TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૫૧ થી ૬૦
અર્ધોઅર્ધ કથાવાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે અને આ તો મોટાં કારખાનાં થયાં તે કાંઈ ખૂટે એમ તો છે નહિ.
Only those who budget at least half their time to listen to spiritual discourses will remain spiritually well. These are big projects (of building mandirs, etc.), so there is no likelihood that this work will come to an end.
Ardho-ardha kathā-vārtāno jog rākhashe tenu ja sāru raheshe ane ā to moṭā kārakhānā thayā te kāī khūṭe em to chhe nahi.
મંદવાડ આવે તેમાં જે કાયર થઈ જાય તેણે કરીને દુઃખ તો મટે નહિ ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું.
In illness, one who becomes cowardly is not relieved of misery. And Maharaj liked those who kept courage at such times.
Mandvāḍ āve temā je kāyar thaī jāy teṇe karīne dukh to maṭe nahi ne temā je himmant rākhatā te Mahārājne gamatu.
પાંચ પ્રકારે સ્ત્રી ભોગવાય છે તેની વિક્તિ જે, ત્વચાએ, નેત્રે, કાને, જીભે ને મનમાં સંકલ્પે.
Women can be enjoyed in five ways: by touch, by eyes, by ears, by speech and by the mind.
Pānch prakāre strī bhogavāy chhe tenī vikti je, tvachāe, netre, kāne, jībhe ne manmā sankalpe.
સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહિ ને બરોબરિયા થાવું નહિ ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે.
In Satsang, do not develop an understanding that all (satsangis) are equal and do not try to be equal. Since to understand others as equal is a great drawback.
Satsangmā barobariyāpaṇu samajavu nahi ne barobariyā thāvu nahi ne barobariyā samajavā e ja khoṭ chhe.
કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે. અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઈએ; તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી; જો આપણે એના થઈ જાઈએ તો તે આપણા થઈ જાય.
If someone is going to jump into a well and thousands of people surround him, they will not allow him to jump. Similarly, if one has listened to discourses from the Satpurush and scriptures, they protect one from the path of decline in the form of worldly pleasures. And even an obstinate person can be controlled if one knows how to do it. If one bows to him, looks after him and asks his opinion he can be controlled. That is not difficult. Since, if we become his, he will become ours.
Koī kūve paḍavā jāto hoy tene āḍā hajāro māṇas fare to paḍavā de nahi, tem satpuruṣh ne satshāstranā bahu shabda sāmbhaḷyā hoy to viṣhay-mārgthī rakṣhā kare. Ane game evu avaḷu māṇas hoy tene paṇ vash karīe, e to āvaḍyu joīe; tene namī daīe, tenu rākhīe, tene pūchhīe, e anusāre vash karīe e to kaṭhaṇ nathī; jo āpaṇe enā thaī jāīe to te āpaṇā thaī jāy.
તપાસીને જુએ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે, પણ દેહ ગુજરાન ઉપર સરત રહેતી નથી અને અવશ્ય હોય એટલું તો કરવું પડે; પણ આ તો પ્રકૃતિને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઈ રહે છે ઇત્યાદિક સુવાણ૧ કરે છે પણ તેનો તપાસ કરતો નથી, તેને દરવાજાવાળા૨ દેખે છે ને બીજાને તો ગમ જ નથી. માટે અવશ્ય ઉપર સરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દૃષ્ટિ થાય; ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે ને વળી થાશે, તે તો બંધ નહિ થાય; ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે ને ન ભોગવવું એ તો જોડા સિવડાવીને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી.
૧. સુવાણ થવી - રુચિનું મળતાં સુખ પામવું.
૨. જાણપણારૂપ ભગવાનના ધામના દરવાજે ઊભેલા મોટા સંતો. (વચનામૃત ગઢડા અંત્ય ૯)
When we examine closely we see that this jiva is really devoted only to the material world. What is necessary to live has to be done, however one is not able to control one’s desires. But, one becomes subservient to desires and speaks, listens, sees, eats, travels, sits around, sleeps, etc., and does what one enjoys, but does not examine all this (worldly enjoyment). Those alert at the doorway in the form of awareness1 see this, but others do not have a clue. So, on one who controls this and introspects, the great Sadhu bestows his grace. Also, day-by-day, worldly objects (given by the devotees) will pile up; that will not stop. And to stop this is as difficult as trying to cover the (entire) earth with leather. And not to enjoy (worldly objects) is easier – like having shoes sewn2 and wearing them. There is no other way than this.
2. Meaning that one cannot prevent material progress, but by living as per God’s commands, one’s own spiritual obligation is fulfilled.
Tapāsīne jue to ā jīv to kevaḷ prakṛutine ja bhaje chhe, paṇ deh gujarān upar sarat rahetī nathī ane avashya hoy eṭalu to karavu paḍe; paṇ ā to prakṛutine vash thaīne bole chhe, sāmbhaḷe chhe, jue chhe, khāy chhe, farato fare chhe, besī rahe chhe, sūī rahe chhe ityādik suvāṇ1 kare chhe paṇ teno tapās karato nathī, tene darvājāvāḷā2 dekhe chhe ne bījāne to gam ja nathī. Māṭe avashya upar sarat rākhīne pāchhu vaḷvāno swabhāv rākhe to Moṭā Sādhunī paṇ tenā upar draṣhṭi thāy; ne padārthnā to divase divase ḍhagalā thāy chhe ne vaḷī thāshe, te to bandh nahi thāy; ne bandh karavu e to pṛuthvī maḍhāvavā jevu kaṭhaṇ chhe ne na bhogavavu e to joḍā sivaḍāvīne pahervā jevu sugam chhe, e vinā bījo upāy nathī.
1. Suvāṇ thavī - ruchinu maḷatā sukh pāmavu.
2. Jāṇpaṇārūp Bhagwānnā dhāmnā daravāje ūbhelā moṭā santo. (Vachanāmṛut Gaḍhaḍā Antya 9)
સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે, ને મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય, તો પણ તે ન્યૂન છે ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. અને જે ત્રણ ટાણાં ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય એવી રીતના દોષે યુક્ત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અર્ધા તો મનગમતું કરતા હશે ને ગૃહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે, પણ જેનું દસ જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કહ્યું પ્રમાણ નહિ.
To do as the Sadhu says is best. To do as per one’s own wish is worst. And one who does as per his own wish, even though he observes austerities, does the work of the whole mandir and introduces many people to Satsang, is still inferior and some day will face an obstacle. While one who eats thrice daily, is lazy, is mostly sleeping and has other such faults, but acts as per the commands of the Sadhu, is superior. To do as per the instructions of the Sadhu is without blemishes and to do as per one’s own desire is full of blemishes. Of the renunciants seated here, half will be doing according to their own wishes and many householders also act according to their own wishes. But one who is endorsed by ten others is true, but approval by only one is not enough.
Sant kahe tem karavu te shreṣhṭh chhe ne mandhāryu karavu te kaniṣhṭh chhe, ne mangamtu karato hoy ne te tyāg rākhato hoy ne ākhā mandirnu kām ekalo karato hoy ne game eṭalā māṇasne satsang karāvto hoy, to paṇ te nyūn chhe ne tene koīk divas vighna chhe. Ane je traṇ ṭāṇā khāto hoy ne āḷasu hoy ne ūnghato hoy evī rītnā doṣhe yukta hoy, paṇ jo te potānu mangamtu mūkīne sant kahe tem kare to te adhik chhe. Ne sant kahe em karavu e nirguṇ chhe ne mangamtu karavu e saguṇ chhe. Ne ā tyāgī beṭhā chhe temā paṇ ardhā to mangamtu karatā hashe ne gṛuhasth paṇ keṭlāk mannu dhāryu kare chhe, paṇ jenu das jaṇ pramāṇ kare te kharo kahevāy, paṇ eknu kahyu pramāṇ nahi.
સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનાર ને કરનાર એવા તો કોઈક જ હોય, બાકી એની તો પુષ્ટિ જ થાશે, કેમ જે, એમાં સર્વે વિષય રહ્યા છે ને સત્સંગનો વહેવાર પણ એથી જ ચાલે છે. માટે એને ખોટું કરાવનાર નહિ જ મળે, પણ એને ખોટું કરવું. તેમાં નિત્યે એમ વિચાર કરવો જે, ‘એ પણ એક દિવસ મૂકવું પડશે.’
In Satsang there are many who renounce women. But only a few shun money and inspire others to do so. Generally, it will always be promoted, since all sense pleasures are latent in it. Money is needed for all the activities of Satsang. Thus, one will not find anyone to inspire one to shun money, but one should do so. So, always think that one day even this too will have to be given up.
Satsangmā strīno tyāg kare evā to ghaṇā, paṇ dravyane khoṭu karāvnār ne karanār evā to koīk ja hoy, bākī enī to puṣhṭi ja thāshe, kem je, emā sarve viṣhay rahyā chhe ne satsangno vahevār paṇ ethī ja chāle chhe. Māṭe ene khoṭu karāvnār nahi ja maḷe, paṇ ene khoṭu karavu. Temā nitye em vichār karavo je, ‘E paṇ ek divas mūkavu paḍashe.’
સ્ત્રી એ વીંછીનો કરડ છે૧ ને દ્રવ્ય એ સર્પનો કરડ છે.૨ ને શાસ્ત્રમાં વાત તો બીજમાત્ર હોય પણ તેનું જ્ઞાન તો ગુરુ થકી જ સમજાય છે.
૧. કરડ એટલે ડંખ. વીંછીનો ડંખ બુમરાણ મચાવે. બધે જ જાહેર થાય. તેમ વ્યભિચાર કરનારનું પાપ ઢાંક્યું ન રહે.
૨. સાપ ડંખ મારે પછી ધીમે ધીમે ઝેર પ્રસરે. કોઈ જાણે નહીં તેમ આંખો બિડાઈ જાય ને મૃત્યુ થાય. તેમ દ્રવ્યના સંકલ્પ કળાય નહીં અને દ્રવ્ય રાખ્યું હોય તો તે પણ કળાય નહીં પરંતુ અનર્થમાત્ર એમાંથી થાય ને મોક્ષના માર્ગથી પડી જાય.
Women are like the sting of a scorpion and money is like the bite of a snake.1 In the scriptures, such esoteric talks are stated in ‘seed’ form (i.e. very briefly). But their full knowledge is only understood from the guru.
1. A scorpion bite is extremely painful and makes the victim scream so that everyone comes to know that he has been bitten. However, the poison of a snake bite spreads slowly and may not become known to others. Similarly, adultery cannot be concealed – it becomes public knowledge. But, immoral financial transactions, etc. may not become known openly, yet, are deadly.
Strī e vīchhīno karaḍ chhe1 ne dravya e sarpno karaḍ chhe.2 Ne shāstramā vāt to bījmātra hoy paṇ tenu gnān to guru thakī ja samajāy chhe.
1. Karaḍ eṭale ḍankh. Vīchhīno ḍankh bumarāṇ machāve. Badhe ja jāher thāy. Tem vyabhichār karanārnu pāp ḍhānkyu na rahe.
2. Sāp ḍankh māre pachhī dhīme dhīme zer prasare. Koī jāṇe nahī tem ākho biḍāī jāy ne mṛutyu thāy. Tem dravyanā sankalp kaḷāy nahī ane dravya rākhyu hoy to te paṇ kaḷāy nahī parantu anarth-mātra emāthī thāy ne mokṣhnā mārgthī paḍī jāy.
શાસ્ત્રમાં શ્રદ્ધા કહી છે પણ તેમાં કેટલાક ભેદ છે - રાજસી, તામસી ને સાત્ત્વિકી. તે ગઢ, કોઠા કરાવે છે ઇત્યાદિક અનેક અનેક કામ કરે તે શ્રદ્ધા કહેવાય; પણ તે શા કામની? માટે શાસ્ત્ર થકી પણ પોતાને જાણ્યે તો સમજાય જ નહિ, માટે સત્પુરુષ અધિક છે.
The scriptures describe several types of faith: rājasi, tāmasi and sāttviki. Building forts and stores and doing countless such tasks also represent faith. But what is the use of it? Therefore, even from the scriptures it is not possible to understand by oneself. That is why the Satpurush is superior for imparting knowledge.
Shāstramā shraddhā kahī chhe paṇ temā keṭlāk bhed chhe - rājasī, tāmasī ne sāttvikī. Te gaḍh, koṭhā karāve chhe ityādik anek anek kām kare te shraddhā kahevāy; paṇ te shā kāmnī? Māṭe shāstra thakī paṇ potāne jāṇye to samajāy ja nahi, māṭe satpuruṣh adhik chhe.