TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૨૧૧ થી ૨૨૦
વાઘાખાચરે પૂછ્યું જે, “સંપૂર્ણ થયા કેમ કહેવાય?” ત્યારે સ્વામી બોલ્યા જે, “આત્મા ને પરમાત્મા બેનું જ્ઞાન થાય, ને છઠ્ઠો નિશ્ચય૧ કહ્યો છે એવો થાય ત્યારે પૂરું થયું કહેવાય. ને એ વાત તો વક્તા જો નિર્દોષ હોય ને વિશ્વાસ હોય તો થાય તેવું છે. નીકર દાખડો કરતાં ભગવાનની દૃષ્ટિ થાય ત્યારે કાળાંતરે સમજાય.”
૧. વચનામૃત લોયા ૧૨ પ્રમાણે છઠ્ઠો નિશ્ચય એટલે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય.
Vagha Khachar asked, “When can one be said to be truly fulfilled?” Then Swami replied, “When the knowledge of both ātmā and Paramātmā is attained, and the sixth (highest) level of conviction in which there are no doubts in any action of God – good, bad or indifferent (as described in Vachanamrut Loya-12) – is attained, then one can be said to be fulfilled. This state is attained if the speaker is fault-free and one has trust in him. Otherwise, while trying (to be fulfilled), if God grants grace then, in time, it is understood.”
Vāghā Khāchare pūchhyu je, “Sampūrṇa thayā kem kahevāy?” Tyāre Swāmī bolyā je, “Ātmā ne Paramātmā benu gnān thāy, ne chhaṭhṭho nishchay1 kahyo chhe evo thāy tyāre pūru thayu kahevāy. Ne e vāt to vaktā jo nirdoṣh hoy ne vishvās hoy to thāy tevu chhe. Nīkar dākhaḍo karatā Bhagwānnī draṣhṭi thāy tyāre kāḷāntare samajāy.”
1. Vachanāmṛut Loyā 12 pramāṇe chhaṭhṭho nishchay eṭale uttam nirvikalp nishchay.
તપ કરીને બળી જાય તો પણ ભગવાન તેડવા ન આવે; ને હિંડોળા ખાટ્યમાં સૂઈ રહે, દૂધ, સાકર, ચોખા જમે ને બે ચાકર સેવા કરનારા હોય ને રળનારા બીજા હોય તેને અંત સમે વિમાનમાં બેસારીને ભગવાન લઈ જાય, ને એ સુખ પૂર્વના સંસ્કારથી છે તેમ જ વિમાન પણ પ્રારબ્ધ ભેગું જ છે.
Even if one burns away performing penance, God will not come to take him to his abode (because he does not have the refuge of God). On the other hand, God will take one who sleeps on a swing, eats rice in milk and sākar, and has others to serve him and labor for him to his abode in a vimān (because he has the refuge of God). And, just as his happiness is because of his merits of past births, the vimān (that takes one to the abode of God) is also because of that.
Tap karīne baḷī jāy to paṇ Bhagwān teḍavā na āve; ne hinḍoḷā khāṭyamā sūī rahe, dūdh, sākar, chokhā jame ne be chākar sevā karanārā hoy ne raḷanārā bījā hoy tene ant same vimānmā besārīne Bhagwān laī jāy, ne e sukh pūrvanā sanskārthī chhe tem ja vimān paṇ prārabdha bhegu ja chhe.
કોઈ રળીને મરી જાય તોય ખાવા ન મળે ને કોઈને ગાડાં મોઢે રૂપિયા ચાલ્યા આવે તે પૂર્વનું પ્રારબ્ધ કહેવાય.
One may labor in life and yet have difficulty finding food to eat; and another may have cart-full of money come directly to him. This is all due to the prārabhda karmas of past births.
Koī raḷīne marī jāy toy khāvā na maḷe ne koīne gāḍā moḍhe rūpiyā chālyā āve te pūrvanu prārabdha kahevāy.
આજ આપણો તીર ચાલે છે,૧ તેથી કોઈ નામ લઈ શકે નહીં ને બીજાનાં તીર ચાલતાં નથી એટલે તેને દુઃખ થાય છે.
૧. પ્રભાવ ચાલે છે.
Today, our (God’s and the Satpurush’s) influence prevails; therefore, no one1 can make us miserable. Others’ are not as influential; hence, they are miserable.
1. Swami is implying that kāl, karma, māyā, etc. cannot make the devotees of God and the Satpurush miserable, because whatever happens is according to their wishes.
Āj āpaṇo tīr chāle chhe,1 tethī koī nām laī shake nahī ne bījānā tīr chālatā nathī eṭale tene dukh thāy chhe.
1. Prabhāv chāle chhe.
છેલ્લા પ્રકરણનું તેરમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “પોતાના સ્વરૂપને અક્ષર માનીને ઉપાસના કરે તેની પ્રીતિ દેશ, કાળ, કર્મ, ક્રિયા કોઈથી ટળે નહીં ને એ કોઈની મોટાઈમાં લેવાય નહીં. ગોલોકાદિક ધામ પણ કાળનું ભક્ષણ છે એમ જાણતો હોય ને તેના દેહની વ્યવસ્થા બ્રાહ્મણ મટીને મુસલમાનની થાય પણ ભગવાનમાંથી પ્રીતિ ટળે નહીં.” ત્યાં દૃષ્ટાંત દીધું જે, “બીજું સર્વે દ્રવ્ય જાતું રહે ને ચિંતામણિ રહે તો કાંઈ ગયું જ નથી ને ચિંતામણિ ગઈ તો કાંઈ રહ્યું જ નથી.”
Gunātitānand Swāmi had Vachanāmrut Gadhadā III-13 read and said, “The love of one who identifies himself as Akshar and offers upāsanā will not diminish due to place, time, deeds, actions, etc., and he is not intimidated by anyone’s greatness. He understands Golok and other abodes will be destroyed by kāl; and even if he converts from a brāhmin to a Muslim, his love for God will never diminish.” Then, he gave an example, “All of the other wealth is lost but if one still has the chintāmani, then nothing is lost; on the other hand, if the chintāmani is lost, then nothing is saved.”
Chhellā Prakaraṇnu Termu Vachanāmṛut vanchāvīne vāt karī je, “Potānā swarūpne Akṣhar mānīne upāsanā kare tenī prīti desh, kāḷ, karma, kriyā koīthī ṭaḷe nahī ne e koīnī moṭāīmā levāy nahī. Golokādik dhām paṇ kāḷnu bhakṣhaṇ chhe em jāṇato hoy ne tenā dehnī vyavasthā brāhmaṇ maṭīne Musalmānnī thāy paṇ Bhagwānmāthī prīti ṭaḷe nahī.” Tyā draṣhṭānt dīdhu je, “Bīju sarve dravya jātu rahe ne chintāmaṇi rahe to kāī gayu ja nathī ne chintāmaṇi gaī to kāī rahyu ja nathī.”
ભગવાન વિના બીજો સંકલ્પ થાય તો બળબળતો ડામ દે એવું દુઃખ આપણને થાતું નથી પણ ઉપાસનાના પ્રતાપથી સર્વે દોષ ટળી ગયા છે. માટે ‘હું ભગવાનનો છું ને ભગવાન મારા સ્વામી છે.’ એટલો ભાવ રાખવો. ને શરીર-શરીરી તથા કારણ-કાર્ય તથા અન્વય-વ્યતિરેક એ વચનામૃતને સમજ્યા વિના અર્થ કરવો નહીં, નીકર બાધ આવશે. માટે આપણે તો સ્વામી-સેવકને ભાવે ઉપાસના દૃઢ રાખવી એટલે સર્વે દોષ ટળશે.
When thoughts other than those of God arise, one does not feel pain like that which is experienced when a branding iron is applied. But by the power of upāsanā all faults are overcome. Therefore, maintain the sentiment that “I am God’s and God is my master.” Preserve this feeling. Also, never try to explain the meaning of ‘the body-soul relationship,’ ‘cause-effect,’ and the ‘immanent-transcendent aspects of God’ without thoroughly understanding the Vachanamrut, otherwise obstacles will be encountered. Therefore, we should develop firm upāsanā, together with the master-servant understanding. Consequently all faults will be overcome.
Bhagwān vinā bījo sankalp thāy to baḷbaḷto ḍām de evu dukh āpaṇne thātu nathī paṇ upāsanānā pratāpthī sarve doṣh ṭaḷī gayā chhe. Māṭe ‘Hu Bhagwānno chhu ne Bhagwān mārā Swāmī chhe.’ Eṭalo bhāv rākhavo. Ne sharīr-sharīrī tathā kāraṇ-kārya tathā anvay-vyatirek e Vachanāmṛutne samajyā vinā arth karavo nahī, nīkar bādh āvashe. Māṭe āpaṇe to Swāmī-Sevakne bhāve upāsanā draḍh rākhavī eṭale sarve doṣh ṭaḷashe.
છેલ્લા પ્રકરણનું પાંત્રીસમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “આ છ લક્ષણની૧ મોટાઈ તો સર્વ હરિભક્ત તથા સાધુ તમામને છે.”
૧. આ છ લક્ષણ આ પ્રમાણે છે: (૧) ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકારમૂર્તિ સમજે, (૨) ભગવાનની એકાંતિક ભક્તિ કરે અને બીજા કરે તેને દેખીને મનમાં બહુ રાજી થાય, (૩) ભગવાનના ભક્તમાં રહેતાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ભક્તના સંગનો ત્યાગ ન કરે, (૪) સારું પદાર્થ પ્રાપ્ત થાય તો તે પદાર્થ ભગવાનના ભક્તને આપીને રાજી થાય, (૫) ભક્તના સમૂહમાં રહે તો કોઈને એમ ન થાય કે આ તે કેવો હશે? એવો સરલ સ્વભાવવાળો હોય, અને (૬) શાંત સ્વભાવવાળો હોય તોય કુસંગીની સોબત ન ગમે.
Swami had Vachanamrut Gadhada III-35 read and said, “The greatness due to these six characteristics1 is found in all devotees and sadhus.”
1. The six characteristics of the devotees and sadhus are: (1) they never believe God to be formless, (2) they engage in the ekāntik bhakti of God and are pleased when someone else does the same, (3) when they stay among devotees, they do not allow any of their swabhāvs to interfere, (4) when they come across any precious item, they are happier giving it away, (5) they are of frank nature, such that everyone would know them outwardly and inwardly, and (6) though of a quiet nature, they do not like the company of kusangis.
Chhellā Prakaraṇnu Pāntrīsmu Vachanāmṛut vanchāvīne vāt karī je, “Ā chha lakṣhaṇnī moṭāī to sarva haribhakta tathā sādhu tamāmne chhe.”
આપણે ધર્મ પાળવો, ત્યાગ રાખવો, તપ કરવું, નિયમ પાળવા વગેરે ક્રિયાયું સાધનની છે તે પોતાના કલ્યાણને અર્થે નથી, તે તો બીજા જીવુંના કલ્યાણને અર્થે છે. ને અમારે તો ઝીણી વાતું છે તે તમને જાડી કરી દઈને સમજાવવી છે.૧
૧. આ કથનમાં સ્વામીના કહેવાનું તાત્પર્ય એ છે કે આપણું કલ્યાણ તો ઉપાસનાને લીધે છે; અને ધર્મ, તપ, ત્યાગ, નિયમ વગેરે જે કાંઈ સાધનો કરવાનાં છે, તે તો આપણા વર્તનથી બીજાને ગુણ આવે અને તેથી એનું કલ્યાણ થાય તે માટે સાધનો કરવાનાં છે.
The fact that we abide by our dharma, remain detached to objects, perform austerities, and practice other such spiritual endeavors is not for our own liberation; actually, it is for the liberation of others. I want to explain such extremely subtle talks in the most tangible way.1
1. Swami’s purport here is that our liberation is due to the upāsanā of God. The spiritual endeavors, as mentioned here, that we engage in are so that others will perceive virtues in our pure conduct, and therefore, attain liberation.
Āpaṇe dharma pāḷavo, tyāg rākhavo, tap karavu, niyam pāḷavā vagere kriyāyu sādhannī chhe te potānā kalyāṇne arthe nathī, te to bījā jīvunā kalyāṇne arthe chhe. Ne amāre to zīṇī vātu chhe te tamane jāḍī karī daīne samajāvavī chhe.
પંચમસ્કંધમાં જડભરતનાં વચન છે જે, “અમારે મતે વેદોક્ત માર્ગ નથી.” એમ વાત કરી. તે ઉપર ઠક્કર મનજીએ પૂછ્યું જે, “એને શું રહ્યું?” ત્યારે સ્વામી બોલ્યા જે, “આત્મા ને પરમાત્મા બે, ને આપણે પણ એવા થાવું છે.”૧
૧. સ્વામી અહીં સમજાવે છે કે જેમને આત્મા-પરમાત્માનું જ્ઞાન સિદ્ધ થયું છે, તેઓ વેદનો માર્ગ જે વિધિ-નિષેધ પાળતા હોવા છતાં તેમને તેનો ભાર નથી. આવા આત્મા-પરમાત્માના જ્ઞાનવાળા ભક્તો વિધિનિષેધ પાળે છે છતાં તે પાળવાથી પ્રાપ્ત થતાં સ્વર્ગાદિક સુખની કોઈ અપેક્ષા રાખતા નથી. આવા ભક્તો ભગવાનની પ્રસન્નતા માટે નિયમ-ધર્મ દૃઢતાપૂર્વક પાળે છે.
The fifth canto (of the Bhagwat) has the words of Jadbharat: “According to my principle, the path of the Vedas does not come into consideration.” On that, Manji Thakkar asked, “What comes into his consideration?” Swami answered, “The two: ātmā and Paramātmā. And we have to follow accordingly.”1
1. The path of the Vedas refers to observance of dharma - the moral do’s and dont’s. By these words, Swami is explaining that for those who have the knowledge of ātmā and Paramātmā, though they observe the do’s and dont’s, they do not desire the fruits of observing dharma, which is the happiness of swarg-lok. Such devotees with the knowledge of ātmā and Paramātmā firmly observe dharma to please God instead. Gunatitanand Swami has also explained this in vat 1/207.
Pancham Skandhmā Jaḍbharatnā vachan chhe je, “Amāre mate Vedokta mārg nathī.” Em vāt karī. Te upar Ṭhakkar Manjīe pūchhyu je, “Ene shu rahyu?” Tyāre Swāmī bolyā je, “Ātmā ne Paramātmā be, ne āpaṇe paṇ evā thāvu chhe.”
મધ્યનું દસમું વચનામૃત વંચાવી વાત કરી જે, “વચનામૃતના અર્થ સમજાય તેવા નથી; પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે. ને મહારાજને આ જ્ઞાન સર્વ સાધુ, સત્સંગીને આપવું છે. પ્રકૃતિનો પતિ તે કુટસ્થ પુરુષ કહેવાય ને ગૃહસ્થ પણ કુટસ્થ પુરુષ કહેવાય, તેમ જ ગૃહસ્થની પેઠે જ શ્રીકૃષ્ણ પણ કુટસ્થ પુરુષ કહેવાય. ને સાંખ્યજ્ઞાનને મતે કરીને નિર્લેપપણું કહેવાય. ને વૈરાટ પુરુષ તથા મહાપુરુષ તથા અક્ષર એ સર્વેના નિયંતા મહારાજ પુરુષોત્તમ છે એમ સમજવું તે જ્ઞાન કહેવાય. ને દિવ્યભાવ-મનુષ્યભાવ કલ્યાણકારી સમજાય તે ભક્તિ કહેવાય. ને આપણા શરીરના તેજે કરીને ભગવાનનાં દર્શન થાય તો પણ તેનું આપેલ છે એમ સમજવું એ ભક્તિ કહેવાય. ને એવા ભક્તને કાંઈ વિઘ્ન નથી. ને સાંખ્ય જ્ઞાને કરીને સંકલ્પને ખોટા કરી નાખવા એ જ મૂર્તિમાં સ્થિતિ થઈ; તે મૂર્તિ સામું જોઈ રહ્યેથી સંકલ્પ બંધ થઈ જાય.”
After reading Vachanamrut Gadhada II-10, Swami spoke, “The meanings in the Vachanamrut are not easy to understand. But if one studies them a lot, they can be understood by oneself – this is Maharaj’s promise. And Maharaj wants to give this spiritual wisdom of the Vachanamrut to all sadhus and satsangis.”
Spiritual wisdom is to understand that Maharaj is the controller of Vairat Purush, Mahapurush and Akshar.
To defeat all worldly desires with the knowledge of Sānkhya is equal to developing single-minded focus on the murti. By continually looking at this murti, desires cease to exist.
Devotion is understanding the human traits and divine traits of God and his Sadhu as the means for ultimate moksha. Also, even if the darshan of God is possible only by the light from our body, then to still understand that the light is given by him is called devotion. And such a devotee has no obstacles.
Madhyanu Dasmu Vachanāmṛut vanchāvī vāt karī je, “Vachanāmṛutnā artha samajāy tevā nathī; paṇ bahu abhyās rākhe to potānī meḷe samajāy evo Mahārājno var chhe. Ne Mahārājne ā gnān sarva sādhu, satsangīne āpavu chhe. Prakṛutino pati te kuṭasth puruṣh kahevāy ne gṛuhasth paṇ kuṭasth puruṣh kahevāy, tem ja gṛuhasthnī peṭhe ja Shrī Kṛuṣhṇa paṇ kuṭasth puruṣh kahevāy. Ne sānkhyagnānne mate karīne nirleppaṇu kahevāy. Ne Vairāṭ Puruṣh tathā Mahāpuruṣh tathā Akṣhar e sarvenā niyantā Mahārāj Puruṣhottam chhe em samajavu te gnān kahevāy. Ne divyabhāv-manuṣhyabhāv kalyāṇkārī samajāy te bhakti kahevāy. Ne āpaṇā sharīrnā teje karīne Bhagwānnā darshan thāy to paṇ tenu āpel chhe em samajavu e bhakti kahevāy. Ne evā bhaktane kāī vighna nathī. Ne sānkhya gnāne karīne sankalpne khoṭā karī nākhavā e ja mūrtimā sthiti thaī; te mūrti sāmu joī rahyethī sankalp bandh thaī jāy.”