TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૧૮૧ થી ૧૯૦
પ્રથમના એકોતેરમા વચનામૃતમાં એમ આવ્યું જે, ભગવાન અક્ષરધામ સોતા૧ આવ્યા છે. તે ઉપર વાત કરી જે, “આ બોલે છે તે મૂર્તિ ઉપર તાન રાખવું, બીજાને કાર્ય સમજવું ને આ મૂર્તિને કારણ સમજવું. ને બીજાને રુચે એમ હોય તો વાત જોઈને કરવી. ને ઓળખીને તેની ભક્તિ કરે તેને ભગવાન ભક્તિ માને છે, ને ઓળખ્યા વિના તો ‘આવી ફસ્યા તેથી ક્રિયા કરવી પડે’૨ તેવું છે. પણ ઓળખ્યા વિના સેવા કરે તે ભક્તિ ન કે’વાય.” તે ઉપર પ્રથમનું સાડત્રીસમું વચનામૃત વંચાવ્યું.
૧. સહિત.
૨. આ શબ્દો પાછળ એક બોધકથા સંકળાયેલી છે તે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ આવી રીતે કહેતા:
આવી ફસ્યા ભાઈ, આવી ફસ્યા!
મુસલમાનો “યા હુસેન, યા હુસેન” કરતાં કરતાં તાજિયા કૂટતા હતા. એક વાણિયો ઉઘરાણીએ જતો હતો. તે જોવા ઊભો રહ્યો. મુસલમાનોએ તેને કુંડાળામાં ખેંચ્યો અને તેને ગોદા મારી કહે, “તુંય તાજિયા કૂટ.”
વાણિયાને કંઈ આવડે નહીં પણ હવે અંદર આવી ગયા એટલે ક્યાં જવું?
તે પછી “આવી ફસ્યા ભાઈ, આવી ફસ્યા!” એમ બોલતો કૂટવા માંડ્યો.
બોધ
જેને ભગવાન તથા સંતનું સ્વરૂપ સમજાયું નથી તેને અહીં સત્સંગમાં નિયમ-ધર્મ, ભજન-ભક્તિ વગેરે રુચતું ન હોવાથી “આવી ફસ્યા” જેવું લાગે છે. પરંતુ જેને ભગવાન તથા સંતનું સ્વરૂપ સમજાયું છે અને તેમનો મહિમા દૃઢ થયો છે તેને તો આ સત્સંગ ચિંતામણિ સમાન લાગે છે અને દરેક ક્રિયા-સાધનામાં સતત આનંદ અને ઉત્સાહ રહે છે.
[યોગીજી મહારાજની બોધકથાઓ: ૨૦]
In Vachanamrut Gadhada I-71, it is said that God has come with his Akshardham. On this, Swami talked, “Keep your focus on this murti that is talking to you. Understand the entire creation to be the effect and know this murti to be the cause. Understand in this way and if this view is likely to appeal to others then, after due thought, talk to them. Only devotion offered after properly knowing the form of God is accepted by God as devotion. And without knowing, it is as if we are trapped and have to perform some work. But service performed without recognizing God is not called devotion.” Then he had Vachanamrut Gadhada I-37 read.
Prathamnā Ekotermā Vachanāmṛutmā em āvyu je, Bhagwān Akṣhardhām sotā1 āvyā chhe. Te upar vāt karī je, “Ā bole chhe te mūrti upar tān rākhavu, bījāne kārya samajavu ne ā mūrtine kāraṇ samajavu. Ne bījāne ruche em hoy to vāt joīne karavī. Ne oḷakhīne tenī bhakti kare tene Bhagwān bhakti māne chhe, ne oḷakhyā vinā to ‘āvī fasyā tethī kriyā karavī paḍe’ tevu chhe. Paṇ oḷakhyā vinā sevā kare te bhakti na ke’vāy.” Te upar Prathamnu Sāḍatrīsmu Vachanāmṛut vanchāvyu.
1. Sahit.
2. ā shabdo pāchhaḷ ek bodhakathā sankaḷāyelī chhe te brahmaswarūp yogījī mahārāj āvī rīte kahetā:
āvī fasyā bhāī, āvī fasyā!
musalamāno “yā husena, yā husena” karatān karatān tājiyā kūṭatā hatā. Ek vāṇiyo ugharāṇīe jato hato. Te jovā ūbho rahyo. Musalamānoe tene kunḍāḷāmān khenchyo ane tene godā mārī kahe, “tunya tājiyā kūṭa.”
vāṇiyāne kanī āvaḍe nahīn paṇ have andar āvī gayā eṭale kyān javun?
te pachhī “āvī fasyā bhāī, āvī fasyā!” em bolato kūṭavā mānḍyo.
bodha
jene bhagavān tathā santanun swarūp samajāyun nathī tene ahīn satsangamān niyama-dharma, bhajana-bhakti vagere ruchatun n hovāthī “āvī fasyā” jevun lāge chhe. Parantu jene bhagavān tathā santanun swarūp samajāyun chhe ane temano mahimā dṛuḍh thayo chhe tene to ā satsanga chintāmaṇi samān lāge chhe ane darek kriyā-sādhanāmān satat ānanda ane utsāh rahe chhe.
[yogījī mahārājanī bodhakathāo: 20]
ભગવાન તો ઘણાયને મળે છે પણ આવી ગમ્મત કોઈએ કરાવી નથી ને આ યોગ ઘણો દુર્લભ છે. ફરી ફરીને આવો યોગ નહીં બને. કારણ કે હાલ સાક્ષાત્ ભગવાનનો યોગ છે ને હાલમાં ઘડી ઘડી પળ પળ જાય છે તે ઘણી દુર્લભ છે. માટે ભગવાન વિના બીજું રાખશે તેની અસદ્ગતિ થાશે.
Many meet God but such joy has not been given by anyone. This association of the sadhu is very rare. This opportunity will not come often. At present, we have the company of God himself and every moment and second that passes is very precious. Therefore, one who keeps interest in anything except God will fall from the path of moksha.
Bhagwān to ghaṇāyne maḷe chhe paṇ āvī gammat koīe karāvī nathī ne ā yog ghaṇo durlabh chhe. Farī farīne āvo yog nahī bane. Kāraṇ ke hāl sākṣhāt Bhagwānno yog chhe ne hālmā ghaḍī ghaḍī paḷ paḷ jāy chhe te ghaṇī durlabh chhe. Māṭe Bhagwān vinā bīju rākhashe tenī asadgati thāshe.
આ સાધુ અક્ષર છે. તેનો દિવ્યભાવ ને મનુષ્યભાવ એક સમજવો ને આ તો અજન્મા છે, ગર્ભમાં આવ્યા જ નથી. ને એમની રીત તો નટની માયાની પેઠે સમજવી ને આ તો મહારાજના સંકલ્પે કરીને આંહીં દેખાય છે.
This sadhu is Akshar. Understand his divine traits and human traits as one. And this sadhu has no birth; he was never in the womb. His ways should be understood as the illusion of a magician. He is seen here only because of Maharaj’s wish.
Ā Sādhu Akṣhar chhe. Teno divyabhāv ne manuṣhyabhāv ek samajvo ne ā to ajanmā chhe, garbhamā āvyā ja nathī. Ne emanī rīt to naṭnī māyānī peṭhe samajavī ne ā to Mahārājnā sankalpe karīne āhī dekhāy chhe.
મહારાજે બાવીસ વરસે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ કહ્યું ને આપણે આકળા થઈ જઈએ છીએ.
Maharaj explained his form as it is gradually over 22 years. We, on the other hand, become hasty (in explaining his form to others).
Mahārāje bāvīs varase potānu swarūp jem chhe tem kahyu ne āpaṇe ākaḷā thaī jaīe chhīe.
કુંભાર હાંડલાં ઘડે છે તેનું દૃષ્ટાંત: હાંડલાં ઘડતાં માંહીલી તરફ લાગને વાસ્તે ગોલીટો રાખી બાર્યથી ટપલો મારે છે તેમ આપણે ગોલીટાની જગાએ મહિમા સમજવો ને ટપલાની જગાએ સાધન સમજવું.
Swami cited the example of a potter who while making pots keeps a tool called a golito on the inside for support and strikes from the outside using a tool called a taplo. Similarly, for us, inner support means the glory of God and the external tool represents spiritual endeavours.
Kumbhār hānḍalā ghaḍe chhe tenu draṣhṭānt: hānḍalā ghaḍatā māhīlī taraf lāgne vāste golīṭo rākhī bāryathī ṭapalo māre chhe tem āpaṇe golīṭānī jagāe mahimā samajavo ne ṭaplānī jagāe sādhan samajavu.
ભગવાનનો માહાત્મ્યે સહિત નિશ્ચય થયા પછી કાંઈ કરવું રહ્યું નથી. માટે માહાત્મ્યની ઓથ લઈને ઊલટું પાપ કરવું નહીં; ને આપણને વૃદ્ધિ થાતી દેખાતી નથી પણ સર્વે ધીરે ધીરે થતું જાય છે ને એમ જ થવાની રીત છે. જેમ બાજરાના છોડમાં દાણા દેખાતા નથી પણ ડૂંડું આવે છે ને પછી દાણા દેખાય છે તેમ થાય છે.
When conviction in God, together with an understanding of his glory, is developed then there is nothing left to do. Therefore, even under the pretext of God’s glory, sins should not be committed. We do not see progress being made, since everything proceeds slowly; and that is the way for things to happen. Just as, in a millet plant, grains are not seen initially, but when the cob grows the grains become visible. That is how spiritual development occurs.
Bhagwānno māhātmye sahit nishchay thayā pachhī kāī karavu rahyu nathī. Māṭe māhātmyanī oth laīne ūlaṭu pāp karavu nahī; ne āpaṇne vṛuddhi thātī dekhātī nathī paṇ sarve dhīre dhīre thatu jāy chhe ne em ja thavānī rīt chhe. Jem bājrānā chhoḍmā dāṇā dekhātā nathī paṇ ḍūnḍu āve chhe ne pachhī dāṇā dekhāy chhe tem thāy chhe.
પ્રભુ મળ્યા તે વાસ્તે કોઈ વાતની ચિંતા નથી ને સંકલ્પને જ્ઞાને કરીને ઉડાવી દેવા ને તપ કર્યેથી ક્રોધી થવાય છે. પૂર્વે દુર્વાસાદિક તપ કરી કરીને ક્રોધી થયા છે, એમ કોઠારમાં વાત કરી.
“We have met God so we have no worries of any kind. We should chase away our thoughts with gnān. By performing austerities, one becomes angry-natured. In the past, Durvāsā and others became hot-tempered by performing austerities.” Swami said this in the granary.
Prabhu maḷyā te vāste koī vātnī chintā nathī ne sankalpne gnāne karīne uḍāvī devā ne tap karyethī krodhī thavāy chhe. Pūrve Durvāsādik tap karī karīne krodhī thayā chhe, em koṭhārmā vāt karī.
સાંખ્યવાળાનેય દેશકાળ લાગે છે એમ કહીએ તો ઉન્મત્ત થઈ જાય. ને જ્ઞાની હોય, સાંખ્યવાળા હોય તેને આ લોક સાચો મનાય જ નહીં ને બીજાને તો ખોટો મનાય જ નહીં.
If one says that place and time affect even those who have developed knowledge of Sānkhya, they would become mad. And those who are spiritually wise or have developed Sānkhya would never believe this world to be true, and others would never believe it to be an illusion.
Sānkhyavāḷāney desh-kāḷ lāge chhe em kahīe to unmatta thaī jāy. Ne gnānī hoy, sānkhyavāḷā hoy tene ā lok sācho manāy ja nahī ne bījāne to khoṭo manāy ja nahī.
ભગવાનના ભક્તના દોષ વિચારે તો જીવ ભ્રષ્ટ થઈ જાય છે. માટે ગુણ વિચારવા. ને નારદાદિકને જે લાંછન કહેવાય છે૧ તે તો દેશકાળ લાગ્યાથી તથા ભગવાનની માયાનું બળ છે એમ સમજવું. ને એ સર્વે તો ડાહ્યા હતા, મોટા હતા ને અનેક જીવનાં કલ્યાણ કર્યાં છે તે ગુણ વિચારવા.
૧. નારદજી શીલનિધિ રાજાની વિશ્વમોહિની નામની દીકરીમાં મોહ પામ્યા. (વાલ્મીકિ રામાયણ).
By thinking about the defects of a devotee of God, the jiva is defiled. Therefore, think of his virtues. And the stigma ascribed to Naradji,1 etc. is due to the effect of place, time and the power of God’s māyā. Understand it thus, since all of them were wise, great and liberated many jivas; thus, think of their virtues.
1. Naradji was requested by King Shilnidhi to search for a husband for his daughter, the princess. Naradji looked at her palms and fell in love with her and wanted to marry her himself.
Bhagwānnā bhaktanā doṣh vichāre to jīv bhraṣhṭ thaī jāy chhe. Māṭe guṇ vichāravā. Ne Nāradādikane je lānchhan kahevāy chhe1 te to desh-kāḷ lāgyāthī tathā Bhagwānnī māyānu baḷ chhe em samajavu. Ne e sarve to ḍāhyā hatā, moṭā hatā ne anek jīvnā kalyāṇ karyā chhe te guṇ vichāravā.
1. Nāradjī Shīlnidhi Rājānī Vishvamohinī nāmnī dīkarīmā moh pāmyā. (Vālmīki Rāmāyaṇ).
પડછાયાને પુગાય નહીં તેમ વિષયનો પાર આવે તેમ નથી. માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે.
A shadow cannot be caught, similarly, material desires and endeavours also cannot be fulfilled. It is not likely that one will reach their limit, therefore, happiness is experienced when spiritual wisdom is attained.
Paḍchhāyāne pugāy nahī tem viṣhayno pār āve tem nathī. Māṭe gnān thāy tyāre sukh thāy chhe.