TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૩૪૧ થી ૩૫૦
નિદ્રા આવે તો સૂઈ જવું ને સુરંગ ઉડાડવાની વાત કરી ને કોઈ રીતે શત્રુ જિતાય એમ ન હોય, તો જેમ ટોપીવાળે લડાઈમાં ધોળો દારૂ પાથરીને૧ સામાનું લશ્કર છળથી મારી નાખ્યું, તેમ આપણે છળ કરવો ને મનને જીતવું.
૧. અંગ્રેજો ગંધક ને સુરોખાર મિશ્ર કરી પૃથ્વી પર પાથરે. તેના પર શત્રુસેના આવે કે અગ્નિ ચાંપે. ગંધક તરત સળગી ઊઠવાથી સેનાનો નાશ થાય.
If there is no way the enemy in the form of the inner faculties can be defeated, then do as the British – in war they first spread white gunpowder and by trickery killed the opposing army (by igniting the gun powder when the opposing army came to the battlefield). Similarly, use trickery to win over the mind and internal enemies.
Nidrā āve to sūī javu ne surang uḍāḍvānī vāt karī ne koī rīte shatru jitāy em na hoy, to jem Ṭopīvāḷe laḍāīmā dhoḷo dārū pātharīne1 sāmānu lashkar chhaḷthī mārī nākhyu, tem āpaṇe chhaḷ karavo ne manne jītavu.
1. Angrejo gandhak ne surokhār mishra karī pṛuthvī par pāthare. Tenā par shatrusenā āve ke agni chāmpe. Gandhak tarat saḷagī ūṭhvāthī senāno nāsh thāy.
અનેક પ્રકારના પાપી જીવ છે, તેને સમજાવવા એ જ ભગવાનનો પ્રતાપ છે.
There are many types of sinful jivas and only God has the power to explain to them the path of moksha.
Anek prakārnā pāpī jīv chhe, tene samajāvavā e ja Bhagwānno pratāp chhe.
મધ્યનું અઠ્ઠાવીસમું વચનામૃત વંચાવી વાત કરી જે, “જીવમાં ભૂલ્ય આવે પણ અનેક જુક્તિથી તેને ભગવાનના માર્ગમાં રાખવો, પણ પાડી નાખવો નહીં, એ જ મોટાની મોટાઈ છે. ને આ વચનામૃતમાં મહારાજે પોતાનો સ્વભાવ કહ્યો છે તેનો ભાવ પણ આવો છે.” એવી ઘણી જ મહિમાની વાતું કરી.
After having Vachanamrut Gadhada II-28 read, Swami said, “A jiva may make mistakes, but by any means, to keep it on the path of God and not allow it to fall is the greatness of the great Sadhu.
Madhyanu Aṭhṭhāvīsmu Vachanāmṛut vanchāvī vāt karī je, “Jīvmā bhūlya āve paṇ anek juktithī tene Bhagwānnā mārgamā rākhavo, paṇ pāḍī nākhavo nahī, e ja Moṭānī moṭāī chhe. Ne ā Vachanāmṛutmā Mahārāje potāno swabhāv kahyo chhe teno bhāv paṇ āvo chhe.” Evī ghaṇī ja mahimānī vātu karī.
ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે.
There is worth only in the service of God and his devotees.
Bhagwān ne Bhagwānnā bhaktanī sevā e bemā ja māl chhe.
મુમુક્ષુ જીવને જ્ઞાન પણ થાય ને હેત પણ થાય ખરું, પણ સત્સંગમાં કુસંગ છે તે એનું ભૂંડું કરી નાખે છે, માટે તે ઓળખવો.
An aspirant may develop both spiritual knowledge and affection for the Satpurush. But bad company in satsang spoils it. Therefore, recognize it and stay away from it.
Mumukṣhu jīvne gnān paṇ thāy ne het paṇ thāy kharu, paṇ satsangmā kusang chhe te enu bhūnḍu karī nākhe chhe, māṭe te oḷakhavo.
બળદિયાને તંતીમાં૧ બાંધે છે તેમ જીવમાત્રને તંતીમાં બાંધી લીધા છે, તે કોઈ ક્રિયા થાય જ નહીં ને છુટાય નહીં, ને તેમાંથી છૂટ્યાનો ઉપાય તો પ્રગટ ભગવાન ને તેના સંગી એ બે જ છે.
૧. તાંત, ચામડાની દોરી; આ તંતીથી જે વસ્તુ બાંધવામાં આવે તે છૂટી ન શકે. બળદને તંતીથી બાંધી ખેડૂત તેને પૂંઠે થાપો મારે એટલે બળદ માને કે પોતે બંધાઈ ગયો. આમ થોડા અભ્યાસ પછી બાંધનાર તેને બાંધે નહીં પણ ખાલી થાપો મારે તોય બળદ સમજે કે હું બંધાઈ ગયો. છોડતી વેળાએ પણ ખાલી થાપટ જ મારવાની!
Just as an ox is bound to a rope,1 all jivas are tied to māyā so that they can neither work for moksha nor break free. The only two means of breaking free from this bondage are manifest God and his associate, the holy Sadhu.
1. It is the usual practice to strap a load on the back of an ox and slap its back to make it move. The ox is conditioned to move whenever someone slaps its back even when there is no load.
Baḷadiyāne tantīmā1 bāndhe chhe tem jīvmātrane tantīmā bāndhī līdhā chhe, te koī kriyā thāy ja nahī ne chhuṭāy nahī, ne temāthī chhūṭyāno upāy to pragaṭ Bhagwān ne tenā sangī e be ja chhe.
1. Tānt, chāmaḍānī dorī; ā tantīthī je vastu bāndhavāmā āve te chhūṭī na shake. Baḷadne tantīthī bāndhī kheḍūt tene pūṭhe thāpo māre eṭale baḷad māne ke pote bandhāī gayo. Ām thoḍā abhyās pachhī bāndhanār tene bāndhe nahī paṇ khālī thāpo māre toy baḷad samaje ke hu bandhāī gayo. Chhoḍatī veḷāe paṇ khālī thāpaṭ ja māravānī!
જૂનાગઢમાં જેટલા છે તેટલાને ફેરવી કૂટીને, ગમે તેમ કરીને પણ, પાંસરા૧ કરીને પાર મૂકવા છે તો તમારે તો શી ફકર છે, કેટલા દિવસ જીવવું છે?
૧. સીધા, શુદ્ધ.
However many people there are in Junagadh, I want to, in anyway possible, make them pure and put them beyond māyā. So what worry do you have? How many days do you want to live?
Jūnāgaḍhmā jeṭalā chhe teṭalāne feravī kūṭīne, game tem karīne paṇ, pāsarā1 karīne pār mūkavā chhe to tamāre to shī fakar chhe, keṭalā divas jīvavu chhe?
1. Sīdhā, shuddha.
સુખી થાવાના પ્રકાર: એક તો કોઈ રીતે કરીને ભગવાનમાં જોડાયા હોય તથા સંતમાં જોડાયા હોય તથા આત્મજ્ઞાને કરીને ઇન્દ્રિયું નિયમમાં કરી હોય તથા ભગવાનના નિશ્ચે સહિત વૈરાગ્ય હોય તથા સન્નિવર્તિવાળા૧ જીવ હોય; એ પાંચ પ્રકારથી સુખી રહેવાય. માટે પોતાનું તળ૨ તપાસી જોવું જે, એમાંથી મારે કયું અંગ છે, તે વિચારી સુખી રહેવું.
૧. અંતર્દૃષ્ટિવાળા.
૨. ભૂમિકા, સ્થિતિ.
Happiness results when one attaches to God and his holy Sadhu by any means; one attains knowledge of the ātmā; the senses observe the moral and spiritual disciplines; one has firm conviction in the form of God together with detachment; and the jiva introspects – by these five ways one can remain happy. Therefore, everyone should examine one’s own position and think, “To which of these (five) am I inclined?” and remain happy.
Sukhī thāvānā prakār: ek to koī rīte karīne Bhagwānmā joḍāyā hoy tathā Santmā joḍāyā hoy tathā ātmagnāne karīne indriyu niyammā karī hoy tathā Bhagwānnā nishche sahit vairāgya hoy tathā sannivartivāḷā1 jīv hoy; e pānch prakārthī sukhī rahevāy. Māṭe potānu taḷ2 tapāsī jovu je, emāthī māre kayu ang chhe, te vichārī sukhī rahevu.
1. Antardraṣhṭivāḷā.
2. Bhūmikā, sthiti.
ભગવાનના અક્ષરધામ સામી જે દૃષ્ટિ એ અલૌકિક દૃષ્ટિ છે, ને પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દૃષ્ટિ છે. તેમાં ભગવાનનો નિશ્ચય એ ખરેખરી અલૌકિક દૃષ્ટિ છે.
To look at the Akshardham of God is a heavenly vision and to observe the work of Prakruti is an earthly vision. In this resolute faith in God lies the divine vision.
Bhagwānnā Akṣhardhām sāmī je draṣhṭi e alaukik draṣhṭi chhe, ne prakṛutinu kārya e laukik draṣhṭi chhe. Temā Bhagwānno nishchay e kharekharī alaukik draṣhṭi chhe.
સંતમાં જોડાણો હોય તેનું એ લક્ષણ છે જે, તેની અનુવૃત્તિમાં રાજી રહે ને તે કહે તેટલું જ કામ કરે પણ જાસ્તી૧ કરે નહીં ને એવાની ફકર તો સંતને રહે. પછી તેની તે પાંચ દિવસે, મહિને, બે મહિને કે ચાર મહિને ખબર રાખ્યા કરે, ને ખબર ન રાખે તો બગડી જાય માટે ખબર રાખે; ને તમોગુણીને તો કંઈ સૂઝે નહીં, માટે તેને મોકળો મેલીએ તો ઠીક પડે ને મરોડીએ તો મૂંઝાય.
૧. વધારે.
The characteristic of one who has attached to the Sadhu is that he remains happy in obeying the Sadhu intuitively. And he does only that work which the Sadhu tells him to do and nothing more. The Sadhu remains concerned for him and regularly enquires about him after five days, one month, two months or four months. And if the Sadhu did not look after him, he would be spoilt, therefore he looks after him. But one who is of a lazy and arrogant nature is not able to think of anything, therefore, it is better to let him loose. Since if he is forced, he would become depressed.
Santmā joḍāṇo hoy tenu e lakṣhaṇ chhe je, tenī anuvṛuttimā rājī rahe ne te kahe teṭalu ja kām kare paṇ jāstī1 kare nahī ne evānī fakar to Santne rahe. Pachhī tenī te pānch divase, mahine, be mahine ke chār mahine khabar rākhyā kare, ne khabar na rākhe to bagaḍī jāy māṭe khabar rākhe; ne tamoguṇīne to kaī sūze nahī, māṭe tene mokaḷo melīe to ṭhīk paḍe ne maroḍīe to mūnzāy.
1. Vadhāre.