share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૨

વાત: ૭૧ થી ૮૦

આ લોકમાં બે દુઃખ છે: તે અન્ન-વસ્ત્ર ન મળે કે ન પચે, ને તે વિનાનું દુઃખ તો અજ્ઞાનનું છે.

દુઃખ (2.6) / (૨/૭૧)

There are two miseries in this world: the lack of food and clothing or that they cannot be digested or used; apart from these, all miseries are due to ignorance.

Misery (2.6) / (2/71)

Ā lokmā be dukh chhe: te anna-vastra na maḷe ke na pache, ne te vinānu dukh to agnānnu chhe.

Misery (2.6) / (2/71)

એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહિ ને બળ પણ ઘટે નહિ, એ તો જ્ઞાન ને વિચાર બેય જોઈએ, ને દાખડો તો ખેડુ ઘણા કરે છે તે બળિયા થાતા જાય છે.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.23) / (૨/૭૨)

Mere devotion does not control the body or reduce its strength. For this, both spiritual wisdom and thought are needed.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.23) / (2/72)

Ekalī bhaktie karīne deh damāy nahi ne baḷ paṇ ghaṭe nahi, e to gnān ne vichār bey joīe, ne dākhaḍo to kheḍu ghaṇā kare chhe te baḷiyā thātā jāy chhe.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.23) / (2/72)

મહારાજ કહેતા કે, “કાળા ભૂત જેવા ને કોટમાં ઊતરિયું ને રૂડા-રૂપાળા હોય ને પહેરવા લૂગડું ન મળે, ને વળી શૂરવીરનાં શીંગડાં ને તરવારને મ્યાન ન મળે, ને ફોશીના રાજા હોય ને સો રૂપિયાનો મહિનો, તે તો સર્વે પ્રારબ્ધ છે.”

(૨/૭૩)

૧. ગળામાં સોનાનાં આભૂષણ.

૨. શૂરવીરોમાં શ્રેષ્ઠ.

૩. અત્યંત ડરપોક.

Maharaj used to say, “One who is ugly as a ghost wears a golden chain around his neck; and another who is attractive cannot find clothes to wear. And one who is the foremost among the brave does not have a sheath for a sword; in contrast, a king of the cowards earns 100 rupees a month. This is all because of prārabdha.”1

(2/73)

1. There are three types of karmas. (1) Kriyamān are karmas being performed currently through the indriyas, antahkaran, and the physical body. (2) Sanchit is the aggregate form of pure and impure karmas that do not bear fruit immediately. Collecting overtime, they become the good or bad sanskārs. (3) Prārabdha karmas are a portion of the sanchit karmas that bear fruit in this life as bestowed by God. As willed by God, one’s good or bad fortune in their current birth is the prārabdha.

Mahārāj kahetā ke, “Kāḷā bhūt jevā ne koṭmā ūtariyu1 ne rūḍā-rūpāḷā hoy ne paheravā lūgaḍu na maḷe, ne vaḷī shūrvīrnā shīngaḍā2 ne taravārne myān na maḷe, ne foshīnā rājā3 hoy ne so rūpiyāno mahino, te to sarve prārabdh chhe.”

(2/73)

1. Gaḷāmā sonānā ābhūṣhaṇ.

2. Shūrvīromā shreṣhṭh.

3. Atyanta ḍarpok.

બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે ને સાધુના હૈયામાં ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે.

સાધુનો મહિમા (30.39) / (૨/૭૪)

A father has a wife in his heart (as the most important person), so he marries off his son; and the Sadhu has God in his heart (as the most important person), whom he instils in the heart of the jiva.

Glory of the Sadhu (30.39) / (2/74)

Bāpnā haiyāmā strī chhe te chhokarāne paraṇāve chhe ne Sādhunā haiyāmā Bhagwān chhe te jīvnā haiyāmā ghāle chhe.

Glory of the Sadhu (30.39) / (2/74)

મહારાજે વચનામૃતમાં પોતાનો રહસ્ય, અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત આદિક ઘણા શબ્દ કહ્યા છે, તે ઉપર સૂરત રાખીને ચાલવું, એ જ કરવાનું છે.

વચનામૃત (45.1) / (૨/૭૫)

In the Vachanamrut, Maharaj has revealed his esoteric teachings, opinions, preferences, principles and many other topics. Focus on them and move forward. That is what needs to be done.

Vachanamrut (45.1) / (2/75)

Mahārāje Vachanāmṛutmā potāno rahasya, abhiprāy, ruchi, siddhānt ādik ghaṇā shabda kahyā chhe, te upar sūrat rākhīne chālavu, e j karavānu chhe.

Vachanamrut (45.1) / (2/75)

વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેનાં મોટાં ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે. માટે આપણે તેનો કેફ રાખવો.

પ્રાપ્તિનો મહિમા (32.10) / (૨/૭૬)

One believes it to be a great fortune if an offer of marriage from the king of Vadodara is received. Similarly, we have received an offer from Purushottam Narayan to join him. Therefore, we should feel elated about this.

Glory of Attainment (32.10) / (2/76)

Vaḍodarāno chāndalo koīkne āve tyāre sarve tenā moṭā bhāgya māne, tem āpaṇe to Puruṣhottam Nārāyaṇno chāndalo āvyo chhe. Māṭe āpaṇe teno kef rākhavo.

Glory of Attainment (32.10) / (2/76)

આ જીવ વિશ્વાભિમાની, તૈજસાભિમાની ને પ્રાજ્ઞાભિમાની એમ ત્રણ દેહમાં ત્રણ ગુણમય વર્તે છે, પણ તેથી પર ગુણાતીત વર્તવું. અને બ્રહ્મરૂપ થાવા માંડે તેને સુખ થાતું જાય છે, જેમ તડકામાંથી બળતો આવે ને ઝાડને છાંયે બેસે ને શાંતિ થાવા માંડે, ને વળી જેમ ટાઢ વાતી હોય તે અગ્નિએ તાપે ને સુખ થાય, ને વળી જેમ ભૂખ્યો હોય ને તે ખાવા માંડે તેમ ભૂખ–તરસ જાય ને સુખ થાય, તેમ બ્રહ્મરૂપ થાવામાં સુખ રહ્યું છે.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.12) / (૨/૭૭)

૧. વિશ્વાભિમાની: વિશ્વ-વ્યષ્ટિ-સ્થૂલ શરીર અને જાગ્રત અવસ્થાને પોતાનું રૂપ માનનાર જીવ. (સત્ત્વગુણમાં વર્તન); તૈજસાભિમાની: સૂક્ષ્મ શરીર અને સ્વપ્ન અવસ્થાને પોતાનું રૂપ માનનાર જીવ. (રજોગુણમાં વર્તન); પ્રાજ્ઞાભિમાની: સુષુપ્તિ અવસ્થાનો અને કારણ શરીરનો અભિમાની જીવ. (તમોગુણમાં વર્તન).

This jiva behaves as the three bodies of vishvābhimāni, taijasābhimāni and pragnābhimāni1 with the three gunas. But behave above them as gunātit. One who walks on the path of becoming brahmarup gradually experiences increasing happiness – just as one who comes in burning from the hot sun experiences comfort by sitting under the shade of a tree; and just as one who is feeling cold experiences warmth by sitting before a fire; and just as one who is hungry becomes satisfied when he eats to relieve his hunger and thirst. Similarly, there is bliss in becoming brahmarup.

Atmanishtha-Brahmarup (29.12) / (2/77)

1. Vishvābhimāni – to believe the world, whatever happens in the waking state of life and the gross or physical body to be one’s form.
Taijasābhimāni – to believe the subtle body and the dream state to be one’s form.
Pragnābhimāni – to believe the causal body and state of deep sleep to be one’s form.
The first occurs in sattvagun, the second in rajogun and the third in tamogun.

Ā jīv vishvābhimānī, taijasābhimānī ne prāgnābhimānī em traṇ dehmā traṇ guṇmay varte chhe,1 paṇ tethī par guṇātīt vartavu. Ane brahmarūp thāvā mānḍe tene sukh thātu jāy chhe, jem taḍkāmāthī baḷato āve ne zāḍne chhāye bese ne shānti thāvā mānḍe, ne vaḷī jem ṭāḍh vātī hoy te agnie tāpe ne sukh thāy, ne vaḷī jem bhūkhyo hoy ne te khāvā mānḍe tem bhūkh–taras jāy ne sukh thāy, tem brahmarūp thāvāmā sukh rahyu chhe.

Atmanishtha-Brahmarup (29.12) / (2/77)

1. Vishvābhimānī: vishva-vyaṣhṭi-sthūl sharīr ane jāgrat avasthāne potānu rūp mānnār jīv. (sattvaguṇmā vartan); Taijasābhimānī: sūkṣhma sharīr ane swapna avasthāne potānu rūp mānnār jīv. (rajoguṇmā vartan); Prāgnābhimānī: suṣhupti avasthāno ane kāraṇ sharīrno abhimānī jīv. (tamoguṇmā vartan).

આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાયરૂપ આડા ગઢ છે. તેની વિક્તિ જે, આ લોકમાં નાતીલા, કુટુંબી, મા-બાપ, સ્ત્રી, દ્રવ્ય, ઇન્દ્રિયું ને અંતઃકરણ એ ગઢ છે.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.11) / (૨/૭૮)

This jiva faces many obstacles in going towards God. The details: caste, family, mother, father, wife, wealth, senses and inner faculties are all obstacles.

Worship and Meditation of God (25.11) / (2/78)

Ā jīvne Bhagwān sanmukh chālavāmā antarāyrūp āḍā gaḍh chhe. Tenī vikti je, ā lokmā nātīlā, kuṭumbī, mā-bāp, strī, dravya, indriyu ne antahkaraṇ e gaḍh chhe.

Worship and Meditation of God (25.11) / (2/78)

બે પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે, તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય; તે બેમાં પોતાનું તપાસવું.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.9) / (૨/૭૯)

There are two types of people in the mandir and among the devotees. Of them, one stays of his own accord and one has to be looked after. Of the two, introspect and find out one’s own type.

Qualities and Glory of a Devotee (21.9) / (2/79)

Be prakārnā māṇas mandirmā ne manḍaḷmā chhe, temā ek to pote ja rahyo hoy ne ekane to rākhavo paḍe evo hoy; te bemā potānu tapāsvu.

Qualities and Glory of a Devotee (21.9) / (2/79)

આપણે આ લોક ને આ લોકના પદાર્થથી કરોડ ગાઉનું છેટું છે, પણ સર્વ કારખાનાં કરીએ છીએ ને પદાર્થ રાખીએ છીએ તે તો શું કરીએ જે, સ્થાન વિના આટલા માણસને ક્યાં રહેવું? ને મંદિરમાં ચાર-પાંચ મોટેરા હોય તેમાં કોઈને રજ હોય ને કોઈને તમ હોય, તે સૌને પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂઝે, બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું. ને જેને સત્ત્વગુણ પ્રધાન હોય તેને સારું સૂઝે. ને મન, કર્મ, વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એની દૃષ્ટિ પડી જાય ને સર્વ દોષ ટળી જાય; ને માણસ રાજાને, સિપાઈને ને જમાદારને, એવા અવળાને પણ રાજી કરે છે, તો આ સાધુ તો તરત રાજી થઈ જાય એવા છે.

ભગવાન અને સાધુની પ્રસન્નતા માટે (34.4) / (૨/૮૦)

Those in whom sattvagun is predominant have good thoughts. If one acts with the mind, body and deeds as per the innermost wishes of the great (Sadhu), his blessings are received and all faults are removed. And man pleases even the king, soldiers, guards and other such obstinate people – while this Sadhu is such that he is instantly pleased.

To Please God and His Holy Sadhu (34.4) / (2/80)

Āpaṇe ā lok ne ā loknā padārththī karoḍ gāunu chheṭu chhe, paṇ sarva kārakhānā karīe chhīe ne padārth rākhīe chhīe te to shu karīe je, sthān vinā āṭalā māṇasne kyā rahevu? Ne mandirmā chār-pānch moṭerā hoy temā koīne raj hoy ne koīne tam hoy, te saune potānī prakṛuti pramāṇe sūze, bākī temā mokṣhabhāgī paṇ hoy tene maḷavu. Ne jene sattvaguṇ pradhān hoy tene sāru sūze. Ne man, karma, vachane moṭānī anuvṛuttimā rahīe to enī draṣhṭi paḍī jāy ne sarva doṣh ṭaḷī jāy; ne māṇas rājāne, sipāīne ne jamādārne, evā avaḷāne paṇ rājī kare chhe, to ā Sādhu to tarat rājī thaī jāy evā chhe.

To Please God and His Holy Sadhu (34.4) / (2/80)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading