TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૨૨૧ થી ૨૩૦
ઝાઝું કાંઈ કરવાનું નથી. મહારાજને ભગવાન જાણી તેની આજ્ઞામાં રહેવું એટલે પૂરું થઈ રહ્યું, ને શાસ્ત્રમાં એટલું જ કરવાનું લખ્યું છે. આપણે ભગવાનના છીએ, માયાના નથી એમ માનવું.
There is not much we need to do, except realize Maharaj to be God and obey his commands - everything is accomplished in this. Moreover, the scriptures also mention that this is all that needs to be done. Believe that we belong to God and not māyā.
Zāzu kāī karavānu nathī. Mahārājne Bhagwān jāṇī tenī āgnāmā rahevu eṭale pūru thaī rahyu, ne shāstramā eṭalu ja karavānu lakhyu chhe. Āpaṇe Bhagwānnā chhīe, māyānā nathī em mānavu.
ભગવાન સ્ત્રિયું સાથે રમે તે રજોગુણી ક્રિયા, ને તરવાર ચલાવે તે તમોગુણી ક્રિયા, ને સાધુનો મારગ ચલાવે તે સત્ત્વગુણી ક્રિયા, ને ગુણાતીત ક્રિયા તો જુદી રીતની જ છે, ઋષભદેવની ક્રિયાની પેઠે. માટે એ એકે ગુણ ભગવાનને વિષે છે જ નહીં એમ સમજવું.
When God plays with women, he is exhibiting rajo-gun. When he wields a sword, he is exhibiting tamo-gun. When he follows the path of a sadhu, he is exhibiting sattva-gun. But the gunātit actions (the actions that transcend raj, tam, and sattva) are of a different nature. The example of this is Rushabhdev’s actions.1 Therefore, one should actually understand that none of these gunas are in God.
1. Swami is speaking of Rushabhdev’s actions during his later life after installing his son Bharat to the throne. He wandered in the form of an ascetic. He also acted blind, mute, deaf, etc. The wicked people would beat him, spit on him, urinate on him, and throw mud at him. Though he behaved like one who is mad, he experienced the bliss of God internally.
Bhagwān striyu sāthe rame te rajoguṇī kriyā, ne taravār chalāve te tamoguṇī kriyā, ne sādhuno mārag chalāve te sattvaguṇī kriyā, ne Guṇātīt kriyā to judī rītnī ja chhe, Ṛuṣhabhdevnī kriyānī peṭhe. Māṭe e eke guṇ Bhagwānne viṣhe chhe ja nahī em samajavu.
આપણામાં કેટલાકને બ્રાહ્મણની ક્રિયા હોય, સોનીની, વાણિયાની, કણબીની, કોળીની, ક્ષત્રીની એવી જુદી જુદી ક્રિયાઓ હોય. તે ક્રિયા સામું જોઈએ તો મોક્ષ થાય જ નહીં, માટે તે ક્રિયા સામું જોવું નહીં; ભગવાન સામું જોવું. ભગવાનની આગળ ક્રિયાનો શો ભાર છે ને વાસનાનો શો ભાર છે? માટે હરિભક્તમાં તથા સાધુમાં રજોગુણી, તમોગુણી ને સત્ત્વગુણી ક્રિયાયું હોય તે જોઈને અવગુણ લેવો નહીં. જેને ભગવાનનો આશરો થયો છે તે તો ગુણાતીત થઈ રહ્યો છે; ને રજોગુણી, તમોગુણી ને સત્ત્વગુણી એ ત્રણ પ્રકારના જીવને ભગવાનનો સંબંધ થાય તો ગુણાતીત થઈ જાય છે.
On seeing actions of rajogun, tamogun and sattvagun in devotees and sadhus, do not find faults in them. One who has the shelter of God is in the process of becoming gunātit. And if jivas of a rajogun, tamogun or sattvagun nature keep the company of God, they will become gunātit.
Āpṇāmā keṭlākne brāhmaṇnī kriyā hoy, sonīnī, vāṇiyānī, kaṇabīnī, koḷīnī, kṣhatrīnī evī judī judī kriyāo hoy. Te kriyā sāmu joīe to mokṣha thāy ja nahī, māṭe te kriyā sāmu jovu nahī; Bhagwān sāmu jovu. Bhagwānnī āgaḷ kriyāno sho bhār chhe ne vāsanāno sho bhār chhe? Māṭe haribhaktamā tathā sādhumā rajoguṇī, tamoguṇī ne sattvaguṇī kriyāyu hoy te joīne avaguṇ levo nahī. Jene Bhagwānno āsharo thayo chhe te to Guṇātīt thaī rahyo chhe; ne rajoguṇī, tamoguṇī ne sattvaguṇī e traṇ prakārnā jīvne Bhagwānno sambandh thāy to Guṇātīt thaī jāy chhe.
આ સમામાં આપણો અવતાર થયો છે તે મોટાં ભાગ્ય છે. સો વર્ષ પહેલાં કે સો વર્ષ પછી જન્મ થયો હોત ને ગમે તો સમાધિ થાત તેમાં શું ઊઘડ્યું? આ વાતું ને આવો જોગ તેની બરાબર થાય નહીં. ને હાલ તો ધર્મ, અર્થ, કામને પડ્યા મૂકીને કેવળ મોક્ષ જ રાખ્યો છે. તેમાં જેને ગુણ નહીં આવે ને અવગુણ આવશે તેને અસુર જાણવો ને હાલની ક્રિયા એકે અવગુણ આવે એવી નથી, સહેજે જ ગુણ આવે એવી ક્રિયા છે.
At present, dharma, wealth and desires have been kept aside and only moksha (as the goal of life) has been kept in view. And those who see no virtues in it and see faults should be known as demons and the present actions (of the manifest form of God and his Sadhu) are such that nobody can find fault. The actions are such that one naturally sees virtues in them.
Ā samāmā āpaṇo avatār thayo chhe te moṭā bhāgya chhe. So varṣha pahelā ke so varṣha pachhī janma thayo hot ne game to samādhi thāt temā shu ūghaḍyu? Ā vātu ne āvo jog tenī barābar thāy nahī. Ne hāl to dharma, arth, kāmne paḍyā mūkīne kevaḷ mokṣha ja rākhyo chhe. Temā jene guṇ nahī āve ne avaguṇ āvashe tene asur jāṇavo ne hālnī kriyā eke avaguṇ āve evī nathī, saheje ja guṇ āve evī kriyā chhe.
ભગવાન ને આ સાધુ તો બે ઘડીમાં કલ્યાણ કરે એવા દયાળુ છે, પણ તેની આપણને ખબર પડે નહીં, માટે સંગ ને રુચિ સારી રાખવી; ને સંગ ન ઓળખી શકાય તો વિશ્વાસ રાખવો એટલે તેને બે ઘડીમાં કલ્યાણ થયું એમ ઓળખાવે ને કથા-કીર્તન કરીને આવરદા પૂરો કરી દેવો.
God and this Sadhu are so compassionate that they can grant moksha in a very short period, but we are ignorant of this. Therefore, keep good company and inclination. If good company cannot be recognized, then keep trust in God and his holy Sadhu so that they can enable one to understand that moksha has been attained in a very short time. Thus, pass the rest of your life engaged in spiritual discourses and devotional songs.
Bhagwān ne ā Sādhu to be ghaḍīmā kalyāṇ kare evā dayāḷu chhe, paṇ tenī āpaṇne khabar paḍe nahī, māṭe sang ne ruchi sārī rākhavī; ne sang na oḷakhī shakāy to vishvās rākhavo eṭale tene be ghaḍīmā kalyāṇ thayu em oḷakhāve ne kathā-kīrtan karīne āvardā pūro karī devo.
આજનો એકડમલ કરીને કાઢી મૂકેલો જગતનો ગુરુ છે. ને સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ કહે જે, “આજના સત્સંગીનું કલ્યાણ તો પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થયા તેના જેવું થાય છે.”
A sadhu that has been cast out as an ekadmal is still the guru of the whole world.1 Maharaj said to Swarupanand Swami, “Today, the satsangis are liberated just as the avatārs of the past, such as Ram, Krishna, etc., were liberated.”
1. An ekadmal is a sadhu of Shriji Maharaj who left Maharaj because he had difficulty observing the harsh commands of Maharaj. Though he has been cast out, because of his association with God and the Sant at one point, Swami is saying he is still considered extraordinary.
Ājno ekaḍmal karīne kāḍhī mūkelo jagatno guru chhe. Ne Swarūpānand Swāmīne Mahārāj kahe je, “Ājanā satsangīnu kalyāṇ to pūrve Rāmkṛuṣhṇādik avatār thayā tenā jevu thāy chhe.”
દશે દિશામાં ઘોડો ફેરવીને યજ્ઞ આદરીએ ને કોઈ ઘોડાને બાંધે તો વિઘ્ન થાય ને યજ્ઞ થાય નહીં ને તેનું ફળ મળે નહીં. માટે પોતાના ઘરના ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ પૂરો કરી ફળ લેવું; ને ફળ તો યજ્ઞમાં છે ને ઘોડો ફેરવ્યાથી તો કીર્તિ વધે એવું છે ને તે તો સ્વરૂપાનંદ સ્વામી જેવા સમર્થનો ઘોડો બંધાય નહીં ને પરમચૈતન્યાનંદ સ્વામીનો ધર્મપુરમાં ઘોડો બંધાણો તે મુક્તાનંદ સ્વામીએ છોડાવ્યો૧ ને પરમહંસાનંદ સ્વામીનો ઘોડો ગાયોમાં બંધાણો અને ભગવાનના સમીપને પામે તથા ભગવાનનો દીકરો હોય તો પણ ચોસઠ લક્ષણ૨ આવવાં બાકી રહે, માટે ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ પૂરો કરી દેવો.
૧. માને કરીને પરમચૈતન્યાનંદ સ્વામી મહારાજને છોડી જતા રહ્યા. છેવટે ધર્મપુરમાં કુશળકુંવરબાને ત્યાં રોકાયા. મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલી એમને પાછા બોલાવ્યા.
૨. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, પ. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત. ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭] (સ્વામીની વાત: ૧/૧૭૧ની પાદટીપ)
During an Ashwamedh Yagna the sacrificial horse is taken throughout the ten directions and if somebody seizes it, the yagna remains incomplete till the horse is freed. So, the fruits of the sacrifice are not earned until the horse is released. But, if the horse is allowed to roam in one’s own compound, one can finish the yagna and earn the fruits. Since, the fruits are attained by performing the yagna and by riding the horse, fame increases. And the horse of the powerful, like Swarupanand Swami, cannot be captured.1 Even one who remains close to God and may be the son of God still has to attain the 64 qualities. Therefore, ride the horse in the compound and finish the yagna.
1. ‘Capturing the horse’ – used as a metaphor to mean that a devotee becomes attached to material pleasures instead of God.
Dashe dishāmā ghoḍo feravīne yagna ādarīe ne koī ghoḍāne bāndhe to vighna thāy ne yagna thāy nahī ne tenu faḷ maḷe nahī. Māṭe potānā gharnā faḷiyāmā ghoḍo feravīne yagna pūro karī faḷ levu; ne faḷ to yagnamā chhe ne ghoḍo feravyāthī to kīrti vadhe evu chhe ne te to Swarūpānand Swāmī jevā samarthno ghoḍo bandhāy nahī ne Paramchaitanyānand Swāmīno Dharmapurmā ghoḍo bandhāṇo te Muktānand Swāmīe chhoḍāvyo1 ne Paramhansānand Swāmīno ghoḍo gāyomā bandhāṇo ane Bhagwānnā samīpne pāme tathā Bhagwānno dīkaro hoy to paṇ chosaṭh lakṣhaṇ2 āvavā bākī rahe, māṭe faḷiyāmā ghoḍo feravīne yagna pūro karī devo.
1. Māne karīne Paramchaitanyānand Swāmī Mahārājne chhoḍī jatā rahyā. Chhevaṭe Dharmapurmā Kushaḷkuvarbāne tyā rokāyā. Mahārāje Muktānand Swāmīne mokalī emane pāchhā bolāvyā.
2. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit. 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37] (Swāmīnī vāt: 1/171nī pādṭīp)
વાસના તો એમ ટળે જે, આપણા સત્સંગના બધાય મોટેરા સાધુ ભેગા હોય ને શ્વેતદ્વીપ જેવું ધામ હોય ને બ્રહ્માના કલ્પ જેવડી આવરદા હોય તો બધાય પાસેથી એક એક - બબે લક્ષણ શિખાય, નહીં તો એ બધાય સાધુનાં લક્ષણ૧ એકમાં હોય તેનો સંગ કરીએ તો વાસના ટળી જાય.
૧. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, ૫. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત, ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭]
Innate desires are overcome when all the senior sadhus of our Satsang are gathered together, there is an abode like Shvetdwip, and one’s lifespan is equal to a kalpa of Brahmā; then one or two virtues can be learnt from everyone. Otherwise, these innate desires can be uprooted if the company of one who has all the qualities of a Sadhu1 is kept.
1. The 64 qualities of a sadhu (as mentioned in the Satsangijivan/Harigita: 1/25-37) are, one who:
1. Is compassionate,
2. Is forgiving,
3. Wishes the betterment of all jivas,
4. Tolerates cold, heat, etc.,
5. Does not look at the flaws in others’ virtues,
6. Is tranquil,
7. Does not have an enemy,
8. Is devoid of jealousy and animosity,
9. Is free of ego and envy,
10. Honors others,
Vāsanā to em ṭaḷe je, āpaṇā satsangnā badhāy moṭerā sādhu bhegā hoy ne Shvetdvīp jevu dhām hoy ne Brahmānā kalp jevaḍī āvardā hoy to badhāy pāsethī ek ek - babe lakṣhaṇ shikhāy, nahī to e badhāy Sādhunā lakṣhaṇ ekmā hoy teno sang karīe to vāsanā ṭaḷī jāy.
1. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit, 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37]
આજ્ઞા લોપાય તો પ્રાર્થના કર્યે છૂટકો થાય પણ ઉપાસનાનો ભંગ થાવા દેવો નહીં, તે આજ્ઞાનું આકરું પ્રકરણ હોય ને કહેશે જે, ગિરનાર સોંસરા નીકળી જાઓ તો એ આજ્ઞા પળે તેવી નથી; પણ આજ્ઞા માનીને ગિરનારને જઈને માથું આડાડવું. પછી માગ થાય તો સોંસરું નીકળવું, નીકર માથું અડાડી બેસી રહેવું, એટલે ભગવાન રાજી થાય.
When commands are transgressed, one is absolved by offering prayers, but do not let any lapses occur in upāsanā. And if an extremely difficult command is given, such as, go directly through Mount Girnār – and this command is not possible to follow – still, respecting the command, go to Mount Girnār and touch your head to it. Then if a path is created, go right through, otherwise touch your head and stay seated so that God is pleased.
Āgnā lopāy to prārthanā karye chhūṭako thāy paṇ upāsanāno bhang thāvā devo nahī, te āgnānu ākaru prakaraṇ hoy ne kaheshe je, Girnār sonsarā nīkaḷī jāo to e āgnā paḷe tevī nathī; paṇ āgnā mānīne Girnārne jaīne māthu āḍāḍavu. Pachhī māg thāy to sonsaru nīkaḷavu, nīkar māthu aḍāḍī besī rahevu, eṭale Bhagwān rājī thāy.
પોતાની વાત કરી જે, “મને રૂપિયાના તથા કોરીના૧ નામાની ખબર નથી તથા પ્રથમ કડિયાને ઘી જોખી આપ્યું તે શેરને બદલે બશેર જોખી આપ્યું તથા કોઠારને તાળું વાસ્યું તે સાંકળ દીધા વિના નકૂચાને તાળું વાસ્યું, એમ અમને કોઈ વાતની વ્યવહારની ખબર નહોતી.” એમ મનુષ્યચરિત્રની વાત કરી.
૧. ચાર આના, પાવલી.
Swami spoke of himself, “I did not know how to keep an account of money. Once, I measured ghee for the masons, and instead of 500 grams, I measured out 1000 grams. Once, I fastened a lock in the metal loop of the door without using a chain. In this way, I did not know simple worldly matters.” Swami spoke of his human-like actions in this way.
Potānī vāt karī je, “Mane rūpiyānā tathā korīnā1 nāmānī khabar nathī tathā pratham kaḍiyāne ghī jokhī āpyu te sherne badale basher jokhī āpyu tathā koṭhārne tāḷu vāsyu te sānkaḷ dīdhā vinā nakūchāne tāḷu vāsyu, em amane koī vātnī vyavahārnī khabar nahotī.” Em manuṣhyacharitranī vāt karī.
1. Chār ānā, pāvalī.