share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૨

વાત: ૯૧ થી ૧૦૦

એકાંતિક સાધુ વિના બીજા કોઈને જીવનું સાચું હેત કરતાં આવડે નહિ; ને બીજા તો હેત કરે તે ઇન્દ્રિયુંનું પોષણ કરે, તેમાં તો મૂળગું અવળું થાય.

દ્રઢ સમાગમ-પ્રીતિ-ભક્તિ-મિત્રતા (19.8) / (૨/૯૧)

Nobody except the God-realized Sadhu knows how to shower true affection on the jiva. And others shower affection that nourishes the senses and this, in fact, has adverse effects.

Profound Association-Love-Devotion-Friendship (19.8) / (2/91)

Ekāntik Sādhu vinā bījā koīne jīvnu sāchu het karatā āvaḍe nahi; ne bījā to het kare te indriyunu poṣhaṇ kare, temā to mūḷagu avaḷu thāy.

Profound Association-Love-Devotion-Friendship (19.8) / (2/91)

લાખનો ત્યાગ કરીને એકને રાખવા. ને મહારાજ પણ એમ કહેતા જે, “પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રીકૃષ્ણને રાખ્યા,” એમ છે તે જાણવું.

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.10) / (૨/૯૨)

Renounce even a hundred thousand to associate with the One. And Maharaj used to say, “The Pandavs renounced everyone and retained Shri Krishna. One should know it is like this.”

Firm Faith in the Divine Form of God (43.10) / (2/92)

Lākhno tyāg karīne ekne rākhavā. Ne Mahārāj paṇ em kahetā je, “Pānḍavoe sarveno tyāg karīne ek Shrī Kṛuṣhṇane rākhyā,” em chhe te jāṇavu.

Firm Faith in the Divine Form of God (43.10) / (2/92)

“મૂર્ખનો સંગ ન કરવો; કેમ જે, મૂર્ખ ચાકર હતો તેણે રાજાને બાટી આપી,” એમ મહારાજ કહેતા.

(૨/૯૩)

૧. એક દુર્બળ ગરાસિયે કચેરીમાં પોતાના વારાના દિવસે જૂજ પૈસા આપી ચાકરને પાન-સોપારી લેવા મોકલ્યો; પરંતુ ચાકરે પોતે તથા રાજા બે દિવસના ભૂખ્યા હતા એમ ધારી પાન-સોપારી નહીં લાવતાં ત્રણ બાટીઓ કરી લાવ્યો. તેમાંની બે બાટી કચેરીમાં રાજાને આપી બોલ્યો, “લ્યો આ ખાવો, પાનમાં શું ખાશો?” રાજાએ કહ્યું, “અરે મૂરખ, આ શું લાવ્યો?” ત્યારે કહે, “લો, આ એક મારા ભાગની પણ આપું છું. તમો બે દિવસના ભૂખ્યા છો તો ખાઓ.”

“One should not keep the company of a fool, because a king’s attendant was a fool and he gave the king a bāti.”1 This is what Maharaj used to say.

(2/93)

1. Brahmaswarup Yogiji Maharaj narrates a folk tale regarding this: One king had a friend. He and his friend were banished from their kingdom. During their banishment, they both stayed together, ate together, and slept together. They baked bātis (a type of a roti made of wheat flour) to eat. After some time, the king acquired his kingdom back. The king made his friend a minister. Many people brought expensive gifts for the king.

In the past, the king and his friend ate bātis. After he became a minister, the friend still ate bātis. He bought flour from the market and made eight bātis. When the king was presiding in his court, he brought six bātis covered by a cloth. Everyone asked, “What did you bring?”

He said, “Bātis.”

Everyone said, “Does the king eat that?”

The king was embarrassed. The friend said, “If you are hungry and these aren’t enough, you can have my two bātis also.”

The king was perturbed and imprisoned him.

Vivek (discretion) is the 10th treasure. One should know how to conduct oneself and know what to say and when to say it.

“Mūrkhno sang na karavo; kem je, mūrkh chākar hato teṇe rājāne bāṭī āpī,” em Mahārāj kahetā.1

(2/93)

1. Ek durbaḷ garāsiye kacherīmā potānā vārānā divase jūj paisā āpī chākarne pān-sopārī levā mokalyo; parantu chākare pote tathā rājā be divasnā bhūkhyā hatā em dhārī pān-sopārī nahī lāvatā traṇ bāṭīo karī lāvyo. Temānī be bāṭī kacherīmā rājāne āpī bolyo, “Lyo ā khāvo, pānmā shu khāsho?” Rājāe kahyu, “Are mūrakh, ā shu lāvyo?” Tyāre kahe, “Lo, ā ek mārā bhāgnī paṇ āpu chhu. Tamo be divasnā bhūkhyā chho to khāo.”

કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ જે, ઓગણોતેરા કાળમાં ભીમનાથમાં રાંકાં માગવા આવતાં ને કરગરતાં ને તેને ધક્કા મારે પણ જાય નહિ, એવો ખપ રાખવો.

શ્રદ્ધા (10.3) / (૨/૯૪)

૧. અગણોતરા કાળમાં ભાલ પ્રદેશમાં આવેલ ભીમનાથ મહાદેવની જગ્યામાં સદાવ્રત મળતું. નીલકા નદીની ઊંચી ભેખડ પર મંદિર હોઈ, ભૂખ્યાં-દુખ્યાં ગરીબ લોકો નદીમાંથી કતાર કરતા ઉપર જતાં ને સદાવ્રતમાં કડછો થૂલું (ઘઉંનું ભડકિયું) મેળવતા. રાંકા ગીરદી કરે એટેલે થૂલું આપનાર કંટાળે અને એક ધક્કો મારે તે બધા જ ઉપરાછાપરી પડતાં ગુલાંટ ખાતાં નદીની ગરમ રેતીમાં પડે. છતાં કડછો થૂલું અહીં જ મળશે એવો ખપ રાખી ફરી પાછા ચઢે.

What sort of intense desire for moksha should one have? It should be like the paupers who came to Bhimnath mandir (in Saurāshtra, Gujarāt) during the famine of 1879 (1823 CE) to beg for food. They would plead for food and were pushed around, yet they did not go away.1 This is the type of intense desire one should have for moksha.

Faith (10.3) / (2/94)

1. During the famine of Vikram Samvat 1879 (1823 CE), an almshouse was in operation at Bhimnath Mahadev mandir in the Bhal region of Saurashtra. The mandir was situated on a hillock near the river Nilka. Poor and hungry people in large numbers climbed the hillock to receive a ladleful of wheat (porridge). There was so much commotion that often the person giving out the alms would become frustrated and push the people. This would set off a cascade and everyone would end up at the bottom. Undeterred, however, they would climb up again to get the ladleful of wheat porridge as there was no other way to survive.

Kalyāṇno khap kevo rākhyo joīe je, ‘Ogaṇoterā Kāḷmā’ Bhīmnāthmā rānkā1 māgavā āvatā ne karagartā ne tene dhakkā māre paṇ jāy nahi, evo khap rākhavo.

Faith (10.3) / (2/94)

1. Agaṇotarā kāḷmā bhāl pradeshmā āvel Bhīmnāth Mahādevnī jagyāmā sadāvrat maḷatu. Nīlakā Nadīnī nchī bhekhaḍ par mandir hoī, bhūkhyā-dukhyā garīb loko nadīmāthī katār karatā upar jatā ne sadāvratmā kaḍachho thūlu (ghaunu bhaḍakiyu) meḷavatā. Rānkā gīradī kare eṭele thūlu āpanār kanṭāḷe ane ek dhakko māre te badhā ja uparāchhāparī paḍatā gulānṭ khātā nadīnī garam retīmā paḍe. Chhatā kaḍachho thūlu ahī ja maḷashe evo khap rākhī farī pāchhā chaḍhe.

ચાર ઘાંટિયું છે તેને ઓળંગવી એ કરવાનું છે; તેમાં એક તો, ભગવાનની ઉપાસના સમજવી; બીજું, સાધુ ઓળખવા; ત્રીજું, દેહ-આત્મા જુદા સમજવા; ને ચોથું, ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો; તે કરવું. તેમાં સર્વેનું કારણ સાધુ છે.

સાધન (16.8) / (૨/૯૫)

૧. અડચણ, મુશ્કેલીઓ, ગૂંચવણ.

There are four barriers which have to be overcome. Of them, the first is to understand the upāsanā of God; second, to know the Sadhu; third, to understand the body and ātmā as separate; and fourth, to overcome the desire for the best worldly pleasures. The cause of prevailing over all is the great Sadhu.

Spiritual Endeavours (16.8) / (2/95)

Chār ghānṭiyu1 chhe tene oḷangavī e karavānu chhe; temā ek to, Bhagwānnī upāsanā samajavī; bīju, Sādhu oḷakhavā; trīju, deh-ātmā judā samajavā; ne chothu, uttam bhogmāthī rāg ṭāḷavo; te karavu. Temā sarvenu kāraṇ Sādhu chhe.

Spiritual Endeavours (16.8) / (2/95)

1. Aḍachaṇ, mushkelīo, gūnchavaṇ.

મહારાજને ગમતી રુચિ કર્યા વિના જો ભગવાનનું સુખ મળશે તો પણ ભોગવાશે નહિ, જેમ માંદાને સારું મળે તો પણ ભોગવાય નહિ, તેમ પુરુષોત્તમનું જ્ઞાન થયું છે ને તેને વાસનાએ કરીને વિષય મળશે તો તેમાંથી બહુ દુઃખ થાશે, પણ તેનું સુખ નહિ આવે, ને આવરદા લાંબી તે મરાય નહિ.

પ્રકીર્ણ (52.8) / (૨/૯૬)

If one gets the bliss of God without acting according to the wishes of Maharaj, still one will not be able to enjoy it. Just as an ill person gets good things (food, etc.) yet is unable to enjoy them, similarly, one who has attained the knowledge of Purushottam will get worldly objects due to material desires, but from them will experience great misery, and will not get happiness from them. The life-expectancy is long so it cannot be terminated.

Miscellaneous (52.8) / (2/96)

Mahārājne gamatī ruchi karyā vinā jo Bhagwānnu sukh maḷashe to paṇ bhogavāshe nahi, jem māndāne sāru maḷe to paṇ bhogavāy nahi, tem Puruṣhottamnu gnān thayu chhe ne tene vāsanāe karīne viṣhay maḷashe to temāthī bahu dukh thāshe, paṇ tenu sukh nahi āve, ne āvardā lāmbī te marāy nahi.

Miscellaneous (52.8) / (2/96)

આ લોકનો આ જીવને ફેર ચડી ગયો છે. તે વાત સાંભળે ત્યારે જેમ પાણી ઉપર શેવાળમાં લાકડી મારે તે નોખું થઈને પાછું ભેળું થઈ જાય, તેમ આ લોકમાં પાછું ભળી જવાય છે, એવો આ જીવનો ઢાળ છે.

વ્યવહાર અને પ્રવૃત્તિ (12.10) / (૨/૯૭)

૧. પાણી વપરાતું ન હોય એવા કૂવા, તળાવ કે ખાબોચિયામાં પાણીની સપાટી ઉપર નાજુક વનસ્પતિનો થર બાઝે તે.

This jiva has become enamoured of this world. When one hears these spiritual talks, it is like disturbing moss on the water surface by hitting it with a stick; the moss is separated initially and then comes back together again. Similarly, it is the tendency of the jiva to merge back with this world.

Social Dealings and Activities (12.10) / (2/97)

Ā lokno ā jīvne fer chaḍī gayo chhe. Te vāt sāmbhaḷe tyāre jem pāṇī upar shevāḷmā1 lākaḍī māre te nokhu thaīne pāchhu bheḷu thaī jāy, tem ā lokmā pāchhu bhaḷī javāy chhe, evo ā jīvno ḍhāḷ chhe.

Social Dealings and Activities (12.10) / (2/97)

1. Pāṇī vaparātu na hoy evā kūvā, taḷāv ke khābochiyāmā pāṇīnī sapāṭī upar nājuk vanaspatino thar bāze te.

આજ્ઞા પળે એટલી વાસના બળે. તે આજ્ઞા તે કઈ જે, શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ, ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી. ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે.

ભગવાન અને સંતની આજ્ઞા (14.10) / (૨/૯૮)

The extent of desires burnt is directly proportional to the commands of God and his holy Sadhu obeyed. Which are these commands? By obeying the Shikshāpatri, Nishkām Shuddhi and Dharmāmrut one overcomes desires. It is difficult to stop the desires of one’s mind but to physically act and obey commands is possible. If there is deviation from this, that is the extent of bad company.

Commands of God and His Holy Sadhu (14.10) / (2/98)

Āgnā paḷe eṭalī vāsanā baḷe. Te āgnā te kaī je, Shikṣhāpatrī, Niṣhkāmshuddhi, Dharmāmṛut te pāḷīne vāsanā ṭāḷavī. Ne mannā ghāṭ bandh karavā e to kaṭhaṇ chhe, paṇ sthūḷ dehe vartavu ne āgnā pāḷavī e to thāy evu chhe ne temā fer pāḍe eṭalo kusang chhe.

Commands of God and His Holy Sadhu (14.10) / (2/98)

કોઈક મરે ત્યારે કાંઈક થડકો થાય ને પછી આ લોકમાં પદાર્થ, મનુષ્ય, રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે; ને આજ્ઞા પાળવી પણ લોપવી નહિ. તે આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામશુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે વર્તવું ને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે તે સર્વમાં મુખ્ય સેવા તે શું જે, મોટા એકાંતિકની અનુવૃત્તિ મન, કર્મ, વચને રાખવી, એવી બીજી કોઈ સેવા નથી.

ભગવાન અને સંતની આજ્ઞા (14.11) / (૨/૯૯)

When someone dies, one becomes fearful of death. Afterwards, on seeing the pleasures, people, money, etc. in the world, the fear is forgotten again. But a spiritually wise person always remains in that state of fear.

Obey commands, but never disobey them. The commands, primarily of the three scriptures – Dharmāmrut, Shikshāpatri and Nishkām Shuddhi – should be followed. And associate with the great. Also, one is told to serve, but out of all, which is the main service? To follow the spoken and unspoken commands of the great God-realized Sadhu by mind, action and speech. There is no service comparable to this.

Commands of God and His Holy Sadhu (14.11) / (2/99)

Koīk mare tyāre kāīk thaḍako thāy ne pachhī ā lokmā padārth, manuṣhya, rūpiyā e ādikne dekhe te pāchhu bhūlī jāy ne je gnānī hoy tene to nirantar em varte; ne āgnā pāḷavī paṇ lopavī nahi. Te āgnā mukhyapaṇe to Dharmāmṛut, Shikṣhāpatrī ne Niṣhkāmshuddhi e traṇ granth pramāṇe vartavu ne Moṭāno samāgam karavo ne sevā karavānu kahe chhe te sarvamā mukhya sevā te shu je, Moṭā Ekāntiknī anuvṛutti man, karma, vachane rākhavī, evī bījī koī sevā nathī.

Commands of God and His Holy Sadhu (14.11) / (2/99)

જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે ને જ્યાંથી કોટિ કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહિ! એ જ અજ્ઞાન છે.

(૨/૧૦૦)

૧. ઘરબાર ખાલી કરીને નીકળી જવું તે.

One endeavors toward the place (home) which will have to be abandoned without notice; whereas, no one endeavors for the place (Akshardham) which will never have to be abandoned even in a million years. This itself is ignorance.1

(2/100)

1. Swami says one will have to leave their home, symbolic for their body or this world, suddenly. Yet, everyone endeavors for the happiness of their body and this world. However, no one endeavors for the permanent home, which is Akshardham.

Jyāthī achānak uchāḷā bharavā1 te ṭhekāṇe udyam kare chhe ne jyāthī koṭi kalpe paṇ uchāḷā na bharavā tene arthe udyam nahi! E ja agnān chhe.

(2/100)

1. Gharbār khālī karīne nīkaḷī javu te.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading