TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૨૫૧ થી ૨૬૦
ઉપાસનાનાં વચનામૃત દસ, વીસ, પચીસ જુદાં કાઢીને તેનો વેગ૧ લગાડવો તથા સાધુના મહિમાનાં જુદાં કાઢીને તેનો વેગ લગાડવો ને એમ કર્યા વિના વ્યાકરણ ભણે તો પણ મૂળગી ખોટ્ય આવો, કારણ કે અનેક શબ્દ હૈયામાં ભર્યા તેથી જેમ છે તેમ સમજાય નહીં.
૧. વાંચન, શ્રવણ, મનન, નિદિધ્યાસનથી મંડી પડવું.
Select ten, twenty, twenty-five Vachanamruts that focus on upāsanā and study them; and also pick out those which discuss the glory of the Sadhu and study them. Without doing this, even if one studies grammar, still one will be at a total loss. Since, many words have been filled in one’s heart and so, they cannot be understood in their true sense.
Upāsanānā Vachanāmṛut das, vīs, pachīs judā kāḍhīne teno veg1 lagāḍvo tathā Sādhunā mahimānā judā kāḍhīne teno veg lagāḍvo ne em karyā vinā Vyākaraṇ bhaṇe to paṇ mūḷagī khoṭya āvo, kāraṇ ke anek shabda haiyāmā bharyā tethī jem chhe tem samajāy nahī.
1. Vānchan, shravaṇ, manan, nididhyāsanthī manḍī paḍavu.
ભગવાનનો દીકરો હોય તો પણ સાધુ-સમાગમ વિના ને વચનામૃતને લઈને બેઠા વિના સમજાય નહીં. ને તેમ ન કરે તો સાધુમાં જેવો માલ છે તેવો જણાતો નથી, માટે આમ અભ્યાસ કર્યેથી જ કસર ટળે છે.
Even if one is a son of God, still, without the company of a great Sadhu and without sitting down with the Vachanamrut, the glory of God and his holy Sadhu is not understood. So, if one does not do this, then one does not realize the qualities of the Sadhu as they are. Therefore, only by study like this are deficiencies removed.
Bhagwānno dīkaro hoy to paṇ sādhu-samāgam vinā ne Vachanāmṛutne laīne beṭhā vinā samajāy nahī. Ne tem na kare to Sādhumā jevo māl chhe tevo jaṇāto nathī, māṭe ām abhyās karyethī ja kasar ṭaḷe chhe.
વિષય થકી તો જીવ પોતાની મેળે જુદા પડી શકે જ નહીં ને વિષય મૂકવા જાય તો બમણા બંધાય ને મોટા સાધુ થકી તો વિષયથી જુદું પડાય; ત્યાં દૃષ્ટાંત દીધું જે, ‘દૂધ ને પાણી કોઈથી જુદાં પડે જ નહીં. પણ હંસથી જુદાં પડે છે.’
The jivas cannot separate from material pleasures on their own. And if they attempt to leave them, then they becomes doubly bound. But with the help of the great Sadhu they can become separate. There, an example was given, “Nobody can separate milk and water. But they are separated by the mythical swan.”1
1. The mythical swan is called the hansa and is recognized by its ability to separate a mixture of water and milk by merely pecking at the mixture. The hansa are said to graze on only pearls. In this Kali-yug false sadhus can be compared to black hansas. Those who encourage devotion and live a disciplined life in keeping with the commands of God, the scriptures and the holy Sadhu are true hansas. With just a word, they cleanly separate the truth from falsity and worldly pleasures from spiritual joy. Those who can destroy our worldly desires and attachment are true hansas – true Sadhus.
Viṣhay thakī to jīv potānī meḷe judā paḍī shake ja nahī ne viṣhay mūkavā jāy to bamaṇā bandhāy ne Moṭā Sādhu thakī to viṣhaythī judu paḍāy; tyā draṣhṭānt dīdhu je, ‘Dūdh ne pāṇī koīthī judā paḍe ja nahī. Paṇ hansathī judā paḍe chhe.’
સાંખ્યવિચારવાળો હોય તે વસ્તુમાત્રને પંચભૂતની ને નાશવંત સમજે, તે ભેગી ભગવાનની મૂર્તિનો નિષેધ થાય, માટે સાંખ્યે સહિત યોગ શીખવો ને બ્રહ્મરૂપ થાવું ને વિષય ખોટા છે એમ તો કહેતાં જીભ ઊપડે જ નહીં, તે તો મોટાના પ્રતાપથી કહેવાય.
One who has developed the thoughts of Sānkhya understands all things to be made of the five gross elements (earth, water, light, wind and space) and to be perishable. With this, the murti of God is also negated (as they believe it is made from gross elements). Therefore, learn Sānkhya together with Yoga, which propounds the worship of God’s murti for moksha, and become brahmarup. But, one is unable to declare that the material pleasures are illusory (since everyone enjoys them); that can only be said by the grace of the great Sadhu (who really shuns all worldly objects and pleasures).
Sānkhyavichārvāḷo hoy te vastumātrane panchabhūtnī ne nāshvant samaje, te bhegī Bhagwānnī mūrtino niṣhedh thāy, māṭe sānkhye sahit yog shīkhavo ne Brahmarūp thāvu ne viṣhay khoṭā chhe em to kahetā jībh ūpaḍe ja nahī, te to Moṭānā pratāpthī kahevāy.
અવી વાત પોતાને મનમાં જાણી રાખવી તે કહેવી જ નહીં, પણ બહુ આગ્રહ હોય તેને કહેવી ને અલ્પવચના થાવું૧. ને આ દેખાય છે એવી ને એવી મૂર્તિ અક્ષરધામમાં છે, લગારે ફેર નથી. એમાં તેજ વધારે દેખાડે છે એટલો જ ફેર છે. આ દેખાય છે એ જ મૂર્તિ અક્ષરધામમાં છે એમ સમજવામાં કાચ્યપ એટલી કાચ્યપ છે; માટે દિવ્યભાવ મનુષ્યભાવ એક સમજવો એટલે થઈ રહ્યું. બીજું તો તેની પછવાડે આફૂડું સમજાશે.
૧. થોડા બોલા થવું.
The form of God that is in Akshardham and the one which you see (Bhagwan Swaminarayan) are identical. the only difference is that the former shows more light. The only deficiency is in not understanding this murti, which one is seeing, to be the same as the murti in Akshardham. Therefore, understand divine traits and human traits to be one and the same, and everything is achieved. All other things will be automatically understood afterwards.
Avī vāt potāne manmā jāṇī rākhavī te kahevī ja nahī, paṇ bahu āgrah hoy tene kahevī ne alp-vachanā thāvu1. Ne ā dekhāy chhe evī ne evī mūrti Akṣhardhāmmā chhe, lagāre fer nathī. Emā tej vadhāre dekhāḍe chhe eṭalo ja fer chhe. Ā dekhāy chhe e ja mūrti Akṣhardhāmmā chhe em samajvāmā kāchyap eṭalī kāchyap chhe; māṭe divyabhāv manuṣhyabhāv ek samajavo eṭale thaī rahyu. Bīju to tenī pachhavāḍe āfūḍu samajāshe.
1. Thoḍā bolā thavu.
વ્યવહાર છે તે કરવો ને મને કરીને જુદા રહેવું. ધૃતરાષ્ટ્ર ને ભીમ મળ્યા એવું હેત વ્યવહારમાં દેહે કરીને રાખવું. ગરાસિયાના જેવું હેત રાખવું;૧ મને કરીને ને જીવે કરીને જુદા રહેવું, તેમાં ભળવા આવે તેનો ત્યાગ કરવો. વહેવારમાં હરખશોક થાય એ જ માયાનું રૂપ છે. દેહે કરીને રાજ કરવું પણ જીવ તો ભગવાનમાં જ જોડી દેવો જે, હું ભગવાનનો છું ને ભગવાન મારા છે, એમ જીવ જડી દેવો ને ભજન ઓછું થાશે, કીર્તન ઓછાં ગવાશે, તેની ફિકર નથી.
૧. ઉપરછલ્લું હેત. ગરાસિયા પોતે ક્ષત્રિય જાતિ. તેઓ પોતાના વેરીને પણ બાથમાં ઘાલીને મળે. પરસ્પર બંનેના હૃદયમાં ઝેર હોય, પણ મોંની મીઠાશ ને લાગણીના ઉમળકામાં જણાવા ન દે.
Engage in worldly affairs but remain mentally detached. With the body keep attachment for worldly activities like that of Dhritrashtra for Bhim when they embraced.1 Keep affection like that of a Garāsiyo.2 Remain aloof by mind and soul from worldly affairs and renounce that which tries to enter them. Feelings of happiness and misery in worldly activities is the form of māyā. With the body, rule even a kingdom, but the jiva must be attached to God. ‘I am God’s and God is mine.’ In this way attach the jiva to God. And in the process, if less worship is offered and fewer bhajans are sung, there is nothing to worry about.
1. Dhritrashtra embraced Bhim without any attachment for him and with the intention of crushing him to death.
2. Superficial affection. A Garasiyo is of the warrior community. He embraces even his enemies. They both hate each other, but exhibit such outward affection and respect that their true, inner feelings are masked.
Vyavahār chhe te karavo ne mane karīne judā rahevu. Dhṛutrāṣhṭra ne Bhīm maḷyā evu het vyavahārmā dehe karīne rākhavu. Garāsiyānā jevu het rākhavu;1 mane karīne ne jīve karīne judā rahevu, temā bhaḷavā āve teno tyāg karavo. Vahevārmā harakhshok thāy e ja māyānu rūp chhe. Dehe karīne rāj karavu paṇ jīv to Bhagwānmā ja joḍī devo je, hu Bhagwānno chhu ne Bhagwān mārā chhe, em jīv jaḍī devo ne bhajan ochhu thāshe, kīrtan ochhā gavāshe, tenī fikar nathī.
1. Uparchhallu het. Garāsiyā pote kṣhatriya jāti. Teo potānā verīne paṇ bāthmā ghālīne maḷe. Paraspar bannenā hṛudaymā zer hoy, paṇ monī mīṭhāsh ne lāgaṇīnā umaḷkāmā jaṇāvā na de.
પોતાનું કલ્યાણ કરવામાં દૃષ્ટિ બરાબર રાખવી ને બીજાનું કલ્યાણ તો લોંટોજોંટો૧ કરવું.
૧. જેવું-તેવું.
Keep a proper focus in attaining one’s own moksha and make only simple efforts for the moksha of others.
Potānu kalyāṇ karavāmā draṣhṭi barābar rākhavī ne bījānu kalyāṇ to loṭo-joṭo1 karavu.
1. Jevu-tevu.
વિદ્યા ભણાવવી તે બુદ્ધિ આવવા વાસ્તે તથા સત્સંગમાં રહેવા વાસ્તે ને આવરદા કાપવા વાસ્તે છે.
The purpose of studying and teaching is so that one gains knowledge, stays in Satsang, and to pass their life.
Vidyā bhaṇāvavī te buddhi āvavā vāste tathā satsangmā rahevā vāste ne āvardā kāpavā vāste chhe.
ભગવાને કર્મનો એક કોઠાર ઉઘાડીને અર્ધા કોઠારના વિષય કર્યા છે, ને અર્ધા કોઠારની ઇન્દ્રિયું કરી છે, માટે તે તો સજાતિ છે તે એકતા થઈ જાય ને જીવ તો જુદો એકલો તેનાથી વિજાતિ છે, તે ભળે નહીં.
God has opened a storeroom of karmas. And from half the store, he has made material objects, and from the other half he has made the senses. Therefore, since they are of similar nature, they unite, while the jiva alone is separate and different from both of them and does not mix with them.
Bhagwāne karmano ek koṭhār ughāḍīne ardhā koṭhārnā viṣhay karyā chhe, ne ardhā koṭhārnī indriyu karī chhe, māṭe te to sajāti chhe te ekatā thaī jāy ne jīv to judo ekalo tenāthī vijāti chhe, te bhaḷe nahī.
રૂપરામ ઠાકર બ્રાહ્મણને ન જમાડે ને સત્સંગી કોળીને જમાડતા.
Rupram Thakar would not feed the brāhmins but would feed the kolis who were satsangis.
Rūprām Ṭhākar brāhmaṇne na jamāḍe ne satsangī koḷīne jamāḍtā.