said, “When one looks at the jiva, it appears that it will not attain moksha for tens of millions of years.” Then Swami said, “We do not look at the faults and drawbacks of the jiva.” In this way he gave the answer.
Samvat 1919nā Bhādarvā Sudi Pūnamne divase Vanḍānī vāḍīmā ek haribhakte Swāmīne kahyu je, “Pūchhavu chhe.” Tyāre Swāmī ūṭhīne oraḍīmā āvyā. Tyā pūchhyu je, “Tamane pūchhīe tenu samādhān karī āpo chho paṇ vaḷī em thāy chhe je, kem thāshe? Te dukh rahe chhe. Māṭe jem sukh thāy tem ṭharāv karī āpo.” Tyāre Swāmī kahe, “Sukh to āhī ja thāshe. Shatru pīḍe to paṇ āhī sukh thāshe, ne kriyā potāthī thāy evī evī haḷavī kriyā karavī, ne moṭā kāmmā bharāvu nahī ne kahevu je, ‘E mārāthī thāy nahī.’ Ne mandirmā to māṇasno khap chhe te saune rākhe, ne moṭā kāmmā to sukh na rahe ne dukh āve. Māṭe loḍhā, kodāḷī, pāvaḍo e sāchavavā. Tāḷu-kūchī rākhavā ne devā ne sambhāḷīne levā, evu kām karavu. Nīkar manḍaḷmā faravā jāvu tathā shodhavānu1 evā kām karīe. Ne deh pāḍavo te konā hāthmā chhe?” Em bolyā. Tyāre kahyu je, “E to tamārā hāthmā chhe.” Pote kahe, “E to Bhagwānnā hāthmā chhe.” Farī pūchhyu je, “Āvā rūḍā desh-kāḷmā māhīthī ne bahārthī dhakkā lāge chhe tyāre pachhavāḍe satsang kem raheshe?” Swāmī kahe, “Desh-kāḷe karīne kāī satsang jāto nahī rahe.” Vaḷī pūchhyu je, “Koī indriya to niyammā nathī thaī, eṭale mūnzavaṇ āve tyāre mūā sudhī mansūbā thāy chhe. Tame beṭhā mūnzavaṇ āve te ṭāḷo chho paṇ pachhavāḍe konāthī ṭaḷashe? Te niradhār karī āpo. Jem Shrī Kṛuṣhṇe Uddhavne karī āpyo hato, tem karī āpo. Mane to kāī sūzatu nathī, paṇ pachhavāḍe em na thāy je, ā vāt pūchhavī rahī gaī, tevu paṇ kaho.” Tyāre Swāmī bolyā je, “Indriyu, antahkaraṇnu to kāḷe karīne samādhān thāy, mūnzavaṇ to evī ja chhe te dhīre dhīre sāru thāshe. Pachhavāḍe mūnzavaṇ ṭāḷe evā ghaṇā chhe, pūchhavānu batāve evā paṇ pachhavāḍe chhe.” Farī pūchhyu je, “Tyāgī-gṛuhīmā jīv konī konī sāthe bāndhavo?” Tyāre Swāmī kahe, “Jīv bāndhavāmā Bālmukunddāsjī, Prāgajī Bhagat, Jāgā Bhagat, Lālābhāī, Kalyāṇbhāī, Arajaṇ Bābariyo ne Juṇobhāī ādi chhe.” Vaḷī pūchhyu je, “Pachhavāḍe samās thāshe ke asamās thāshe?” Tyāre Swāmī kahe, “Pachhavāḍe samās nahī thāy to barābar to raheshe.” Pachhī kahe, “Jīv sāmu juo to koṭi kalpe chhūṭako thāy tem nathī.” Tyāre Swāmī kahe, “Jīvnā sāmu to jotā ja nathī.” Ā rīte uttar āpyā.
1. Shuddha (safāī) karavānu. (Sampradāymā ‘Grantho maṭhārvānu’ evo artha thāy chhe.)
આપણે બ્રહ્મરૂપ માનવું, તે આજ એમ નહીં થાય તો દેહ પડશે ત્યારે થાશે, પણ દેહ હું માનશે ત્યાં સુધી માન આદિક દોષ કેમ ટળશે? માટે દેહ માનવું નહીં, એમ મહારાજનો સિદ્ધાંત છે. ને બહુ પ્રકારના માણસ છે તેમાં જેમ જેને ફાવે એમ કહેવું; પણ આવી રીતે દિવસમાં એક વાર તો વિચાર કરવો. ને આ તો બહુધા માણસમાં એક જણ નાત્યમાં રહે તો સૌ મળીને એકને વટલ્યો ઠેરાવે એવી વાત છે, પણ એ વાત મૂકવાની નથી. ને શાસ્ત્રમાં તો આવી વાતું ઝાઝી ન મળે ને આવી વાતું પણ ઝાઝી થાય નહીં, પણ આ વાત સમજવાની છે ને આ વાતમાં ગોપાળ સ્વામીને શંકા થઈ ત્યારે મહારાજ કહે, “એ તો જેને ઉપાસના ન હોય તેની વાત નોખી, પણ આપણે તો ઉપાસના છે ને તેને અર્થે એ કરવું છે માટે કેમ નિરાકાર થઈ જવાશે.”
Believe oneself to be brahmarup. If one does not do this today, then when the body perishes one will have to do so. But as long as the body is believed as the self, how will ego and other faults be overcome? Therefore, do not believe oneself to be this body. That is Shriji Maharaj’s principle. And there are many types of people; explain to them as per their understanding. Consider this at least once a day. Maharaj told Gopal Swami, “For those who do not have an upāsanā, their situation is different. But we have an upāsanā and we want to do this for it. Therefore it is necessary to think of the ātmā.
Āpaṇe brahmarūp mānavu, te āj em nahī thāy to deh paḍashe tyāre thāshe, paṇ deh hu mānashe tyā sudhī mān ādik doṣh kem ṭaḷashe? Māṭe deh mānavu nahī, em Mahārājno siddhānt chhe. Ne bahu prakārnā māṇas chhe temā jem jene fāve em kahevu; paṇ āvī rīte divasmā ek vār to vichār karavo. Ne ā to bahudhā māṇasmā ek jaṇ nātyamā rahe to sau maḷīne ekane vaṭalyo ṭherāve evī vāt chhe, paṇ e vāt mūkavānī nathī. Ne shāstramā to āvī vātu zāzī na maḷe ne āvī vātu paṇ zāzī thāy nahī, paṇ ā vāt samajvānī chhe ne ā vātmā Gopāḷ Swāmīne shankā thaī tyāre Mahārāj kahe, “E to jene upāsanā na hoy tenī vāt nokhī, paṇ āpaṇe to upāsanā chhe ne tene arthe e karavu chhe māṭe kem nirākār thaī javāshe.”