share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૨૮૧ થી ૨૯૦

આ સૂર્યને જેમ કોઈની બરાબર કહેવાય નહીં, તેમ આ ભગવાનને પણ કોઈની ઉપમા દેવાય નહીં. ને આગળ અનંત અવતાર થઈ ગયા ને વળી અનંત અવતાર થાશે, તે સર્વે આ ભગવાનનું દીધું કણેથું ખાય છે ને એની આજ્ઞામાં વર્તે છે.

(૫/૨૮૧)

૧. મૂળ શબ્દ ‘કણેતું.’ દર માસે પગાર પેટે મળતા દાણા; અન્ન, વેતન.

Nothing else can be compared with this Sun. In the same way, this Bhagwan (i.e. Bhagwan Swaminarayan) cannot be compared to anyone else. And there have been infinite avatārs in the past and there will be infinite more; they all live off the ‘wages’ earned from this Bhagwan (i.e. Bhagwan Swaminarayan) and they all obey his commands.1

(5/281)

1. This discourse reveals the supremacy of Bhagwan Swaminarayan. Swami makes the distinction between Bhagwan Swaminarayan and the other avatārs and says Bhagwan Swaminarayan is the cause of the other avatārs.

Ā sūryane jem koīnī barābar kahevāy nahī, tem ā Bhagwānne paṇ koīnī upamā devāy nahī. Ne āgaḷ anant avatār thaī gayā ne vaḷī anant avatār thāshe, te sarve ā Bhagwānnu dīdhu kaṇethu1 khāy chhe ne enī āgnāmā varte chhe.

(5/281)

1. Mūḷ shabda ‘kaṇetu.’ Dar māse pagār peṭe maḷatā dāṇā; anna, vetan.

આવો સમો ફરીને નહીં મળે ને ગાદી ઉપર હાથ મૂકી ઇશારત કરી કહ્યું જે, “આ સાધુ ને આ ભગવાન કોઈ દિવસ આવ્યા નથી ને કોઈ દિવસ આવશે પણ નહીં, ને બીજા આવશે.”

(૫/૨૮૨)

“This time will not come again.” Then, signaling with his hand by placing it on his cushion, he said, “This Sadhu and this Bhagwan never came in the past and will never come again. Others will come.”1

(5/282)

1. Swami’s intent in this discourse is that Aksharbrahman and Parabrahman came on this earth for the first time; and henceforth, he will remain manifest on the earth through the Aksharbrahman Satpurush forever. Since they will remain present, there is no question of them coming on this earth again; hence, they will not come again.

Āvo samo farīne nahī maḷe ne gādī upar hāth mūkī ishārat karī kahyu je, “Ā Sādhu ne ā Bhagwān koī divas āvyā nathī ne koī divas āvashe paṇ nahī, ne bījā āvashe.”

(5/282)

પ્રિયવ્રતના દૃષ્ટાંતથી કહ્યું જે, “એ તો ગૃહસ્થાશ્રમમાં હતા ને છોકરાં થયાં પણ ભાગવતાઃ આત્મરામાઃ એવા હતા ને સ્ત્રીને જોગે કરીને છોકરાં થાય; જેમ પેશાબ નીકળે, મળ નીકળે, થૂંક નીકળે, નાવું, ખાવું એ જેમ ક્રિયા થાય છે તેમ જ એ પણ ક્રિયા થાય; પણ તેનું સ્મરણ, ચિંતવન, મનન ન થાય, ને ચિંતવન તો ભગવાનની કથાવાર્તાનું થાય. તે કહ્યું છે જે, પ્રિયવ્રત તો ભગવાનની કથાથી વિરામ ન પામતા હતા, એટલે એ તો સર્વેથી જુદા જ હતા ને એમાં તો માલ એવો છે. જેમ ભવાયાને વિષે સ્ત્રીની ભાવના છે તે અજ્ઞાને કરીને છે, તેમ આ પણ અજ્ઞાને કરીને મનાય છે; પણ ખોટું છે.”

(૫/૨૮૩)

Swami gave the example of Priyavrat and said, “He had children because he was a gruhastha; yet he was known as ‘bhāgwatāhā ātmārāmāhā’. He was such a great devotee; but because he was married, he had children. Just as one urinates, defecates, spits, bathes, eats, and does other such bodily activities, they also do that activity (i.e. conceiving children). However, they do not contemplate on that activity but they contemplate on the discourses of God. It has been said that Priyavrat never tired of listening to God’s discourses. Therefore, he was different from others. Just as one believes a male actor dressed as a woman is a woman because of his ignorance; similarly, one believes all of this (worldly life and its activities) is true because of their ignorance. But it is actually false.”

(5/283)

1. Priyavrat was the son of Swāyambhuv Manu and Shatrupā. By serving Nāradji, he automatically gained the knowledge of Paramātmā. His father wished for him to succeed the throne but he did not want to rule. But Brahmāji commanded him and he ruled the whole earth. Despite treading the path of a gruhastha, he was not bound by it.

Priyavratnā draṣhṭāntthī kahyu je, “E to gṛuhasthāshrammā hatā ne chhokarā thayā paṇ bhāgwatāhā ātmarāmāh evā hatā ne strīne joge karīne chhokarā thāy; jem peshāb nīkaḷe, maḷ nīkaḷe, thūnk nīkaḷe, nāvu, khāvu e jem kriyā thāy chhe tem ja e paṇ kriyā thāy; paṇ tenu smaraṇ, chintavan, manan na thāy, ne chintavan to Bhagwānnī kathā-vārtānu thāy. Te kahyu chhe je, Priyavrat to Bhagwānnī kathāthī virām na pāmatā hatā, eṭale e to sarvethī judā ja hatā ne emā to māl evo chhe. Jem bhavāyāne viṣhe strīnī bhāvanā chhe te agnāne karīne chhe, tem ā paṇ agnāne karīne manāy chhe; paṇ khoṭu chhe.”

(5/283)

શિક્ષાપત્રીમાં સર્વે સંશયનાં નિવારણ લખ્યાં છે. તેથી કોઈને કાંઈ સંશય હોય તો પૂછજો; પણ ‘આનું કેમ હશે કે આનું કેમ હશે?’ એ કાંઈ પૂછવાનું રહ્યું નથી, હવે તો દાણા ખાઈને ભજન કર્યા કરવું. ને શિક્ષાપત્રી પાળશે તેને દેહે કરીને દુઃખ નહીં આવે.

(૫/૨૮૪)

In the Shikshapatri, Maharaj has written the solutions to all problems. Therefore, if anyone has any doubts, then ask. But there is no reason to ask “Why this?” and “Why that?” Now, gather grains, eat, and worship God. Whoever observes the Shikshapatri will not experience misery of the body.

(5/284)

Shikṣhāpatrīmā sarve sanshaynā nivāraṇ lakhyā chhe. Tethī koīne kāī sanshay hoy to pūchhajo; ‘Paṇ ānu kem hashe ke ānu kem hashe?’ e kāī pūchhavānu rahyu nathī, have to dāṇā khāīne bhajan karyā karavu. Ne Shikṣhāpatrī pāḷashe tene dehe karīne dukh nahī āve.

(5/284)

એક સાધુ કપિલદેવ ભગવાનનો અવતાર કહેવાતા, પણ ડોશિયુંને લઈને જાતા રહ્યા; એ તો દૈવની માયાનું બળ એવું જ છે, તે જોગે કરીને એમ જ થાય.

(૫/૨૮૫)

One sadhu was said to be the avatār of Kapildev; however, he left with a woman. This is the strength of God’s māyā. When one comes into contact with māyā, that will happen.

(5/285)

Ek sādhu Kapildev Bhagwānno avatār kahevātā, paṇ ḍoshiyune laīne jātā rahyā; e to daivnī māyānu baḷ evu ja chhe, te joge karīne em ja thāy.

(5/285)

એકલશૃંગીને અજ્ઞાન-ઉપશમ હતું, તેથી વિષયમાં બંધાઈ ગયા પણ તેના બાપ વિભાંડક ઋષિને તો જ્ઞાન હતું ને શ્રાપ દેવા જાતા હતા, ત્યાં રસ્તામાં રાજાએ બહુ સન્માન કરાવ્યું ને ચાકરી કરાવી ને વિષયનો જોગ થયો ને એકલશૃંગીના દીકરાને ખોળામાં બેસાર્યો, તેથી રીસ ઊરતી ગઈ ને વિષયમાં બંધાયા. એ તો દૈવની માયાનું બળ જ એવું છે જે, જોગ થયે કોઈ બંધાયા વિના રહે જ નહીં.

(૫/૨૮૬)

૧. હરણીને વેષે ફરતી સ્ત્રીના સંસર્ગે તપોભંગ થયેલા મુનિ વિભાંડકના એકલશૃંગી પુત્ર થાય. મુનિએ પુત્ર જન્મ થતાં જ જંગલમાં અલાયદી પર્ણકુટી બાંધેલી. જેથી કરીને પુત્રને સ્ત્રી જાતિનું ભાન જ ન થાય. એક વાર અંગદેશના રોમપાદ રાજાના રાજ્યામાં દુષ્કાળ પડ્યો. બ્રાહ્મણોએ એકલશૃંગીને રાજ્યમાં લાવવામાં આવે તો વરસાદ થાય એવું કહ્યું. રાજાએ એક વેશ્યાને તૈયાર કરી. તેના હાવ-ભાવ, સ્વાદિષ્ટ ભોજન, અંગસ્પર્શ વગેરેથી એકલશૃંગી વિહ્‌વળ થયા ને રાજ્યામાં ખેંચાઈ આવ્યા. વૃષ્ટિ થઈ. પછી પણ તેઓ તો રાજ્યમાં પરણીને રહ્યા. ત્રણેક વરસ બાદ વિભાંડક શોધતાં ત્યાં આવ્યા ને શાપ આપવા તૈયાર થયા કે પોતાના બે પુત્રોને પુત્રવધૂએ ખોળામાં રમવા મૂકી દીધા. મુનિનો ક્રોધ ઓસરી ગયો.

Ekalshrungi lacked desires because of his ignorance.1 Therefore, he became bound by the vishays (when he came into contact with them); but his father Vibhāndak Rishi possessed gnān and he was going to curse the king. But the king welcomed him, honored him, and served him on the way. When he came into contact with the vishays and when Ekalshrungi’s child (Vibhāndak’s grandson) was placed on his lap, his anger dissipated. This is the strength of God’s māyā. When one comes into its contact, one will not remain without becoming bound.

(5/286)

1. Vibhāndak Rishi raised his son Ekalshrungi in the forest where there was no chance of encountering women. Hence, he did not know the difference between male and female. Because of his relative ignorance, he was said to be free of desires for vishays. In a nearby kingdom, the lack of rain caused a drought. The brāhmins told the king to bring Ekalshrungi Rishi to make it rain. The king sent a prostitute with delicious foods to seduce him. She seduced Ekalshrungi with her movements and delicious foods. Ekalshrungi was drawn to the king’s kingdom and it rained. He then stayed in that kingdom and married. Three years later, his father came looking for him. Hearing what happened, he became angry at the king and was going to curse him. however, the king had his daughter-in-law put her son (and Vibhāndak’s grandchild) in his lap. His anger dissipated. Therefore, Swami makes the contrast between Ekalshrungi and his father here. Ekalshrungi did not have desires because he did not know the distinction between male and female. Once he came into contact with vishays, his desires sprouted. However, his father had gnān; yet when encountering his own grandchild, he succumbed to the vishays.

Ekalshṛungīne agnān-upasham hatu,1 tethī viṣhaymā bandhāī gayā paṇ tenā bāp Vibhānḍak hruṣhine to gnān hatu ne shrāp devā jātā hatā, tyā rastāmā rājāe bahu sanmān karāvyu ne chākarī karāvī ne viṣhayno jog thayo ne Ekalshṛungīnā dīkarāne khoḷāmā besāryo, tethī rīs ūratī gaī ne viṣhaymā bandhāyā. E to daivnī māyānu baḷ ja evu chhe je, jog thaye koī bandhāyā vinā rahe ja nahī.

(5/286)

1. Haraṇīne veṣhe faratī strīnā sansarge tapobhang thayelā muni Vibhānḍaknā Ekalshṛungī putra thāy. Munie putra janma thatā ja jangalmā alāyadī parṇakuṭī bāndhelī. Jethī karīne putrane strī jātinu bhān ja na thāy. Ek vār Angdeshnā Rompād Rājānā rājyāmā duṣhkāḷ paḍyo. Brāhmaṇoe Ekalshṛungīne rājyamā lāvavāmā āve to varsād thāy evu kahyu. Rājāe ek veshyāne taiyār karī. Tenā hāv-bhāv, svādiṣhṭ bhojan, ang-sparsh vagerethī Ekalshṛungī vih‌vaḷ thayā ne rājyāmā khenchāī āvyā. Vṛuṣhṭi thaī. Pachhī paṇ teo to rājyamā paraṇīne rahyā. Traṇek varas bād Vibhānḍak shodhatā tyā āvyā ne shāp āpavā taiyār thayā ke potānā be putrone putravadhūe khoḷāmā ramavā mūkī dīdhā. Munino krodh osarī gayo.

ઘણેક પુણ્યે કરીને આ જોગ મળ્યો છે. ને બધા ભેગા રહ્યા છીએ પણ જેને જેટલી સમજણ હશે તેને તેટલું સુખ આવતું હશે. જૂના-નવાનો કાંઈ મેળ નથી.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.44) / (૫/૨૮૭)

This company has been attained due to many spiritual merits. And all of us live together, but everyone enjoys bliss according to his understanding. Whether one is old or new is of no importance.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.44) / (5/287)

Ghaṇek puṇye karīne ā jog maḷyo chhe. Ne badhā bhegā rahyā chhīe paṇ jene jeṭalī samajaṇ hashe tene teṭalu sukh āvatu hashe. Jūnā-navāno kāī meḷ nathī.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.44) / (5/287)

દેરડીમાં કણબીને વણ વવરાવી ઘણો જ લાભ આપ્યો તેની વાત કરી.

(૫/૨૮૮)

Swami spoke about how he benefited one farmer in Deradi by having him plant cotton.

(5/288)

Deraḍīmā kaṇabīne vaṇ vavarāvī ghaṇo ja lābh āpyo tenī vāt karī.

(5/288)

આ સાધુને વિષે જેને જેટલો ગુણ તેટલી સદ્‍વાસના, ને અવગુણ તેટલી અસદ્‍વાસના છે, એમ સમજવું.

ભગવાનના સ્વરૂપમાં દિવ્યભાવ અને મનુષ્યભાવ (44.20) / (૫/૨૮૯)

The extent to which one sees virtues in this Sadhu is the extent of one’s good nature, and the extent of faults seen is the extent of one’s bad nature. Understand in this way.

Perceiving Divine and Human Traits (44.20) / (5/289)

Ā sādhune viṣhe jene jeṭalo guṇ teṭalī sadvāsanā, ne avaguṇ teṭalī asadvāsanā chhe, em samajavu.

Perceiving Divine and Human Traits (44.20) / (5/289)

કેટલાક કહે છે જે, “કાંઈ જાણતા નથી, આવડતું નથી;” પણ ગાદીએ કોણે બેસાર્યા છે, એની તેને કાંઈ ખબર છે? બધુંય જાણે છે ત્યારે જ ગાદીએ બેસાર્યા છે. આ તો સત્સંગમાં કુસંગની વાત કરી, હવે મોક્ષની વાત કરીએ છીએ જે, ‘એકોઽપિ કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો’ એ શ્લોકનો અર્થ કર્યો જે, એક પ્રણામે મોક્ષ થાય, તો આ તો કરોડો પ્રણામો કર્યા હશે, પણ મોક્ષ થયાની પ્રતીતિ આવતી નથી ને શાંતિ થાતી નથી. પણ જો પ્રગટ ભગવાનને જાણીને તથા ઓળખીને એક પ્રણામ કરે તો ભગવાનના ધામમાં જાય ને મોક્ષ થયાની પ્રતીતિ આવે ને શાંતિ પણ થાય.

પ્રત્યક્ષ ભગવાન (46.17) / (૫/૨૯૦)

૧. ભગવાનને માહાત્મ્ય સહિત એક જ દંડવત્ પ્રણામ કર્યો હોય તો તેનું ફળ દસ અશ્વમેધ યજ્ઞ કરી પવિત્રતા પ્રાપ્ત કર્યા બરાબર થાય છે. જો કે દસ અશ્વમેધ યજ્ઞ કરનારને પણ ફરી જન્મ ધારણ કરવો પડે છે, પણ ભગવાનને પ્રણામ કરનાર કદી ફરી સંસારમાં આવતો નથી. અર્થાત્ તેની મુક્તિ થાય છે. (મહાભારત; શાંતિપર્વ: ૧૨/૪૭/૯૨)

Some say that he (Swami) does not know anything and is unable to do anything. But do they know anything about the person (Bhagwan Swaminarayan) who has placed him on the seat? He (Bhagwan Swaminarayan) knows everything, that is why Swami has been placed on the seat (by him). Here, I have just talked about the bad company in the Satsang fellowship. Now, I will talk about moksha. ‘Ekopi Krishnasya krutah pranāmo...’ This shlok was explained: if moksha is attained by performing only one prostration, then we have offered tens of millions of prostrations, yet we do not feel convinced that moksha has been attained and we do not even experience peace. But, if after knowing and recognizing the manifest God, one offers a single prostration, then one attains the abode of God and one is convinced that moksha has been attained. And peace is also experienced.

The Manifest Form of God (46.17) / (5/290)

Keṭlāk kahe chhe je, “Kāī jāṇatā nathī, āvaḍatu nathī;” paṇ gādīe koṇe besāryā chhe, enī tene kāī khabar chhe? Badhuy jāṇe chhe tyāre ja gādīe besāryā chhe. Ā to satsangmā kusangnī vāt karī, have mokṣhanī vāt karīe chhīe je, ‘Ekopi Kṛuṣhṇasya kṛutah praṇāmo’1 e shlokno arth karyo je, ek praṇāme mokṣha thāy, to ā to karoḍo praṇāmo karyā hashe, paṇ mokṣha thayānī pratīti āvatī nathī ne shānti thātī nathī. Paṇ jo pragaṭ Bhagwānne jāṇīne tathā oḷakhīne ek praṇām kare to Bhagwānnā dhāmmā jāy ne mokṣha thayānī pratīti āve ne shānti paṇ thāy.

The Manifest Form of God (46.17) / (5/290)

1. Bhagwānne māhātmya sahit ek ja danḍavat praṇām karyo hoy to tenu faḷ das Ashvamedh Yagna karī pavitratā prāpta karyā barābar thāy chhe. Jo ke das Ashvamedh Yagna karanārne paṇ farī janma dhāraṇ karavo paḍe chhe, paṇ Bhagwānne praṇām karanār kadī farī sansārmā āvato nathī. Arthāt tenī mukti thāy chhe. (Mahābhārat; Shāntiparva: 12/47/92)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading