TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૨૭૧ થી ૨૮૦
ઘનશ્યામદાસજી૧ મહારાજના ભેગા અખંડ રહ્યા પણ કાંઈ સમજ્યા નહીં ને કસર ઘણી જ રહી ગઈ. પછી મહારાજે કહ્યું જે, “તુંને હમણાં નહીં સમજાય, આગળ કોઈ સાધુ સમજાવશે.” પછી આજ બધી વાત સમજાવીને કસર ટાળી.
૧. પૂર્વાશ્રમના નાજા જોગિયા.
Ghanshyamdasji stayed close to Maharaj but did not gain any understanding and many shortcomings remained. Then, Maharaj said, “You will not understand right now, but in the future, some sadhu will explain it to you.” Then, today, [I] spoke to him and rid him of his shortcomings.
Ghanshyāmdāsjī1 Mahārājnā bhegā akhanḍ rahyā paṇ kāī samajyā nahī ne kasar ghaṇī ja rahī gaī. Pachhī Mahārāje kahyu je, “Tune hamaṇā nahī samajāy, āgaḷ koī Sādhu samajāvshe.” Pachhī āj badhī vāt samajāvīne kasar ṭāḷī.
1. Pūrvāshramnā Nājā Jogiyā.
મનુષ્યભાવ, દિવ્યભાવ એક સમજ્યા હોઈએ ને નિશ્ચય કર્યો હોય પછી ભગવાન ડગમગાટ કરાવે ને ફેરવવાનું કરે તો પણ ફરવું નહીં. જેમ નિત્યાનંદ સ્વામી ન ફર્યા તેમ.
If one has understood the human traits and divine traits (of God) as one, and then one has developed the conviction of God, then no matter how much God tries to sway one’s mind, one should not sway; just like Nityanand Swami did not sway.
Manuṣhyabhāv, divyabhāv ek samajyā hoīe ne nishchay karyo hoy pachhī Bhagwān ḍagmagāṭ karāve ne feravavānu kare to paṇ faravu nahī. Jem Nityānand Swāmī na faryā tem.
દેહ ધર્યા હતા પણ સંગને જોગે કરીને પ્રસંગ લાગ્યા હતા. પછી કાઢનાર મળ્યા ત્યારે નીકળ્યા ને હમણાં પણ એમનું એમ કેટલાકનું છે. પણ પોતાની મેળે તો ચાલી નીકળાય જ નહીં, કેમ જે, સંગે કરીને પ્રસંગ તો લાગે જ.
People take birth, but because of the company they keep they develop profound association with worldly objects. When they meet one who can remove these attachments then they are removed. Still now, for many, it is the same, since one cannot shed the desire for material pleasures on one’s own. Thus, one becomes like the company one keeps.
Deh dharyā hatā paṇ sangne joge karīne prasang lāgyā hatā. Pachhī kāḍhanār maḷyā tyāre nīkaḷyā ne hamaṇā paṇ emanu em keṭlāknu chhe. Paṇ potānī meḷe to chālī nīkaḷāy ja nahī, kem je, sange karīne prasang to lāge ja.
ડોશિયુંને સાધુએ વાત ન કરવી એવો પ્રબંધ બાંધીને કહ્યું જે, “હું ભગવાન છું તો તેનું કલ્યાણ કરીશ. માટે ગૃહસ્થને મા, બહેન, દીકરી ને સ્ત્રી તે ચાર વિના બીજાને વાત કરવી નહીં. નીકર તેને માથે કોઈક કલંક મૂકશે, તેથી વિમુખ થાશે ને દુઃખ આવશે.”
Sadhus should not talk to women. Establishing this rule, Maharaj said, “I am God and will grant women moksha. Therefore, a householder should not talk to any other women in private except these four: mother, sister, daughter and wife. Otherwise, someone will accuse him and so he will be excommunicated, resulting in misery.”
Ḍoshiyune sādhue vāt na karavī evo prabandh bāndhīne kahyu je, “Hu Bhagwān chhu to tenu kalyāṇ karīsh. Māṭe gṛuhasthne mā, bahen, dīkarī ne strī te chār vinā bījāne vāt karavī nahī. Nīkar tene māthe koīk kalank mūkashe, tethī vimukh thāshe ne dukh āvashe.”
દેહ પોતાનું નથી ને પોતાનું માને છે એ જ અજ્ઞાન છે, એ અજ્ઞાન તો ટળે જ નહીં ને જેના ઉપર ભગવાન ને મોટા સાધુ કૃપા કરે તેનું અજ્ઞાન ટળે.
The body (really) does not belong to us but it is believed as our own; this is ignorance. This ignorance is not overcome for aeons, but, those on whom God and the great Sadhu confer their grace, their ignorance is overcome.
Deh potānu nathī ne potānu māne chhe e ja agnān chhe, e agnān to ṭaḷe ja nahī ne jenā upar Bhagwān ne Moṭā Sādhu kṛupā kare tenu agnān ṭaḷe.
ગૃહસ્થને શોભા તે ત્યાગીને દૂષણ, ને ત્યાગીને શોભા તે ગૃહસ્થને કલંકરૂપ છે. તેમ જ સધવા-વિધવાનું પણ સમજવું.
What befits a householder is a blemish for renunciants; and what befits a renunciant is a blemish for householders. Understand in the same way for married women and widows.
Gṛuhasthne shobhā te tyāgīne dūṣhaṇ, ne tyāgīne shobhā te gṛuhasthne kalankrūp chhe. Tem ja sadhavā-vidhavānu paṇ samajavu.
જેનો કાગળ આવ્યો હોય તે પંડે જ મળે ને આમ સામસામા બેઠા એટલે કાગળમાં પ્રીતિ ન કરવી, પ્રગટ ભગવાનની મૂર્તિ આગળ જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા એ સર્વે ખાટી છાશ જેવાં છે, એમાં કાંઈ માલ નથી. એ તો અંગ છે તે રહેશે જ. ‘ખાટી છાસમેં કા સુખ માને, સૂર ખવૈયો ઘીકો હે’૧ એમ એક ભગવાનના આધાર વિના બીજું બધું ખારું જળ જ છે.
૧. સૂરદાસના પદની અંતિમ પંક્તિ. ભગવાનનું સુખ ઘી જેવું મળ્યું, પછી ખાટી છાશ જેવા સંસારમાં શું માલ માનવો?
If the writer of a letter himself arrives and sits in front, as we are sitting now, then do not bother about the letter he had written. Compared to the murti of the manifest form of God, spiritual knowledge, detachment, ātmā-realization and all other means for liberation are like sour buttermilk; they are like the letter. There is no worth in them. But because one has an inclination for them they will remain. ‘Khāti chāshme kā sukh māne, sur khavaiyo gheeko he.’1 Thus, without the support of God, everything else is just as worthless as salty water.
1. Why try to find joy in sour buttermilk, since the bliss of God is like ghee.
Jeno kāgaḷ āvyo hoy te panḍe ja maḷe ne ām sāmsāmā beṭhā eṭale kāgaḷmā prīti na karavī, pragaṭ Bhagwānnī mūrti āgaḷ gnān, vairāgya, ātmaniṣhṭhā e sarve khāṭī chhāsh jevā chhe, emā kāī māl nathī. E to ang chhe te raheshe ja. ‘Khāṭī chhāsme kā sukh māne, sūr khavaiyo ghīko he’1 em ek Bhagwānnā ādhār vinā bīju badhu khāru jaḷ ja chhe.
1. Sūrdāsnā padnī antim pankti. Bhagwānnu sukh ghī jevu maḷyu, pachhī khāṭī chhāsh jevā sansārmā shu māl mānavo?
જ્ઞાન થયું તે કેનું નામ જે, શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને તથા સંગે કરીને ફરી જવાય નહીં તે પાકું જ્ઞાન કહેવાય.
When can spiritual wisdom be said to have been attained? When, even after listening to scriptures or somebody’s talks or through someone’s company, one does not waver in one’s understanding, that is called true spiritual wisdom.
Gnān thayu te kenu nām je, shāstra sāmbhaḷīne tathā koīnī vāte karīne tathā sange karīne farī javāy nahī te pāku gnān kahevāy.
“બીજા કોઈને કલ્યાણ કરતાં આવડ્યું નથી; નાળ કરતાં ગળું કર્યું છે.૧ ને બીજા અવતારે એક-બે જીવનાં કલ્યાણ કર્યાં છે ને સત્સંગી ડોશીએ લાખું જીવનાં કલ્યાણ કર્યાં છે. ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાનના પાર્ષદ ને જીવ એ ચાર અવિનાશી વસ્તુ છે ને બીજું બધું નાશવંત છે. તેમાં જીવ છે તે બદ્ધ છે. જેમ કોઈકને બેડીમાં નાખ્યો હોય તે નીકળાય જ નહીં, તેમ જીવને પ્રકૃતિરૂપ સ્ત્રી ને સ્ત્રીને પુરુષ એમ પરસ્પર બેડી છે, તે કોઈ ઉપાયથી તૂટે તેવી નથી; તે તો જ્ઞાનથી તૂટે છે પણ દેહે કરીને ત્યાગ કર્યેથી તૂટતી નથી.” તે ઉપર પાવૈયાનું તથા બળદનું દૃષ્ટાંત દીધું જે, “એને દેહે કરીને ત્યાગ છે પણ વાસના ટળતી નથી.”
૧. પુત્ર જન્મ કરાવનારી બાઈ નવજાત શિશુનું નાળ (નાભિમાંથી લટકતી મજ્જા) કાપી નાખે છે. કોઈ અણઆવડતવાળી બાઈ આ મજ્જા કાપવાને બદલે બાળકનું ગળું જ કાપી નાખે તો બાળક જીવથી જાય.
“No one else knew how to liberate others. Instead of cutting the umbilical cord, they cut the neck.1 And the avatārs of the past liberated one or two jivas; whereas, the satsangi women liberate hundreds of thousands of jivas today. Bhagwan’s murti, his abode, his pārshads and the jiva are the four eternal things. Everything else is temporary. Of these, the jiva is bound. Just as one is bound by a chain and he cannot free himself; similarly, the jiva is naturally bound by the mutual love between a man and a woman. This bondage cannot be broken by any means. The only way to break this bondage is gnān; but by physical renunciation, it cannot be broken.” Regarding this, Swami gave an example of an impotent and a bullock and said, “They have physical separation, but their desires are not eradicated.”
1. When a child is born, the umbilical cord is cut from its navel. However, if someone cuts the newborn’s neck instead of the umbilical cord, the newborn will die. Principle: The nāstiks believe they will be liberated by expending their karmas that are bound to them since eternity and realizing their self to be the ātmā. In doing so, they refute Paramātmā’s role in their liberation, despite one attains liberation only by the grace of Paramātmā. Therefore, those who refute Paramātmā and rely on their own endeavors have cut the child’s neck instead of the umbilical cord.
“Bījā koīne kalyāṇ karatā āvaḍyu nathī; nāḷ karatā gaḷu karyu chhe.1 Ne bījā avatāre ek-be jīvnā kalyāṇ karyā chhe ne satsangī ḍoshīe lākhu jīvnā kalyāṇ karyā chhe. Bhagwānnī mūrti, Bhagwānnu dhām, Bhagwānnā pārṣhad ne jīv e chār avināshī vastu chhe ne bīju badhu nāshvant chhe. Temā jīv chhe te baddha chhe. Jem koīkne beḍīmā nākhyo hoy te nīkaḷāy ja nahī, tem jīvne prakṛutirūp strī ne strīne puruṣh em paraspar beḍī chhe, te koī upāythī tūṭe tevī nathī; te to gnānthī tūṭe chhe paṇ dehe karīne tyāg karyethī tūṭatī nathī.” Te upar pāvaiyānu tathā baḷadnu draṣhṭānt dīdhu je, “Ene dehe karīne tyāg chhe paṇ vāsanā ṭaḷatī nathī.”
1. Putra janma karāvnārī bāī navjāt shishunu nāḷ (nābhimānthī laṭaktī majjā) kāpī nākhe chhe. Koī aṇāvaḍatvāḷī bāī ā majjā kāpavāne badale bāḷaknu gaḷu ja kāpī nākhe to bāḷak jīvthī jāy.
પ્રેમી ભગવાનમાં પણ વળગે ને બીજે પણ વળગે ને જ્ઞાની હોય તે બીજે વળગે નહીં ને કોઈ આંટી આવે તો જ્ઞાની પણ વળગે, તે ઉપર ભીષ્મપિતાનું દૃષ્ટાંત દીધું. એ જ્ઞાની હતા, પણ પક્ષે કરીને વળગ્યા.૧
૧. ભીષ્મ પાંડવ-કૌરવના દાદા થાય. તેમને કૌરવોનો પક્ષ બંધાઈ ગયો. તેમણે કૌરવોનું અન્ન ખાધેલું. તેથી ભગવાન શ્રીકૃષ્ણનો નિશ્ચય હોવા છતાં, તેમનું જ્ઞાન અવળા પક્ષે કરીને વ્યર્થ ગયું.
“One with love will cling to God and will also cling to other things. However, one with gnān will not cling to other things. Nevertheless, if a gnāni gets tangled up with something, even he may become bound by clinging to it.” Regarding this, Swami gave the example of Bhishmapitā. “He was a gnāni but he became bound due to the wrong paksha.”1
1. Bhishmapitā was the great-great-grandfather of the Pandavas and Kauravas. He became bound to the Kauravas because he ate their food for many years. Although he recognized Krishna as God, he fought on the Kauravas side and his gnān was useless.
Premī Bhagwānmā paṇ vaḷage ne bīje paṇ vaḷage ne gnānī hoy te bīje vaḷage nahī ne koī ānṭī āve to gnānī paṇ vaḷage, te upar Bhīṣhmapitānu draṣhṭānt dīdhu. E gnānī hatā, paṇ pakṣhe karīne vaḷagyā.1
1. Bhīṣhma Pānḍav-Kauravnā dādā thāy. Temane Kauravono pakṣh bandhāī gayo. Temaṇe Kauravonu anna khādhelu. Tethī Bhagwān Shrī Kṛuṣhṇano nishchay hovā chhatā, temanu gnān avaḷā pakṣhe karīne vyartha gayu.