TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૧૫૧ થી ૧૬૦
“આજ્ઞામાં રહે ને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે ને આજ્ઞા નથી પાળતો તે પાસે છે તો પણ છેટો છે. તે ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય.” ત્યાં દૃષ્ટાંત દીધું જે, “પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે. તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે.”
“One who follows the commands and lives far away is still near my seat. While, one who does not follow the commands may be near but is still far away. So, no matter how much knowledge one may have, affection one may have or great one may be, but if commands are transgressed it is not possible to stay in the Satsang for long.” Then, Swami gave an example, “The kite may appear to go far away, but as long as the string is in the hand of the flier it is nearby. Similarly, if the string in the form of the commands (of God and his holy Sadhu) is in the hand (i.e. they are observed), then one is near Maharaj.”
Āgnāmā rahe ne chheṭe chhe to paṇ amārā ḍholiyānī pāse chhe ne āgnā nathī pāḷato te pāse chhe to paṇ chheṭo chhe. Te game tevo gnānī hashe, hetvāḷo hashe ne moṭero hashe paṇ āgnā lope to satsangmā na rahevāy. Tyā draṣhṭānt dīdhu je, patang uḍāḍvāthī chheṭo gayo chhe paṇ dorī hāthmā chhe to samīpmā ja chhe. Tem āgnārūpī dorī hāthmā chhe to Mahārājnī pāse ja chhe.
મધ્યનું પાંચમું વચનામૃત તથા વરતાલનું તેરમું વચનામૃત વંચાવી વાત કરી જે, “ઇન્દ્રિયું-અંતઃકરણ હૃદાકાશમાં રાખવાં એટલે ભગવાનમાં વૃત્તિ રહી, ને દેહ પર્યંત દેખાય નહીં પણ સાધન ખોટું પડે નહીં. દેહ મૂકતાં જ દેખાઈ આવે.”
Gunātitānand Swāmi has Vachanāmruts Gadhadā II-5 and Vartāl 13 read and said, “When one’s indriyas and the antahkaran remain withdrawn in one’s heart, then one’s mind remains on God, even if one cannot see God’s form in their heart. This endeavor will not be in vain. When one is ready to leave their body, God’s form will be seen.”
Madhyanu Pāchmu Vachanāmṛut tathā Vartālnu Termu Vachanāmṛut vanchāvī vāt karī je, “Indriyu-antahkaraṇ hṛudākāshmā rākhavā eṭale Bhagwānmā vṛutti rahī, ne deh paryant dekhāy nahī paṇ sādhan khoṭu paḍe nahī. Deh mūkatā ja dekhāī āve.”
મનજીભાઈએ પૂછ્યું જે, “ભગવાનને દેખવા એ અધિક છે કે જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે અધિક છે?” સ્વામીએ કહ્યું જે, “દેખવા કરતાં જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે અધિક છે.” તે ઉપર પર્વતભાઈ, કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે જ્ઞાનની સ્થિતિવાળાની વાત કરી જે, “એમને સમાધિ નહોતી ને દેખતા પણ નહીં ને પર્વતભાઈ હાલ આપણે સમજીએ છીએ તેમ સમજતા. માટે પોતાને બ્રહ્મરૂપ માનવું ને મારામાં ભગવાન રહ્યા જ છે એમ માનવું. એ જ્ઞાનની સ્થિતિ છે તે અધિક છે. તેમાં વિઘ્ન નથી.” તે ઉપર સચ્ચિદાનંદ સ્વામી વગેરે સમાધિની સ્થિતિવાળા દેખતા હતા તેને પણ દુઃખ આવ્યાં,૧ તેની વાત કરી. માટે પોતાની સમજણ કૃપાનંદ સ્વામીની પેઠે છપાડવાની વાત કરી ને પ્રેમી થાવું નહીં એમ કહ્યું.
૧. સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ વિષે અતિશય પ્રેમ હતો. સ્વધામ જતી વેળા મહારાજે સૌને કહેલું કે કોઈ દેહનો પાત ન કરે. પણ સચ્ચિદાનંદ સ્વામી તો મહારાજ પહેલા અક્ષરધામમાં પહોંચ્યા. મહારાજે તેમને પેસવા જ ન દીધા. પાછા દેહમાં મોકલ્યા. સ્વામી કહે છે: પ્રેમ કરતાં પણ જ્ઞાનની સ્થિતિ અધિક છે. જ્ઞાનીને ભગવાનનું સામીપ્ય અખંડ રહે છે.
Manjibhāi asked, “Which is greater: to see God (in one’s heart) or to achieve an elevated state with gnān?” Swami answered, “To achieve an elevate state with gnān is greater than seeing God.”1 On that, Swami gave the examples of Parvatbhāi, Krupānand Swāmi, Muktānand Swāmi, and others who achieved an elevated state of gnān and said, “They did not experience samādhi and did not see God; yet Parvatbhāi understood as we understand today. Therefore, understand your form to be brahmarup and God resides within you. That is the elevated state of gnān, which is greater. There are no obstacles in this.” On that, Swami gave examples of Sachchidānand Swāmi and others who experienced samādhi and yet encountered misery. Then he said one should hide their understanding like Krupānand Swāmi and one should not become a devotee of love.2
1. Here, an elevated state of gnān means understanding one’s ātmā to be brahmarup and beholding Parabrahma in the ātmā.
2. With these words, Swāmi is not forbidding attachment to God and the Sant with love. Rather, he is cautioning against love without gnān or understanding. Love without gnān does not last. Shriji Maharaj has explained this in Vachanamrut Sarangpur 1 and Sarangpur 15.
Manjībhāīe pūchhyu je, “Bhagwānne dekhavā e adhik chhe ke gnāne karīne sthiti karavī te adhik chhe?” Swāmīe kahyu je, “Dekhavā karatā gnāne karīne sthiti karavī te adhik chhe.” Te upar Parvatbhāī, Kṛupānand Swāmī, Muktānand Swāmī vagere gnānnī sthitivāḷānī vāt karī je, “Emane samādhi nahotī ne dekhatā paṇ nahī ne Parvatbhāī hāl āpaṇe samajīe chhīe tem samajatā. Māṭe potāne brahmarūp mānavu ne mārāmā Bhagwān rahyā ja chhe em mānavu. E gnānnī sthiti chhe te adhik chhe. Temā vighna nathī.” Te upar Sachchidānand Swāmī vagere samādhinī sthitivāḷā dekhatā hatā tene paṇ dukh āvyā,1 tenī vāt karī. Māṭe potānī samajaṇ Kṛupānand Swāmīnī peṭhe chhapāḍvānī vāt karī ne premī thāvu nahī em kahyu.
1. Sachchidānand Swāmīne Mahārāj viṣhe atishay prem hato. Svadhām jatī veḷā Mahārāje saune kahelu ke koī dehno pāt na kare. Paṇ Sachchidānand Swāmī to Mahārāj pahelā Akṣhardhāmmā pahonchyā. Mahārāje temane pesavā ja na dīdhā. Pāchhā dehmā mokalyā. Svāmī kahe chhe: Prem karatā paṇ gnānnī sthiti adhik chhe. Gnānīne Bhagwānnu sāmīpya akhanḍ rahe chhe.
આવી વાતું ક્યાંઈ થાતી નથી. માટે વિષય ખોટા થઈ રહ્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહધારીને હોય. તે ઉપર સદાશિવની હવેલી બળ્યાનું દૃષ્ટાંત દીધું ને ભાઈ સ્વામીને નિષ્ઠા સમજાવી,૧ તે વાત કરી.
૧. રામાનંદ સ્વામીના શિષ્ય કહેવાતા આ ભાઈ આત્માનંદ સ્વામીને શ્રીજીમહારાજને વિષે સર્વોપરી ભાવ થતો નહોતો. તેઓ ૧૧૬ વર્ષની વયના વૃદ્ધ થયા. ગુણાતીતાનંદ સ્વામી તેમની પાસે અણિયાળી ગામે પધાર્યા ને આટલો લાંબો સમય દેહમાં રાખવા બદલ મહારાજનો હેતુ સમજાવ્યો કે, “કસર ટાળ્યા વગર મહારાજ અક્ષરધામમાં નહીં લઈ જાય.” વળી, મહારાજના જ કહેલા પ્રસંગો યાદ કરાવી સમજાવ્યું કે, “મહારાજ બધા અવતારોથી શ્રેષ્ઠ અવતારી છે.” તેમને સર્વોપરીપણાની નિષ્ઠા થઈ ને અંતરમાં સુખ સુખ વર્તાવા લાગ્યું. તેઓ ગુણાતીતાનંદ સ્વામીને પોતાના પત્તરની પ્રસાદી આપતા; પણ મહિમા સમજાતાં તેમણે નિર્માની થઈ સ્વામીના પત્તરની પ્રસાદી સામેથી લીધી.
Such talks do not take place anywhere. Due to these talks, worldly desires have been negated. Yet it appears that they remain – but that is natural for those with a body. On this, he gave the examples of Sadāshiv’s mansion which was burnt and Bhai Atmanand Swami1 who developed true conviction in Maharaj’s form.
1. Sadashiv was a respected businessman from the port town of Khambhat in Gujarat. He had a beautiful haveli built. For its inauguration he went to Vadodara to invite Gopalanand Swami. Swami asked him to stay with him for 15 days and talked about the perishable nature of the world. In the meantime, a letter arrived informing that the haveli had been burnt down. Sadashiv said, “Swami! If I had not stayed here to listen to your spiritual talks, I, too, would have perished along with the haveli. That is how attached I was to it. But by listening to your talks, it has been burnt away from within.”
Bhai Atmanand Swami was a sadhu of Ramanand Swami. When he was 116 years old, Gunatitanand Swami visited him at Vagad where he was living. Gunatitanand Swami explained that without understanding Shriji Maharaj as Supreme God it is not possible to go to Akshardham. Then he explained the true form of Maharaj to Bhai Atmanand Swami, who then developed faith in the supreme form of Maharaj. As a result he experienced great peace within and then left his mortal body and went to Akshardham.
Āvī vātu kyāī thātī nathī. Māṭe viṣhay khoṭā thaī rahyā chhe ne vāsanā jevu jaṇāy chhe te to dehdhārīne hoy. Te upar Sadāshivnī havelī baḷyānu draṣhṭānt dīdhu ne bhāī Swāmīne niṣhṭhā samajāvī,1 te vāt karī.
1. Rāmānand Swāmīnā shiṣhya kahevātā ā bhāī Ātmānand Swāmīne Shrījī Mahārājne viṣhe sarvoparī bhāv thato nahoto. Teo 116 varṣhnī vaynā vṛuddha thayā. Guṇātītānand Swāmī temanī pāse Aṇiyāḷī gāme padhāryā ne āṭalo lāmbo samay dehmā rākhavā badal Mahārājno hetu samajāvyo ke, “Kasar ṭāḷyā vagar Mahārāj Akṣhardhāmmā nahī laī jāy.” Vaḷī, Mahārājnā ja kahelā prasango yād karāvī samajāvyu ke, “Mahārāj badhā avatārothī shreṣhṭh avatārī chhe.” Temane sarvoparīpaṇānī niṣhṭhā thaī ne antarmā sukh sukh vartāvā lāgyu. Teo Guṇātītānand Swāmīne potānā pattarnī prasādī āpatā; paṇ mahimā samajātā temaṇe nirmānī thaī Swāmīnā pattarnī prasādī sāmethī līdhī.
ધર્મ સત્સંગમાં રાખે, ને વૈરાગ્યે કરીને નાશવંતપણું દેખાય એટલે બંધાય નહીં, ને જ્ઞાન જે આત્મનિષ્ઠા તેણે કરીને દેહના સુખદુઃખમાં ન લેવાય પણ મોક્ષ તો ઉપાસનાએ કરીને થાય છે.
Dharma ensures one remains in Satsang, vairāgya ensures one does not become attached to perishable objects, and gnān and ātma-nishthā ensure one is not affected by the joy and misery of the body. However, liberation is due to upāsanā.1
1. On the spiritual path, dharma, gnān, vairāgya, and ātma-nishthā are certainly necessary. However, Swami is placing greater importance on upāsanā, which is like the digit ‘1’, whereas the other spiritual endeavors are like zeros. Without upāsanā, these qualities amount to nil. However, when each quality is developed alongside upāsanā, their value increases ten-fold.
Dharma satsangmā rākhe, ne vairāgye karīne nāshvantpaṇu dekhāy eṭale bandhāy nahī, ne gnān je ātmaniṣhṭhā teṇe karīne dehnā sukh-dukhmā na levāy paṇ mokṣha to upāsanāe karīne thāy chhe.
અંતઃકરણ શેખચલ્લીના ખોરડા જેવું ન રાખવું,૧ એક ભગવાનરૂપી જ થાંભલો રાખવો, પણ ઘણા ટેકા રાખવા નહીં. ને કલ્યાણને અર્થે આશરો ને હેત બે જ છે. ને આજ્ઞા તથા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે ને નિયમ નથી પાળતો તેને આત્મનિષ્ઠ સમજવો નહીં.
૧. એક શેખચલ્લી ઘીનો ઘાડવો માથે મૂકી એક ગામથી બીજે ગામ જતો હતો. રસ્તે ચાલતાં તેણે ‘રૂપિયો મહેનતાણું મળશે’ એ વિચારમાં બકરી ખરીદવાથી માંડી પરણવા સુધીના મનસૂબા કર્યા. છેવટે પોતે એક શેઠ બની દુકાને બેઠો હશે ને ખૂબ ઘરાકી હશે ત્યારે છોકરો જમવા બોલાવવા આવશે, એ વખતે પોતે માથું ધુણાવી ના પાડશે. આમ, વિચારમાં માથું ધુણાવ્યું ને ઘીનો ઘાડવો છૂટી ગયો ને નીચે પડી ફૂટી ગયો. આમ, તેણે ઘાડવામાંથી ઘર (ખોરડું) સુધીના સંકલ્પ કર્યા જે મિથ્યા હતા. માટે અંતઃકરણમાં આવા ખોટા વિચારો - આધારો મૂકી ભગવાનને જ રાખવા.
Do not let the inner faculties become like the house of Shekchalli.1 Keep only one support in the form of God, but do not keep many supports. And for moksha, firm refuge in and profound affection for God are the only two things. Only one who follows his commands and observes the codes of conduct has ātmā-realization. So, do not understand one who does not observe the injunctions to have ātmā-realization.
1. Once a servant named Shekhchalli was carrying a pot of ghee for his master. Shekhchalli began daydreaming about what he would do with the one rupee he would earn for this service. He thought that with the money, he will buy a goat and sell its milk. This will earn him more money and so he will expand his business. Then he’ll buy a shop and move into a big house. Then at lunchtime his children will call him and he will be so busy that he’ll shake his head and say, “Not now.” As he dreamt like this, Shekhchalli really shook his head and the pot of ghee fell off his head. The master shouted at him, “Fool, you’ve spilt my ghee.” Shekhchalli replied, “Only your pot of ghee has been broken, but, for me, all my dreams have been shattered.” The message here is that one should keep a single focus on God and not allow one’s mind to continually wander.
Antahkaraṇ shekhchallīnā khoraḍā jevu na rākhavu,1 ek Bhagwānrūpī ja thāmbhalo rākhavo, paṇ ghaṇā ṭekā rākhavā nahī. Ne kalyāṇne arthe āsharo ne het be ja chhe. Ne āgnā tathā niyam pāḷe chhe te ja ātmaniṣhṭh chhe ne niyam nathī pāḷato tene ātmaniṣhṭh samajavo nahī.
1. Ek shekhachallī ghīno ghāḍavo māthe mūkī ek gāmthī bīje gām jato hato. Raste chālatā teṇe ‘Rūpiyo mahenatāṇu maḷashe’ e vichārmā bakarī kharīdvāthī mānḍī paraṇvā sudhīnā manasūbā karyā. Chhevaṭe pote ek sheṭh banī dukāne beṭho hashe ne khūb gharākī hashe tyāre chhokaro jamavā bolāvavā āvashe, e vakhate pote māthu dhuṇāvī nā pāḍashe. Ām, vichārmā māthu dhuṇāvyu ne ghīno ghāḍavo chhūṭī gayo ne nīche paḍī fūṭī gayo. Ām, teṇe ghāḍavāmāthī ghar (khoraḍu) sudhīnā sankalp karyā je mithyā hatā. Māṭe antahkaraṇmā āvā khoṭā vichāro - ādhāro mūkī Bhagwānne ja rākhavā.
આત્માના જ્ઞાને કરીને કૈવલ્યાર્થી થયો હશે તો પણ ચ્યુતભાવને પામે. પણ જેને એમ હોય જે, હું પ્રગટ ભગવાનનો છું ને ભગવાન મારા છે એવો દૃઢાવ થયો તેને કોઈની બીક રહેતી નથી. કાળ, કર્મ, માયા, દેવઋણ, પિત્રિઋણ, મનુષ્યઋણ૧ એ સર્વેથી મુકાઈને ભગવાનને પામી રહ્યો છે. આ લોકનું સુખદુઃખ બેય મિથ્યા છે, તે વ્યવહાર છે તે દુઃખસુખ તો આવે પણ રોટલા ન મળે તે દા’ડે અમને પૂછવું. જેને રોટલા જોઈતા હોય તેણે દશમો ભાગ કાઢવો.
૧. હિંદુ ધર્મશાસ્ત્રમાં દેવઋણ, ઋષિઋણ ને પિતૃઋણ - ત્રણ મુખ્ય ગણાવ્યાં છે. તેના પેટા ઋણમાં અતિથિઋણ, મનુષ્યઋણ અને ભૂતઋણ - એમ ત્રણ ગણાવ્યાં છે. આ ઋણથી મુક્ત થવા માટે મનુષ્યે શાસ્ત્રવિહિત પંચયજ્ઞરૂપી કર્મ કરવાં પડે છે. યજ્ઞથી દેવ, વેદના કે શાસ્ત્રોના અભ્યાસ-પરિશીલનથી ઋષિ, પુત્રોત્પત્તિથી પિતૃ, સત્કાર-વિવેકથી અતિથિ, પ્રેમ ને સદ્ભાવથી મનુષ્ય અને દયા-કરુણાથી ભૂત પ્રાણીઓ સંતોષાય છે. ભગવાન ને સંતનો દૃઢ આશ્રય કરવાથી આ બધાં ઋણ આપોઆપ ફેડાઈ જાય છે.
One who has attained the spiritual knowledge of ātmā may still sink and decline spiritually. But, one who firmly believes, “I belong to the manifest God and God is mine,” does not fear anyone. He is freed from the influence of kāl, karma, māyā, debt to the deities, ancestors and mankind (as described in the scriptures) and is in the process of attaining God.
The happiness and misery of this world are both perishable. And because one has worldly interactions, happiness and misery will be encountered. But the day you do not get food to eat, tell me. Those who want food should donate one-tenth of their income to God.
Ātmānā gnāne karīne kaivalyārthī thayo hashe to paṇ chyutbhāvne pāme. Paṇ jene em hoy je, hu pragaṭ Bhagwānno chhu ne Bhagwān mārā chhe evo draḍhāv thayo tene koīnī bīk rahetī nathī. Kāḷ, karma, māyā, dev-ṛuṇ, pitri-ṛuṇ, manuṣhya-ṛuṇ1 e sarvethī mukāīne Bhagwānne pāmī rahyo chhe. Ā loknu sukh-dukh bey mithyā chhe, te vyavahār chhe te dukh-sukh to āve paṇ roṭalā na maḷe te dā'ḍe amane pūchhavu. Jene roṭalā joītā hoy teṇe dashamo bhāg kāḍhavo.
1. Hindu dharmashāstramā deva-ṛuṇ, ṛuṣhi-ṛuṇ ne pitṛu-ṛuṇ - traṇ mukhya gaṇāvyā chhe. Tenā peṭā ruṇmā atithi-ṛuṇ, manuṣhya-ṛuṇ ane bhūt-ṛuṇ - em traṇ gaṇāvyā chhe. Ā ṛuṇthī mukta thavā māṭe manuṣhye shāstravihit panch-yagnarūpī karma karavā paḍe chhe. Yagnthī dev, Vednā ke shāstronā abhyās-parishīlanthī ṛuṣhi, putrotpattithī pitṛu, satkār-vivekthī atithi, prem ne sadbhāvthī manuṣhya ane dayā-karuṇāthī bhūt prāṇīo santoṣhāy chhe. Bhagavān ne Santno draḍh āshray karavāthī ā badhā ṛuṇ āpoāp feḍāī jāy chhe.
બે વરસ વગર વરસાદે દાણા પૂરા કર્યા ને મેઘ વરસે એમ નથી પણ સત્સંગીને અર્થે વરસાવીએ છીએ.
Two years have passed without any rains but we have provided grains. And it seems unlikely to rain. But, for the sake of satsangis, we will make it rain.
Be varas vagar varsāde dāṇā pūrā karyā ne megh varse em nathī paṇ satsangīne arthe varsāvīe chhīe.
આ સર્વેએ ભગવાન ભજવા સારુ જ દેહ ધર્યા છે ને બધાય જૂના છે; પણ નવો કોઈ નથી એટલે આંહીં અવાય છે; ને ભગવાનમાં ને સાધુમાં વૃત્તિ ન તણાય ને સ્ત્રીમાં તણાય તે તો ભગવાનની માયાનું બળ છે; બીજું એમાં કંઈ નથી.
All these devotees have taken birth just to worship God. They are all veterans; none are new and so it is possible to come here. But, that one’s mind is not drawn towards God and his Sadhu and is drawn to women is due to the power of God’s māyā. There is nothing else to it.
Ā sarvee Bhagwān bhajavā sāru ja deh dharyā chhe ne badhāy jūnā chhe; paṇ navo koī nathī eṭale āhī avāy chhe; ne Bhagwānmā ne Sādhumā vṛutti na taṇāy ne strīmā taṇāya te to Bhagwānnī māyānu baḷ chhe; bīju emā kaī nathī.
‘હું કુટુંબનો નથી, લોકનો નથી, દેહનો નથી, હું તો ભગવાનનો છું’ એમ માનવું. ને આ સમાગમ કર્યા વિના તો ગોલોકમાં જવાશે પણ મહારાજ પાસે નહીં જવાય.
Believe that, “I do not belong to the family, the world, the body and that I belong to God. Without this association with the Sadhu, it is possible to go to Golok but not possible to go to Maharaj.”
‘Hu kuṭumbano nathī, lokno nathī, dehno nathī, hu to Bhagwānno chhu’ em mānavu. Ne ā samāgam karyā vinā to Golokmā javāshe paṇ Mahārāj pāse nahī javāy.