TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૪૧ થી ૫૦
સમાગમ કરવાની રીતિ કહી જે, “પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં આવે એટલે તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે, પણ જીવ સારી પેઠે જોડે નહિ તો તેના ગુણ આવે નહિ; અને એ વાત આજ કરો કે ગમે તો હજાર જન્મે કરો પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી.”
Swami described the method of engaging in close association, “First, attach the jiva to the enlightened Sadhu. Then, since he is engrossed in God and the virtues of God are (present) in him, the virtues of the Sadhu are imbibed by one who keeps his company. But if the jiva is not sincerely attached (to him) then the virtues are not gained. So, whether this talk is practiced today or after a thousand births, in the end, without doing this there is no alternative.”
Samāgam karavānī rīti kahī je, “Pratham to ekāntik sāthe jīv joḍavo, pachhī e Sādhu to Bhagwānmā rahetā hoy te Bhagwānnā guṇ sādhumā āve eṭale te sādhunā guṇ te samāgam karanārāmā āve, paṇ jīv sārī peṭhe joḍe nahi to tenā guṇ āve nahi; ane e vāt āj karo ke game to hajār janme karo paṇ ante em karyā vinā chhūṭako nathī.”
આમ સમજાય તો આજ્ઞા પળે જે,
થર થર ધ્રૂજત રહે વચન મેં ઇંદ્ર મુનીંદ્રા,
થર થર ધ્રૂજત રહે વચન મેં અવનિ૧ અહીંદ્રા;૨
થર થર ધ્રૂજત રહે વચન મેં શશી અરૂ સૂરા,૩
થર થર ધ્રૂજત રહે રેન૪ દિન કાળ હજૂરા;૫
હરિ હર અજ૬ આદિ સબે રહત ભક્તિરત જાહિ કી,
મુકુંદ મોહવશ મૂઢ નર કરે ન આજ્ઞા તાહિ કી.
એ આદિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે. વળી સર્વત્ર જંતોર્વ્યસનાવગત્યા એમ જીવ કર્મવશ થઈને અનંત દુઃખ ભોગવે છે, એમ વિચારે તો આજ્ઞામાં રહેવાય. એમ જ્ઞાનીને તો અનેક રીત છે. ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી; એ વાત એમ જ છે. અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે, તે જેમ ચણા ને ઘઉં આદિકમાં હિમ પડે,૭ તે ઉપરથી તો હોય એવું દેખાય પણ માંહીથી બીજ બળી જાય છે, એમ થાય છે.
૧. પૃથ્વી.
૨. શેષનાગ.
૩. ચંદ્ર અને સૂર્ય.
૪. રાત.
૫. સેવામાં હાજર.
૬. વિષ્ણુ, શંકર, બ્રહ્મા.
૭. શિયાળામાં અતિશય ઠંડી પડે તો ઘઉંનો દાણો ચઢે નહીં ને ચઢેલો દાણો કરમાઈ જાય. હિમને લીધે ઝાડ-પાન, વનસ્પતિ બધું બળી જાય છે.
If one understands in this way, commands can be obeyed:
Thar thar dhrujat rahe vachanme Indra Munindrā,
Thar thar dhrujat rahe vachanme Avni Ahindrā;
Thar thar dhrujat rahe vachanme Shashiyar Surā;
Thar thar dhrujat rahe ren din kāl hajurā,
Hari har Aj ādi sabe rahat bhaktirat jāhiki,
Mukund mohvash muḍh nar kare na āgnā tāhiki.1
Other seniors, too, act according to commands. Also, Sarvatra jantorvyasanāvagatyā2 – the jiva suffers infinite miseries due to its karmas. This type of thinking enables one to obey the commands. Thus, for a spiritually wise person there are many methods to become free of desires.
Never hope to free yourself from desires by enjoying the sense pleasures. This is a fact. One who disobeys the commands does not experience happiness in his heart. This is like when grains freeze totally (due to severe frost) – on the outside they appear to be normal, but inside their seed is burnt and so will not grow. Thus it is like that.
1. Indra, the great sages, the earth, Sheshnag, the moon, the sun, the day and night, the gods and kāl itself all tremble at the orders of God. Brahmā, Shiv, Vishnu and all others remain engrossed in his devotion. Only man does not follow his commands, out of ignorance of his greatness and attachment for worldly pleasures.
2. All life forms are controlled by their desires and addictions.
Ām samajāya to āgnā paḷe je,
Thar thar dhrūjat rahe vachan me Indra Munīndrā,
Thar thar dhrūjat rahe vachan me Avani1 Ahīndrā2;
Thar thar dhrūjat rahe vachan me Shashī arū Sūrā3,
Thar thar dhrūjat rahe Ren4 Din Kāḷ hajūrā5;
Hari har aj6 ādi sabe rahat bhaktirat jāhi kī,
Mukund mohvash mūḍh nar kare na āgnā tāhi kī.
E ādik moṭā moṭā āgnāmā varte chhe. Vaḷī Sarvatra jantorvyasanāvagatyā em jīv karma-vash thaīne anant dukh bhogave chhe, em vichāre to āgnāmā rahevāy. Em gnānīne to anek rīt chhe. Ne viṣhayno prasang rākhīne nirvāsanik thavānī āshā to na ja rākhavī; e vāt em ja chhe. Ane āgnā lope tenā haiyāmā sukh na rahe, te jem chaṇā ne ghau ādikmā him paḍe,7 te uparthī to hoy evu dekhāy paṇ māhīthī bīj baḷī jāy chhe, em thāy chhe.
1. Pṛuthvī.
2. Sheṣhnāg.
3. Chandra ane sūrya.
4. Rāt.
5. Sevāmā hājar.
6. Viṣhṇu, Shankar, Brahmā.
7. Shiyāḷāmā atishay ṭhanḍī paḍe to ghauno dāṇo chaḍhe nahī ne chaḍhelo dāṇo karmāī jāy. Himne līdhe zāḍ-pān, vanaspati badhu baḷī jāy chhe.
આ જીવને માથે શાસ્તા૧ વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહે એવો છે.
૧. નિયામક.
Without a controller overlooking this jiva, and if left on its own, the jiva is likely to become totally subservient to the body and helpless like a worm.
Ā jīvne māthe shāstā1 vinā swatantrapaṇe to jīv dehno ja kīḍo thaī rahe evo chhe.
1. Niyāmak.
મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહ્યો જે, “રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ, નીકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નીકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ, અથવા લીંબડો ખાઈને, નહિ તો વાયુ ભરખીને પણ આ સમાગમ કર્યા જેવો છે. અને જેને કોઈક કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય, તે જો આ સમાગમ નહિ કરે તો તેને તો બહુ ખોટ જાશે.” એમ ઘણીક વાર્તા કરી.
The glory of associating with a great Sadhu was described, “We get food to eat, but if that is not available, we should beg for cooked food to eat and still keep the company of the Sadhu. If necessary, we should eat only raw grains, observe fasts, or eat only neem leaves and keep his company. In fact, this company of the Satpurush is worth keeping even while subsisting only on air. And for an aspirant who has someone to do the work and who gets food to eat, if he does not keep such company then he will suffer a great loss.”
Moṭā Santno samāgam karavāno mahimā kahyo je, “Roṭalā khāvā maḷe chhe paṇ kadāch te na maḷe to rāndhelu anna māgī khāīne paṇ ā Sādhuno samāgam karīe, nīkar kāchā dāṇā khāīne paṇ samāgam karīe, nīkar upavās karīne paṇ samāgam karīe, athavā līmbaḍo khāīne, nahi to vāyu bharakhīne paṇ ā samāgam karyā jevo chhe. Ane jene koīk kāmno karanāro hoy ke jene roṭalā khāvā maḷatā hoy, te jo ā samāgam nahi kare to tene to bahu khoṭ jāshe.” Em ghaṇīk vārtā karī.
સાધુની વાતુંની ગતિ તો કાળના જેવી છે તે દેખાય જ નહિ પણ અજ્ઞાન ટાળી નાખે, જેમ બાળકમાંથી જુવાન થાય છે ને તે વૃદ્ધ થાય છે તે દેખાતું નથી તેમ. અને બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે તેટલું કામ આંહીં એક દિવસે થાય છે. માટે જેને કસર ટાળવી હોય તેને તો આ બરાબર બીજો કોઈ સારો જોગ નથી.
The subtle but certain progress of the sadhu’s talks is like that of kāl, in that, they cannot be seen but they remove ignorance. Just as, from a child one becomes a youth and then old, but this cannot be seen. The work achieved in millions of years elsewhere is accomplished here in one day. Therefore, for one who wants to overcome defects there is no company better than this.
Sādhunī vātunī gati to kāḷnā jevī chhe te dekhāy ja nahi paṇ agnān ṭāḷī nākhe, jem bāḷakmāthī juvān thāy chhe ne te vṛuddha thāy chhe te dekhātu nathī tem. Ane bīje ṭhekāṇe jeṭalu kām ek kalpe thāy chhe teṭalu kām āhī ek divase thāy chhe. Māṭe jene kasar ṭāḷavī hoy tene to ā barābar bījo koī sāro jog nathī.
મહારાજે આઠ મહિના સુધી સારંગપુર, કારિયાણી, લોયા ને પંચાળા વગેરેમાં સંતને ભેળા રાખીને વાતું કરી; ને મંડળ ફરીને આવે તેને પણ પંદર દિવસ, મહિનો રાખીને વાતું કરતા; એમ કરે ત્યારે જ્ઞાન થાય છે પણ તે વિના થાતું નથી.
Maharaj kept the sadhus with him for eight months while at Sarangpur, Kariyani, Loya, Panchala, etc., and talked continuously to them. He also kept the groups of sadhus who returned from their spiritual tours for fifteen days to one month and talked to them. When this is done, then spiritual knowledge is attained, but without this it is not attained.
Mahārāje āṭh mahinā sudhī Sārangpur, Kāriyāṇī, Loyā ne Panchāḷā vageremā santne bheḷā rākhīne vātu karī; ne manḍaḷ farīne āve tene paṇ pandar divas, mahino rākhīne vātu karatā; em kare tyāre gnān thāy chhe paṇ te vinā thātu nathī.
સંસારમાં સુખ જેવું જણાય છે પણ તેમાં તો દુઃખ છે. જેમ શેરડીના સાંઠામાં ઇયળ પડે તે સુખ માને છે, પણ ચિચોડામાં૧ ભૂકા નીસરશે. ને કાગડાને શ્રાદ્ધના સોળ દિવસનું સુખ૨ ને પછી બંધૂકની ગોળિયું ખાવાની છે તેમ.
૧. શેરડી પીલવાનું યંત્ર, કોલુ.
૨. હિન્દુ માન્યતા મુજબ, ભાદરવા વદ પડવાથી આસો સુદ પડવા સુધીના શ્રાદ્ધના સોળ દિવસે પિતૃઓને ખીર-દૂધપાકનું નૈવેદ્ય છાપરાં પર નાંખીને ધરાવવામાં આવે છે. જેને કાગડા ખાય છે. શ્રાદ્ધ પછી જો તે છાપરાં પર બેસે તો લોકો તેને અપશુકનિયાળ માનીને ઉડાડી મૂકે છે.
Worldly life appears to be pleasurable, but it is full of misery – just as a worm which falls among sugarcane sticks believes itself to be happy, but it will be crushed by the juice-extracting machine. And a crow is happy for the sixteen days of shrāddh, but then has to face gunshots.1
1. As per Hindu tradition, during the dark half of the month of Bhãdrapad, shrãddh (a ceremony for the moksha of deceased ancestors) is observed. In this, to appease one’s ancestors sweets like dudhpãk, khir, etc. are offered to crows. During this period the crows are welcomed, but for the rest of the year they are chased away.
Sansārmā sukh jevu jaṇāy chhe paṇ temā to dukh chhe. Jem sheraḍīnā sānṭhāmā iyaḷ paḍe te sukh māne chhe, paṇ chichoḍāmā1 bhūkā nīsarshe. Ne kāgaḍāne shrāddhanā soḷ divasnu sukh2 ne pachhī bandhūknī goḷiyu khāvānī chhe tem.
1. Sheraḍī pīlvānu yantra, kolu.
2. Hindu mānyatā mujab, Bhādarvā Vad Paḍavāthī Āso Sud Paḍavā sudhīnā shrāddhanā soḷ divase pitṛuone khīr-dūdhpāknu naivedya chhāparā par nākhīne dharāvavāmā āve chhe. Jene kāgaḍā khāy chhe. Shrāddha pachhī jo te chhāparā par bese to loko tene apshukaniyāḷ mānīne uḍāḍī mūke chhe.
ફિરંગી૧ નિત્ય કવાયત કરાવે છે તેથી તેના માણસ બહુ ખબડદાર થાય છે, તેમ જે કથાવાર્તા, પ્રશ્ન-ઉત્તર કરવા-સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે ને જે આળસુ થઈને બેસી રહે તેને શું સમાસ થાય?
૧. પોર્ચુગીઝ ગોરાઓ.
The Portuguese hold daily military training so their people become very alert. Similarly, an individual who studiously engages in spiritual discourses, and listening to, posing and answering questions progresses fast and gains spiritual strength. But without this no strength is gained. And what satisfaction can one who sits around lazily gain?
Firangī1 nitya kavāyat karāve chhe tethī tenā māṇas bahu khabaḍdār thāy chhe, tem je kathā-vārtā, prashna-uttar karavā-sāmbhaḷvāno abhyās rākhe teno jīv vṛuddhine pāme ne temā baḷ āve, paṇ te vinā baḷ na āve ne je āḷasu thaīne besī rahe tene shu samās thāy?
1. Porchugīz gorāo.
મોટા હોય તેણે બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી જે, “એક દિવસ મુને પણ જિહ્વા ઇન્દ્રિયે છેતર્યો ને એક દિવસ નેત્રે છેતર્યો તે રૂપને જોવાઈ ગયું,” તેમ જ સર્વે ઇન્દ્રિયુંનું કહેવું.
One who is a senior should speak thus to give others courage, “One day, the tongue tricked me. One day, the eyes fooled me and I saw an attractive form.” One should say something similar regarding all of their senses.
Moṭā hoy teṇe bījāne himmat devāne arthe em vāt karavī je, “Ek divas mune paṇ jihvā indriye chhetaryo ne ek divas netre chhetaryo te rūpne jovāī gayu,” tem ja sarve indriyunu kahevu.
પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડુંઅવળું તરી જાવું નહિ. અને મોટા આગળ જો જીવ સરલપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે તેમાં કાંઈ કહેવું પડે નહિ. ને જગતમાં પણ એમ રીતિ છે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, તેમ મોટા ખબર રાખે.
If one is able to do only a little, then do little and fold one’s hands, but do not be deceitful and evasive. And if one behaves obediently before the great Sadhu, then the great will take care of him – nothing will have to be said about that. In this world there is a tradition that if one takes refuge in another, then he has to take care of him. Similarly, the great Sadhu takes care of his devotees.
Potā thakī thoḍu thāy to thoḍu karavu ne hāth joḍavā, paṇ kapaṭ na karavu ne āḍu-avaḷu tarī jāvu nahi. Ane moṭā āgaḷ jo jīv saralpaṇe varte to saheje ja moṭā tenī khabar rākhe temā kāī kahevu paḍe nahi. Ne jagatmā paṇ em rīti chhe, je jeno thaī rahe tenī fikar tene rākhavī paḍe chhe, tem moṭā khabar rākhe.