TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૧૯૧ થી ૧૯૨
સ્ત્રી જાતિ માત્રનો વિશ્વાસ ન કરવો, તે જાતિમાં મહારાજે બેને વખાણી, ને તેમાં પણ દોષ કહ્યા છે; તે સીતા, તેણે લક્ષ્મણજીને વચન માર્યાં ને દ્રોપદી, તેને વચને ભારત થયું. [વાત ૭૨, ૧૯૮૫ આવૃત્તિ]
Strī jāti mātrano vishvās na karavo, te jātimā Mahārāje bene vakhāṇī, ne temā paṇ doṣh kahyā chhe; te Sītā, teṇe Lakṣhmaṇjīne vachan māryā ne Dropadī, tene vachane Bhārat thayu. [vāt 72, 1985 āvṛutti]
મહારાજની મરજી વિરુદ્ધ જે અવળાઈ કરે તેને આખા બ્રહ્માંડની ઉપાધિમાં જોડે ને વધારે વાંકો ચાલે તો તેને અનંત બ્રહ્માંડની ઉપાધિમાં જોડશે, પછી તેમાં હેરાન થાશે, ને ત્યાં તો આજ્ઞા કરે તો કોઈનો ભાર નહિ જે ના પાડી શકે. તે જેમ રાજાનો હુકમ વસ્તીથી ફેરવાય નહિ તેમ છે; ને આંહીં તો મનુષ્યભાવ રહે, તેથી મનાય નહિ. [વાત ૧૩૭, ૧૯૮૫ આવૃત્તિ]
Mahārājnī marjī viruddha je avaḷāī kare tene ākhā brahmānḍnī upādhimā joḍe ne vadhāre vānko chāle to tene anant brahmānḍnī upādhimā joḍashe, pachhī temā herān thāshe, ne tyā to āgnā kare to koīno bhār nahi je nā pāḍī shake. Te jem rājāno hukam vastīthī feravāy nahi tem chhe; ne āhī to manuṣhyabhāv rahe, tethī manāy nahi. [Vāt 137, 1985 Āvṛutti]