share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૨

વાત: ૨૧ થી ૩૦

સંતનો મહિમા કહ્યો જે, “આવા સાધુનાં દર્શન કર્યે ભગવાનનાં દર્શનનું ફળ થાય છે, ને તેની સેવા કર્યે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે; ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણાં પુણ્યનો પાર ન કહેવાય.”

સાધુનો મહિમા (30.34) / (૨/૨૧)

Describing the glory of the Sadhu, Swami said, “The darshan of this Sadhu gives fruits equivalent to the darshan of God. By serving him, one gets the fruits of serving God.1 As we have affection for such a Sadhu there is no limit to our merits.”2

Glory of the Sadhu (30.34) / (2/21)

Santno mahimā kahyo je, “Āvā sādhunā darshan karye Bhagwānnā darshannu faḷ thāy chhe, ne tenī sevā karye Bhagwānnī sevā karyānu faḷ thāy chhe; ne āpaṇe tevā sāthe het thayu chhe, māṭe āpaṇā puṇyano pār na kahevāy.”

Glory of the Sadhu (30.34) / (2/21)

કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે, ને કેટલાક લખે છે, ભણે છે, ને કેટલાક ખડ વાઢવા જાય છે, ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિક ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું જે, એ સર્વે દેહનો વ્યવહાર છે તે કર્યું જોઈએ, પણ કરવાનું તો બીજું છે. તે શું જે, મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસના ને જ્ઞાન શીખવું, સત્સંગ-કુસંગ ઓળખવો ને સત્સંગમાં રહેવાય એવો દૃઢ પાયો કરવો; ઇત્યાદિક કરવાનું છે તે કરવું. અને મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે, પણ જ્ઞાન વિના સર્વે કાચું છે. ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે. અને મહારાજ પૂછતા જે, “એને કિયા સાધુ સાથે હેત છે ને કિયા સાધુ પાસે બેઠક-ઊઠક છે,” એમ તપાસ કરવાનું કહેતા.

વ્યવહાર અને પ્રવૃત્તિ (12.7) / (૨/૨૨)

Some cook, some fill water, some write, some study, some cut the grass, some graze the cattle and perform other such activities. These should be understood as bodily activities and are to be performed. But, in reality our task is to do something else. What is that? It is to remember the murti of Maharaj; learn upāsanā and spiritual knowledge; distinguish between satsang and bad company and lay a strong foundation so that we can remain in Satsang. This and whatever else is necessary has to be done. And people are ready to do whatever work we assign them, but are hesitant to do what actually has to be done, as stated above.

Social Dealings and Activities (12.7) / (2/22)

Keṭlāk rasoī kare chhe, pāṇī bhare chhe, ne keṭlāk lakhe chhe, bhaṇe chhe, ne keṭlāk khaḍ vāḍhavā jāy chhe, ne keṭlāk ḍhor chāravā jāy chhe, ityādik kriyāo kare chhe. Te to em jāṇavu je, e sarve dehno vyavahār chhe te karyu joīe, paṇ karavānu to bīju chhe. Te shu je, Mahārājnī mūrtinī smṛuti rākhavī, upāsanā ne gnān shīkhavu, satsang-kusang oḷakhavo ne satsangmā rahevāy evo draḍh pāyo karavo; ityādik karavānu chhe te karavu. Ane manuṣhyane je je kriyā karavānu kahīe te te karavāne sau taiyār chhe, paṇ je karavānu chhe te kahīe to temā aṭake chhe, paṇ gnān vinā sarve kāchu chhe. Ne antarmā khoṭā ghāṭ thāy te paṇ gnānnī kasar chhe. Ane Mahārāj pūchhatā je, “Ene kiyā sādhu sāthe het chhe ne kiyā sādhu pāse beṭhak-ūṭhak chhe,” em tapās karavānu kahetā.

Social Dealings and Activities (12.7) / (2/22)

“બકરાં, ગાયું, ભેંસું ને ઊંટ એ સર્વે વાડામાં રહે પણ વાઘ હોય તે વાડામાં પુરાય નહિ, તેમ મુમુક્ષુ હોય તે કોઈ મતમાં કે વિષયમાં બંધાઈ રહે નહિ,” એમ મહારાજ કહેતા. અને મહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા, તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા? માટે બુદ્ધિ તો એટલી જ જે, મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહિ. ને મહારાજ કહેતા જે, “નાથ ભક્ત બુદ્ધિવાળા છે ને દીવાનજી મૂર્ખ છે.” ને વ્યવહાર છે તે તો તાજખાના જેવો છે, તે તો સુધર્યો તો પણ બગડેલો જ છે, તેમાં કાંઈ સાર નથી. તે ઉપર સૂરતના ખાડાનું દૃષ્ટાંત દીધું.

સત્સંગ (18.13) / (૨/૨૩)

૧. મૂળ કણભા ગામના અને વડોદરામાં વસતા આ ભક્ત શાકબકાલું વેચતા ગરીબ હરિભક્ત હતા. તેમને શ્રીજીમહારાજમાં અનન્ય નિષ્ઠા હતી.

૨. વડોદરામાં ગાયકવાડી રાજ્યમાં દીવાનપદે પ્રખ્યાત થનાર વિઠ્ઠલરાવ દેવાજી. તેમને શ્રીજીમહારાજ પ્રત્યે દ્વેષબુદ્ધિ હતી. લૌકિક રીતે બુદ્ધિશાળી હોવા છતાં ઓળખવા જેવા છે તેમને જ ન ઓળખી શક્યા એટલે મૂર્ખ ઠર્યા.

૩. સંડાસ.

૪. પહેલાં સૂરતની પાયખાના-પદ્ધતિ ઘૃણા ઉપજાવે તેવી હતી. પતરાંની મળપેટીઓ ભરાતી રહે ને ફરી બદલાતી રહે; એટલે એ ખાડા કદી સાફ થાય જ નહીં.

“Goats, cows, bulls and camels will all stay in a pen but a tiger cannot be confined in a pen. Similarly, a genuine spiritual aspirant never stays bound to any worldly belief or material pleasures.” Maharaj used to say this. Should those who did not associate with Maharaj when he was present, and those who do not associate with the great Sadhu now, be understood as more wise? True intelligence is only that which is gained by learning from a great Sadhu and is useful in attaining moksha, otherwise, the rest is not intelligence.1 Maharaj used to say, “Nath Bhakta2 is wise and Diwanji3 is foolish.”

Satsang (18.13) / (2/23)

1. Vachanamrut Gadhada I-50.

2. Nath Bhakta of Kanbha (district: Ahmedabad) was a devotee of Shriji Maharaj. He lived in Vadodara and sold vegetables to make a living.

3. Diwanji (Vitthal Rao Devaji) was the Diwan under three ruling dynasties – Sindhia, Gaekwad and Holkar. He was needlessly hostile to Maharaj and his followers. And he behaved with great animosity towards Maharaj and his devotees. Therefore, although he was intelligent, he proved to be foolish.

“Bakarā, gāyu, bhesu ne ūnṭ e sarve vāḍāmā rahe paṇ vāgh hoy te vāḍāmā purāy nahi, tem mumukṣhu hoy te koī matmā ke viṣhaymā bandhāī rahe nahi,” em Mahārāj kahetā. Ane Mahārāj virājtā tyāre paṇ jeṇe samāgam karyo nathī ne āj paṇ je Moṭā Santno samāgam nathī karatā, tene shu vadhu buddhivāḷā samajavā? Māṭe buddhi to eṭalī ja je, Moṭā Sādhuthī shīkhe ne mokṣhanā kāmmā āve, bākī buddhi nahi. Ne Mahārāj kahetā je, “Nāth Bhakta1 buddhivāḷā chhe ne Dīvānjī2 mūrkh chhe.” Ne vyavahār chhe te to tājkhānā3 jevo chhe, te to sudharyo to paṇ bagaḍelo ja chhe, temā kāī sār nathī. Te upar Sūratnā khāḍānu4 draṣhṭānt dīdhu.

Satsang (18.13) / (2/23)

1. Mūḷ Kaṇabhā gāmnā ane Vaḍodarāmā vasatā ā bhakta shākbakālu vechatā garīb haribhakta hatā. Temne Shrījī Mahārājmā ananya niṣhṭhā hatī.

2. Vaḍodarāmā gāyakvāḍī rājyamā dīvānpade prakhyāt thanār Viṭhṭhalrāv Devājī. Temne Shrījī Mahārāj pratye dveṣh-buddhi hatī. Laukik rīte buddhishāḷī hovā chhatā oḷakhavā jevā chhe temne ja na oḷakhī shakyā eṭale mūrkha ṭharyā.

3. Sanḍās.

4. Pahelā Sūratnī pāykhānā-paddhati ghṛuṇā upajāve tevī hatī. Patarānī maḷpeṭīo bharātī rahe ne farī badlātī rahe; eṭale e khāḍā kadī sāf thāy ja nahī.

સર્વ ક્રિયા કરવામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય; ને સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો પદાર્થે કરીને થાતો નથી. અને એક ચેલામાં બંધાય તે પાંચ-દશમાં કેમ ન બંધાય? ને જે ઘણા માણસમાં પણ ન બંધાય એ તો અતિ સમર્થની વાત છે.

(૨/૨૪)

In all activities, one should maintain awareness that everything is perishable so that one does not experience misery. The pleasure of the Satpurush that is earned by practicing satsang is not earned by any other means. How can one who becomes attached to one shishya not become attached to five or ten? One who does not become attached to many people belongs to the category of the extremely achieved.

(2/24)

Sarva kriyā karavāmā nāshvantpaṇānu anusandhān rākhavu to dukh na thāy; ne satpuruṣhno rājīpo jevo satsange karīne thāy chhe evo padārthe karīne thāto nathī. Ane ek chelāmā bandhāy te pānch-dashmā kem na bandhāy? Ne je ghaṇā māṇasmā paṇ na bandhāy e to ati samarthanī vāt chhe.

(2/24)

એક જણ એક મંદિરમાં પાંચસેં રૂપિયા મૂકીને ચાલ્યા ગયા પણ એટલા રૂપિયા બેઠાં બેઠાં ખાઈને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ થાત.

સત્સંગ (18.14) / (૨/૨૫)

One person donated Rs. 500 to a mandir and then left. But with that money if he had remained at the mandir (to gain spiritual knowledge), ate using that money, and associated with sadhus, then he would have gained much more benefit.

Satsang (18.14) / (2/25)

Ek jaṇ ek mandirmā pānchase rūpiyā mūkīne chālyā gayā paṇ eṭalā rūpiyā beṭhā beṭhā khāīne sādhuno samāgam karyo hot to bahu samās thāt.

Satsang (18.14) / (2/25)

મોટાની આજ્ઞાએ કરીને કરવું, તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે. ને મનનું ગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ થોડું કરે તો પણ ઘણું થાય છે. ને મનગમતું ઝાઝું કરે તો પણ થોડું થાય છે. અને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું.

ભગવાન અને સંતની આજ્ઞા (14.6) / (૨/૨૬)

૧. પાર્વતીજીને બે પુત્રો: મોટા કાર્તિકેય ને નાના ગણપતિજી. એક કન્યાને બંને ભાઈએ લગ્ન માટે પસંદ કરી. કન્યાએ કરાર મૂક્યો કે, “પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને બંનેમાંથી જે વહેલો આવે તેને હું વરીશ.” મોરના વાહન પર કાર્તિકેય તો ઊપડ્યા. ગણપતિનું વાહન ઉંદર ને પોતે પણ શરીરે સ્થૂળ. આથી પાર્વતીજીને સહેલો ઉપાય પૂછ્યો. પાર્વતીજીએ કહ્યું, “ગાય પૃથ્વીનું સ્વરૂપ છે. ગાયની પ્રદક્ષિણા ફરી લે એટલે પૃથ્વીની થઈ જશે.” ગણપતિએ વિશ્વાસપૂર્વક માતાની આજ્ઞા માની તો તેમની જીત થઈ અને કન્યા તેમને વરી.

Do as per the commands of seniors. This is like Ganapati1 circling around a cow. But to do as per one’s own liking is like Kartik Swami circumambulating the earth. Therefore, even if only a little is done by the commands of God, much is achieved. And even if one does more by one’s own will, little is achieved. And those commands which erode dharma should be followed judiciously.

Commands of God and His Holy Sadhu (14.6) / (2/26)

1. Parvatiji, wife of Shivji, had two sons: Kartikey (elder) and Ganapati. They both selected the same bride. So, the bride laid down a condition that she would marry the first one to circumambulate the earth. Immediately, Kartikey set off on his peacock. However, Ganapati, who himself was large in size, had only his mouse as a vehicle. So, Parvatiji showed him a short cut. She said, “You circumambulate the cow and that will be the same as circling the earth.” Faithfully, Ganapati followed his mother’s commands and won the race to marry the bride.

Moṭānī āgnāe karīne karavu, te to jem Gaṇpatie gāynī pradakṣhiṇā karī evu chhe.1 Ne mannu gamatu karavu te to Kārtik Swāmīnī peṭhe pṛuthvīnī pradakṣhiṇā karavā jevu chhe. Māṭe āgnāe thoḍu kare to paṇ ghaṇu thāy chhe. Ne man-gamatu jhājhu kare to paṇ thoḍu thāy chhe. Ane je āgnāmā dharmane ghasāro āvato hoy evī āgnāmā to ghaṭe em karavu.

Commands of God and His Holy Sadhu (14.6) / (2/26)

1. Pārvatījīne be putro: moṭā Kārtikey ne nānā Gaṇpatijī. Ek kanyāne banne bhāīe lagna māṭe pasand karī. Kanyāe karār mūkyo ke, “Pṛuthvīnī pradakṣhiṇā farīne bannemāthī je vahelo āve tene hu varīsh.” Mornā vāhan par Kārtikey to ūpaḍyā. Gaṇpatinu vāhan undar ne pote paṇ sharīre sthūḷ. Āthī Pārvatījīne sahelo upāy pūchhyo. Pārvatījīe kahyu, “Gāy pṛuthvīnu swarūp chhe. Gāynī pradakṣhiṇā farī le eṭale pṛuthvīnī thaī jashe.” Gaṇpatie vishvāspūrvak mātānī āgnā mānī to temnī jīt thaī ane kanyā temne varī.

શિવજી, પાર્વતી ને પોઠિયાને દૃષ્ટાંતે કરીને જગતનું કહ્યું જે, “એમાં કાંઈ પાધરું ન મળે, એ તો ગમે એમ કરે તેમાં પણ ખોટ કાઢે, માટે એ વાત સમજી રાખવી.”

(૨/૨૭)

૧. શિવનું વાહન પોઠિયો. એક વાર શિવ-પાર્વતી પોઠિયો લઈને મુસાફરીએ નીકળ્યાં. એક ગામ આવ્યું. લોકો કહે, “છતે વાહને ચાલીને જાય છે!” આ સાંભળી બંને પોઠિયા પર બેઠાં. બીજું ગામ આવ્યું. લોકો કહે, “છે દયાનો છાંટો? બંને ચઢી બેઠાં છે!” થોડે દૂર ગયા પછી પાર્વતી કહે, “હું ચાલું છું તમે બેસો.” શિવજી બેઠા. ત્રીજું ગામ આવ્યું. લોકો કહે, “પઠ્ઠા જેવો ચઢી બેઠો છે ને ફૂલ જેવી બાઈને પગે ચલાવે છે.” આ સાંભળી શિવજી ઊતર્યા ને પાર્વતીને બેસાર્યાં. ચોથું ગામ આવ્યું. લોકો કહે, “આ તો કેવો સમય આવ્યો છે! ધણી બીચારો પગે ચાલે છે ને બાઈ ચઢી બેઠી છે!” આમ, લોકોને તો ટીકા-ટિપ્પણનો સ્વભાવ જ હોય છે. એમના તરફ લક્ષ્ય રાખીએ તો ઊલટા દુઃખી થવાય.

Giving the example of Shivji, Parvati, and the bull,1 Swami explained the nature of the world, “There is nothing straight-foward in the world. Whatever one may do, others will criticize. One should understand this.”

(2/27)

1. Brahmaswarup Yogiji Maharaj narrates this folk tale as follows: Shivji’s vehicle is the bull (Nandishwar). Once, Shivji and Parvati were traveling with their bull. They came to one village, where the people commented, “Look at them walking with a bull. They are not even using the bull.” Shivji and Parvatiji mounted the bull and traveled forward. At another village, the people criticized them, “Do they have a drop of pity for the animal? Both of them are riding the poor animal.” Parvatiji dismounted the bull and Shivji rode the bull alone. At the third village, people said, “Look at this robust man. He rides the bull while making the lady - as delicate as a flower - walk.” Shivji and Parvatiji switched places and arrived at the fourth village. The people here also criticized, “Look at what the times have brought! This woman makes her husband walk while she rides the bull.” Whichever way they chose, people always criticized them. It is the nature of people to criticize. If we constantly change our way to please the people of this world, we will always be miserable. Therefore, we should behave according to God and the Satpurush’s wishes.

Shivjī, Pārvatī ne poṭhiyāne draṣhṭānte1 karīne jagatnu kahyu je, “Emā kāī pādharu na maḷe, e to game em kare temā paṇ khoṭ kāḍhe, māṭe e vāt samajī rākhavī.”

(2/27)

1. Shivnu vāhan poṭhiyo. Ek vār Shiv-Pārvatī poṭhiyo laīne musāfarīe nīkaḷyā. Ek gām āvyu. Loko kahe, “Chhate vāhane chālīne jāy chhe!” Ā sāmbhaḷī banne poṭhiyā par beṭhā. Bīju gām āvyu. Loko kahe, “Chhe dayāno chhānṭo? Banne chaḍhī beṭhā chhe!” Thoḍe dūr gayā pachhī Pārvatī kahe “Hu chālu chhu tame beso.” Shivjī beṭhā. Trīju gām āvyu. Loko kahe, “Paṭhṭhā jevo chaḍhī beṭho chhe ne fūl jevī bāīne page chalāve chhe.” Ā sāmbhaḷī Shivjī ūtaryā ne Pārvatīne besāryā. Chothu gām āvyu. Loko kahe, “Ā to kevo samay āvyo chhe! Dhaṇī bīchāro page chāle chhe ne bāī chaḍhī beṭhī chhe!” Ām, lokone to ṭīkā-ṭippaṇno swabhāv ja hoy chhe. Emanā taraf lakṣhya rākhīe to ūlaṭā dukhī thavāy.

બહુ ખપવાળો હોય તેનું સમું રહે; નીકર બહુ પ્રકારના શબ્દ આવે તે મૂળગો ઘટી જાય.

(૨/૨૮)

૧. સીધું, અનુકૂળ, સરખું.

One who has a great deal of self-interest [in their liberation] will remain proper. Otherwise, when one hears a variety of words, one will decline from the root.

(2/28)

Bahu khapvāḷo hoy tenu samu1 rahe; nīkar bahu prakārnā shabda āve te mūḷago ghaṭī jāy.

(2/28)

1. Sīdhu, anukūḷ, sarakhu.

ભગવાનને સંભારીને જે જે ક્રિયા કરે છે તો પણ તે નથી કરતો ને તે અકર્તા છે, ને તે વિના તો બેઠો છે તો પણ કર્તા છે. અને ભગવાનને સંભારીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂએ છે, ચાલે છે, ઇત્યાદિક જે જે ક્રિયા કરે છે તો પણ તે કાંઈ કરતો નથી ને તે તો અકર્તા છે.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.9) / (૨/૨૯)

Whatever activities are undertaken, if one does them while remembering God, one is not the doer (i.e. one is not bound by them); but otherwise, even if one is merely seated, still one is the doer (i.e. is bound by the consequences of one’s thoughts). While remembering God when one eats, speaks, sees, sleeps, walks and does other such activities, still one is not doing anything – one is not the doer.

Worship and Meditation of God (25.9) / (2/29)

Bhagwānne sambhārīne je je kriyā kare chhe to paṇ te nathī karato ne te akartā chhe, ne te vinā to beṭho chhe to paṇ kartā chhe. Ane Bhagwānne sambhārīne khāy chhe, bole chhe, jue chhe, sūe chhe, chāle chhe, ityādik je je kriyā kare chhe to paṇ te kāī karato nathī ne te to akartā chhe.

Worship and Meditation of God (25.9) / (2/29)

અંતરમાં ભજન કરવા શીખવું, તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.10) / (૨/૩૦)

Learn to worship God from within. By doing this the desires for material pleasures will be reduced.

Worship and Meditation of God (25.10) / (2/30)

Antarmā bhajan karavā shīkhavu, teṇe karīne viṣhaynā rāg ochhā thāy chhe.

Worship and Meditation of God (25.10) / (2/30)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading