share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૨૦૧ થી ૨૧૦

તકિયો કાઢી નાખીને કહ્યું જે, “ટેવ પડી જાય; અને કોઈ પદાર્થની ટેવ તો એક સહજાનંદ સ્વામીને ન પડે, બીજા બધાયને પડે.”

(૫/૨૦૧)

Swami got rid of his back pillow and said, “It can become a habit. Only Sahajanand Swami does not form a habit for any object. Everyone else will form a habit.”

(5/201)

Takiyo kāḍhī nākhīne kahyu je, “Ṭev paḍī jāy; ane koī padārthnī ṭev to ek Sahajānand Swāmīne na paḍe, bījā badhāyne paḍe.”

(5/201)

ત્રણ જણ સુખિયા: એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની, તથા કાંઈ જોઈએ નહીં તે, આશા હિ પરમં દુઃખં નૈરાશ્યં પરમં સુખમ્ - એ ત્રણ સુખિયા છે.

સુખ (1.19) / (૫/૨૦૨)

૧. આશા હિ પરમં દુઃખં નૈરાશ્યં પરમ સુખમ્। યથા સંછિદ્ય કાન્તાશાં સુખં સુષ્વાપ પિંગલા॥ (શ્રીમદ્‍ભાગવત: ૧૧/૮/૪૪) આશા જ પરમ દુઃખ છે ને આશારહિત રહેવું તેમાં પરમ સુખ છે. જેમ પિંગલા નામની વેશ્યાએ પુરુષ માટેની આશાને છેદી સુખેથી ઊંઘ લીધી.

Three kinds of people are happy: one who does as the great Sadhu says, the spiritually wise who does not accept the thoughts of his mind and one who does not need anything. ‘Āshā hi paramam dukham nairāshyam paramam sukham.’1 These three are happy.

Happiness (1.19) / (5/202)

1. Desires cause great misery; one without desires is supremely happy.

Traṇ jaṇ sukhiyā: ek to Moṭā Sādhu kahe tem kare te, tathā mannn kahyu na māne te gnānī, tathā kāī joīe nahī te, Āshā hi paramam dukham nairāshyam paramam sukham1 - e traṇ sukhiyā chhe.

Happiness (1.19) / (5/202)

1. Āshā hi paramam dukham nairāshyam param sukham; Yathā sanchhidya kāntāshām sukham suṣhvāp pingalā. (Shrīmad Bhāgwat: 11/8/44) Āshā ja param dukh chhe ne āshārahit rahevu temā param sukh chhe. Jem Pingalā nāmnī veshyāe puruṣh māṭenī āshāne chhedī sukhethī ūngh līdhī.

‘જે વડે આ જક્ત છે તેને કોઈ ન જાણે રે.’

ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે સમાધિ છે, ને ધર્મનું અંગ પણ તેનું જ છે. એવાં સર્વે અંગ તેમાં આવી ગયાં, ને વાતું કર્યેથી ઘણાને નિશ્ચય થાય માટે વાતું કરવી, એ અંગ અધિક છે.

વિહદ વગાડી વાંસળી તીખી નૌતમ તાન,

ચૌદ લોક ધૂનિ સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન.

એવી વાતું છે. ઉપાસના ને આજ્ઞા બેનું બળ રાખવું ને આજ્ઞા પાળે નહીં તો દુઃખ આવે. દૃઢ નિશ્ચય રાખવો જે પર્વત પરાયણ કોઈનો ફેરવ્યો ફરે નહીં. ને ઇન્દ્રને પાંચ બ્રહ્મહત્યા હતી તે નિશ્ચયરૂપી મૂર્તિ ધાર્યેથી ટળી ગઈ ને એક એક વિષય ગિરનાર પર્વત જેવો છે તે ફરે નહીં. પણ નિશ્ચયનું તથા આશરાનું બળ રાખવું, જેમ ટોપીવાળે સુરંગો દારૂથી ફોડીને ડુંગરને તોડી નાખ્યો તેમ પર્વત જેવા વિષયે તોડી નાખે છે.

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.24) / (૫/૨૦૩)

૧. ભાવાર્થ: શ્રીકૃષ્ણ ભગવાને નવા તાન - સૂર સાથે એવી અદ્‌ભુત વાંસળી વગાડી કે તેની ધૂન ચૌદ લોકમાં સંભળાઈ અને ધ્યાનમાં બેઠેલા શિવજીનું ધ્યાન છૂટી ગયું. આ વાત બ્રહ્માનંદ સ્વામીના ‘હેલી મારે વાલીડે રે કહાન’ પદમાં ઉલ્લેખાયેલી છે.

કીર્તન

હેલી મારે વાલીડે રે કહાન,

વજાડી રે રંગભરજી વાંસળી રે,

માણા રે રાજ; પ્યારી બોલે રે વાંસળી. ટેક.

માવે વજાડી હો જી મોરલી રે, રંગભીને વ્રજરાજ;

શબ્દ સુણીને હો જી સુંદરી રે, ભૂલી સર્વે ઘર કાજ રે. હેલી ૧

બેહદ વાગી હો જી વાંસળી રે, તીખી જો નૌતમ તાન,

ચૌદ ભુવન ધુન હો જી સાંભળી રે, છુટ્યું જો શંકર કેરું ધ્યાન રે. હેલી ૨

મન માંહે હરખી હો જી માનની રે, રંગભર ગળતી રે રેણ;

બ્રહ્માનંદ હો જી વાલમે રે, વાઈ રે અલૌકિક વેણ રે. હેલી ૩

[બ્રહ્માનંદ કાવ્ય: ૨/૪૨૦]

God behaves like a human and to know him (even when he acts like a human) to be God is samādhi.

Vihad vagāḍī vānsaḷī tīkhī nautam tān,
Chaud lok dhūni sāmbhaḷī chhūṭyu Shankar keru dhyān.
1

Keep resolute faith in the manifest form of God so that, like a mountain, nobody can shake it even if they try. Indra was burdened with five Brahmicides (i.e. sin of killing Brahmins) which were overcome by beholding the murti in the form of firm faith in God. And each sense pleasure is like Mount Girnar and cannot be overcome. But keep the strength arising out of firm faith in and refuge to God, which, just as the British blasted the mountain using dynamite, can similarly shatter desires for the mountain-like sense pleasures.

Firm Faith in the Divine Form of God (43.24) / (5/203)

1. Meaning: Krishna Bhagwan played the flute in a novel tune, which was so extraordinary that the tune was heard in all of the 14 loks and even Shankar Bhagwan’s concentration was interrupted. This is mentioned by Brahmanand Swami in his kirtan ‘Heli māre vālīḍe re kahān’.

Kīrtan

Helī māre vālīḍe re kahān,

Vajāḍī re rangbharjī vānsaḷī re,

Māṇā re rāj; pyārī bole re vānsaḷī. ṭek.

Māve vajāḍī ho jī moralī re, rangabhīne vrajrāj;

Shabda suṇīne ho jī sundarī re, bhūlī sarve ghar kāj re. Helī 1

Behad vāgī ho jī vānsaḷī re, tīkhī jo nautam tān,

Chaud bhuvan dhun ho jī sāmbhaḷī re, chhuṭyu jo Shankar keru dhyān re. Helī 2

Man māhe harakhī ho jī mānanī re, rangbhar gaḷatī re reṇ;

Brahmānand ho jī vālame re, vāī re alaukik veṇ re. Helī 3

[Brahmānand Kāvya: 2/420]

‘Je vaḍe ā jakta chhe tene koī na jāṇe re.’
Bhagwān manuṣhya jevā thāy tene jāṇyā te samādhi chhe, ne dharmanu ang paṇ tenu ja chhe. Evā sarve ang temā āvī gayā, ne vātu karyethī ghaṇāne nishchay thāy māṭe vātu karavī, e ang adhik chhe.
Vihad vagāḍī vānsaḷī tīkhī nautam tān,
Chaud lok dhūni sāmbhaḷī chhūṭyu Shankar keru dhyān.
1
Evī vātu chhe. Upāsanā ne āgnā benu baḷ rākhavu ne āgnā pāḷe nahī to dukh āve. Draḍh nishchay rākhavo je parvat parāyaṇ koīno feravyo fare nahī. Ne Indrane pānch brahmahatyā hatī te nishchayrūpī mūrti dhāryethī ṭaḷī gaī ne ek ek viṣhay Girnār Parvat jevo chhe te fare nahī. Paṇ nishchaynu tathā āsharānu baḷ rākhavu, jem Ṭopīvāḷe surango dārūthī foḍīne ḍungarne toḍī nākhyo tem parvat jevā viṣhaye toḍī nākhe chhe.

Firm Faith in the Divine Form of God (43.24) / (5/203)

1. Bhāvārth: Shrī Kṛuṣhṇa Bhagwāne navā tān - sūr sāthe evī ad‌bhut vānsaḷī vagāḍī ke tenī dhūn chaud lokmā sambhaḷāī ane dhyānmā beṭhelā Shivajīnu dhyān chhūṭī gayu. Ā vāt Brahmānand Swāmīnā ‘Helī māre vālīḍe re kahān’ padmā ullekhāyelī chhe.

Kīrtan

Helī māre vālīḍe re kahān,

Vajāḍī re rangbharjī vānsaḷī re,

Māṇā re rāj; pyārī bole re vānsaḷī. ṭek.

Māve vajāḍī ho jī moralī re, rangabhīne vrajrāj;

Shabda suṇīne ho jī sundarī re, bhūlī sarve ghar kāj re. Helī 1

Behad vāgī ho jī vānsaḷī re, tīkhī jo nautam tān,

Chaud bhuvan dhun ho jī sāmbhaḷī re, chhuṭyu jo Shankar keru dhyān re. Helī 2

Man māhe harakhī ho jī mānanī re, rangbhar gaḷatī re reṇ;

Brahmānand ho jī vālame re, vāī re alaukik veṇ re. Helī 3

[Brahmānand Kāvya: 2/420]

ઝાડને દેહે કરીને તથા પશુને દેહે કરીને તથા લોટ આપ્યો હશે, આંગળી ચીંધી હશે, એવા અનેક પ્રકારથી સંસ્કાર થયા હશે તે સર્વેનું કામ થઈ જાશે.

(૫/૨૦૪)

Through the life of a tree or an animal or by donating flour or even pointing (to show the way); any way one has gained merits (by serving God, the Sant, or his devotees), one will be liberated.

(5/204)

Zāḍne dehe karīne tathā pashune dehe karīne tathā loṭ āpyo hashe, āngaḷī chīndhī hashe, evā anek prakārthī sanskār thayā hashe te sarvenu kām thaī jāshe.

(5/204)

હાલ તો મહારાજનાં દર્શન કર્યેથી મોક્ષ થાય તેમ જ મોક્ષ થાય છે. ને જ્ઞાન તો તે દહાડાના કરતાં હાલ વૃદ્ધિ પામ્યું છે. ને હાલના હરિભક્ત છે તેના મળેલાનાં દર્શન કરશે તેનું પણ તેમ જ સો વરસ પર્યંત કલ્યાણ થાશે. એમ કલ્યાણનો માર્ગ ઊભો રહેશે.

(૫/૨૦૫)

Today, just as one is liberated by having the darshan of Maharaj, one is liberated similarly. And knowledge has flourished today compared to those days. And even a hundred years from now, anyone who has the darshan of those who have met the devotees of today will be liberated. The path of liberation will continue in this manner.

(5/205)

Hāl to Mahārājnā darshan karyethī mokṣha thāy tem ja mokṣha thāy chhe. Ne gnān to te dahāḍānā karatā hāl vṛuddhi pāmyu chhe. Ne hālnā haribhakta chhe tenā maḷelānā darshan karashe tenu paṇ tem ja so varas paryant kalyāṇ thāshe. Em kalyāṇno mārg ūbho raheshe.

(5/205)

કરતા હોય સો કીજિયે ઔર ન કીજિયે કગ,

માથું રહે સેવાળમાં ને ઊંચા રહે પગ.

માટે લોક તો ગમે તેમ કહે તે માનવું નહીં ને પોતપોતાના ધર્મમાં રહીને પ્રભુને ભજવા. ને બીજું બધું કોઈ પ્રયોજનને અર્થે છે એમ સમજવું.

ધ્યેય-સાધુતા-વાસનામાંથી મુક્તિ (13.8) / (૫/૨૦૬)

૧. ભાવાર્થ: હે કાગડાભાઈ! આપણા માટે જે કરવા યોગ્ય હોય એ જ કરવું, બીજું ન કરવું. નહીંતર માથું શેવાળમાં રહે ને પગ ઊંચા થઈ જાય, એવી હાલત થાય.

બોધકથા

એક કાગડો બગલાનો વાદ લઈ તેનું અનુકરણ કરી માછલું પકડવા ગયો, તો માછલું તો ન પકડાયું, પણ તેની ચાંચ શેવાળમાં ખૂંપી ગઈ ને પગ આકાશમાં અધ્ધર રહ્યા.

બોધ: જે કરતા હોય તે કરવું, પણ બીજા ફંદમાં પડવું નહીં. ધર્મ-નિયમ લોપીને બીજાં સાધન કરવાં નહીં, નહીંતર કલ્યાણની વાત તો દૂર રહી જશે ને ઊલટું બીજું પાપા પેસશે.

Kartā hoy so kijiye aur na kijiye kag,

Māthu rahe sevālmā ne uchā rahe pag.1

Let people say anything but do not believe it. Observe one’s own dharma and worship God. And understand everything else to be for some other worldly purpose.

Aim-Saintliness-Freedom from Material Desires (13.8) / (5/206)

1. O Crow! Do whatever is appropriate and not anything else. Otherwise your head will remain in moss and legs will be raised in the air.

This saying is based on the story of a crow and a swan. Once, they had a swimming contest. The crow was egoistic and felt it, too, could swim like the swan. But, after swimming a little distance, it got tired. The bird flipped over and its head got stuck in the mud and feet were suspended in the air. Soon, it died of suffocation. Therefore do not be egoistic.

An alternate tale is: A crow tried to imitate a seagull catching fish in its beak. Instead of catching fish, the crow got its head stuck in the mud and its feet were suspended in the air.

Karatā hoy so kījiye aur na kījiye kag,
Māthu rahe sevāḷmā ne ūnchā rahe pag.

Māṭe lok to game tem kahe te mānavu nahī ne potpotānā dharmamā rahīne Prabhune bhajavā. Ne bīju badhu koī prayojanne arthe chhe em samajavu.

Aim-Saintliness-Freedom from Material Desires (13.8) / (5/206)

1. Bhāvārtha: he kāgaḍābhāī! āpaṇā māṭe je karavā yogya hoya e j karavun, bījun n karavun. Nahīntar māthun shevāḷamān rahe ne pag ūnchā thaī jāya, evī hālat thāya.

bodhakathā

ek kāgaḍo bagalāno vād laī tenun anukaraṇ karī māchhalun pakaḍavā gayo, to māchhalun to n pakaḍāyun, paṇ tenī chāncha shevāḷamān khūnpī gaī ne pag ākāshamān adhdhar rahyā.

bodha: je karatā hoya te karavun, paṇ bījā fandamān paḍavun nahīn. Dharma-niyam lopīne bījān sādhan karavān nahīn, nahīntar kalyāṇanī vāt to dūr rahī jashe ne ūlaṭun bījun pāpā pesashe.

વિષય ભોગવવાનો કોટિ કલ્પથી ખાડો પડેલો છે તે પુરાય તેવો નથી; તેને પૂરવાનો બધાં શાસ્ત્રમાં એક જ ઉપાય છે જે, નિજાત્માનં બ્રહ્મરૂપં એ એક જ શ્લોક છે.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.33) / (૫/૨૦૭)

The bottomless pit to enjoy material pleasures has been formed over tens of millions of years and is not likely to be filled. To fill it, all the scriptures describe only one solution. That is, ‘Nijātmānam brahmarupam.’ It is the only shlok (which explains the solution).

Atmanishtha-Brahmarup (29.33) / (5/207)

Viṣhay bhogavavāno koṭi kalpthī khāḍo paḍelo chhe te purāy tevo nathī; tene pūravāno badhā shāstramā ek ja upāy chhe je, Nijātmānam brahmarūpam e ek ja shlok chhe.

Atmanishtha-Brahmarup (29.33) / (5/207)

વ્યાસજીએ ઘણું તપ કર્યું. ઘણાં શાસ્ત્ર પુરાણ કર્યાં ને પોતે ભગવાન હતા પણ શાંતિ ન થઈ; પછી નારદજીને વચને કરીને શ્રીમદ્‍ભાગવત કર્યું ને તેમાં ભગવાન ને ભગવાનના ભક્તના ગુણનું ગાન કર્યું ત્યારે પરમ શાંતિ થઈ. માટે આપણે તેમ કરવું.

(૫/૨૦૮)

Vyasji performed penance for many years. He wrote many scriptures such as the Purans and he was an avatār of God; yet he did not find peace. Then, on Naradji’s advice he wrote the Shrimad Bhagwat which sings the praises of manifest God (Shri Krishna) and God’s devotees and found peace. Therefore, we should do the same.

(5/208)

Vyāsjīe ghaṇu tap karyu. Ghaṇā shāstra Purāṇ karyā ne pote Bhagwān hatā paṇ shānti na thaī; pachhī Nāradjīne vachane karīne Shrīmad‍ Bhāgwat karyu ne temā Bhagwān ne Bhagwānnā bhaktanā guṇnu gān karyu tyāre param shānti thaī. Māṭe āpaṇe tem karavu.

(5/208)

આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી, પણ શાંતિ થાતી નથી તેનું કારણ એ છે જે, વિષયમાં રાગ છે જે મનનું ધાર્યું કરવું તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન એ ત્રણે કરીને શાંતિ થાતી નથી.

દુઃખ (2.9) / (૫/૨૦૯)

We have met and recognized God and his Sadhu so there is nothing left to be done. But we still do not feel at peace. The reason for this is that there is desire for enjoying worldly pleasures. Doing as the mind wills, transgressing commands, and ignorance – due to these three things peace is not experienced.

Misery (2.9) / (5/209)

Āpaṇne Bhagwān tathā Sādhu maḷyā chhe ne oḷakhāṇā chhe tethī kāī karavu rahyu nathī, paṇ shānti thātī nathī tenu kāraṇ e chhe je, viṣhaymā rāg chhe je mannu dhāryu karavu tathā āgnā lopāy tathā agnān e traṇe karīne shānti thātī nathī.

Misery (2.9) / (5/209)

લોઢાની, લાકડાની, પથ્થરની ને સોનાની એ બેડિયો કોઈક કાળે ભાંગીને ટળી જાય પણ પંચવિષયના પાસલારૂપી બેડી ટળે તેવી નથી, ને અગ્નિ તથા સૂર્યનો અગ્નિ તથા જઠરાગ્નિ તથા પ્રલયકાળનો અગ્નિ તથા મહાપ્રલયનો અગ્નિ તેણે કરીને પણ વાસના બળી નથી. ને મોટા મોટા ઋષિઓએ સાઠ હજાર વર્ષ તપ કર્યું તથા દેહ ઉપર તો રાફડા થઈ ગયા પણ વાસના બળી નથી એવી જે વાસના તે તો જ્ઞાનપ્રલયે કરીને બળે છે ને ભગવાનની મૂર્તિનું ધ્યાન ને આજ્ઞા તેણે કરીને વાસના લિંગદેહનો નાશ થઈ જાય છે. આટલી વાત સો જન્મે કરીને કહેવાય નહીં ને સમજાય નહીં એવી છે.

સ્વભાવ-વાસના-દૂરગુણો-પાપ (5.26) / (૫/૨૧૦)

Shackles made from iron, wood, stone and gold can be broken and overcome after some time, but the net-like shackles of the five material pleasures cannot be overcome. Since, desires have not been burnt by the worldly fire, the fire of the sun, the digestive fire, the fire of world dissolution and the fire at the time of final dissolution. Great rishis have performed austerities for up to sixty thousand years and anthills have covered their bodies, yet their desires have not been burnt. And such innate desires are only burnt by gnān pralay, meditation on God’s murti and observing his commands. These talks are such that they cannot be described adequately or understood even in a hundred births.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.26) / (5/210)

Loḍhānī, lākaḍānī, paththarnī ne sonānī e beḍiyo koīk kāḷe bhāngīne ṭaḷī jāy paṇ panch-viṣhaynā pāsalārūpī beḍī ṭaḷe tevī nathī, ne agni tathā sūryano agni tathā jaṭharāgni tathā pralaykāḷno agni tathā mahāpralayno agni teṇe karīne paṇ vāsanā baḷī nathī. Ne moṭā moṭā hruṣhioe sāṭh hajār varṣh tap karyu tathā deh upar to rāfaḍā thaī gayā paṇ vāsanā baḷī nathī evī je vāsanā te to gnānpralaye karīne baḷe chhe ne Bhagwānnī mūrtinu dhyān ne āgnā teṇe karīne vāsanā lingdehno nāsh thaī jāy chhe. Āṭalī vāt so janme karīne kahevāy nahī ne samajāy nahī evī chhe.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.26) / (5/210)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading