TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૧૮૧ થી ૧૯૦
ઉત્તમ પુરુષને સેવ્યા હોય ને તેને કસર રહી ગઈ હોય ને તેનો દેહ પડે તે પછી એવો જોગ ન રહે. તો પણ તેની ગમે તે પ્રકારે સહાય કરે. કેમ જે, એ તો સમર્થ છે, તે રક્ષા કરે. જેમ વ્યાસજીએ કીડાનું કર્યું એમ૧ કરે.
૧. નારદજીએ વ્યાસજીને, “સત્સંગનો મહિમા શું?” એવો પ્રશ્ન કર્યો. ત્યારે વ્યાસજીએ નારદજીને છાણના કીડાને આ પ્રશ્ન પૂછવા મોકલ્યા. કીડો નારદજીના દર્શનમાત્રે ઊર્ધ્વગતિ પામ્યો. ઉત્તરોત્તર એ પોપટનું બચ્ચું, ગાયનો વાછડો ને અંતે રાજાનો કુંવર થયો. નારદજીનાં દર્શન પામી એ રાજાનો કુંવર જન્મ-મરણથી મુકાયો.
If one’s faults remain and the great Sadhu one has served dies, and such company no longer remains, still, somehow he (the great Sadhu) will help one to overcome one’s faults. He is powerful, so he will protect the aspirant just as Vyāsji did for the worm.1
1. Naradji asked Vyasji, “What is the glory of Satsang?” So, Vyasji directed Naradji to put the question to a worm living in some cowdung. By the mere darshan of Naradji, the worm attained a higher birth. In turn, it was born as a parrot, a calf and finally as a prince. Then by the darshan of Naradji the prince was liberated.
Uttam puruṣhne sevyā hoy ne tene kasar rahī gaī hoy ne teno deh paḍe te pachhī evo jog na rahe. To paṇ tenī game te prakāre sahāy kare. Kem je, e to samarth chhe, te rakṣhā kare. Jem Vyāsjīe kīḍānu karyu em1 kare.
1. Nāradjīe Vyāsjīne, “Satsangno mahimā shu?” Evo prashna karyo. Tyāre Vyāsjīe Nāradjīne chhāṇnā kīḍāne ā prashna pūchhavā mokalyā. Kīḍo Nāradjīnā darshanmātre ūrdhvagati pāmyo. Uttarottar e popaṭnu bachchu, gāyno vāchhaḍo ne ante rājāno kuvar thayo. Nāradjīnā darshan pāmī e rājāno kuvar janma-maraṇthī mukāyo.
લક્ષ્મીજીએ એક કીડીને ડાબલીમાં ઘાલીને કહે, “આનું વિષ્ણુ કેમ પોષણ કરશે?” પછી ત્રીજે દહાડે તપાસી જોયું, ત્યાં તો એ ડાબલીમાં લક્ષ્મીના ચાંદલાનો ચોખો પડી ગયેલ તે કીડીએ ખાધેલ. એમ ભગવાન તો પોષણ કરે છે.
Lakshmiji trapped an ant in a box and said, “How will Vishnu nourish it?” Then on the third day, she observed that a rice grain from her chāndlo had fallen in and the ant had eaten it. In this way, God sustains all.
Lakṣhmījīe ek kīḍīne ḍāblīmā ghālīne kahe, “Ānu Viṣhṇu kem poṣhaṇ karashe?” Pachhī trīje dahāḍe tapāsī joyu, tyā to e ḍāblīmā Lakṣhmīnā chāndalāno chokho paḍī gayel te kīḍīe khādhel. Em Bhagwān to poṣhaṇ kare chhe.
ભગવાન તો કેવા છે? તો જે જીવ પોતાના સન્મુખ ચાલે તે સારુ તો બ્રહ્માંડ ફેરવી નાખે. તે જુઓને, પ્રહ્લાદનો દેહ જ જીવ જેવો કરી મૂક્યો.
How extraordinary is God? For those jivas which walk towards him (i.e. live as per his wishes), he changes the universe. See, he made Prahlad’s body like a jiva (i.e. indestructible).
Bhagwān to kevā chhe? To je jīv potānā sanmukh chāle te sāru to brahmānḍ feravī nākhe. Te juone, Prahlādno deh ja jīv jevo karī mūkyo.
જેને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહિ ને દુઃખ રહે છે એટલી સત્સંગ કરવામાં કસર છે અને સત્સંગ કરે છે તેને કેટલાક પ્રકારના નાના ને મોટા મોસલ૧ ઊઠે છે; તેની વિક્તિ, તમાકુ ખાવી ને પીવી ને સૂંઘવી, ને ડાકલાં ને જૂગટું ને ભવાયા ને બજાણિયા ને ગરીબ વર્ણનો માણસ ઘોડું રાખતો હોય, એ આદિક નાના મોસલ ને વ્યભિચાર, ચોરી, દારૂ, માંસ, અફીણ એ આદિક મોટા મોસલ; ને સર્વ પ્રકારનું ખર્ચ ન થાય તથા કોઈ પ્રકારનો દંડ ભરવો ન પડે, ને બાકી કેટલોક વિવેક આવે, તેથી વે’વાર કરતાં આવડે જે, કમાવું-ખર્ચવું તે સર્વને વિચારીને કરે.
૧. લેણું ભરપાઈ કરવા દેણદારને ઘેર બેસાડવામાં આવેલ માણસ. તે લેણું વસૂલ થતાં સુધી તેનો પીછો છોડતો નથી.
Miseries do not remain for those who practise satsang. But miseries remain to the extent that one has defects in the practice of satsang. And for one who practises satsang, many types of small and big habits or vices are overcome. They are: to chew, drink and inhale tobacco; practice of black magic; gambling; expensive entertainment in the form of dramas and musicals; unnecessary extravagance, such as, needlessly keeping horses, etc. – these are minor vices. And adultery, stealing, alcohol, meat, intoxicants, etc. – are major vices. All these types of expenditure are not incurred, and no form of fine has to be paid (by a devotee). Also, much discretion is gained. As a result, business methods are learnt – earning and spending are thoughtfully done.
Jene satsang thāy tene to dukh rahe nahi ne dukh rahe chhe eṭalī satsang karavāmā kasar chhe ane satsang kare chhe tene keṭalāk prakārnā nānā ne moṭā mosal1 ūṭhe chhe; tenī vikti, tamāku khāvī ne pīvī ne sūnghavī, ne ḍākalā ne jūgaṭu ne bhavāyā ne bajāṇiyā ne garīb varṇano māṇas ghoḍu rākhato hoy, e ādik nānā mosal ne vyabhichār, chorī, dārū, māns, afīṇ e ādik moṭā mosal; ne sarva prakārnu kharcha na thāy tathā koī prakārno danḍ bharavo na paḍe, ne bākī keṭlok vivek āve, tethī ve’vār karatā āvaḍe je, kamāvu-kharchavu te sarvane vichārīne kare.
1. Leṇu bharpāī karavā deṇadārne gher besāḍvāmā āvel māṇas. Te leṇu vasūl thatā sudhī teno pīchho chhoḍato nathī.
પ્રથમના કરતાં આજ કેટલુંક દેશકાળનું સાનુકૂળ છે ને મોર્યે તો કટક૧ આવતાં, હિમ પડતાં, કાળ પડતા, તીડ આવતાં ને ચોર ને ધાડાં પડતાં ને ટૂંટિયું૨; એ સર્વે ઇતિયું૩ કહેવાય.
૧. સૈન્યના હુમલા.
૨. એક પ્રકારનો તાવ. સને ૧૮૭૨-૭૩માં ગુજરાતમાં આ રોગ ફાટી નીકળ્યો હતો. આ તાવ આવે એટલે શરીરના સાંધા સજ્જડ થઈ જાય. દરદી ટૂંટિયું વળીને પડી રહે. નર્મકોષમાં ટૂંટિયાનો અર્થ ‘કોલેરા’ લખ્યું છે, પણ ટૂંટિયું તે કોલેરા કે કોગળિયું નહીં, પરંતુ બળિયા, ઓરી અને અછબડા જેવો સાંસર્ગિક વાતજ્વરનો એક પ્રકાર છે. છેલ્લું સને ૧૯૧૩-૧૪માં ટૂંટિયું ગુજરાતનાં કેટલાંક શહેરોમાં દેખાયું હતું.
૩. આપત્તિઓ, આફતો, દૈવકોપ. ઇતિઓ છ પ્રકારની છે: અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઊંદર, પક્ષીઓની અધિકતા ને રાજાની ચઢાઈ.
Compared to before, the place and time are convenient. Previously, enemy armies raided, winters were severe, famines occurred frequently, locusts swarmed, thieves plundered (repeatedly and suddenly) and plagues afflicted – all these are said to be disasters.1
1. Original Gujarati word is ‘iti’, meaning disasters. There are six types of disasters that strike: (1) heavy rainfall, (2) droughts, (3) infestation of locusts, (4) infestation of rodents, (5) overpopulation of birds, and (6) attacks by kings.
Prathamnā karatā āj keṭluk desh-kāḷnu sānukūḷ chhe ne morye to kaṭak1 āvatā, him paḍatā, kāḷ paḍatā, tīḍ āvatā ne chor ne dhāḍā paḍatā ne ṭūṭiyu2; e sarve itiyu3 kahevāy.
1. Sainyanā humalā.
2. Ek prakārno tāv. Sane 1872-73mā Gujarātmā ā rog fāṭī nīkaḷyo hato. Ā tāv āve eṭale sharīrnā sāndhā sajjaḍ thaī jāy. Daradī ṭūnṭiyu vaḷīne paḍī rahe. Narmakoṣhamā ṭūnṭiyāno artha ‘kolerā’ lakhyu chhe, paṇ ṭūnṭiyu te kolerā ke kogaḷiyu nahī, parantu baḷiyā, orī ane achhabaḍā jevo sānsargik vātjvarno ek prakār chhe. Chhellu sane 1913-14mā ṭūnṭiyu Gujarātnā keṭlāk shaheromā dekhāyu hatu.
3. Āpattio, āfato, daivakop. Itio chha prakārnī chhe: ativṛuṣhṭi, anāvṛuṣhṭi, tīḍ, ūndar, pakṣhīonī adhiktā ne rājānī chaḍhāī.
નાના ગામમાં લાખ રૂપિયાની હૂંડી૧ લખનાર ન મળે, તે તો શહેરમાં મળે, ને કરોડ રૂપિયાની હૂંડી તો કોઈક બહુ મોટા શહેરમાં મળે; તેમ અતિ ઉત્તમનો સંગ ઝાઝે ઠેકાણે મળે નહિ ને તે મળ્યા વિના અતિ ઉત્તમ જ્ઞાન થાય નહિ. ને મોટાની દૃષ્ટિએ આ લોકનો વહેવાર તો કીડિયું ને પશુપક્ષીના જેવો છે.
૧. નાણાંની આપલે કરવા માટેની શાહુકારી ચિઠ્ઠી.
One cannot find someone who can write a check for 100,000 rupees in a small village. He can be found in a city. And one can find someone who can write a check for 1,000,000 rupees only in a bigger city. Similarly, the company of the very great [Sadhu] cannot be found in many places. And without his company, one cannot gain the greatest gnān. According to Mota-Purush’s perception, the affairs of this world are like the activities of an ant or animals and birds.
Nānā gāmmā lākh rūpiyānī hūnḍī1 lakhanār na maḷe, te to shahermā maḷe, ne karoḍ rūpiyānī hūnḍī to koīk bahu moṭā shahermā maḷe; tem ati uttamno sang zāze ṭhekāṇe maḷe nahi ne te maḷyā vinā ati uttam gnān thāy nahi. Ne Moṭānī draṣhṭie ā lokno vahevār to kīḍiyu ne pashu-pakṣhīnā jevo chhe.
1. Nāṇānī āpale karavā māṭenī shāhukārī chiṭhṭhī.
પરલોકમાં જાવું છે એવો તો કોઈ મનસૂબો જ કરતા નથી, પણ આંહીં તો નહિ જ રહેવાય ને આ લોકમાં તો જાણે આવ્યા જ નથી, એવું કરી નાખવું ને છેલ્લો જન્મ કરી નાખવો. તે છેલ્લો જન્મ તે શું જે, ક્યાંઈયે વાસના રહેવા દેવી નહિ. ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે, પણ એ તો નહિ રહે ને ગમે એટલાં કામ કરશું તો પણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ મૂકવા છે ને સાધુ થાવું છે, તે સારુ કથા, વાર્તા, સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે.
Nobody even aspires to go to higher heavenly realms. But, one will not be able to stay here. So, act in a detached manner, as if one has not even come into this world and make this the last birth. What is the last birth? To not have any worldly desires. Also, people wish to gain fame in this world, but it will not remain. No matter how many tasks one undertakes, still, one day, they have to be left, base instincts have to be overcome and one has to become a sadhu. For that, one must engage in spiritual discourses, discussions, remembering God and appreciating virtues.
Parlokmā jāvu chhe evo to koī manasūbo ja karatā nathī, paṇ āhī to nahi ja rahevāy ne ā lokmā to jāṇe āvyā ja nathī, evu karī nākhavu ne chhello janma karī nākhavo. Te chhello janma te shu je, kyāīye vāsanā rahevā devī nahi. Ne ā loknī sthiti bāndhavānu tān chhe, paṇ e to nahi rahe ne game eṭalā kām karashu to paṇ sarve ek divas mūkīne swabhāv mūkavā chhe ne sādhu thāvu chhe, te sāru kathā, vārtā, smṛuti karavī, guṇ oḷakhavā e karavānu chhe.
ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ ત્રણ વાતમાં જ માલ છે એવો બીજી કોઈ વાતમાં માલ નથી ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે તો જેમ કોદાળી, પાવડા ને દાતરડાં તેને ઠેકાણે છે. મોટાની તો એમ સમજણ છે, ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી.
Only the murti of God, God’s Sadhu and God’s commands are of permanent value; no other things have such value. And spiritual wisdom, detachment and dharma represent only equipment like a hoe, a spade and scythe. That is the understanding of the great and we have kept only God and nothing else.
Bhagwānnī mūrti, Bhagwānnā sādhu ne Bhagwānnī āgnā e traṇ vātmā ja māl chhe evo bījī koī vātmā māl nathī ne gnān, vairāgya, dharma te to jem kodāḷī, pāvaḍā ne dātarḍā tene ṭhekāṇe chhe. Moṭānī to em samajaṇ chhe, ne ame to ek Bhagwān rākhyā chhe ne bīju rākhyu nathī.
ગુણમાં દોષ રહ્યા છે, તે શું જે, પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે, ને પોતે ન સૂએ ને જે સૂએ તેનો અવગુણ લે, ઇત્યાદિક બહુ વાત છે, તે અવશ્ય સમજવાની છે.
There are faults even in virtues. What are they? That one practises detachment and perceives the flaws of others; and that one sleeps less and sees fault in one who sleeps more, etc. Many such talks were delivered and discussed. They should certainly be understood.
Guṇmā doṣh rahyā chhe, te shu je, pote tyāg rākhe ne bījāno doṣh āve, ne pote na sūe ne je sūe teno avaguṇ le, ityādik bahu vāt chhe, te avashya samajavānī chhe.
સ્વભાવનું બળ સર્વ કરતાં અધિક છે. તે કેમ જે, વિષયના સંકલ્પ થાય એ તો વાસના કહેવાય, પણ ભગવાનની સ્મૃતિ કરતાં જે સંકલ્પ થાય તે સર્વ સ્વભાવ કહેવાય.
ઇતિ શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો તેમાં સંત-સમાગમનું મુખ્યપણું કહ્યું એ નામે બીજું પ્રકરણ સમાપ્ત.
The power of desire is greater than everything else. How? Desires for worldly objects are known as ‘vāsanā,’ but desires arising while remembering God are all called ‘swabhāvs.’
Swabhāvnu baḷ sarva karatā adhik chhe. Te kem je, viṣhaynā sankalp thāy e to vāsanā kahevāy, paṇ Bhagwānnī smṛuti karatā je sankalp thāy te sarva swabhāv kahevāy.
Iti Shrī Sahajānand Swāmīnā shiṣhya Shrī Guṇātītānand Swāmīnī vāto temā sant-samāgamnu mukhyapaṇu kahyu e nāme bīju prakaraṇ samāpt.