share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૨૬૧ થી ૨૭૦

ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ તેથી જુદા પડીને ગુણાતીત થાવું તથા બ્રહ્મરૂપ થાવું ને એની ક્રિયાથી જુદા પડવું જે, એ તો દેહના તથા અવસ્થાના ગુણ છે, માટે તેને માનવા નહીં ને ખોટા જાણવા, ને આવી રીતનો વિવેક તો મોટાપુરુષ વિના બીજાને સમજાય જ નહીં.

(૫/૨૬૧)

One should separate themselves from the three bodies, the three states, and the three gunas and become gunātit and brahmarup; and one should remain aloof from the activities of the body. One should disregard the actions of the body and consider them as false. This type of discretion cannot be understood by anyone other than the Mota-Purush.

(5/261)

Traṇ deh, traṇ avasthā, traṇ guṇ tethī judā paḍīne Guṇātīt thāvu tathā brahmarūp thāvu ne enī kriyāthī judā paḍavu je, e to dehnā tathā avasthānā guṇ chhe, māṭe tene mānavā nahī ne khoṭā jāṇavā, ne āvī rītno vivek to Moṭā Puruṣh vinā bījāne samajāy ja nahī.

(5/261)

આપણને સત્સંગ મળ્યો છે તેવો કોઈને મળ્યો નથી. માટે આ સમામાં સાધુ જેવા છે તેવા નહીં ઓળખાય, હરિભક્ત નહીં ઓળખાય, ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ નહીં સમજાય ને આજ્ઞા બરાબર નહીં પળાય એટલી ખોટ્ય આવશે.

(૫/૨૬૨)

No one has attained the satsang that we have attained. Therefore, in this present time, one will only face shortcomings if they have not understood the Sadhu as he is, the devotees as they are, the form of God as it is, or do not observe his commands properly.

(5/262)

Āpaṇne satsang maḷyo chhe tevo koīne maḷyo nathī. Māṭe ā samāmā Sādhu jevā chhe tevā nahī oḷakhāy, haribhakta nahī oḷakhāy, Bhagwānnu swarūp jem chhe tem nahī samajāy ne āgnā barābar nahī paḷāy eṭalī khoṭya āvashe.

(5/262)

આ લોકનું સુખ કેવું છે તો સોળ દહાડાનું શ્રાદ્ધ ને પછી બંધૂકની ગોળિયું છે. ને કૃપાનંદ સ્વામીને સમાધિમાંથી ઉઠાડ્યાની વાત કરી.

સાંખ્યજ્ઞાન (27.23) / (૫/૨૬૩)

What is the happiness of this world like? It is like the joy for crows during the sixteen days of shrāddh when they are offered good food and then they face the bullets of the rifle.

The Knowledge of Sankhya (27.23) / (5/263)

Ā loknu sukh kevu chhe to soḷ dahāḍānu shrāddha ne pachhī bandhūknī goḷiyu chhe. Ne Kṛupānand Swāmīne samādhimāthī uṭhāḍyānī vāt karī.

The Knowledge of Sankhya (27.23) / (5/263)

વડાદરા જેમ કોઈને મા કહે, બેન કહે, બા કહે, માસી કહે એ સર્વે દાણા લેવા સારુ છે; તેમ આપણે મને કરીને સર્વેથી જુદા રહેવું. ને એટલો બધો છળ કરે તો ભગવાન ભજાય.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.21) / (૫/૨૬૪)

૧. લોટ માગનારા એક જાતના બ્રાહ્મણો.

૨. યુક્તિ.

Brahmins who beg for grains or flour will address ladies in turn as mother, sister, grandmother or aunt – all this to get grains. Similarly, we should remain mentally separate from all worldly objects and relations. When this technique is used, then God can be worshipped.

Worship and Meditation of God (25.21) / (5/264)

Vaḍādarā1 jem koīne mā kahe, ben kahe, bā kahe, māsī kahe e sarve dāṇā levā sāru chhe; tem āpaṇe mane karīne sarvethī judā rahevu. Ne eṭalo badho chhaḷ2 kare to Bhagwān bhajāy.

Worship and Meditation of God (25.21) / (5/264)

1. Loṭ māgnārā ek jātnā brāhmaṇo.

2. Yukti.

ઉપાસના એ જ ભક્તિ છે. ને ગમે તેવા મોટા વિષય દેખીને તેમાં મોહ ન પામવો, એવી સમજણ કરવી. ને પ્રકૃતિની આણીકોરના વિષયને વિષ્ટા જેવા જાણવા, પણ મને કરીને એમાં માલ માનવો નહીં.

પંચવિષય-વાસના-વ્યસન (8.31) / (૫/૨૬૫)

૧. પ્રકૃતિપુરુષના લોકથી નીચેના, દેવતા આદિનાં વિષય સુખ.

Upāsanā is itself devotion. Develop such an understanding that even after seeing the most tempting material pleasures, one is not attracted to them. Below Prakruti, know the material pleasures to be like waste, and in the mind do not believe them to be of any worth.

Material Pleasures-Desires-Addictions (8.31) / (5/265)

Upāsanā e ja bhakti chhe. Ne game tevā moṭā viṣhay dekhīne temā moh na pāmavo, evī samajaṇ karavī. Ne prakṛutinī āṇīkornā1 viṣhayne viṣhṭā jevā jāṇavā, paṇ mane karīne emā māl mānavo nahī.

Material Pleasures-Desires-Addictions (8.31) / (5/265)

1. Prakṛuti-Puruṣhnā lokthī nīchenā, devatā ādinā viṣhay sukh.

બુરાનપુરમાં ડોશિયું પાસે બે મહિના અમે વાતું કરી હતી, પણ મન જાવા દીધું નથી; કેમ જે, મન આપણું નથી માટે તેનાથી જુદા રહેવું.

(૫/૨૬૬)

I spoke to women in Buranpur for two months but I did not allow my mind to be drawn to them, because the mind is not ours. Therefore, one should separate from their mind (not allow it to control oneself).

(5/266)

Burānpurmā ḍoshiyu pāse be mahinā ame vātu karī hatī, paṇ man jāvā dīdhu nathī; kem je, man āpaṇu nathī māṭe tenāthī judā rahevu.

(5/266)

પંચવિષયને ટાળવા સારુ સર્વેએ ભેટ્યું બાંધી છે પણ તે તો ટળે જ નહીં. ને તે ક્યારે ટળે? તો ત્રણ દેહ થકી પર પોતાનું સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ માને તો જ ટળે. પછી તે અખંડાનંદ થાય, આત્માનંદ થાય, અક્ષરાનંદ થાય, પછી તેને કાંઈ લાગે જ નહીં. જેમ પૃથ્વીમાં ક્રિયા થાય છે તે આકાશને લાગે જ નહીં ને જેમ ગુજરાત દેશમાં ખોદે તો પાણો આવે જ નહીં, તેમ તેને લાગે જ નહીં. ને શાસ્ત્રમાં તો બધાય શબ્દ સરખા હોય નહીં, બે આમ હોય ને બે આમ હોય, પણ એકધારા શબ્દ હોય નહીં.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.36) / (૫/૨૬૭)

૧. કમર કસી.

Everyone is eagerly prepared to overcome the five types of sense objects, but they cannot be overcome. When can they be overcome? Only when one’s form is believed as brahman (brahmarup), above the three bodies. Then one experiences the joy of being ātmā, eternal and imperishable, and one is not affected by anything. Just as actions performed on the earth do not affect the sky, and just as when digging in the soil of Gujarat no stones are encountered, similarly, they are not affected. And not all the words of the scriptures are the same. There are some referring to one thing and others referring to something else. But the words are not all the same.

Atmanishtha-Brahmarup (29.36) / (5/267)

Panch-viṣhayne ṭāḷavā sāru sarvee bheṭyu bāndhī1 chhe paṇ te to ṭaḷe ja nahī. Ne te kyāre ṭaḷe? To traṇ deh thakī par potānu swarūp Brahmaswarūp māne to ja ṭaḷe. Pachhī te Akhanḍānand thāy, Ātmānand thāy, Akṣharānand thāy, pachhī tene kāī lāge ja nahī. Jem pṛuthvīmā kriyā thāy chhe te ākāshne lāge ja nahī ne jem Gujarāt deshmā khode to pāṇo āve ja nahī, tem tene lāge ja nahī. Ne shāstramā to badhāy shabda sarakhā hoy nahī, be ām hoy ne be ām hoy, paṇ ekdhārā shabda hoy nahī.

Atmanishtha-Brahmarup (29.36) / (5/267)

1. Kamar kasī.

કથાવાર્તા, કીર્તન ને ધ્યાન એમાંથી તૃપ્તિ પામવી નહીં ને ભગવાનની મૂર્તિમાં મનુષ્યભાવ કલ્પે એ દ્રોહ કર્યો કહેવાય ને સાકાર સમજવા, સર્વોપરી સમજવા તે કરતાં પણ આ વાત અટપટી છે. માટે ભગવાનની પ્રગટ મૂર્તિને વિષે ત્રણ દેહનો તથા ત્રણ ગુણનો તથા ત્રણ અવસ્થાનો ભાવ તથા ઇન્દ્રિયુંની ક્રિયા દેખાય, પણ તે ભગવાનની મૂર્તિને વિષે સમજવો જ નહીં, પણ દેખાય છે તે તો નટના દૃષ્ટાંતની પેઠે સમજવું.

ભગવાનના સ્વરૂપમાં દિવ્યભાવ અને મનુષ્યભાવ (44.19) / (૫/૨૬૮)

Do not be contented with spiritual discourses and discussions, devotional songs and meditation. To attribute human traits to the manifest form of God is considered to be blasphemy. This statement is more complex and difficult to understand than to know God as being with a definite human form and supreme. So, the characteristics of the three bodies, three gunas and the three states, as well as the actions of the senses may be seen in the manifest murti of God. Yet they should be understood to be like the illusion of a magician.

Perceiving Divine and Human Traits (44.19) / (5/268)

Kathā-vārtā, kīrtan ne dhyān emānthī tṛupti pāmavī nahī ne Bhagwānnī mūrtimā manuṣhyabhāv kalpe e droh karyo kahevāy ne sākār samajavā, sarvoparī samajavā te karatā paṇ ā vāt aṭpaṭī chhe. Māṭe Bhagwānnī pragaṭ mūrtine viṣhe traṇ dehno tathā traṇ guṇno tathā traṇ avasthāno bhāv tathā indriyunī kriyā dekhāy, paṇ te Bhagwānnī mūrtine viṣhe samajavo j nahī, paṇ dekhāy chhe te to naṭnā draṣhṭāntnī peṭhe samajavu.

Perceiving Divine and Human Traits (44.19) / (5/268)

મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું જે, “શાંતિ કેમ થાય?” ત્યારે મહારાજે પોતાનાં ચરિત્ર કહી દેખાડ્યાં ને સંકલ્પ કર્યો જે, “અમારાં દર્શન કરે તેનો મોક્ષ થાય, ને અમારાં દર્શન ન થાય ને અમારા સાધુનાં દર્શન કરે તેનો મોક્ષ થાય, ને તેનાં દર્શન ન થાય તો અમારા હરિભક્તનાં દર્શન કરે તથા તેના ગોળાનું પાણી પીએ, તેના રોટલા જમે તેનો મોક્ષ કરવો. એવો સંકલ્પ કર્યો છે.” શાંતિ થયાનો ઉપાય બવાત્યો, પણ મુક્તાનંદ સ્વામીને સમજાણું નહીં ને શાંતિ તો આ ઉપાય કહ્યો તેથી જ થાય, પણ કોઈ સાધન કર્યાથી શાંતિ થાય જ નહીં. સાધનથી તો વિઘ્ન ન લાગે.

ભગવાનની મહત્તા (38.14) / (૫/૨૬૯)

Muktanand Swami asked Maharaj, “How can peace be attained?” Then Maharaj described his own exploits and resolved, “Those who have my darshan will attain moksha. If my darshan is not attained, then one who has the darshan of my sadhus will attain moksha. And if their darshan is not possible, then one who has the darshan of my devotees or drinks the water or eats the food offered by them will attain moksha. That is what I have resolved.” He showed this as the route to peace, but Muktanand Swami did not understand it. And peace is possible only by this method of remembering divine exploits. It is not attained through any other endeavours. Through endeavours, obstacles are not encountered.

Grandeur of God (38.14) / (5/269)

Muktānand Swāmīe Mahārājne pūchhyu je, “Shānti kem thāy?” Tyāre Mahārāje potānā charitra kahī dekhāḍyā ne sankalp karyo je, “Amārā darshan kare teno mokṣha thāy, ne amārā darshan na thāy ne amārā sādhunā darshan kare teno mokṣha thāy, ne tenā darshan na thāy to amārā haribhaktanā darshan kare tathā tenā goḷānu pāṇī pīe, tenā roṭalā jame teno mokṣha karavo. Evo sankalp karyo chhe.” Shānti thayāno upāya bavātyo, paṇ Muktānand Swāmīne samajāṇu nahī ne shānti to ā upāy kahyo tethī ja thāy, paṇ koī sādhan karyāthī shānti thāy ja nahī. Sādhanthī to vighna na lāge.

Grandeur of God (38.14) / (5/269)

વાતું કરવા માંડે ત્યારે પોતાનું અંગ બંધાય ને ફરી ફરીને એકની એક વાત કરવાનું પ્રયોજન એ છે જે, પોતાની મેળે એકલા જ વાત સમજ્યા હોઈએ તે કોઈ ફેરવનાર મળે તો ફરી જાય, ને પચાસ-સો માણસે મળી નક્કી કર્યું હોય તો પછી કોઈથી ફરે નહીં. ને સૂક્ષ્મ વાતું છે તે દૃષ્ટાંતે કરીને સ્થૂળ જેવી સમજાય છે, તે તો કહેતાં આવડે તેથી તથા ભગવાનની ઇચ્છાથી સમજાય છે.

(૫/૨૭૦)

One’s inclination becomes consolidated when one begins to speak (about God). And there is only one purpose to talk about the same thing over and over again: If you are the only one to have understood something, and if someone says something to the contrary, then you will lose your understanding. However, if 50 or 100 people come together and consolidate their understanding, then that understanding will not be lost. And the subtle talks are understood with concrete examples. And these are understood when one learns how tell others and because of God’s wish.

(5/270)

Vātu karavā mānḍe tyāre potānu ang bandhāy ne farī farīne eknī ek vāt karavānu prayojan e chhe je, potānī meḷe ekalā ja vāt samajyā hoīe te koī feravnār maḷe to farī jāy, ne pachās-so māṇase maḷī nakkī karyu hoy to pachhī koīthī fare nahī. Ne sūkṣhma vātu chhe te draṣhṭānte karīne sthūḷ jevī samajāy chhe, te to kahetā āvaḍe tethī tathā Bhagwānnī ichchhāthī samajāy chhe.

(5/270)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading