share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૨

વાત: ૬૧ થી ૭૦

જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો હોય; અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહિ.

સ્વભાવ-વાસના-દૂરગુણો-પાપ (5.17) / (૨/૬૧)

If one has the same insistence on oneself to understand as one has for explaining to others; and if one has the same insistence on overcoming one’s own faults as one has for observing the faults of others, then no deficiency will remain.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.17) / (2/61)

Jevo bījāne samajāvavāno āgrah chhe, evo potāne samajavāno hoy; ane jevo bījānā doṣh jovāno āgrah chhe, tevo potānā doṣh ṭāḷavāno hoy to kāī kasar rahe ja nahi.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.17) / (2/61)

શાસ્ત્રમાં અને સત્પુરુષના કહ્યામાં એમ છે જે, મોટા રાજી થાય તો સર્વે કામ થાય. તે રાજી થયાના ઉપાય ચાર છે. તેની વિક્તિ જે, એક તો એને કાંઈ પદાર્થ જોતું હોય તે આપવું, ને બીજું તેના દેહની સેવા કરવી, ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ, તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય; એ જેવું બીજું નથી.

ભગવાન અને સાધુની પ્રસન્નતા માટે (34.3) / (૨/૬૨)

૧. સત્પુરુષને શું કરાવવું છે તેનો સ્પષ્ટ ખ્યાલ કોઈના કહ્યા સિવાય આવે એવો આંતરિક ભાવ ને તે મુજબ પોતે વર્તે તેને અનુવૃત્તિ પાળનાર કહેવાય. ‘હંસે ગુરૌ મયિ ભક્ત્યાઽનુવૃત્ત્યા।’ (ભાગવત: ૫/૫)

The scriptures and Satpurush say that if the great (Sadhu) is pleased then all tasks are achieved. There are four means of pleasing him. The details: first, if he wants anything, give it to him; second, serve his physical needs; third, fold your hands and show him reverence; and fourth, intuitively follow his wishes – since in this all is encompassed, there is nothing like it.

To Please God and His Holy Sadhu (34.3) / (2/62)

Shāstramā ane Satpuruṣhnā kahyāmā em chhe je, Moṭā rājī thāy to sarve kām thāy. Te rājī thayānā upāy chār chhe. Tenī vikti je, ek to ene kāī padārth jotu hoy te āpavu, ne bīju tenā dehnī sevā karavī, ne trīju tene āgaḷ hāth joḍīne vinay karavo, ne chothu enī anuvṛutti,1 te anuvṛuttimā to sarve vāt āvī jāy; e jevu bīju nathī.

To Please God and His Holy Sadhu (34.3) / (2/62)

1. Satpuruṣhne shu karāvavu chhe teno spaṣhṭa khyāl koīnā kahyā sivāy āve evo āntarik bhāv ne te mujab pote varte tene anuvṛutti pāḷnār kahevāy. ‘Hanse gurau mayi bhaktyānuvṛuttyā.’ (Bhāgwat: 5/5)

“આપણે મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી. કેમ જે, આપણને સૂઝે નહિ ને બુદ્ધિ પણ પહોંચે નહિ ને મહારાજને તો પૂર્વાપર સૂઝતું હોય. તે શી આજ્ઞા જે, રાંધેલું અન્ન મોર્યે માગવાનું કહ્યું તે કોઈએ માન્યું નહિ, તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું; ને મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહિ; પછી ભણવાનું કહ્યું તે કોઈ માનતા નહિ; ને પત્તર રાખવાનું કહ્યું તે પણ માને નહિ. એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યાં. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વાપર સૂઝે, પણ તે જીવને મનાય નહિ. ને વચન માનવા ને ન માનવામાં પણ વિવેક રાખવો.” તેમાં નારાયણદાસની વાત કરી જે, “ત્યાગ રાખતો તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહિ; ને પછી તેમાં સંકોચનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહિ તે પહેરવાનું કહ્યું ને જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસર્યું પણ કાઢે નહિ, એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો.”

(૨/૬૩)

૧. નિયમપાલનમાં વિવેકરહિત, જડતાપૂર્વક વળગી રહેનાર એક સાધુ.

૨. ડંખ પડીને.

“We have never readily observed Mahārāj’s āgnās, despite that we do not comprehend fully like Mahārāj did. What āgnā is that? [Maharaj] said to beg for cooked food, but no one followed. So Maharaj begged first and others followed suit. Then, no one would consent to building mandirs; nor did they agree to study [Sanskrit]; no one accepted eating from a pattar (wooden bowl), etc. After much insistence, he made us accept his words. Maharaj and the Great Sadhu comprehend thoroughly, but the jivas do not believe them.

“And one should use some discretion in following their words.” Swami gave the example of Narayandas and said, “He was detached, but when he was told to eat, he ate without much thought. Then, when he was told to cut back, he stopped eating altogether. Moreover, he never wore shoes. And when he was told to wear shoes, he would not take them off, even when a puncture caused his foot to bleed. One should not do that and use discretion.”

(2/63)

“Āpaṇe Mahārājnī koī āgnā tarat rājī thaīne mānī nathī. Kem je, āpaṇne sūze nahi ne buddhi paṇ pahoche nahi ne Mahārājne to pūrvāpar sūzatu hoy. Te shī āgnā je, rāndhelu anna morye māgavānu kahyu te koīe mānyu nahi, te pratham pote māgīne pachhī manāvyu; ne mandir karavānu kahyu te koī hā pāḍe ja nahi; pachhī bhaṇavānu kahyu te koī mānatā nahi; ne pattar rākhavānu kahyu te paṇ māne nahi. E ādik sarve vachan parāṇe ghaṇo ghaṇo āgrah karīne manāvyā. Te Mahārājne ne Moṭā Sādhune to pūrvāpar sūze, paṇ te jīvne manāy nahi. Ne vachan mānavā ne na mānavāmā paṇ vivek rākhavo.” Temā Nārāyaṇdāsnī1 vāt karī je, “Tyāg rākhato temā khāvānu kahyu tyāre khāvā mānḍyu, temā vichār nahi; ne pachhī temā sankochnu kahyu tyāre anna mūkī dīdhu. Vaḷī joḍā paherto nahi te pahervānu kahyu ne joḍā paheryā tyāre pagmā kaṭhīne2 lohī nīsaryu paṇ kāḍhe nahi, e māṭe em na karavu ne vivek rākhavo.”

(2/63)

1. Niyam-pālanmā vivekrahit, jaḍatāpūrvak vaḷagī rahenār ek sādhu.

2. Ḍankh paḍīne.

મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખવો, તેમાંથી કોઈક સમે કેવી વાત થઈ જાય. “મનને મારવું પણ તેનું કહ્યું ન કરવું, જેમ બકરાને મોઢામાં જવ ભરીને મારે છે તેમ કરવું,” એમ મહારાજ કહેતા. ને ભગવાન ને મોટા સાધુ આગળ નમી દેવું ને પોતાની સમજણ મૂકી દેવી ને એ તો બહુ દયાળુ છે તે બહુ રક્ષા કરે.

સાધન (16.5) / (૨/૬૪)

૧. કસાઈ લોકો બકરાને મારતાં પહેલાં તેને જવ ખવડાવે.

“Always keep the profound association of the great Sadhu, since from it, at any time, some essential talk may arise. Control the mind, but do not act as per its wishes. Do just like when a goat’s mouth is filled with barley grains and is then killed.”1 This is what Maharaj used to say. Also, bow before God and the great Sadhu and give up one’s own ideas. They are very merciful and will protect us abundantly.

Spiritual Endeavours (16.5) / (2/64)

1. Before sheep are killed, the butchers feed them barley. So, they are too busy to realize that they are about to be killed. Similarly, keep the mind busy with thoughts of God so that it does not stray into worldly thoughts.

Moṭā santno nirantar prasang rākhavo, temāthī koīk same kevī vāt thaī jāy. “Manne māravu paṇ tenu kahyu na karavu, jem bakarāne moḍhāmā jav bharīne māre chhe1 tem karavu,” em Mahārāj kahetā. Ne Bhagwān ne Moṭā Sādhu āgaḷ namī devu ne potānī samajaṇ mūkī devī ne e to bahu dayāḷu chhe te bahu rakṣhā kare.

Spiritual Endeavours (16.5) / (2/64)

1. Kasāī loko bakarāne māratā pahelā tene jav khavaḍāve.

ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. તેની વિક્તિ જે, જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે; ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે, ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા-ઘટતા નથી. એ ત્રણ પ્રકારના છે, તેને મોટા સાધુ દેખે છે. અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહિ ને મુમુક્ષુને પણ તે જોઈને દાઝ થાય.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.8) / (૨/૬૫)

Those who learn spiritual knowledge and do service continue to progress; and those who increase their ego continue to regress.

Qualities and Glory of a Devotee (21.8) / (2/65)

Traṇ prakārnā manuṣhya satsangmā chhe. Tenī vikti je, gnān shīkhe chhe ne sevā kare chhe te vadhatā jāy chhe; ne dehābhimān vadhāre chhe te ghaṭatā jāy chhe, ne keṭlāk to barobar rahe chhe ne vadhatā-ghaṭatā nathī. E traṇ prakārnā chhe, tene Moṭā Sādhu dekhe chhe. Ane dehmā baḷ vadhe te Bhagwān tathā Santne game nahi ne mumukṣhune paṇ te joīne dāz thāy.

Qualities and Glory of a Devotee (21.8) / (2/65)

આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન-વસ્ત્ર મળે છે, તે સર્વે મોટા સંતની દૃષ્ટિ વડે છે, પણ જીવ પોતામાં માલ માનીને આચાર્યને તથા મોટા સાધુને ઓશિયાળા કરે છે પણ પોતે ઓશિયાળો થતો નથી. પણ જો મોટા સાધુની દૃષ્ટિ જરાક ફરે તો ચાંડાલ જેવું અંતઃકરણ થઈ જાય ને સુખ પણ રહે નહિ.

સાધુનો મહિમા (30.38) / (૨/૬૬)

Whatever inner happiness, food and clothing this jiva gets are all due to the grace of the great Sadhu. But the jiva believes itself to be important and thinks it is obliging the āchāryas and great Sadhu, but it does not realize that it is obliged to them. But if the great Sadhu’s blessings change even slightly then one’s mind becomes like an outcast and happiness does not remain.

Glory of the Sadhu (30.38) / (2/66)

Ā jīvne jeṭalu antare sukh rahe chhe ke anna-vastra maḷe chhe, te sarve Moṭā Santnī draṣhṭi vaḍe chhe, paṇ jīv potāmā māl mānīne āchāryane tathā Moṭā Sādhune oshiyāḷā kare chhe paṇ pote oshiyāḷo thato nathī. Paṇ jo Moṭā Sādhunī draṣhṭi jarāk fare to chānḍāl jevu antahkaraṇ thaī jāy ne sukh paṇ rahe nahi.

Glory of the Sadhu (30.38) / (2/66)

ત્રણ પ્રકારનાં દુઃખ કહેવાય છે, તેમાં હમણાં બે દુઃખ નથી; તે અધિભૂત જે, કોઈ મારતું નથી ને અધિદૈવ જે, કાળ પડતો નથી. ને હવે અધ્યાત્મ જે, મનની પીડા તે રહ્યું છે; તે ટાળવાનો હેતુ તો જ્ઞાન છે, તે હોય તો દુઃખ ન થાય, એનો બીજો ઉપાય નથી.

દુઃખ (2.5) / (૨/૬૭)

Three types of miseries are described, of which, currently, two are not present. They are adhibhut (physical pain) – nobody is beating us – and adhidaiv (natural disasters) – famine does not strike. And now, adhyātma – miseries or difficulties of the mind – remain. The way to overcome them is by spiritual wisdom. If one has this, misery does not arise. There is no other method.

Misery (2.5) / (2/67)

Traṇ prakārnā dukh kahevāy chhe, temā hamaṇā be dukh nathī; te adhibhūt je, koī māratu nathī ne adhidaiv je, kāḷ paḍato nathī. Ne have adhyātma je, mannī pīḍā te rahyu chhe; te ṭāḷavāno hetu to gnān chhe, te hoy to dukh na thāy, eno bījo upāy nathī.

Misery (2.5) / (2/67)

મોટા સમૈયામાં મોટાં મોટાં કેટલાંક શહેરના સામાન આવે તેમાંથી જીવ કેટલુંક ત્યાગ કરે? સારો હોય તે પણ ભોગવવા મંડે, ને ત્યાગ ન થાય તેનું દુઃખ પણ થાય ને જીવ માંહીથી હાર પણ પામી જાય. માટે જેટલું વિષયથી છેટું રહેશે તેટલું જ સારું રહેશે. ને ત્રણ પ્રકારનો ત્યાગ તેની વિક્તિ જે, કાંઈક જણસ વહેંચાય તે આસને બેઠાં આપે તો લિયે, ને બીજો તો ઊઠીને લેવા જાય, ને ત્રીજો તો પોતાને ન આવે તો કહેશે જે, “મુને કેમ આપ્યું નહિ?” એ ત્રણ ભેદ છે; ને મળે તો તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે. ને મોટાનો સંગ હોય ને વિષયનો સંબંધ ન હોય તો જ આ જીવનું સારું રહે. ને મોટા શહેરની કાચી રસોઈ ને બીજી પાકી રસોઈ એ બેય બરોબર થાય.

પંચવિષય-વાસના-વ્યસન (8.15) / (૨/૬૮)

In the big festivals, many goods come from many big cities. From this, how much does the jiva renounce? Even the good will start to enjoy and may experience the misery of not being able to renounce. The jiva will even be defeated from within. Therefore, it is best to stay as far away as possible from the material pleasures. There are three levels of renunciation: first, if something is distributed, one takes it if it is delivered to one’s seat; second, one gets up to get it; and third, if one is not given, one will question, “Why was it not given to me?” These are three differences. And to renounce it even if given it is the fourth level of renunciation. Also, the jiva prospers only if it has the company of the great Sadhu and no association with the material pleasures. And a simple meal in a city and a rich meal elsewhere are equivalent.

Material Pleasures-Desires-Addictions (8.15) / (2/68)

Moṭā samaiyāmā moṭā moṭā keṭlāk shahernā sāmān āve temāthī jīv keṭluk tyāg kare? Sāro hoy te paṇ bhogavavā manḍe, ne tyāg na thāy tenu dukh paṇ thāy ne jīv māhīthī hār paṇ pāmī jāy. Māṭe jeṭalu viṣhaythī chheṭu raheshe teṭalu ja sāru raheshe. Ne traṇ prakārno tyāg tenī vikti je, kāīk jaṇas vahenchāy te āsane beṭhā āpe to liye, ne bījo to ūṭhīne levā jāy, ne trījo to potāne na āve to kaheshe je, “Mune kem āpyu nahi?” E traṇ bhed chhe; ne maḷe to teno paṇ tyāg kare e bhed chotho chhe. Ne Moṭāno sang hoy ne viṣhayno sambandh na hoy to ja ā jīvnu sāru rahe. Ne moṭā shahernī kāchī rasoī ne bījī pākī rasoī e bey barobar thāy.

Material Pleasures-Desires-Addictions (8.15) / (2/68)

શિક્ષાપત્રીમાં કહ્યું છે જે, “પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય એવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું;” તેમાં એમ સમજવું જે, સ્ત્રી, દ્રવ્ય, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિકનો જોગ થાય અથવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહિ, અને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે. તે ઠેકાણે તો એમ સમજવું જે, બહુધા રુચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે; ને સનકાદિકને જોડીએ તો ન જોડાય ને મરીચ્યાદિકને મુકાવીએ તો પણ મૂકે નહિ, ને ભરતજીને વિઘ્ન થયું તો પણ પાછા સ્મૃતિએ ઝાલ્યા. એમ મોટાના શબ્દ પેઠા હોય તે સહાય કરે છે. તે કોઈ વખત આંખ છેતરે, કોઈ વખત કાન છેતરે ને જીભ, ત્વચા આદિક છેતરે, પણ પાછા ખબડદાર થાવું પણ હારી જાવું નહિ. ને સુખનું ઠેકાણું ને ભાગવાની બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે, પણ તે વિના તો ક્યાંઈ સુખ, શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી.

વ્યવહાર અને પ્રવૃત્તિ (12.9) / (૨/૬૯)

૧. બ્રહ્માના ચાર માનસપુત્ર બ્રહ્મચારી ઋષિઓ: સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર. તેઓ હંમેશાં પાંચ વર્ષના બાળક જેવા જ દેખાય છે.

૨. યજ્ઞ-યાગાદિ કર્મકાંડના ગૃહસ્થ ઋષિઓ: મરીચિ, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ ને વસિષ્ઠ - આ સપ્તર્ષિઓ.

It is stated in the Shikshapatri (verse 180): “One should not obey the words of even one’s guru if they lead one to break one’s vow of brahmacharya.” From this, understand that one should not follow words of even the guru which lead to association with women, wealth, taste, attachment, ego, etc., or which diminish one’s dharma, spiritual knowledge, detachment, etc.

In the Satsang tradition, obeying commands is the main thing. In this, understand that one is, usually, directed (by the Sadhu) as per one’s inclination and one is mostly inspired by this. Even if the Sanakādiks are asked to join in activities, they will not join and if Marich and others are made to renounce them (activities), still they would not renounce.1

Bharatji faced an obstacle, but his recollection of his mistake held him back from engaging in material pleasures. Similarly, if the words of the great have penetrated within, then they help. Sometimes the eyes deceive, sometimes the ears and the tongue deceive, the skin (touch), etc. deceives, but become alert again and do not lose heart. The company of the great Sadhu is both the source of happiness and the window to God. Apart from this, there is no other place for bliss, peace and satisfaction.

Social Dealings and Activities (12.9) / (2/69)

1. Sanakadik: The four sons of Brahma born of his mind – Sanak, Sanatan, Sanandan and Sanatkumar. Their physical form was always like that of five-year-old children.
Marichi and others: Marichi, Atri, Angiras, Pulastya, Pulaha, Kratu and Vasishtha – these seven rishis were proponents of rituals, etc.

Shikṣhāpatrīmā kahyu chhe je, “Potānā brahmacharyavratno bhang thāy evu vachan potānā gurunu paṇ na mānavu;” temā em samajavu je, strī, dravya, svād, sneh, mān ityādikno jog thāy athavā dharma, gnān, vairāgyādikne ghasāro āve evu vachan mānavu nahi, ane satsangnī prathāmā to āgnā mukhya chhe. Te ṭhekāṇe to em samajavu je, bahudhā ruchi anusāre ja prere chhe ne prerāy chhe; ne Sanakādikne1 joḍīe to na joḍāy ne Marīchyādikne2 mukāvīe to paṇ mūke nahi, ne Bharatjīne vighna thayu to paṇ pāchhā smṛutie zālyā. Em Moṭānā shabda peṭhā hoy te sahāy kare chhe. Te koī vakhat ānkh chhetare, koī vakhat kān chhetare ne jībh, tvachā ādik chhetare, paṇ pāchhā khabaḍdār thāvu paṇ hārī jāvu nahi. Ne sukhnu ṭhekāṇu ne bhāgvānī bārī to ek ja sārā Sādhuno samāgam chhe, paṇ te vinā to kyāī sukh, shānti ke samās thayānu ṭhekāṇu bīju nathī.

Social Dealings and Activities (12.9) / (2/69)

1. Brahmānā chār mānasputra brahmachārī ṛuṣhio: Sanak, Sanātan, Sanandan ane Sanatkumār. Teo hammeshā pānch varṣhanā bāḷak jevā ja dekhāy chhe.

2. Yagna-yāgādi karmakānḍnā gṛuhasth hruṣhio: Marīchi, Atri, Angiras, Pulastya, Pulah, Kratu ne Vasiṣhṭh - ā Saptarṣhio.

પ્રેમાનંદ સ્વામીને મહારાજ રાજી થઈને કહે જે, “માગો.” ત્યારે તેમણે માગ્યું જે, “તમારી મૂર્તિ અખંડ રહે.” ત્યારે મહારાજ કહે, “એ રાજીપો તો જુદો છે, તે તો તેનાં સાધન કરો તો થાય, તે વિના થાય નહિ.”

સાધન (16.6) / (૨/૭૦)

૧. સાધન એટલે ગુણાતીત સત્પુરુષને ઓળખવા અને તેમને સેવી તે રૂપ થવું.

Maharaj was greatly pleased with Premanand Swami and told him, “Ask (for blessings).” So Swami requested, “Let your murti remain with me continuously.” Then Maharaj said, “That blessing is of a different type. If you perform the necessary endeavours1 then it is possible. Not otherwise.”

Spiritual Endeavours (16.6) / (2/70)

1. For true blessings the necessary endeavour is to serve the Gunatit Sadhu and to become like him.

Premānand Swāmīne Mahārāj rājī thaīne kahe je, “Māgo.” Tyāre temaṇe māgyu je, “Tamārī mūrti akhanḍ rahe.” Tyāre Mahārāj kahe, “E rājīpo to judo chhe, te to tenā sādhan karo to thāy,1 te vinā thāy nahi.”

Spiritual Endeavours (16.6) / (2/70)

1. Sādhan eṭale Guṇātīt Satpuruṣhne oḷakhavā ane temne sevī te rūp thavu.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading