share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૩૦૧ થી ૩૧૦

પ્રહ્‌લાદે દસ હજાર વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જિતાણા નહીં ને નારદને વચને કરીને છ મહિનામાં ભક્તિએ કરીને જીતી લીધા.

(૫/૩૦૧)

Prahlad fought with Narayan for ten thousand years but was not able to defeat him. With Naradji’s advice, he was able to defeat Narayan in six months with devotion.

(5/301)

Prahlāde das hajār varṣha Nārāyaṇ sāthe yuddha karyu paṇ jitāṇā nahī ne Nāradne vachane karīne chha mahināmā bhaktie karīne jītī līdhā.

(5/301)

ભાગવતના પંચમ સ્કંધમાં જડભરતે રહુગણને કહ્યું જે, “તું રાજ્યાદિકની વાત કરે છે પણ તું જ્ઞાની નથી, અહિંસા ને બ્રહ્મચર્ય સહિત ને રાગ-દ્વેષાદિક રહિત એવો ધર્મ, તેને યુક્ત એવો જે વૈદિક માર્ગ, તે પણ અમારા આત્મા-પરમાત્માના જ્ઞાનવાળાને ગણતીમાં નથી, તો તારા રાજ્યભૃત્યાદિક તે અમારા બ્રહ્મવેત્તાની શી ગણતીમાં?”

(૫/૩૦૨)

૧. રાજા અને સેવક આદિ.

In the fifth canto (of the Bhagwat), Jadbharat says to Rahugan, “You speak of ruling a kingdom, but you are not a gnāni. For those like me who possess the knowledge of the ātmā and Paramatma, the path of the Vedas that expound dharma - characterized by ahinsā and brahmacharya and devoid of attachment and malice - does not even come into consideration. So, how can your kingdom and servants come into consideration to those who know Brahman like me?”

(5/302)

Bhāgwatnā Pancham Skandhamā Jaḍbharate Rahugaṇne kahyu je, “Tu rājyādiknī vāt kare chhe paṇ tu gnānī nathī, ahinsā ne brahmacharya sahit ne rāg-dveṣhādik rahit evo dharma, tene yukta evo je Vaidik mārg, te paṇ amārā ātmā-Paramātmānā gnānvāḷāne gaṇatīmā nathī, to tārā rājya-bhṛutyādik1 te amārā brahmavettānī shī gaṇatīmā?”

(5/302)

1. Rājā ane sevak ādi.

છેલ્લા પ્રકરણનું ઓગણચાલીસમું વચનામૃત વંચાવ્યાની આજ્ઞા કરીને બોલ્યા જે, “આ વચનામૃતમાં કહ્યું છે એ વાત પણ એક સમજવાની છે.”

(૫/૩૦૩)

After having Vachanamrut Gadhada III-39 read, Swami said, “The discourse in this Vachanamrut should be understood.”

(5/303)

Chhellā Prakaraṇnu Ogaṇchālīsmu Vachanāmṛut vanchāvyānī āgnā karīne bolyā je, “Ā Vachanāmṛutmā kahyu chhe e vāt paṇ ek samajvānī chhe.”

(5/303)

મધ્ય પ્રકરણનું નવમું વચનામૃત વાંચવાની આજ્ઞા કરીને બોલ્યા જે, “આ વચનામૃતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ જાણશે ને સત્સંગમાંથી નીકળી જાશે તો પણ અક્ષરધામમાં જાશે; ને સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે ને ઊર્ધ્વરેતા હશે, પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણે તો બીજા લોકમાં જાશે.”

સર્વોપરી ભગવાન (42.17) / (૫/૩૦૪)

૧. અષ્ટાંગ બ્રહ્મચારી.

Swami instructed that Vachanamrut Gadhada II-9 be read and then said, “As described in this Vachanamrut, one who knows Maharaj as Purushottam and leaves Satsang will still go to Akshardham. And one who stays in Satsang, observes dharma and is a celibate, but does not know Maharaj as Purushottam, will go to another abode.”

Supreme God (42.17) / (5/304)

Madhya Prakaraṇnu Navmu Vachanāmṛut vānchavānī āgnā karīne bolyā je, “Ā Vachanāmṛutmā kahyu chhe tem Mahārājne Puruṣhottam jāṇashe ne satsangmāthī nīkaḷī jāshe to paṇ Akṣhardhāmmā jāshe; ne satsangmā raheto hashe ne dharma pāḷato hashe ne ūrdhvaretā1 hashe, paṇ Mahārājne Puruṣhottam nahī jāṇe to bījā lokmā jāshe.”

Supreme God (42.17) / (5/304)

1. Aṣhṭāng brahmachārī.

“There is no worth in anything other than the manifest form of God.” Then, Swami has the following verse sung:

Muveku jīvāve asmān chaḍhī jāve,

Pay anna hu na khāve to hu māyāko gulām hai;

Vidyāku bakhāne kachhu manhukī jāne,

Aise nipaṭ sayāne tāko vāsanāme dhām hai;

Sārī sṛuṣhṭiku upajāve sab jīvku nībhāve,

Jag īsh jyu kahāve to hu man pariṇām hai;

Gnān bhakti hin ati urme malin,

Aise mūḍhaku Mukund kahe brahmaku na ṭhām hai;1

(5/305)

1. One may revive the dead, one may climb to the sky, one may not eat or drink anything; yet, he is still a servant of māyā. One whose wisdom may receive praises from people; one may have the power to reveal others’ thoughts; nevertheless, they are a haven of desires. One may be responsible for the creation, one may support all the jivas of the world, one may be called the ishwar of the world; even so, his mind is bound to māyā. Muktanand Swami says of those without gnān and bhakti of God and with impure desires of the world in their heart - they are purely ignorant and they will not reside in Akshardham.

(5/305)

1. Khūb.

2. Shāṇā.

3. Vāsanāmā ja vās chhe.

4. Brahmadhāmmā.

ભગવાનની સ્મૃતિ રાખવી એ સર્વથી અધિક છે. ને ભગવાન તો આપણા જીવમાં બેઠા જ છે તે દેહ મૂકવા સમે દેખાય છે ને સ્મૃતિ રહે તે તો સર્વ સાધનના અંતને પામ્યા. તે ઉપર ભરતજીની વાત કરી.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.22) / (૫/૩૦૬)

To remember God continuously is the best of all. God is seated in our jiva and he is seen at the time of leaving the body. If recollection of God remains, then the highest goal of all endeavours has been attained. In this connection, the story of Bharatji was narrated.

Worship and Meditation of God (25.22) / (5/306)

Bhagwānnī smṛuti rākhavī e sarvathī adhik chhe. Ne Bhagwān to āpaṇā jīvmā beṭhā ja chhe te deh mūkavā same dekhāy chhe ne smṛuti rahe te to sarva sādhannā antne pāmyā. Te upar Bharatjīnī vāt karī.

Worship and Meditation of God (25.22) / (5/306)

શુદ્ધ થાવાને તપ ને અનુવૃત્તિ બે સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે; તે કરતાં આત્મા ને પરમાત્મા બે જ રાખવા છે.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.37) / (૫/૩૦૭)

To become spiritually pure there are two means: austerities and intuitively following the wishes of God. Of them, intuitively following the wishes is better. And better than that is to keep (focus on) only the two – ātmā and Paramātmā.

Atmanishtha-Brahmarup (29.37) / (5/307)

Shuddha thāvāne tap ne anuvṛutti be sādhan chhe. Temā anuvṛutti chhe te adhik chhe; te karatā ātmā ne Paramātmā be ja rākhavā chhe.

Atmanishtha-Brahmarup (29.37) / (5/307)

ગામ મહુવાના હરિભક્ત ડાહ્યાને કહ્યું જે, “ભૂત કાઢવું એમાં સ્વામીનું શું કામ છે? સ્વામિનારાયણને ઘરે ઘણાય ચાકર છે, એક હનુમાનજીની માનતા કરશે એટલે હનુમાનજી જશે; તે મારી મારીને ભુક્કા કાઢી નાખશે.”

(૫/૩૦૮)

Swami said to Dahya of Mahuva, “Why do you need Swami to expel a ghost? Swaminarayan has many servants. If you believe in Hanumanji, he will beat the ghost out.”

(5/308)

Gām Mahuvānā haribhakta Ḍāhyāne kahyu je, “Bhūt kāḍhavu emā Swāmīnu shu kām chhe? Swāminārāyaṇne ghare ghaṇāy chākar chhe, ek Hanumānjīnī mānatā karashe eṭale Hanumānjī jashe; te mārī mārīne bhukkā kāḍhī nākhashe.”

(5/308)

આપણે જ્ઞાન શીખતાં તો આવડે જ નહીં ને વૈરાગ્ય તો છે જ નહીં. માટે હું ભગવાનનો ને એ મારા, એમ માનવું. ને હેત તો પંદર આના સ્ત્રીમાં છે ને એક આનો અમારામાં છે, ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે સમર્થ છે તે કલ્યાણ કરે, એ એની મોટાઈ છે.

ભગવાનનો આશરો (24.19) / (૫/૩૦૯)

We do not have the spiritual knowledge and do not possess detachment. So, believe ‘I am God’s and God is mine.’ And you have maximum attachment for worldly pleasures and minimum attachment for us. But since you have surrendered at his feet and he is capable, he will ensure your moksha. That is his greatness.

Refuge in God (24.19) / (5/309)

Āpaṇe gnān shīkhatā to āvaḍe ja nahī ne vairāgya to chhe ja nahī. Māṭe hu Bhagwānno ne e mārā, em mānavu. Ne het to pandar ānā strīmā chhe ne ek āno amārāmā chhe, ne kalyāṇ to ene sharaṇe gayā eṭale samarth chhe te kalyāṇ kare, e enī moṭāī chhe.

Refuge in God (24.19) / (5/309)

નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. ને તે મૂર્તિ તે શું જે, ભગવાનની કથા, વાર્તા ને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. ને દેહ હોય ત્યાં નિદ્રા, કામ, સ્વાદ, લોભ એ સર્વે દેહ ભેળાં હોય, માટે તેને તો દેહ ભેળાં જ કરી રાખવાં. ને કોઈ વ્યસન રાખે છે, અફીણનું, હોકાનું, સ્વાદ રાખે છે, લોભ રાખે છે, એ સર્વે સુખ જેવાં જણાય છે પણ એ તો દેહને દુઃખ દે એવાં છે.

પંચવિષય-વાસના-વ્યસન (8.32) / (૫/૩૧૦)

When one is free, sit with the murti of God. What is that murti? The murti of God is the spiritual discourses, discussions and meditation of God. Wherever there is a body, there is sleep, desire, taste, greed – since all these accompany the body. So, confine them to the body. Some have addictions to opium, smoking, tasty foods, greed which all appear to give happiness, but they are such that they cause the body misery.

Material Pleasures-Desires-Addictions (8.32) / (5/310)

Navarāsh hoy tyāre Bhagwānnī mūrtine laīne besavu. Ne te mūrti te shu je, Bhagwānnī kathā, vārtā ne dhyān e Bhagwānnī mūrti chhe. Ne deh hoy tyā nidrā, kām, svād, lobh e sarve deh bheḷā hoy, māṭe tene to deh bheḷā ja karī rākhavā. Ne koī vyasan rākhe chhe, afīṇnu, hokānu, svād rākhe chhe, lobh rākhe chhe, e sarve sukh jevā jaṇāy chhe paṇ e to dehne dukh de evā chhe.

Material Pleasures-Desires-Addictions (8.32) / (5/310)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading