share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૧૦૧ થી ૧૧૦

સમાધિમાં સ્વરૂપ દેખાય છે તે કાર્ય છે, ને પ્રગટ મનુષ્યરૂપ છે તે કારણ છે.

ભગવાનના સ્વરૂપમાં દિવ્યભાવ અને મનુષ્યભાવ (44.11) / (૫/૧૦૧)

The form of God seen in samādhi is the effect and the manifest human form (of God as Bhagwan Swaminarayan) is the cause of it.

Perceiving Divine and Human Traits (44.11) / (5/101)

Samādhimā swarūp dekhāy chhe te kārya chhe, ne pragaṭ manuṣhyarūp chhe te kāraṇ chhe.

Perceiving Divine and Human Traits (44.11) / (5/101)

આત્મનિષ્ઠા જે હું દેહથી નોખો છું ને દેહની ક્રિયા મારે વિષે નથી તથા ભગવાનનું માહાત્મ્ય તથા સંગ એ ત્રણે કરીને વાસના નિર્મૂળ થાય છે.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.28) / (૫/૧૦૨)

By these three things desires are eradicated: ātmā-realization, that I am different from the body and the actions of the body do not affect me; the greatness of God; and his company.

Atmanishtha-Brahmarup (29.28) / (5/102)

Ātmaniṣhṭhā je hu dehthī nokho chhu ne dehnī kriyā māre viṣhe nathī tathā Bhagwānnu māhātmya tathā sang e traṇe karīne vāsanā nirmūḷ thāy chhe.

Atmanishtha-Brahmarup (29.28) / (5/102)

ભજન, ભક્તિ ને કથાવાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહિ હોય ત્યારે રાજા દ્વારે, આચાર્ય દ્વારે ને મૂર્તિયું દ્વારે રક્ષા કરશે.

(૫/૧૦૩)

Maharaj’s principle is to get involved in the activities of the mandir secondarily in order to support one’s bhakti and kathā-vārtā, which is the primary purpose. However, activities have become predominant instead. When one who has oneness with Maharaj is not present, then he will protect us through a king, āchārya, and murtis.

(5/103)

Bhajan, bhakti ne kathā-vārtānī sahāyne arthe gauṇpaṇe mandirnī kriyā karavāno Mahārājno hārd chhe ne kriyā pradhān thaī gaī chhe. Te Mahārājnā maḷel nahi hoy tyāre rājā dvāre, āchārya dvāre ne mūrtiyu dvāre rakṣhā karashe.

(5/103)

ઉપાસના, નિયમ તથા ભક્તિમાં કસર રહેશે એટલી ખોટ્ય નડશે ને કોઈ દ્રવ્ય દેનાર મળે, દીકરો દેનાર મળે કે દેહે મંડવાડ મટાડનાર મળે તેથી ઉપાસનામાં ફેર પડે છે. તે ઉપર તુંબડિયાનું દૃષ્ટાંત દીધું.

ઉપાસના (40.13) / (૫/૧૦૪)

૧. વડોદરામાં એક તુંબડિયો બાવો આવેલો. પોતાની મિથ્યા સિદ્ધાઈ બતાવવા ખાતર તેણે પોતાની પાસે જે મૂડી હતી તે જુદાં જુદાં સ્થળે દાટી. પછી જે કોઈ પૈસાની ઇચ્છાએ તેની પાસે આવે તેને અમુક જગ્યા બતાવીને ખોદવાનું કહે. એમ કરતાં પોણા ભાગની મૂડી જતી રહી. પછી તેણે વિચાર્યું કે આમ તો બધું જશે. એટલે જે કંઈ બચ્યું તે લઈને ત્યાંથી એ બીજે જતો રહ્યો.

The extent of deficiencies in upāsanā, observing God’s commands and devotion is the extent to which problems will be encountered. And if someone who gives wealth and children, and cures body illness is met, then upāsanā is [adversely] affected. On this he cited the example of the mendicant.1

Upasana (40.13) / (5/104)

1. In Vadodara, a mendicant buried his money in different places. Then, when someone desiring wealth came to him, he directed them to one of the spots. In this way, he led people to falsely believe that he had such miraculous powers to unearth wealth. Soon, however, he realized that much of his wealth had gone. So he dug up whatever was left and departed.

Upāsanā, niyam tathā bhaktimā kasar raheshe eṭalī khoṭya naḍashe ne koī dravya denār maḷe, dīkaro denār maḷe ke dehe manḍavāḍ maṭāḍnār maḷe tethī upāsanāmā fer paḍe chhe. Te upar tumbaḍiyānu draṣhṭānt dīdhu.1

Upasana (40.13) / (5/104)

1. Vaḍodarāmā ek tumbaḍiyo bāvo āvelo. Potānī mithyā siddhāī batāvavā khātar teṇe potānī pāse je mūḍī hatī te judā judā sthaḷe dāṭī. Pachhī je koī paisānī ichchhāe tenī pāse āve tene amuk jagyā batāvīne khodavānu kahe. Em karatā poṇā bhāgnī mūḍī jatī rahī. Pachhī teṇe vichāryu ke ām to badhu jashe. Eṭale je kaī bachyu te laīne tyāthī e bīje jato rahyo.

જગતમાં દાન, પુણ્ય, સદાવ્રત ઘણાં કરે છે પણ દ્રૌપદીની ચીંથરી તથા વિદુરની ભાજી તથા સુદામાના તાંદુલ એટલું લખાણું. ભગવાન તો અધમ ઓધારણ છે, પતિતપાવન છે ને અશરણશરણ છે. પણ ભગવાનનો આશરો કરે તો. તે ઉપર અજામેળ તથા વેશ્યાની નિયમ પાળ્યાની વાત કરી. માટે આધાર વિના દૃઢતા રહે નહિ, આધાર તે શું જે, કૂવામાં બૂડતા હોઈએ ને મૂળિયું હાથમાં આવે તો નહિ બુડાય એવી દૃઢતા રહે છે. તેમ પ્રગટ મૂર્તિના આધારથી મોક્ષની દૃઢતા રહે છે. તે ઉપર ઇન્દ્રની વાત કરી જે, નારદજીના વચનથી પોતાના ભાઈ વામનજીને ભગવાન જાણીને તેનું ધ્યાન કર્યું તેથી ચાર બ્રહ્મહત્યા ટળી. પ્રગટ સૂર્યથી અજવાળું થાય, પ્રગટ જળથી મળ ધોવાય ને પ્રગટ ચિંતામણિથી દ્રવ્યની ભૂખ જાય તેમ જ પ્રગટ ભગવાનથી મોક્ષ થાય.

પ્રત્યક્ષ ભગવાન (46.13) / (૫/૧૦૫)

Many people donate money, engage in pious activities, and give alms. However, only Draupadi’s sari, Vidur’s bhāji, and Sudama’s rice are mentioned (in the scriptures).1 God is the uplifter of the sinful, liberator of the wicked, and the refuge of those who have no refuge; but only if one seeks his refuge. Regarding this, Swami spoke about Ajamil and the prostitute who took niyams.

If one is drowning in a well and one grasps a branch, one has faith that one will not drown. Similarly, with the support of the manifest God or God-realized Sadhu, there is conviction that one will be liberated. On this, he talked about Indra, who, on the advice of Naradji talked to his brother, Vamanji, and accepting him as a deity, meditated on him and so was pardoned of the sin of four Brahmicides. The presence of the real sun brings light, while with real water dirt can be removed and with a real chintāmani desire for wealth is satisfied. Similarly, with the real, manifest God liberation is attained.

The Manifest Form of God (46.13) / (5/105)

1. Krishna Bhagwan killed Shishupal with his Sudarshan disc. The disc cut his finger in the process. Draupadi saw Krishna’s finger bleed and tore off a part of her sari to bandage the wound. Krishna repaid her by miraculously granting her 999 saris when Duhsashan was trying to unclothe her when the Pandavas lost her in the game of dice.

When Krishna came to Hastinapur to speak with Duryodhan about not resorting to war, Duryodhan offered Krishna delicious meals in his palace. However, Krishna declined and ate simple bhāji at Vidur’s home because he was a devotee of Krishna who recognized Krishna as God.

Sudama lived in poverty. Realizing Krishna to be the king of Dwarika, he went to Dwarika with rice as a gift to Krishna in hopes of receiving assistance. In return for the rice, Krishna rid his poverty.

With these examples, all three are mentioned in the scriptures because of their association with the manifest form of God. No one else has been mentioned.

Jagatmā dān, puṇya, sadāvrat ghaṇā kare chhe paṇ Draupadīnī chīntharī tathā Vidurnī bhājī tathā Sudāmānā tāndul eṭalu lakhāṇu. Bhagwān to adham odhāraṇ chhe, patitpāvan chhe ne asharaṇsharaṇ chhe. Paṇ Bhagwānno āsharo kare to. Te upar Ajāmeḷ tathā Veshyānī niyam pāḷyānī vāt karī. Māṭe ādhār vinā draḍhatā rahe nahi, ādhār te shu je, kūvāmā būḍatā hoīe ne mūḷiyu hāthmā āve to nahi buḍāy evī draḍhatā rahe chhe. Tem pragaṭ mūrtinā ādhārthī mokṣhanī draḍhatā rahe chhe. Te upar Indranī vāt karī je, Nāradjīnā vachanthī potānā bhāī Vāmanjīne Bhagwān jāṇīne tenu dhyān karyu tethī chār brahmahatyā ṭaḷī. Pragaṭ sūryathī ajavāḷu thāy, pragaṭ jaḷathī maḷ dhovāy ne pragaṭ chintāmaṇithī dravyanī bhūkh jāy tem ja pragaṭ Bhagwānthī mokṣha thāy.

The Manifest Form of God (46.13) / (5/105)

મહારાજને જ્યારે દેખીએ ત્યારે વાતો જ કરતા હોય. ને જ્ઞાની, પ્રીતિવાળો ને દાસપણું એ ત્રણ અંગ છે. તેમાં જ્ઞાની અધિક. તે ઉપર સ્તુતિ-નિંદાનું વચનામૃત વંચાવ્યું, ને કહ્યું જે, પ્રગટ મૂર્તિ વિના બીજું આલંબન છે તે હિમ્મત દેવા સારુ છે. તે ઉપર ભાગવતનો શ્લોક તથા સાખી કેટલીક બોલ્યા ને લક્ષ્મીનારાયણ પધરાવ્યા ત્યારે તેનો પ્રકાશ મહારાજ આગળ કેવો જણાણો તો સૂર્યની આગળ દીવાના પ્રકાશ જેટલો જણાણો; ને ચાર અંગ છે તે તો અંગીની સહાયને અર્થે છે ને અંગી જે પ્રગટ મૂર્તિ તે ઘીને ઠેકાણે છે ને અંગ તો છાશને ઠેકાણે છે. ને સચ્ચિદાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને એમ કહેતા જે, એ તો આત્મજ્ઞાની છે ને આત્માની વાત કરે છે; ને પ્રગટ મૂર્તિનો જેને આશરો થયો છે તેને હાથ સર્વે મુદ્દો આવ્યો છે, તેને કાંઈ કરવું રહ્યું નથી ને કાળ, કર્મ, માયાથી રહિત થયો છે. તે ઉપર વાત કરી જે, બકરાને વાઘની સહાય હતી તેથી કોઈથી નામ દઈ શકાય નહિ. ત્યાં શ્લોક બોલ્યા જે,

નીચાશ્રયો ન કર્તવ્યઃ કર્તવ્યો મહદાશ્રયઃ।

અજા સિંહપ્રસાદેન આરૂઢા ગજમસ્તકે॥

તેમ પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુની સહાયતાથી કાળ, કર્મ, માયા કોઈ નામ દઈ શકે નહિ.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (46.14) / (૫/૧૦૬)

૧. અર્થ: નિચલાનો આશ્રય ન કરવો, આશ્રય તો શ્રેષ્ઠનો કરવો. બકરી (સિંહના પગલાનો આશ્રય કરી) સિંહની કૃપાથી હાથીના મસ્તક પર આરૂઢ થઈ હતી.

When we saw Maharaj, he was always talking about spiritual matters. And spiritual knowledge, affection and servitude are three inclinations. Of them, spiritual knowledge is the best. On this, he had the Vachanamrut titled 'Reverence and Condemnation' (Vachanamrut Loya-17) read.

One who has taken refuge in the manifest form of God or God-realized Sadhu has attained all principles, has nothing more left to do and is beyond the influence of kāl, karma and māyā. On this, Swami narrated the story of the goat who had the support of the tiger and so nobody could harass him. Then he quoted the shlok:

Nichāshraya na kartavyah kartavyo mahadāshrayah;

Ajā sinhaprasādena ārudhā gaja-mastake.1

Similarly, with the help of manifest God and the manifest Sadhu, kāl, karma and māyā, cannot cause harassment.

Spiritual Wisdom-Understanding-Ignorance (46.14) / (5/106)

1. Do not take refuge at the feet of the lowly, but only of the great; The goat (by sitting at the footprints of the lion), earned the grace of the lion and was seated on the head of an elephant.

A goat sat next to a footprints of a lion. Whenever any predator came to kill it, the goat would point to the footprints saying that it was under the protection of the lion. Thus, the predator would go away for fear of reprisal. When the lion came and saw the goat’s faith in his footprints, it was pleased and as a reward for its faith, honoured the goat by seating it on an elephant.

Mahārājne jyāre dekhīe tyāre vāto ja karatā hoy. Ne gnānī, prītivāḷo ne dāspaṇu e traṇ ang chhe. Temā gnānī adhik. Te upar Stuti-Nindānu Vachanāmṛut vanchāvyu, ne kahyu je, pragaṭ mūrti vinā bīju ālamban chhe te himmat devā sāru chhe. Te upar Bhāgwatno shlok tathā sākhī keṭalīk bolyā ne Lakṣhmīnārāyaṇ padharāvyā tyāre teno prakāsh Mahārāj āgaḷ kevo jaṇāṇo to sūryanī āgaḷ dīvānā prakāsh jeṭalo jaṇāṇo; ne chār ang chhe te to angīnī sahāyne arthe chhe ne angī je pragaṭ mūrti te ghīne ṭhekāṇe chhe ne ang to chhāshne ṭhekāṇe chhe. Ne Sachchidānand Swāmī Gopāḷānand Swāmīne em kahetā je, e to ātmagnānī chhe ne ātmānī vāt kare chhe; ne pragaṭ mūrtino jene āsharo thayo chhe tene hāth sarve muddo āvyo chhe, tene kāī karavu rahyu nathī ne kāḷ, karma, māyāthī rahit thayo chhe. Te upar vāt karī je, bakarāne vāghnī sahāy hatī tethī koīthī nām daī shakāy nahi. Tyā shlok bolyā je,
Nīchāshrayo na kartavyah kartavyo mahadāshrayah;
Ajā sinhaprasāden ārūḍhā gajamastake.1

Tem pragaṭ Bhagwān ne pragaṭ Sādhunī sahāytāthī kāḷ, karma, māyā koī nām daī shake nahi.

Spiritual Wisdom-Understanding-Ignorance (46.14) / (5/106)

1. Artha: nichalāno āshray na karavo, āshray to shreṣhṭhano karavo. Bakarī (sinhanā pagalāno āshray karī) sinhanī kṛupāthī hāthīnā mastak par ārūḍh thaī hatī.

મહારાજ છતાં રૂપિયાનાં નામાં નીકળ્યાં હતાં. હાલ બધા આંહીં ચોખી રીતે વરતો છો તે કોના પ્રતાપથી? ને પછવાડેથી આવું ને આવું રહેશે તો પણ ફેર પડશે ખરો.

(૫/૧૦૭)

Even while Maharaj was present, some (sadhus) were exposed as keeping accounts. Here, all of you are behaving purely. By whose grace? However, in the future, if this continues, then there will certainly be a lapse (in observance of religious vows).1

(5/107)

1. In this talk, Swami is explaining that sadhus lapsed in the observance of their religious vow of refraining from wealth, even while Maharaj was present. However, the sadhus in Junagadh who had the company of Gunatitanand Swami did not lapse because he himself vigilantly observed the religious vows and did not let others falter. He also says that in the future, even in the presence of the Sant, if one does not keep his company, they will certainly lapse.

Mahārāj chhatā rūpiyānā nāmā nīkaḷyā hatā. Hāl badhā āhī chokhī rīte varato chho te konā pratāpthī? Ne pachhavāḍethī āvu ne āvu raheshe to paṇ fer paḍashe kharo.

(5/107)

ખંભાળાની ડોશીને એના ઘરનો આંધળો માણસ હતો તે વર્તમાન પાળવા ન દેતો તેથી મહારાજે જેતલપુરના મોહોલમાં પોતાને હાથે કપાળમાં આંધળાને ત્રણ ડામ દીધા.

(૫/૧૦૮)

The blind husband of a woman in Khambālā did not let her observe the religious vows. Therefore, Maharaj punished him with a branding iron three times on his body at the palace of Jetalpur.

(5/108)

Khambhāḷānī ḍoshīne enā gharno āndhaḷo māṇas hato te vartamān pāḷavā na deto tethī Mahārāje Jetalpurnā moholmā potāne hāthe kapāḷmā āndhaḷāne traṇ ḍām dīdhā.

(5/108)

માવાભાઈએ મહારાજને માયાનું બંધન ન થાય એવું પૂછ્યું પણ વે’વારનું ન પૂછ્યું. તેથી મહારાજે પ્રસન્ન થઈ કહ્યું જે, તમને માયાનું બંધન નહિ થાય ને ઝીણાભાઈએ પણ સેવા માંગી.

(૫/૧૦૯)

Mavabhai asked how māyā could not bind him, but he did not ask about his social duties. Therefore, Maharaj was pleased and said you will not be bound by māyā. Jhinabhai also asked for sevā.

(5/109)

Māvābhāīe Mahārājne māyānu bandhan na thāy evu pūchhyu paṇ ve’vārnu na pūchhyu. Tethī Mahārāje prasanna thaī kahyu je, tamane māyānu bandhan nahi thāy ne Jhīṇābhāīe paṇ sevā māgī.

(5/109)

પશુ, મનુષ્ય, ઝાડ સર્વેમાં કામનો વિષય છે. બીજે નથી. એ કોઈથી મુકાતો નથી. એ હૃદયગ્રંથિ છે. માટે નિજાત્માનં બ્રહ્મરૂપં એ પોતાનું રૂપ માનવું. એ દેશ જુદો પડ્યો. જેમ ભીમનાથની પેલી પાર ખોદે તો પાણી આવે પણ પથ્થર આવે નહિ ને આણી કોર પહેલે ઘાએ પથ્થર આવે તેમ બ્રહ્મરૂપમાં કોઈ બાધ અડતો નથી, એમ મહારાજનો મત છે.

(૫/૧૧૦)

Animals, humans, and plants all have the object of lust, but no one else. No one can relieve themselves of it. Therefore, believe one’s self to be brahmarup as mentioned in the shlok Nijātmānam brahmarūpam. This belief is of a different territory. If someone were to dig on the other side of Bhimnath, then they will find water but not rocks. If they dig on this side, then they will strike a rock on the first stroke. Similarly, one cannot find any faults in one who is brahmarup. This is Maharaj’s principle.

(5/110)

Pashu, manuṣhya, zāḍ sarvemā kāmno viṣhay chhe. Bīje nathī. E koīthī mukāto nathī. E hṛudaygranthi chhe. Māṭe Nijātmānam brahmarūpam e potānu rūp mānavu. E desh judo paḍyo. Jem Bhīmnāthnī pelī pār khode to pāṇī āve paṇ paththar āve nahi ne āṇī kor pahele ghāe paththar āve tem brahmarūpmā koī bādh aḍato nathī, em Mahārājno mat chhe.

(5/110)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading