TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૩૩૧ થી ૩૪૦
“સાધુ સાચા છે તેમાં અસાધુની બુદ્ધિ રહે તે વિપરીત ભાવના છે. આ વાત અટપટી છે. તે સાધુને બીજા સાધુની જોડે મેળવ્યાથી ઓળખાય.” તે ઉપર મુનિબાવાનાં દૃષ્ટાંત૧ દઈ ઘણીક વાત કરી.
૧. સુરતના આ વેદાંતી સંન્યાસી પાસે બ્રહ્માનંદ સ્વામી સંસ્કૃત ભણેલા. શ્રીજીમહારાજનો મહિમા કહી મુનિબાવાને તેઓ ગઢડા લાવ્યા. મહારાજમાં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન થયાં. તેઓ સુરત ન જતાં ગઢડા જ રોકાઈ ગયા ને મહારાજ પાસે દીક્ષા લઈ ત્યાગી થઈ ગયા. સંન્યાસીના પાશ લાગ્યા હોઈ તેઓ છાને-છપને હોકો પી લેતા. વળી, ઘેલામાં સ્નાન કરી ધ્યાન કરવા જાય છે તેવું જણાવતા, પણ હકીકતે કુસ્તી કરવા જતા. કોઈને દૂરથી આવતું જુએ તો તરત પદ્માસનમાં ધ્યાનમાં બેસી જતા. મુનિબાવાએ વચનામૃત પંચાળા ૩ અને પંચાળા ૪માં પ્રશ્નો પૂછ્યા છે.
“Believing that the genuine Sadhu is like other false sadhus is an ill-disposed feeling. This truth is complicated. One can understand by comparing the [genuine] Sadhu with other sadhus.” Then, Swami gave the example of Munibawa1 and talked at length.
1. Munibawa was a Vedanti sannyāsi from Surat. Brahmanand Swami learned Sanskrit from him. Swami gradually told him the greatness of Shriji Maharaj and brought him to Gadhada for Maharaj’s darshan. He had the darshan of Krishna in Maharaj. He did not return to Surat; instead, he stayed in Gadhada and became a sadhu. Because of his sannyāsi habits, he would secretly smoke the hookah. Sometimes, he would say he is going for a bath in the Ghela River, but he actually went to wrestle. If someone spotted him from far, he would sit down cross-legged and pretend to meditate. Munibawa has asked Maharaj questions in Vachanamrut Panchala 3 and Panchala 4.
Sādhu sāchā chhe temā asādhunī buddhi rahe te viparīt bhāvanā chhe. Ā vāt aṭpaṭī chhe. Te Sādhune bījā sādhunī joḍe meḷavyāthī oḷakhāy. Te upar Munibāvānā draṣhṭānt1 daī ghaṇīk vāt karī.
1. Suratnā ā Vedāntī sanyāsī pāse Brahmānand Swāmī Sanskṛut bhaṇelā. Shrījī Mahārājno mahimā kahī Munibāvāne teo Gaḍhaḍā lāvyā. Mahārājmā temane Shrī Kṛuṣhṇanā darshan thayā. Teo Surat na jatā Gaḍhaḍā ja rokāī gayā ne Mahārāj pāse dīkṣhā laī tyāgī thaī gayā. Sanyāsīnā pāsh lāgyā hoī teo chhāne-chhapne hoko pī letā. Vaḷī, Ghelāmā snān karī dhyān karavā jāy chhe tevu jaṇāvatā, paṇ hakīkate kustī karavā jatā. Koīne dūrthī āvatu jue to tarat padmāsanmā dhyānmā besī jatā.
છેલ્લા પ્રકરણનું તેત્રીસમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “એવા મોટા છે પણ વિષયના જોગમાં સારું રહેવાય છે તે મોટાની દૃષ્ટિ છે.”
Swami had Vachanamrut Gadhada III-33 read and said, “The devotees are great (as mentioned in the Vachanamrut), but the reason they do not succumb to the temptation of enticing vishays when they come into contact with them is the protective vision of the Mota [Purush].”
Chhellā Prakaraṇnu Tetrīsmu Vachanāmṛut vanchāvīne vāt karī je, “Evā moṭā chhe paṇ viṣhaynā jogmā sāru rahevāy chhe te Moṭānī draṣhṭi chhe.”
કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દેવું. એનામાં અનંત કળાઉં છે. તે ઉપર બળિ તથા વૃંદાને છળ્યાની વાત કરી.૧
૧. બળીને છળ્યો: વિષ્ણુએ વામનરૂપ ધરી બળિ પાસે ત્રણ પગલાં જમીન માંગી. બળિએ એ આપવા સંકલ્પ કર્યો કે પોતે વિરાટ બની ગયા ને બે પગલામાં ત્રણે લોક માપી લીધા. ત્રીજું પગલું બળિને માથે મૂક્યું ને તેને સુતળમાં મોકલી દીધો.
વૃંદાને છળી: વૃંદા વિષ્ણુની ભક્ત સતી હતી. તેનો પતિ જાલંધર અસુર હતો. વિષ્ણુને તેનો નાશ કરવો હતો. આથી જાલંધરનું રૂપ લઈ વૃંદાનું સતીત્વ ચુકાવ્યું ને જાલંધરને કપટથી માર્યો.
If any worry for any matter arises within, then place it on the head of God. He has countless skills. On this he talked about how God tricked King Bali and Vrunda1 by employing his skill.
1. Tricking of Bali: Lord Vishnu in the form of Vaman (a dwarf) asked for three steps of land. When King Bali granted it, Vaman grew enormously in size and with his first two steps covered the heavens and the nether worlds. Then he placed the third step on Bali’s head, sending him to Patal (the nether world). Tricking of Vrunda: Vrunda was a faithful devotee of Vishnu. Her husband, Jalandhar, was a demon, whom Vishnu wanted to destroy. Therefore, Vishnu assumed Jalandhar’s form and tricked Vrunda into breaking her fidelity and killed Jalandhar by trickery.
Koī vātnī antarmā chintā thāy to Bhagwānne māthe nākhī devu. Enāmā anant kaḷāu chhe. Te upar Baḷi tathā Vṛundāne chhaḷyānī vāt karī.1
1. Baḷīne chhaḷyo: Viṣhṇue Vāmanrūp dharī baḷi pāse traṇ pagalā jamīn māngī. Baḷie e āpavā sankalp karyo ke pote Virāṭ banī gayā ne be pagalāmā traṇe lok māpī līdhā. Trīju pagalu Baḷine māthe mūkyu ne tene Sutaḷmā mokalī dīdho.
Vṛundāne chhaḷī: Vṛundā Viṣhṇunī bhakta satī hatī. Teno pati Jālandhar asur hato. Viṣhṇune teno nāsh karavo hato. Āthī Jālandharnu rūp laī Vṛundānu satītva chukāvyu ne Jālandharne kapaṭthī māryo.
અમદાવાદની લંઘીએ૧ બધા શહેરનો ઇજારો રાખ્યો. તે કૂટી કૂટીને ખાવા પણ નવરી ન થઈ ને ભૂખી ને ભૂખી મરી ગઈ. તેમ આપણે બધાનો ઇજારો રાખવો નહીં.
૧. મૂઆ પાછળ કુટાવનારી, છાજિયાં લેવડાવનારી સ્ત્રી.
A langhi of Amdavad had a contract for every town. In grieving after the dead, she could not free herself and died hungry. Similarly, we should not have contracts with too many people.1
1. A langhi is a woman who beats her chest while repeating the name of the person who has died as a means of grieving. According to Brahmaswarup Yogiji Maharaj’s folk tales, one such woman lived in Amdavad. She would grieve in this manner for money after anyone who died in Amdavad. Once, a plague struck Amdavad and many people died. She could not free herself to eat and died beating her chest after the dead. The moral of this story is that one should not get too involved in other peoples’ business; otherwise, they will not let us worship God freely.
Amdāvādnī langhīe1 badhā shaherno ijāro rākhyo. Te kūṭī kūṭīne khāvā paṇ navarī na thaī ne bhūkhī ne bhūkhī marī gaī. Tem āpaṇe badhāno ijāro rākhavo nahī.
1. Mūā pāchhaḷ kuṭāvnārī, chhājiyā levaḍāvnārī strī.
ગોંડળના હરિજને કહ્યું જે, “શાં પાપ કર્યાં હશે તે મહારાજનાં દર્શન ન થયાં?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “પુણ્ય કર્યાં હશે તે આજ આ દર્શન થયાં; નહીં તો ઘણાં પાપ કરત. ભોજને છાદને ચિંતા વૃથા કુર્વન્તિ વૈષ્ણવાઃ૧ આપણે તો માળા ફેરવવી, રોટલા તો ભગવાન દેશે ને કેટલાકને દીધા છે પણ ખબર નથી ને કેટલાકને દે છે.”
૧. જેઓ વૈષ્ણવ - ભગવાનના ભક્ત છે તેઓ ભોજન અને વસ્ત્રની ચિંતા વૃથા (ખોટી) કરે છે, કારણ કે જે વિશ્વંભર - જીવપ્રાણીઓનું પોષણ કરનાર - ભગવાન છે તે પોતાના જ શરણે આવનારની ઉપેક્ષા કરશે શું?
A devotee of Gondal said, “What sins have I committed that I did not have the darshan of Maharaj?” Then Swami said, “You must have performed holy deeds that today you have this darshan. Otherwise you would have committed many sins.”
‘Bhojane chhādane chintā vruthā kurvanti vaishnavāhā.’1 We should tell the rosary. God will give us food and has given it to many, but we do not know. And he is still giving to many.
1. Devotees unnecessarily worry about food and shelter.
Gonḍaḷnā harijane kahyu je, “Shā pāp karyā hashe te Mahārājnā darshan na thayā?” Tyāre Swāmīe kahyu je, “Puṇya karyā hashe te āj ā darshan thayā; nahī to ghaṇā pāp karat. Bhojane chhādane chintā vṛuthā kurvanti Vaiṣhṇavāh1 āpaṇe to māḷā feravavī, roṭalā to Bhagwān deshe ne keṭlākne dīdhā chhe paṇ khabar nathī ne keṭlākne de chhe.”
1. Jeo Vaiṣhṇav - Bhagwānnā bhakta chhe teo bhojan ane vastranī chintā vṛuthā (khoṭī) kare chhe, kāraṇ ke je vishvambhar - jīvprāṇīonu poṣhaṇ karanār - Bhagwān chhe te potānā ja sharaṇe āvanārnī upekṣhā karashe shu?
ઝેરના લાડવા ખાતાં સારા લાગે પણ ઘડીક પછી ગળું ઝલાય, તેમ આ વે’વાર છે.
Poisoned lāddus taste good when eaten, but after a while the throat burns. Worldly activities are like this.
Zernā lāḍavā khātā sārā lāge paṇ ghaḍīk pachhī gaḷu zalāy, tem ā ve’vār chhe.
મરનારાને શીદ રડો છો, રડનારાં નથી રહેવાનાં;
તોપને મોઢે તુંબડાં, તે સર્વે ઊડી જાવાનાં.
Marnārāne shīd raḍo chho, raḍnārā nathī rahevānā;
Topne moḍhe tumbaḍā, te sarve ūḍī jāvānā.
Why cry for the deceased? Even the ones who cry will not remain. Like gourds in front of a cannon, our body will not remain.
Marnārāne shīd raḍo chho, raḍnārā nathī rahevānā;
Topne moḍhe tumbaḍā, te sarve ūḍī jāvānā.
ગૃહસ્થ છે તે તો આત્માનું જ્ઞાન જાણે નહીં, માટે જેને ભગવાનને વિષે તથા મોટા સાધુ સાથે હેત છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે ઉપર મધ્ય પ્રકરણનું નવમું તથા વરતાલનું અગિયારમું વચનામૃત વિચારવાં. એ બેનો એક ભાવ છે.
Swāmi said, “One who has affection for God and his great Sadhu has nothing left to do. Based on this, contemplate on Vachanāmruts Gadhadā II-9 and Vartāl 11. They both convey the same message.”
Gṛuhasth chhe te to ātmānu gnān jāṇe nahī, māṭe jene Bhagwānne viṣhe tathā Moṭā Sādhu sāthe het chhe tene kāī karavu rahyu nathī. Te upar Madhya Prakaraṇnu Navmu tathā Vartālnu Agiyārmu Vachanāmṛut vichārvā. E beno ek bhāv chhe.
કોટિ કોટિ સાધન કરે પણ આમ વાર્તા કરવી તેની બરાબર થાય નહીં ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં.
Tens of millions of endeavours may be undertaken but they cannot match the power of these discourses. And others would not be able to deliver such discourses amid all these activities.
Koṭi koṭi sādhan kare paṇ ām vārtā karavī tenī barābar thāy nahī ne bījāthī to āṭalī pravṛuttimā vātu thāy nahī.
મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે. માટે સો વખત વાંચીને સમજે તો ફરી ભુલાય નહીં, ને મહારાજ છતાં હેત બહુ હતું ને હમણાં જ્ઞાન અધિક છે, ને ઘણાક સંસ્કારી જીવ આવ્યા છે, માટે સાધુમાં હેત તરત થઈ જાય છે.
One understands the mahimā of God, then forgets. Therefore, if one solidifies their understanding after reading 100 times, then one will not forget again. When Maharaj was present, love was predominantly greater. Now, gnān is predominantly greater. Many jivas with great merits of past births have come today, so they easily develop love for the Sadhu.
Mahimā samajāy chhe ne farī bhūlī javāy chhe. Māṭe so vakhat vānchīne samaje to farī bhulāy nahī, ne Mahārāj chhatā het bahu hatu ne hamaṇā gnān adhik chhe, ne ghaṇāk sanskārī jīv āvyā chhe, māṭe Sādhumā het tarat thaī jāy chhe.