share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૧૭૧ થી ૧૮૦

ભગવાન તથા સાધુના શબ્દથી દેહ બંધાય છે, તે દેહે કરીને ભગવાન ભજાય છે ને પોતાની સમજણ મૂકીને ભગવાન તથા સાધુની સમજણ પ્રમાણે ચાલવું.

કથા-વાર્તા (17.30) / (૫/૧૭૧)

૧. નાદસૃષ્ટિનો બ્રહ્મમય દેહ.

The body is formed by the words of God and his Sadhu. And with this body, God is worshipped. So, one’s own understanding should be forsaken and one should live according to the understanding of God and his Sadhu.

Spiritual Discourses and Discussions (17.30) / (5/171)

Bhagwān tathā Sādhunā shabdathī deh1 bandhāy chhe, te dehe karīne Bhagwān bhajāy chhe ne potānī samajaṇ mūkīne Bhagwān tathā Sādhunī samajaṇ pramāṇe chālavu.

Spiritual Discourses and Discussions (17.30) / (5/171)

1. Nādsṛuṣhṭino brahmamay deh.

સ્વરૂપનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા, આત્મનિષ્ઠા ને ધર્મનિષ્ઠા એ ચાર નિષ્ઠામાં સ્વરૂપનિષ્ઠા એક હોય તો બાકી ત્રણે તેના પેટામાં આવી જાય.

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.23) / (૫/૧૭૨)

Firm faith in the manifest form of God, firm faith in spiritual knowledge, firm faith in knowledge of the ātmā and firm faith in dharma – out of these four types of faith, even if only resolute faith in God’s form is present, then the remaining three are included.

Firm Faith in the Divine Form of God (43.23) / (5/172)

Swarūpniṣhṭhā, gnānniṣhṭhā, ātmaniṣhṭhā ne dharmaniṣhṭhā e chār niṣhṭhāmā swarūpniṣhṭhā ek hoy to bākī traṇe tenā peṭāmā āvī jāy.

Firm Faith in the Divine Form of God (43.23) / (5/172)

અક્ષરધામનું એક મચ્છરિયું મૂતર્યું છે તેમાં સર્વે લોક સુખી છે, એટલે અક્ષરનું મચ્છરિયું જે મૂળ પુરુષ તેની લઘુશંકામાં સર્વે લોક સુખી છે.

(૫/૧૭૩)

૧. આ વાતમાં ગુણાતીતાનંદ સ્વામીના કહેવાનું તાત્પર્ય એ છે કે અક્ષરધામના અમાયિક સુખની તુલનામાં આ લોકનું માયિક સુખ તો અત્યંત તુચ્છ, ક્ષણિક, અને નાશવંત છે. સ્વામીએ આવા શબ્દો વાત ૬/૨૮૯માં પણ વાપર્યા છે.

One insect from Akshardhām ‘urinated’, and in that all of the worlds are enjoying that happiness; meaning, the insect of Akshar is Mul Purush and all of the worlds are happy living in his ‘urine’.1

(5/173)

1. In these direct words, Swami is comparing the bliss of Akshardham - which transcends māyā, is everlasting, and eternal - to the happiness of the rest of the worlds - which is insignificant, trivial, momentary, and ephemeral. Therefore, he refers to the happiness of the rest of the worlds as ‘urine’ of Mul Purush, who is one of the akshar-muktas of Akshardham responsible for impregnating Prakruti to create the infinite brahmānds. (Swami refers to Mul Purush as an insect because his greatness pales in comparison to the greatness of Aksharbrahman and Parabrahman. Swami also says similar words in Swamini Vat - 6/289.)

Akṣhardhāmnu ek machchhariyu mūtaryu chhe temā sarve lok sukhī chhe, eṭale Akṣharnu machchhariyu je Mūḷ Puruṣh tenī laghushankāmā sarve lok sukhī chhe.

(5/173)

મુક્ત, મુમુક્ષુ, વિષયી ને પામર એ ચાર પ્રકારના ભક્ત છે તેમાં પામર હોય તે કોઈ પદાર્થને અર્થે ભગવાનને ભજે ને વિષયી હોય તે આ લોકના સુખનો ત્યાગ કરે ને બીજા સુખને ઇચ્છે છે ને મુમુક્ષુ હોય તે કૈવલ્યાર્થીના સુખને ઇચ્છે ને મુક્ત હોય તે એક ભગવાનની મૂર્તિને જ ઇચ્છે છે.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.24) / (૫/૧૭૪)

૧. પરબ્રહ્મની ભક્તિ-ઉપાસના રહિત.

Mukta, mumukshu, vishayi and pāmar are four types of devotees. Of them, a pāmar devotee worships God for some material objects; a vishayi renounces the pleasures of this world but desires other pleasures (of heaven, etc.); a mumukshu wishes for the bliss of a kaivalyārthi; and a mukta wishes only for the murti of God.

Qualities and Glory of a Devotee (21.24) / (5/174)

Mukta, mumukṣhu, viṣhayī ne pāmar e chār prakārnā bhakta chhe temā pāmar hoy te koī padārthne arthe Bhagwānne bhaje ne viṣhayī hoy te ā loknā sukhno tyāg kare ne bījā sukhne ichchhe chhe ne mumukṣhu hoy te kaivalyārthīnā sukhne1 ichchhe ne mukta hoy te ek Bhagwānnī mūrtine ja ichchhe chhe.

Qualities and Glory of a Devotee (21.24) / (5/174)

1. Parabrahmanī bhakti-upāsanā rahit.

અજામેળને સંતનો સમાગમ થયો ને નિયમ રાખવાનું કહ્યું ત્યારે કહે જે, “મારાથી પળે નહીં.” તો પણ સંતે અનુગ્રહ કરીને છોકરાનું નામ ‘નારાયણ’ ધરાવીને પણ કલ્યાણ કર્યું. માટે ભગવાન મળ્યા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.34) / (૫/૧૭૫)

૧. શીલ, સદાચાર અને સદ્‌ગુણોથી યુક્ત પવિત્ર બ્રાહ્મણ અજામિલનું અંતઃકરણ એક વેશ્યાના સંસર્ગથી ભ્રષ્ટ થયું અને તેનું સદાચારમાંથી પતન થયું. અજામિલના પુત્રોમાંનો નાનો પુત્ર તેને પ્રિય હતો કે જેનું નામ નારાયણ હતું. અજામિલનો અંતકાળ આવ્યો, યમદૂતો દેખાયા. તેઓના બિહામણા સ્વરૂપથી ત્રાસ પામીને અજામિલે પોતાના અતિ વહાલા દીકરા નારાયણને બૂમ પાડી. આ શબ્દથી વૈકુંઠના પાર્ષદો તેની સહાયમાં આવ્યા. યમદૂતોએ કહ્યું, “આણે સમગ્ર જીવન દરમ્યાન પાપાચાર કર્યો છે ને પ્રાયશ્ચિત્ત પણ નથી કર્યું.” ત્યારે પાર્ષદોએ યમદૂતોને ભગવાનના નામનો મહિમા વર્ણવતાં કહ્યું, “તેણે પોતાનાં પાપોનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત કરી લીધું છે, કારણ કે તેણે ભગવાનના પરમ કલ્યાણમય નામનું ઉચ્ચારણ કર્યું છે.” એમ કહી યમદૂતોને ત્યાંથી પરત જવા જણાવ્યું. યમદૂતો ત્યાંથી પાછા ગયા. પાર્ષદો અને યમદૂતોનો સંવાદ સાંભળી અજામિલને અત્યંત પશ્ચાત્તાપ થયો. ભગવાનના નામનો પ્રતાપ જોઈને તેણે હરદ્વારમાં જઈને ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાંથી પાછી વાળીને ભગવાન તરફ રાખી શેષ જીવન ભક્તિમય વિતાવ્યું ને અંતે વૈકુંઠને પામ્યો.

[ભાગવત: ૬/૧/૨૦ - ૬/૨/૪૪]

વેશ્યા નોંધ: વેશ્યા(ગણિકા)ના ઘણા બધા આખ્યાનો પ્રાપ્ત થાય છે. તેમાંથી એક દૃષ્ટાંત રૂપે અહીં પ્રસ્તુત છે.

પ્રાચીન કાળના એક નગરમાં જીવન્તી નામની વેશ્યા રહેતી હતી. તે વ્યભિચાર વૃત્તિથી પોતાનું ભરણ-પોષણ કર્યા કરતી. એક વખત એક પોપટ વેચવાવાળાથી તેને પોપટનું બચ્ચું ખરીદ્યું. વેશ્યાને કોઈ સંતાન નહોતું એટલે તે પોપટનું પુત્રની જેમ પાલન કરતી, રોજ સવારે ઉઠીને તેને “રામ રામ” બોલવાનું શીખવાડતી. પોપટ બહુ સુંદર સ્વરોથી “રામ રામ” બોલતા શીખી ગયો. વેશ્યા પણ સમય મળતા તેની પાસે આવીને સાથે સાથે “રામ રામ” બોલતી. એક વાર એક જ સમયે બંનેનો અંતકાળ આવ્યો. “રામ” નામનું ઉચ્ચારણ કરતા કરતા બંનેએ પ્રાણ ત્યજી દીધા. વેશ્યા તો પાપી હતી જ, પણ પોપટ પણ પૂર્વનો પાપી હતો એટલે બંનેને લેવા માટે યમના ભયંકર દૂતો આવ્યા. બીજી બાજુ ભગવાન વિષ્ણુના પાર્ષદો પણ તે બંનેને લેવા આવ્યા. બંને વચ્ચે વિખવાદ થયો અને ઘોર યુદ્ધ થયું. અંતે ભગવાન વિષ્ણુના પાર્ષદો યમદૂતોને હરાવીને તે બન્નેને વૈકુંઠમાં લઈ ગયા. યમદૂતોએ નિરાશ થઈને યમરાજા પાસે જઈને બધી વિગત જણાવી, ત્યારે યમરાજા તેમને સમજાવે છે કે વેશ્યા અને પોપટે અંતકાળે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું માટે તે નરકના અધિકારી હોવા છતાં પુણ્યશાળી બની ભગવાનના ધામમાં ગયા છે.

Ajamil attained the company of a sadhu and when told to undertake an observance he said, “I cannot observe it.” But still, the sadhu blessed him and granted him moksha by naming his son ‘Narayan’. Thus, we have attained God and so there is nothing left to do.1

Mercy-Compassion-Grace of God (39.34) / (5/175)

1. Possesssing good character, discipline and virtues, the pious brahmin Ajamil’s mind became corrupt when he encountered a prostitute and he fell from grace. Ajamil’s dearest son’s name was Narayan. When Ajamil was about to die, he saw the terrifying Yamduts come to take him to narak. He immediately yelled his son Narayan’s name. Vishnu Bhagwan’s pārshads from Vaikunth heard the cry and came to rescue Ajamil from the Yamduts. Yamduts argued, “He has sinned all his life and has not atoned for his sins. He is worthy of narak.” The pārshads countered by telling them the glory of God’s name, “He has completely atoned for his sins by taking the name of God - Narayan - which, if uttered, is the cause of liberation.” The Yamduts returned to narak. Listening to the conversation between the pārshads of Vaikunth and Yamduts of narak, Ajamil felt intense remorse and regretted all his sins. He understood the greatness of God’s name, withdrew his senses from the sensual pleasures, and lived the rest of his life in Hardwar by offering devotion to God. Ultimately, he attained Vaikunth.

[Bhagwat: 6/1/20 - 6/2/44]

Note about the prostitute: There are many narratives about the prostitute (veshyā). One such narrative is as follows:

In one ancient city, there lived a prostitute name Jivanti. She purchased a baby parrot. The prostitute did not have any childred of her own, so she raised the parrot as her own child. In her daily routine, she would teach the parrot to repeat the name “Ram... Ram...” The parrot learned to speak the name “Ram... Ram...” One day, death came to both at the same time. Both died while chanting the name “Ram... Ram...” The prostitute was a sinner, but so was the parrot in its previous life. The Yamduts came to take both the narak. But Bhagwan Vishnu’s pārshads also came to take both to Vaikunth. The two sides argued and a battle broke out between them. Ultimately, Vishnu’s pārshads defeated the Yamduts and took both to Vaikunth. The Yamduts went back to Yamraja disappointed. Yamraja explained that although they were sinners and worthy of narak, both became pious because they spoke the name of God during their time of death and became worthy of Vaikunth.

Ajāmeḷne santno samāgam thayo ne niyam rākhavānu kahyu tyāre kahe je, “Mārāthī paḷe nahī.” To paṇ sante anugrah karīne chhokarānu nām ‘Nārāyaṇ’ dharāvīne paṇ kalyāṇ karyu. Māṭe Bhagwān maḷyā chhe tethī kāī karavu rahyu nathī.1

Mercy-Compassion-Grace of God (39.34) / (5/175)

1. Shīl, sadāchār ane sad‌guṇothī yukta pavitra brāhmaṇ Ajāmilnu antahkaraṇ ek veshyānā sansargathī bhraṣhṭa thayu ane tenu sadāchāramāthī patan thayu. Ajāmilanā putromāno nāno putra tene priya hato ke jenu nām Nārāyaṇ hatu. Ajāmilno antakāḷ āvyo, Yamdūto dekhāyā. Teonā bihāmaṇā swarūpthī trās pāmīne Ajāmile potānā ati vahālā dīkarā Nārāyaṇne būm pāḍī. Ā shabdathī Vaikunṭhnā pārṣhado tenī sahāyamā āvyā. Yamdūtoe kahyu, “Āṇe samagra jīvan daramyān pāpāchār karyo chhe ne prāyashchitta paṇ nathī karyu.” Tyāre pārṣhadoe Yamdūtone Bhagwānnā nāmno mahimā varṇavatā kahyu, “Teṇe potānā pāponu sampūrṇa prāyashchitta karī līdhu chhe, kāraṇ ke teṇe Bhagwānnā param kalyāṇmay nāmnu uchchāraṇ karyu chhe.” Em kahī Yamdūtone tyāthī parat javā jaṇāvyu. Yamdūto tyāthī pāchhā gayā. Pārṣhado ane Yamdūtono samvād sāmbhaḷī Ajāmilne atyant pashchāttāp thayo. Bhagwānnā nāmno pratāp joīne teṇe Hardwārmā jaīne indriyonī vṛutti viṣhayamāthī pāchhī vāḷīne Bhagwān taraf rākhī sheṣh jīvan bhaktimay vitāvyu ne ante Vaikunṭhne pāmyo.

[Bhāgwat: 6/1/20 - 6/2/44]

Veshyā nondh: Veshyā(Gaṇikā)nā ghaṇā badhā ākhyāno prāpta thāya chhe. Temānthī ek dṛuṣhṭānt rūpe ahī prastut chhe.

Prāchīn kāḷnā ek nagarmā Jīvantī nāmnī veshyā rahetī hatī. Te vyabhichār vṛuttithī potānu bharaṇ-poṣhaṇ karyā karatī. Ek vakhat ek popaṭ vechavāvāḷāthī tene popaṭnu bachchu kharīdyu. Veshyāne koī santān nahotu eṭale te popaṭnu putranī jem pālan karatī, roj savāre uṭhīne tene “Rām Rām” bolavānu shīkhavāḍatī. Popaṭ bahu sundar swarothī “Rām Rām” bolatā shīkhī gayo. Veshyā paṇ samay maḷatā tenī pāse āvīne sāthe sāthe “Rām Rām” bolatī. Ek vār ek ja samaye banneno antakāḷ āvyo. “Rām” nāmnu uchchāraṇ karatā karatā bannee prāṇ tyajī dīdhā. Veshyā to pāpī hatī ja, paṇ popaṭ paṇ pūrvano pāpī hato eṭale bannene levā māṭe Yamnā bhayankar dūto āvyā. Bījī bāju Bhagwān Viṣhṇunā pārṣhado paṇ te bannene levā āvyā. Banne vachche vikhavād thayo ane ghor yuddha thayu. Ante Bhagwān Viṣhṇunā pārṣhado Yamdūtone harāvīne te bannene Vaikunṭhamā laī gayā. Yamdūtoe nirāsh thaīne Yamrājā pāse jaīne badhī vigat jaṇāvī, tyāre Yamrājā temane samajāve chhe ke veshyā ane popaṭe antakāḷe Bhagwānnā nāmnu uchchāraṇ karyu māṭe te Naraknā adhikārī hovā chhatā puṇyashāḷī banī Bhagwānnā dhāmmā gayā chhe.

આ વાતું અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની વાતું છે.

ગુણાતીતાનંદ સ્વામીની વાતોની વિષેશતા (51.4) / (૫/૧૭૬)

These are the talks of Bhagwan Purushottam which can destroy infinite doubts.

Special Nature of Gunatitanand Swami's Discourses (51.4) / (5/176)

Ā vātu anant sanshayne chhedī nākhe evī Bhagwān Puruṣhottamnī vātu chhe.

Special Nature of Gunatitanand Swami's Discourses (51.4) / (5/176)

આ બધી વાતું સાંભળીને આટલું જ સમજવાનું છે જે, ‘હું તો આત્મા છું, અક્ષર છું, સુખાનંદ છું ને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, કુટુંબ એ સર્વે મારાં નહીં ને હું એનો નહીં. હું તો ભગવાનનો છું ને ભગવાન મારા છે.’ આટલું જ અનેક પ્રકારની વાતું સાંભળીને સમજવાનું છે.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.31) / (૫/૧૭૭)

After listening to all these talks, only this needs to be understood, “I am ātmā, I am akshar, I am ever blissful and the body, senses, inner faculties and family are not mine and I am not theirs. I am God’s and God is mine.”

Atmanishtha-Brahmarup (29.31) / (5/177)

Ā badhī vātu sāmbhaḷīne āṭalu ja samajavānu chhe je, ‘Hu to ātmā chhu, Akṣhar chhu, Sukhānand chhu ne deh, indriyo, antahkaraṇ, kuṭumb e sarve mārā nahī ne hu eno nahī. Hu to Bhagwānno chhu ne Bhagwān mārā chhe.’ Āṭalu ja anek prakārnī vātu sāmbhaḷīne samajavānu chhe.

Atmanishtha-Brahmarup (29.31) / (5/177)

ભગવાન પૃથ્વી ઉપર પધારે છે ત્યારે રાજસી, તામસી, અધમ એ સર્વેનો ઉદ્ધાર કરી દે છે, માટે આવો જોગ ને સંગ ફરી મળવાનો નથી.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.35) / (૫/૧૭૮)

When God manifests on earth, he redeems all types of people – the passionate, arrogant, evil, etc. Therefore, this excellent association and opportunity (for moksha) will not be attained again.

Mercy-Compassion-Grace of God (39.35) / (5/178)

Bhagwān pṛuthvī upar padhāre chhe tyāre rājasī, tāmasī, adham e sarveno uddhār karī de chhe, māṭe āvo jog ne sang farī maḷavāno nathī.

Mercy-Compassion-Grace of God (39.35) / (5/178)

પ્રિયવ્રતને કેટલાં છોકરાં થયાં ને અગિયાર અર્બુદ રાજ કર્યું; પણ આત્મારામ મહાભાગવત કહેવાયા ને તે ગૃહસ્થાશ્રમમાં રહી કથામાંથી વિરામ ન પામ્યા તથા સાધુમાંથી હેત ટળ્યું નહીં તેથી મોટા કહેવાયા ને પ્રહ્‌લાદજીને તથા પ્રિયવ્રતને મહારાજ બહુ વખાણતા.

(૫/૧૭૯)

૧. એક અર્બુદ એટલે દસ કરોડની સંખ્યા.

Priyavrat had children and he ruled for 110 million years; however, he was known as ātmārām mahābhāgwat (devotee of God who identifies himself as the ātmā). Though he followed the path of gruhasthāshram, he was never satiated listening to the talks of God - therefore, he was considered a great devotee. Maharaj praised Priyavrat and Prahlādji often.

(5/179)

Priyavratne keṭalā chhokarā thayā ne agiyār arbud1 rāj karyu; paṇ ātmārām mahābhāgwat kahevāyā ne te gṛuhasthāshrammā rahī kathāmāthī virām na pāmyā tathā sādhumāthī het ṭaḷyu nahī tethī moṭā kahevāyā ne Prahlādjīne tathā Priyavratne Mahārāj bahu vakhāṇtā.

(5/179)

1. Ek arbud eṭale das karoḍnī sankhyā.

ધર્મ આદિ કરતાં ધ્યાન અધિક ને તેથી જ્ઞાન અધિક ને તેથી મોટાની અનુવૃત્તિમાં રહીને તેમને રાજી કરે તે અધિક. તે એકના પેટામાં ત્રણે આવી જાય ને ભગવાનનો મહિમા જણાય એટલે એની મેળે જ આફૂરડું હેત થાય ને હેત થાય ત્યારે અનુવૃત્તિ પળે માટે આ ચિંતામણિ હાથમાં આવી છે તેને મૂકવી જ નહીં. આટલો દેહ તો ભગવાન પરાયણ કરી દેવો.

સાધન (16.29) / (૫/૧૮૦)

૧. પોતાની મેળે, એકાએક, સહેજે.

Meditation is superior to dharma, etc. Spiritual knowledge is greater than that and greater than that is to intuitively serve the great and please them. In this one, all other three are incorporated. When the glory of God is known, then affection for him arises spontaneously from within. And when such affection develops, then his wishes are followed. Therefore, this chintāmani which has come to hand should not be relinquished. Thus the body must be made God-centred.

Spiritual Endeavours (16.29) / (5/180)

Dharma ādi karatā dhyān adhik ne tethī gnān adhik ne tethī Moṭānī anuvṛuttimā rahīne temane rājī kare te adhik. Te ekanā peṭāmā traṇe āvī jāy ne Bhagwānno mahimā jaṇāy eṭale enī meḷe ja āfūrḍu1 het thāy ne het thāy tyāre anuvṛutti paḷe māṭe ā chintāmaṇi hāthmā āvī chhe tene mūkavī ja nahī. Āṭalo deh to Bhagwān parāyaṇ karī devo.

Spiritual Endeavours (16.29) / (5/180)

1. Potānī meḷe, ekāek, saheje.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading