share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૨

વાત: ૩૧ થી ૪૦

પ્રસાદીનું માહાત્મ્ય સમજતા હોઈએ તો મોટાના ચરણની રજ લઈને માથે ચડાવીએ, પણ રસયુક્ત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે.

(૨/૩૧)

If one understands the mahimā of prasādi, then one would take the dust of the feet of the Mota-Purush and apply it to their head. However, the prasādi that is tasty will show its quality, leading to deterioration.

(2/31)

Prasādīnu māhātmya samajatā hoīe to Moṭānā charaṇnī raj laīne māthe chaḍāvīe, paṇ rasyukta je prasādī te to teno guṇ jaṇāve ne vikār paṇ thāy chhe.

(2/31)

દ્રવ્ય છે તે તો પાંચે વિષયનું કારણ છે, તે મળે તેમ તેમ વિષયને અર્થે ઉદ્યમ થાય.

સમૃદ્ધિ-ધન (3.3) / (૨/૩૨)

Money is the cause of indulging in all the five types of sense pleasures. As and when money is acquired, efforts for enjoying the sense pleasures are made.

Wealth (3.3) / (2/32)

Dravya chhe te to pānche viṣhaynu kāraṇ chhe, te maḷe tem tem viṣhayne arthe udyam thāy.

Wealth (3.3) / (2/32)

જેના હૈયામાં જગત પ્રધાન હોય તે બીજાના હૈયામાંથી જગત શું કાઢશે? નહિ જ કાઢે. ને ત્યાગી હોય કે ગૃહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે; ને સૌને એમ છે જે, “મારા જેવું સમજે તો ઠીક.”

(૨/૩૩)

How can one who has the world predominant in his heart remove it from others’ heart? They definitely will not. And whether one is a renunciant or a householder, one explains to others as they understand. And everyone feels, “It would be good if [others] understand as I do.”

(2/33)

Jenā haiyāmā jagat pradhān hoy te bījānā haiyāmāthī jagat shu kāḍhashe? Nahi ja kāḍhe. Ne tyāgī hoy ke gṛuhasth hoy paṇ potānī samajaṇ pramāṇe bījāne samajāve; ne saune em chhe je, “Mārā jevu samaje to ṭhīk.”

(2/33)

સંગ કરવામાં ને સત્સંગ કરનારામાં પણ બહુ ભેદ છે, કેમ જે, મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગૃહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આઉમાં ઇતરડી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી ને વાછરું છે તે છેટે રહે છે તો પણ તેને દૂધનો સ્વાદ આવે છે.

સંગ (4.7) / (૨/૩૪)

There is a big difference between merely keeping company (sang) and company based on proper understanding (satsang). Many sadhus and householders kept the company of Maharaj, but there are many levels in their understanding of the form of Shriji Maharaj. And there is a big difference between close association and merely staying together; just as ticks reside on the udders of a cow but do not get the taste of milk and the calf stays at a distance, yet still it gets to taste the milk.

Company (4.7) / (2/34)

Sang karavāmā ne satsang karanārāmā paṇ bahu bhed chhe, kem je, Mahārājno sang keṭlāk sādhue karyo ne gṛuhasthe paṇ karyo, paṇ samajaṇmā anant bhed paḍyā chhe ne samāgam karavo ne bheḷu rahevu temā paṇ ghaṇo fer chhe. Jem gāynā āumā itaraḍī rahe chhe paṇ tene dūdhno svād āvato nathī ne vāchharu chhe te chheṭe rahe chhe to paṇ tene dūdhno svād āve chhe.

Company (4.7) / (2/34)

નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું જે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું? એમ જોયા કરવું.

વ્યવહાર અને પ્રવૃત્તિ (12.8) / (૨/૩૫)

Always introspect during every task and ask yourself, “I want to worship God, and what am I doing?” Keep thinking like this.

Social Dealings and Activities (12.8) / (2/35)

Nirantar sarva kriyāmā pāchhu vāḷīne jovu je, māre Bhagwān bhajavā chhe ne hu shu karu chhu? Em joyā karavu.

Social Dealings and Activities (12.8) / (2/35)

સત્સંગ કરવામાં ને સમજવામાં ઘણી કસર રહી જાય છે; કેમ જે, મહારાજ બિરાજતા ત્યારે દર્શન થાતાં હોય તો એટલી વાર દસ-વીસ સાધુ તો ઘડીયે છેટે જાતા નહિ, ને ગમે એટલો થાક લાગ્યો હોય પણ રાતે દર્શન થાતાં હોય તો આખી રાત દર્શન કરતા ને કેટલાક સુખે સૂઈ રહેતા; એમ સમજણમાં ઘણા ભેદ છે.

શ્રદ્ધા (10.2) / (૨/૩૬)

Many deficiencies remain in understanding and practising satsang. Since, when Maharaj was seated, ten to twenty sadhus continuously engaged in darshan and they would not leave for even a moment. And, however tired they may have been, if darshan was available at night, they would stay up for darshan all through the night, while some would sleep peacefully. Thus, there are many differences in understanding.

Faith (10.2) / (2/36)

Satsang karavāmā ne samajavāmā ghaṇī kasar rahī jāy chhe; kem je, Mahārāj birājtā tyāre darshan thātā hoy to eṭalī vār das-vīs sādhu to ghaḍīye chheṭe jātā nahi, ne game eṭalo thāk lāgyo hoy paṇ rāte darshan thātā hoy to ākhī rāt darshan karatā ne keṭlāk sukhe sūī rahetā; em samajaṇmā ghaṇā bhed chhe.

Faith (10.2) / (2/36)

મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા જોઈએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકર તો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય.

સાધુનો મહિમા (30.35) / (૨/૩૭)

Spiritual aspirants constantly need someone to keep them alert. Only then are they able to worship God. Otherwise, it’s like a tiger in the form of māyā capturing a goat (a jiva) from a pen.

Glory of the Sadhu (30.35) / (2/37)

Mumukṣhune to nirantar honkārā karanārā joīe. Te hoy to Prabhu bhajāy, nīkar to jem vāḍāmāthī vāgh bakaru upāḍī jāy em thāy.

Glory of the Sadhu (30.35) / (2/37)

બ્રહ્મર્ષિ ને રાજર્ષિ, તેમાં બ્રહ્મર્ષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે; ને રાજર્ષિનો માર્ગ મુખ્ય છે ને બહુધા એ જ પાર પડે એવો છે. અને વિદ્યાઓ તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મવિદ્યા છે, ને એમાં જ માલ છે ને અંતે એમ કર્યા વિના છૂટકો નથી, પણ જીવ એ માર્ગે ચાલતા નથી.

સાધન (16.4) / (૨/૩૮)

૧. પોતાના આત્માને બ્રહ્મરૂપ માની, ભગવાનનું અખંડ ચિંતવન કરવાના માર્ગે ચાલનાર.

૨. ભગવાનનો અનન્ય આશ્રય રાખી, પ્રવૃત્તિમાર્ગમાં જોડાયેલ મુમુક્ષુ.

The path of a brahmarshi is better than that of a rājarshi, but it is difficult. However, the path of a rājarshi is the main one, and for the majority is the one they are most likely to succeed on. There are many types of knowledge, but the one worth learning is brahmavidyā. Only it has real merit and in the end, there is no alternative but to learn it. But the jiva does not tread that path.

Spiritual Endeavours (16.4) / (2/38)

Brahmarṣhi1 ne rājarṣhi,2 temā brahmarṣhino mārg uttam chhe paṇ te kaṭhaṇ chhe; ne rājarṣhino mārg mukhya chhe ne bahudhā e ja pār paḍe evo chhe. Ane vidyāo to ghaṇī chhe paṇ bhaṇavā jevī to brahmavidyā chhe, ne emā ja māl chhe ne ante em karyā vinā chhūṭako nathī, paṇ jīv e mārge chālatā nathī.

Spiritual Endeavours (16.4) / (2/38)

1. Potānā ātmāne brahmarūp mānī, Bhagwānnu akhanḍ chintavan karavānā mārge chālanār.

2. Bhagwānno ananya āshray rākhī, pravṛuttimārgmā joḍāyel mumukṣhu.

મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતાં પણ અધિક છે; કેમ જે, ભગવાન તો મનુષ્યચરિત્ર કરે તેથી સમજણની કસર હોય તો સંશય થઈ જાય ને અવળું પડે. માટે સાધુનો સમાગમ અધિક છે. ને દસ હજાર રૂપિયા ખરચે તે કરતાં મંદિરના રોટલા ખાઈને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તે અધિક છે; કેમ જે, ઓલ્યાને દેશકાળ લાગે, પણ આને ન લાગે, તે મહારાજે પણ કહ્યું છે જે, “સત્સંગે કરીને વશ થાઉં છું એવો બીજે સાધને કરીને વશ થાતો નથી.” ને સત્સંગ કરે તો સંસારમાંથી પણ મુકાઈ જાય.

સત્સંગ (18.15) / (૨/૩૯)

Associating with the great Sadhu is better than staying with God. Since, God will display human traits, and if there is deficiency in understanding, doubts will arise and the opposite will result. Thus, close association with a Sadhu is better. One who eats mandir food and begins to gain spiritual knowledge is better than one who donates ten thousand rupees. Since circumstances will affect the latter, but not the former.

Satsang (18.15) / (2/39)

Moṭā Santno samāgam to Bhagwān bheḷu rahevu te karatā paṇ adhik chhe; kem je, Bhagwān to manuṣhya-charitra kare tethī samajaṇnī kasar hoy to sanshay thaī jāy ne avaḷu paḍe. Māṭe Sādhuno samāgam adhik chhe. Ne das hajār rūpiyā kharache te karatā mandirnā roṭalā khāīne Sādhuno samāgam kare ne samajavā mānḍe te adhik chhe; kem je, olyāne desh-kāḷ lāge, paṇ āne na lāge, te Mahārāje paṇ kahyu chhe je, “Satsange karīne vash thāu chhu evo bīje sādhane karīne vash thāto nathī.” Ne satsang kare to sansārmāthī paṇ mukāī jāy.

Satsang (18.15) / (2/39)

લખવું, ભણવું તે તો ઠીક છે ને ભક્તિનું તો કાંઈ સરું આવતું નથી, પણ નિયમ રાખી બબ્બે ઘડી આત્મા-અનાત્માનો વિવેક કરવા માંડે ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે ને બબ્બે ઘડી ભક્તિ કરે તો એમ જણાય જે, જીવ વૃદ્ધિ પામે છે તો ખરો, ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે.

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.3) / (૨/૪૦)

૧. પાર, છેડો.

૨. પાણીની નાની જ એક સેર અખંડ વહેતી હોય તો ત્યાં ધરો ભરાય, પણ પાણીનો ઘડો બીજે-ત્રીજે દિવસે ઢોળી આવવાથી ધરો ભરાય નહીં. (વચનામૃત ગઢડા પ્રથમ ૨૩)

To write and study on spiritual subjects is all right, but there is no limit to devotion. So, if one observes moral codes and differentiates between ātmā and non-ātmā for some time, and in the same way chants for some time, withdraws the mind from worldly objects and offers devotion then it can be said that the jiva certainly progresses. And without codes of conduct, it is like pouring a pot of water (which, in a short time, evaporates).1

Resolute Observance of Dharma and Codes of Conduct (15.3) / (2/40)

1. If a pot of water is emptied all at once, it soon dries up. But if water is emptied in a continuous trickle, it will collect at that place. This analogy is mentioned by Shriji Maharaj in Vachanamrut Gadhada I-23.

Lakhavu, bhaṇavu te to ṭhīk chhe ne bhaktinu to kāī saru1 āvatu nathī, paṇ niyam rākhī babbe ghaḍī ātmā-anātmāno vivek karavā mānḍe ne babbe ghaḍī raṭaṇ kare ne babbe ghaḍī vṛuttio rūndhīne bandh kare ne babbe ghaḍī bhakti kare to em jaṇāy je, jīv vṛuddhi pāme chhe to kharo, ne niyam vinānu to pāṇīno ghaḍo ḍhoḷyā jevu2 thāy chhe.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.3) / (2/40)

1. Pār, chheḍo.

2. Pāṇīnī nānī ja ek ser akhanḍ vahetī hoy to tyā dharo bharāy, paṇ pāṇīno ghaḍo bīje-trīje divase ḍhoḷī āvavāthī dharo bharāy nahī. (Vachanāmṛut Gaḍhaḍā Pratham 23)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading