TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૧૬૧ થી ૧૭૦
ભજન કરતાં કરતાં દેહ સૂઈ જાય ને ઇન્દ્રિયું વિરામ પામી જાય ને જાગીએ ત્યારે ભજન થાય છે એમ ખબર પડે.
While offering worship, the body goes to sleep and the senses come to a rest and when one wakes up, one realizes that devotion is being offered.
Bhajan karatā karatā deh sūī jāy ne indriyu virām pāmī jāy ne jāgīe tyāre bhajan thāy chhe em khabar paḍe.
લાખ-કરોડ્ય કીડિયો નીકળી હોય તેમાં નાની-મોટી જણાતી નથી, તેમ માહાત્મ્યથી મોટી દૃષ્ટિ થાય છે ત્યારે સારો-નરસો વિષય દૃષ્ટિમાં આવતો નથી ને દેહધારી હોય તે ભોગવે તો ખરા.
When hundreds of thousands and tens of millions of ants are out, it is difficult to know which of them is small or big. Similarly, when through knowledge of the glory of God, one gains a higher insight, then neither good nor bad worldly pleasures can tempt. But because one has a body, one does use them.
Lākh-karoḍya kīḍiyo nīkaḷī hoy temā nānī-moṭī jaṇātī nathī, tem māhātmyathī moṭī draṣhṭi thāy chhe tyāre sāro-naraso viṣhay draṣhṭimā āvato nathī ne dehdhārī hoy te bhogave to kharā.
સત્ય, હિત ને પ્રિય એવું વચન બોલવું ને ઉપેક્ષારહિત બોલવું પણ આગ્રહથી વચન કહેવું નહીં.
Speak truthful, beneficial and affectionate words, and speak without contempt, but do not speak with insistence.
Satya, hit ne priya evu vachan bolavu ne upekṣhārahit bolavu paṇ āgrahthī vachan kahevu nahī.
આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ॥ એ ચોસઠ લક્ષણે યુક્ત જે સાધુ૧ તેની સાથે જોડાવું એટલે એ એકમાં ચોસઠ આવી જાય. આપણને ઝાઝું સમજાય નહીં.
૧. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, પ. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત. ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭] (સ્વામીની વાત: ૧/૧૭૧ની પાદટીપ)
One should attach oneself to a Sadhu possessing the 64 qualities1 mentioned in the shloka Ākuti-chiti-chāpalyarahitā niṣhparigrahāhā ||. In this, one achieves everything. We do not understand much else.
1. The 64 qualities of a sadhu (as mentioned in the Satsangijivan/Harigita: 1/25-37) are, one who:
1. Is compassionate,
2. Is forgiving,
3. Wishes the betterment of all jivas,
4. Tolerates cold, heat, etc.,
5. Does not look at the flaws in others’ virtues,
6. Is tranquil,
7. Does not have an enemy,
8. Is devoid of jealousy and animosity,
9. Is free of ego and envy,
10. Honors others,
Ākuti-chiti-chāpalyarahitā niṣhparigrahāhā... e chosaṭh lakṣhaṇe yukta je Sādhu1 tenī sāthe joḍāvu eṭale e ekmā chosaṭh āvī jāy. Āpaṇne zāzu samajāy nahī.
1. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit. 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37] (Swāmīnī vāt: 1/171nī pādṭīp)
મહારાજ આમ બેસતા. આઠે ધામ જોયાં પણ આવા સાધુ ક્યાંઈ નથી ને એનાં દર્શનને ભગવાન પણ ઇચ્છે છે; ને આ સાધુમાં તો ભગવાન રહ્યા છે.
Maharaj used to sit like this. He inspected (all) eight abodes but nowhere is there a Sadhu like this. Even God desires his darshan. And God resides in this Sadhu.
Mahārāj ām besatā. Āṭhe dhām joyā paṇ āvā Sādhu kyāī nathī ne enā darshanne Bhagwān paṇ ichchhe chhe; ne ā Sādhumā to Bhagwān rahyā chhe.
“સત્સંગ ચાર પ્રકારથી છે. તેમાં પ્રથમ પ્રકાર એ છે જે, પરમાત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન તથા સાંખ્યવિચારનું જ્ઞાન; એ ત્રણ જ્ઞાનનો સત્સંગ તો બાકીના ત્રણે પ્રકારથી ઉત્તમ છે ને બીજો પ્રકાર એ છે જે, ધ્યાન તથા પતિવ્રતાપણું; ને ત્રીજો આજ્ઞા પાળવી તે, ને ચોથો આશરો જે સાધુ સાથે જોડાવું. આ છેલ્લા ત્રણ પ્રકાર પ્રથમ પ્રકારનાં ત્રણ જ્ઞાન તેથી ઊતરતાં છે.” પછી નથુ પટેલે પૂછ્યું જે, “ઉપાસના કેમ સમજવી?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “ઉપાસના તો શાસ્ત્ર, પોતાનો વિચાર ને સાધુ એ ત્રણથી સમજવી.”
Satsang is of four types. Of them, the first type is the knowledge of Paramatma, knowledge of ātmā and knowledge about the perishable nature of the world – this satsang of the three aspects of knowledge is superior to the other three types. The second type is that of meditation and fidelity to one’s chosen God. The third is to observe God’s commands and the fourth is to seek refuge and establish rapport with a God-realized Sadhu. These last three types of satsang are inferior to the first type consisting of the three aspects of knowledge described above. Then Nathu Patel asked, “How should upāsanā be understood?” Then Swami said, “Upāsanā should be understood from the scriptures, one’s own thoughts and the Sadhu.”
“Satsang chār prakārthī chhe. Temā pratham prakār e chhe je, Paramātmānu gnān, ātmānu gnān tathā sānkhyavichārnu gnān; e traṇ gnānno satsang to bākīnā traṇe prakārthī uttam chhe ne bījo prakār e chhe je, dhyān tathā pativratāpaṇu; ne trījo āgnā pāḷavī te, ne chotho āsharo je Sādhu sāthe joḍāvu. Ā chhellā traṇ prakār pratham prakārnā traṇ gnān tethī ūtartā chhe.” Pachhī Nathu Paṭele pūchhyu je, “Upāsanā kem samajavī?” Tyāre Swāmīe kahyu je, “Upāsanā to shāstra, potāno vichār ne Sādhu e traṇthī samajavī.”
સંગ થાય તેના ગુણ આવે છે; માટે ભગવાનનો તથા સાધુનો સંગ તો કરવો ને બીજાનો તો જેમ ભીમસેનને ધૃતરાષ્ટ્ર મળ્યા હતા તેમ કરવો;૧ ને સ્વાદ વગેરે અતિમાં દુઃખ છે, માટે અતિ થાવા દેવું નહીં. અતિ સર્વત્ર વર્જયેત્.
૧. ધૃતરાષ્ટ્રે પાંડવોના વિજય પછી પરાક્રમના અભિનંદન આપવા અને ભેટવા માટે ભીમને બોલાવ્યો. શ્રીકૃષ્ણ આ અંધનું કપટ કળી ગયા ને લોખંડનું પૂતળું પહેલેથી તૈયાર કરાવી ભીમ સાથે મોકલ્યું ને તેને કહ્યું કે, “કાકા ભેટવાનું કહે ત્યારે આ પૂતળું તેમની આગળ ધરી દેવું.” તેઓ ભેટ્યા ને પૂતળાના ચૂરેચૂરા કરી નાખ્યા. ભેટવાનું નિમિત્ત જેમ જુદું હોઈ શકે છે, તેમ ભગવાન ને સાધુ સિવાય બીજાનો સંગ આ રીતે નિર્લેપપણે કરવો.
A person develops qualities according to the company he keeps. Therefore, one should certainly associate with God and his Sadhu. Associate with others as Bhimsen did when he met Dhritrashtra.1 And taste, etc., in excess, cause misery. Therefore, do not let desires become intense. ‘Ati sarvatra varjayet.’2
1. Embrace worldly activities as Dhritrashtra embraced Bhimsen (Bhim, the second oldest Pandav) after the Mahabharat War. After their victory in the war, the Pandavas went to meet Dhritrashtra. To congratulate them, Dhritrashtra asked to embrace Bhim, who had killed his son Duryodhan. Krishna had warned them in advance that if Dhritrashtra asks to embrace, place a metallic statue of Duryodhan in front of him. So, Bhim placed the statue and Dhritrashtra embraced it so hard, he broke it into pieces. His true intention was to kill Bhim because Bhim had killed his son Duryodhan.
2. Give up extremes in all cases.
Sang thāy tenā guṇ āve chhe; māṭe Bhagwānno tathā Sādhuno sang to karavo ne bījāno to jem Bhīmsenne Dhṛutrāṣhṭra maḷyā hatā tem karavo;1 ne svād vagere atimā dukh chhe, māṭe ati thāvā devu nahī. Ati sarvatra varjayet.
1. Dhṛutrāṣhṭre Pānḍavonā vijay pachhī parākramnā abhinandan āpavā ane bheṭvā māṭe Bhīmne bolāvyo. Shrī Kṛuṣhṇa ā andhanu kapaṭ kaḷī gayā ne lokhanḍnu pūtaḷu pahelethī taiyār karāvī Bhīm sāthe mokalyu ne tene kahyu ke, “Kākā bheṭvānu kahe tyāre ā pūtaḷu temanī āgaḷ dharī devu.” Teo bheṭyā ne pūtaḷānā chūrechūrā karī nākhyā. Bheṭvānu nimitta jem judu hoī shake chhe, tem Bhagwān ne Sādhu sivāy bījāno sang ā rīte nirleppaṇe karavo.
કૃપાનંદ સ્વામી વગેરે મોટા સાધુના જેટલું આપણામાં બળ નહીં, માટે મોટા સાધુ સાથે વાદ મૂકી અગિયાર નિયમ પાળવા એટલે તેમના જેટલા બળિયા થવાશે. આ સંગ એવો છે ને આ સંગમાં ઉપાસના, ધર્મ વગેરે સર્વે છે. કાંઈ બાકી નથી તે ઉપર ગઢડા મધ્ય પ્રકરણનું ત્રેંસઠમું વચનામૃત બળ પામવાનું વંચાવ્યું.
We do not have strength like that of Krupanand Swami and other seniors sadhus, so instead of competing with them, we should observe the eleven niyams and we will become as strong as they are. The company of this Sadhu is such that upāsanā, dharma, etc. are all included. Nothing is left. On this Vachanamrut Gadhada II-63 (Gaining Strength) was read.
Kṛupānand Swāmī vagere moṭā sādhunā jeṭalu āpaṇāmā baḷ nahī, māṭe Moṭā Sādhu sāthe vād mūkī agiyār niyam pāḷavā eṭale temanā jeṭalā baḷiyā thavāshe. Ā sang evo chhe ne ā sangmā upāsanā, dharma vagere sarve chhe. Kāī bākī nathī te upar Gaḍhaḍā Madhya Prakaraṇnu Tresaṭhmu Vachanāmṛut Baḷ Pāmavānu vanchāvyu.
સાધન મનને જાણ્યે કરે છે ત્યાં સુધી મનનું રાજ ટળતું નથી; માટે ભગવાન ને સાધુ કહે તેમ કરવું. અગિયાર નિયમમાં રહેવું, એમાં મૂળ નાશ પામે છે એટલે ફળ, ફૂલ થાય નહીં ને બળે જિતાતું નથી પણ કળે જિતાય છે; તે ઉપર સારંગપુરનું સાતમું વચનામૃત નૈમિષારણ્યનું વંચાવ્યું.
As long as one performs spiritual endeavours according to the wishes of the mind, the rule of the mind does not cease. Therefore, act according to what God and his Sadhu say. By observing the eleven codes of conduct, the root of bondage is destroyed and so there are no negative consequences. The mind cannot be won over by force but can be won by technique. On this, he had Vachanamrut Sarangpur-7 (‘Naimishāranya Kshetra’) read.
Sādhan manne jāṇye kare chhe tyā sudhī mannu rāj ṭaḷatu nathī; māṭe Bhagwān ne Sādhu kahe tem karavu. Agiyār niyammā rahevu, emā mūḷ nāsh pāme chhe eṭale faḷ, fūl thāy nahī ne baḷe jitātu nathī paṇ kaḷe jitāy chhe; te upar Sārangpurnu Sātmu Vachanāmṛut Naimiṣhāraṇyanu vanchāvyu.
આ સાધુના સંગથી સર્વે મોટા થાય છે ને નિરંતર બેસીને ભજન કરે એવો કોઈ હોય તો તેનો વે’વાર ચલાવવો અમારી કોટમાં છે. અત્યારે તો ઠીક છે, ભગવાન છે ને સાધુ પણ છે.
By associating with the Sadhu all attain greatness. If someone sits continuously to offer devotion, then it is my responsibility to run his worldly affairs.
Ā Sādhunā sangthī sarve moṭā thāy chhe ne nirantar besīne bhajan kare evo koī hoy to teno ve’vār chalāvavo amārī koṭmā chhe. Atyāre to ṭhīk chhe, Bhagwān chhe ne Sādhu paṇ chhe.