share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૩૧ થી ૪૦

પંચ મહાપાપનો કરનારો હોય તેનું પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં કહ્યું નથી તો પણ આ સભાનાં દર્શન કરે તો તેનાં પાપ ટળી જાય; કેમ જે, આ સભામાં ભગવાન છે, સાધુ છે, સર્વે છે.

પ્રાપ્તિનો મહિમા (32.25) / (૫/૩૧)

The scriptures do not prescribe atonement for one who commits the five grave sins. Still, if he has darshan of this assembly his sins are washed away, since in this assembly are God, Sadhu and everyone.

Glory of Attainment (32.25) / (5/31)

Panch mahāpāpno karanāro hoy tenu prāyashchitta shāstramā kahyu nathī to paṇ ā sabhānā darshan kare to tenā pāp ṭaḷī jāy; kem je, ā sabhāmā Bhagwān chhe, Sādhu chhe, sarve chhe.

Glory of Attainment (32.25) / (5/31)

પુરુષોત્તમ ભેળા અક્ષર મૂર્તિમાન આવ્યા છે પણ ઓળખાતા નથી. ને આ સભામાં કહીએ તો મનાય નહિ. માટે મોઢે કહેવાની રીત નથી ને તેના ભક્તના કહેવાથી નિશ્ચય થાય છે.

અક્ષરબ્રહ્મ (35.2) / (૫/૩૨)

With Purushottam, Akshar himself has come, but he has not been recognized. And in this assembly, if I declare who this (Akshar) is, it will not be believed. Therefore, to say openly is not the proper method. And when his (Akshar’s) devotees state that he is Akshar then one is convinced.

Aksharbrahman (35.2) / (5/32)

Puruṣhottam bheḷā Akṣhar mūrtimān āvyā chhe paṇ oḷakhātā nathī. Ne ā sabhāmā kahīe to manāy nahi. Māṭe moḍhe kahevānī rīt nathī ne tenā bhaktanā kahevāthī nishchay thāy chhe.

Aksharbrahman (35.2) / (5/32)

સંવત ૧૯૨૧ના જેઠ સુદ ૧૧ ભીમ અગિયારસને સોમવારે બપોર નમતે કોઠારમાં હરિશંકરભાઈને વાત કરી જે, “આજ સવારની સભામાં બહુ સારી વાર્તા થઈ. તે શાથી જે, ભગવાન આવ્યા હતા, ને હમણાં કોઈને સમજાતું નહિ હોય તો આગળ સમજાશે. ને ઈંતડી આંચળે રહે છે તો પણ લોહી પામે છે ને વાછડું છેટું રહે છે તો પણ દૂધ પામે છે. યોગેશ્વરદાસજી તથા મહાપુરુષદાસજી મોટા સાધુ છે ને સાંખ્યજ્ઞાનમાં કુશળ છે ને મારા જેવો સાધુ નથી એમ સમજે છે, હરિભક્ત તમામને મારા સ્વરૂપનો નિશ્ચય છે, સાધુમાં કોઈને નહિ સમજાતું હોય.” શુકમુનિ તથા હરિદાસજી વગેરે સાધુની વાત કરી.

(૫/૩૩)

Monday afternoon of Jeth sud 11 of Samvat 1921 (the day of Bhim Ekadashi), Swami said to Harishankarbhai in the storage quarter, “The talks in the morning discourse were really great. Why is that? Because God came. And if someone does not understand today, they will understand in the future. A tick lives on the cow’s udders, yet it only tastes the blood; whereas, a calf is not so close, yet it gets the cow’s tasty milk.1 Yogeshwardasji and Mahapurushdasji are both great sadhus and they are complete in their understanding of sānkhya-gnān. Also, they believe there is no other sadhu equal to me. All of the devotees have conviction of my form, while some sadhus may not.” Then, Swami spoke about Shukmuni, Haridasji, and other sadhus.

(5/33)

1. Example: a tick lives on the cow’s udders but it can only taste the blood of the cow. A calf, on the other hand, does not remain so close, yet it drinks the cow’s milk. Moral: even if some remain close to the Satpurush physically, if they do not understand his form thoroughly, they do not experience the bliss that those who understand his form completely experience, despite not being close physically.

Samvat 1921nā Jeṭh Sud 11 Bhīm Agiyārasne Somvāre bapor namate koṭhārmā Harishankarbhāīne vāt karī je, “Āj savārnī sabhāmā bahu sārī vārtā thaī. Te shāthī je, Bhagwān āvyā hatā, ne hamaṇā koīne samajātu nahi hoy to āgaḷ samajāshe. Ne ītaḍī ānchaḷe rahe chhe to paṇ lohī pāme chhe ne vāchhaḍu chheṭu rahe chhe to paṇ dūdh pāme chhe. Yogeshvardāsjī tathā Mahāpuruṣhdāsjī moṭā sādhu chhe ne sānkhyagnānmā kushaḷ chhe ne mārā jevo sādhu nathī em samaje chhe, haribhakta tamāmne mārā swarūpno nishchay chhe, sādhumā koīne nahi samajātu hoy.” Shukmuni tathā Haridāsjī vagere sādhunī vāt karī.

(5/33)

“મારે તો જીવને ભગવાન વિના બીજે જોડવા નથી ને તમને પ્રવૃત્તિમાંથી છોડાવીને સુખે ભજન કરાવીશ,” એ વગેરે ઘણી તરેહની વાતો કરી. આ તો દિશમાત્ર લખી છે. હરિશંકરભાઈએ પૂછ્યું જે, “તમે તો અંતરજામી છો તેથી તમારી આગળ પ્રાર્થના કરવી ઘટતી નથી.” ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, “અંતરજામી આગળ પણ પૂછવાનું હોય તે પૂછવું,” ને કહ્યું કે, “તમારે આંહીં પણ ભગવાનના ધામના જેવું સુખ માનવું ને તમારે પૂર્વનો સંસ્કાર બળિયો છે માટે ભજન કર્યા કરવું ને વરતાલમાં બધાં માણસ મારામાં તણાઈ ગયાં ને કેટલાકે ધોતિયાં ઓઢાડ્યાં ને હું તો મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યો,” એમ પોતાના સામર્થ્યની વાત કરી.

(૫/૩૪)

“I want to attach the jivas to God only and nowhere else. And I want to free all of you from pravrutti so you can worship God happily.” Swami spoke many such similar words, of which only few words have been captured here. Then, Harishankarbhai asked, “You are omniscient, therefore it is not necessary to pray to you.” Swami replied, “One should ask what they need to even to one who is omniscient.” Then, Swami continued, “You should believe that happiness here is equal to the happiness of Akshardham. You have great merits of your past births, so continue worshiping God. In Vartal, many people were drawn toward me. Many offered me dhotiyās, but I simply remained fixed on Maharaj’s murti.” Swami spoke about his power in this way.

(5/34)

“Māre to jīvne Bhagwān vinā bīje joḍavā nathī ne tamane pravṛuttimāthī chhoḍāvīne sukhe bhajan karāvīsh,” e vagere ghaṇī tarehnī vāto karī. Ā to dishmātra lakhī chhe. Harishankarbhāīe pūchhyu je, “Tame to antarjāmī chho tethī tamārī āgaḷ prārthanā karavī ghaṭatī nathī.” Tyāre Swāmīe uttar karyo je, “Antarjāmī āgaḷ paṇ pūchhavānu hoy te pūchhavu ne kahyu ke tamāre āhī paṇ Bhagwānnā dhāmnā jevu sukh mānavu ne tamāre pūrvano sanskār baḷiyo chhe māṭe bhajan karyā karavu ne Vartālmā badhā māṇas mārāmā taṇāī gayā ne keṭlāke dhotiyā oḍhāḍyā ne hu to Mahārājnī mūrti sāmu joī rahyo,” em potānā sāmarthyanī vāt karī.

(5/34)

આ જીવ બધાય સારા છે, પણ અખંડ ચિંતવન નથી થાતું તેનું કારણ એ છે જે, અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય.

સાધન (50.20) / (૫/૩૫)

All jivas are good, but continuous focus on God does not remain because it has not been practiced. But with practice it is possible.

Spiritual Endeavours (50.20) / (5/35)

Ā jīv badhāy sārā chhe, paṇ akhanḍ chintavan nathī thātu tenu kāraṇ e chhe je, abhyās karyo nathī, paṇ abhyāse thāy.

Spiritual Endeavours (50.20) / (5/35)

અંતર્યામી આગળ મનને ચોરે તે મૂરખ કહેવાય. સત્પુરુષને સેવવા તેનો અર્થ કર્યો જે, હાથ જોડવા ને અનુવૃત્તિ ને મહિમા સમજવો તેને કાંઈ કસર રહે નહિ.

સાધન (16.18) / (૫/૩૬)

One who tries to hide his thoughts from the (omniscient) indweller is a fool. Swami explained what is meant by serving the Satpurush, “No deficiencies remain (in one) who folds his hands and understands his inner wishes and glory.”

Spiritual Endeavours (16.18) / (5/36)

Antaryāmī āgaḷ manne chore te mūrakh kahevāy. Satpuruṣhne sevavā teno arth karyo je, hāth joḍavā ne anuvṛutti ne mahimā samajvo tene kāī kasar rahe nahi.

Spiritual Endeavours (16.18) / (5/36)

ગોંડલમાં હરિશંકરભાઈએ પૂછ્યું તેનો ઉત્તર કર્યો જે, “તમારે ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી તથા હાલ જે મોટા સાધુ છે તેની સાથે હેત છે; માટે ભજન કર્યા કરવું. પ્રશ્ન પૂછવાની જરૂર નથી.”

(૫/૩૭)

In Gondal, in response to Harishankarbhai’s question, Swami said, “You have love toward Gopaland Swami, Krupanand Swami, and the Great Sadhu present today (referring to himself). Therefore, continue worshiping God. There is no need to ask questions.”

(5/37)

Gonḍalmā Harishankarbhāīe pūchhyu teno uttar karyo je, tamāre Gopāḷānand Swāmī, Kṛupānand Swāmī tathā hāl je Moṭā Sādhu chhe tenī sāthe het chhe; māṭe bhajan karyā karavu. Prashna pūchhavānī jarūr nathī.

(5/37)

સર્વે રૂડા ગુણ અભ્યાસથી તથા સંગથી આવે છે પણ ભગવાનની તથા સાધુની નિષ્ઠા તે તો પૂર્વ સંસ્કારથી તથા મોટાના અનુગ્રહથી થાય છે ને જેટલું મોટાના સમાગમમાં રહેવાય તેટલો તેને સંસ્કાર તથા અનુગ્રહ સમજવો ને જેણે જેટલી નિષ્ઠા પ્રવર્તાવી તેટલી તેની મોટાઈ સમજવી.

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.18) / (૫/૩૮)

All good virtues are attained through practice and the company of good people. However, faith in God and his Sadhu is attained due to the favourable impressions of past births and the consequent grace of the great. So, the time for which one is able to stay in the company of the great should be understood as due to one’s past meritorious deeds and his grace. And a person’s greatness should be understood according to the faith in God he has propagated.

Firm Faith in the Divine Form of God (43.18) / (5/38)

Sarve rūḍā guṇ abhyāsthī tathā sangthī āve chhe paṇ Bhagwānnī tathā Sādhunī niṣhṭhā te to pūrva sanskārthī tathā Moṭānā anugrahthī thāy chhe ne jeṭalu Moṭānā samāgammā rahevāy teṭalo tene sanskār tathā anugrah samajavo ne jeṇe jeṭalī niṣhṭhā pravartāvī teṭalī tenī moṭāī samajavī.

Firm Faith in the Divine Form of God (43.18) / (5/38)

પૂર્વનો સંસ્કાર હોય પણ ઊતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય ને સો જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે તો તરત સારો થઈ જાય.

સંગ (4.13) / (૫/૩૯)

If one has performed good deeds in past births, but encounters bad company, then the good impressions are destroyed. And one destined to become good only after a hundred births immediately becomes good, if he attains the good company of a Satpurush.

Company (4.13) / (5/39)

Pūrvano sanskār hoy paṇ ūtarto sang maḷe to sanskār ṭaḷī jāy ne so janme sāro thavāno hoy tene rūḍo sang maḷe to tarat sāro thaī jāy.

Company (4.13) / (5/39)

મોટાએ હરેક તરેહથી સુખ આપ્યું હોય, આગળ ભગવાને આપ્યું હોય ને બહુ મહિમા સમજાણો હોય તો પણ જેને તેને કહેતા ફરવું નહિ ને કોઈને કહેવું હોય તો સોળ આને એક આનો કહેવું.

પ્રકીર્ણ (52.12) / (૫/૪૦)

If the great (sadhus) have given happiness in all respects, and if God has given in the past and one has truly understood the glory of God, still one should not go around telling everyone. And if one wants to tell anyone, then say only a little.

Miscellaneous (52.12) / (5/40)

Moṭāe harek tarehthī sukh āpyu hoy, āgaḷ Bhagwāne āpyu hoy ne bahu mahimā samajāṇo hoy to paṇ jene tene kahetā faravu nahi ne koīne kahevu hoy to soḷ āne ek āno kahevu.

Miscellaneous (52.12) / (5/40)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading