share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૨

વાત: ૬૩ થી ૬૩

“આપણે મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી. કેમ જે, આપણને સૂઝે નહિ ને બુદ્ધિ પણ પહોંચે નહિ ને મહારાજને તો પૂર્વાપર સૂઝતું હોય. તે શી આજ્ઞા જે, રાંધેલું અન્ન મોર્યે માગવાનું કહ્યું તે કોઈએ માન્યું નહિ, તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું; ને મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહિ; પછી ભણવાનું કહ્યું તે કોઈ માનતા નહિ; ને પત્તર રાખવાનું કહ્યું તે પણ માને નહિ. એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યાં. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વાપર સૂઝે, પણ તે જીવને મનાય નહિ. ને વચન માનવા ને ન માનવામાં પણ વિવેક રાખવો.” તેમાં નારાયણદાસની વાત કરી જે, “ત્યાગ રાખતો તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહિ; ને પછી તેમાં સંકોચનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહિ તે પહેરવાનું કહ્યું ને જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસર્યું પણ કાઢે નહિ, એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો.”

(૨/૬૩)

૧. નિયમપાલનમાં વિવેકરહિત, જડતાપૂર્વક વળગી રહેનાર એક સાધુ.

૨. ડંખ પડીને.

“We have never readily observed Mahārāj’s āgnās, despite that we do not comprehend fully like Mahārāj did. What āgnā is that? [Maharaj] said to beg for cooked food, but no one followed. So Maharaj begged first and others followed suit. Then, no one would consent to building mandirs; nor did they agree to study [Sanskrit]; no one accepted eating from a pattar (wooden bowl), etc. After much insistence, he made us accept his words. Maharaj and the Great Sadhu comprehend thoroughly, but the jivas do not believe them.

“And one should use some discretion in following their words.” Swami gave the example of Narayandas and said, “He was detached, but when he was told to eat, he ate without much thought. Then, when he was told to cut back, he stopped eating altogether. Moreover, he never wore shoes. And when he was told to wear shoes, he would not take them off, even when a puncture caused his foot to bleed. One should not do that and use discretion.”

(2/63)

“Āpaṇe Mahārājnī koī āgnā tarat rājī thaīne mānī nathī. Kem je, āpaṇne sūze nahi ne buddhi paṇ pahoche nahi ne Mahārājne to pūrvāpar sūzatu hoy. Te shī āgnā je, rāndhelu anna morye māgavānu kahyu te koīe mānyu nahi, te pratham pote māgīne pachhī manāvyu; ne mandir karavānu kahyu te koī hā pāḍe ja nahi; pachhī bhaṇavānu kahyu te koī mānatā nahi; ne pattar rākhavānu kahyu te paṇ māne nahi. E ādik sarve vachan parāṇe ghaṇo ghaṇo āgrah karīne manāvyā. Te Mahārājne ne Moṭā Sādhune to pūrvāpar sūze, paṇ te jīvne manāy nahi. Ne vachan mānavā ne na mānavāmā paṇ vivek rākhavo.” Temā Nārāyaṇdāsnī1 vāt karī je, “Tyāg rākhato temā khāvānu kahyu tyāre khāvā mānḍyu, temā vichār nahi; ne pachhī temā sankochnu kahyu tyāre anna mūkī dīdhu. Vaḷī joḍā paherto nahi te pahervānu kahyu ne joḍā paheryā tyāre pagmā kaṭhīne2 lohī nīsaryu paṇ kāḍhe nahi, e māṭe em na karavu ne vivek rākhavo.”

(2/63)

1. Niyam-pālanmā vivekrahit, jaḍatāpūrvak vaḷagī rahenār ek sādhu.

2. Ḍankh paḍīne.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading