share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૨

વાત: ૮૧ થી ૯૦

ભગવાન તથા મોટાને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું, ને તે શીખ્યા વિના તો ન આવડે. ને મહારાજનો એ જ મત જે, જ્ઞાની થાવું, બાકી બીજું તો થાય છે ને થાશે, પણ એ કરવાનું અવશ્ય છે; ને કોઈ રીતે કોઈ પદાર્થે આ જીવનું પૂરું થાય નહિ, ને જ્ઞાન થાય તો કાંઈ અધૂરું જ ન રહે.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.24) / (૨/૮૧)

Even one who has surrendered his jiva to God and the great Sadhu has to acquire spiritual knowledge, since without acquiring it, it is not possible to know. And that is Maharaj’s belief – to become spiritually wise. Otherwise, other activities take place and will continue to do so. But this knowledge must be acquired. No object will satisfy this jiva, but if spiritual wisdom is attained, nothing remains to be acquired.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.24) / (2/81)

Bhagwān tathā Moṭāne jīv āpī dīdho hoy evo thayo hoy tene paṇ gnān shīkhavu, ne te shīkhyā vinā to na āvaḍe. Ne Mahārājno e ja mat je, gnānī thāvu, bākī bīju to thāy chhe ne thāshe, paṇ e karavānu avashya chhe; ne koī rīte koī padārthe ā jīvnu pūru thāy nahi, ne gnān thāy to kāī adhūru ja na rahe.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.24) / (2/81)

“આ જીવે કરોડ કલ્પ થયાં મનગમતું જ કર્યું છે, તે એટલા કલ્પ પણ કહેવાય તો નહિ. પણ હવે તો આ દેહે કરીને ભગવાનનું ગમતું કરી લેવું; ને આજ્ઞામાં યુક્તિ ન કરવી ને આવે એટલું ભોગવવું નહિ ને ત્યાગ કરતા રહેજો.” એમ સર્વેને કહ્યું.

ભગવાન અને સંતની આજ્ઞા (14.9) / (૨/૮૨)

“For tens of millions of years, this jiva has acted as per its own wishes. In fact, it is not possible to state for how many years. But now, with this body, do what God likes. Do not be deceitful in obeying commands. Do not enjoy everything that is offered, but learn to renounce.” In this way, Swami told everyone.

Commands of God and His Holy Sadhu (14.9) / (2/82)

“Ā jīve karoḍ kalp thayā mangamtu ja karyu chhe, te eṭalā kalp paṇ kahevāy to nahi. Paṇ have to ā dehe karīne Bhagwānnu gamatu karī levu; ne āgnāmā yukti na karavī ne āve eṭalu bhogavavu nahi ne tyāg karatā rahejo.” Em sarvene kahyu.

Commands of God and His Holy Sadhu (14.9) / (2/82)

મહારાજે ધૂધૂબાજ મારગ ચલાવ્યો છે, તે શું જે, મંદિર, મેડિયું, ઘોડાં, ગાડાં આદિક અનેક વાતું પ્રવર્તાવી છે; પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે, નિર્વાસનિક થાવું ને ભગવાનમાં જોડાવું; પછી ગમે તે કામ કરો, ગૃહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું એ છે.

ધ્યેય-સાધુતા-વાસનામાંથી મુક્તિ (13.2) / (૨/૮૩)

Maharaj initiated an all-encompassing path. That is, “He spread the glory of mandirs, and encouraged people to fulfill their worldly duties by erecting buildings, and acquiring horses, carts, etc. But he never lost sight of the principle that he wanted to establish. That principle was to free all aspirants from worldly desires and join everyone in God. So, follow any path – remain a householder or become a sadhu – but in the end this is what is to be done.”

Aim-Saintliness-Freedom from Material Desires (13.2) / (2/83)

Mahārāje dhūdhūbāj mārag chalāvyo chhe, te shu je, mandir, meḍiyu, ghoḍā, gāḍā ādik anek vātu pravartāvī chhe; paṇ potāno siddhānt je karavānu chhe te mūkī dīdhu nathī. Te siddhānt e je, nirvāsanik thāvu ne Bhagwānmā joḍāvu; pachhī game te kām karo, gṛuhasthāshrammā raho ke tyāgī thāo, paṇ ante karavānu e chhe.

Aim-Saintliness-Freedom from Material Desires (13.2) / (2/83)

ભક્તિ જે મંદિરની ક્રિયા, તેનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે, તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થાતા; ને જ્ઞાનના, ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થાતા; તે કરવા.

સાધન (16.7) / (૨/૮૪)

There is a keen desire within to offer devotion in the form of work for the mandir. Thoughts of offering this type of devotion arise, but thoughts of God and his glory do not arise. Similarly, thoughts of spiritual knowledge, upāsanā and love for God are not entertained, but should be.

Spiritual Endeavours (16.7) / (2/84)

Bhakti je mandirnī kriyā, tenu pradhānpaṇu antarmā rahe chhe ne tenā sankalp jem thāy chhe, tem Bhagwānnu pradhānpaṇu ne tenā sankalp nathī thātā; ne gnānnā, upāsanānā ne Bhagwānmā het karavānā paṇ nathī thātā; te karavā.

Spiritual Endeavours (16.7) / (2/84)

મોઢામાં ખાવામાં હેઠલ્યા દાંત સાંબેલાં ને ઉપલ્યા દાંત ખાંડણિયા છે, પણ તેનો તપાસ કર્યા વિના ગમ પડતી નથી. તેમ જ દેહ તથા આત્મા જુદા છે પણ વિચાર્યા વિના ગમ પડતી નથી. અને તપાસી જુએ તો જણાય છે જે, સો વર્ષ મોર્ય નાતમાં કોઈ નહોતું ને વળી સો વર્ષ કેડ્યે કોઈ નહિ રહે.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.13) / (૨/૮૫)

When one chews, the bottom teeth are the pestle and the upper teeth are the mortar. But without keen observation this is not understood. Similarly, the body and ātmā are separate, but without thinking (deeply), it is not understood. And if one observes, one realizes that 100 years ago nobody from our present community was alive and in a 100 years time nobody will remain.

Atmanishtha-Brahmarup (29.13) / (2/85)

Moḍhāmā khāvāmā heṭhalyā dānt sāmbelā ne upalyā dānt khānḍaṇiyā chhe, paṇ teno tapās karyā vinā gam paḍatī nathī. Tem ja deh tathā ātmā judā chhe paṇ vichāryā vinā gam paḍatī nathī. Ane tapāsī jue to jaṇāy chhe je, so varṣh morya nātmā koī nahotu ne vaḷī so varṣh keḍye koī nahi rahe.

Atmanishtha-Brahmarup (29.13) / (2/85)

આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે, તેમાં કેટલાક તો માંહી રહ્યા થકા શત્રુ છે, ને કેટલાક પિતરાઈ ને દાડિયા જેવા છે, ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગા જેવા છે, દીકરા જેવા છે ને કેટલાક તો ધણી જેવા છે; એટલા ભેદ છે.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.10) / (૨/૮૬)

૧. મંદિરનું બગડતું હોય તો બગડવા દે. સુધરતું હોય તો બગાડે. બીજાને તેમ કરવા પ્રેરે.

૨. મંદિરનું વાપરે, ભાગ પડાવે, હક જમાવે, દાવો માંડે.

૩. મંદિરની ક્રિયા કરે પણ બાંધેલી મુદતે. સમય પૂરો થાય કે અધૂરું છોડી જતા રહે.

૪. મંદિરમાં લાંબી મુદતે સેવામાં રહે, પણ પોતાનું શરીર પહેલું સાચવે.

૫. મંદિરનું સુધરે કે બગડે; કશો હરખશોક ન થાય કે ન એમાં માથું મારે. મોજમાં રહે.

૬. મંદિરનું બગડતું દેખી કચવાય, બીજાને ઠપકો આપે, પણ પોતે સુધારવાનો વિચાર ન કરે કે પ્રવૃત્ત ન થાય.

૭. ઉજાગરો વેઠીને પણ મંદિરના માલિકને મદદ કરે.

૮. પ્રાણને ભોગે મંદિર ને સત્સંગ સાચવે. શરીરની દરકાર ન કરે.

There are many types of people in this Satsang and mandir. Of them, some are internal enemies, some are like cousins who cause division and demand a share in the property, some are like daily wage earners, some are like working partners, some are like guests, some are like relatives, some are like sons and some are like owners. There are these differences among the people.1

Qualities and Glory of a Devotee (21.10) / (2/86)

1. The different types of people who live in the mandir are:
a. Like enemies: if the mandir’s work is being spoilt he lets it happen; he even spoils good work and attempts to make others act like him.
b. Like distant relatives: they use the facilities of the mandir, cause splits and demand rights.
c. Like labourers: work only for a fixed time. When the time is up, even unfinished work is left behind and they go away.
d. Like companions: help for an extended period, but first take care of their own needs.
e. Like guests: not bothered whether the mandir benefits or suffers. They do not participate in any activities of the mandir.
f. Like relatives: are pained to see the damage to the mandir. Will scold others for it, but will not attempt to solve problems through their own initiative.
g. Like sons: will stay awake to help the seniors of the mandir.
h. Like owners: will sacrifice one’s life for the mandir’s cause.

Ā satsangmā ne mandirmā anek prakārnā manuṣhya chhe, temā keṭlāk to māhī rahyā thakā shatru1 chhe, ne keṭlāk pitarāī2 ne dāḍiyā3 jevā chhe, ne sāthī4 jevā chhe, mahemān5 jevā chhe, sagā6 jevā chhe, dīkarā7 jevā chhe ne keṭlāk to dhaṇī8 jevā chhe; eṭalā bhed chhe.

Qualities and Glory of a Devotee (21.10) / (2/86)

1. Mandirnu bagaḍatu hoy to bagaḍavā de. Sudhartu hoy to bagāḍe. Bījāne tem karavā prere.

2. Mandirnu vāpare, bhāg paḍāve, hak jamāve, dāvo mānḍe.

3. Mandirnī kriyā kare paṇ bāndhelī mudate. Samay pūro thāy ke adhūru chhoḍī jatā rahe.

4. Mandirmā lāmbī mudate sevāmā rahe, paṇ potānu sharīr pahelu sāchave.

5. Mandirnu sudhare ke bagaḍe; kasho harakh-shok na thāy ke na emā māthu māre. Mojmā rahe.

6. Mandirnu bagaḍatu dekhī kachavāy, bījāne ṭhapako āpe, paṇ pote sudhārvāno vichār na kare ke pravṛutta na thāy.

7. Ujāgaro veṭhīne paṇ mandirnā mālikne madad kare.

8. Prāṇne bhoge mandir ne satsang sāchave. Sharīrnī darakār nakare.

સૌ કોઈ કોઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થાવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા.

સુખ (1.11) / (૨/૮૭)

Everyone remains happy due to some reason. But become eternally happy due to two things – God and ātmā – and leave the many other forms of support.

Happiness (1.11) / (2/87)

Sau koī koīk ādhār vaḍe sukhī rahe chhe, paṇ Bhagwān ne ātmā e be vate sukhī thāvu, bākī anek prakārnā ādhār mūkī devā.

Happiness (1.11) / (2/87)

ભગવાનને તો આ લોક કાંઈ ગણતીમાં જ નથી. એ તો સર્વે ધૂડ્યનું જ છે. તેમાં કોઈક પદાર્થ આવ્યું કે ગયું કે કોઈક વાત સુધરી કે બગડી કે કોઈક કામ થયું કે ન થયું, એની કાંઈ પણ ગણતી નથી. એ તો આપણને માલ મનાય છે, પણ જે ડાહ્યો હોય તેને ધૂડ્યમાં માલ મનાતો નથી; તેમ ભગવાનની દૃષ્ટિએ તો આ લોક-ભોગ સર્વે ધૂડ્ય જ છે ને મોટા સંતની પણ એવી જ સમજણ છે.

સાંખ્યજ્ઞાન (27.9) / (૨/૮૮)

This world is of no significance to God. Everything is of dust. Whether an object is gained or lost, comes or goes, something is improved or spoilt, or some work is done or not done – all this is not even noted. The wise do not place any value on dirt. Similarly, in God’s vision, this world and its objects are all like dirt. And this is also the understanding of the great Sadhu.

The Knowledge of Sankhya (27.9) / (2/88)

Bhagwānne to ā lok kāī gaṇatīmā ja nathī. E to sarve dhūḍyanu ja chhe. Temā koīk padārth āvyu ke gayu ke koīk vāt sudharī ke bagaḍī ke koīk kām thayu ke na thayu, enī kāī paṇ gaṇatī nathī. E to āpaṇne māl manāy chhe, paṇ je ḍāhyo hoy tene dhūḍyamā māl manāto nathī; tem Bhagwānnī draṣhṭie to ā lok-bhog sarve dhūḍya ja chhe ne Moṭā Santnī paṇ evī ja samajaṇ chhe.

The Knowledge of Sankhya (27.9) / (2/88)

આગ્રામાં કરોડ રૂપિયાનું કબ્રસ્તાન છે ને મુંબઈમાં માછીમારના ઘરમાં કરોડ રૂપિયા છે, માટે ઝાઝું દ્રવ્ય થાય એ વાત કાંઈ મોટાની ગણતીમાં નથી, ને એમાં માલ ન માનવો.

સાંખ્યજ્ઞાન (27.10) / (૨/૮૯)

There is a mausoleum in Agra1 built at a cost of tens of millions of rupees. And there are tens of millions of rupees in the homes of fishermen in Mumbai. Therefore, to gain wealth is not of any significance to the great Sadhu. So do not believe it to have any value.

The Knowledge of Sankhya (27.10) / (2/89)

1. Taj Mahal

Āgrāmā karoḍ rūpiyānu kabrastān chhe ne Mumbaīmā māchhīmārnā gharmān karoḍ rūpiyā chhe, māṭe zāzu dravya thāy e vāt kāī moṭānī gaṇatīmā nathī, ne emā māl na mānavo.

The Knowledge of Sankhya (27.10) / (2/89)

“જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં તણાતો હોય, પણ તેમાં રુચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે, ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે.” અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહિ? તેનો ઉત્તર કર્યો જે, “દૈવી હોય તે દબાય ને આસુરી હોય તે ન દબાય.”

પંચવિષય-વાસના-વ્યસન (8.16) / (૨/૯૦)

Even if noble intentions have been developed, one is drawn towards material pleasures, but, if one’s intentions are powerful, the defects are overcome. If desires (to enjoy) are more powerful, then (initially) material pleasures are given, but in the end, they are made to renounce them.

Can all those who are lax in observing dharma remain under the control of the great (Sadhu) or not? Swami replied, “One who is pure at heart is obedient, while one who is of demonic nature is not obedient.”

Material Pleasures-Desires-Addictions (8.16) / (2/90)

“Jo ruchi sārī bandhāṇī hoy ne viṣhaymā taṇāto hoy, paṇ temā ruchinu baḷavānpaṇu hoy to kasar ṭaḷāve, ne vāsanā baḷavān hoy to viṣhay āpe ne ante to mukāve.” Ane Moṭā āgaḷ je dharmamā shithil hoy te sarve dabāy ke nahi? Teno uttar karyo je, “Daivī hoy te dabāy ne āsurī hoy te na dabāy.”

Material Pleasures-Desires-Addictions (8.16) / (2/90)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading